________________
પર : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
આ પ્રસંગને અનુસરનારે રામાયણને એક દાખલે સ્મૃતિને વિષય થઈ ગયો છે તેને પ્રસ્તુત કરે પણ પ્રસંગને અનુરૂપ જ છે. પ્રસંગને પોષનારે પણ છે તેથી કહી બતાવું છું. જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામજી હતા. ગણાય છે તે તેઓ હિન્દુઓમાં અવતાર સમા પરંતુ સ્વભાવે તેઓ તીખા અને રૂદ્ર હતા. ક્ષત્રિય કુળ તરફ એમને ઘણી નફરત હતી. તેઓ જન્મતઃ બ્રાહ્મણ હતા. બ્રાહ્મણને મૂળભૂત ગુણધર્મ તે બ્રહ્મની ઉપાસના, બ્રહ્મના દર્શન, જ્ઞાનની ખોજ, જ્ઞાન અને બ્રહ્મની સાથે તાદાભ્ય કેળવવાના માર્ગનું ધન, અને તેને માટે ગમે તેવા અનુકૂળ-પ્રતિકૂળ સંગોને પણ આત્મસાત્ કરી, બ્રહ્મદર્શનની ગતિમાં અવરોધ ન આવે તેને માટે પૂરતી કાળજી રાખી, અને તેને માટે આપવા જોઈતા ભેગેને આપીને પણ, જ્ઞાનની
તને પ્રજવલિત રાખવી એ છે. પરંતુ તેને બદલે પરશુરામજી પિતાને સ્વધર્મ, પિતાને પારંપરિક ગુણ ભૂલી ગયા. ક્ષત્રિયેના ધર્મને સ્વીકારવાની તેમણે પહેલ કરી. તેમણે શક્તિને માર્ગ સ્વીકાર્યો, જ્ઞાનને પવિત્ર માર્ગ તેઓ ભૂલી ગયા. સ્વધર્મ અને સ્વગુણથી તેઓ ચલિત થયા. ક્ષત્રિયોના ગુણધર્મને સ્વીકારવાની તેમણે ભૂલ કરી. એકવીસ વખત ક્ષત્રિય વિહેણી પૃથ્વી બનાવવાની તેમણે પ્રતિજ્ઞા લીધી. જે શિક્ષણ અને જે સંસ્કારો પરશુરામજીને વારસામાં મળ્યા હતા, પ્રશિક્ષણથી જે પલવિત થયા હતા અને ક્રમશઃ સઘન અને પ્રગાઢ બન્યા હતા, તે સંસ્કારોના આધારે પ્રગતિને પારમાર્થિક માર્ગ તેમણે સમજપૂર્વક સ્વીકાર્યો હોત તે તેમને ઇતિહાસ જ બદલાઈ ગયો હોત. ઇતિહાસમાં એક નવા પૃષ્ઠને ઉમેરે થયે હેત. તેમને ઇતિહાસ સુવર્ણાક્ષરેમાં અંક્તિ થયે હેત. પરંતુ દુર્ભાગ્ય બ્રહ્મદર્શન અને જ્ઞાનની ખેજમાં ઠાલવવી જોઈતી શકિત તેમણે ક્ષત્રિયેના સંહારમાં, શકિતની ઉપાસનામાં, શકિતના દર્શનમાં, શકિતની પૂજામાં વાપરી. તેઓ બ્રાહ્મણ મટયા, ઋષિ તરીકે વિલુપ્ત થયા, અને તેમનું વ્યકિતત્વ બ્રાહ્મણની આકૃતિમાં ક્ષત્રિય તરીકે ઊપસી આવ્યું. બ્રાહ્મણત્વનું બલિદાન દેવાઈ ગયું, બ્રાહ્મણના દેહમાં ક્ષત્રિયત્વ મૂર્તિમંત બન્યું.
સ્વધર્મ અને સ્વગુણ તરફની આ ઉપેક્ષા તેમની પ્રગતિમાં બાધક બની. જ્ઞાનના માર્ગમાં જે તેમની આ સારીયે શક્તિ વપરાઈ હેત તે તેમનું બ્રહ્મત્વ કરેડે સૂર્યની માફક ઝળહળી ઊડ્યું હોત. તેમને માર્ગ સેળે કળાએ ખીલી ઊઠ હોત. પરંતુ સ્વધર્મ અને સ્વગુણથી પરામુખ થનારાં, અંતમાં વિષાદ, ઉદ્વેગ અને સંતાપના પાત્ર બનતાં હોય છે, પરાજય તેમને ચારેકોરથી ઘેરી વળતો હોય છે અને વિજય દૂર દૂર ભાગી જતું હોય છે. તેમને ઇતિહાસ જ બદલાઈ જાય છે.
શ્રી પરશુરામના સંબંધમાં પણ આમ જ બન્યું. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના હાથે તેમને કરૂણ પરાજય થશે. તેમને પરશુ કુંઠિત થઈ ગયે. કરમાઈ ગએલા ફૂલની માફક તેઓ નિસ્તેજ, નિષ્પભ અને પ્રતિભાશૂન્ય બની ગયા. તેઓ પોતાના પરાજયની શરમ ન અનુભવે તે ખાતર, શ્રીરામે તેમની મહત્તા આ શબ્દોમાં વર્ણવી બતાવી–