Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન દ્રષ્ટિએ
શો 1 8 થી
RİCGUIGI
'મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર
Estudod qis),
અન્નદ વાદ-38,
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન દષ્ટિએ
ગીતા દર્શન
ભાગ પહેલો
તથા
ભાગ બીજો સંયુકત
‘સંતબાલ’
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર,
અમદાવાદ-૩૮૦ ૦૦૪.
ગીતાદર્શન
Page #3
--------------------------------------------------------------------------
________________
[1 પ્રકાશક :
મનુભાઈ જ. પંડિત
મંત્રી,
મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૩૮૦ ૦૦૪.
Ja પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૦૪
In બીજી આવૃત્તિ: સંવત ૨૦૧૫ અષાઢ માસ
ત્રીજી આવૃત્તિ : પ્રત: ૧૦૦૦ ગૂડી પડવો ચૈત્ર સુદ ૧ સંવત ૨૦૫૧, તા. ૧-૪-૧૯૯૫
|
g કિંમત બને ભાગના રૂપિયા એકસો પચાસ
| I મુદ્રક :
મહેશ મુદ્રણાલય, અમૃત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, પાણીની ટાંકી, દૂધેશ્વર, અમદાવાદ-૪. ફોન . ૩૮૭ ૨૨૪
ગીતાદર્શન
Page #4
--------------------------------------------------------------------------
________________
।
आ मु
ख....
__संतबालजी के गीता-दर्शन को मैं प्रस्तावना लिखू जैसी माँग हुई । और गीता के नाम से मैंने उसे कबूल किया । नहीं तो अकसर असे झमेले में मैं नहीं पड़ता | क्योंकि मेरी हालत मैं जानता हूँ | उनकी पूरी किताब तो मेरे सामने नहीं है | तीन चार अध्याय छपे हुए आये हैं । उनको भी बारीकीसे मैं नहीं देख पाया | यह मेरा नसीब मैं जानता ही था |
गीता पर शंकरसे लेकर गाँधीजी तक अनेक महापुरुषोंने अपनी कलम चलाई है। फिर भी नई नई टीकायें लिखी जाती हैं, और लिखी जायगी। ये सब प्रयास निरर्थक नहीं गिने जायेंगे, जब तक वे किसी -न -किसी मनुष्य के जीवन में मददगार हो सकते ट हैं । और गीता की यह खूबी है कि वह जीवन के लिए प्रेरणा
देती है। सर्व वादों से अलिप्त रह कर गीताने सब का सार खींच १ लिया है । और इसी लिए निश्चयपूर्वक वह मनुष्य को निष्काम - आचरण में प्रवृत्त करती है।
लेकिन गीता में से भी निकानेवालोंने अनेक वाद निकाले हैं । और अगर उनके फेरमें हम पड़ते हैं तो गीता भी एक पांडित्यग्रंथ बन सकता है; और जीवन के लिए निरुपयोगी हो सकता है। इस लिए मैं तो हमेशां भाष्यों को अलग रख कर गीता-माता का ही
ગીતાદર્શન
miminar
Page #5
--------------------------------------------------------------------------
________________
सीधा सहारा लेना पसंद करता हूँ, और वैसी ही सिफारीश करता हूँ । जितना समझमें आये अमलमें लाते जाये, तो साधकका काम हो जाता है ।
फिर भी जब अनेक वाद पड़े ही हैं, और उनसे बचना दिमाग के लिए अशक्य हो जाता है, तब कोई भाष्य अगर उनका समन्वय कर देता है तो वह भी उपयोगी होता है। गीता का उपनिषद्, ब्रह्मसूत्र आदि से समन्वय करने की आवश्यकता पुराने टिकाकारों को इसी लिए महसूस हुई थी । वही आवश्यकता आज अधिक व्यापक स्वरूप में, याने सब धर्मो और पंथ के साथ महसूस हो सकती है। उस दिशामें संतबालजी के गीता-दर्शन का एक उपयोग होगा, ऐसी उम्मीद हम रख सकते हैं। उनका जैन दर्शन से उत्तम परिचय है। वे गीता और जैन विचार का इस गीता-दर्शन में जगह जगह सामंजस्य बताते हैं । वह अगर चित्त में स्थिर हो गया तो कम से कम गुजराती वाचकों के लिए बहुत लाभदायी होगा। वैसे तो यह समन्वय गांधीजीने अपने जीवन से ही सिद्ध किया है।
समत्व - बुद्धि और अहिंसा यह है दोनों का समन्वय । उसको हम जीवनमें उतारे तो हमारा बेड़ा पार है।
विनोबा
परंधाम, पवनार २२-२-१९४८
ગીતાદર્શન
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા |
દિ કડક
છે.
આમુખ..
વિનોબા પ્રસ્તાવના પ્રથમ આવૃત્તિ........ ...........સંતબાલા પ્રસ્તાવના બીજી આવૃત્તિ પ્રસંગે.......................સંતબાલ
ગીતાદર્શન: ભાગ પહેલો અધ્યાય પહેલો
૧ થી ૩૪ અધ્યાય બીજો
૩૫ થી ૧૨૩ અધ્યાય ત્રીજો
૧૨૫ થી ૧૮૨ અધ્યાય ચોથો
૧૮૩ થી ૨૩૦ અધ્યાય પાંચમો
૨૩૧ થી ૨૬૮ અધ્યાય છaો
૨૯ થી ૩૧૨ ગીતાદર્શનઃ ભાગ બીજો પ્રાસ્તાવિક
૩૧૩ ૭. અધ્યાય સાતમો ................................................. ૩૧૫ થી ૩૩૮ ૮. અધ્યાય આઠમો ........
૩૩૯થી ૩૬૩ ૯. અધ્યાય નવમો .......................
૩૬૪થી ૩૯૧ ૧૦. અધ્યાય દસમો
૩૯૨ થી ૪૧૫ ૧૧. અધ્યાય અગિયારમો
૪૧થી ૪૪પ ૧૨. અધ્યાય બારમો ••••••••••
૪૪૬થી ૪૬૩ ૧૩. અધ્યાય તેરમો ..........................
૪૬૪થી ૪૮૫ ૧૪. અધ્યાય ચૌદમો
૪૮૬ થી ૫૦૩ ૧૫. અધ્યાય પંદરમો
૫૦૪ થી ૫૧૮ ૧૪. અધ્યાય સોળમો
૫૧૯થી ૫૪૧ ૧૭. અધ્યાય સત્તરમો
૫૪૨ થી પ૬૯ ૧૮. અધ્યાય અઢારમો .................................................
પ૭૦ થી ૪૦ સમગ્ર ઉપસંહાર
૬૪૧ થી ૬૭૩ અઢારે અધ્યાયોની સંગતિ..
૬૭૪ થી ૬૮૫ પરિશિષ્ટ ....................... • • • • • • • • • •
૬૮ થી ૭૦૬
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ગીતાદર્શન
Page #7
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિવૃવાત્સલ્ય (પાક્ષિક).
(સ્થાપના : ૧૯૪૭)
વિશ્વવાત્સલ્ય' પાક્ષિક છેલ્લાં ૪૯ વર્ષથી નિયમિત રીતે
મુનિશ્રીના વિચારોને વહન કરતું વિચારપત્ર છે. તેમાં મુનિશ્રીના ધર્મદષ્ટિએ સમાજરચનાના પ્રયોગ ઉપરાંત -
અનુબંધ વિચારધારાનો – સમાજના તમામ સ્તરનાં નૈતિક અને આધ્યાત્મિક બળો સાથે સંકલન, સમન્વય અને
સહયોગનો પ્રેરણાદાયી પુરુષાર્થ રહ્યો છે.
આજીવન લવાજમ રૂપિયા પાંચસો ભરનારને મુનિશ્રીનાં પ્રગટ થતાં પુસ્તકો
ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
વિશ્વવાત્સલ્ય કાર્યાલય હઠીભાઈની વાડી, દિલ્હી દરવાજા બહાર
અમદાવાદ-૩૮૧૦૪૭
ગીતાદર્શન
Page #8
--------------------------------------------------------------------------
________________
% મૈયા ગીતાના બીજા ગ્રંથ અંગે સવિશેષ બે બોલ ગીતાના છઠ્ઠા અધ્યાયને અંતે જોયું કે જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી ભરેલો યોગ સાધનાર યોગી સર્વોત્તમ છે. પ્રથમ ગ્રંથમાં કુલ્લે છ અધ્યાયો આવી ગયા છે. એ છ અધ્યાયોમાં જ્ઞાન, કર્મ અને ભકિતની વાતો જરૂર આવે છે; પરંતુ તેમાં વિશેષતા કર્મયોગને અપાઈ છે. અર્જુન એક જિજ્ઞાસુ સાધક હતો. તેની સામે ધર્મ રૂપે આવી પડેલું યુદ્ધ એ કર્મ હતું. યુદ્ધ પણ ભાઈઓ ભાઈઓ વચ્ચેનું હોવાથી તથા યુદ્ધમાં વડીલો અને ગુરુજનો સુધ્ધાં હોવાથી લાગણીઓનો સવાલ સારી પેઠે ઊભો થાય તેમ હતું. આ યુદ્ધ માત્ર વાણી ઠંદ્ર નહોતું પણ શસ્ત્રદ્ધતું હતું. લોહીની નીકો વહે તેવું હતું. આવા વિચિત્ર સંયોગોમાં પણ લાગણીઓને આડે આવવા દીધા વગર કર્તવ્ય ભાવે ચાલ્યા જવું, એ નાનીસૂની વાત ન હતી.
ગીતાના પ્રથમ ભાગના છ અધ્યાયો એ ખ્યાલ આપી જાય છે કે જિજ્ઞાસુ સાધકે કર્મયોગમાં મનને પ્રથમ મક્કમ કરવું જોઈએ. જો તે પહેલેથી જ જ્ઞાનમાર્ગમાં તણાઈ જાય તો કાં તો તેને જ્ઞાનમાર્ગ છોડીને કર્મયોગમાં આવવું જ પડે અથવા જ્ઞાનમાર્ગનો મૂળ પાયો કાચો રહેવાથી વિકાસને બદલે પતન થઈ
જાય.
એકલા કર્મથી પણ કાંઈ પતે નહીં, કર્મયોગ પછીથી જિજ્ઞાસુ સાધક માટે ભકિત જોઈએ. આ છ અધ્યાયોમાં આત્મા, પરમાત્મા અને જગતની સચરાચર સૃષ્ટિની વાતો જરૂર આવે છે; પરંતુ છેવટે તો એ બધાનું લક્ષ્ય ભક્તિ યોગ તરફ છે અને તે પણ વ્યકત થતા ઈશ્વર તરફના ભક્તિ યોગ તરફ છે. (૧) જ્ઞાન વિજ્ઞાન યોગ (૨) અક્ષર બ્રહ્મયોગ (૩) રાજવિદ્યારાજગુહ્યયોગ (૪) વિભૂતિયોગ (૫) વિશ્વરૂપ દર્શનયોગ (૬) ભકિતયોગ. એ છયે અધ્યાયોમાં અનેક બાબતો દેખાય છે, પણ શ્રીકૃષ્ણ ગુરુદેવ અર્જુનનું ધ્યાન - .. મત્પરમાં ભક્તા સ્ત”તીવ મે પ્રિયાઃ' એટલે કે મને જે અજોડ માનીને ભજે છે, તે જ ભકતો મને ઘણા વહાલા છે, – એ તરફ દોરી જાય છે.
જોકે દિવ્યચક્ષુ આપીને ભગવાન કૃષ્ણ પોતાનો ઈશ્વરીયોગ બતાવી દે છે, પણ એ યોગ આંખે ન દેખાય, તો યે જો નિસ્પૃહી અને સત્ય નિષ્ઠ ગુરુદેવ હોય તો ત્યાં તેમના અનુભવો ઉપર શ્રદ્ધા રાખીને ચાલવામાં સાચા અને જિજ્ઞાસુ સાધક
Page #9
--------------------------------------------------------------------------
________________
માટે હાનિ થવાનો ભય નથી. આ દષ્ટિએ જ નીચેનો દૂહો ઉપયોગી થશે.
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કિસકો લાગું પાય;
બલિહારી ગુરુદેવકી, જિન્હેં ગોવિંદ દિયો બતાય. સાથોસાથ નીચેનો દૂહો પણ અહીં ભૂલવો જોઈતો નથી જ.
ગુરુલોભી શિષ્ય લાલચુ, દોનોં ખેલે દાવ;
બૂડે બેચારે બાપડે, બૈઠ પથ્થરકી નાવ. આ દષ્ટિએ જ ગુરુ અને શિષ્યનાં ગુણવાચી વિશેષણો ઉપર મૂકયાં છે. આ દેશમાં જેમ નગુરાનો વિશ્વાસ કરવાની ના કહી છે.” તેમ આંધળા ગુરુવાદનાં અનિષ્ટોએ પણ અનર્થો કરવામાં હદ રાખી નથી.” આમ છતાં માર્ગદર્શક ભોમિયાની વિકાસમાર્ગમાં અનિવાર્ય જરૂર સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી. વિરલ સાધકો એવા પણ નીકળે છે કે જેઓને બહારના માર્ગદર્શકની જરૂર નથી પડતી; તેઓ પોતાના ઊંડા અંતરાત્માને જ પોતાનો માર્ગદર્શક બનાવી મૂકે છે. કોઈપણ જાતનું માર્ગદર્શન સ્વીકારો, પણ અંદરથી કે બહારથી અથવા અંદર તથા બહાર બંને તરફથી સમજપૂર્વકનું માર્ગદર્શન જોઈએ જ, એ વિષે બે મત ન હોઈ શકે.
આશા છે કે વિશ્વવાત્સલ્ય”ના વાચકોને આ ગ્રંથથી જ્ઞાનલાભ મળશે અને અનુભવનો લહાવો લૂંટવા તેઓ ઉત્સાહિત થઈ આગળ વધશે. બાપુ જન્મ તારીખઃ ગાંધી જયંતી
'સંતબાલ” આદરોડા, તા. ૨-૧૦-૧૭
Page #10
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શના
અધ્યાય સાતમો
ઉપોદ્દઘાત ઘણા સાધકો શ્રદ્ધાળુ હોય છે. જ્ઞાનની તાલાવેલી ધરાવનારા જિજ્ઞાસુ હોય છે. અમુક હદનું જીવનશોધન અને એને લીધે થયેલો વિકાસ પણ એમનામાં હોય છે, છતાં પોતાની મેળે બહુ સ્થિર પુરુષાર્થ નથી કરી શકતા, પરંતુ જે પાત્ર પરત્વે પોતાની શ્રદ્ધા હોય, તે દોરે તે માર્ગે શ્રદ્ધાબળને લીધે માથું કોરે મૂકીને મળી શકે છે. તેવા સાધકોને ગુરુની ભારે અગત્ય છે. અર્જુન એવી કોટિમાંનો જ એક સાધક હતો. એની જિજ્ઞાસા, શ્રદ્ધા અને અર્પણની અહીં લગી કસોટી કર્યા બાદ જ્યારે શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા કે ગુરુદેવને અંતરાત્મા સાથે સમર્પણ કરી શ્રદ્ધાપૂર્વક ભજે છે તે શ્રદ્ધાળુ ભક્ત અલ્પ પ્રયત્ન પણ આ યોગ પામે છે. જો કે મનની સાવ અસ્થિરતા તો ન જ ચાલે. પણ સામાન્ય પ્રકારની સ્થિરતા હોય તોયે ગુરુદેવની દોરવણી પર વફાદારીથી વળગીને ચાલનાર ઉચ્ચ કોટિનો ઉપાસક જન્મ જન્માંતરે પણ મોક્ષ મેળવનાર થાય છે. અને એનું આદરેલું અધવચ રહેતું નથી, તેમજ કરેલું કશુંય અફળ જતું નથી.
આ વચનો સાંભળતાં જ અર્જુનની દષ્ટિ શ્રીકૃષ્ણચંદ્ર પર ઠરી ગઈ. આ વખતની એની તન્મયતા જોઈ શ્રીકૃષ્ણચંદ્રજી ભારે ખુશ થઈ ગયા.
પણ ગુરુદેવ એટલે કોઈ શ્રદ્ધાપાત્ર પુરુષનો દેહ જ ન સમજી બેસે ! અહીં અર્જુન પણ શ્રીકૃણચંદ્રના શરીરને જ માથે એ સમર્પણ ન કરી નાખે તે સાર હવે શ્રીકૃષ્ણચંદ્રને માથે મોટી જવાબદારી આવે છે. ગયા અધ્યાયમાં જ્ઞાનવિજ્ઞાન તૃપ્તાત્મા” એવું જે યુક્તયોગીનું વિશેષણ હતું, તેવા જ યુક્તયોગી અને અર્જુનના ગુરુદેવ, શ્રીકૃષ્ણચંદ્ર મહાત્મા છે. એટલે હવે તેઓને માથે ફરજ હોઈને તેઓ જાતે જ પોતાના સ્થૂળ દેહની પાછળ પોતાનું આત્મજીવન કેવું છે એ સ્વરૂપજ્ઞાન; અને આત્મા સાથે જોડાયેલાં જગતજીવન અને અન્ય જીવજીવનનો, ક્યાં, કેટલો અને કેવા પ્રકારનો સંબંધ છે, તે સ્વરૂપવિજ્ઞાન સમજાવે છે, આથી જ આ અધ્યાયનું નામ – "જ્ઞાનવિજ્ઞાન યોગ” બંધ બેસતું છે. અત્યાર લગી વ્યકિત જીવન અને આત્મજીવનની વાતો તો આવી, પણ હવેથી વિશ્વજીવનની વાતો અને
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ગીતા દર્શન
વ્યકિતજીવન તથા આત્મજીવન પાછળ કાર્ય કરી રહેલાં બળોનો ખ્યાલ આપવામાં આવશે. એટલે આ રીતે પણ આ અઘ્યાય મહત્ત્વનો છે. ગીતા મૌલિક છતાં નવીન અને વિસ્તૃતરૂપ પકડવું અહીંથી શરૂ કરે છે. જ્યાં જ્યાં શ્રીકૃષ્ણચંદ્ર 'હું'નો પ્રયોગ કરે, ત્યાં 'હું' શબ્દથી ‘અંતરાત્મા’ સમજવો.
આ રીતે વિચારતાં પ્રત્યેક સાધકને પોતામાં કે બહાર ગુરુ જરૂર મળી રહેશે, અને શ્રીકૃષ્ણચંદ્રજીના 'હું' પ્રયોગથી જરાય નવાઈ કે અતિશયોકિત પણ નહિ લાગે. ઉપરાંત ઈશ્વર જગતનો કર્તા નથી એમ પાંચમા અઘ્યાયમાં કહ્યું છે તે, અને હવે 'હું' જ જગતનું અને જીવનનું પ્રભવસ્થળ અને પ્રલયસ્થાન છું, એ બે વચ્ચે વાસ્તવિકતાયે વિરોધ નહિ લાગે.
પુકિત કરીને આપણે કહીશું કે 'હું’ના પ્રયોગથી કોઈ ન ચમકે ! 'હું'નો પ્રયોગ અભિમાનજન્ય હોય ત્યાં બાધક છે, પણ 'હું'નો પ્રયોગ આત્માર્થમાં હોય તો તે બાધક ન થતાં ઊલટો સાધક છે. દા.ત. "સો‘હમ્”
પરંતુ આ બધું અનુભવ્યા વિના શ્રદ્ધા દૃઢ ન બને એ દેખીતું છે, એ માટે જ આ અઘ્યાયમાં "આત્મા શું, જગત શું, અને તે બે વચ્ચેનો સંબંધ કેવો ? સંસારનું કારણ શું ? નરાધમો આત્માને કયા કારણે નથી ભજી શકતા, અને નરસાધકો કયા કારણે અને કઈ રીતે પ્રભુને નામે કે દેવતાને નામે આત્માને ભજી શકે છે ? ભજનારાઓમાં કોણ શ્રેષ્ઠ છે અને તે પૈકી પણ કયા જ્ઞાનીનું જ્ઞાન અંતકાળેપ્રયાણ વખતે પણ સ્થિર ટકી રહે છે” એ હવે જોઈએ.
सप्तमोऽध्यायः
અઘ્યાય ૭ મો
श्रीकृष्ण उवाच ।
मय्यासक्तमनाः पार्थ योगं युंजन्मदाश्रयः
1
|| ૧ ||
1
असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानमिदं वक्ष्याम्यशेषतः यज्ज्ञात्वा नेह भूयोऽन्यज्ज्ञातव्यमवशिष्यते ॥ २ ॥ मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ ३ ॥
1
Page #12
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૧૭
શ્રીકૃષ્ણ બોલ્યા : ચોંટયું મન હુંમાં, મારે આશ્રયે યોગ યોજતો; પાર્થ ! પૂરો મને નક્કી, જેમ જાણીશ તે સૂણ. ૧ વિજ્ઞાનયુકત આ જ્ઞાન, પૂર્ણપણે કહું તને, જે જાણ્યથી પછી લોકે, બીજાં રે” કે ન જાણવું. ૨ સિદ્ધિ સારુ મથે કોઈ, હજારો માનવી મહીં;
મથતા સિદ્ધમાંથી કો, તત્ત્વથી જાણતો મને. ૩ હે (પૃથાના પુત્ર) પાર્થ! (તારા મનની આસકિત બીજી રીતે નહિ જાય તોયે કંઈ વાંધો નથી. એ મનની આસકિતને મારામાં જોડી દે અને બીજું કંઈ ન કરી શકે તો) મને વળગી જા. એમ કરવાથી) મને પૂરેપૂરો તું કેમ જાણી શકીશ તે (હું હવે તને કહું છું) સાંભળ.
