________________
૧૦ : મેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર
બનારસમાં વિશુદ્ધાનંદ નામના એક સાધુ છે. તેમણે ધ્વનિના આઘાતથી થતી અસર વિષેના અનેક પ્રયોગો જાહેરમાં કરી બતાવ્યા છે. ધ્વનિના આઘાતથી મૃત્યુ પણ નિપજાવી શકાય છે એવા પ્રયોગ પણ તેમણે કરી બતાવ્યા છે. તે સાધુ પિતાના મઠમાં રહેતા હતા. ધ્વનિના આઘાતથી મૃત્યુ નિપજાવી શકાય એ વાત વૈજ્ઞાનિક માટે પણ ઘણાં જ આશ્ચર્યની હતી. સાક્ષાત્ પ્રયોગના અનુભવ વગર આ સત્ય સ્વીકારી શકાય એમ ન હતું એટલે સર્વ પ્રથમ, ત્રણ ડોકટરેએ એક પક્ષીને પિતાના હાથમાં લઈ તેમના બંધ મઠમાં પ્રવેશ કર્યો. વિશુદ્ધાનન્દ સ્વામીએ ધ્વનિના અમુક આઘાત આપ્યા. પક્ષી તડફડવા લાગ્યું. થોડી ક્ષણોમાં તે મરી પણ ગયું. આ અનુભવને સાક્ષાત્કાર કરવા ખુદ ડેકટરે આવ્યા હતા. તેમણે પક્ષીની સંપૂર્ણ શારીરિક પરીક્ષા કરી. પરીક્ષાને અંતે જાહેર કર્યું કે, પક્ષી મરી ગયું છે. બીજી જ ક્ષણે વિશુદ્ધાનન્દ સ્વામીએ ધ્વનિના બીજા આઘાત આપવાને પ્રારંભ કર્યો. ધ્વનિના આ જુદા આઘાથી પક્ષી પુનઃ તડફડવા લાગ્યું અને પુનર્જીવિત થયું.
વનિના આઘાતો આવાં આશ્ચર્યજનક પરિણામ લાવી શકે એ વાત સહજ રીતે માનવામાં ન આવે એવી છે. કારણ આપણે વૈજ્ઞાનિક યુગનાં પ્રાણીઓ છીએ. એટલે વિજ્ઞાન સંમત બીજા આઘાતોનાં પરિણામો સરળતાથી માની લેતાં હોઈએ, પરંતુ દવનિ ગત પરિણામોને જ્યાં સુધી વૈજ્ઞાનિક પ્રયોગોને ટેકો ન મળે ત્યાં સુધી આપણે તેને જલદીથી સ્વીકારી શકતાં નથી. વિશેષ પ્રકારનાં કિરણે શરીર ઉપર પડે અને તેનું જે વિશેષ પરિણામ આવે, વિશેષ પ્રકારની
ઔષધિનું સેવન શરીરમાં જે વિશેષ પ્રકારની તાજગી અને સ્કૂર્તિ લાવી શકે, વિશેષ પ્રકારનાં રંગ શરીર ઉપર જે વિશિષ્ટ પ્રભાવ પાડી શકે, તો વિશેષ વનિનાં વિશેષ પરિણામો વિષે શંકાને અવકાશ જ કયાં ?
હવે તે વિજ્ઞાન પણ ઇવનિનાં પરિણામની શેધ વિષે આતુર છે. આ દિશામાં કરવામાં આવેલા પ્રયોગોનાં આશ્ચર્યજનક પરિણામો પણ આવ્યાં છે. આ દિશામાં એટલી પ્રગતિ તો થઈ છે કે, જે માતાની છાતીમાં દૂધ ન આવતું હોય તો વિશેષ પ્રકારની ધ્વનિના પ્રભાવથી તેમાં દૂધ લાવી શકાય છે. જે વૃક્ષો ૬ માસમાં ફૂલ આપતાં હોય તે બે માસમાં ફૂલ આપી શકે છે. ગાય જેટલું દૂધ આપે છે તે દૂધ વિશેષ પ્રકારના વિનિના પ્રભાવથી બમણું થઈ જાય છે. આજે સેવિયેત સંઘ, અમેરિકા, ફ્રાંસ અને બ્રિટેનના જેવા વિકસિત દેશેની કેરીઓમાં સંગીતના વિશેષ ધ્વનિ વગર ગાયને દેહવામાં આવતી નથી. તેનાં વિશિષ્ટ પરિણામો પણ દષ્ટિગોચર થયાં છે. તેથી ભવિષ્યમાં કઈ પણ ફળ, ફૂલ, શાકભાજી, ધ્વનિના આધાત વિના પેદા થશે નહિ. આમ ફળ, ફૂલ, શાકભાજી, ગાય વગેરે પર વિનિના આઘાતોને સ્પષ્ટ પ્રભાવ દેખાય છે ત્યારે માણસ ધ્વનિને પ્રભાવથી અપ્રભાવિત કેમ રહી શકે ?
શ્રતિ અને શ્રતિ શબ્દ સાથે સંબંધિત ધ્વનિના સંબંધમાં વૈજ્ઞાનિક પ્રક્રિયાથી ઉપર્યુક્ત હકીકત જાણ્યા પછી આપણે કૃતિઓના ઈતિહાસ, તેને લિપિબદ્ધ કરવાનાં કારણો, તે વખતની