________________
૩૦ : ભેઘા પાષાણુ, ખેલ્યાં દ્વાર
કતૃત્વ સંબંધને પણ જરા ઊંડાણથી વિચાર કરવો આવશ્યક છે. ઈશ્વરને કર્તા તરીકે માનનારા શિખર પુરુષોની માન્યતા છે કે, પરમાત્મા માટે અસ્તિત્વ એવું જ છે એવું આપણા માટે આપણું શરીર. આપણા હાથ-પગ આદિ અવયવે જેમ આપણા શરીરના જ વિસ્તાર છે તેમ પરમાત્મા માટે સમસ્ત અસ્તિત્વ પણ તેને જ વિસ્તાર છે. પરમાત્માનું સુજન એટલે પારકાનું સૃજન નથી. તે સુજનને યથાર્થ રીતે સમજી લેવું જરૂરી છે.
એક ચિત્રકાર ચિત્ર બનાવે છે, અને એક મૂર્તિકાર મૂર્તિનું નિર્માણ કરે છે. ચિત્ર કે મૂર્તિ, ચિત્રકાર કે મૂર્તિકારથી નિર્માણ થયા પછી તેમનાથી જુદી થઈ જાય છે. ચિત્ર અને મૂર્તિનું પિતાનું
સ્વતંત્ર અસ્તિત્વ થઈ જાય છે. ચિત્રકાર કે મૂર્તિકાર મરી જાય તે પણ તે અનિવાર્ય નથી કે ચિત્ર અને મૂર્તિ પણ નાશ પામી જાય. ચિત્રકાર અને મૂર્તિકારના અભાવમાં પણ ચિત્ર અને મૂર્તિ બચી રહે છે. માતા પુત્રને જન્મ આપે છે પરંતુ માતાની અનુપસ્થિતિમાં પણ પુત્રની હૈયાતી હેય છે. કારણ કે પુત્રનું પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. ચિત્ર, મૂર્તિ કે પુત્ર, જન્મની સાથે જ ચિત્રકાર, મૂતિકાર કે માતાને માટે “તું બની જાય છે. ચિત્ર કે મૂર્તિના નિર્માણ પછી કોઈ પણ ચિત્રકાર કે મૂર્તિકાર તેને હું કહી શકે નહિ. તેથી જ તેઓ સંબોધન કરશે, કેમકે તેમનાથી તે ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ છે.
એનાથી ઊલટું એક નૃત્યકાર છે. તે નાચે છે પરંતુ તે નૃત્યથી જુદે થઈ શકતું નથી. નૃત્ય સાથે નર્તકનું તાદાભ્ય છે. તે ગમે જેટલું નાચે તે પણ નર્તક અને નૃત્ય એક જ રહે છે. એટલે જ હિંદુ લોકેએ પરમાત્માને નૃત્ય કરતા નટરાજની જેમ વિચારેલ છે. મૂર્તિકાર કે ચિત્રકારની જેમ મૂર્તિ કે ચિત્ર બનાવતાં વિચારેલ નથી. નર્તકની માફક નત્ય કરતા વિચારવા પાછા ભારે રહસ્ય છે અને તેનું કારણ એક જ છે કે નર્તક અને નૃત્ય એક જ છે. નર્તક રોકાઈ જાય તે નત્ય પણ અટકી જાય છે. અને નૃત્ય રેકાઈ જાય તે પણ નર્તક, નર્તક રહેતો નથી. નર્તક ત્યાં સુધી જ નર્તક હોય છે જ્યાં સુધી નત્ય કરતે હોય છે. નર્તક વચ્ચે એકમતા છે, તે બન્ને એક રૂપ જ છે. પરસ્પર એકબીજામાં એકબીજાં સમાએલાં છે.
પરમાત્મા અને સૃષ્ટિ વચ્ચે જે સંબંધ છે તે પણ નર્તક અને નૃત્યનું છે. પરમાત્મા નર્તક છે અને સૃષ્ટિ તેનું નૃત્ય છે. સૃષ્ટિને સ્થગિત કરી પરમાત્મા સૃષ્ટા રહી શકે નહિ. સૃષ્ટિ શાશ્વત ચાલતી જ રહેશે કારણ સટ્ટા અને સૃષ્ટિ, નર્તક અને નત્યની માફક, એક છે.
નર્તક અને નૃત્યની કલ્પનામાં સૃષ્ટિ પણ પરમાત્મા જ બની ગઈ. પરમાત્માથી શૂન્ય કશું જ અવશિષ્ટ નથી. એટલે જ જગતને હિન્દુ સૃષ્ટિએ એક અજબનું નામ આપ્યું છે–પરમાત્માની લીલા. લીલાને અર્થ ક્રીડા, રમત, ખેલ થાય છે. રમતમાં અહંકાર નથી હોતે. રમતમાં જો અહંકારની રેખા દેખાતી હોય તે પછી તે રમત, રમત રહેતી નથી પણ તે એક કાર્ય થઈ