(મને પૂરેપૂરો જાણવો એટલે મારાં આ સ્થળ કાર્યો કે શરીરની ઓળખાણ કરવી એમ રખે સમજતો ! પાર્થ, એ રીતે તો તું મને નખથી શિખા લગી જાણે છે જ, પરંતુ મારી બીજી બાજુ તારાથી સાવ અજાણી છે. તે બાજુ અંતરના વિકાસ પછી જ જાણી શકાય છે. પણ હવે તો તારી એ બાજુ સમજવાની યોગ્યતા મેં જોઈ લીધી છે. એટલે જ) વિજ્ઞાન સહિત આ જ્ઞાન હું તને (વાણીમાં કહી શકાય તે રીતે, પ્રેરણાપૂર્વક) પૂરેપૂરી રીતે કહીશ કે જે જાણ્યા પછી જગતમાં બીજાં કશું જાણવાનું બાકી નહિ રહે. (તત્ત્વથી મને જાણી લીધો-એટલે કે યથાર્થ રીતે આત્માને ઓળખી લીધો હોય તો ચારિત્ર આપોઆપ આવે છે. બોલ, પછી બાકી શું રહ્યું? માટે જ કહું છું:પરંતપ ! હજારો મનુષ્યો પૈકી કોઈ વિરલ જ આવી સિદ્ધિ સારુ (આત્મસિદ્ધિ માટે) પ્રયત્ન કરે છે. બાકી તો મોટો ભાગ લૌકિક સિદ્ધિના ફંદામાં જ ફસ્યો રહે છે. અને કેટલાક તો આળસુનો પીર જ હોય છે.)
હવે, આત્મસિદ્ધિ સારુ પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને વાસ્તવિક રીતે-ખરેખરી રીતે-ઓળખી શકે છે. એવી મહાપ્રયત્ન પછી પ્રાપ્ત થતી 4 આજે તારી આગળ કહું છું. સાંભળ).
નોંધઃ આપણે ઉપોદ્દઘાતમાં કહી ગયા, એ રીતે જવાબદારીપૂર્વક શ્રીકૃષ્ણચંદ્ર (જ્ઞાનવિજ્ઞાન યોગ” શરૂ કરે છે, અને અર્જુન એકચિત્તે એકાકાર થઈને સાંભળે છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ગીતા દર્શન
પ્રેરક સદ્ગુરુની ખૂબી જ એ છે કે તે પોતાના સાધક શિષ્યના આત્મા ઉપર સૌથી પ્રથમ તો (એ) કાબૂ જ જમાવી દે છે.
આમ અર્જુનની બુદ્ધિને થકવીને ખૂબ ભૂખ લાગ્યા પછી શ્રીકૃષ્ણચંદ્ર એના અંતરને પોતાના કાબૂમાં લઈને વિજ્ઞાન સહિત જ્ઞાનનો દિવ્યપ્રસાદ પીરસે છે. भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरे व च । अहंकार इतीयं मे मिन्ना प्रकृतिरष्टधा ॥ ४ ॥ अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे पराम् । जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतधोनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा ॥ ६ ॥ मत्तः परतरं नाऽन्यत् किंचिदस्ति धनंजय |
|| પુ ||
I
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव || ૭ || ભુ, પાણી, અગ્નિ ને વાયુ, આકાશ, મન, ને મતિ, અહંકાર મળી આઠ, આ મારી ભિન્ન પ્રકૃતિ. ૪ એ અપરા થકી બીજી પરા પ્રકૃતિ જાણ તું જીવરૂપી, મહાબાહુ ! જેથી નભતું આ જગત્. ૫ સર્વે ભૂતો તણી યોનિ, એ બન્નેને જ જાણ તું; એ રીતે સર્વ સૃષ્ટિનાં, ઉત્પત્તિલય હું જ છું. ૬ મારા થકી પરું બીજું નથી કાંઈ ધનંજય; ગૂંથાયું સર્વ મારામાં, સૂત્રમાં મણકાસમું.
૭
ધનંજય ! (પ્રકૃતિ અને પુરુષ-આ બે ભેદ પાડીએ તો આ જગતમાં બે જ તત્ત્વો છે. પરંતુ પુરુષમાંય વળી પાછા બે ભેદ પડે છે. (૧) જીવાત્મા અને (૨) પરમાત્મા. પણ હું તો તને બીજી રીતે સમજાવવા માગું છું. વેદાંત જેમ એક આત્મા કહે છે, તેમ આત્મા જ્ઞાનદષ્ટિએ સર્વત્ર એકસરખો છે. અને હું મારી જે બીજી બાજુ કહું છું – તે આત્મારૂપ જ છે. એટલે કે એ આત્મા તો સર્વ સ્થળે છે, છે ને છે જ. કોઈ પણ સંયોગમાં તે પોતાના સ્વરૂપને તજતો જ નથી. એ આત્મારૂપ સૂત્રમાં મણકાની જેમ જોડાયેલા બીજાં બે તત્ત્વો પણ છે. એને બે પ્રકારની
Page #14
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
પ્રકૃતિઓ તરીકે હું તને ઓળખાવું છું. એમાંની એક અપરા પ્રકૃતિ છે કે જેનો સંબંધ બહારનાં તત્ત્વો સાથે છે, અને બીજી પરા પ્રકૃતિ છે, જેનો સંબંધ સીધો આત્મા સાથે છે. આ પરા પ્રકૃતિને જીવરૂપે સમજવામાં પણ હરકત નથી. બસ, આ બે પ્રકૃતિઓમાં જ જગતમાં દેખાતાં બધાં તત્ત્વનો સમાવેશ થાય છે, અને અગાઉ કહી ગયો તેમ એ બે પ્રકૃતિઓ આત્મા સાથે જોડાયેલી છે, એટલે એ વિશુદ્ધ આત્માથી ઊંચું બીજું કોઈ જ તત્ત્વ નથી. એટલે આત્મા મૂળે તો સદા હસ્તીવાળું તત્ત્વ છે, પણ આ પ્રકૃતિઓનાં જગતમાં દૃષ્ટિગોચર થતાં જન્મ-મરણનાં અથવા તો ઉત્પત્તિ-લયનાં પરિવર્તનોને લીધે એને જગત-અપેક્ષાએ ઉત્પતિ-લયાત્મક પણ કહી શકાય. આ દૃષ્ટિએ જ ઉત્પત્તિ, સ્થિતિ, અને લયવાળું જે તત્ત્વ-તે પણ સત્ કહેવાય છે. આ વાતને જરા ખુલાસાવાર કહું છું.) પૃથ્વી, પાણી, તેજ, આકાશ, મન, બુદ્ધિ, અને અહંકાર; એમ આઠ પ્રકારની મારી ભિન્ન પ્રકૃતિનું નામ અપરા પ્રકૃતિ છે. (આ પ્રકૃતિ મારાથી નોખી છે અને નીચી કોટિની છે) એ અપરા પ્રકૃતિ કરતાં બીજી એક જીવરૂપી પરા પ્રકૃતિ છે. (આ પ્રકૃતિ મારાથી નોખી નથી) એના આધારે આ જગત ટકી રહ્યું છે. (આનો અર્થ એ કે અભિમાન મરતાં સંસાર ગયો જ સમજવો !)
વાયુ,
જ
૩૧૯
આ અપરા અને પરા બે પ્રકૃતિ (જ સર્વ પ્રાણીમાત્રમાં કાર્ય કરી રહી છે. તેથી તે બન્ને) ભૂતમાત્રની યોનિરૂપ છે, આ વાતને બરાબર સમજી લે.
(હવે તું સમજી ગયો હોઈશ કે આ દૃષ્ટિએ) આ આખા જગતનાં જન્મ-પ્રલય પણ (જન્મવા મરવા કારણમાં પણ) હું (આત્મા) જ છું. (અર્થાત્ આત્મા ન હોય તો એકલું જડ જીવન ધારણ કરી શકે જ નહિ, અને જ્યાં જીવન નહિ ત્યાં મૃત્યુ તો હોય જ શાનું !)
આ રીતે મારાથી ઊંચું બીજું કોઈ તત્ત્વ છે જ નહિ. (આત્મા જ સર્વશ્રેષ્ઠ છે.) અને જેમ સૂત્રમાં મણકા પરોવાયેલા હોય છે, તેમ મારામાં (આત્મા સાથે) આ બધું પરોવાયેલું છે.
નોંધ : આપણે ઉપલી બીનાને જૈનસૂત્રદૃષ્ટિની સાથે સરખાવવા યત્ન કરીશું. સાંધ્યદષ્ટિએ જીવ અને અજીવ એ બે જ તત્ત્વો છે. પણ અજીવના-પુદ્ગલ, આકાશ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એમ ચાર ભેદ પડે છે. આમ જીવ અને બીજા ચાર અજીવના ભેદો મળી કુલ્લે પાંચ અસ્તિકાયો આ લોકમાં છે. રાગદ્વેષવશાત્ જીવમાં કર્મપુદ્ગલો સ્થાન પામે છે અને તેથી
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ગીતા દર્શન
સંસારબંધન થાય છે એમ તે કહે છે, અને તેથી કર્મસંગી જીવ કર્તા-ભોકતા બને છે એમ પ્રતિપાદન કરે છે. સાંખ્યની જેમ આત્મા ફૂટસ્થ નિત્ય છે એમ કહીને તે વિરમતું નથી. સાંખ્ય તો પ્રકૃતિ-અથવા મહતમાંથી બુદ્ધિ, અહંકાર, મન, દશ ઈન્દ્રિયો, પાંચ મહા ભૂતો, અને પાંચ વિષયો મળી ચોવીસ ઉપરાંત એક આત્મા, એમ પચ્ચીસ તત્ત્વો-માં માને છે. વેદાંતમાં વળી આગળ જતાં ઈચ્છાષાદિ ઉમેરીને બત્રીસ તત્ત્વો તરીકે લેવાં પડયાં છે. ગીતામાં પણ તેરમા અધ્યાયમાં એનો ઉલ્લેખ છે. નૈયાયિક-વૈશેષિકોને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય વિશેષ, સમવાયાદિ સાત પદાર્થો અને વધુમાં સોળ તત્ત્વો લેવાં પડયાં છે. જ્યારે જૈનસૂત્રો આ બધાને મૂળ બે અને વિસ્તારે પાંચમાં સમાવી દે છે. રાગદ્વેષ કયાંથી આવ્યાં? એના ઉત્તરમાં એ અનાદિ’ કહી દે છે. અને વાત પણ સાચી છે. એકલા તર્કોથી તત્ત્વો માપી શકાતાં જ નથી.
તો પછી જૈનદષ્ટિ અને ગીતાનો મેળ કેમ મળી શકે? એ સવાલનો ઉત્તર છે જ. ગીતા ભૂમિ, જળ, અનલ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારને અપરા પ્રકૃતિ કહે છે. પરંતુ એમાં રહેલા જીવ ભાવને વળી પરા પ્રકૃતિ કહે છે, તથા ભૂમિની ગંધ હું છું, જળનો રસ હું છું, એમ આગળ ઉપર કહેવા માગે છે એનો અર્થ જૈનપદ્ધતિએ આમ ઘટાડી શકાય કે "જ્યાં લગી જળમાં સ્વાભાવિક રસ છે, બીજું કોઈ શસ્ત્ર એ તત્ત્વને અચિત્ત નથી બનાવતું, ત્યાં લગી જળ સજીવ છે. પણ અગ્નિથી ઉકાળ્યું એટલે એ અજીવ બન્યું. એ જ રીતે પૃથ્વીનું પણ છે. દા.ત. પથ્થર ખાણમાં હોય કે મોટી પૃથ્વીના ગર્ભમાં હોય ત્યાં લગી તે સજીવ છે. પણ જ્યારે એને બહાર કાઢી અને એને આઘાત લાગ્યો કે એ અચેત-નિર્જીવ બની જાય છે. આ વસ્તુ તો વિજ્ઞાનસિદ્ધ પણ થઈ ચૂકી છે. જૈનસૂત્રો મન, અહંકાર, બુદ્ધિ, પ્રાણ, ચિત્ત, ઈન્દ્રિયો એ બધાંને જુદો નથી પાડતાં, પણ મનના અને ઈન્દ્રિયોના બે પ્રકાર કહ્યું છે. (૧) ભાવેન્દ્રિય (ર) દ્રવ્યેન્દ્રિય – મન અને બીજી ઈન્દ્રિયોને તે ઈન્દ્રિય જ માને છે. ભાવેન્દ્રિયનો સંબંધ જીવ સાથે વિશેષ છે, દ્રવ્યેન્દ્રિયનો સંબંધ પુગલ-જડ પરમાણુ-સાથે વિશેષ છે.
આહાર લેવો, લાગણી અનુભવવી, મૈથુન સંજ્ઞા હોવી તથા પોતાની જાતિને વધારવી, એ બધાં સજીવનાં લક્ષણો છે. અને તે સચેત પૃથ્વી સાત જળ, સચેત અગ્નિ, સચેત વાયુ, અને સચેત વનસ્પતિમાં અવશ્ય હોય છે. પૃથ્વી જીવનોપયોગી છે અને જળ એનો ખોરાક છે. જળ જીવનોપયોગી છે અને અગ્નિ
Page #16
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૨૧
એનો ખોરાક છે. અગ્નિ જીવનોપયોગી છે અને વાયુ એનો ખોરાક છે. વાયુ છવનોપયોગી છે અને જળ એનો ખોરાક છે, વનસ્પતિ જીવનોપયોગી છે અને પૃથ્વી, જળ, પ્રકાશ, વાયુ વગેરે એનાં ખોરાકરૂપ છે.
આ બધા જીવો એક ચામડી વાળા જ છે. અને તેથી ગંધ, રસ, સ્પર્શ ઈત્યાદિ દ્વારા ઓળખી શકાય છે. ઓછામાં ઓછું સ્પર્શ દ્વારા તો બધાં તત્ત્વો જણાય છે.
આ રીતે વિચારતાં ગીતાની અપરા પ્રકૃતિ તે જૈનદષ્ટિએ જીવ સાથે સંબંધ ધરાવતું શરીર (ગીતાજીએ પણ આને ક્ષેત્ર કહ્યું છે) તેમજ ગીતાની પરા પ્રકૃતિ તે જીવ કે જે બહિરાત્મ સ્વરૂપે શરીનો સર્જક-સંહારક છે. અને ગીતાજીનું પરંતત્ત્વ અથવા શ્રીકૃષ્ણજી જેને ' કહીને ઓળખાવે છે તે જૈન દષ્ટિનો અંતરાત્મા. બસ, હવે પૂરો મેળ બેસી ગયો.
જીવ સાથે સંબંધ ધરાવતા શરીરમાં પૃથ્વી, પાણી, તેજ તથા વાયુ; એ ચારે અથવા તે પૈકીનું છેવટ એકાદ તત્ત્વ પણ હોય જ છે. આકાશ તો સર્વત્ર છે જ.
મન, બુદ્ધિ અને અહંકાર પણ વ્યક્ત કે અવ્યક્ત સર્વ દેહધારીમાં છે જ.
સમયસારના કર્તા કુંદકુંદાચાર્ય જૈન મુનિ જ હતા. એમણે સમયનો અર્થ જીવ કર્યો છે, અને એ જીવની બે બાજુ કહી છે. (૧) સ્વસમય (૨) પરસમય.
જીવ પોતાના મૂળ સ્વભાવમાં-ગીતાની પરિભાષામાં કહીએ તો જ્યારે પર સ્વભાવમાં હોય છે ત્યારે તે સ્વસમય છે, અને જ્યારે પુદ્ગલ કર્મપ્રદેશમાંગીતાના શબ્દમાં કહીએ તો અપરા પ્રકૃતિમાં માયાને વશ થઈને-સ્થિત હોય છે ત્યારે તે પર સમય કહેવાય છે – આ રીતે એમાંથી આબેહુબ ગીતાને બંધ બેસતો અર્થ નીકળે છે.
આત્માનો પ્રકાશ ન હોત તો જગતની હસ્તી જ ક્યાં હતી ! પણ આસકિત અગર મોહને લીધે આત્મા પોતાના મૂળ સ્વભાવનું ભાન ભૂલી-પરા અને અપરા પ્રકૃતિ સાથે, અથવા જૈન પરિભાષા પ્રમાણે બહિરાત્મભાવે, કર્મપુદ્ગલના સંગ સાથે-રમત રમવા બેસી ગયો ત્યાં જ સંસારનું મંડાણ. આથી સર્વ સૃષ્ટિના મૂળ કારણમાં જીવ અને કર્મ અથવા પરા અને અપરા પ્રકૃતિ જ છે. ‘હું જનું છું હું મરું છું” એ ભાન પણ અહંકારને લીધે છે. અને તે અંતરાત્મા સાથે સંબંધિત છે.
છતાં શ્રીકૃષ્ણ ગુરુજી જેમ કહે છે તેમ એ સંબંધ સૂત્રમાં મણકા જેવો છે, એટલે
Page #17
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
કે જુદો કરી શકાય તેવો છે. ઘડામાં માટી જેવો નથી કે જે જુદો કરી જ ન શકાય. આ ખૂબીને લીધે જ પુરુષાર્થને અદ્ભુત સ્થાન છે, પણ ભૂમિકા તૈયાર થયા વિના પુરુષાર્થને બદલે પુરુષાનર્થ થવાનો વધુ સંભવ હોઈને આ અઘ્યાયમાં સમર્પણની કિંમત વધુ આંકી છે, અને આંકવા માગે છે. હવે આગળ શું કહે છે તે જોઈએ.
૩૨૨
I
रसोऽहमप्सु कौन्तेय, प्रमाऽस्मि शशिसूर्ययोः । प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु ॥ ८ ॥ पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मिविभावसौ । जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ]] ↑ || बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् । बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् || ૧૦ || बलं बलवतां चाहं कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षम् ॥ ११ ॥ જળે રસ હું, કૌંતેયે ! પ્રભા હું ચંદ્રસૂર્યમાં; શબ્દ આભે, નરે નૃત્વ, ૐકાર સર્વ વેદમાં. પવિત્ર ગંધ પૃથ્વીમાં, તેજ છું અગ્નિમાં વળી; જીવન સર્વ ભૂતોમાં, તપસ્વીઓ મહીં તપ. ૯ મને સૌ ભૂતનું બીજ પાર્થ ! જાણ સનાતન; બુદ્ધિ છું બુદ્ધિમાનોની, તેજ તેજસ્વીઓ તળ્યું. ૧૦ કામરાગવિહોણું હું બળ છું બળવંતનું; ધર્મને માન્ય એવો છું, કામ હું ભૂતમાત્રમાં.
८
૧૧
હે (કુંતીના પુત્ર) કૌતેય ! હું જળમાં રસ છું, ચંદ્રસૂર્યમાં પ્રભા છું, સર્વ વેદોમાં પ્રણવ (એટલે કે સર્વ શાસ્ત્રોમાં ૐકાર શ્રેષ્ઠ છે, તે) છું, આકાશમાં (આકાશનો ખ્યાલ શબ્દથી જ આવે છે કારણ કે જગ્યા ખાલી ન હોય ત્યાં શબ્દ હોઈ શકે જ નહિ. માટે આકાશમાં) શબ્દ હું છું તથા નરોમાં પુરુષાતન પણ હું જ છું.
(તે જ રીતે વળી) પૃથ્વીમાં પવિત્ર ગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું, સર્વભૂતોમાં (જે જીવન દેખાય છે તે) જીવન હું છું, તપસ્વીઓમાં તપ હું છું અને સર્વ ભૂતોનું સનાતન બીજ પણ હું છું. (વૈદિક સૂત્રોમાં મહાપ્રલયકાળ આવે છે
Page #18
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૨૩
ત્યારે કોઈપણ જાતના આકાર રહિત જે આ જગતનું અનાદિ અને સ્વત:સિદ્ધ બીજ રહે છે એમ કહેવાય તે દષ્ટિએ સનાતન બીજ હું છું.) એમ છે (પૃથાના પુત્ર) પાર્થ! તું સમજી લે. બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ પણ હું છું.
ઉપરાંત બળવંતોમાં કામ અને રાગ રહિત, વધુ શું કહ્યું, હે ભરતકુલમાં શ્રેષ્ઠ એવા) ભરતષભ ! ધર્મથી અવિરુદ્ધ એવો પ્રાણીઓમાં રહેલો કામ પણ હું છું.
નોંધ : પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં તથા ચંદ્ર-સૂર્યમાં ચેતના છે એ વાત અગાઉ કહેવાઈ ગઈ છે. એ દષ્ટિએ જૈનસૂત્રો ગીતા સાથે મળતાં આવે છે. બાકી રસ અને ગંધ એ તો વિષયો છે અને તે તો અજીવ છે. આ વાતને ગીતાના તેરમા અધ્યાયમાં ખુદ શ્રીકૃષ્ણજી જ કહે છે. શબ્દ પોતે વિષય છે પણ જે શરીરમાં ચેતન બિરાજે છે ત્યાં રહેલા આકાશમાં જે શબ્દ થાય છે તે ચેતનના બળે થાય છે. પન્નવણાજી જૈનસૂત્રમાં પણ એ સચેતન શબ્દની શકિત એટલી બધી બતાવી છે કે લોકાંતમાં (લોકના છેડા સુધી) તે ફરી વળે છે. એનો આદિ જીવથી છે અને એની યોનિ શરીર છે. ગીતા પણ એમ જ કહે છે. સર્વ વેદોમાં ૐકારનો મહિમા છે, તેમ જૈનસૂત્રોમાં પણ છે જ. દિગંબરો તો માને છે કે તીર્થકરની વાણીમાં ૐકારનો ધ્વનિ ઊઠે છે, અને મનુષ્ય, પશુ, પ્રાણી સહુ પોતપોતાની ભાષામાં એ ભાવ ધ્વનિ સમજી જાય છે.
પુરુષના પુરુષાતનમાં-વીર્યમાં-આત્માનું જ ઓજસ છે એમાં કોણ ના કહી શકે તેમ છે? સર્વ ભૂતોમાં જીવનક્રિયા પણ આત્મા હોય ત્યાં લગી જ હોય છે. આત્મા ગયો કે તે જ ક્ષણે મૃત દશા. તપસ્વીઓનું તપ પણ આત્મપ્રેરણાથી જ થાય છે, નહિ તો મનભાવતા પદાર્થો સામે હોય, શરીર તંદુરસ્ત હોય, અને ભૂખ પણ હોય તો નિરાહારી કેમ રહી શકાય ! ઈચ્છાઓનો નિરોધ પ્રભુદયા વિના અસુલભ છે.
