________________
ગતિ અને પ્રગતિ : પ૩
"राम नाम लघुनाम हमारा परशु सहित बड नाम तुम्हारा" પ્ર મારું તે રામ આ બે અક્ષરનું નાનું નામ છે. આપના રામ નામની સાથે તે પરશુ શબ્દ ઉમેરાય છે માટે નામથી પણ આપ જ શ્રેષ્ઠ, વરિષ્ઠ અને યેષ્ઠ છે.
તાત્પર્ય એ છે કે સ્વભાવ, ધર્મ અને ગુણથી બ્રાહ્મણ હોય અને તે ક્ષત્રિય થઈ જાય તે કઠિનાઈ થાય. બ્રાહ્મણને શકિતમાં કશે જ રસ નહોતો. બ્રહ્મદર્શન અને જ્ઞાનની શોધ એ જ એમના જીવનને પરમ આદર્શ હતે, એટલે આ દેશમાં બ્રાહ્મણે ભારે આદર પામ્યા. “Forન ત્રાહ્મણો ગુ– વણેમાં બ્રાહ્મણની આટલી બધી સર્વોપરિતા સ્વીકૃત હોવા છતાં, આટલા બધા આદત અને સન્માનિત હોવા છતાં, બ્રાહ્મણેએ કઈ શક્તિ ન મેળવી. તેઓ અકિંચન જ રહ્યા. પિતાની મલીમાં બેસી તેઓ બ્રહ્મ અને જ્ઞાનની જ શોધ કરતા રહ્યા. જે કે તેઓ ઘણાં આદરણીય હતા, મોટા મોટા સમ્રાટ પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવતા હતા, તેમણે ધાર્યું હોત તે રાયે તેમના ચરણેને ચુમી શકત, પરંતુ ભૌતિક વૈભવને તેમને જરા પણ મેહ નહે. ભૌતિક ઐશ્વર્ય તેમને મન અનર્થનું મૂળ હતું.
મહર્ષિ કણાદના જીવનની એક મીઠી કથા છે. કણાદ ઋષિ ગુણ અને ધર્મથી બ્રાહ્મણ જેવા છે. તેમનું નામ જ કણાદ પડી ગયું. તે એટલા માટે કે તેમણે એટલું અનાજ પણ ઘરમાં ભેગું ન કર્યું, કે જેથી તેને સંઘરવા અને સાચવવાને શ્રમ કરવો પડે. રેજ ખેતરમાંથી કણ કણ વીણી લાવીને તેઓ પિતાને નિર્વાહ ચલાવતા અને આ જ કારણે તેમનું ગુણ નિષ્પન્ન કણાદ એવું નામ પડી ગયું. અસલી નામ ભૂલાઈ ગયું અને કણાદ નામ વિશ્વ વિશ્રત થઈ ગયું. અપરિગ્રહ અને નિર્મમત્વને આ મીઠે દાખલે વિરલ હોય છે.
આ મહર્ષિની બ્રાહ્મણ નિષ્ઠામાંથી જ વૈશેષિક દર્શનનો જન્મ થયો. વૈશેષિક દર્શનનાં આદ્ય પ્રસ્તતા મહર્ષિ કણાદ હતા. કણાદમાંથી વૈશેષિક દર્શન જન્મેલું રહેવાને કારણે આ દર્શનનું બીજું નામ કાણદ પડયું છે. તેમની જ્ઞાન પ્રત્યેની નિષ્ઠા અને ગજબની ઉપાસનાનું આ ફળ હતું. પોતાના ગુણધર્મને ઓળખી, તેના વિકાસમાં તેમણે જીવન અર્પણ કર્યું તે વિશ્વને એક નવા દર્શનને સાક્ષાત્કાર થયે. માણસ તે જ દિશામાં ગતિ-પ્રગતિ કરી શકે છે જે દિશાના ગુણ અને ધર્મો તે ધરાવતું હોય. પિતાના ગુણધર્મોથી વિમુખ થઈ, અવળી દિશામાં ગતિ કરવા પ્રયત્ન કરતી વ્યક્તિ, પરાજય અને પરેશાનીમાં પડી જાય છે.
મહર્ષિ કણદ જ્યાં રહેતા હતા ત્યાંના સમ્રાટને મહર્ષિ કણાદની અકિંચનતાને ખ્યાલ આવ્યું. તેમને થયું કણદ છે તે અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતે અતિ માનવ, પરંતુ આર્થિક કંગાલિયતમાં સબડતે એક લાચાર અને પંગુ માણસ છે! મારા આધિપત્યમાં જે એની ગરીબી દૂર ન થાય તે આ સમૃદ્ધ રાજ્યશ્રીને અર્થ પણ શ? મારે એની દરિદ્રતા દૂર કર્યો જ છૂટક છે. આ દરિદ્રતામાંથી હું તેને મુક્ત ન કરી શકું તે મારી સમ્રાટ થવાની સિદ્ધિ પણ શી ?