________________
૩૪ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર
જે જ્ઞાન સ્વયંને રૂપાંતરિત કરી શકે, સ્વયંમાં લકત્તર પરિવર્તન લાવી શકે, તે જ વિદ્યા, તે જ જ્ઞાન ગણાય.
શબ્દની માહિતી હોય, સિદ્ધાંતની પ્રતીતિ હય, શાસ્ત્રોના પાકે કંઠસ્થ હોય, પણ સત્યની ઉપલબ્ધિ કે અનુભૂતિને સદંતર અભાવ હોય છે એવી વ્યક્તિની ઉપનિષદોએ મીઠી મજાક કરી છે. ઉપનિષદના જ શબ્દોમાં તે સમજવા પ્રયત્ન કરીએ
अन्धंतमः प्रविशन्ति येऽविद्यामुपासते ।
ततो भूय इव तमो ये तु विद्याया रताः ॥ અર્થાત્ જે અજ્ઞાનના ભયંકર અંધકારમાં ડૂબેલા છે તે તે અંધકારમાં સબડે તેમાં કંઈ જ આશ્ચર્ય નથી પરંતુ જે વિદ્યામાં, અક્ષરજ્ઞાનમાં, શાસ્ત્રો કંઠસ્થ કરવામાં અને આત્મજ્ઞાન શૂન્ય પાંડિત્ય વધારવામાં જ મશગૂલ છે તે તે અજ્ઞાની કરતાં પણ વિશિષ્ટતમ અન્ધકારમાં ડૂબેલા છે. બીજાને સુધારવાનો પ્રયત્ન અજ્ઞાનપૂર્ણ છે તેમ પિતાની ભૂલો ન સ્વીકારવાનો પ્રયત્ન અહંકારપૂર્ણ છે. એકવાર આન્સર નિરીક્ષણ કરી, પિતાની જાતને પૂછી લેવું જોઈએ કે, જે હું જાણું છું તે મારી પોતાની અનુભૂતિપૂર્ણ દૃષ્ટિ છે કે શાના વારંવારના આવર્તનમાંથી જન્મેલું કેઈ સમોહન છે !
જે જાણપણું પ્રાણને સ્પર્શતું ન હોય, જીવનને રૂપાંતરિત કરતું ન હોય, તે જાણપણું એક જાતને સંગ્રહ માત્ર છે. તે જાણપણુથી આત્મા ઊર્વગામી બનતો નથી. શાસ્ત્રો કંઠસ્થ કરવાથી કશો જ લાભ નથી, હૃદયસ્થ કરવાથી લાભ છે.
સત્યના સંબન્ધનું અજ્ઞાન કયારેક સત્યના સંશોધનની દિશામાં ગતિ કરાવવા ઉપકારક અને સહાયક પણ બની શકે, સત્યને પ્રગટાવવાની તાલાવેલી પણ જગાડી શકે, સત્ય વિષેનું અંધારું સત્યની અભિવ્યક્તિને પ્રચ્છન્ન ઈશારે કે સંકેત પણ બની શકે, પરંતુ સત્યના સંબંધનું જાણપણું સાક્ષાત્ સત્યના અન્વેષણમાં બાધક પણ બની શકે છે. સત્યના સંબંધની શાસ્ત્રીય માહિતી જ સત્ય અનુભૂતિ અથવા આત્મદર્શનના સાક્ષાત્કારમાં અવરેધક બની શકે. સત્યના સંબઘના જ્ઞાનને સત્ય રૂપ માની લેવાની ભૂલ પણ કરી શકે, અને તેથી જ સત્યના સંબંધના અજ્ઞાન કરતાં સત્યના સંબંધનું જાણપણું ઘણીવાર ખતરનાક પણ નીવડે છે. માટે શાસ્ત્રો સત્યના ઉદ્ઘાટનના ઈશારા રૂપે સત્યને સંશોધનની પરમાત્મ ભાવને પ્રગટાવવાની આપણી વિરાટની દિશા તરફની પરયાત્રામાં ઉપકારક બને, આપણામાં પરમચૈતન્ય, પરમસંગીત, પરમનૃત્ય અને પરમ આનંદને અભિવ્યક્ત કરવા માટે ધ્રુવ તારક બને એ જ શાસ્ત્રોની મહત્તા અને ઉપગિતા છે.
પ્રભુ પાર્શ્વનાથ સ્વયં સંબુદ્ધ હતા. આત્મસાધનાના પ્રબળ પુરુષાર્થથી તેમનામાં જ્ઞાન ગંગા પ્રવાહિત થઈ હતી. તેઓ સ્વયંમાં સ્વયંના સાર્વભૌમ સત્તાધીશ હતા. પિતાની જ્ઞાન