________________
આગમ છે જીવનદીપક : ૨૩
દૃષ્ટિગોચર થાય છે. “અબળા સખ્ત મેલે ”ના ભાગવતી આદેશને આદશ બનાવી, સ્વયંના ભગીરથ પુરુષાર્થથી સ્વયંના સત્યને સાક્ષાત્કાર કરવાની કળાના પારમાર્થિક પાઠ ભૂલાઇ ગયેા છે.
ધને યથાર્થ રૂપમાં ‘જાણવાની' ભૂમિકાને બદલે ‘માનવાની’ આધારશીલા ઉપર ધના ભવ્ય પ્રાસાદનુ ચણતર શરૂ થયુ છે. કારણુ સ્પષ્ટ જ છે કે, ‘જાણવામાં’ જાતના શ્રમની, પુરુષાર્થની, જીવનના આમૂલ રૂપાંતરણની, અહ ંને હામવાની કિલષ્ટતમ પ્રક્રિયાઓમાંથી, એટલે આધ્યાત્મિક ઉત્ક્રાંતિઓમાંથી, પસાર થવાનુ હાય છે, જ્વાલામુખીના વિસ્ફાટની સાથે ઝઝુમવાનુ હાય છે. ત્યારે માનવાની’પ્રક્રિયામાં આવી કેઇ જાતની અગ્નિપરીક્ષામાંથી પસાર થવાનું હાતુ નથી, તેમાં કશી જ જિટલતાના સામના કરવા પડતા નથી. ચેતનામાં ધર્મને જે વિકાસ દૃષ્ટિગોચર થાય છે તેનો મંગલ પાયે! અહંના વિસર્જનમાં છે. ‘માનવામાં’ અહુના પરિત્યાગની કશી જ જરૂર રહેતી નથી. જ્ઞાનને પુસ્તક બનાવી દેવામાં, કે જાણવાને શાસ્ર ઉપર આધારિત કરી દેવામાં, કશી જ મુશ્કેલી નથી. તેમાં સાધના કે તપશ્ચર્યાની દિવ્ય અગ્નિમાંથી પસાર થવાનુ હાતું નથી. શાસ્ત્રોના મુખપાઠથી જ જાણી લીધાની સ ંતુષ્ટિના અને યથા પાષણ મળી રહે છે. જાણવાનુ–સાક્ષાત્ અનુભૂતિનું સ્થાન સ્મૃતિ સ્વીકારી લે છે અને શાસ્રોને યાદ કરી લેવા માત્રથી કે બ્યની ઇતિશ્રીના કૃતકૃત્યતાનો સ તાજ મેળવી લે છે. અવળા સજ્જ મેસેા' શબ્દોમાં યાદ રહે છે, તે રાજ સ્વાધ્યાયમાં ખેલાય છે, આવના ઉપર આવર્તનોની પારાયણ પણ થઈ જાય છે, પરંતુ સત્યના સંશોધનમાં જીવન સમર્પ ણુનું કીમતી તત્ત્વ, વિસ્મૃતિના અંધકારમય ગતમાં સદાને માટે સમાઇ જાય છે.
સ્વરૂપને સાક્ષાત્કાર, પરમાત્મભાવની ઉપલબ્ધિ કે સત્યનું પારમાર્થિક અન્વેષણ શાસ્ત્રોના પાઠાને સ્મૃતિબદ્ધ કરી લેવા માત્રથી નથી થતુ. તેની સ ંપ્રાપ્તિ તેા માથા સાટે છે. માટે ‘માનવા’ જેવા સરળ ઉપાય જગતમાં ખીન્ને કાઈ જ નથી. માનવામાં કશેા જ ભાગ દેવાની કે ચેાગ સાધવાની જરૂર રહેતી નથી. માટે જ મોટા ભાગના ધર્મ ‘જાણુવા' કરતાં ‘માનવા’ની જ આજુબાજુ ઊભા છે.
જાણવાના પણ બે પ્રકારે છે. શાસ્ત્રો કે ગ્રન્થાના અભ્યાસથી પણ જો કોઇ વસ્તુનું સ્વરૂપ જાણી લે, તે તે પણ જાણવાના એક પ્રકાર છે અને તે પ્રકાર શ્રુતિ સત્ય છે પણ ખરી, પરંતુ આ રીતે જાણવાની પ્રક્રિયા પરાક્ષ થઇ. આ રીતે મેળવેલી જાણકારીને પ્રત્યક્ષમાં કશો જ અવકાશ નથી. એટલે જ આગમ પ્રરૂપો અને દન શાસ્ત્રીઓએ આગમને અંતર્ભાવ પ્રત્યક્ષ પ્રમાણમાં ન કરતાં, પરોક્ષ પ્રમાણના અવાંતર ભેદોમાં કરેલ છે. સ્મૃતિ, પ્રત્યાભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ બધાં પરોક્ષ પ્રમાણના પ્રકારો છે.
શાસ્ત્રોના નિર્દેશા, સંકેતા અને અજ્ઞાત ઇશારાઓના આધારે સ્વયં'ના અનુભવથી સ્વયંમાં જણાય તે અનુભૂતિ સત્ય અથવા સાક્ષાત્ સત્ય છે અને આ પણ જાણવાના એક બીજો
လူ့