________________
આત્માને વૈભવ : ૧૫ છે, પછી તે મનના ધર્મને આત્મા પિતાના ધર્મો માની, પિતાને સુખી-દુઃખી માનવા લાગે છે. વસ્તુતઃ આત્મા તે સુખ અને દુઃખથી અતીત, પરમ આનંદ સ્વરૂપ છે.
આમ છતાં, આત્માવગાહનમાં મનની સહાયની પ્રાથમિક અપેક્ષા રહે જ છે. ચિત્તવૃત્તિ સુધરે તે બધું સુધરે અને ચિત્તવૃત્તિ મલિનતાની પરિસીમાને સ્પર્શે તે બધું જ બગડે. સુખદુઃખ આપનાર અહંતા અને મમતા છે. તેનું જે અતિક્રમણ કરી શકાય તે જ પિતાનું આનંદ સ્વરૂપ ઉપલબ્ધ થઈ જાય.
મન સ્વભાવથી અધેગામી . અમંગલની ભાવનાઓથી ભરેલું છે. મલિનતા માટે કશાજ પ્રશિક્ષણની જરૂર નથી. તે તે પ્રકૃતિ તરફનું આકર્ષણ છે, પશુવૃત્તિ છે. છતાં તે એવી તો બની ગઈ હોય છે કે, વારંવારના ઊર્ધ્વગામી થવાના પ્રયતને પણ તેની સામે નાકામિયાબ બની જાય છે.
મનનો સ્વભાવ પાણી જેવો છે. પાણી સદા નીચેની દિશામાં ગતિ કરનારું છે. ખાડા તરફ જવાની તેની સ્વાભાવિક દેડ હોય છે. ઉપર ચઢાવવા માટે તે મોટા પ્રયત્નોની અપેક્ષા રહે છે. મેટર-પંપની સહાય વગર પાણી ઉપર ચઢી શકતું નથી. પરંતુ અઘો દિશા તરફની ગતિમાં પાણીને કશું જ કરવું પડતું નથી. તે હર્ષ ભેર દોડી શકે છે. આ રીતે મનને પણ અધોગામી સ્વભાવ છે. તેને ઊર્ધ્વગામી બનાવવા માટે જાગૃતિ પૂર્વકના પ્રયત્ન અને પ્રતિપળની જાગૃતિની જરૂર છે.
બરફના એક મોટા કટકાને જે પાણીમાં નાખવામાં આવે તે બરફને મોટો ભાગ પાણીમાં ડૂબી જાય છે. તેને ઉપરનો ભાગ જ પાણીની સપાટી પર તરત જણાય છે. મનની પણ સ્થિતિ બરફના જેવી જ હોય છે. મનને એક નાનકડો ભાગ જ જાગૃત હોય છે જેને આપણે સમજવા માટે “ચેતન મન કહી શકીએ. મનના બાકીના આઠ ભાગે તે પાણીમાં ડૂબેલા બરફના ટુકડાની માફક અજાગૃત અને ઊંડાણમાં ડૂબેલા હોય છે, જેને “અચેતન મન એ નામની સંજ્ઞા આપણે આપી શકીએ.
આપણે જ્યારે કઈ જ્ઞાની પુરુષો પાસેથી કેધથી થતી હાનિઓ અને ઉપદ્રવની વાત સાંભળીએ છીએ, અથવા કોઈ સદુગ્રન્થમાં કોધથી થતા શારીરિક અને માનસિક દુશ્મભાવનું વર્ણન વાંચીએ છીએ, ત્યારે સપાટી ઉપર રહેલું જાગ્રત મન તે શ્રવણ અને વાંચનથી પ્રભાવિત થઈ જાય છે. તે શ્રવણ અને વાંચનમાં તેને સત્યનું દર્શન થતું હોય છે. ધના ઉપદ્રવે નું ચિત્ર સચેતન મનની સામે નૃત્ય કરતું થઈ ગયું હોય છે. એટલે કેધને તજી દેવાની ભાવના પ્રબળતમ બની જાય છે. આવેશમાં ક્રોધ ન કરવાની તે પ્રતિજ્ઞા પણ લઈ લે છે. મન તેવી સંતુષ્ટિનો પણ અનુભવ કરે છે. એક દુર્ગુણ છેડયાને આત્મસંતેષ તે મેળવી લે છે. પરંતુ આ બધી પ્રતિજ્ઞાઓ ઈન્દ્રધનુષની માફક સૌંદર્યથી ભરેલી પરંતુ ક્ષણજીવી નીવડે છે.