________________
૪૦ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
સંયમને સર્વ પ્રથમ પારમાર્થિક અર્થ સમજવો જરૂરી છે. સંયમના જે અર્થને આપણે પ્રાધાન્ય આપીએ છીએ તે અર્થ ભગવાન મહાવીરને પણ ઈટ હતું કે નહિ, તે વિષે પણ ગંભીર વિચારની જરૂર છે. સાધારણ રીતે સંયમને અર્થ આપણે દેહદમન, ઈન્દ્રિય નિગ્રહ, મનનું નિયંત્રણ કે વૃત્તિઓને નિરોધ એ કરીએ છીએ. અને સંયમ વિષેના આ જ અર્થો આપણા પ્રાણમાં પ્રવેશી ગયા છે. તેથી કંઈ મનુષ્ય જ્યારે કઠેરતાપૂર્વક પિતાની જાતનું દમન કરે છે, વૃત્તિઓને રેકે છે તેમજ ઇન્દ્રિયે અને મનને નિયંત્રણમાં રાખવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને આપણે સંયમી કહીએ છીએ. સંયમની આ પરિભાષા નિષેધાત્મક છે. જે ખાવાનો ત્યાગ કરે, સૂવાની મર્યાદા બાંધે, વિવાહ ન કરે, ઓછાં કપડાં વાપરે, તેને આપણે સંયમી કહીએ છીએ. જે જેટલો નિષેધ કરે, જેટલી સીમા બાંધે, એટલે તે સંયમી ગણાય છે. પરંતુ જીવન સદા નિષેધથી ચાલતું નથી. જીવન ચાલે છે વિધેયથી. જીવનની આખી શક્તિ વિધેયથી ચાલે છે. જીવનની નિષેધાત્મક પરિભાષા જીવંત પરિભાષા ગણાતી નથી, અને જે જીવંત પરિભાષા નથી હોતી, તે અશકત અને મૃત ગણાય છે.
આપણી પ્રચલિત પરિભાષાને માનીને જે સંયમમાં પ્રવેશ કરે છે તેની પ્રતિભા, તેનું ઓજસ, તેનું તેજ વધતાં નથી. પરંતુ તેની પ્રતિભા ઝાંખી પડતી જાય છે, ક્ષીણ થતી જાય છે. છતાં તે વિષે આપણે કશી જ ચિંતા સેવતા નથી. આપણે કદી પણ વિચારતાં નથી કે ભગવાન મહાવીરે જે સંયમની વાત કરી છે તેનાથી તે જીવનને મહિમા, જીવનની જીવંત પ્રતિભા વધવી જોઈએ, વિશિષ્ટ રીતે આભામંડિત થવી જોઈએ. જેને આપણે તપસ્વી તરીકે પ્રતિષ્ઠા આપીએ છીએ, તેની બુદ્ધિના આંકમાં વૃદ્ધિ થઈ છે કે ક્ષીણતા આવી છે, તે તરફ ઊંડાણથી જોવાની આપણને ફુરસદ જ હેતી નથી. કોણ કેટલી રોટલી ખાય છે કે કેણ કેટલાં કપડાં પહેરે છે, એ જ એક તેને માપંડ રહેવા પામ્યું છે.
અશરીરી (આત્મા)ને જાણ્યા વગર પ્રાયઃ મનુષ્ય શરીરને વશ કરવામાં લાગી જાય છે. શરીરનું દમન એજ સંયમનું પ્રધાનતત્વ બની જાય છે. પરંતુ આત્માના સંશોધન વગર જે શરીરને વશવત કરવા મથી રહ્યો છે, તે શરીરને જ બે ભાગમાં વિભાજિત કરી નાખે છે. તે શરીરથી જ શરીરને લડાવે છે. શરીરથી શરીરને લડાવી, પોતાની શક્તિને હસ કરી નાખે છે. પરંતુ આથી શરીર કદી નિયંત્રણમાં આવતું નથી. આ હકીકતને જે વધારે સ્પષ્ટતાથી સમજવી હોય તે આ રીતે સમજી શકાય છે.
એક માણસ કામના અને વાસના થી ભરેલું છે. વિષયે તેના પ્રાણને સ્પર્શી ગયા છે. તે જ્યાં જુઓ ત્યાં તેની આંખને વાસનાને વિષયે જ દષ્ટિગોચર થાય છે. દષ્ટિ જતાં વિષયે માથું ઊચકવા માંડે છે. તે વિચારવા લાગે છે, આંખેને લઈ વાસનાઓની જાળમાંથી હું મુકત થઈ શકતું નથી. લાવ, આને જ ફેડી નાખું તે “ન રહેવા વાંસ ન વળી વાંસુરી” આમ આવેશમાં