________________
ઈશ્વરનું એશ્ચર્ય
ઈશ્વરના વિષેના ચિંતના વિવિધ આયામી છે. એટલે વિવિધ રંગથી રંગાએલા વિવિધ લક્ષી પણ છે. ઈશ્વરને જ જગતને ભ્રષ્ટા, હર્તા અને ભર્તા માનનારે જ્યારે એક મોટે સમુદાય છે, ત્યારે ઈશ્વરને આ પ્રપંચો સાથે સ્નાનસૂતકને પણ સંબંધ નથી એમ માનનારે વર્ગ પણ એ છે નથી. ઈશ્વરના કતૃત્વ વિષેની માન્યતાઓમાં જેમ અંધશ્રદ્ધા, પરંપરા, રૂઢિગત સંસ્કારોનું પરિબળ દૃષ્ટિગોચર થાય છે તેમ ઊંડાણથી વિચારતાં, ગંભીરતાથી અવલોકન કરતાં, સાંપ્રદાયિક રંગની વિવિધરંગી અસરેથી બચતાં, તેની ઊજળી બાજુ પણ જોવા મળી શકે તેમ છે. પરંતુ તેનો આધાર વ્યક્તિના વ્યક્તિત્વની ઊંચાઈ, આધ્યાત્મિક ભાવના, તલસ્પર્શી જ્ઞાન અને તેની ઉજજવલ મીમાંસાપૂર્ણ છણાવટ પર આધારિત છે. દર્શનશાસ્ત્રોના તર્કો કે બુદ્ધિના વિતંડાવાદના આધારે સત્યનું સંશોધન શકય નથી. બુદ્ધિ અને તર્ક તે સદા બેધારી તલવારનું જ કામ કરતાં આવ્યાં છે. તર્કથી એક વાર સિદ્ધ કરાએલી વસ્તુ વધારે તીણતમ પ્રજ્ઞા અને બલિષ્ઠ તર્કથી કાપી શકાય છે માટે “તડપ્રતિષ્ઠ' એટલે કે તર્કની કઈ પ્રતિષ્ઠા નથી. અપ્રતિષ્ઠ તર્કના બળે પરમ સત્યના વિરાટ એશ્ચર્યની ઉપલબ્ધિ સંભવિત નથી.
આમ છતાં ઈશ્વર કતૃત્વના સંબંધમાં જે માન્યતાઓ રૂઢ થઈ ગઈ છે તેની પારમાર્થિકતા કે અપારમાર્થિકતા વિષે વિચાર આવશ્યક છે. ઈશ્વર કતૃત્વ પાછળની ભાવનાનું મૂળ તો કદાચ આધ્યાત્મિક હશે, અહંતા અને મમતાના વિસર્જનનું હશે, કર્તુત્વની અહંતામૂલક વૃત્તિના બંધનમાંથી છોડાવવાનું હશે, પરંતુ સમય જતાં આધ્યાત્મિક મૂલ્ય, આંતરિક રહસ્ય અને ચરમ નિષ્પત્તિઓ ભૂલાતી અને ખોવાતી જાય છે. એ કીમતી તો વિસારે પડતાં તેમનું પ્રતિષ્ઠિત અને વૈભવશીલ સ્થાન બાલિશ કલ્પનાઓ લઈ લે છે. ઈશ્વર કર્તુત્વના સંબંધમાં પણ એવું જ બનવા પામ્યું છે.
જેમ કુંભાર ઘડાનું નિર્માણ કરે છે તેમ ઈશ્વર જાગતિક વસ્તુનું નિર્માણ કરે છે. ઈશ્વર વિષેની આ જાતની માન્યતા અપરિપકવ ધારણ અને ઈશ્વર વિષે સૂક્ષ્મતાપૂર્વકના અવગાહનના અભાવે જન્મેલી છે. જેમ આ ધારણ બુદ્ધિની કચાશ, તલસ્પર્શી ઊંડાણમાં જવાની અશકિત, સ્વરૂપચિંતનની પ્રગાઢતામાં પ્રવેશવાની અનાતુરતાને સૂચવે છે તેમ ઈશ્વર કતૃત્વના ખંડને પણ આટલી જ સ્કૂલતા અને બાહ્ય ભૂમિકા ઉપર આધારિત છે.
અત્રે એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે જૈન ધર્મ કેઈ એક વિશિષ્ટ વ્યકિતને ઈશ્વર તરીકે સ્વીકારેલ નથી. દરેક વ્યક્તિમાં પ્રભુતા પડેલી છે. દરેક આત્મા પરમાત્મા છે. પિતાની ઉત્ક્રાતિમાં પોતાની સાધના, પિતાની તપશ્ચર્યા, પિતાની માનસિક સંકલ્પ શકિત, પિતાના મને બળની દઢતા અને શ્રમશકિતની વિપુલતા જ માત્ર અપેક્ષિત છે. ઈશ્વરને અનુગ્રહ મેળવવા માટે