અહીં બે નવીન અને સુંદર વાત કહી છે. એક તો એ કે બલવાનોમાં હું બળરૂપ છું, પણ તે કામરાગ વિહીન ! આનો અર્થ એ થયો કે જે બળ પાછળ કામ અને રાગ હોય છે તે બળ પશુબળ છે. હિંસા અને અનર્થ એવા બળે જ થવાનાં. એટલે આત્માનો જેમાં પ્રકાશ છે એ બળ જ સાચું બળ છે, અને તે બળનો સદુપયોગ જીવન અને જગતના વિકાસ માટે અહિંસાના લક્ષ્ય જ થવાનો.
બીજી વાત એ કે કામ એટલે (સૃષ્ટિનું સ્વાભાવિક આકર્ષણ. આ આકર્ષણ ત્યાં લગી ક્ષમ્ય છે કે જો એ ધર્મથી અવિરુદ્ધ રહે ! એટલે કે બ્રહ્મચર્યના લક્ષ્ય ઊડતાં
Page #19
--------------------------------------------------------------------------
________________
૩૨૪
ગીતા દર્શન
પતિ-પત્ની કોઈવાર પ્રજોત્પત્તિના હેતુએ, મૂળગત સિદ્ધાંત છેક તૂટી ન પડે તે રીતે, મર્યાદિત છૂટ લે તો તે ક્ષમ્ય છે. એ છૂટ બહુ થાકેલાના વિસામાની-અને તે પણ સમાજ અને હૃદય બન્નેને વફાદાર રહીને હોય તો જ, નહિ કે ત્યાં જ પડી રહેવાની. આટલું લક્ષ્ય રહે એટલા સારુ શ્રીકૃષ્ણગુરુએ જાતે જ ખુલાસો કર્યો છે.
જૈનસૂત્રોમાં સંસારમાં રહેલા ગૃહસ્થને પણ ક્ષાયિક સમતિની પ્રાપ્તિ થઈ શકયાના ઉલ્લેખો છે. અપવાદે તો ઠેઠ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ સંભવે છે, પરંતુ એવા ગૃહસ્થો સાધુસંન્યાસી સંસ્થામાં ન ભળ્યા હોય એટલું જ. સાધુ હૃદયવાળા અને સર્વાગે બ્રહ્મચારી તો હોય જ, એ ન ભુલાવું જોઈએ. છતાંયે જૈનસૂત્રોએ સાધુસંસ્થાનો આદર્શ હમેશાં રાખ્યો છે, તે એટલા સારુ કે, "સંસારસુ સરસો રહે ને મન મેરી પાસ” એ દશા જનક-વિદેહી જેવા વિરલને ભાગે જ લખાયેલી છે. એમ વૈદિકસૂત્રો પણ શાખ પૂરે છે. આટલું પ્રસંગોચિત જાણીને વળી આપણે શ્રીકૃષ્ણગુરુના આશય તરફ વળીએ. હવે તેઓ કહે છે કે (વધુ તો શું કહ્યું પણ) મારા કહેવાનો મતલબ આ છે:
ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये । मत्त एवेति तान्विद्धि न त्वहं तेषु ते मयि ।।१२।। त्रिभिर्गुणमयैर्भावरे मिः सर्वमिदं जगत् । मोहितं नाभिजानाति मामेभ्यः परभव्ययम् ॥ १३ ॥ વળી જે ભાવ સાત્ત્વિક, રાજસી, તામસી બધા; જાણ તે છે જ મારાથી, હું માં તે, હું ન તે મહ. ૧૨ ત્રિગુણાત્મક ભાવોથી, મોહેલું સર્વ આ જગતું;
ન ઓળખે મને હું જે, સૌથી પર છું અવ્યયી. ૧૩ (ભારત! મેં તને જે જે કહ્યા છે, અને તે ઉપરાંત પણ છે) સાત્ત્વિક ભાવો છે તે બધા મારે લીધે છે. અને રાજસી તથા તામસી ભાવો છે, તે પણ (પ્રકારાંતરે) મારે લીધે જ છે. (એટલે રાજસી ભાવો કે જે સાત્વિકથી ઊતરતા છે, અને રાજસીથી ઊતરતા જે છેલ્લી કોટિના તામસિક ભાવો છે તે પણ ક્ષેત્રજ્ઞ (આત્મા)ની જ નબળી બાજુ છે. છતાંય તારે ન ભૂલવું જોઈએ કે એ વિકારો ભલે મારે લીધે હોવાથી) તેઓ મારામાં છે એમ પણ કહી શકાય. પણ હું તેઓમાં તો નથી જ. (એટલે કે આવા પ્રકૃતિજન્ય ભાવોને લીધે કંઈ આત્માએ મૂળ સ્વરૂપ ગુમાવ્યું
Page #20
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય સાતમો
નથી, પરંતુ આ વાત દીવા જેવી ચોખ્ખી હોવા છતાં આ ત્રિગુણી ભાવો વડે મોહેલું સધળું જગત એમ ઓળખી શકતું જ નથી કે (હું) આ (ત્રણે ભાવો)થી પર (નિરાળ અને શ્રેષ્ઠ છું, તથા અવિનાશી છું. (નાશવંત વસ્તુમાં જ કાયમી સુખ શોધવા રાત દહાડો વલખાં મારે છે, પડછાયા પાછળ જ માથાં ફોડે છે. કેવી નવાઈની વાત છે !)
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते
|| ૪ ||
અજબ ત્રિગુણાળી આ, મારી માયા જ દુસ્તર; જે મારે શરણે આવે, તે જ એને તરી શકે. ૧૪
૩૨૫
(ખરેખર અર્જુન ! એથી જ કહું છું કે) મારી ત્રણ ગુણવાળી માયા જ અજબ અને તરવામાં ઘણી મુશ્કેલ છે, પણ જેઓ મારું જ શરણું (અનન્ય ભાવે) સ્વીકારી લે છે, તે જરૂર એને તરી જાય છે.
નોંધ : વિકાર અને સંસ્કાર બધું આત્માને લીધે જ છે, પણ વિકાર એ આત્માની નબળી બાજુ છે, જ્યારે સંસ્કાર એની સબળી બાજુ છે. સબળી બાજુ જે જીવ વળે તે અવશ્ય સબળી અને નબળી બન્ને બાજુથી નિર્લેપ રહી શકે તેવી તટસ્થ આત્મદશા પામે એ સમજી શકાય છે. પણ સવાલ એ છે કે વિકાર એ નબળી બાજુ હોવા છતાં જીવ તેમાં કેમ જલદી ખેંચાય છે ? એનું કારણ એની અજ્ઞાનને લીધે પડી ગયેલી કુટેવ છે. શ્રીકૃષ્ણગુરુએ કહ્યું કે જેમ યોનિ સ્થાને ગર્ભસંયોગે ઊપજેલી ઓળ ગર્ભને પોતાને જ આવરી લે છે તેમ આત્મજન્ય મોહ એના જ સ્વરૂપ જ્ઞાનને આવરી લે છે. તેથી આ બધાના મૂળ કારણરૂપ આત્માતત્ત્વને તો તે ભૂલી જ જાય છે. શ્રીકૃષ્ણગુરુ તેથી કહે છે કે આ આત્માના પ્રભાવે જન્મેલી હોવા છતાં એ માયાને તરી જવી એ જીવને માટે ભારે મુશ્કેલ થઈ પડે છે. પરંતુ ત્યાં લગી જ એ મુશ્કેલ છે કે જ્યાં લગી એણે વિશુદ્ધ આત્માનું અંતઃકરણપૂર્વક શરણું લીધું નથી. જો એ એકમાત્ર એનું જ શરણું સ્વીકારી લે, તો પછી માયા તરવી જરાય મુશ્કેલ નથી. ભવસાગર એને માટે સૂકાઈ ગયેલો જ ભાસે છે.
આટલું વિચાર્યા પછી હવે સવાલ એ છે કે આત્માને શરણે કોણ કોણ આવે છે અને કોણ નથી આવતા. અને વળી તે શાથી નથી આવતા અને શાથી આવે છે. એ
Page #21
--------------------------------------------------------------------------
________________
૩૨
ગીતા દર્શન
વિષે શ્રીકૃષ્ણગુરુ પોતે જ ખુલાસો આપે છે.
'
|| ૧૧ ||
न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययाऽपह्यतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन । आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्ष ।। ૧૬ ।। ગુમાવી શાન માયાથી, આસુરી ભાવ પામિયા; તે મારે શરણે ના'વે, મૂઢ પાપી નરાધમો. ૧૫ ભજે પાર્થ ! મને લોકો, સત્કર્મી ચાર જાતના; દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાની ભરતર્ગભ ! ૧૬ (ઊજળા હૃદયવાળા) અર્જુન ! જે મનુષ્યોનું જ્ઞાન માયાવડે હરાઈ ગયું હોય છે તે આસુરી ભાવને શરણે ગયા હોય છે. (બોલ, એક મ્યાનમાં બે તલવાર રહે ખરી !)
તેવા દુરાચારી, મોહમૂઢ અને નરાધમો (નીચ) મારું શરણ સ્વીકારી શકતા નથી. (કારણ કે તેમ કરવા જતાં તેની અંદર રહેલો શેતાન આડો આવે છે, કુટેવોથી ટેવાયેલાં બુદ્ધિ, મન, પ્રાણ, ઈન્દ્રિયો પણ એને ઉપર જતાં અટકાવે છે.)
પરંતુ હે (આર્ય) અર્જુન ! ચાર જાતના સદાચારી લોકો મને ભજે છે. હે ભરતર્ષભ ! (ભારતકુળના ઉત્તમ પુરુષ) એ લોકો છે (૧) દુઃખી (૨) જિજ્ઞાસુ (૩) અથાર્થી અને (૪) જ્ઞાની.
નોંધ : શ્રીકૃષ્ણગુરુએ પંદરમા શ્લોકમાં એમ પણ સમજાવ્યું કે જે અજબ માયામાં ફસાઈ જાય છે તે ખરું જ્ઞાન ગુમાવી બેસે છે. જ્ઞાન ખોવાયું છે એનું પ્રમાણ એ કે એવા લોકો જંગાલિયતના વશીકરણમાં મુગ્ધ બની જાય છે તથા દુરાચારના અખાડા અને હલકટપણું એમને કોઠે પડી જાય છે. નીતિ, સદાચાર, કરુણા, પ્રેમ, ક્ષમા, સજ્જનતા ઈ. સદ્ગુણો એમનાથી સો ગાઉ છેટા રહે છે. જો
; આવા લોકો હૈયાના નબળા, ડરપોક અને વ્યાકુળ હોય છે, પણ કૃત્રિમ દાબ વડે તેઓ લાલચુ કે પામોના "દાદા" બની જાય છે. આવા લોકોમાં કોઈ અપવાદે એવા પણ હોય છે જે ઠીક નિશ્ચયબળ ધરાવતા હોય ! આવો અપવાદિત વર્ગ કોઈને કોઈ નિમિત્તે ચેતીને પોતાનો રાહ બદલે છે અને શકિતને સન્માર્ગે વાળી દે છે. તે વળે ત્યારે સૌથી આગળ નીકળી જાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૨૭
(૧) આ સિવાયના જે લોકો પ્રથમથી જ થોડે અંશે પાપભીરુ હોય છે તે સદાચાપ્રેમી પણ હોય છે. તેઓ પણ દુસ્તર માયામાં ઘણીવાર ગળકાં ખાવા માંડે છે. પણ કોઈ આઘાતજનક નિમિત્ત બને અથવા વિપદા આવી પડે કે તુરત પાછા વળી, આત્માને સંભારી, એ પંથે પગલાં પાડવા માંડે છે. મતલબ બે દુ:ખને નિમિત્તે એની મૂર્છા ઊડી જાય છે. આ પહેલા પ્રકારના ભકતની વાત થઈ.
(૨) બીજા પ્રકારમાં જિજ્ઞાસુનો સમાવેશ થાય છે. એટલે કે જેઓ વિદ્યાપ્રેમી હોય છે તથા સત્સંગ અને સદ્વાચન દ્વારા જ્ઞાનની પિપાસા ધરાવતાં છતાં યત્નમંદ હોય છે. આ પ્રકાર, પહેલા પ્રકાર કરતાં ઉચ્ચ કોટિનો છે.
(૩) ત્રીજા પ્રકારમાં અર્થાર્થીનો સમાવેશ થાય છે. અહીં અર્થનો રહસ્યાર્થ ધર્મવિહિત અર્થ લેવો, એટલે કે આ વર્ગ કોઈ પણ હેતુને મોખરે રાખી ભકિત કરનાર છે.
અતુકી ભકિત કરનાર કરતાં આ વર્ગ ઊતરતા દરજ્જાનો છે, છતાં જિજ્ઞાસુ કરતાં ઉપલે દરજ્જ હોવાનું કારણ એ છે કે આ વર્ગનો પુરુષાર્થ પ્રબળ હોય છે. છતાં જ્ઞાની કરતાં એ નીચેના દરજ્જાનો છે. કારણ એટલું કે જ્ઞાની હોય તે કશી કળેચ્છા રાખતો જ નથી. એથી તે કદી કોઈ સંયોગોમાં નિરાશ થતો નથી તેમ અભિમાન પણ એને પજવતું નથી. જ્યારે નીચલી ત્રણે કોટિમાં તરતમ માત્રામાં નિરાશા અને અભિમાનનો સંભવ છે.
(૪) હવે આપણે સમજી ગયા કે સૌથી શ્રેષ્ઠ ચોથો પ્રકાર તે જ્ઞાનીનો છે.
જુઓ; ગીતાકાર શ્રીકૃષ્ણમુખે જ જ્ઞાનીને પોતે શાથી વખાણે છે તેનાં કારણો આપે છે:
तेषां ज्ञानी नित्ययुक्त एकभक्तिर्विशिष्यते । प्रिया हि ज्ञानिनोऽत्यर्थमहं स च मम प्रियः ॥ १७ ॥ उदाराः सर्वएवैते ज्ञानी त्वात्मैव मे मतम् ।
રતઃ a fe યુનત્મા મામેવાનુત્તમાં તિમ્ | ૧૮ ! बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते
मामा पपद्यते । वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः ॥ १९ ।। તેમાં જ્ઞાની સદા યુકત અનન્ય ભકત શ્રેષ્ઠ છે; મને તે ખૂબ ચાહે છે, પ્રિય મારોય તે ઘણો.૧૭
Page #23
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ગીતા દર્શન
સૌએ સારા છતાં જ્ઞાની, મારો આત્મા જ મેં ગયો; રહેલો તે જ યુકતાત્મા - અજોડગતિ હું વિષે. ૧૮ ઘણા જન્મો પછી જ્ઞાની મને પ્રાપ્ત કરી શકે;
દુર્લભ તે મહાત્મા છે, જે જાણે વાસુદેવ સૌ.' ૧૯ (હે ધનંજય ! તે પૈકી જ્ઞાની છે, તે ચડિયાતો છે કારણ એ છે કે તે હમેશાં મારી ભકિતમાં જ જોડાયેલો રહે છે. તેથી જ કહું છું કે, તેઓમાંનો જે જ્ઞાની સદાયુક્ત (નિત્યયોગી-હમેશાં આત્માને વિષે જાગતો છે તે) અને એક (આત્મા)ને જ ભજનારો છે (એટલે કે બીજી કશી અપેક્ષા રાખતો નથી, માત્ર આત્મવિકાસને માટે જ પ્રભુને ભજે છે) તે જ્ઞાની શ્રેષ્ઠ છે. એવા જ્ઞાનીને હું (આત્મા) પણ ઘણો વહાલો છું, અને મને (આત્માને) તેય વહાલો છે.
(પણ અર્જુન! આથી તારે એમ ન સમજવું કે બીજા ભકતો સારા નથી. સૌ સૌને સ્થાને સારા છે. પરંતુ ઉપર કહ્યો તે) જ્ઞાની તો મારો આત્મા જ છે એવો મારો અભિપ્રાય છે. કારણ કે મને જ એક પોતાની ગતિ (પોતાનું ધ્યેય) માનીને હું વિષે આત્માથી આસ્થાપૂર્વક તે જોડાયેલો રહે છે.
(ભારત ! આવી સ્થિતિ કાંઈ સહેલી નથી.) ઘણા જન્મો પછી જ જ્ઞાનવંત પુરુષ (આ રીતે) મને પામે છે. (અરે પરંતપ ! ખરી રીતે મને પામવો-મારે શરણે આવવું એટલે માત્ર મારે ખાતર દેહ અર્પી દેવો કે કમળપૂજા કરી લેવી એટલું બસ નથી. મને પામવાનો ખરો અર્થ એ છે કે મેં ઉપર કહ્યું તેમ જગતમાં જ્ઞાન અને વિજ્ઞાન અનુભવવું. એટલે કે આત્મા જ્યાં સર્વોપરી છે એવું આ સર્વ (જગતો મારામય સમજવું. આવી દષ્ટિ જ ખરી જ્ઞાનદષ્ટિ કહેવાય. જેમ લાલરંગી ચમાં ચડાવ્યા પછી જગત આખું લાલ લાગે છે, તેમ આત્મદષ્ટિ પામ્યા પછી એ પુરુષને આખું જગત બ્રહ્મમય લાગે છે. માટે જ કહું છું કે, જે "વાસુદેવમય જ સૌ” એમ જાણે છે, તેવો મહાત્મા બહુ દુર્લભ છે.
નોંધ : અનુવાદમાં આટલી ચોખવટ થયા પછી સૌને સમાધાન મળી રહેશે. શ્રીકૃષ્ણ મહાત્મા કહે છે કે, 'મારો અનન્ય ભક્ત મારા આત્માતુલ્ય છે અને એને જેમ હું ઘણો પ્રિય છું તેમ તે પણ મને પ્રિય છે જ.' - એનો બીજો અર્થ એ થયો કે જે ખરો આત્મભકત છે તે પરમાત્મભક્ત પણ છે જ. જે જેને ચાહે તે તેને પોતા ભણી ખેંચે એ કુદરતી નિયમ છે. એટલે એવા ભકતનું ધ્યેય માત્ર આત્મવિકાસ જ
Page #24
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૨૯
હોવાથી એ જે કંઈ ફળાસકિત રહિત કર્તવ્યકર્મ કરે છે તે કર્મ સહેજે પ્રેમપૂર્વક કરી શકે છે. અને જ્યાં સર્વત્ર વાસુદેવમય” એટલે કે આત્મમય દીઠું ત્યાં ભકિત પાછળ બીજો હેતુ પણ શો હોઈ શકે ! ખરેખર, ગૃહસ્થ હોય તોય એ મહાત્મા છે અને સંન્યાસી હોય તો તો ખરો મહાત્મા છે જ. મીરાંબાઈના શાલિગ્રામવાળા ગિરિધર આત્મદષ્ટિ પ્રગટયા પછી સર્વત્ર દેખાયા એ જગજાહેર છે.
વસનો અર્થ જૈનસૂત્રોમાં પ્રાણ” કરવામાં આવ્યો છે, અને તેના દેવ એટલે કે વાસુદેવ'નો અર્થ 'આત્મા' પણ થઈ શકે છે. જો કે અહીં તો અર્જુનને ઉદ્દેશીને શ્રીકૃષ્ણજી કહે છે એટલે સીધો અર્થ એ થાય છે, કે તું એલા મારા દેહમાં જ મને ન જો. બધે સ્થળે મને જો. બધે સ્થળે કોઈ પણ વ્યકિતને જોવી એનો અર્થ જ એ થયો કે વ્યક્તિમાં રહેલું ચેતન સ્થાયીતત્ત્વ સર્વત્ર છે એ દષ્ટિએ જોવું. એટલે કોઈ પણ સાધકને હવે કશી શંકા ન રહેવી જોઈએ.
આવી સાધના ઘણા જન્મોના અભ્યાસ અને સુટેવોનું ફળ હોય છે, એમ કહી શ્રીકૃષ્ણ મહાત્મા અર્જુનને દિલાસો અને પ્રેરણા પણ આપી ગયા. હવે એની એ શંકા તો મટી જ ગઈ કે 'જ્ઞાનીને ઉત્તમ શાથી કહેવામાં આવે છે અને ખરા જ્ઞાનીનાં લક્ષણ શાં છે.”
હવે આત્માને ન ભજનારા બીજા કોઈ દેવતાને ભજે છે અને છતાં તેમને ઈચ્છા પ્રમાણે ફળ પણ ઘણીવાર મળે છે, તો તે શાથી? અને દેવતાઓનો આત્મા સાથે શો સંબંધ છે? તે શંકાનું સમાધાન આપતાં શ્રીકૃષ્ણજી કહે છે :
कामैस्तैस्तैर्हतज्ञानाः प्रपधन्तेऽन्यदेवताः । तं तं नियममास्थाय प्रकृत्या नियताः स्वया ॥ २० ॥ यो यो यां यां तनुं भक्तः श्रद्धयाचिंतुमिच्छति । तस्य तस्याचलां श्रद्धां तामेव विदाम्यहम् ॥ २१ ॥ स तया श्रद्धया युक्तस्तस्याराधनमीहते । लभते च ततः कामन्मयैव विहितानहितान् ॥ २२ ॥ अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेघसाम् । देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि || २३ ।। તે તે કામે હર્યું જ્ઞાન, જેથી સ્વપ્રકૃતિવશે; તે તે નિયમ પાળી તે ઉપાસે અન્ય દેવને. ૨૦
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ગીતા દર્શન
ઈચ્છે જે જે રૂપે જે જે, ભકત શ્રદ્ધાથી પૂજવા; તેની તેની જ તે રૂપે, હરે શ્રદ્ધા હું નિશ્ચળ. ૨ ૧ તે શ્રદ્ધા થકી તે યુકત, ઈચ્છે તેની ઉપાસના; ને તેથી મેળવે કામો જે મારા જ રચેલ છે. ૨૨ તેવા અલ્પજ્ઞ જે પામે, તે ફળ નાશવંત છે;
મારા ભકતો મને પામે, દેવોને દેવપૂજકો. ૨૩ (સાંભળ! પાર્થ, હું અગાઉ કહી ગયો તેમ) તે તે (જુદી જુદી જાતની) કામનાઓથી જેનું જ્ઞાન હરાઈ ગયું છે, એવા લોકો તેમાંના પણ ઘણા ઉપાસનામાં તો માને છે અને કરે પણ છે, પરંતુ તે લોકો) પોતાની પ્રકૃતિથી બંધાયેલા હોઈને (જ જે જાતની કામના એમણે રાખી હોય તેવી તેવી જાતના બીજા દેવોને તેઓ તે તે દિવોને આરાધવાનો વિધિ હોય તે મુજબ) નિયમો પાળીને ઉપાસે છે.
