________________
જ્ઞાન અને ક્રિયાની પ્રભુતા
ગઈ કાલે તીર્થકર શબ્દની મીમાંસા ચાલી રહી હતી, આજે તે જ વાતને સામે રાખીને આગળ વધીએ છીએ. તદનુસાર જૈનધમ પરમાત્માના અનુગ્રહ ઉપર વિશ્વાસ રાખનારો ધર્મ નથી પરંતુ માણસના પેાતાના પુરુષાર્થ, ધૈય, પ્રતીક્ષા અને હિ ંમતમાં વિશ્વાસ રાખનારા ધમ છે. એટલે જ તી અને તીર્થકર શબ્દને જેટલે પ્રગાઢ અને સઘન ઉપયાગ જૈન લેાકેા કરી શકયા, તેટલેા કઈ પણ કરી શકયા નથી. જૈનાને ઈશ્વરની કે અદૃષ્ટની કલ્પનાના કશે। જ ખ્યાલ નથી. ઈશ્વર કોઈ સહાય આપી શકે છે એને કશે। જ અર્થ નથી. માણસને પેાતાની જાતના સામર્થ્ય અને પરિશ્રમથી યાત્રા કરવી પડે છે.
ભગવાન પાર્શ્વનાથ જિન હતા, અરિહંત હતા. રાગ, દ્વેષ, કામાદિ રિપુવને મૂલતઃ પરાભવ આપી દેવાના કારણે તે વિજેતા બની ગયા હતા. આત્માની ઉત્ક્રાન્તિમાં અવરાધ ઉત્પન્ન કરનાર કેાઈ આંતર શત્રુ તેમને માટે અવશિષ્ટ ન રહ્યો. અંદરમાં એવું કઈ રહ્યું નહિ કે જેની સાથે ભવિષ્યમાં કયારેય પણ લડવાના પ્રસંગ આવે. હવે આત્મામાં કામ નથી, ક્રાધ નથી, વિષય કે વાસના નથી. અહંકારને પણ અવકાશ નથી રહ્યો કે જેથી તેની સાથે સ ંઘ જન્માવવા પડે. એટલે અરિહંતપણું આંતરયાત્રાનું, માનવીય ઉત્ક્રાંતિનું શિખર છે. તેના પછી કશી જ આગળ કોઈ જ યાત્રા નથી. અરિહંત મંજિલ છે, સાધ્યની ચરમ સિદ્ધિ અને સાધનાની પરમ નિષ્પત્તિ છે, કે જેના પછી ન કાઈ યાત્રા રહી, ન કઈ કરવાનું શેષ રહ્યુ, કે ન કંઈ મેળવવાનુ કે ન કંઇ છેડવાનુ અચ્યુ, જ્યાં પહેાંચી જીવ શિવ થઈ ગયા, કૃતા અને કૃતકૃત્ય થઈ ગયા.
ભગવાન પાર્શ્વનાથ સ્વયં સમુદ્ધ હતા. આ વિશેષણુનું પણ વિશિષ્ટ સામર્થ્ય છે. માણસ સેકડો શાસ્રો કંઠસ્થ કરી શકે છે, આડા અવળા પદે, કે જ્યાંથી આપણે ખેલાવવા માંગીએ ત્યાંથી શરૂ કરી, પોતાની મેધાચાતુરીનું અદ્ભુત પ્રદર્શન કરી શકે છે, શાસ્રા અને વાદવિવાદમાં અપૂર્વ પાંડિત્ય દાખવી શકે છે, પરંતુ આ બધું જ્ઞાન પારકું છે, માત્ર સ્મૃતિએ અને સૂચનાઓના સંગ્રહ છે. આત્મામાં એની મૂળભૂત ગ ંગોત્રી નથી. એનુ ઉદ્ભવ સ્થાન તે પુસ્તકા, ગ્રંથા અને આગમેા છે. પેાતાના સ્વયંભૂ મૂળભૂત સ્રોત સાથે આ અક્ષરીય જાણપણાને કઈ પણ સબંધ નથી. આત્માના રૂપાંતરણમાં આવા જ્ઞાનને ઉપયોગ ભાગ્યે જ હાય છે. જીવનને બદલાવવામાં સહાયક થવાને બદલે આવુ જ્ઞાન અહીંનું પોષક અને વ અની જતું હાય છે, એટલે ઉપનિષદો વિદ્યાના અર્થ આત્મજ્ઞાન કરે છે, પુસ્તકીય જ્ઞાન નહિ. આત્મજ્ઞાનને સંબંધ પોતાના આધારભૂત મૂળ સ્રોત સાથે હોય છે. તેને લઈને જ ‘ સા વિદ્યા યા વિમુક્તયે ’ની ઉપનિષદોની ઉદ્ઘાષા છે. અહીં વિદ્યા શબ્દથી માત્ર જ્ઞાન અભિપ્રેત નથી પરંતુ રૂપાંતરણ .