________________
ઈશ્વરનું ઐશ્વર્ય : ૩૧ જાય છે. બે માણસે તાશ રમતા હોય તે પણ અકડાઈ આવી જાય છે. શતરંજ રમતાં તલવારે ખેંચાઈ જાય છે. ખેલમાં પણ અહંકાર આવી જાય છે. હાર-જીત પકડાઈ જાય છે. પછી ખેલ, ખેલ નથી રહેતું, કાર્ય બની જાય છે.
| બાપ જ્યારે પિતાના નાના પુત્ર સાથે રમતા હોય છે ત્યારે બાપમાં અહંકાર હતો નથી. બાળકની સાથે રમતાં અહંકાર કરવામાં તેમને તેમાં અણસમજ દેખાય છે. પછી બાપ હારવા જીતવાની ચિંતા કરતા નથી. કેટલીક વખત તો પિતે જાણી જોઈને હારી જાય છે. પિતે પડી જાય છે અને બાળકને છાતી ઉપર ચઢવા દે છે. અને બાળક આનંદથી ઊછળવા માંડે છે. બાળકની જીત, બાળકની ખુશી, બાપની ખુશી બની જાય છે. આ એક ખેલ છે.
પરમાત્મા માટે પણ આખું જગત એક ખેલ છે. કેટલીક વાર તે બાળકની માફક આપણને જીતાડે છે, કેટલીક વાર આપણે એક બાળકની જેમ તેમની છાતી પર પણ ચઢી બેસીએ છીએ. કારણ કે અંદરમાં કશે જ અહંકાર નથી.
આ છે ઇશ્વર વિષેની એક સમૃદ્ધ અને વ્યાપક હિન્દુ દર્શનની મૂળભૂત દૃષ્ટિ. આ દૃષ્ટિ પાછળ પણ ઊંડી સૂઝ અને ગંભીર સમજણ રહેલી છે. એના ખંડનમંડનના વિતંડાવાદમાં તકને આશ્રય લઈ કૂદનાર એક દાર્શનિક સૌંદર્યને ભૂંસવાને અનિચ્છનીય પ્રયાસ કરે છે તેમાં પિતાની જ વામનતાનું પ્રદર્શન કરે છે, વિરાટ તરફની પિતાની જ આગેકૂચને અટકાવે છે. આપણે આવી હીન ભાવનાને આશ્રય લેવા ઈચ્છતા નથી. આપણે તે એક મૂળભૂત દર્શનની ઈશ્વર વિષયક મૂળભૂત દષ્ટિને સમજી, તેમાંથી કેઈ નવી દષ્ટિ ઉપલબ્ધ થાય તે તે મેળવી લેવાની દૃષ્ટિ જ કેળવવાની છે. કશી જ વિકૃતિ વગર આ એક દષ્ટિ તમારી સમક્ષ મૂકી છે, તેના ઊંડાણમાં ઊતરવા અને તેમાંથી જે કંઈ તાત્વિક નિષ્કર્ષો મેળવી શકાય તે તે મેળવી લેવા સૌએ આગેકૂચ કરવાની છે.
હવે આપણે ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના શિષ્યના મધુરમિલન, તેમજ આધ્યાત્મિક વિચાર વિનિમયની મૂળભૂત ભૂમિકા તરફ વળીએ, અને ઉત્તરાધ્યયન સૂત્રની મૌલિક ધારાઓને આશ્રય લઈ આધ્યાત્મિક જગતમાં અવગાહન કરીએ.
કુમારકેશી શ્રમણ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ચેથા પટ્ટધર હતા તે પ્રભુ ગીતમ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર હતા–એકવાર આ બંને ધુરંધરે પિતાના શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. બંને પરંપરાઓમાં કેટલાક આચાર-વિચારના ભેદ હતા. એક જ લક્ષ્ય, એક જ આદર્શ, એક જ સાથ હોવા છતાં સાધનાના આ ભેદેએ બંને શિષ્ય સમુદાયમાં સંદેડનું એક વાવાઝોડું ઊભું કર્યું અને બંનેએ મળી વિચાર-વિનિમય કરવાને અવકાશ પૂરા પાડે.
પાર્શ્વનાથની પરંપરા ભગવાન મહાવીરથી પૂર્વવત છે એટલે જયેષ્ઠ ગણી શકાય. પ્રજ્ઞાશીલ અને સ્વભાવથી વિનમ્ર એવા પ્રભુ ગૌતમ, ભગવાન પાર્શ્વનાથની પરંપરાની શ્રેષ્ઠતાને