આવી ઉપાસનાને પણ આત્માનો અથવા મારો ટેકો એટલા સાર મળે છે કે એ દ્વારા પણ શ્રદ્ધાનું તત્ત્વ-એકાગ્રતાનું તત્ત્વ કે જે મોક્ષમાર્ગમાં બહુ ઉપયોગી છે-તે ખીલે છે. એટલે એ ખીલવવા માટે જે જે ઉપાસક જે જે સ્વરૂપે દેવતા રૂપે) પણ જો શ્રદ્ધાપૂર્વક પૂજવા ઈચ્છે, તો તે ઉપાસકની તે પ્રકારની) શ્રદ્ધા હું દઢ કરું છું.
આવી દઢ શ્રદ્ધાથી જોડાયેલો તે ઉપાસક તે તે સ્વરૂપની આરાધના કરવા (તથી લલચાઈને) ઈચ્છે છે અને તેને પરિણામે, પોતાની શ્રદ્ધા-એકાગ્રતા-ને પરિણામે, તેમની કામનાઓ (ઈચ્છાઓ) પાર પડે છે. કે જે મેં જ રચેલી હોય છે.
(પણ હે ભારત! એ અલ્પજ્ઞ લોકોને જે ફળ મળે છે, તે નાશવંત જ હોય છે. (એટલે એક કામના પાર પડી કે બીજી સેંકડો તૈયાર જ હોય છે. પણ બાપડા અલ્પજ્ઞ હોઈને પૂર્ણરૂપ એવા મને ભજી શક્તા નથી. વળી પાછા ફરીને દેવોને જ ભજે છે. એટલે વળી નાશવંતું જ ફળ ઘણા પ્રયત્નને અંતે ફરી પામે છે, કારણ કે એ સનાતન નિયમ છે કે જે જેને ઉપાસે, તે વધુમાં વધુ તેને જ પામી શકે, એ રીતે) દેવપૂજકો દેવોને જ પામે છે પણ મારા ભકતો તો મને પણ પામે છે. (હું મળ્યો પછી દેવો કયાં બાકી રહ્યા, કારણ કે દેવોમાં જે દૈવત છે તે મારે લીધે જ છે.)
(અર્જુન ! તું અચંબો પામે છે, ખરું? જો ભાઈ, સીધી વાત કેમ ઊંઘી થાય છે તેનું કારણ હવે તને કહું?)
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૩૧
અધ્યાય સાતમો
अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः । परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् ॥ २४ ॥ नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः । मूढोऽयं नामिजानाति लोको मामजमव्ययम् ।। २५ ।। वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन । भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ॥ २६ ॥ છું અવ્યકત, છતાં વ્યકત માને અજ્ઞાનીઓ મને; અજોડ અવ્યથી મારો પર ભાવ ન જાણતા. ૨૪ ઢંકાયો યોગ માયાએ, તેથી સૌને કળાઉ ના; ન જાણે મૂઢ આ લોક, અજ ને અવ્યયી મને. ૨૫ થયેલાં ને થતાં ભૂતો, વળી અર્જુન જે થશે;
તે સર્વને હું જાણું છું, મને જાણે ન કોઈ એ. ૨૬ (હું ખરી રીતે અવ્યકત છું, નામ રૂપ રહિત છું, એટલે ઈન્દ્રિયથી કેમ દેખાઈ શકું, ભલા! છતાં જે અજ્ઞાની લોકો આ રહસ્ય સમજતા નથી તે મને ઈન્દ્રિયગમ્ય કરવા માગે છે અને તેથી તે એવા સ્થૂળ રૂપકને જ પ્રભુ માનીને વર્તે છે. એટલે કે સ્વભાવે) હું અવ્યકત છું, છતાં મને વ્યકિતત્વ પામેલો અજ્ઞાનીઓ માને છે. (બીજા શબ્દોમાં કહું તો શરીરને જ તેઓ આત્મા માની લે છે, એટલે એ અબૂઝો શરીરના સુખે સુખ અને શરીરના દુઃખે દુઃખ માની હર્ષ-ખેદનાં જોડકાં અનુભવે છે. તેથી જ) અજોડ (તુલના કરીએ તો કોઈ જેનાથી ઉત્તમ નથી એવા) અને અવ્યયી (અવિનાશી) એવા મારા પર (સર્વ શ્રેષ્ઠ) ભાવ (સ્વરૂપ)ને ન જાણતા થકી જ આમ કરે છે (ત તારે ન ભૂલવું જોઈએ.)
(ધનંજય! કારણ તો એ છે કે, હું યોગમાયા (સંસારજનક માયા)થી ઘેરાયેલો હોઈને સૌને (બધા અંગો દ્વારા) પ્રગટ નથી. (એ તો દેખીતી વાત છે. છતાં હું વસ્તુતઃ જન્મતો નથી ને મરતો પણ નથી. પરંતુ, આ મૂઢ લોક અજ (અજન્મા) અને અવિનાશી (એવા) મને ઓળખી શકતા નથી.
(વળી એક ખૂબીની વાત કહું તે સાંભળ.) હે અર્જુન ! (પૂર્વે થયેલાં, વર્તમાન અને ભવિષ્ય થનારાં ભૂતકાત્રોને હું જાણું છું. (કારણ કે સહુમાં હું રૂપ આત્મા છેતે જન્મ, સ્થિતિ અને મરણદશા, ત્રણે કાળે – સર્વ કાળે - સર્વ અવસ્થામાં કાયમ
Page #27
--------------------------------------------------------------------------
________________
૩૩૨
ગીતા દર્શન
જ હોય છે, તેનાથી કશું અજાણ નથી.) છતાં મને તો (ઈન્દ્રિયગમ્ય મારું સ્વરૂપ ના હોવાથી ઈન્દ્રિયો દ્વારા) કોઈએ જાણતું નથી. (દા.ત. દીવો સ્વયં પ્રકાશે છે, બીજા પદાર્થને પ્રકાશ આપે છે. પણ પદાર્થો અને પ્રકાશ આપી શકતા નથી.)
નોંધ : ઠેઠ વીસમાથી માંડીને છવીસમા શ્લોક લગીના અનુવાદમાં ઘણી બીનાઓ કહેવાઈ ગઈ છે. છતાં બીજી રીતે (નોંધમાં) અહીં થોડી વાતો વિચારીએ.
માણસ કામનાથી ઘેરાય છે, ત્યારે આત્મજ્ઞાનના પ્રકાશને બદલે એનાં બુદ્ધિ, મન, ઈન્દ્રિયો વગેરે એ કામના પૂરવાની તાલાવેલીમાં લાગી જાય છે. આવી સ્થિતિમાં જે લોકો શ્રદ્ધાનો મસાલો ધરાવતા નથી તે તો વળી હિંસા, લૂંટ, ચોરી, અનાચાર-ઈત્યાદિ અનર્થોમાં પડે છે. પણ જેઓ શ્રદ્ધાનો મસાલો ધરાવતા હોય છે, તેઓ કોઈ દેવતાની મદદ લેવા લલચાય છે. દરેક દેશની પ્રજામાં ભય-લાલચનું દરેક કાળે ઓછા વધતાપણું હોય છે, ત્યાં આવી દેવતાપૂજનની પ્રથા પણ ઓછા વધતા પ્રમાણમાં ચાલુ જ હોય છે.
આર્યાવર્તમાં ગાય, અગ્નિ, સૂર્ય, જળ, નાગ ઈત્યાદિ સચેતન તત્ત્વોની પૂજા છે, એ મૂર્તિપૂજા કરતાં કંઈક ઊંચા પ્રકારની કામનાપ્રેરિત ઐહિક પૂજા છે.
ગણપતિ, હનુમંત, લક્ષ્મી, સરસ્વતી એવાં જુદાં જુદાં દેવ દેવીઓને ભય નિવારવા કે ધનવિદ્યાદિ મેળવવાની લાલચ પૂરવા માટે ઉપાસે છે. કોઈ મંત્રદ્ધારા તો વળી કોઈ પથ્થર કે ધાતુની મૂર્તિ બનાવીને તેની ઉપાસના કરે છે. આ બધા મૂર્તિપૂજાના પ્રકારો છે.
આ ઉપાસનામાં શ્રદ્ધા-એકાગ્રતાનું દીવેલ હોય તો જ તે ફળે છે. અને એ શ્રદ્ધા દઢ થાય છે તે પણ આત્માને લીધે. કામના થવામાં પણ જીવની અજ્ઞાનમય દશા કારણભૂત હોય છે અને કામના ફળે છે તેનું કારણ તો એકાગ્રતા છે. જે એકાગ્રતાનું ફળ આત્મસ્થિરતા અને તેને લીધે જન્મતું નિત્ય સુખ મળવું જોઈએ તેને બદલે માત્ર સાંસારિક ભોગો મળે છે, તે તો રૂપિયા આપીને કોડી ખરીદવા જેવું છે.
દેવોને રીઝવવા માટે જે વિધિ આચરવી પડે તેમાં તપ હોય, ત્યાગ હોય, એકાગ્રતા હોય, શ્રદ્ધા હોય, એમ બધો નક્કર માલ હોય છે. પણ એ બધું પોતાની પ્રકૃતિને તાબે રહીને કરાતું હોય છે, વિશુદ્ધ આત્માને તાબે રહીને નહિ! આથી જ જાય છે રૂપીઓ ને આવે છે કોડી, અને તે પણ ફુટેલી જ. બહુ બહુ તો દૈવી દશા પામે અને દેવી દશા એટલે સુંદર શરીર, બુદ્ધિ, મન વગેરે. પણ આત્મા અસુંદર
Page #28
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૩૩
હોય ત્યાં લગી આ સુંદરતામાં માલ શો! હોજરી ખૂબ બગડેલી હોય, ત્યાં લગી સુગંધી મુખવાસ મુખને સુવાસિત ન જ કરી શકે ! અંતે તો દુર્વાસમાં ઉમેરો જ થવાનો. એમ આવા ભક્તોને પણ સમજવું. એટલું ખરું કે એની શ્રદ્ધા, એકાગ્રતા આ રીતે પણ ખીલીને જો નક્કર બને તો છેવટે આ નાશવંત માર્ગ મૂકીને નિત્ય (આત્માનો) માર્ગ પકડે, ત્યારે તે ખૂબ ઉપયોગી થઈ શકે!
પણ જો આમ છે, તો આત્મા પોતે જ પ્રકાશમય હોવા છતાં જીવ કેમ અંધારામાં અથડાય છે ! એનું કારણ માયાનો સંયોગ છે. અને માયાનું અંધારુ. એટલે છતી આંખે આંખ મીંચીને સ્વયં આંધળા થયેલાના અંધારા જેવું છે.
અજ્ઞાન તે આનું નામ. સ્થૂળ આંખોથી આત્માને જોવા ઈચ્છનારા કેટલાક એમ પૂછે છે કે ઈશ્વર છે? આત્મા છે? જો “હા” કહો તો કહેશે, બતાવો કયાં છે? એવી શંકા કરનારને જ પૂછવામાં આવે કે જે તમે બોલી ગયા, તે શાથી? છેવટે સ્વીકારવું જ પડે છે કે એ બધું ઈશ્વરની શકિતને અથવા આત્માની શક્તિને લીધે જ છે. આટલી પળેપળે પ્રતીતિપાત્ર વસ્તુ હોવા છતાં એની દરકાર નથી થતી, એનું કારણ જ એ છે કે પરસ્વરૂપની એટલી ખરી જિજ્ઞાસા નથી, જેટલી સ્થૂળ પદાર્થ કે રૂપ, આકાર અથવા નામની પડી છે ! અને સંસારવૃદ્ધિનું કારણ પણ તે જ છે. શ્રીકૃષ્ણગુરુ પણ એ જ વાત કહે છે:
इच्छाद्वेषसमुत्थेन द्वंद्वमोहेन भारत । સર્વભૂતાનિ સંમોટું સ યાત્તિ પરંતપ || ર૭IL येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् । ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां द्रढव्रताः || २८ ।। રાગપે ઊઠેલા આ, હં મોહે પરંતપ ! સંસારમાં સહુ ભૂતો, પામે સંમોહ ભારત. ૨૭ પણ જે પુણ્યકર્મીનાં, પાપકર્મ છૂટી ગયાં;
કંઠ મોહેથી છૂટી તે, દઢવ્રતી ભજે મને. ૨૮ (અ) ભારત ! રાગ અને દ્વેષથી ઊઠેલાં સુખદુઃખાદિ) જોડકાંના મોહે કરીને હે પરંતપ ! આ સૃષ્ટિમાં સૌ ભૂતો સંમોહ પામે છે. (એટલે કે મૂર્ણિત થાય છે, ભ્રમિત થાય છે, અજ્ઞાની બની જાય છે.)
Page #29
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
પણ જે પુણ્યકર્મી જનોનું (પુણ્ય કરતાં કરતાં) પાપ છૂટી જાય છે તે દ્વંદ્વના મોહથી છૂટીને દઢ વ્રતધારી બની મને જ ભજે છે.
૩૩૪
નોંધ : જૈન સૂત્રોમાં પણ આ જ બીના છે. મોહ અને અજ્ઞાન બેય જન્મજનક ભાવવાળાં છે. મોહથી અજ્ઞાન જન્મે છે, અને અજ્ઞાનથી મોહ દૃઢ થાય છે. જે વિષે આપણે અગાઉ કહી ગયા છીએ.
રાગદ્વેષને લીધે જ સમતા ચૂકી જવાય છે. એટલે બંધનનાં કારણરૂપ તે જ છે. તેથી સર્વે જીવો ભ્રમિત થાય છે.
પણ એનાથી છૂટવા માટે સૌથી પ્રથમ મનુષ્ય શુભ કર્મો કરી અશુભને હટાવવાં જોઈએ. આનો અર્થ જૈન પરિભાષા પ્રમાણે એ કે પ્રથમ સંવર દ્વારા નવાં પાપનાં દ્વારને બંધ કરી દેવાં જોઈએ. સંવર સ્થિતિ તે ગીતાની દ્વંદ્ર મોહથી છૂટેલી દશા અને જૈનદૃષ્ટિનું ક્ષાયિક સમકિત. આ થયા પછી એકલા આત્માને જ દૃઢ વ્રતે ભજી શકાય, પછી સંસારનો મોહ પતનમાં ઘસડી શકે નહિ કે સંસારની આફતો નિરાશા ઉપજાવી શકે નહિ !
સારાંશ કે શુભ કર્મમાં આવતાં દાન-સેવા-પરોપકાર આદિ અંગો પ્રથમ ખૂબ ઉપયોગી છે. છેવટે તો એની પાછળ રહેલી સૂક્ષ્મ કામના કે નામનાને પણ તજવાની જ છે, એટલે કે ત્યારે દાન, સેવા કે પરોપકાર નહિ રહે એમ નહિ, પણ તે વખતે એનાં નામ સંયમ, પ્રભુભક્તિ, પરમાર્થ એમ બદલી ગયાં હશે, અને જીવનના ઉત્કર્ષ સાથે જગતના ઉત્કર્ષનો સહજ સરસ સુંદર સુમેળ થઈ ગયો હશે; પરાણે વૃત્તિને પરોપકારાર્થે વાળવાનો પ્રયત્ન નહિ કરવો પડતો હોય ! છતાં અર્જુનને હજી સવાલ એ થાય છે કે શુભને માટે જો પ્રયત્નની જરૂર ન હોય તો બીજા કયા હેતુએ પ્રયત્ન કરવાનો હોય ? એના ઉત્તરમાં શ્રીકૃષ્ણચંદ્ર મહાત્મા કહે છે :
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये 1
ते ब्रह्म तद्विदुः कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् ॥ २९ ॥ साधिभूताधिदैवं मां साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च मां ते विदुर्युक्तचेतसः જરા મરણ મોક્ષાર્થે, મને આલંબી જે મથે; જાણે તે બ્રહ્મ અધ્યાત્મ, અને કર્મ સમસ્ત તે. ૨૯
|| ૐ૦ ||
Page #30
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
૩૩૫
અધિભૂત અધિદેવ, ને અધિયશવંત હું;
જે જાણે મૃત્યુ ટાણેય, તે યોગી જાણતા મને. ૩૦ જરા અને મૃત્યુથી છૂટવા માટે મને આલંબીને (મારા તરફ આત્મા તરફ દષ્ટિ રાખીને) જેઓ યત્ન કરે છે, તેઓ તે પૂર્ણબ્રહ્મને જાણે છે, અધ્યાત્મને જાણે છે અને સમસ્ત કર્મને પણ જાણે છે.
(અને તે ભારત !) અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞવંત પણ હું જ છું, એવું જે જાણે છે તે યુક્તચિત્તવાળા યોગીઓ મરતીવેળા પણ મને જાણે જ છે.
નોંધ : જરા-મરણથી છૂટવા માટે જેઓ પ્રયત્ન કરવા ઈચ્છે, એમણે આત્માને અનુલક્ષીને જ પ્રયત્ન કરવો જોઈએ. આનું નામ તે જૈન સૂત્રોનું ચારિત્ર. સત્ય જ્ઞાન થયા પછી જ આવું ચારિત્ર હોઈ શકે! અને એને પરિણામે પૂર્ણ બ્રહ્મજ્ઞાન થાય તે દેખીતું જ છે.
બ્રહ્મજ્ઞાન એટલે જૈન પરિભાષા પ્રમાણે સંપૂર્ણ આત્મજ્ઞાન. આનું જ બીજું નામ તે કેવળજ્ઞાન. આત્માનું સંપૂર્ણ જ્ઞાન થયું એટલે પ્રાણીમાત્રમાં સત્તા ધરાવતા ચૈતન્યનું જ્ઞાન પણ થયું જ સમજવું અને સંપૂર્ણ કર્મનું જ્ઞાન એટલે કે સૃષ્ટિવ્યાપારનું રહસ્ય જ્ઞાન પણ એને થાય જ એ કલ્પનાથી પણ સમજી શકાય તેવું છે.
અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત મને જાણવો એનો અર્થ એ કે ભૂત, દૈવ અને યજ્ઞનું પણ સર્વોપરી તત્ત્વ તો આત્મા જ છે, તે જાણવું. જેણે આત્મા જાણ્યો એણે સર્વ જાર, તે વાત યથાર્થ છે.
સર્વભૂતનો સ્વામી તે, દૈવત માત્રનો પ્રભુ પણ તે. અને સર્વ યજ્ઞોનો અધિષ્ઠાતા પણ તે જ છે. પછી બીજી કઈ વસ્તુ બાકી રહી?
જે યોગીઓ આવું જાણી ગયા તે યોગીઓ મરણ સમયે પણ આટલું સમજે, એટલે અંતકાળે પણ એમને કશો કલેશ ન થાય.
હવે અહીં અર્જુનને એ જાણવાની ઈચ્છા થાય છે કે બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ વગેરેનું સ્વરૂપ શું છે? આનો ઉત્તર આઠમા અધ્યાયમાં શ્રીકૃષણામુખે જ કહેવાશે, અને મૃત્યુ પછી કયા યોગીની કેવી સ્થિતિ થાય, એ પણ આઠમા અધ્યાયમાં આવશે. એટલે આપણે અહીં વધુ વિસ્તાર ન કરતાં સાતમા અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ગીતા દર્શન
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्म विद्यायां । योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे । ज्ञानयोगो नाम सप्तमोऽध्यायः ॥ ७ ॥
'ૐ તત્ સત્' એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી, ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં જ્ઞાનયોગ નામનો સાતમો અધ્યાય પૂરો થયો.
સાતમા અધ્યાયનો ઉપસંહાર જેનો અંત સારો તેનું બધુંય સારું. જે દાખલાનો જવાબ ખરો તે ગમે તે રીતે ગણ્યો હોય તોય તે રીત સાચી. આ રીતે જેનું મરણ સુધર્યું તેનું બધુંય સુધર્યું. પણ મરણ ત્યારે જ સુધરે કે જ્યારે જીવન નક્કર રીતે સુધરેલું હોય !
એટલે જીવનનું પરિવર્તન તે જ ચારિત્ર.
આવું ચારિત્ર સમર્પણ વિના ન આવે. એટલે કાં તો એ સમર્પણ સગુરુની દોરવણી નીચે, અથવા આત્માના પ્રત્યેક ધ્વનિ નીચે હોવું જોઈએ. આમાંથી ભકિતનો ઉગમ થયો. હૃદયનું પરિવર્તન કરાવે તે જ ધર્મ, એ વ્યાખ્યા લઈશું તો ધર્મ એ જ ભકિત અને ભકિત એટલે સ્વધર્મ.
પણ આવી આત્મભક્તિને સારુ કે ગુરુની આત્મભકિતને સારુ જ્ઞાન જોઈએ. એટલે આ અધ્યાયમાં વિજ્ઞાનવાળું જ્ઞાન કહેવાયું. વિશ્વવિજ્ઞાન જે આત્મજ્ઞાનમાં સમાઈ જાય છે તે આત્માની શકિત પણ અગાધ જ હોય, એટલે જગતનાં સર્વ તત્વોમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, જ્યાં જુઓ
ત્યાં હું એટલે આત્માનું તેજ વિલસી રહ્યું છે. આ અપેક્ષાએ સર્જન પ્રલયનાં કારણો અને વ્યકિત માત્ર આત્માને લીધે છે. છતાંય જેમ મણકામાં રહેલો દોરો મણકાથી જુદો, સ્વતંત્ર અને સહુનો સંકલનાકાર છે, તે જ રીતે મૂળે આત્મા પોતાના સ્વભાવમાં મગ્ન છે એમ શ્રીકૃષ્ણજી અર્જુનને સમજાવે છે.
