________________
જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા : ૩૭
क्रियैव फलदा पुंसां નાનો મતમ્ । यतः स्त्री भक्ष्यभोगशेो न शानात् सुखिनो भवेत् ॥
એટલેથી જ તેઓ અટકયા નથી, એનાથી પણ આગળ વધી કહે છે—
शाखाण्यधीत्यापि भवन्ति मूर्खा यस्तु क्रियावान पुरुषः स विद्वान् । सचित्यतामौष માતર' हि न शाममात्रेण करोत्येरोगम् ॥
શાસ્ત્રોના સમુચિત અભ્યાસથી વિદ્વત્તા જન્મતી નથી. જ્ઞાન જ્યારે આચરણુ બની જાય છે ત્યારે ખરી વિદ્વત્તાના આવિર્ભાવ થાય છે. રોગી માણુસ દવાના જ્ઞાનમાત્રથી નિરોગી થઈ શકતા નથી. પથ્યપૂર્વક તે દવાના યાગ્ય ઉપયોગ અને સેવન કરે તો જ તેને આરોગ્ય લાભ મળે છે. આ રીતે જ્ઞાનવાદી અને ક્રિયાવાદીએ એકમીજાનું મન પ કરે છે. એડમીન એકબીજાને કાપ્યા કરે છે. એકબીજા, એકબીજાથી પરસ્પર કપાઈ જાય છે તેથી જ એકલેા જ્ઞાનવાદ કે એકલેા ક્રિયાવાદ સમ્યક્ ફલસિદ્ધિના સંપાદનમાં અસરકારક ભાગ ભજવી શકતા નથી. બન્નેના એકાન્ત માર્ગો અધૂરા અને અપૂર્ણ છે. એટલે મેાક્ષરૂપ પુરુષાર્થ માં આપણે પરસ્પર સાપેક્ષ સભ્યજ્ઞાન અને સમ્યક્ ક્રિયાને સ્વીકાર કરીએ છીએ.
શ્રી કેશીકુમાર શ્રમણ પણ વિદ્યા અને ચારિત્ર બન્નેના પારગામી છે. જ્ઞાન અને ક્રિયાના અજોડ સમન્વયના જીવતા જાગતા દૃષ્ટાંત છે. તેમનું જીવન જ્ઞાન અને ક્રિયાનુ મૂર્તિમંત સ્વરૂપ છે. એટલે જ શાસ્ત્રકારાએ તેમને આ વિશેષ વિશેષણથી વિશિષ્ટ બનાવ્યા છે. આત્મજ્ઞાન વગર કશું જ પેાતાનું હાતું નથી. જે નિષ્પત્તિ, જે નિષ્ક, સ્વયંની અનુભૂતિમાંથી જન્મ્યાં હાય તેના જ મૂળા આપણા પ્રાણેા સાથે જોડાએલા હોય છે. જે નિષ્પત્તિ કોઇકની પાસેથી લીધેલી ડાય છે, કૃપાપૂર્વક કોઇકે આપેલી હેાય છે, તે નિષ્પત્તિનું કશું જ મૂલ્ય હેતુ નથી. તે તેા ઉછીની, વાસી, મૃત અને ઉધાર ગણાય. સ્વયંના પુરુષાથી, સ્વયંની ગ ંગોત્રીમાંથી આવિર્ભાવ પામેલી ગગાનુ, આત્માનુભૂતિનું, સત્યાન્વેષણનું જ પારમાર્થિક મહત્ત્વ છે. શ્રી કેશી શ્રમણ લેાકેાત્તર વૈભવ અને દિવ્ય અશ્વય થી સપન્ન હતા. તેમણે જે કઇ પણ મેળવ્યુ હતુ તેમાં ખીજાની કૃપા, મહેરખાની કે અનુગ્રહને સ્થાન નહાતુ. એટલે શાસ્ત્રમાં તેમના માટે વિદ્યા અને ચારિત્રના પારગામી' એવુ અલૌકિક વિશેષણ વાપરવામાં આવ્યુ છે.
કબીર એક આધ્યાત્મિક સાધુ પુરુષ હતા. આત્મસાક્ષાત્કારની ઝલકને પામેલા હતા. અક્ષરજ્ઞાનથી તે તદ્દન અજાણુ હતા, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેમને પ્રવેશ ગહન હતા. સત્યની ઉપલબ્ધિમાં ભણતરનું કીમતી મૂલ્ય નથી. અભણુ માણુસ પણ આત્માવગાહનમાં ડૂબી આંતર સમૃદ્ધિના ધણી થઈ શકે છે. કખીર પણ એક એવી જ વ્યક્તિ હતા. તેઓ કહેતા—
'मैं कहता हूँ आँखन देखी तू कहता है कागद लेखी '