________________
કૃતિ માહાસ્ય : ૧૩
સ્મૃતિ થઈ આવી. તેમને થયું કે સૂંઠ ખાવાની સામાન્ય વાત પણ જે ભુલાઈ જાય, તે શાસ્ત્રો કંઠસ્થ રાખવાની પ્રતિભા અને મેઘાશકિત તો ક્યાંથી લાવવી? સમયના પ્રભાવથી તે નબળી થતી જાય છે. વલ્લભીપુરમાં બનને વાચનાના પ્રતિનિધિએ ભેગા થઈ આગમોને પુસ્તકારૂઢ કર્યા.
આપણી પાસે આજે આગમ-સંપદા છે એ આ બધા પૂર્વાચાર્યોના અથાગ પરિશ્રમ, કીમતી સંરક્ષણ અને અસાધારણ બુદ્ધિ પ્રતિભાને આભારી છે. આ આગમોની સંખ્યા ઘણી મોટી હતી. આજે પણ આગની સંખ્યા બીજા સંપ્રદાયની દૃષ્ટિએ વધારે છે. પરંતુ આપણી પરંપરા, જેને પ્રમાણિક્તાપૂર્વક સ્વીકાર કરે છે તે આગની સંખ્યા બત્રીસ છે. તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ છેદ, ૪ મૂળ અને ૩૨ મું આવશ્યક સૂત્ર છે. સ્થાનકવાસી પરંપરાને જે ૩૨ માન્ય આગમે છે તેમાં ૪ મૂળ સૂત્ર છે. જેમાં શ્રી ઉત્તરાધ્યનસૂત્રનું આગવું સ્થાન છે. ઉત્તરાધન સૂત્રમાંથી માત્ર ૨૩માં અધ્યયનને જ સ્વાધ્યાય આ ચતુર્માસ માટે પસંદ કરેલ છે. તે ગંભીર અર્થો અને વિવિધ રસથી ભરેલ છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ભગવાનના શ્રીમુખની અંતિમ વાણી છે એ વાત કલ્પસૂત્રના મૂળ પાઠથી કહી બતાવવી વધારે પ્રમાણ અને ન્યાય સંગત ગણાશે એમ માની કલ્પસૂત્રના મૂળ પાઠનું ઉદ્ધરણ આપું છું -
तेण कालेण तेण समअणं भगवौं महावीरे बावत्तरि वासाई सव्वाउयंपालइत्ता खीणे वेयणिज्जाउयनामगोत्ते इभीसे आसप्पिणीले दुसम सुसमा समाओ बहबीइक्कताले तिहि वासेहि अद्धनवमेहि य मासेहि सेसोहि पावाले मज्जिमा हत्थिपालगस्स रन्नो रज्जुगसमा अगे, अबी छटेण भत्तेण अपाणण साइणा नक्खत्तेण जोगमुवागण पच्चूसकालसमय सि सपलियक निसन्ने पणपन्न अज्जयणाई कल्लाण फलविवागाई पणधन्न अज्झयणाई पावफलविवागाई छत्तिस च अपुवागरणाई वागरित्ता पधाण नाम अज्झयण विमावेमाणे विभावेमाणे कालगने वितिक्क छिन्न जाइजरामरण बन्धणे सिद्धे बुद्धे मुत्ते अंतकडे परिनिवुडे सव्वदुक्खपहीणे ।।
અર્થાત્ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર (ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને, બાર વર્ષથી પણ વધુ સમય સુધી છવસ્થ-શ્રમણ પર્યાયમાં રહીને, ત્યાર પછી ત્રીસ વરસથી કંઈક ઓછા વખત સુધી કેવળ પર્યાય પ્રાપ્ત કરીને તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વેદનીય, આયુ, નામ, ગોત્ર કર્મ ક્ષીણ થયા પછી, આ અવસર્પિણી કાળને દુષમ-સુષમ નામને ચેડ આરો ઘણું પસાર થયા પછી, તે ચોથા આરાનાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહેતાં, મધ્યમ પરવાનગરીમાં હસ્તિપાલ રાજાની રજજુક સભામાં એકલા, છતપની સાથે સ્વાતિ નક્ષત્રને વેગ થતાં જ પ્રભૂષકાળના સમયે (ચાર ઘડી રાત બાકી રહે ત્યારે) પથંકાસને બેઠેલા ભગવાન કલ્યાણ ફળ-વિપાકના પંચાવન અધ્યાયન અને પાપફળ–વિપાકના બીજા પંચાવન અધ્યયન અને અપૃષ્ટ અર્થાત્ બીજા કોઈ વડે પ્રશ્ન નહિ કરવામાં આવેલ છતાં તેનું સમાધાન કરનારાં છત્રીસ અધ્યયનને કહેતાં કહેતાં કાળધર્મને પ્રાપ્ત થયા, સંસાર તજીને ચાલ્યા ગયા, ઊર્ધ્વગતિને પ્રાપ્ત થયા. તેમના જન્મજરા-મરણના બંધન વિચ્છિન્ન થઈ તેઓ સિદ્ધ થયા,