________________
૨૬ : ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર
ભગવાન પાર્શ્વનાથની પરંપરા સરળ અને સમજુ હોવાથી, સત્યના મર્મને પામવાની અસાધારણ પ્રતિભાથી તે સંપન્ન હતી. વળી સરળતાના ગુણને કારણે અર્થને અનર્થ થવાને કે અનર્થ પરંપરાની દિશા તરફ ઘસડાઈ જવાને લગીરે ભય નહતા. એટલે જ પાર્શ્વનાથની પરંપરામાં રંગબેરંગી વસ્ત્રો, રેશમી દુકૂલ કે કીમતી ઉપકરણેમાં વ્યાપેહ, અહંતા કે મમતાને પ્રવેશવાને અવકાશ નહોતે. એક સ્થાનમાં, એક જ ઠેકાણે વર્ષો સુધી વસવાટ કરે છતાં નિઃસંગતાના ગુણને કશીજ આંચ આવતી નહોતી. તે તે ક્ષેત્રના માણસ સાથે મમતાના બંધન બંધાઈ જવાના ભયને કશું જ સ્થાન નહોતું. સાયં–પ્રાતઃ પ્રતિક્રમણ કરવાના પાકા નિયમ સાથે પણ આ પરંપરા જોડાયેલી નહોતી. છઘની લહરમાં અજાણે ભૂલ થઈ જાય તે પણ તે પાપની નિવૃત્તિને માટે, તેજ ક્ષણે પ્રતિક્રમણ કરી, મુક્ત થઈ જવા માટે સાધકે સ્વતંત્ર હતા.
આ પરંપરા માટે બ્રહ્મચર્ય વ્રતને અલગ સ્થાન નહોતું. બ્રહ્મચર્યની પૃથફ સમજણ, તે માટેની નવવાઢની પૃથક જાણકારી અનિવાર્ય નહોતી. સ્ત્રીને પરિગ્રહમાં જ સમાવી દેવામાં આવતી. અપરિગ્રહના વ્રતમાં જ બ્રહ્મચર્યને સ્વીકાર થઈ જતે. સરળતા અને સુન્નતાના કારણે વિસંવાદ ઊભું કરવાની કે જાણી જોઈ કુતર્કોને આશ્રયે માર્ગ વિરૂદ્ધ આચરણ કરવાની વિદ્રોહી વૃત્તિને સંદતર અભાવ હતે. એટલે આપણી દૃષ્ટિએ કે ભગવાન મહાવીરની પરંપરાની દષ્ટિએ દેખાતી ઉપર જણાવેલી છૂટછાટે કે નિરંકુશતાઓ તેમને તેમના માર્ગમાંથી ચલિત બનાવી શકતી નહતી.
ભગવાન મહાવીરના યુગના ઉદય સાથે જ સરળતા અને સમજણ અસ્વંગત થયાં. છૂટછાટના પૃથક કારણોમાંથી પણ અનર્થની અનર્થકારી પરંપરા ઊભી થવાની અને શાસનની સમજવલતા, પવિત્રતા, જયેષ્ઠતા, શ્રેષ્ઠતા અને વરિષ્ઠતાને આંચ આવવાની જે જોરદાર શક્યતા હતી, તેના નિવારણની અનિવાર્યતા અને આવશ્યક્તા અપરિહાર્ય હતી. તેથી ભગવાન મહાવીરે પિતાની પરંપરાની પવિત્રતાને અક્ષુણ્ણ રાખવા નિયમન અને નિયંત્રણને કઠોર બનાવ્યું. બ્રહ્મચર્યવ્રતને સ્વતંત્ર સ્થાન આપ્યું. તેના વિષેની સૂક્ષ્મતમ સમજણ ઊભી કરી. બ્રહ્મચર્ય વ્રતની મહત્તા વધારી, તેના સ્થાનની દિવ્યતા સમજાવી. સંયમની સાધનાના મૂળમાં નવવાઢ વિશુદ્ધ બ્રહ્મચર્યની અનિવાર્ય જરૂરિયાત બતાવી. મૂછ મમતા અને અહંતાને ભૂલેચૂકે પણ સાધકે વશવત ન થઈ જાય તે માટે વેત વસ્ત્ર અને તેમાં પણ અતિ અલ્પ મૂલ્યના, ઓછામાં ઓછા પરિમાણમાં રાખવાને આદેશ આપે. સાધકે સ્થાનના વ્યાહમાં ન ફસાઈ જાય, મઠાધીશ ન બની જાય, ગૃહસ્થ સાથેના ગાઢ પરિચયમાં ન આવી જાય, સાધનાને પવિત્ર ક્ષેત્ર અને મંગલ દિશાને ભૂલી મંત્ર, તંત્ર, યંત્ર અને યશે વૈભવમાં ભાન ન ભૂલી જાય એટલે ચાતુર્માસ સિવાય કયાંય વધારે ન રેકાઈ રહેવાના નિયમ વિષેની યથાર્થ મર્યાદાઓ સૂચવી.
ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સમયભેદને અનુલક્ષીને કરવામાં આવેલ આ ભેદ સાધકની ભૂમિકા અને રેગ્યતાને સુસંગત હતો એ સત્ય જે સમજાઈ જશે તે આ પ્રવચન સમજવું સહેલું થશે.