જીવની નજીકની સામગ્રીને એમણે અપરા પ્રકૃતિ તરીકે ઓળખાવી. પ્રકૃતિના ઘણા અર્થ થાય. આ રીતે જૈન દષ્ટિએ જે કામણ શરીર જીવ-રાગી છે તેને અપરા પ્રકૃતિ તરીકે ઓળખાવી શકાય. તે ત્રિગુણાત્મક છે, પરંતુ સાત્ત્વિક, રાજસી અને તામસી ભાવોમાં જે તેજ-તિમિર દેખાય છે તે મૂળ આત્માના પ્રકાશનું ઓછું કે વધુ ઓછું કિરણ જ છે. જૈનસૂત્રોમાં ત્રણ ગુણને ઠેકાણે છે
Page #32
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સાતમો
ઘેશ્યાઓ + મૂકવામાં આવી છે. પરા પ્રકૃતિ એટલે કર્મસંગી જીવ પોતે જ. શુદ્ધ ચેતન તો તેથી પણ પર જ છે. એ હમેશાં અવ્યકત છે છતાં એનો પ્રકાશ માયા અગર ઉપર કહેલી બે પ્રકૃતિને લીધે ઘેરાયો છે. તેથી ચોમેર વાદળથી ઢંકાયેલા સૂરજની પેઠે તદ્દન આછો દેખાય છે, છતાં છે તો ખરો જ. સંસારનો રાગ એનું જ નામ માયા. એવા સંસારના રાગની સામી બાજુ દ્વેષ છે. એટલે એ જોડકાંને લીધે મોહ જન્મે છે અને મોહ જન્મ્યાની સાથે જ સંસારનું ચલમ્ ચિત્ર ચાલુ થઈ ગયું. બસ, જ્યાં લગી અજ્ઞાનનો પડદો હશે, ત્યાં લગી એ ચિત્ર હાસ્ય-ખેદના કારણરૂપ બનવાનું. આને જ કારણે ત્રણ ગુણોથી મૂઢ થયેલું જગત અજબ અને દુસ્તર પાયામાં મોહાઈ રહેવાનું.
૩૩૭
તે જગતનો કેટલોક ભાગ તો એવો છે કે જે અજ્ઞાનના ગાઢ પડદા નીચે શેતાનરૂપ જ બની ગયો છે. આવા શેતાનને વશ થયેલો વર્ગ તે અધમ. બાકી નાતજાત, વર્ણ દેશથી તો કોઈ જ અધમ નથી. શેતાનિયતને તાબે થયેલાને તો કશું સૂઝવાનું નહિ. તેઓ તો દુરાચારી બની પરિણામે ઘોર નરકમાં સબડવાના જ.
પરંતુ એક ભાગ એવો પણ છે કે જે સત્કર્મ તરફ પ્રેરાય છે. સત્કર્મી તો બધા જ ઠીક છે પણ તેમાંય જ્ઞાની સૌથી શ્રેષ્ઠ ગણાય. એટલા માટે કે તે હંમેશાં આત્માની સામે જોઈને જ ડગલું ભરે છે. એમણે જેમાં સમર્પણ કર્યું, તેમાં જ-એક માત્ર એમની નિષ્ઠા હોય છે. તેવા પુરુષનો આત્મા અને પરમ પુરુષનો આત્મા લગારે જુદા નથી રહેતા. એટલી તન્મય ભકિત એ જ્ઞાનીની હોય છે, પણ આવી દશા તો ઘણા જન્મોની સાધનાનું પરિણામ હોય છે. એવા મહાત્મા તો આ સંસારમાં મળવા ભારે દોહ્યલા છે. એવા મહાત્માની ઓળખાણ જ એ કે તે પ્રભુને પ્રાણીમાત્રમાં જુએ છે. પાપી ઉપર પણ તે સહજ પ્રેમ ઢોળી શકે છે.
બીજો એક વર્ગ એવો પણ હોય છે કે જે કઠણ ઉપાસના કરે છે, પણ તે દેવોની. એમની શ્રદ્ધાની તો કદર કરવી જ જોઈએ. એ શ્રદ્ધામાં ઈશ્વરી અંશ જ હોય છે. તેથી તેઓ જે જે ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે, તે શ્રદ્ધાને લઈને ફળે છે. વસ્તુતઃ દેવો એટલે એમની કામનાની કલ્પનામૂર્તિ. આ રીતે તેઓ પડછાયામાં જ આત્મા માનીને મલકાય છે, પણ આત્માનું મૂળ હાથમાં આવતું નથી, એટલે એક કામના પુરાઈ, એનું સુખ ચાખે ન ચાખે ત્યાં તો સેંકડો કામનાનું દુ:ખ ઊભરાય છે. આ રીતે આત્મા, જીવ અને કર્મ એ ત્રણની રમત ચાલી રહી છે. આ રમત "લેશ્યા" જૈન પરિભાષાનો શબ્દ છે. મનના જુદા જુદા ભાવોને લીધે એની અસર શરીર ઉપર પણ પડે છે. તેવું 'લેશ્યા' શબ્દથી સૂચવે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ગીતા દર્શન
આત્મજ્ઞાની વિના કોણ જાણી શકે? જેને સંપૂર્ણ આત્મજ્ઞાન થયું તેને તો ભૂત, દૈવ, યજ્ઞની ઉપાસનાઓ વગેરે બાળરમકડાં જ લાગે છે. છતાં તેઓ પણ પ્રયત્ન તો કરે જ છે. અને તે જરામરણના મોક્ષ માટે. આવા પુરુષો પોતાને જાણે છે, અને જીવમાત્રના ચૈતન્યને પણ જાણે જ છે. તેમ સંસારના યથાર્થ સમગ્ર સ્વરૂપને ખોબામાં પાણી દેખાય તેમ નિજ આત્માદ્વારા અનુભવી શકે છે.
આવી સ્થિતિ માટે એક આત્માને જ અવલંબીને મથવું જોઈએ. કામનાને અધીન કોઈપણ સંયોગોમાં કદી ન થવું જોઈએ. તેથી અંત:કરણની શુદ્ધિ થાય છે, અજ્ઞાનનો પડદો ખસે છે, આચારમાં સત્ય શીધ્ર અવતરે છે, સુખ-દુઃખના પ્રસંગોમાં મૂંઝવણને બદલે સમભાવ રહે છે, અને છેવટ એવી સ્થિતિ થાય છે કે જેથી સહજ પ્રયત્ન મોક્ષ મળે છે.
સારાંશ હૃદયનું પરિવર્તન કરનારી ભકિત એ અજોડ ઉપાય છે. જીવનનું પરિવર્તન કરનારું ચારિત્ર એથી જ જન્મે છે કે જેનું પરિણામ મોક્ષ છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય આઠમો
ઉપોદઘાત શ્રીકૃષ્ણ મહાત્મા અર્જુનના મનને બધી બાજુથી વાળી લઈને એક પર કેન્દ્રિત કરવા માગતા હતા. શ્રીકૃષ્ણ પર અર્જુનને પૂરી શ્રદ્ધા હતી, એટલે એ રીતે અર્જુનના મનને પોતા પરત્વે કેન્દ્રિત કરવું એ એક જ સારો માર્ગ હતો.
આ માર્ગે જ અર્જુનને વાળવો સહેલો હતો. બીજે માર્ગે નહિ. પણ એ માર્ગે બે આપત્તિઓ હતી. (૧) અર્જુન નિષ્ક્રિય, જડ, વેવલો ભકત બની જાય તો? (૨) પોતાના સ્થૂળ દેહને જ પૂજતો બની જાય તો? આ બન્ને આપત્તિઓ નિવારવા માટે શ્રીકૃષ્ણજીએ પોતાના આ સ્થૂળ દેહની પાછળ જે પરમાત્મશક્તિ હતી તેનું ભાન કરાવવાનો પ્રયત્ન ગત અધ્યાયથી શરૂ કર્યો તે આપણે જોઈ ગયા છીએ. છતાં વિજ્ઞાન સહિત જ્ઞાનનું સંક્ષિપ્ત વર્ણન સાંભળ્યા પછી એને વિસ્તારપૂર્વક સાંભળવાની અર્જુનની ઇચ્છા થાય છે અને એથી એ સવાલ પૂછવો શરૂ કરે છે. ત્યાંથી આ અધ્યાયનો આરંભ થાય છે.
આ અધ્યાયમાં બ્રહ્મ, અધ્યાત્મ અને કર્મ શું છે એની સમજ ઉપરાંત અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞ સહિત રહેલું પ્રભુસ્વરૂપ કેવું છે, એની સમજ પણ આપવામાં આવે છે.
કઈ જાતની ચોક્કસ સાધનાથી મૃત્યુકાળ સુધરે એનું પણ ભાન કરાવવામાં આવે છે અને મૃત્યુ પછી જે બે સદ્ગતિઓ છે, તેમાંની કઈ સદ્ગતિનો માર્ગ પકડવો જોઈએ કે જેથી ફરી જન્મ-મરણ ન કરવાં પડે એવું મોક્ષધામ મળે, એની ઝાંખી કરાવવામાં આવે છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ગીતા દર્શન
अष्टमोऽध्यायः અધ્યાય ૮ મો
અર્જુન ઉવત્તિ / किं तदब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम | अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ १॥ अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन ।। प्रयाणकाले च कथं झेयोऽसि नियतात्मभिः ॥ २ ॥
અર્જુન બોલ્યા : શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? કર્મ શું? પુરુષોત્તમ ! શું અધિભૂત કે'વાયું, શું અધિદેવ છે? વળી. ૧ શી રીતે ? શો અધિયજ્ઞ? આ દેહ, મધુસૂદન;
અંતઃકાળે કઈ રીતે જાણે સંયમીઓ તને. ૨ હે પુરુષોત્તમ ! (મેં આજ લગી કયાંય નહોતું સાંભળ્યું એવું અદ્ભુત કથન આપે કહ્યું. આત્મા અને આત્મારૂપ સૂત્ર સાથે જોડાયેલી પરા-અપરા પ્રકૃતિ તેમજ એનો વંશવેલો, એ બધી વાત થોડે અંશે પણ જાણી. પરંતુ સવાલ એ છે કે આ બધો સંસારપ્રપંચ થયો શાથી? એ પ્રપંચ જ દુઃખનું મૂળ છે. અમારી આ લડાઈમાં પણ મુખ્ય બીજ તો એ જ છે. તો પછી એમાં નાશવંત કોને માનવું અને અવિનાશી કોને માનવું? વળી તમે અગાઉ કહી ગયા હતા કે યજ્ઞ અને તપનો હું જ ભોકતા છું, લોકનો મહેશ્વર છું, સર્વ ભૂતોમાં સર્વ સદ્દગુણોમાં કે દુર્ગુણોમાં સુંદર કિંવા કદ્રુપ જે કંઈ હોય તે મારું જ સ્વરૂપ છે. વળી હમણાં પણ કહી ગયા કે યજ્ઞ, ભૂત, દેવ સૌનો હું જ અધિપતિ છું, તો એ કૃષ્ણ તમે આ જ કે વળી કોઈ બીજા? અને અંત કાળે પણ શાંતિ રહે એમ આપે કહ્યું, તો એને માટે ચોક્કસ કઈ જાતની સાધના? એ બધું હું વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છું છું માટે જ પૂછું છું કે, એ બ્રહ્મનું સ્વરૂપ કેવું છે ? અધ્યાત્મ કોને કહેવાય ? કર્મનું સ્વરૂપ શું ? અધિભૂતની ઓળખાણ શી? વળી અધિદેવ શું?
અને તે મધુસૂદન ! આ (તમારા) દેહમાં અધિયજ્ઞ શી રીતે ઓળખવો? અધિયજ્ઞ ક્યો?
Page #36
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૪૧
::
છે ? (વળી તમે કહ્યું તેમ) પ્રયાણ વખતે-અંત વેળાએ સંયમીઓ દ્વારા આપ કઈ તે જ્ઞાત થાઓ છો? (એટલે કે સંયમીઓ અંતકાળે આપને કયા સ્વરૂપે અથવા ઓળખી શકે છે,) એ બધું કૃપા કરીને સમજાવો.
श्रीकृष्ण उवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते । भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥३॥ अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् । अधियज्ञोऽहभेवात्र देहे देहमृतां वर ॥४॥
• શ્રીકૃષણ બોલ્યા : અક્ષર છે પરંબ્રહ્મ, છે અધ્યાત્મ સ્વભાવ જ; જન્માવે ભૂત ભાવો છે, તે વિસર્ગ જ કર્મ છે. ૩ ક્ષરભાવ અધિભૂત, નર છે અધિદેવત;
આ દેહમાં અઘિયજ્ઞ, હેનરશ્રેષ્ઠ! હું જ છું. ૪ (હે અર્જુન! ધીરજથી સાંભળ હું હમણાં અતિ વિસ્તારથી નહિ તેમ અતિ જ પથી પણ નહિ એવી રીતે બધી વાતનો ફોડ પાડું છું. જો મેં તને જે રહ્મસ્વરૂપની વાત કરી છે) તે (પર) બ્રહ્મ તો (અવિનાશી જ છે), અક્ષર છે. તેનો
થી નાશ કે નથી જન્મ. તે તો અક્ષર જાણ, અગર જે સર્વોત્તમ અવિનાશી સ્વરૂપ છે એને બ્રહ્મ જાણ એ બેય સરખું છે. પણ આજે તો માત્ર તારે એ કેવળ શ્રદ્ધાથી જ માનવું રહ્યું. એ વિષે વધુ વાત હું પછીથી કરીશ. બીજુ) જે (પ્રાણીમાત્રને વિષે)
સ્વભાવજન્ય છે (એટલે કે સ્વસત્તાથી રહે છે, તે અધ્યાત્મ કહેવાય છે (આથી જ આ પ્રાણીને ગમે તેટલી બહારની સુખ સહાયબી મળે, છતાં એ સ્વભાવજન્ય એટલે કે - આધ્યાત્મિક ન હોવાથી શાંતિ વળતી જ નથી, તે તું જાણે છે. અધ્યાત્મ તો સહજ છે
છતાંય એના ભણી જીવ નથી જોતો અને બહાર જુએ છે એનું કારણ મોહને લીધે જન્મેલું અજ્ઞાન છે. એ વાત હું તને સમજાવી ગયો છું, અને તેથી જ જે ભૂતભાવને જન્માવે છે, તેને જ વિસર્ગ કહે છે. (વિસર્ગ એટલે પ્રાણીમાત્રને જન્માવનાર સૃષ્ટિવ્યાપાર.) આને કર્મ સંજ્ઞાથી પણ ઓળખી શકાય. (એટલે કે આ કર્મના સંગને લીધે જીવ, મોહમાં પડી વારંવાર જન્મ મરણાદિ સંસાર આપ મેળે વધારે છે.)
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૪૩.
ગીતા દર્શન
(હદ તો બીજા સવાલોનો ઉત્તર આપું છું.) અધિભૂત એ ક્ષર (નાશવંત) ભાવસ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે જન્મે છે તેનો નાશ નક્કી છે. જે દેહધારી થયા ને કાળ શરણે જવાનું તે નક્કી જ છે.) અધિદૈવત સ્વરૂપ (જે અધિભૂતથી ઉચ્ચ કોટિનું છે,) તે પુરુષ. (આને નર તરીકે અગર જીવ તરીકે પણ ઓળખી શકાય, શરીરમાં સામાન્ય સ્વરૂપે જે ચેતન વસે છે, અને જેને લીધે નાશવંત વસ્તુમાં પણ સંવાદ- તાલબદ્ધપણું ટકી રહે છે તેનું કારણ એ પુરુષ છે. અથવા જૈન પરિભાષા પ્રમાણે બહિરાત્માનું શુભ સ્વરૂપ છે.) અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન! આ મારા દેહમાં જ (યજ્ઞ એટલે કે શુદ્ધ થયેલ આત્મસ્વરૂપ છે તે હું પોતે જ છું).
(હવે તું સમજી શક્યો હોઈશ કે હું એટલે માત્ર આ કૃષ્ણરૂપે નામ કે કૃષ્ણનામધારી શરીર નહિ, પણ કૃષ્ણમાં રાચતું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.
નોંધ : ખૂબ ચોખવટથી ઉપર કહેવાઈ ગયું છે એટલે વાચક સહેજે સમજી શકશે કે શ્રીકૃષ્ણગુરુ ભૂત, દેવ અને યજ્ઞના ખરા અર્થો શા કરે છે.
દેવ કરતાં મનુષ્ય ઊંચો, તે એ દષ્ટિએ કે મનુષ્યમાં જે માનવતા છે, તે યજ્ઞકોટિમાં આવી શકે તેવી છે. ભૂતપૂજા એટલે માત્ર નાશવંત પદાર્થો કે નાશવંત દેહની પૂજા. દેવપૂજા એટલે નશ્વર અને અનશ્વર અને સ્વરૂપ વચ્ચે રહેલી જીવદશાની પૂજા, અને યજ્ઞ પૂજા એટલે સદ્દગુણ પૂજા. આ પૂજા શ્રેષ્ઠ ગણાય.
કર્મની ઘટના પણ જૈનસૂત્રોને સંમત છે. તે જ પ્રકારે શ્રીકૃષ્ણગુરુએ અહીં નિરૂપી દીધી અને સમયસારે જેમ ત્રણ ભેદ પાડયા તેમ એમણે અધિભૂત અને અધિદૈવત બે સ્વરૂપથી પર અધિયજ્ઞ સ્વરૂપ શુદ્ધ ચેતનનું કહ્યું, એવા ચેતનને અધ્યાત્મ સહજ છે અને પરબ્રહ્મથી એ નિકટનું સ્વરૂપ છે, આથી ઠેઠ સૃષ્ટિ, જીવ, અંતરાત્મા અને પરમાત્મા લગીનો કેવો સંબંધ છે, તે સ્પષ્ટ થયું. હવે શ્રીકૃષ્ણગુરુ આગળ વધતાં કહે છે?
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् । यः प्रयाति स मदभावं याति नास्त्यत्र संशयः ॥५॥ ને મને અંતકાળે જે, સ્મરી છોડે શરીરને;
મારું સ્વરૂપ તે પામે, તેમાં છે નહિ સંશય. ૫ (હ ભારત! હવે તને શંકા ન રહેવી જોઈએ કે મને સંયમીઓ કઈ રીતે ઓળખી
Page #38
--------------------------------------------------------------------------
________________
ગાય માઠમાં
૩૪૩
છે. કારણ કે મેં ઉપર જે શુદ્ધ સ્વરૂપની વાત કરી તેવા) મને (અંતરાત્માને) ત:કાળે સંભારીને (અર્થાતુ કે સંસારના વિષયોમાં ચિત્તને ન જવા દેતાં મારામાં લગાડીને) જે શરીર તજે છે, તે મારા સ્વરૂપને જ પામે છે. તેમાં કંઈ પણ સંશય કરવા જેવું શું છે?) નથી. કારણ કે અર્જુન! એ કુદરતી કાનૂન જ છે, કે)
यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् । तं तमेवैति कौंतेय सदा तद्वावभावितः ॥ ६ ॥ तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च । मय्यर्पितमनोबुद्धिर्मामे वैष्यस्यसंशयम् ॥७॥ કિંવા ભાવો સ્મરી જે જે, અંતે છોડે કલેવર; તે તે જ ભાવને પામે, સદા તે ભાવભાવિક. ૬ માટે મને બધા કાળે, કૌતેય ! સ્મર ને લડ;
મન બુદ્ધિ અને અર્પી મને પામીશ નિશ્ચયે. ૭ ' અથવા તો (કુંતીના પુત્ર) કોતેય ! જે દહધારી) જે (સ્વરૂપ કે) ભાવ
હમેશાં (આસ્થાપૂર્વક) ભાવ્યા કરે છે, તે તે ભાવનું અંતકાળે પણ સ્મરણ કરતો કરતો દેહ છોડે છે, (છોડી શકે છે, અને તેથી તે તે જ સ્વરૂપને પામે છે. ન માટે (તું પણ) મને સર્વ કાળે સ્મરતો સ્મરતો લડ, (એમ કરવાથી અંતકાળે પણ) મને બુદ્ધિ અને મન અર્પાઈ ગયા પછી, તું (મરીશ તોય) મને જ નિશ્ચય
પામીશ. ( નોંધઃ લડવાની વાતથી વાચક મૂંઝાઈ જશે, પણ તેમાં મૂંઝાવા જેવું કશું જ ! નથી. આપણે અગાઉ એ વિષે કહી જ ચૂક્યા છીએ. અર્જુનને મૃત્યુ પછી માઠી
ગતિ થવાની જે ભીતિ હતી તે આથી શ્રીકૃષ્ણજીએ ટાળી નાખી. આત્મસ્વરૂપનું ચિંતન નહિ વિસરતો માણસ જો મરતી વેળા પણ ન વિસરે તો જીવતાં તો કેમ જ વિસરે ! અથવા સદા જેને આત્મસ્વરૂપનું ચિંતન હોય તે કોઈ પણ ક્રિયા કરતો છતો, તેને કેમ ચૂકે? તે જ સ્વરૂપને પામે. પણ આવું ત્યારે જ બને કે જ્યારે એ ક્રિયા કોઈ પણ જાતની કામનાથી પ્રેરિત ન હોય, માત્ર અનિવાર્ય આવી પડેલું કર્તવ્ય જ હોય.
