________________
૨૪ : ભેદ્યા પાષાણુ, ખાલ્યા દ્વાર
પરંતુ પારમાર્થિ ક અને અત્યંતિક પ્રકાર છે. આ જાતની સાક્ષાત્ અનુભૂતિમાં જ પરમ સત્યના પરમ વિરાટમાં પ્રવેશવાના દ્વારો ઉદ્ઘાટિત થાય છે ‘અપ્પળા સજ્જમેસેજ્ઞા’ આ જે ભગવાણી, આગરા છે તેનું આંતરિક હા, આત્યંતિક રહસ્ય, પરમનવનીત અને અંતિમ નિષ્કર્ષ પણ ઉપર્યુકત અનુભૂતિ સત્યમાં અન્તનિ વિષ્ટ છે,
પ્રથમ પ્રક્રિયા એટલે કે આગમથી જાણી લેવા માટે શિક્ષિત અથવા પતિ થવુ જ માત્ર અનિવાય છે. તેના માટે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાંથી પસાર થવાની કે જીવનને રૂપાન્તરિત કરવાની કશી જ અપેક્ષા નથી. શાસ્ત્રોના અભ્યાસ, મુખપાઠ કે કઠાગ્રતાથી જાણી લીધાને જે સંતેાષ અનુભવે છે તે જાણપણાને પારમાર્થિક, ચાન્તર સ્પશી, આત્મ-પ્રદેશમાં આંદોલન જગાડનાર, સ્પદના ઉત્પન્ન કરનાર ગણી શકાય નહિ. ખરી રીતે તે તેને ‘જાણકાર’ કહેવા કરતાં ‘માનનાર’કહેવું જ વધારે સમીચીન અને યુક્તિ સંગત ગણાશે. શાસ્ત્રોના વારંવારના આવર્તન, વાંચન તેમજ અવલેાકનથી તે શીખી જાય છે કે આત્મા અજર છે, અમર છે, અજન્મા છે અને અમરણધર્મો છે. પાપટની માફક આ શબ્દો તે પટપટાવી જાય છે. એમાં વળી ભાષાકીય અભિવ્યક્તિનું સામર્થ્ય જો કેળવાઇ ગયું હોય તેા શાસ્ત્રોના શબ્દોને ભાષાનુ છટાદાર પરિધાન પહેરાવી, શ્રોતાઓને અસરકારક રીતે મુગ્ધ બનાવી દઇ શકે છે. જ્યાં ત્યાં શાસ્ત્રીય સૂતિઓ, નીતિશાસ્ત્ર સ્રના સુભાષિતાના તે છૂટથી ઉપયાગ કરે છે. મુખપાઠ કરી સ્વાધ્યાયના નામે પુનઃ પુનઃ આવન કરે છે. વારવાર શાસ્રીય વચનાના આવર્તનના સમાહથી સમાહિત થએલે તે બિચારા ભૂલી જાય છે કે, તે જે કઇ પણ ખેલી રહ્યો છે તે કાઇકના ઉછીના, વાસી, મૃત અને ઉધાર લીધેલા શબ્દો છે. પેાતાના જાત અનુભવનુ` કે સાક્ષાત્કારનું આ પરિણામ નથી, પરંતુ શાસ્ત્રોના વાંચનમાંથી મેળવેલ સૂચનાઓ કે સ્મૃતિને જ જાણપણું માની લેવાના સ ંમેાહનનું એક સુનિશ્ચિત ફળ છે. દાખલા તરીકે કોઇ માણસે તરવાના શાસ્ત્રના સંબંધમાં અનેક ગ્રન્થામાંથી તરવાની કળાના વિવિધલક્ષી પ્રયાગા જાણી લીધા હાય, તરવા વિષે પ્રસંગેાપાત સામયિક પત્રપત્રિકાઓમાં અન્વેષણાત્મક લેખે પણ લખ્યા હાય, તરવાના વિષયને અભિમુખ રાખી આકષ ક વાણીમાં સભાને સ્થિર અને મંત્ર મુગ્ધ બનાવી દે તે રીતે -અસરકારક, પ્રભાવી પ્રવચને પણુ કર્યાં હાય, એટલું જ નહિ, તરવાના સંબંધમાં એક મહાનિબંધ લખી પી. એચ. ડી.ની પઢવી પણ મેળવી લીધી હાય, છતાં તેવા માણસને ભૂલથી પણ જો કોઇ ઊંડા કૂવા, નદી કે દરિયામાં ધકકા મારશે તે તરવાના શાસ્ત્રની તેની ઉપર જણાવેલ જાણકારી કે તરવાના શાસ્ત્ર સંબંધેના તેના મહાનિબંધ પાણીમાં તડતિડયા કે લથડિયા ખાતા તેનુ સંરક્ષણ કરી શકશે નહિ. કારણ તરવાના સંબંધમાં ગ્રન્થામાંથી સૂચનાએ મેળવવી કે સ્મૃતિ એકત્રિત કરવી, અને પાણીમાં તરી બતાવવાની સાક્ષાત્ કળા આત્મસાત્ કરવી, એ બન્ને એકદમ જુદી વાતા છે. બરાબર તે જ રીતે સત્ય પરમાત્વભાવ કે સ્વરૂપનાં સંબંધમાં જાણવુ અને સત્ય અથવા પરમાત્વભાવના સાક્ષાત્કાર કરવા, એ બન્નેમાં પાયાના ભેદ રહેલ છે.