________________
૩૬ : ભેદ્યા પાષાણ, ખેલ્યાં દ્વાર
કદાચ કોઈ શંકા કરે કે સમ્યજ્ઞાન જ મોક્ષ માટે અનિવાર્ય છે. ફળ સંપાદન માટે કિયાની કશી જ અપેક્ષા નથી. અન્યથા મિથ્યાજ્ઞાનથી પણ ક્રિયામાં ફળત્પાદને પ્રસંગ આવશે. જેમકે –
विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदामता । ----
मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंबाददर्शनात् ॥ મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્ત થએલી વ્યક્તિની ક્રિયાના ફળમાં વિસંવાદ દેખાતે લેવાથી જ્ઞાન જ ફળ આપનાર છે પરંતુ ક્રિયાને તે માટે કશું જ મહત્વનું સ્થાન નથી. જે ક્રિયાની કોઈ વિશિષ્ટતા હોય તે મિથ્યાજ્ઞાનપૂર્વક પ્રવૃત્ત થએલાની ક્રિયા પણ ફત્પાદિકા હોવી જોઈએ પરંતુ તેમ દેખાતું નથી માટે જ્ઞાનને મહિમા છે. જ્ઞાન જ શ્રેષ્ઠ અને વરિષ્ઠ છે.
श्रियः प्रसूते विपदो रुणद्धि यशांसि दुग्धे मलिन प्रमाटि ।
संस्कार शौचेन पर पुनीते शुद्धाहि बुद्धिः कुल कामधेनुः ।। સંસ્કારની પવિત્રતાથી બુદ્ધિ પવિત્ર બને છે. અને પવિત્ર બનેલી બુદ્ધિ લક્ષ્મીને જન્માવે છે, વિપત્તિઓને અવરોધે છે, મલિનતા-કલમેષતાનું પ્રમાર્જન કરે છે, યશ-કીર્તિને ઉપલબ્ધ કરાવે છે. વધારે તે શું કહીએ પણ શુદ્ધ બુદ્ધિ, પવિત્ર જ્ઞાન, બધી દિશામાં કામધેનુની ગરજ સારે છે. નિષ્કર્ષ એ છે કે જેમ કામધેનુ ઇચ્છિત અભિલાષાઓની સત્વર સંપૂર્તિ કરે છે તેમ જ્ઞાન પણ બધી કામનાઓ અને ભાવનાઓની પૂર્તિ કરે છે. જ્ઞાનને જ પ્રાધાન્ય આપનાર જ્ઞાનવાદીઓ જ્ઞાનની આ વિશેષતાને ગાયા કરે છે.
પ્રકૃતિને નિયમ છે કે એક વસ્તુને જ્યારે આવશ્યકતા કરતાં વધારે પ્રાધાન્ય અપાય છે ત્યારે બીજી બાજુ તે જ ક્ષણે તેની પ્રતિક્રિયા, તેના પ્રતિકારરૂપે, ઊભી થાય છે. વિશ્વ સદા સંતુલનના નિયમ ઉપર આધારિત છે. એક બાજુ જેવડે મેટ પહાડ ઊભું થશે, ત્યારે તેની બીજી બાજુ, તેના સાંનિધ્યમાં તેટલી જ ઊંડી ખાઈ થઈ જશે. એક બાજુ એક શ્રીમંત કે અતિ જ્ઞાની થશે, તે બીજી બાજુ એક અતિશય દરિદ્ર અને અજ્ઞાની પણ થશે. સંતુલન જેમનું તેમ સદા ટકી રહે છે. જ્ઞાનવાદીઓ જ્ઞાનની પ્રશસ્તતામાં ક્રિયા તરફ ઉદાસીન અને ઉપેક્ષાવૃત્તિવાળા થઈ ગયા ત્યારે જ્ઞાનવાદીઓની અકડ અને પકડને તેડવા માટે, જ્ઞાનવાદીઓની જ અકડ અને પકડની પદ્ધતિ ક્વિાવાદીઓએ અપનાવી. જેમ જ્ઞાનવાદીઓએ ક્રિયાને ધરાશાયી કરવાને એક જટિલ પ્રયત્ન કર્યો, તેમ કિયાવાદીઓએ જ્ઞાનવાદને જડમૂળથી ઉખેડી નાખવા તેટલું જ મહા પ્રયત્ન આદર્યો.
કિયાવાદીઓ કહેવા લાગ્યા કે, યિા જ ફળનું કારણ છે. જ્ઞાન ફળ પ્રાપ્તિ માટે સંપૂર્ણ નથી. સ્ત્રી કે જલેબીના જ્ઞાનમાત્રથી સ્ત્રીસુખને અનુભવ, કે જલેબી ખાવાથી મળતી સંતૃપ્તિ થઈ જતી નથી. તેના સમર્થનમાં તેઓ કહે છે –