________________
૪૮ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
પથારી મળી જાય તે આરામથી ઊંધ કરી શકાય. પરંતુ થાય છે તેનાથી ઊલટું. સારી પથારી મેળવવાના પ્રયત્નમાં રાત-દિવસ ઊંઘ હરામ કરી, તીવ પુરુષાર્થના બળે તે અનુકૂળતાવાળી પથારી અનુકૂળ-સાધન-સામગ્રી અને સમૃદ્ધિ) પ્રાપ્ત કરી, તે ઊંઘ જ સદાને માટે ઊડી ગઈ. નિદ્રાની આંતરિક શક્તિ જ ખવાઈ ગઈ. ભેજન તે મેળવ્યું પરંતુ ભૂખ જે ઊડી ગઈ.
આંતરિક રીતે દરિદ્રતા અનુભવને માણસ તે દરિદ્રતાને આવૃત્ત કરવા બાહ્ય ઉપાયોને આશ્રય લે છે પરંતુ બાહ્ય સાધનો આંતરિક શક્તિઓના મૂળભૂત સ્રોતને જન્માવી શક્તા નથી અને આંતરિક શક્તિઓની જાગૃતિ વગર શાંતિ કે સમાધિ ઉપલબ્ધ થતી નથી.
બ્રહ્મ-દર્શન અથવા આત્મ-દર્શન જીવ માત્રને મૂળભૂત અધિકાર છે. બ્રહ્મને સાક્ષાત્કાર એ જ જીવનની આધારભૂત પરીક્ષા છે. આમેપલબ્ધિ એ જ આંતરિક ભવ્ય નિધાન, દિવ્ય ખજાને છે. તેની સંપ્રાપ્તિ વગર શાંતિ કે સમાધિ સંપ્રાપ્ય નથી. સત્યનું સંશોધન અને તેની ઉપલબ્ધિ એ જ પરમ અને ચરમ લક્ષ્ય છે. તે લક્ષ્યની સંસિદ્ધિ આગમોના મુખપાઠ કે આવર્તન માત્રથી નહિ, પરંતુ સાક્ષાત્ સાક્ષાત્કાર કરીને મેળવવાની છે. તેનાથી ઓછી સંપ્રાપ્તિને સવાલ નથી. આ પરમ સત્યને આત્મસાત્ કરવા ઉપનિષદને એક જ દાખલે બસ થઈ પડશે.
શ્વેતકેતુ ગુરુકુળમાં ગુરુઓના સાંનિધ્યમાં રહી, ભણવા લાયક શાસ્ત્ર ભણી, અનેક વિષયમાં પારંગત બની, અજોડ પ્રતિભા મેળવી, પિતાના પિતૃગૃહે પાછા આવ્યા. જ્યારે તે પિતાના પિતાને મળે ત્યારે પિતાએ તેને એક જ સવાલ કર્યો. તું શાસ્ત્રોને અભ્યાસ કરી આવ્યું છે, વિવિધ કલાઓમાં પારંગત બન્યું છે, પરંતુ હજી તે તે વસ્તુ જાણી નથી કે જેને જાણી લેવાથી બધું જણાઈ જાય છે અને જેને જાણ્યા વગર જગતની બધી કલા અને વિજ્ઞાનને પણ હસ્તગત કર્યા હેય છતાં, તે પાંડિત્ય અને પ્રતિભાનું કંઈ જ મૂલ્ય નથી હોતું. પિતાને આ આકસ્મિક અને વિચિત્ર સવાલથી વેતકેતુ ડઘાઈ ગયે, વિમાસણમાં પડી ગયે, આશ્ચર્યમાં ગોથાં ખાવા લાગ્યા. નહિ વિચારેલી અને નહિ સાંભળેલી અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ આ વાત હતી. તે બિચારે વિચારના વમળમાં ગોથા ખાવા લાગ્યા. તે વિચારવા લાગ્યું કે, શું એવું પણ કઈ તત્વ છે કે જેને ન જાણવાથી જાણી લીધેલું બધું ફેક થઈ જાય, અને જેને જાણી લેવા માત્રથી ન જાણેલું પણ બધું જણાઈ જાય તેના પુસ્તકીય જ્ઞાનથી બહારની આ વાત હતી. તે વિચારવા લાગેઃ આવી ગુહ્ય અને આંતરિક હકીક્તને આજ સુધી કેમ મને કેઈએ સંકેત કે ઈશારે નહિ કર્યો હોય? આટલા વર્ષોના ગુરુકુળ વાસ દરમિયાન ગુરુજનેએ આવા કીમતી રહસ્ય વિષે કેમ મૌન સેવ્યું હશે? શું એ પરાવિદ્યા માટે હું અપાત્ર હતું તેને મેળવવા માટેના જે સવિશિષ્ટ આંતરિક મૂલ્ય હતાં, તે મૂલ્ય ચૂકવવા શું હું અસમર્થ હતો? ગુરુજનેની મારા ઉપર હેવી જોઈતી કૃપાને શું અભાવ હતે? અથવા આ આંતરિક સમૃદ્ધિને મેળવવા