________________
*
આત્માને વૈભવ : ૧૭
વિભાજિત કરી નાખે છે. આપણે જ આપણુથી લડતા થઈ જંઈએ છીએ. આપણી શકિતને આ રીતે ઉપયોગમાં લઈ લેવાની, અંતે આપણને આત્મા તરફ દષ્ટિ ન નાખવા દેવાની તેની અજબે ગજબની કળા છે. તે આ કળાનું કુશળ કારીગર છે. એટલે જે જ્યારે વહેલી સવારે ચાર વાગ્યે ઊઠવાને આપણે સંકલ્પ કરીએ છીએ ત્યારે દઢ મનથી નિશ્ચય કરીએ છીએ કે આપણે ચાર વાગ્યે ઊઠી જઈશું. પરંતુ ચાર વાગ્યાનું એલાર્મ વાગે એટલે આ જ મનને બીજો ભાગ સૂતે સૂતે નિર્ણય કરશે કે, આજે તે ઊંઘને આનંદ લઈ લઈએ, આવતી કાલે અવશ્ય ઊઠીશું. તે વખતે માણસ ભૂલી જાય છે કે, ચાર વાગ્યે ઊઠવાને નિર્ણય કરનાર પણ તેનું જ મન છે અને ન જાગવાને અને સૂઈ જવાના આનંદને નિર્ણય કરનારું પણ તેનું જ મન છે. મને જ આ બંને નિર્ણ લીધા છે. મને જ મનને અથડાવી મારવાની અને શક્તિને ખંડ ખંડમાં વિભાજિત કરી નાખવાની હામ ભીડી હોય છે. એમાં તેણે મેળવેલી સફળતા એ જ તેના જીવતા રહેવાનું સાધન છે. એટલે જ ઘણી વખત માણસ ઘરથી કંટાળી મંદિરની શોધ કરે છે, સંસારથી ત્રાસી મેક્ષની ઈચછા કરે છે, સંપત્તિને ત્યાગી નિગથ થવાની ભાવના સેવે છે, પણ આ બધાંની પાછળ ચાહની સૂહમતમ વાસના ભરી હોય છે. એ સૂક્ષ્મતમ વાસનાને ટકાવી રાખવાની કળા એ જ મનને ટકી રહેવાના પ્રાણ છે, શ્વાસોચઠ્ઠવાસ છે.
મનને નિમન બનાવવાની સાધના સામાન્ય નથી. તેને માટે અસાધારણ આત્મબળ જોઈએ. અસાધારણ આત્મબળ વિના મનનું મૃત્યુ સંભવિત નથી. છતાં એવડી મોટી છલાંગ ન ભરી શકાય તે મનને ઉલટાવી નાખવામાં તો કશા જ શ્રમ કે સવિશેષ સાધનાની અપેક્ષા નથી. મન શબ્દને જ ઉલટાવી નાખીએ, મનને બદલે “નમનું સતત સ્મરણ રાખવાની કળાને આત્મસાત કરી લઈએ તે આત્માને બેડો પાર થઈ જાય. આત્મવૈભવની પ્રાપ્તિને નમસ્કાર મંત્ર એક અનુપમ, અજોડ અને અપ્રતિમ સાધન છે. .. .
જૈન પરંપરા પાસે જે આ નમસ્કાર મંત્ર છે તે એક આશ્ચર્યજનક ઘેષણ છે. અનંત અનુભૂતિમાંથી આવિર્ભાવ પામેલી આ ઉઘષણા છે–
असो . पंच नमुक्कारो सव्व पावप्पणासणो ।
मंगलाण च सव्वेसि पढम हवई मंगल । ' બધાં પાપોને નાશ કરી દે એવો સર્વ મંગલેમાં પ્રથમ મંગલરૂપે આ મહામંત્ર છે. આપ કહેશે-કે નમસ્કાર મંત્રના સ્મરણથી પાપને કેવી રીતે નાશ થાય ? પાપના નાશને જે આટલો સહેલો ઉપાય હોય તે પછી જોઈએ જ શું ? ગમે તેવાં પાપો ક્ષણભંગુર બની જશે. સંભવ છે કે તેથી તે પાપને ભય જ ચાલ્યા જશે. માણસ પા૫ કરવા રીઢે થઈ જશે. તે વિચારશે કે પાપને ક્ષણ માત્રમાં નાશ કરવાને કીમિયે મારી પાસે છે. પાપને પુણ્યમાં ફેરવી