________________
આત્માને દિવ્ય ખજાનો : ૪૯ માટે જે ભોગ, જે ત્યાગ, જે શ્રદ્ધા, જે ભાવના અને જે સમર્પણની જરૂર હતી તેને શું મારામાં શૂન્યાવકાશ હતો?
આ વળી શી કલા અને કઈ બલા છે? તિષ શાસ્ત્રમાં અપૂર્વ પાંડિત્ય મેં પ્રાપ્ત કરેલ છે. આયુર્વેદ શાસ્ત્રના મર્મો અને રહસ્ય મારાથી અજ્ઞાત નથી. એક એક વનસ્પતિને ઓળખી બતાવવાની મારામાં કલા અને ક્ષમતા છે. કઈ પણ વનસ્પતિને ગુણ–દે મારાથી અજાણ નથી. રેગોની પરીક્ષા, નિદાન અને સાનુકૂળ ચિકિત્સા તેમજ ઓપરેશનથી, પણ હું સારી રીતે પરિચિત છું. સંગીતની કળામાં અપૂર્વ કુશળતા મેં હસ્તગત કરી છે. આજેહઅવરોહ, રાગ અને રાગિણીઓથી હું અજ્ઞાત નથી. વેદે મારા મોઢા પર રમે છે. ઉપનિષદોની સૂક્ષ્મતાપૂર્વક છણાવટ હું કરી શકું છું. બ્રહ્મ વિષેની શાસ્ત્રીય જાણકારી સાંગોપાંગ મારા જ્ઞાનનો વિષય બની છે. મારી દ્રષ્ટિમાં તે જગતની કઈ કલા કે કઈ જ્ઞાન બાકી નથી જેની જાણકારી મને ન હોય, કે જેનામાં ઊંડાણથી અવગાહન કરવાની વાત હું ભૂલી ગયો હોઉં. છતાં મારા જ્ઞાનથી મારા પિતા પ્રફુલ્લિત, આનંદિત થવાને બદલે કરમાએલા અને ઉદાસીન જેવા લાગે છે. મારી આટલા વર્ષોની જ્ઞાનસાધના અને જ્ઞાનની તપશ્ચર્યાની એમને મન કંઈ જ કીમત નથી. મેં મેળવેલા જ્ઞાનની પ્રસન્નતાની એક નાની રેખા પણ એમના મુખકમલ ઉપર દષ્ટિગોચર થતી નથી. એમણે તે મેં શું મેળવ્યું, અથવા મારી સાધના કેવી અને કેટલી ઉત્કટ હતી, તે વિષે લેશ માત્ર પણ જાણવાની જિજ્ઞાસા ન બતાવી. અભ્યાસી વિષયેની સ્કૂલ કે સૂક્ષ્મ પરીક્ષા પણ ન કરી. કટીના સવાલ ન પૂછયા, કુશળક્ષેમની વાત પણ ન કરી, આટલા વર્ષો પછી ફરી મળ્યાને સંતોષ કે આનંદ પણ અભિવ્યક્ત ન કર્યો અને એક જ સવાલ પૂછી મારી બધી સાધના, આરાધના, ઉપાસના, તપશ્ચર્યા, રાત દિવસની મહેનત અને ઉજાગરાને નિરર્થક અને નિસાર જેવાં લેખ્યાં.
તેમને સવાલ પણ સમજમાં આવતું નથી કે જે એકને યથાર્થ રીતે ઓળખી લેવાથી, જાણી લેવાથી, બધું જાણી લેવાય છે. અને જેને ન જાણવાથી, જાણી લીધેલું બધું કંઈ જ ખપનું નથી. મારા હૃદયમાં તે આટલા વર્ષોના અભ્યાસનું ગૌરવ હતું. આટલા પ્રમાણપત્રની શુભ પ્રશસ્તિ ભવ્ય આનંદ હતું અને પિતાશ્રીએ તે ભણેલા વિષયોની કંઈ જ કસોટી કર્યા વગર મારા જ્ઞાનને કચરાની ટોપલીમાં ફગાવી દીધું. મારા બધા જ્ઞાન ઉપર પાણી ફેરવી નાખ્યું.
શ્વેતકેતુ પાસેથી મેળવે તે જવાબ જ્યારે પિતાને ન મળે, તેના અંતરાત્મામાંથી ઊઠ જેતે મીઠો રણકાર જ્યારે પિતાને સાંભળવા ન મળે, ત્યારે પિતાએ કઠોરતા અને તેજસ્વિતાપૂર્વક આદેશ કર્યો: “બેટા ! તું જે સંગ્રહીને લઈ આવ્યો છે તે વાસ્તવિક દષ્ટિએ જ્ઞાન નથી. તારી પાસે જે કંઈ છે તે તે માત્ર જ્ઞાનની રાખ છે. રાખના ઢગલાને સાચવી રાખવાની કીમત શી ? તેનું પ્રયોજન શું? તું ફરી જા, અને મેળવવા લાયક વસ્તુને મેળવી આવ, કે જેને મેળવ્યાથી બધું મેળવી લેવાય છે, અને જેના અભાવમાં, મેળવેલની પણ કશી જ કીમત નથી.