અર્જુન પક્ષે (અર્જુન માટે) આ યુદ્ધકર્મમાં જોડાવું તે અનિવાર્ય કર્તવ્ય જ છે, " એમ શ્રીકૃષ્ણ મહાત્મા માનતા હતા. કઈ દષ્ટિએ તે આપણે અગાઉ જઈ ગયા
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪૪
ગીતા દર્શન
છીએ. આનો સાર વાચક તો એટલો જ છે કે જે ભાવ હમેશાં સંભાર્યો હોય કે જે ભાવમાં મન અને બુદ્ધિનું સર્વ સમર્પણ કરીને જીવને ખૂંચાડયો હોય, તે ભાવ અચાનક કે અકસ્માત સમયે પણ આવે જ. કારણ કે પછી તે ભાવ મજબૂત રીતે ટેવરૂપ થઈ જાય છે. માટે સાધકે એવા ચિંતનીય અંતરાત્મભાવનું ચિંતન સદાકાળ રાખવું જોઈએ અને કર્મોથી ન ડરતાં લાલસા વાસનાથી જ ડરવું જોઈએ. જે સ્થૂળ છે તે વિનાશી જ છે, પરિવર્તનશીલ છે માટે એવી નાશવંત ક્રિયા પરથી જ સિદ્ધાંત ન બાંધી શકાય. કારણ કે સિદ્ધાંત અવિનાશી તત્ત્વની કસોટી પર જ બંધાવો જોઈએ. આવી કસોટી વિષે શ્રીકૃષ્ણ મુખેથી પૂબ જ કહેવાઈ ગયું. હવે શ્રીકૃષ્ણગુરુએ અર્જુનપણે જેમ યુદ્ધની વાત કરી તેમ બીજા સાધકોપક્ષે બીજી સાધનાની વાત પણ કરી છે. અને અર્જુનપક્ષે જેમ શ્રીકૃષ્ણનું ચૈતન્યસ્વરૂપ ઉપાસ્ય પ્રભુતુલ્ય છે તેમ ઈતર સાધકપક્ષે બીજું (ગુરુ અગર પોતાના દેહમાં રહેલું) પરસ્વરૂપ પણ ઉપાસ્ય છે જ એમ સમજાવે છે. એથી સૌ કોઈ માત્ર યુદ્ધની ક્રિયાને જ સાધન અને શ્રીકૃષ્ણ શરીરને જ એકાંતે સાધ્ય ન માની બેસે ! તેમ અર્જુન પણ યુદ્ધને અંતે બીજી ક્રિયાઓ કરવામાં આવા સાધનસાધ્યના એકાંતપણામાં ન રાચતાં બીજી રીતે સાધ્યને અનુલક્ષીને શ્રીકૃષ્ણ શરીરની ગેરહાજરીમાં) સાધના કરી શકે. અહીં જ ગીતામાં અનેકાંતવાદપણું અને વ્યાપકભાવ કેવાં છે તે ચોખ્ખી રીતે દેખાઈ આવે છે.
अभ्यासयोगयुक्तेन चेतसा नाऽन्यगामिना । परमं पुरुषं दिव्यं याति पार्थऽनुचिन्तयन् ॥८॥ યોગયુકત ઘડાયેલા, એકલક્ષીય ચિત્તથી;
પાર્થ ! ચિંતવતો પામે પર દિવ્ય પુરુષને. ૮ હે પાર્થ ! વારંવારના અભ્યાસ વડે સ્થિર થઈ ગયેલા અને તેથી કરીને) બીજે કયાંય ન દોડતા એવા ચિત્તદ્વારા જે એક ધ્યાન ધરે છે તે પર તેજસ્વી, એવા (હું અગાઉ કહી ગયો તેવા અક્ષર પર) અવિનાશી સ્વરૂપને પામે છે.
નોંધ : આપણે ગઈ નોંધમાં કહી ગયા તેમ જ સ્વરૂપ અંતરાત્માથી પણ પર છે એટલે મુકતાત્માઓનું જ જે સ્વરૂપ છે, તે સ્વરૂપ પણ ક્રમેક્રમે પમાય જ છે. માત્ર સાધના સાચી જોઈએ. પછી સાધક કે ઉપાસ્યપાત્ર ગમે તે હો !
Page #40
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૪૫
છતાં શ્રીકૃષ્ણગુરુ એ પરે પુરુષની ઓળખાણ આપે છે કે જેથી કોઈ ખોટે રસ્તે ન ચડી જાય!
कविं पुराणमनुशासितारम् - अणोरणियांसमनुस्मरेद्यः । सर्वस्य धातारमचिन्त्यरूपम्- आदित्यवर्णं तमसः परस्तात्॥९॥
प्रयाणकाले मनसाऽचलेनभक्त्या युक्तो योगबलेन चैव । भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यकસ તે પર પુરુષમુતિ રિવ્યમ્ || ૧૦ || સર્વસ, પુરાતન ને નિયંતા, આધાર સૌનો સ્વરૂપે અચિત્ય; તમસથી છેટો રવિશો પ્રકાશી, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ અનુસ્મરે જે. ૯ પ્રયાણકાલે સ્થિર ચિત્ત રાખી, ભકિત તથા યોગ બળે કરીને; ભૂકુટિ વચ્ચે ઠીક પ્રાણ રોકી;
પામે પર દિવ્ય પુરુષને તે. ૧૦ (હે પાર્થ ! સાંભળ, હવે હું દિવ્ય પુરુષને શબ્દદ્વારા ઓળખાવું છું. જો કે એનું સ્વરૂપ ઇન્દ્રિયોથી અચિંત્ય છે એટલે શબ્દથી તો ખરા સ્વરૂપે કેમ જ ઓળખાય? છતાં હું જે શબ્દ બોલું છું એનું મુખ્ય કેન્દ્ર ત્યાં છે. એટલે એ શબ્દમાં પણ એવો પ્રભાવ હશે કે જે સાધકમાં રહેલા એ પરંપુરુષ તરફ જવાની સાધકને પ્રેરણા આપી શકશે. જેમ સાકર” નામ લેતાં જ મોંમાં પાણી છૂટે છે તેમ.) એ પુરુષ સર્વજ્ઞ (એનાથી કોઈ જ્ઞાનવિજ્ઞાન અજાણ નથી એવો) છે. અનાદિ અનંત છે. (કોઈ દિવસ એ નહતો એમ નહિ, સદાકાળ છે, છે અને છે.) વળી જગતમાં જે કર્મકાનૂનને લીધે જગતનાં સર્વ બળો નિયમબદ્ધ કામ કરી રહ્યાં છે, તેમાં પણ જે કંઈ પ્રભાવ દેખાય છે, તે એનો છે. માટે એ નિયંતા છે. (જીવ-અજીવ) સૌના આધારરૂપ છે. અજ્ઞાનરૂપી અધંકારથી હંમેશાં પેલે પાર રવિની જેમ પ્રકાશી રહેલ છે, અને (આકાશ અરૂપી અને સૂક્ષ્મ છે. છતાં એ તો એનાથી પણ સૂક્ષ્મ એટલે) સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. એવું જે નિરંતર સ્મરણ કરતો કરતો (છેવટને કાળે પણ
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ગીતા દર્શન
ભૂલતો નથી, કારણ કે એનાં ચિત્ત, મન, બુદ્ધિ, ઈન્દ્રિયો બધાં અભ્યાસ ધોગને લીધે તન્મય થઈ ગયાં હોય છે, એટલે) એમ જે મૃત્વકાળે અડોલચિત્ત રાખીને ભકિત તથા યોગબળ બન્ને દ્વારા (જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગ એ ત્રણેના સમન્વયદ્વારા) ભવાં વચ્ચે સુંદર રીતે પ્રાણનો પ્રવેશ કરાવીને (દેહ છોડે છે) તે સાધક તે (ઉપર કહેલા એવા પરં દિવ્ય પરમ તેજસ્વી) પુરુષને પામે છે.
નોંધ : યોગમાં નાકના અગ્રભાગ પર આંખ ટેકવી પ્રાણાયામ કરવાની પદ્ધતિને સારી કહી છે. અગાઉ આત્મસંયમયોગ' નામના છઠ્ઠા અધ્યાયમાં એ વિષે કહેવાયું હતું. અહીં પ્રાણને ભવાં વચ્ચે ઠીક રીતે પ્રવેશ કરાવવાનું કહ્યું છે. તે વિષે શ્રી જ્ઞાનેશ્વર મહારાજ પોતાની ગીતાની ટીકામાં લખે છે :
"પરિપૂર્ણ નિત્ય પ્રકાશિત એવા બ્રહ્મને જાણીને મરણકાળ સમીપ આવતાં જે એકાગ્ર ચિત્તે તેનું સ્મરણ કરે છે; પદ્માસન વાળી ઉત્તર દિશા તરફ મુખ કરી યોગાભ્યાસ ક્રમમાં પ્રાપ્ત થયેલું સુખ અંતઃકરણમાં સંચિત કરી, અંતરમાં એકાગ્રચિત્તે સ્વરૂપ પ્રાપ્તિના ઉમળકાથી સ્વયંભૂ બ્રહ્મને ત્વરિત મળવાને માટે સંપાદન કરેલા યોગ દ્વારા સુષુમણા નાડીના મધ્યમાર્ગે અગ્નિ સ્થાનમાંથી થઈ બ્રહ્મરંધ્ર (છેલ્લા યોગચક્રનું નામ છે અને જે આત્માનું મુખ્ય કેન્દ્ર છે, તે)માં જવાને નીકળે છે; જેનામાં પ્રાણ અને ચિત્તનો સંસર્ગ નિરર્થક બાહ્ય રીતે જ માત્ર દેખાય છે, જેના પ્રાણનો લય આકાશમાં થાય છે, પરંતુ મનની સ્થિરતાને લીધે જે બંધાયેલો હોય છે અને જેનું અંતઃકરણ ભકિતયુકત થયું છે અને વળી જે યોગબળથી તૈયાર થઈ પોતાનું મન પોતાને સ્વાધીન રાખી શકે છે; તે યોગી ચિત્ત અને મનને તે પ્રમાણે શૂટિમાં વશ કરી જે પ્રમાણે ઘંટાનો નાદ ઘંટામાં જ લય પામે, વાસણ નીચે ઢાકેલા દીવાનો પ્રકાશ એમાં જ લય પામે તે પ્રમાણે ભ્રકુટિમાં જ એવા સાધકનાં ચિત્ત અને મન લય પામીને એ પરમ સ્વરૂપમાં મળી જાય છે."
પરંતુ સાધક આટલા ચિતન કે યોગાભ્યાસથી જ પરમ પુરુષને પામી જાય છે. એવું કોઈ ન માની લે. ખરી રીતે તો ચિંતન અને યોગાભ્યાસ પણ માત્ર સાધન જ છે. મુખ્યત્વે તો સાધ્ય ભણી પૂરેપૂરી તાલાવેલી જોઈએ. એવી તાલાવેલી છેવટે અચિંત્ય એવા પર પુરુષની પ્રાપ્તિ જરૂર કરાવે. પણ ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિત્ત સર્વ ઉપર પૂરો કાબૂ મેળવી લેવો જોઈએ. જૈન સ્ત્ર પ્રમાણે શ્રીમદ્ ગાય છે કે "પરમાણુમાત્રનો સ્પર્શ છૂટી જાય, મન, વચન, કાયા અને કર્મની વળગણા ભિક્ષુ અખંડાનંદવાળી – પ્રત પૃ. ૨૫૯માંથી.
Page #42
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
સુદ્ધાં મટી જાય, ત્યારે પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા સકળ સંસાર સંબંધથી છૂટી એ મુક્તિધામમાં પહોંચે છે કે જ્યાંથી પાછું ફરવાપણું છે જ નહિ.” ગીતામાં શ્રીકૃષ્ણ મુખેથી એ જ ૫૨મ સૂત્ર વાણી નીકળે છે.
यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये જેને વદે અક્ષર વેદજ્ઞાની, જેમાં પ્રવેશે યતિ વીતરાગી; જે સારુ પાળે જન બ્રહ્મચર્ય, સંક્ષેપથી તે પદ હું કહીશ.
૩૪૭
|| ૧૧ ||
૧૧
(અહો પરંતપ ! મેં જે પરં પ્રકાશમય પુરુષની વાત કરી, તેનું ધામ કયાં છે, એ જાણવાની હવે તારી ઈચ્છા થઈ છે, ખરું ? ચાલ ભાઈ, તને એ પણ કહી દઉં. એકચિત્તે સાંભળ. પ્રથમ તો એનો મહિમા જ કહ્યું :
જેને વેદના જાણકારો 'અક્ષરધામ'ને નામે વર્ણવે છે, જે ધામમાં વીતરાગી યુતિ (પછી તે સંન્યાસી હો કે જૈન શ્રમણ હો, પણ વીતરાગી હોવા જોઈએ તે) પ્રવેશ કરી શકે છે, જે (મેળવવાનું સર્વાંગ સુંદર સાધન બ્રહ્મચર્ય હોઈને જે) સારુ (જે પદને પામવા માટે) લોકો બ્રહ્મચર્ય (મન, વચન, કાયાએ) સમાચરે છે, તે પદ હું તને સંક્ષેપમાં કહીશ.
નોંધ : વેદમાં તો માત્ર એનું નામસ્વરૂપ જ છે. યથાર્થ સ્વરૂપ તો વીતરાગ ભાવમાં છે. ઈન્દ્રિય, મન, બુદ્ધિ તથા ચિત્તનો સંપૂર્ણ સંબંધ છોડીને માત્ર તેઓ ઉદય પ્રયોગે વિચરે છે, એવા યતિ પુરુષો જ એવા વીતરાગ ભાવના અધિકારી છે, અને તેઓ જ એ ધામનો રસ ચાખી શકે છે. દેહ ટકયો હોય ત્યાં લગી તેઓ સદેહે મુકત છે અને પછી અવિચળ મોક્ષધામના સ્વામી બને છે. ગીતાકારે એ વીતરાગ ભાવની સાધનામાં બ્રહ્મચર્ય ઉપર ખૂબ ભાર આપ્યો. આ બ્રહ્મચર્યનો અર્થ ખૂબ વ્યાપક રીતે લેવો. ઇન્દ્રિય માત્રનો અવ્યભિચાર તે બ્રહ્મચર્ય અથવા બ્રહ્મ-આત્મામાં ચર્ચા થાય તેવાં સાધન માત્ર. આ સાધનામાં લોકપ્રચલિત બ્રહ્મચર્ય તો ખરું જ, ઉપરાંત બીજાં વ્રતો અને સાધના પણ જોઈએ. હવે ગીતાકાર પોતે જ અગાઉ કરતાં વળી બીજા પ્રકારની સાધનાનો આકાર બતાવે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ગીતા દર્શન
11
सर्वद्वाराणि संयम्य मनो द्ददि निरुध्य च मूध्यधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥१२॥ ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् વશ રાખી બધાં દ્વારો, હૃદયે મન રોકીને; સ્વ પ્રાણ તાળવે સ્થાપી, યોગ ધારી રહ્યો થકો. ૧૨ ૐ એકાક્ષરી બ્રહ્મ, ઉચ્ચારી જપતો મને; જાય છે જે તજી દેહ, તે પામે છે પરંગતિ.
|| ૧૨ ||
૧૩
(હે ધનંજય ! જે સાધક યોગબળ, ભકિતબળ કે જ્ઞાનબળમાં કંઈ ન જાણતો હોય છતાંય હું નીચે કહું છું તેટલી યોગ્યતા ધરાવતો હોય, તો તે પણ ઉપર કહી તે પરંગતિને જરૂર પામી શકે છે. સારાંશ કે આત્મપ્રાપ્તિ ગમે તે સાધને થઈ શકે છે, પણ એટલી શરત તો દરેકમાં ખરી જ કે ધ્યેય માત્ર એક આત્મા જ હોવો જોઈએ. સાંભળ :)
બધાં ઇન્દ્રિયદ્વારો રોકી, હૃદયમાં મનને રોકી, તાળવામાં પ્રાણને રોકી, જે યોગધારણામાં રહ્યો થકો એક બાજૂથી ૐ એવા એકાક્ષરી બ્રહ્મને જપતો થકો અને સાથે સાથે ૐૐ ના મૂળ સ્વરૂપ-મને (એટલે કે અંતરાત્માને) ચિતવતો થકો દેહ છોડીને જાય છે તે જરૂર પરંગતિ પામે છે.
નોંધ : મતલબ એ કે સાધનાના માર્ગો અનેક છે. સાધનમાં એકાંતપણું કદી જ ન હોઈ શકે પણ સાઘ્યમાં તો એકત્વ હોવું જ જોઈએ. એકનિષ્ઠ વિના કદી કોઈ પણ કાર્યમાં ફતેહ ન થાય, તો પછી અઘ્યાત્મમાર્ગમાં તો થાય જ શી રીતે ? એકનિષ્ઠા એ આત્મપ્રાપ્તિની અનિવાર્ય શરત છે.
અહીં પ્રણવ જપ પર ભાર આપ્યો છે. પ્રણવ જ૫નો મહિમા દરેક ધર્મમાં છે જ. 'ૐ' અક્ષરનો ઉચ્ચાર જ એવે સ્થળેથી થાય છે કે જપ માત્રનો એ મહારાજા છે.
અક્ષરવાળા જાપના જપનારે 'ૐ' ને કદી ન વિસરવો અ+ ઉ + મ્ અથવા અ+ આ+ ઉ+ મ્ મળીને 'ૐ' થાય છે. એમાં વૈદિક ધર્મના પ્રાણરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને જૈનધર્મના પ્રાણરૂપ પંચપરમેષ્ઠીનો ધ્વનિ આવી જાય છે.
ઇન્દ્રિયોનાં દ્વારો રોકવાનું પ્રથમ કહ્યું. ઇન્દ્રિયોનાં દ્વારો રોકવાં એટલે ઇન્દ્રિયના વિષયો પર કાબૂ મેળવવો. તે વિના મન પર કાબૂ ન આવે અને મનને
Page #44
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૪૯
પણ હૃદયમાં રોકવું. હૃદય એટલે આત્માની સમીપમાં રહેલું અંતઃકરણ. તેમાં મનની સ્વસ્થતા થઈ એટલે પ્રાણાયામથી ઢંકારનું જપન કરવું.
અહીં શ્રી જ્ઞાનેશ્વરી ગીતા કહે છેઃ ‘માર ૩૨ મને મા૨ ત્રણે અર્ધમાત્રામાં મળે ત્યાં સુધી ધારણા શકિતના બળથી પ્રાણવાયુને બ્રહ્માકાશમાં ન મળે એવા પ્રયોગથી ધરવો અર્થાત ત્યાં સુધી તે વાયુને મસ્તકાકાશમાં સ્થિર કરવો; પછી ૐકારનો અને તેનો (પ્રાણનો) સંયોગ થતાં મૂળ સ્વરૂપ જે બ્રહ્મ, તેમાં તે રમમાણ થાય છે. આમ થતાંની સાથે જ ૐકારનું જપન બંધ થાય છે અને તે વખતે પ્રાણનો અંત આવે છે. પછી તો jૐકારથી અતીત બ્રહ્માનંદ જ બાકી રહે છે."*
પરંતુ આ બધું અનુભવગમ્ય અથવા ગુરુગમ્ય છે. ટૂંકો સાર એ કે છેવટે સર્વ લય પામી પર સ્વરૂપદશા પામી જવાય છે. સાધન ગમે તે હો - ભકિત હો, જપ હો કે જ્ઞાન હો, આશ્રમે ગૃહસ્થ હો કે સંન્યાસી હો, પણ અંતરંગ ત્યાગી તો હોવો જ જોઈએ.
ધ્યેય તો એક જ હોવું જોઈએ એ બતાવવા પુનરુકિત કરીને વળી ગીતાકાર એ જ વાતને પુષ્ટ કરે છે:
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः । तस्याऽहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥ १४ ॥ मामुपेत्य पुनर्जन्म दुःखाऽऽलयमशाश्वतम् । नाऽऽप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥ १५॥ મને એકાગ્રચિત્તેથી, સંભારે જે નિરંતર; તે નિત્ય યુકત યોગીને, સહેજે પાર્થ હું મળે. ૧૪ મને પામી મહાત્માઓ, પરંસિદ્ધિ વરેલ જે; તે ન પામે પુનર્જન્મ, દુઃખાગાર અશાશ્વત. ૧૫ (હે પૃથાના દીકરા) પાર્થ ! મને જે એકાગ્રચિત્તવૈતા બની (બીજે કયાંય ચિત્ત રાખ્યા વિના સંસારનાં પ્રલોભન કે સિદ્ધિની લાલચોમાં અથવા આયુષ્યના મોહમાં કે મરણના ભયમાં ડગ્યા વગર) નિત્ય નિરંતર મારું (શુદ્ધ-આત્માનું) જ સ્મરણ કર્યા કરે છે, તે નિત્ય યુક્ત યોગીને હું સહેજે મળી જાઉં છું. શ્રી ભિક્ષુ અખંડાનંદની ગુજરાતી જ્ઞાનેશ્વરી ગીતા પૃ. ૨૫૯
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ગીતા દર્શન
મને પામીને (આવા અને ઉપર કહી ગયો તે કોટિના) મહાત્માઓ છેવટે એવી પરંસિદ્ધિને પ્રાપ્ત થાય છે કે પછી દુઃખના ઘરરૂપ અને અશાશ્વત (એટલે અનિત્ય) એવા પુનર્જન્મને (ફરી જન્મમરણરૂપ સંસાર ઘટમાળને) પામતા જ નથી.
નોંધ : આ વાત ઘણા સાધકોને મીઠી સાકર જેવી લાગશે. જો કશાય પ્રયત્ન વિના માત્ર પ્રભુ સ્મરણ માત્રથી આવું પુનર્જન્મ મટાડનારું શાશ્વત પદ મળી જતું હોય તો ત૫, સંયમ, ત્યાગ, બ્રહ્મચર્ય, અહિંસા, અપરિગ્રહ; ધ્યાન આદિ સાધનાની તરખડ શા માટે કરવી? પણ તેઓ એક અગત્યની વાત ભૂલી જાય છે. તે એ કે એવી સાધના પછી જ ચિત્તનું ઘડતર એવું થાય છે કે જે એક પ્રભુમાં જ લાગી રહે, નહિતર તો માંકડું મન અને બુદ્ધિના કુતર્કો, હૃદયની સુદ્ર લાગણીપ્રધાનતા અને ઇન્દ્રિયોનું વિષયસુખમાં રાચવું. આ બધું આવીને ઘડીઘડીમાં ડગુમગુ કરી દે. એટલે ચિત્તની ઉત્તમ અચલિત નિશ્ચલતા સાધવા સારુ જ સાધનાની જરૂર છે, અનિવાર્ય જરૂર છે. એ સાધનામાં જો અનાસક્તિ કે ચિત્તસ્થિરતા અથવા આત્મતલ્લીનતાનું ધ્યેય હશે તો એ તપ, ત્યાગ, સંયમ કે ભકિત આદિ સાધનોમાંથી રસ પણ મળશે અને વિકારો પણ ટળશે. તેથી પ્રયત્ન પણ અખંડ રહેશે. ભૂલો થશે પણ જાગૃતિ એવી હશે કે ભૂલોને ભૂંસીને બમણા ઉત્સાહથી આગળ વધાશે.
