________________
આત્માને વૈભવ : ૧૯
છે. તે ઘડિયાળના કાંટાઓને માત્ર ધ્યાનના પ્રયોગથી તેજીથી ગતિ કરતા કરી શકે છે, ચાલતી ઘડિયાળને ચાલતી અટકાવી શકે છે.
પરંતુ તેમની આસપાસ જે શ્રદ્ધા અને સમર્પણથી ભરેલી વ્યક્તિઓને સમુદાય એકત્રિત હેય, સહાનુભૂતિથી ભરેલા સહૃદયી મિત્રેની હાજરી હોય તે વસ્તુને હલાવવાની ક્રિયા તેઓ અર્ધા કલાકમાં જ કરી શકે છે. પણ જે સંદેહશીલ સમુદાય આસપાસ એકત્રિત થયે હોય તે આ પ્રયોગમાં તેમને પાંચ કલાક લાગી જાય છે. કેઈ વસ્તુને હલાવવામાં જ્યારે તેમને પાંચ કલાક લાગી જાય ત્યારે તેમનું વજન દસ પાઉંડ ઓછું થઈ જાય છે. અર્ધો કલાક લાગે ત્યારે ત્રણ પાઉંડ વજન ઘટે છે અને જ્યારે પાંચ મિનિટમાં જ હલાવવાની ક્રિયા થઈ જાય તે તેમનાં વજનમાં ફેર પડતો નથી.
મિખાયલવા કઈ પણ વસ્તુને પિતાની દિશામાં ખેંચવા પ્રયત્ન કરતા હોય ત્યારે તેમના શરીરમાંથી જે પ્રણ-ઊર્જા પડતી હોય છે કે જેના કારણે તેના શરીરનું વજન દસ પાઉંડ કે ત્રણ પાઉંડ ઘટી જતું હોય છે. તે ઊજને સંગ્રહિત કરી શકાય એવાં ગ્રાહક યંત્રોની પણ શોધ થઈ છે. તે ઊર્જા જે યંત્રોમાં પ્રવેશ કરી જાય અને સંગ્રહિત થઈ જાય તે તે યંત્ર જે ઠેકાણે મૂકવામાં આવેલ હોય ત્યાંથી પસાર થતા દરેકને પિતાની બાજુ ખેંચવાને તે પ્રયાસ કરશે. તે યંત્રની પાસે જવાનું દરેકનું મન થઈ જશે.
મંત્રની મૂળભૂત આધારશીલા પણ આ જ છે. શબ્દોમાં, વિચારોમાં, તરંગમાં ભાવે સંગ્રહિત અને સમાવિષ્ટ થઈ જાય છે. જ્યારે કેઈ વ્યક્તિ કહે છે “જીને અરિહન્તા” એટલે હું તે બધાને કે જેમણે રાગદ્વેષને જીત્યા છે, જે ઉપલબ્ધિને પામ્યા છે, જે જ્ઞાતા અને દ્રષ્ટા થયા છે, તેમનાં ચરણોના શરણમાં હું મારી જાતને અર્પણ કરું છું. આ ભાવ જ્યારે પ્રગાઢ થાય ત્યારે અગ્નિના સાનિધ્યથી જેમ મીણબત્તી વિગલિત થઈ જાય છે તેમ તેને અહંકાર વિચલિત થઈ જાય છે. અરિહંતના સ્મરણની સઘનતાથી જેમાં જે મહાશક્તિનું નિર્માણ થયું તે મહાશકિતને, તે એક ભાગ બની જાય છે. પ્રભુને અનંત અનુગ્રહની અમીવર્ષાનો તે પાત્ર બની જાય છે. એક લકત્તર દિવ્યલકનું નિર્માણ થઈ જાય છે કે જેની સાથે તેનું વ્યક્તિત્વ જ પરિવર્તિત થઈ જાય છે.
કોઈ વ્યક્તિ રાત-દિવસ, જ્યારે અવકાશ મળે ત્યારે નકકારના સ્મરણમાં સંસીન બની જાય છે તેનું વ્યક્તિ જ પરિવર્તિત થઈ જાય છે અને તે બીજા જગતને આત્મા બની જાય છે. અરિહંતને અર્થ જ એ છે કે જેના બધા શત્રુઓ નાશ પામી ગયા છે, જેનામાં એ કોઈ અવશેષ રહેતો નથી કે તેની સાથે વિગ્રહ કે સંઘર્ષને અવકાશ હોય. ક્રોધ, અહંકાર કે અજ્ઞાન બધાં જ જ્યાં નામશેષ થઈ ગયાં હોય એવા અરિહંતોને નમસ્કાર એટલે જે મંજિલને પહોંચી ગયા છે તે બધાને નમસ્કાર. આ રીતે આ મંત્ર ભારે અદ્ભુત અને અજોડ છે. વિશ્વના કોઈ