________________
૪૨ : ભેદ્યા પાષાણુ, ખેલ્યાં દ્વાર
ભગવાન મહાવીર માટે સંયમને અર્થ છે, પિતે પિતાની શક્તિમાં પ્રતિષ્ઠિત હોવું. પિતાની શક્તિમાં પ્રતિષ્ઠિત હોવું એ જ વૃત્તિઓને નિર્બળ અને નપુંસક બનાવવા માટે પર્યાપ્ત છે. ભગવાન મહાવીર પિતાની કામવાસના ઉપર અંકુશ રાખી બ્રહ્મચર્યને ઉપલબ્ધ થતા નથી, પરંતુ બ્રહ્મચર્યની જ પોતાની ઊજ છે, શક્તિ છે કે જેથી કામવાસના તેમની સામે માથું ઊચકી શકતી નથી. પ્રભુ કદી હિંસાથી લડીને અહિંસક થતા નથી, પરંતુ પિતે જ પૂર્ણ અહિંસક છે એટલે હિંસાને આવવાને અવકાશ જ નથી. ક્રોધથી લડીને તેઓ ક્ષમાને મેળવતા નથી પરંતુ ક્ષમા જ તેમના પ્રાણે સાથે સ્પર્શેલી છે જેથી ક્રોધને પ્રવેશવાનો અવસર જ પ્રાપ્ત થતું નથી. સ્વયંની શક્તિને ઓળખી કાઢવી, એટલે સ્વયંની શકિતથી પરિચિત થઈ જવું એ જ સંયમ છે, એમ ભગવાન મહાવીરે આપણને બતાવ્યું છે.
જે ગમે તેવા સંગમાં પણ વિચલિત થતું નથી એવો શાંત, નિષ્કપ, અવિચલિત, ઠરેલે માણસ સંયમનો પરમાર્થ છે. એ જ સંયમને સાચા અર્થ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞના જે લક્ષણો છે તે ભગવાન મહાવીરના સંયમના જ અર્થો છે.
સંયમના પરમાર્થની એક બાજુને આપણે જોઈ તપાસી અને વિચારી. એની બીજી વ્યાવહારિક બાજુને પણ આ સ્થળે સ્થૂલ દૃષ્ટિએ વિચાર કરી લેવું જરૂરી છે. તે મુજબ આ ભરતભૂમિ આર્યાવર્ત ક્ષેત્રના નામથી પ્રતિષ્ઠિત છે. આ દેશ જેમ કૃષિપ્રધાન છે તેમ ઋષિપ્રધાન પણ છે. મહુર્ષિઓ, અવતાર અને તીર્થકરના જન્મનું સદ્ભાગ્ય આ ભૂમિને સાંપડેલ છે. આ બધા મહાપુરુષે દીપકની માફક સ્વ–પર પ્રકાશી છે. એટલે સાધુ શબ્દની વ્યુત્પત્તિ જ છે–સ્વ અને પરના કલ્યાણને જે સાધે છે તે સાધુ.
सरवर तरुवर संतजन चोथो वरसे मेह ।
परोपकारना कारणे धरी आपणी देह । પાણીથી ભરેલ સરોવર પિતાના કિનારે આવેલા પશુ-પક્ષીઓ અને માણસોને તરસ્યા જવા દેતું નથી. સરેવર અને નદીઓ પ્રાણીઓની ગંદકી પણ પિતામાં સમાવી લે છે અને તેના બદલામાં સ્વચ્છતા અને પવિત્રતા પ્રદાન કરે છે. સરવર કદાચ પિતાના કિનારે આવેલા પ્રાણીઓને પાણી ન આપે, અને એમ જે માણસની માફક સ્વાથ બની જાય, તે માણસે તેને ખાડે માની પૂરી નાખે. વૃક્ષે અનેક પ્રકારના ફળફૂલોથી સમૃદ્ધ હોય છે. મુસાફરે તેની શીતળ અને ઠંડી છાયામાં શાંતિ અને વિશ્રાંતિ મેળવે છે તેના ફળફૂલેથી પોતાના પેટની સુધાને ખાડે પૂરે છે. વૃક્ષે જો ભૂલથી પણ માણસને આ નિઃસ્વાર્થ સેવાની ના પાડી દે તો માણસે વૃક્ષને પણ જીવવા ન દે અને તેને કાપી, કટકા કરી, વહેંચી નાખે. સાધુપુરુષ અને મેઘ પણ પિતાની જાતને બીજાના ભલા માટે ઘસી નાખે છે. સાધુતાની આ સંયમના સૌદર્યથી ભરેલી પગદંડીને મંગળ પ્રારંભ આ અવસર્પિણી કાળમાં કયારથી થયે તે સમજવા માટે