હવે આત્મા અથવા પ્રભુમાં જ એકાગ્રતા ન થાય અને કોઈ બીજા પદાર્થ, વ્યક્તિ, કિંવા દેવમાં એકાગ્રતા થતી હોય તો, તેવી સાધના શા સારુ ન કરવી, એ સવાલ થાય છે. જો કે પ્રથમ પ્રથમ આ સાધના અમુક હદે સાવ નકારવા જેવી નથી એ અગાઉ કહેવાઈ ગયું છે, પણ શ્રદ્ધાનું બળ વધ્યા પછી તો તે ધોરણ છોડી દેવા જેવું છે. કારણ કે પદાર્થ, વ્યકિત કે દેવની ઉપાસનાથી બહુ બહુ તો માત્ર લૌકિક લાભ થાય છે. તે વાત તો રૂપિયો આપીને બદલામાં કાણી કોડી લેવા જેવી છે. એ અગાઉ આપણે જાઈ ગયા છીએ. છતાં શ્રીકૃષ્ણગુરુ વળી કહે છે -
आब्रह्मभुवनाल्लोकाः पुनरावर्तिनोऽर्जुन । मामुपेत्य तु कौतेय पुनर्जन्म न विद्यते ॥ १६ ।। બ્રહ્મલોક લગી વિવે, છે પુનર્જન્મ અર્જુન; પણ નથી પુનર્જન્મ, કૌતેય ! હું મળ્યા પછી. ૧૬
Page #46
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૫૧
હે (ઊજળા) અર્જુન! (બીજી બઘી સાધનાને અંતે જે સ્થાન મળે છે ત્યાં સંસાર જ છે. ઠેઠ બ્રહ્મલોક કે જ્યાંથી પરંધામ અત્યંત નજીક જ છે, ત્યાં લગી પણ જઈને ફરી જન્મમરણ તો કરવાં જ પડે છે, એટલે કે બહુ બહુ તો ત્યાં બ્રહ્મસુખ મળે પણ આધ્યાત્મિક સુખ આગળ તે સુખ સાવ તુચ્છ છે.
ત્યાંનું કાળપ્રમાણ એટલું બધું લાંબું છે, છતાં જ્યાં કાળ આવ્યો ત્યાં અંત પણ સાથે જ નિર્માયો છે. સારાંશ કે ત્યાં આ પુનર્જન્મ દશા છે જ નહિ માટે જ કહું છું કે) બ્રહ્મભુવન લગીનાં ભવનોમાં પુનર્જન્મ છે, પરંતુ હે કૌતેય ! મને પામ્યા પછી પુનર્જન્મ રહેતો જ નથી. (તથી જ કહું છું કે તું મારું-અંતરાત્માનું ચિંતન કર્યા કર.)
નોંધઃ જૈનસૂત્રોમાં પણ પ્રકારાંતરે આ જ વાત કહી છે. તેત્રીસ સાગરોપમ જેવા અગાધ કાળ લગી પરમ દૈવી સુખમાં રાચતા દેવેન્દ્રો પણ મૃત્યુને વશ જ છે. છેવટે તો તેમને પણ મર્યલોકમાં આવ્યા પછી જ મોક્ષ મળે છે-અને એ મર્યલોક એટલે મર્દ વીરોની કર્મભૂમિ. એમાં જ ખરા પુરુષાર્થે મોક્ષપ્રાપ્તિ થાય છે.
જેમ જૈનસૂત્રો માંહેલું સર્વોપરી સર્વાર્થ સિદ્ધ વિમાનનું સ્થાન સિદ્ધશિલામોક્ષધામની છેક નજીક છે, તેમ વૈદિક ગ્રંથોનું બ્રહ્મ ભુવન તે પણ અક્ષરધામની નિકટ અને ચૌદ ભુવનના શિખરરૂપ છે.
પુનર્જન્મ ટળે એ જ સૌ કોઈ ઈચ્છે છે. કારણ કે સ્વર્ગલોકના ચૌદ ઇન્દ્રો જેટલી વારમાં ખલાસ થાય, તેવડો મોટો તો બ્રહ્મનો એક દિવસ હોય છે. હજાર વાર ચાર યુગો વહી જાય તેવો બ્રહ્મદેવનો દિવસ અને તેવડી જ રાત્રિ હોય છે. એ બતાવીને હવે ગીતાકાર કહે છે કે આવડો મોટો છતાં છેવટે તો એનો છેડો જ છે, એમ જ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ બાહ્યસુખ આપતાં ભુવનો માટે જરાય લાલસા ધરાવતા નથી.
सहस्रयुगपर्यन्तमहर्यद्कैब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जनाः ॥ १७ ॥ अव्यक्ताद् व्यक्तयः सर्वाः प्रभवन्त्यहरागमे । रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाऽव्यतसंज्ञके ॥ १८ ।। भूतग्रामः स एवाऽयं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमेऽवशः पार्थ प्रभवत्यहरागमे । II ૧૨ ll
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૫૨
ગીતા દર્શન
परस्तस्मात्तु मावोऽन्योऽक्यक्तोऽव्यकात् सनातनः । यः स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ॥२०॥ अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् । यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम !! ર૧ / पुरुषः स परः पार्थ भक्त्या लम्यस्तवनन्यया । વસ્થાન્તઃનિ મૂરિ ચેન સર્વનિ તતમ+ || ૨૦ | હજાર યુગનો દા'ડો, જે જાણે બ્રહ્મ દવનો; ને એવડી જ રાત્રીય, તે જ્ઞાતા દિન રાતના. ૧૭ અવ્યકતથી સહુ વ્યકિત, ઊઠે દિન ઊગ્ય અને રાત્રિ પડયે શમી જાતી, તે જ અવ્યકતમાં વળી. ૧૮ તે જ આ ભૂતનો સંઘ, જન્મી જન્મી શમી જતો; પરાધીનપણે પાર્થ ! શમે રાત્રે, દિને ઊઠે. ૧૯ તે અવ્યકતથી અવ્યકત, બીજો જે ભાવ શાશ્વત; નાશ પામે ભૂતો સર્વે, તોયે તે નષ્ટ ના થતો. ૨૦ અક્ષર તે જ અવ્યકત, કેવાય તે પરંગતિ; જે પામી ન ફરી જન્મ, તે મારું ધામ છે પરં. ૨ ૧ પર પુરુષ તે લાધે, પાર્થ ! અનન્ય ભકિતથી;
જેની અંદર સહ ભૂતો, તેથી આ સર્વ વિસ્તૃત.+ ૨૨ (ભારત!) હજાર યુગ લગીનો બ્રહ્મનો દિવસ છે અને હજાર યુગ લગીની રાત્રિ છે, એવું જેઓ જાણે છે તે દિનરાતના (ખરેખરા) જ્ઞાતા- જાણકાર છે. વળી પુરાણના શબ્દોમાં કહું તો) એ (બ્રહ્મનો) દિન ઊગતાં અવ્યકત પ્રકૃતિ (જીવની પરા પ્રકૃતિ)માંથી બધી વ્યકિતઓ જન્મે છે અને પાછી રાત્રિ આવતાં વળી ત્યાં જ તે અવ્યકત નામવાળા તત્ત્વમાં લીન થઈ જાય છે. હે પાર્થ ! (તે વ્યકિતઓ એ જ તે ભૂતનો સમુદાય, માટે) તે જ આ પ્રાણિસમુદાય આમ પેદા થઈ થઈને લય પામે છે. મતલબ કે પરાધીનપણે રાત્રે લય પામે છે અને પાછો દિન ઊગ્યે ઊપજે છે. (ઉપર જે અવ્યકતની વાત કરી) તે અત્યકતથી પણ બીજો વળી પર અવ્યકત ભાવ છે. જે બધાં ભૂતો નાશ પામતો નથી. (અરે પરતપ!) તે જ અવ્યકતને જ્યાં પ્રતિષ્ઠિત છે સહુ (પાઠાંતર)
Page #48
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૫૩
અક્ષર (નામે સંબોધાય છે) કહ્યો છે, અને તેને જ પરંગતિ પણ કહેવાય છે. મારું કરંધામ પણ એ જ છે અને એને પામ્યા પછી ફરી ફેરા ફરવાપણું (એટલે કે
પુનર્જન્મ કરવાપણું) રહેતું નથી. છે. અહો પાર્થ ! તે પરંપુરુષની પ્રાપ્તિ અનન્ય ભકિતથી અવશ્ય) થાય છે. જેની અંદર સહુ ભૂત રહ્યાં છે, જેના વડે આ બધું વિસ્તર્યું છે. (અથવા જેની અંદર સર્વ ભૂતો રહ્યાં છે, જ્યાં બધુંય પ્રતિષ્ઠિત છે.) છે કે નોંધ : જૈનસૂત્રોમાં પણ દેવોનાં મોટાં આયુષ્ય બતાવવા ખાતર મહાન રૂપકો કે મૂકવામાં આવ્યાં છે, દા.ત. જુગલિયા નામના મનુષ્યોના વાળ ખૂબ બારીક હોય
છે, તેને કચરી કચરીને એક મહાકૂવામાં ભર્યા હોય ને તેમાંથી સો વર્ષે માત્ર એકજ બાળ કાઢતાં કાઢતાં કૂવો પૂરો થાય, તે કાળ કરતાંય અસંખ્યાતગણાં દેવાયુષ્ય હોય
છે અને દેવોની ક્ષણ એટલે અહીંનાં હજારો વર્ષ. આમ અથાગ કાળનું આયુષ્ય છે છતાંય તેનો અંત તો ખરો જ. એટલા કાળ લગી મહાવૈભવ ભોગવ્યો હોય છતાંય મોત આવે, ત્યારે એ દેવેન્દ્રને લાગે કે અહા ! મેં તો માત્ર પૂરું રસચટકુંય ન લીધું ! મતલબ કે સાંસારિક સુખભવોની પરાકાષ્ઠા અને તે પણ અથાગ કાળ લગી હોવા છતાં દેવોની આ દુર્દશા છે તો પછી મનુષ્યના ભોગ અને સ્વલ્પ આયુષ્ય એની આગળ શી વિસાતમાં! આમ વિચારવાથી પણ મનુષ્ય સાંસારિક લાલચને વશ ન થાય કે તેથી ચેતતો રહે તો તે વિચાર ખૂબ ઉપયોગી છે. - બ્રહ્મદેવનાં રાત્રિદિન જાણવાનો હેતુ એ જ કે બ્રહ્મદેવ દેવેન્દ્ર હોય તો એને પણ મૃત્યુ હોય જ, એમ જાણીને વૈરાગ્યમય રહે તે જ જ્ઞાની, એમશ્રીકૃષ્ણગુરુ કહેવા માગે છે.
બ્રહ્મલોકનો દેવેન્દ્ર તે જ બ્રહ્મા. સૃષ્ટિકર્તા તરીકે એક પ્રજાપતિ તરીકેની એને વિશે કલ્પના કરવામાં આવી છે. કલ્પના સ્વયંભૂ છે (પોતાની મેળે થાય છે,) માટે એનું નામ સ્વયંભૂ પણ છે. સંહિતા અને પુરાણોમાં હિરણ્યગર્ભા તરીકે પણ ઓળખાવાય છે. પર અક્ષરબ્રહ્મને સૃષ્ટિકર્તાની ભાંજગડમાં નથી નાખવામાં આવતા. પણ આમને નાખ્યા છે તે રૂપક છે. કારણ કે કલ્પના સૃષ્ટિનો મૂળ કર્તા પ્રભુ છે. તે દષ્ટિએ સૃષ્ટિકર્તા પ્રભુ ભલે ગણાય, વસ્તુતઃ તે પ્રપંચ માત્રથી ભિન્ન છે. તે પર અક્ષરતત્ત્વને સંસાર સાથે કશું લાગતું વળગતું નથી. ગીતાએ પણ પાંચમા અધ્યાયમાં એ જ વાત કરી.
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ગીતા દર્શન
ભૂતસમુદાય બ્રહ્મદેવનો દિવસ હોય ત્યારે જાગે છે અને રાત્રે લય થાય છે. આ રીતે બ્રહ્મદેવની રાત્રિ એ પ્રલય કહેવાય છે. પ્રલયકાળે અગાઉ કહી ગયા તે સૃષ્ટિનું બીજ રહે છે, સૃષ્ટિ નથી રહેતી. એટલે કે દેહધારીમાં રહેલું વ્યકત તત્ત્વ નથી, પણ અવ્યકત તત્ત્વ તો છે જ,
એ તો એક પૌરાણિક રૂપકની વાત થઈ. એને આ રીતે ઘટાવવાથી પણ ચાલશે. રાત્રે જ્યારે મનુષ્ય ઊંઘમાં હોય ત્યારે તેનું તંત્ર અવ્યકત રીતે ચાલે છે, ઊઠે છે ત્યારે વ્યકતપર ચાલે છે. વૈદિક ગ્રંથોનો આવાંતર પ્રલય” તે આપણું નિદ્રાધીનપણું, અને “મહાપ્રલય' તે મૃત્યુકાળ, એમ સમજીએ તોય હરકત નથી. જૈનસૂત્રોમાં પણ પ્રકારતરે કાળની ગણના અને પ્રલયની વાત છે.
આ પછી બીજી વાત એ કે ઈચ્છા હોય કે ન હોય તો પણ પરાધીનપણે ભૂતોને ઊપજવું પડે છે. એનો અર્થ એ કે જીવ જ્યાં લગી મોહમગ્ન છે, અથવા જૈનસૂત્રની દષ્ટિથી કહીએ તો કર્મસંગી છે ત્યાં લગી ઈચ્છાએ કે અનિચ્છાએ કર્મપરિણામ ભોગવવાને કાજે એને જન્મમરણાદિ સંસારમાં યોજાવું જ પડે છે. પણ ભૂતોમાં જે અવ્યક્ત ભાવ છે, તે સંસાર મટાડી શક્તો નથી એટલે જ તે અવ્યકતથી પણ ઉત્કૃષ્ટ બીજો જે અવ્યક્તભાવ છે તે જ આરાધવા યોગ્ય છે. એને અક્ષર તરીકે પણ ઓળખાવાય છે અને પરંગતિ પણ એને જ કહેવાય છે. શ્રીકૃષ્ણજી કહે છે કે હું જે મારું પરમધામ કહું છું તે પણ એ જ છે.
સારાંશ કે પરંપુરુષ કહો, મોક્ષપદ કહો કે મારું પરંધામ કહો, એ બધું એક જ છે. માત્ર નામ ભેદ જ છે. જૈનસૂત્રો પણ એ જ કહે છે કે એ પરમ અવ્યાબાધક સુખવાળું પદ સિદ્ધિસ્થાન કહેવાય છે, સિદ્ધગતિ કહેવાય છે, મુકિત કહેવાય છે, પરિનિર્વાણ કહેવાય છે. મુકતાત્માઓનું અપુનરાવૃત્તિવાળું ધામ કહે છે તે જ પરમપદ પણ કહેવાય છે, એ શાશ્વત છે.
સંસારના બધા ભાવો અસ્થાયી છે, પણ એ સદૈવ સ્થાયી છે, ગીતાજીએ પણ એ જ કહ્યું કે ભૂતો નાશ પામવા છતાં એની પાછળ કાર્ય કરી રહેલો શાશ્વતભાવ-અક્ષરરૂપ પરમાત્મભાવ કદી નષ્ટ થતો નથી. એની અંદર સર્વ ભૂતો સમાય છે અને જે થકી આ બધું વિસ્તર્યું છે” એનો અર્થ એ કે સર્વ ભૂતોની શકિત એક બાજુ મૂકીએ અને માત્ર એ પરમાત્મભાવની શકિત એક બાજુ મૂકીએ, તો સોમાં જેમ નવાણું સમાઈ જાય તેમ સમાઈ જવાની વાત ખરી જ છે. પ્રથમની શકિતમાં સંખ્યાબળ ઘણું છે, પણ સાથે સંસાર સંબંધ હોઈને એની સૂક્ષ્મ
Page #50
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૫૫
શકિત ઘણી નથી. જ્યારે બીજી શકિતમાં સંખ્યાબળ નથી. તે માત્ર એક જ તત્ત્વ છે પરંતુ તેમાં શક્તિ અનંત છે, કારણ કે સંસાર સંબંધ તેને લોપી શક્તો નથી. આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે જે શકિત એક સત્યાર્થીમાં હોય છે તે કરોડ અસત્યાર્થીમાં નથી હોતી, અને તેથી જ સંખ્યાબળને છેવટે તો સિદ્ધાંત પાસે નમવું જ પડે છે. વળી ખરી રીતે જોઈએ તો સંખ્યામાં પણ જે ચૈતન્ય શકિતવાળું દેખાય છે, જે થોડું ઘણું પણ સત્યાર્થીપણું જણાય છે તે પણ એ પરે આત્માના જ્ઞાનને જ આભારી છે. માટે તેને લીધે જ આ બધું છે એમ પણ કહેવાય. પરંતુ આનો અર્થ એ નહિ કે એ પરંતત્ત્વ આ બધું પેદા કર્યું છે અથવા એક પ્રભુ એવા છે કે જે સર્વવ્યાપક છે. એનો અર્થ એટલો જ કે જે પર બ્રહ્મ પુરુષોત્તમરૂપ છે તે જ્ઞાન સ્વરૂપ જ છે અને જ્ઞાનની અવધિ હોઈ શકે નહિ. દેહી માત્રમાં જ્ઞાનનો ઓછો વધતો પ્રકાશ રાજે જ છે, માટે જ્ઞાન દષ્ટિએ જ્ઞાનને જો આત્મા અગર પ્રભુ કહીએ તો તે સર્વવ્યાપક છે અને આ બધું સૃષ્ટિતંત્ર કર્મના કાનૂનથી તાલબદ્ધ ચાલે છે, તેમાં જ્ઞાન જ કારણભૂત છે. જીવમાં પણ જ્ઞાન છે. તો જ જગતમાં તે ભાગ લઈ શકે, ભલે પછી એ જ્ઞાન મોહાવરણને લીધે અજ્ઞાનરૂપ હોય !
આ રીતે બરાબર સુમેળ મળી રહે છે. એ પરંધામ અનન્ય ભક્તિથી મળે છે એ તો સમજાયું. હવે શ્રીકૃષ્ણ મુખે એક નવી વાત કહેવાય છે:
यत्र काले त्वनावृत्तिमावृतिं चैव योगिनः । प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षम ॥ २३ ॥ अग्निोतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् । तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥ २४ ॥ धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते || ર૫ II शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते । एकया यात्यनावृत्तिमन्ययाऽऽवर्तते पुनः ॥ २६ ॥ नैते सृती पार्थ जानन योगी मुह्यति कश्चन । તમાત સર્વેy #ાપુ યો યુવત્તો મવાનુન || ર૭ II જે કાળમાં મરી યોગી પામે જન્મ અજન્મને; તે કાળનેય ભાખીશ, ભરત શ્રેષ્ઠ ! હું હવે. ૨૩
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ગીતા દર્શન
અગ્નિ જ્યોતિ દિને શુકલે, છ માસે ઉત્તરાયણે; તે કાળમાં મરી પામે, બ્રહ્મજ્ઞ જન બ્રહ્મને. ૨૪ કુષ્ણપક્ષે નિશિ ઘૂમે, છ માસે દક્ષિણાયને; મૂઓ પામી શશી જ્યોતિ, ફરી તે યોગી જન્મતો. ૨૫ શુકલ કૃષણ ગતિ આ બે, જગતની શાશ્વતી કહી; એકથી થાય છે મુકિત, પુનર્જન્મ બીજી થકી. ૨૬ આ બેય માર્ગનો જ્ઞાતા, યોગી કોઈ ન મોહતા;
માટે તે સર્વ કાળે થા, યોગથી યુકત અર્જુન ! ૨૭ (હે ભારત ! હજુ તને એક વાત કહેવી રહી ગઈ છે. કેટલાક લોકો કાળને જ જગબંધન અને જગમોક્ષનું મહાકારણ માને છે. જો કે તેમાં સત્ય છે ખરું પણ તેવું એકાંતે નથી, કાળ પણ સાપેક્ષ કારણ જ છે. હું તો કાળનો અર્થ ગતિ જ કરું છું: ધોળી ગતિ અને કાળી ગતિ. ઘોળી ગતિ તે બ્રહ્મનો માર્ગ અને કાળી ગતિ એ બહુ બહુ તો આગળ વધીને પણ ચંદ્રલોકનો માર્ગ-દેવગતિનો માર્ગ. ઊંચામાં ઊંચી દેવગતિ મળે તોય ફરીને જન્મવું તો પડે જ, માટે તે માર્ગ છોડી દેવા જેવો છે, અને પ્રથમનો ઊજળો માર્ગ લેવા જેવો છે, આટલું જ્ઞાન પણ યુકત યોગી જ્ઞાનીને જ હોય છે, બીજા જ્ઞાનીને હોય અને ન પણ હોય ! એટલે એવું પણ બને કે આખી જિંદગી બ્રહ્મની સાધના કરી હોય પણ દઢ ન હોવાથી મરણ બગડી જાય, મોહમાં પડી જવાથી મરણ બગડી જાય છે. તેથી જ મારું વારંવાર જે કહેવું છે કે તું યોગયુકત થા” તેનું રહસ્ય તું સમજી શકીશ. એ વિષે હું શું કહું છું તે સાંભળ:
જે કાળે મરણ પામનાર યોગીઓ પુનર્જન્મ નથી પામતા તે કાળનું સ્વરૂપ હવે હું તને કહીશ, તે સાંભળ:
અગ્નિ, જ્યોતિ, દિવસ, શુકલપક્ષ અને ઉત્તરાયણના છ માસ (પૈકીનો એક માસ એ બધો ઉત્તમ કાળ ગણાય છે.) તે કાળે મરણ પામેલો બ્રહ્મજ્ઞાની હિં અગાઉ કહી ગયો તેવા અક્ષર) બ્રહ્મપદને પામે છે.
પરંતુ ધૂમ, રાત્રિ, કૃષ્ણપક્ષ તથા દક્ષિણાયનના છ માસમાં મરણ પામનાર યોગી (બહુ બહુ તો) ચંદ્ર લોકે જઈને પણ અંતે તો (ફરી જન્મે છે) પુનર્જન્મ પામે જ છે.
