________________
સંયમનું સૌંદર્ય : ૪૩ आदिम पृथ्वीनाथमादिम निष्परिग्रहम् ।
आदिम तीर्थनार्थ च ऋषभ स्वामिन स्तुमः ॥ આ અવસર્પિણીકાલીન યુગના પ્રથમ પૃથ્વીના અધિપતિ, પ્રથમ પરિગ્રહ, રાજ્યભવ અને અપાર સંપત્તિને ત્યાગ કરનાર, પ્રથમ તીર્થંકર પ્રભુ ઋષભ સ્વામિની અમે સ્તુતિ કરીએ છીએ. આદિનાથ પ્રભુ પૃથ્વીના આદિ ભેગી પુરુષ છે તે આદિ ત્યાગી પુરુષ પણ છે. તેઓ સર્વ પ્રથમ તીર્થકર છે અને તેથી જ આદિનાથના નામથી પ્રતિષ્ઠિત છે. - સાધુતાની આ પરંપરાના પ્રસ્તતા ભગવાન ઋષભદેવ છે. ઋષભદેવની લોકપ્રિયતા માત્ર જૈન સંપ્રદાય સુધી જ મર્યાદિત નથી રહી પરંતુ હિંદુ ધર્મના અવતારી પુરુષોમાં પણ તેમની ગણતરી થવા પામી છે. ઐતિહાસિક દૃષ્ટિએ તેમના કાળની કશી જ નિશ્ચિત ગણના થઈ શકતી નથી. ઈતિહાસના યુગ કરતાં તે ઘણા પ્રાચીનતમ યુગને છે. ઈતિહાસને પ્રારંભ કષભદેવ ભગવાન કરતાં ઘણે પશ્ચાવતી છે.
જેમ તેઓ પૃથ્વીના પ્રથમ અધિપતિ છે તેમ ત્યાગના આદર્શને જીવનમાં વણી જન જીવન સામે જીવંત આદર્શ મૂકનાર ઋષિઓમાં પણ તેઓ પ્રથમ છે. સાધુતાની આ પગદંડી સમતાવિષમતા, અનુકૂળતા-પ્રતિકૂળતાના ખાડા ટેકરાઓ ઓળાંગતી, અથડાતી, પથરાતી, જીવતી જાગતી સુરક્ષિત રૂપે ચાલતી આવી છે. આ પરંપરાની કડીના અકેડારૂપ અંતિમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામી થયા છે અને આજે જે પવિત્ર પરંપરાને તમે દર્શન કરે છે, તે ભગવાન મહાવીરથી ચાલી આવતી અક્ષુણ પરંપરા છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં કેશી ગૌતમના મિલનના પ્રસંગને વર્ણવતા આગમકાર સાધુતાના સહજ સ્વરૂપને પ્રગટ કરતાં કહે છે
तस्स लोगपइक्स्स आसी सीसे महायसे |
केसीकुमारसमणे विज्जाचरण पारगे ॥ લેકમાં પ્રદીપ સમાન ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં મહા યશસ્વી, વિદ્યા અને ચારિત્રના પારગામી એવા કેશી નામના કુમાર શ્રમણ હતા.
હિન્દુસ્તાનમાં સનાતન કાળથી બે અખંડ પરંપરા ચાલી આવી છે. એક છે બ્રાહ્મણ પરંપરા અને બીજી છે શ્રમણ પરંપરા. આદિનાથ પ્રભુથી લઈ મહાવીર પ્રભુ અને તેમના શાસનમાં આજ સુધી સતત ચાલી આવતી આ પરંપરા શ્રમણ પરંપરાના નામથી પ્રચલિત છે. સમાજ પાસેથી ઓછામાં ઓછું લેવાને તેમને આદર્શ છે. આપલબ્ધિના આધારભૂત મૂળ સાધનામાં સતત શ્રમ કરનારી, સતત જાગૃત રહેનારી પરંપરા તે શ્રમણ પરંપરા છે.