________________
૨૨: ભેઘા પાષાણ, ખેલ્યાં દ્વાર સ્થાનની વાત છે. પણ એ છે આધ્યાત્મિક સંગમની વાત. આત્માને અંતર્મુખી બનાવવા માટેના અનંત ઈશારાઓથી ભરપૂર આ અધ્યયન છે. ઈશારાથી મળતા સંકેત સ્થાનને ઓળખવાની દિવ્ય દષ્ટિ જે તમારા અને અમારામાં જાગૃત થઈ જશે તે આ પ્રવચન સ્વરૂપદર્શનમાં કે પરમાત્મભાવની ઉપલબ્ધિમાં ઉપકાર નિમિત્તની અપૂર્વે અને અસાધારણે ગરજ સારશે.
શાસ્ત્રોના સંબંધમાં એક સ્પષ્ટ સત્ય સમજી લેવાની પારમાર્થિક દષ્ટિ એ એક અનિવાર્ય અપેક્ષા છે. સહુથી પહેલાં “શાસ’ શબ્દ વિષે વ્યાકરણ સંબંધી વ્યુત્પત્તિપૂર્વક વિચારણા કરીએ. શાસ’ શબ્દ શાસ્ ધાતુમાંથી નિષ્પન્ન થાય છે. શ સ ધાતુને અર્થ જે શાસન કરે છે. જે નિયમન કરે, સત્ય તરફ સંકેત કરે, અજ્ઞાત અને અસીમની દિશામાં છલાંગ મારવા ઉત્રેરણા આપે, સ્વરૂપિપલબ્ધિ અથવા પરમાત્મદર્શનને ઈશારો કરે, કાળની મર્યાદામાંથી બહાર કાઢી કાલાતીતની દિશામાં ગતિ કરાવવા કથન કરે, વામનમાંથી વિરાટની અનંત અને અવ્યાબાધ દિશામાં યાત્રા માટેની સૂચના પૂરી પાડે, તેનું નામ શાસ્ત્ર છે.
શાસ્ત્ર જે ખરેખર પરમાત્મભાવ તરફની મંજિલની દિશા નિર્દેશ કરનાર માત્ર ઈશારે જ થઈ જાય તે તે ઇશારે જ આપણી અજાત, અજન્મા, અમરણધર્મો અથવા પરમ અમૃત્વની સંપ્રાપ્તિની શોધની દિશાના ચરમ અને પરમ આદર્શની યાત્રાના શુભ પ્રારંભમાં અપ્રતિમ હિતકર માર્ગદર્શકને અમૂલ્ય અને અસાધારણ લકત્તર ભાગ ભજવી શકે. પરંતુ જે તે જ શાસ્ત્રો સત્યના સંશોધનની દિશામાં સંકેત અથવા અજ્ઞાત ઈશારાની ગરજ સારવાને બદલે અમૂલ્ય મન્દિરનું સ્થાન સ્વીકારી લે તે, સત્યમાં અવગાહન કરવાની, શ્રમપૂર્વક સત્ય સંશોધનની, પરમાત્મ ભાવપલબ્ધિની દિશા તરફની વિરાટ યાત્રાની આગેકૂચ જ અટકી જાય. પછી તે શાસ્ત્ર જ મન્દિર બની જાય. શાસ્ત્રોના મુખપાઠ અને આવર્તનમાં જ કર્તવ્યની ઇતિશ્રી થઈ જાય. સ્વના અધ્યયનની પારમાર્થિક દૃષ્ટિજ ભૂલાઈ જાય અને શાસ્ત્રની ગાથાઓના આવર્તનમાં જ સ્વાધ્યાય દૃષ્ટિગોચર થાય. જાતને અવેલેકવાની, પિતાને આલેચન કરવાની, સ્વમાં બુડવાની, મરજીવા થઈ સ્વના અતલ તળમાં અવગાહન કરવાની મરજીવાની શમસાધ્ય કળા જ વિસ્મૃતિના અંધકારભર્યા ગર્તમાં લુપ્ત થઈ જાય.
શાસ્ત્રો કહે છે કે “aq IT સત્ત જેણે ત્રા” જેવા પ્રગટ સત્ય અદષ્ટ બન્યા છે. સત્યની ઉપલબ્ધિ શ્રમથી સાધી શકાય છે. પરમાત્મભાવની સંપ્રાપ્તિ માથા સાટેનો ખેલ છે એ વાત ભૂલાઈ ગઈ છે. જાતે સત્યનું અન્વેષણ કરવાની ભગવાનની આજ્ઞા શાસ્ત્રોના મુખપાઠ અને કંઠાગ્રતામાં જ અવરોધાઈ ગઈ છે. શાસ્ત્રોના સંકેતને અનુસરી, જાતે અનવેષણ કરવાની અને જીવનને ભગવાન મહાવીરની માફક સત્યની શોધમાં હોમી દેવાની તત્પરતા અને આતુરતાને સર્વત્ર અભાવ દષ્ટિગોચર થાય છે. સત્યને મેળવવાની સાચી પ્યાસ ભાગ્યે જ જોવા મળે છે. પાણી વિના જેમ માછલું તડફડે, તેમ સત્યની ઉપલબ્ધિ વિના અશાંતિ અને અજપિ ભાગ્યે જ