________________
શ્રુતિ માહાત્મ્ય : ૯ અનિવાર્ય છે. સંસ્કૃતને ભાર શબ્દગત નથી પરંતુ કવનિગત છે એટલે જ હજારો વર્ષો સુધી શાસ્ત્રો ન લખાવવા કે ન છપાવવાનો આગ્રહ રાખવામાં આવ્યું. કારણ શાસ્ત્રો લિપિબદ્ધ થતાં ભાર બદલાઈ જશે. ગુરુ પોતાના શિષ્યને બોલીને જ શાસ્ત્રની વાંચના આપે કે જેનાથી ક્યા અક્ષર પર કેટલો ભાર અપાય તેની પ્રત્યક્ષ અનુભૂતિ સારી રીતે જળવાઈ રહે. એ જ કારણે સેંકડો વર્ષો સુધી શાસ્ત્રોના પાઠે મુખે પમુખ અને કર્ણોપકર્ણ અપાતા રહ્યા.
શાસ્ત્રોનું એકવાર લખવાનું કાર્ય પ્રારંભ થયું એટલે શાસ્ત્રીની વનિવિષયક સુમ સંવેદનાઓ મરી જશે અને ધ્વનિની સ્વાભાવિક સંવેદનાઓથી શૂન્ય શાસ્ત્ર, સાધકની સાધનામાં ધારી અસર ઉપજાવી શકશે નહિ. પરિણામે શાસ્ત્રોને સાધનાના ક્ષેત્રમાં જે કીમતી સગ હતો તે શાસ્ત્રો શબ્દગત થતાં, એવાઈ જશે.
દાખલા તરીકે “ગિરીશ” શબ્દને જે લખવામાં આવે તો વાંચનાર તેને જુદી જુદી રીતે વાંચી શકે. કોઈ “ગિ ઉપર ઓછા ભાર આપશે, તો કઈ “ગિ” ઉપર જરા વધારે ભાર આપશે. કઈ “રિ ઉપર સામાન્ય કે વધારે ભાર આપશે, તો કઈ “રિ ઉપર અ૯પ. “શના ઉચ્ચારની પણ આવી જ સ્થિતિ થશે. કારણ કયા અક્ષર ઉપર કેવો અને કેટલે ભાર આપવો તે ગુરુમુખેથી જાણવા મળ્યું નહિ, તેથી કયા અક્ષર ઉપર કેટલે અને કે ભાર આપવો એ વાંચનારની ઈચ્છા અને વાંચવાની કલા ઉપર આધારિત રહેશે. લખ્યા પછી ધ્વનિગત ભાર અને ધ્વનિગત વિશિષ્ટતાઓ પ્રાયઃ સમાપ્ત થઈ જશે. ફલતઃ સાધનામાં શાસ્ત્રોનું આંતરિક અને આધ્યાત્મિક કીમતી સત્વ નાશ પામી જશે. એટલે જ ગુરૂમુખે સાંભળી, ધ્વનિગત વિશિષ્ટતાઓ હાર વર્ષો સુધી સાચવી રાખવામાં આવી. એ જ કારણે શાસ્ત્રો “શ્રુતિ નામથી અભિહિત થયાં. જે શ્રી ગુરુમુખેથી સાંભળીને મળે તે જ શાસ. જે વાંચીને ઉપલબ્ધ થાય તેને “કૃતિ કહી શકાય નહિ. કારણ કે ધ્વનિના આઘાતેના સંરક્ષણનો તેમાં પૂરેપૂરો અભાવ છે.
વનિની પિતાની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે કયાં તે તીવ્ર થશે, કયાં તે ક્ષીણ થશે. ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિતના ધ્વનિગત ઉચ્ચારે કેવા કેવા થશે, તે બધાનાં યથોચિત સંરક્ષણ વગર શાસ્ત્ર માત્ર શબ્દોનું એક ખોખું જ રહી જશે એવો ભય પૂર્વાચાર્યોને હતો, તે શાસ્ત્રો લિપિબદ્ધ થતાં સાચે પડે. શાસ્ત્રોની જે મૌલિક અને આંતરિક આધ્યાત્મિક વ્યવસ્થા હતી તે ખંડિત થઈ ગઈ. શાસ્ત્રો બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યાં. પુસ્તકની માફક તે વંચાવા લાગ્યાં. ધ્વનિગત વિશિષ્ટતાના સંરક્ષણ તરફ દષ્ટિ ન રહી, પરિણામે શબ્દને મૂળભૂત આમ જ મરી ગયે.
શબ્દ કેવા આઘાત-પ્રત્યાઘાતો ઊભા કરી શકે છે, તે સમજવું ભારે રસપ્રદ છે. હમણાં જ ચાલીસ–બેતાલીસ વર્ષ પહેલાં કરવામાં આવેલા એક પ્રયોગની વાત છે.