________________
૨૮: ભેદ્યા પાષાણ, ખત્યાં દ્વાર
તેના મોઢા સામે તાકીને બેસવાની, ભિખારીની માફક યાચના કરવાની, અપંગ અને અપાહિજની જેમ લાચાર બની જવાની કશીજ જરૂર નથી. આપણે અનુગ્રહ આપણામાંથી જ મેળવાય છે, આપણા શ્રમથી જ તે સધાય છે, આપણુ પુરુષાર્થ અને આરાધનાના બળ વડેજ તે ઉપલબ્ધ કરી શકાય છે. કેઈની પણ પાસે દીનતા બતાવવી તે મહાવીરના માર્ગને ઈષ્ટ નથી. પિતાની જ સાધના અને ઉપાસનાના શ્રમ વિના કદાચ કઈ અદશ્ય શક્તિ મેક્ષેપલબ્ધિ કરાવી દે તો તે પણ મહાવીરના માગને સ્વીકાર્ય નથી. મહાવીરને માર્ગ ઉપાસનાને પૌરુષ માર્ગ છે. સમર્પણને એમાં જરા પણ અવકાશ નથી. દીનતા કે ગરજને એમાં કયાંય સ્થાન નથી. માથા સાટે શ્રમથી મેળવવાને, મફતમાં મળતા તરફ દષ્ટિ પણ ન નાખવાને, કેવળ પુરુષાર્થ અને શ્રમથી સાધ્યને પ્રાપ્ત કરવાને આ માર્ગ છે.
અને વિસર્જીત કરવાના સ્ત્રણ માર્ગો પણ છે. અને તે સમર્પણના માર્ગો છે. પુષ્ટિ સંપ્રદાય અને ભકિતમાર્ગના મૂળમાં સમર્પણની પ્રમુખતા છે. વ્યક્તિ પિતાની જાતને સંપૂર્ણ રીતે ઈશ્વરના હાથમાં સેંપી દે છે. જે વ્યકિત સ્વયંના મૂળ સ્ત્રોતોથી, બ્રહ્મથી અથવા પરમ અસ્તિત્વથી સંબંદ્રિત થઈ જાય છે તેનું અભિમાન ખવાઈ જાય છે.
જ્યાં સુધી વ્યકિત કર્તા હોય છે ત્યાં સુધી પિતાના સારા નરસાં કાર્યો માટે સ્વયં જવાબદાર હોય છે. પરંતુ જ્યારે પિતાને વિરાટના શરણમાં સમર્પી દે છે ત્યારે તે જવાબદાર મટી જાય છે. એક નાનકડે બાળક પિતાના બાપને હાથ પકડી ગતિ કરી રહ્યો છે. ચાલતાં ચાલતાં જે તે પડી જાય તે તેના માટે તેના પિતા જવાબદાર છે. પરંતુ બાળક જ્યારે પિતાના આશ્રયને પરિત્યાગ કરી, પિતે જ ચાલવા માંડે છે ત્યારે પડી જતાં તેને બાપ જવાબદાર નથી રહે. પરંતુ તે પોતે જ જવાબદાર બની જાય છે.
જે માણસ અહંકારના આધારે જીવવા પ્રયત્ન કરે છે તે પિતાના બધાં કાર્યો માટે પોતે જ જવાબદાર છે. સારું કે નરસું જે કંઈ પણ કર્યું તે પિતાનાં જ પરિણામ છે. કારણ તેના દરેક કાર્યો પાછળ પિતાના કર્તુત્વને ભાવ સઘનરૂપે ઊભે છે.
રોનાથી વિપરીત એક વ્યકિતએ પિતાની જાતને વિરાટમાં સમપી દીધી. તેણે કહ્યું છે પ્રભે, હવે જેવી તારી મરજી. બુરું થાય તે પણ તું, અને સારું થાય તે પણ તું આવી આત્યંતિક અર્પણતા સ્વીકાર્યા પછી કદાચ તે લાખો રૂપીઆના ખર્ચે મંદિરનું નિર્માણ કરે અને ગામમાં જઈને કહે કે, “જુઓ, મેં કેવા ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું !” અથવા તેનાથી ઊલટું જે તે કયાંક ચેરી કરવા જાય અને સપડાઈ જાય તે રીતે પરમાત્માનું કૃત્ય ગણાવી કહે, હું શું કરું ? મેં તે ઇશ્વરે કરાવ્યું તેમ કર્યું. તે તેવી વ્યકિતનું સમર્પણ ખરેખરું સમર્પણ નથી. તેવી વ્યક્તિ પિતાની સાથે કે પરમાત્માની સાથે ઈમાનદાર નથી. હાં, મંદિર પણ