________________
ઈશ્વરનું ઐશ્ચર્ય : ર૯ પરમાત્માનું અને ચોરી પણ પરમાત્માની, મારું કશું જ વ્યકિતગત અસ્તિત્વ નથી. આ કતૃત્વ શૂન્ય ભાવજ સમર્પણને મૂળભૂત પાયો છે.
એક ફકીર ટ્રેનમાં મુસાફરી કરતું હતું. તે સીટ ઉપર તે બેસી ગયે પરંતુ પિતાને સામાન માથા પર રાખીને બેઠે. પાસે બેઠેલા માણસને આશ્ચર્ય થયું. આ રીતે માથા પર ભાર વહન કરવાનું કારણ તેઓ સમજી શક્યા નહિ. એટલે કુતૂહલ સાથે તેમણે કહ્યું: “સામાન નીચે મૂકી આરામથી બેસી જાઓ. અકારણ માથા ઉપર ભાર શા માટે ઉપાડે છે? ફકીરે ઠાવકાઈથી જવાબ આપે : “જનાબ ! મેં મારી જ ટિકિટ લીધી છે એટલે સામાનને ભાર ટ્રેન ઉપર નાખવે તે એક પ્રકારની અનીતિ છે. માટે હું સામાનને માથે ઉપાડી બેઠો છું. આ જવાબથી મુસાફરે હસ્યા અને કહ્યું. “મહાશય ! આમ કરવાથી પણ કશેજ ફેર પડતો નથી કેમકે ભાર તે ટ્રેન ઉપર જ પડે છે.”
ફકીર હસવા લાગ્યું. તેણે કહ્યું: “હું તે વિચારતો હતો કે, આ ટ્રેનમાં બેઠેલાં બધાં અજ્ઞાની છે એટલે લાવ, સામાનને ભાર માથે ઉપાડું. પણ હવે મને ખબર પડી કે આ ટ્રેનના યાત્રીઓ જ્ઞાની છે.” આમ કહી તેણે ભાર માથા ઉપરથી ઊંચકી નીચે મૂકી દીધો. માણસો વધારે આશ્ચર્યાવિત થયા અને એકસામટા બોલી ઊઠયાઃ “અમે આપની આ પ્રક્રિયાનું રહસ્ય સમજી શકયા નથી. માટે મહેરબાની કરી આ વાતનું રહસ્ય સમજાવી અમને કૃતાર્થ કરે. ફકીરે કહ્યું
મેં તે એમ વિચારીને માથા પર ભાર મૂકયે હતું કે તમે બધાં પણ આખી જિંદગીને ભાર પિતાના ઉપર રાખતા હશે. ખરી રીતે તે બધે ભાર પરમાત્મા ઉપર જ છે. છતાં મકાન બનાવશે તે કહેશેઃ “મેં બનાવ્યું છે. બધે ભાર તમારી જાત ઉપર તમે ઉપાડી લે છે. માટે હું પણ મારી ઘરવખરી મારા માથા ઉપર રાખીને બેઠો હતો. એમ માનીને કે તમારી સાથે બેસવાની સંગતિ આ જ રીતે થશે. પરંતુ સારું થયું કે તમે બધા જ્ઞાની નીકળ્યા.
વિરાટ સહુ માટે જવાબદાર છે. પરંતુ તેની સાથે અમુક રીતે સમજુતી સંભવિત નથી. તમે એમ નહિ કહી શકે કે અમુક માટે હું જવાબદાર છું અને અમુક માટે વિરાટ. ધાર્મિક માણસ બધું વિરાટ ઉપર છોડી દે છે અને અધાર્મિક માણસ કર્તુત્વને બધે ભાર પિતાના ઉપર ઉપાડ્યા કરે છે. જે વ્યક્તિ પોતાની જાતને પરમાત્મા ઉપર છોડી દે છે તેનાથી બૂરાં કાર્યો થવાં મુશ્કેલ થઈ જાય છે. કારણ બસ કાર્યો માટે અહંકાર અનિવાર્ય છે, શુભ કાર્યો માટે અહંકાર વિઘરૂપ છે.
સારી ગીતા અહમના વિસર્જન માટેની સમજણથી ભરેલી છે. કૃષ્ણ એક જ વાત અર્જુનને સમજાવી રહ્યા છે કે, તું તારી જાતને કેન્દ્ર ન માન. તું નિમિત્ત માત્ર થઈ જા. પરંતુ કતૃત્વને અહં તેને નિમિત્ત થવા દેતું નથી. તેને ખ્યાલ છે કે હું કર્તા છું. મારા વગર આ યુદ્ધ શક્ય નથી. કર્તુત્વ ભાવની મમતા ધરાવતી વ્યક્તિ પરમાત્માની માધ્યમ કેમ બની શકે ?