________________
સંયમનું સૌંદર્ય : ૩૯
સંયમને અહિંસા અને તપની વચ્ચે મૂક્યું છે. ભગવાનની વિશુદ્ધ પરંપરાથી ચાલ્યા આવતા ધર્મના આ સ્થાનમાં પાયાના પરિવર્તને થઈ ગયા છે. તપ ધર્મને દેહ છે, જે તરત જ દષ્ટિને વિષય થાય એ સ્થૂલ અવયવ છે, જેને ધર્મના અંગ તરીકે ત્રીજું એટલે ચરમ સ્થાન ઉપલબ્ધ છે, તે આજે પ્રથમ સ્થાન ઉપર આસીન છે. તપ તરત જ આંખને વળગી જાય છે. એના તરફનું આકર્ષણ જાણીતું છે. સંયમ પણ તપની પૃષ્ઠભૂમિકામાં ધકેલાઈ જાય છે. અહિંસાને આત્મા તે જાણે અદશ્ય જ થઈ ગયો છે. ભગવાન મહાવીર અંદરથી બહાર તરફ ચાલે છે અને આપણે બહારથી અંદર તરફ ચાલીએ છીએ. તપસ્વીને જે સત્કાર, જેવી પૂજા, આજે ચારેકોર દષ્ટિગોચર થાય છે તેટલે સત્કાર અને તેની પૂજા આજે અહિંસા કે અહિંસકની દેખાતી નથી. તેનું કારણ પણ સ્પષ્ટ છે. તપ આપણને દૃષ્ટિગોચર થાય છે કારણ કે તે દેહની માફક ધર્મને બાહ્ય અવયવ છે. અહિંસા આત્માની માફક ઊંડાણમાં સંતાએલી છે તેથી તે દષ્ટિને વિષય થતી નથી, અદશ્ય છે. અને સંયમ તે માત્ર અનુમાનને જ વિષય છે. કઈ તપસ્વીને આપણે જોઈએ છીએ એટલે માની બેસીએ છીએ કે તે સંયમી છે. સંયમી ન હોય તે તપનું આચરણ કેમ શક્ય બને?
જ્યારે કેઈ ભેગી કે ગૃહસ્થને જોઈએ છીએ ત્યારે આપણે માની બેસીએ છીએ કે તે અવશ્ય અસંયમી હશે. અસંયમી વગર ભેગોને બીજે અવકાશ ક્યાં? પરંતુ એ કઈ અવિનાભાવને ઐકાંતિક નિયમ નથી. તપસ્વી પણ અસંયમી હોઈ શકે છે અને બહારથી ભેગી જેવી જણાતી કે દેખાતી વ્યક્તિ પણ સંયમી હોઈ શકે છે. એટલે સંયમ વિષે માત્ર આપણે અનુમાનને જ આશ્રય લઈએ છીએ. પણ એ અનુમાન એવી જાતનું છે કે જેમ માર્ગ ઉપર પડેલા પાણીને જોઈ આપણે વિચાર કરીએ કે વર્ષો થઈ હશે, પરંતુ માર્ગ ઉપરના પાણીને જોઈ વર્ષાની કલ્પના સદા સાચી જ થવા સંભવ નથી. મ્યુનિસીપાલિટીની મેટર પણ પાણી છાંટી શકે છે.
એવી જ જાતનું અનુમાન આપણે તપ વિષે પણ કરીએ છીએ અને માનવા પ્રેરાઈએ છીએ કે, જે માણસ તપ કરી રહ્યો છે તે સંયમી પણ છે જ. પરંતુ એમ માનવું જરૂરી નથી. તપ કરનાર અસંયમી પણ હોઈ શકે છે. જો કે સંયમી પુરુષના જીવનમાં તપને પ્રતિષ્ઠાભર્યું સ્થાન હોય છે પરંતુ તપસ્વીના જીવનમાં સંયમનું હોવું અનિવાર્ય કે આવશ્યક નથી. તેથી ભગવાન મહાવીર આત્માથી દેહ તરફ એટલે અહિંસાથી તપની દિશામાં ગતિ કરે છે, કારણ તે જ પ્રાણ છે. ત્યાંથી જ ચાલવું ઉચિત અને અનિવાર્ય છે. કેમકે ક્ષુદ્રથી વિરાટ તરફ ગતિ કરતાં ભૂલ થવાનો સંભવ રહે છે પરંતુ વિરાટથી શુદ્ર તરફ જવામાં ભૂલે થવાની શક્યતા સંભવિત નથી. મુદ્રથી વિરાટ તરફ ગતિ કરવા મથતો માણસ પિતાની ક્ષુદ્ર ધારણાઓને વિરાટ તરફ લઈ જાય છે. તે સંકીર્ણ દષ્ટિ ધરાવતા હોય છે, તેથી ભૂલ થવા સંભવ છે.