આ કાળી અને ધોળી એ બે (અજ્ઞાન અને જ્ઞાનની) જગતની શાશ્વતી (પરાપૂર્વથી અનાદિ અનંત) બે ગતિ (બે રસ્તા) મનાયા છે. એક વડે મુકિત,
Page #52
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૫૭.
'બિને બીજા વડે પુનર્જન્મ પમાય છે. (અર્થાત્ જ્ઞાનથી મોક્ષ અને અજ્ઞાનથી સંસાર
માય છે.)
આ હે પાર્થ! આ બે માર્ગને જાણતો છતો યોગી કોઈ (કયાંક) મોહતો જ નથી માટે જ કહું છું કે, હે અર્જુન ! તું સર્વ કાળે યોગયુક્ત થા.
નોંધ : અમુક જૈન આચાર્યો કાળદ્રવ્યને સ્વતંત્ર પદાર્થ નથી માનતા, તે એ કષ્ટિએ કે સર્વ ક્ષેત્રમાં કાળદ્રવ્ય નથી, છતાં જૈનસૂત્રોમાં કાળદ્રવ્યનું જ્ઞાન છે ખરું, કોણ સૂર્ય-ચંદ્રની ગતિ અને પદાર્થ તથા વ્યક્તિના ઊપજવા-વિણસવા અને રહેવા ' પર એનો આધાર છે. ત્યાં પણ એમ કહેવામાં આવ્યું છે ખરું કે અમુક ક્ષેત્રે અમુક
મળે જ મોક્ષ મળે. પરંતુ એક મહાવિદેહ નામનું ક્ષેત્ર છે, તે સ્થળે સદાય ચોથો મારો-સુંદર કાળ-હોય છે. એટલે ત્યાં કોઈ કાળે મોક્ષને પ્રતિબંધ નથી, જ્યારે બીજાં ભરત ઐરવ્રતાદિ ક્ષેત્રોમાં તો અમુક કાળ સિવાય-પ્રાયઃ અપવાદ સિવાય-મોક્ષ નથી. પરંતુ આ બધુંય અનુભવ ગમ્ય છે. વસ્તુતઃ કોઈપણ ક્ષેત્રને કે કોઈપણ કાળને એકલો મોક્ષનો ઈજારો પણ ન હોય. ખરી વાત તો એ છે કે એ વાળ અને એ ક્ષેત્ર આ દેહમાં જ છે અને મોક્ષધામ અને પરંબ્રહ્મ પણ દેહમાં જ છે. સતત યુકતયોગપણું જોઈએ.
મરતી વેળા જીવ બ્રહ્મધ્રમાંથી જાય તો જરૂર મોક્ષ થાય, ગરદનના ઉપલા કોઈ ભાગમાંથી જાય તો દેવગતિ થાય, એથી નીચેથી જાય તો મનુષ્યગતિ થાય,
એથી પણ નીચેના ભાગમાંથી જાય તો તિર્યંચગતિ થાય અને એથી પણ નીચેના આ ભાગમાંથી જાય તો નરક ગતિ થાય. આવું અનેક પ્રકારનું કથન હોય છે પણ તે સુધ્ધાં એકાંતે યથાર્થ નથી. - જ્ઞાની પુરુષોએ આ બધું કોઈને કોઈ હેતુપૂર્વક કહ્યું હોય છે એમાં સંશય નથી.' યથાર્થ તત્ત્વ ગમે તે હોય પણ જે નિત્ય નિરંતર આત્મયોગી છે, તે મરે છે ત્યારે યોગ્ય કાળ, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય સ્થાન અને ભાવ પણ યોગ્ય જ કુદરતી રીતે આવી રહે છે. એનું કારણ એનો કાયમી અભ્યાસ છે. જેમ હમેશાં ટેવાયેલો અંધ પોતાનો રસ્તો બરાબર ખોળી લે છે. વળી ઉપયોગ ન હોય તોય જે જાતની ટેવ હોય છે તે કામ ઇન્દ્રિયો અને મન સહેજે કરી નાખે છે.
માટે જેને મરણ વખતે સારી સ્થિતિ જોઈએ, તેણે જીવતાં પણ તેવી સ્થિતિ નિત્ય નિરંતર સાધી લેવી જોઈએ, આટલો જ ગીતાકારનો કહેવાનો મુખ્ય આશય છે. એટલે શુક્લ પક્ષમાં મરે તે ઊંચી ગતિ જ પામે અને કૃષ્ણ પક્ષમાં મરે તે નીચી
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ગીતા દર્શન
ગતિ પામે એવી એકાંતિક માન્યતા બાંધી ન લેવી જોઈએ. જીવતાં ગમે તેમ વર્તે તેટલા માત્રથી અને મરતી વેળા રામનું નામ સંભારે કે સાંભળે કે તુલસીનું પાન મુખમાં મૂકે તેટલા માત્રથી કાંઈ સદ્ગતિ થાય નહિ!
वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रतिष्ठम् । अत्येति तत्सर्वमिदं विदित्वा યોગ પર સ્થાનમુવતિ પાડઘમ / ૨૮ || વેદો વિષે ને તપ, દાન, યશે, બતાવ્યું છે જે ફળ પpય કે, આ જાણી યોગી સહુ તે વટાવે,
ને મેળવે ઉત્તમ આદિ સ્થાન. ૨૮ (હે ભારત! માટે જ મેં વેદ, તપ, દાન અને યજ્ઞના ફળ પરત્વે તને નથી પ્રેર્યો કારણ કે એનું ફળ તો યોગથી સહેજે સાંપડે છે, પણ એ માર્ગે તો આત્મયોગ મળે અને ન પણ મળે. માટે જ ફરીને કહું છું કે, યોગી પુરુષ (આ રહસ્યને) જાણીને વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્યફળ બતાવ્યું છે, તે સર્વને વટાવીને સૌથી ઉચ્ચ કોટિનું પરંધામ (આત્મલક્ષ્ય કાયમ રાખી) મેળવી લે છે.
નોંધ: આનો અર્થ એ નથી કે કોઈ વેદ, યજ્ઞ, તપ કે દાન તરફ ઉપેક્ષા જ કરે. પણ જેઓ એકાંતે એ સાધનને પકડી મૂળ આત્મલક્ષ્ય ચૂકી જ જાય છે, તેમને આ ચીમકી છે. ખરો યોગી સાચા અર્થમાં તો યજ્ઞ, દાની, તપસ્વી અને વેદવેત્તા હોય જ છે, પણ એનાં યજ્ઞ, દાન, તપ અને વેદ કેવા પ્રકારનાં હોય છે તે વાત અગાઉ બીજા ત્રીજા અધ્યાયમાં કહેવાઈ ચૂકી છે.
મતલબ કે તે વેદશ્રુતિ પરથી પશુયજ્ઞ નથી કરતો પણ ધર્મમય પુરુષાર્થ અને લોકસેવારૂપી યજ્ઞ જરૂર કરે છે. પોતાની અંતરની પશુતા હોમી, માનવતાને એ જરૂર ઉજાળે છે. એ સખાવત જરૂર કરે છે, પણ તે હૃદયની શુદ્ધિ માટે, નહિ કે અભિમાનને પોષવા કે બદલાની ઇચ્છાએ. માત્ર કર્તવ્ય માનીને તે જગતને બધું આપી દે છે. જગતના પ્રભુ-આત્માને ખાતર એ સર્વ સમર્પણ કરે છે, એ જ રીતે વાસનાને વિદારવા એ તપ જરૂર કરે છે, પણ માપ રાખીને. ક્રોઘપૂર્વક તામસી તપ કે આસકિત રાખીને એ તપ નથી કરતો. એ મુખથી ભણે છે પણ સાથે સાથે
Page #54
--------------------------------------------------------------------------
________________
વ્યાય આઠમ
ણે પણ છે એટલે કે જીવનમાં જ્ઞાનને ઉતારે છે. માત્ર સૂત્રોને જ કંઠસ્થ કરી ટેથી ભપકાબંધ બોલતો જ નથી પણ સત્યમય જીવન જીવે છે. આમ બાહ્ય રીતે ચોકો એને વેદવેત્તા, દાની, તપસ્વી કે અગ્નિહોત્રી કહે કે ન કહે; કર્મકાંડી કહે કે
કહે પણ ખરા અર્થમાં તો તે બધાયનો શિછત્ર છે. સમુદ્રમાં જેમ સરિતાઓ માય છે પણ સરિતામાં સમુદ્ર નથી સમાતો, તેમ આત્મયોગમાં તપ, દાન, યજ્ઞ ને વેદવિદ્યા સમાય છે, પણ એવા એકાદ સાધન માત્રમાં કંઈ આત્મયોગ નથી માઈ જતો.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविधायां । योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे
अक्षरब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः ||८||
૩૫૯
‘ૐ તત્ તસ્’ એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી, ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં અક્ષરબ્રહ્મયોગ નામનો આઠમો અઘ્યાય પૂરો થયો.
您
આઠમા અઘ્યાયનો ઉપસંહાર
સાતમા અઘ્યાયમાં જ્ઞાનવિજ્ઞાનનો વિષય વિચારાઈ ગયો એટલે સહેજે પ્રશ્ન થયો કે એ બધું જ્યાંથી છે, જેના થકી છે તે મૂળ તત્ત્વ કયું ? એ મૂળ તત્ત્વનું નિરૂપણ મુખ્યત્વે હોવાથી આ અઘ્યાયનું નામ અક્ષરબ્રહ્મયોગ' પસંદ કરવામાં આવ્યું છે, અને તે ઉચિત જ છે એવી આપણને ખાતરી થઈ ચૂકી છે.
"પાંચ તત્ત્વ અને ત્રણ ગુણ રૂપી સૂતરના મસાલાથી માનવીની શરીરરૂપી ચાદર વણાઈ છે,” એમ કબીર સાહેબ બોલ્યા છે, તેમ ગત અઘ્યાયમાં અપરાપ્રકૃતિના મસાલાથી અને જીવરૂપ પરા પ્રકૃતિના યોગથી ભૂતમાત્ર શરીરીનાં ઉત્પત્તિ વિનાશ થાય છે એટલી વાત તો આપી દીધી. અહીં એ વાતનો સુંદર વિસ્તાર છે. હવે આપણે આ અઘ્યાયમાં જે વિચારી ગયા છીએ તેને જ સંક્ષેપમાં ફરીને યાદ કરી લઈએ.
આત્માનાં ત્રણ સ્વરૂપ લઈએ તો આમ લઈ શકાય : (૧) અક્ષર સ્વરૂપ, (૨) અઘ્યાત્મ સ્વરૂપ અને (૩) કર્મસંગી જીવસ્વરૂપ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૦
ગતા દર્શન
પ્રથમનું સ્વરૂપ ધ્યેય માત્ર છે. તે સ્વરૂપનું જ્યાં સંપૂર્ણ ભાન છે, ત્યાં સંસાર નથી, પુનર્જન્મ નથી, કશું નથી.
બીજા સ્વરૂપમાં જીવ પોતે કર્મસંગી બનવાથી ઊપજે છે.' 'મને છે” એવા પર્યાયોનો કર્તા-ભોકતાપણાનો આસ્વાદ જાણે છે, છતાં તેના મૂળસ્વરૂપને સાવ કદી વિસરી જતો નથી. એ સાંભરણું એ સ્થિર ભાવ અથવા સ્વભાવઃ આ ભાવને આધ્યાત્મિક સંજ્ઞાથી ઓળખાવવામાં આવે છે. દેહધારીમાં એ અધિયજ્ઞ રૂપે રહે છે. આજ સ્વરૂપે શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ-યુકતયોગી-પણે ગીતામાં ઝબકી રહ્યા છે. એમનું જે પરંધામ છે તે તો અક્ષર જ છે, જે ઉપર કહ્યું તે એટલે કે એ તો માત્ર ધ્યેયરૂપ છે, બીજા શબ્દોમાં કહીએ તો સંસાર સાથે કશાય સંબંધવાળું નહિ તે અક્ષર પણ સંસાર સાથે સંબંધવાળું હોવા છતાંય નિર્લેપ સ્વરૂપ તે સ્વભાવ. એને આત્મજ્ઞાન કહો કે અધિયજ્ઞ કહો તે સરખું જ છે. આ સ્વરૂપ પરથી અવતારવાદની કલ્પના અને સંસારનાં ઉત્પત્તિ, લય અને સ્થિતિવાળાં તત્ત્વોના અધિષ્ઠાતા તરીકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કલ્પના આવી રહે છે.
ત્રીજું સ્વરૂપ અધિભૂત અને અધિદેવતનું મિશ્રણ છે. ભૂત અને જીવનો સંગમ. આ સંગમરૂપ કાર્યનું નામ વિસર્ગ છે અને એ બને તત્ત્વોને છૂટાં પાડીએ તો એક અધિભૂત અને બીજું અધિદૈવત પણ કહેવાય. આ બે તત્ત્વોનું મૂળ તે શુદ્ધ આત્માને તાબે રહેલી બે પ્રકૃતિઓ. એક અપરા અને બીજી પરા. પ્રથમની પ્રકૃતિ આત્માથી બિલકુલ નિરાળી છે. બીજી સાવ નિરાળી નથી. પણ આ બેય છૂટાં રૂપે ત્યારે જ ઓળખાય છે કે જ્યારે જીવ અધ્યાત્મ ભૂમિકા-સ્વભાવ ભાનને પ્રાપ્ત કરે છે. આવું ભેદ-વિજ્ઞાન તે જ સાચું વિજ્ઞાન સહિત જ્ઞાન. પણ છેવટે તો અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ સિવાય છૂટકો જ નથી ત્યારે જ એ બેય છેક છૂટી પડીને, એક સ્વરૂપ મોક્ષ પામે અને બીજી જડમાં મૂળ જડપણે વિલીન થાય.
અંતકાળ લગી જો સ્વભાવ જ જ્ઞાન રહે, તો આ અક્ષરબ્રહ્મની પ્રાપ્તિ અવશ્ય થાય. એ અક્ષર બ્રહ્મ એ જ પરમપદ, તે જ દિવ્ય પરમ પુરુષ. તે જ અપુનર્જન્મા ગતિ-અથવા મોક્ષગતિ. જૈનસૂત્રો પ્રમાણે તે જ મુકિતશિલાપરનું સિદ્ધિ સ્થાન. એને જ વેદોમાં અક્ષર શબ્દની સંજ્ઞાથી ઓળખાવ્યો છે. અરૂપી પદાર્થોમાં આકાશ સહુથી સૂક્ષ્મ છે, પણ તે સૂક્ષ્મથી પણ એ જ સૂક્ષ્મ છે. અને પરમ અરૂપી હોઈને શબ્દ કે માનસિક આંદોલનો પણ એને સ્પર્શી શકતાં નથી. તે અવાચ્ય છે, અગોચર છે, માત્ર વીતરાગ ભાવ પામ્યા પછી જ અનુભવગમ્ય છે. સૌના
Page #56
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૬૧
આધારરૂપ છે, છતાં એને કોઈનો આધાર લેવો પડતો નથી. આ દષ્ટિએ જનએને અનુશાસન કર્તા ભલે કહે પણ તે તો એથી પણ પર છે, પુરાતન છે, સદા પ્રકાશમય છે, સદા અખંડ આનંદમય છે, એવા પદને મેળવવા માટે કોણ ન ઝંખે?
સત્ય, તપ, જપ, તેમાંય ખરું તો બ્રહ્મચર્ય, અહિંસા, પ્રેમ, ભકિત, યોગ, વિદ્યા, એ બધું એને મેળવવા સારુ છે. અંતકાળે એ ધ્યેયરૂપ રહે તો પછી બીજા કોઈ સાધનની અપેક્ષા નથી અને સ્વરૂપ મોક્ષ સંભવે છે, પરંતુ અંતકાળે શરીર, ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત બધાં વ્યગ્ર બની જવાનો ખૂબ સંભવ છે. તેવી કારમી પળોમાં એવું શ્રેય તો જ રહે કે જો પહેલેથી એવો મહાવરો સહજ થઈ ગયો હોય. આવો મહાવરો થઈ જવો એનું જ નામ અભ્યાસયોગ. ચિત્તની અનન્ય ભકિત વિના, આત્મજ્ઞાન અને સત્કર્મ કૌશલ્ય વિના એવો અભ્યાસયોગ સુલભ નથી માટે જ શ્રીકૃષ્ણજી પોતાના શિષ્યને પોતાના શરીરમાં રહેલા શુદ્ધ આત્મા સ્વરૂપરૂપી અધિયજ્ઞમાં તદૂરૂપ થવા માટે અનન્ય ભકિતવાળા યોગનું નિત્ય નિરંતર અનુસ્મરણ કરવા સૂચવે છે. જો કે ચિત્તની એવી સ્થિતિ લાવવા માટે સાધક ગમે તેનું શરણ અને ગમે તે સાધનો લઈ શકે છે. દા.ત. ઇન્દ્રિયોનાં ધારો રોકવાની, મનને હૃદયમાં રોકવાની અને પ્રાણને તાળવે રોકવાની ક્રિયા કરીને પણ પરંતત્ત્વ માટે પ્રયત્ન કરી શકાય છે. બોલવામાં જપ તરીકે માત્ર ૐ (પ્રણવ)નો ઉચ્ચાર કર્યા કરે અને સાથે સાથે અંતરાત્માનું ભાન રાખ્યા કરે તોય પરંગતિ પામી શકાય. અંતરાત્માનું અનુસંધાન તો પ્રત્યેક ક્રિયામાં જોઈએ જ, એ ન હોય તો તો પોપટ જેમ રામ રટે છે, તેવું જ થાય.
આત્મજ્ઞાનનો યોગ સિદ્ધ થયો, એટલે મૃત્યુ સુધર્યું જ સમજવું. બાકીનો માર્ગ તો પુનર્જન્મનો માર્ગ છે. બ્રહ્મભુવન લગીનાં બધાં ભુવનોમાં ગએલા જીવો માટે બાહ્યસંપત્તિ ગમે તેવી અજબ મળે, પરંતુ પુનર્જન્મ તો એને શિરે ચોટેલો જ છે. અહો ! બ્રહ્મભુવનનો દિવસ અને રાત કેવડાં મોટાં ! હજાર જુગનો દિવસ ને હજાર જુગની રાત, જ્યારે સૃષ્ટિમાં સૃજન અને પ્રલય થાય છે. પણ એ પ્રલયમાં પણ જીવની-જ્યાં લગી એનો કર્મ સાથે સંગ છે, મોહ સાથે સંબંધ છે, અજ્ઞાનનો પડદો સામે છે, ત્યાં લગી-અપુનર્જન્મ દશા છે જ નહિ.
અહો કેવી ખૂબી છે! જ્યારે પ્રલય થાય ત્યારે લાગે કે જાણે સંસાર છે જ નહિ, પરંતુ સૂક્ષ્મરૂપે તો ઊભો જ છે. જેમ ચલનચિત્રની ગડી કરેલી ફિલ્મમાં જાણે કશું નથી એમ દેખાય પણ જ્યાં યંત્ર ચાલુ કરી ગડીને છોડવામાં આવે કે પછી જોઈ લો
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ગીતા દર્શન
પડદા ઉપર એનો વિસ્તાર, અપાર લીલા! બસ સૃજન અને પ્રલયનું પણ તેમ જ છે. એકવેળા તે અવ્યકત દેખાય છે, એ અવ્યકતમાંથી વ્યકત થતાં વાર લાગતી નથી. એટલું ખરું કે જીવ ન ભળ્યો હોય તો આમાંનું કશું થાય નહિ, પણ જીવરાજભાઈ માયાની મોહિનીના ગુલામ બની રહ્યા હોય ત્યાં લગી અટકે જ કેમ? માટે જ કહ્યું કે એ અવ્યકતથી પણ અવ્યકત એવા અક્ષરબ્રહ્મનું ધ્યાન જીવને લાગવું જોઈએ કે જે સનાતન ભાવ કદી નષ્ટ થતો નથી ! ભૂતભાવ નષ્ટ થાય છે. પરંતુ નાશવંતની પ્રીતિ છે, તેટલી અનાશવંત પ્રત્યે પ્રીતિ નથી. તેથી જ સંસારબ્રમણ થાય છે.
જે ત્રણ સ્વરૂપની વાત કરી તેમાંનું ત્રીજું સ્વરૂપ એવું છે કે એ બે સ્વરૂપ એમાં સમાઈ જાય છે, આથી જ એમ કહેવાય છે કે એને લીધે જ જગત ટકયું છે. વાત પણ ખરી છે. એકલું અસત્ય જ હોત, એકલું અંધારું જ હોત તો જગત કયારનુંય ભૂકો થઈ ગયું હોત, પરંતુ એમાં સત્યની હસ્તિ અને જ્ઞાનનો પ્રકાશ પણ છે જ, એટલે એ મિશ્રણમાંથી હંસની જેમ સત્ય, જ્ઞાન, અનંત બ્રહ્મને ઓળખી લેવું એ જ જીવનનું રહસ્ય છે.
અહીં કાળ ઉપર મહત્ત્વ આપનાર એક વર્ગ કહે છે કે અગ્નિ હોય, જ્યોત હોય, દિવસ હોય, શુકલ પક્ષ હેય અને ઉત્તરાયણના છ માસ પૈકીનો કોઈ માસ હોય તો તે કાળે મરણ પામેલા બ્રહ્મજ્ઞાતાઓ અવશ્ય અપુનર્જન્મ દશા પામે છે. આમાં પણ બ્રહ્મજ્ઞાનની સાધના તો જોઈએ, એલા કાળથી કશું વળે નહિ. જ્યારે એથી ઊલટું ધુમાડો હોય, રાત હોય, કૃણપક્ષ હોય અને દક્ષિણાયનના છ માસ પૈકીનો કોઈ એક માસ હોય તો તે કાળે મરણ પામેલા યોગીને ચંદ્રલોકમાં જઈને પણ પાછું ફરવું પડે છે. આનો અર્થ એ થયો કે માત્ર આત્મજ્ઞાનનો પ્રકાશ કોઈ વખતે થયો હોય પણ નિત્ય નિરંતર આત્મા જોડે જોડાયેલી સ્થિતિ ન હોય તો ઉપલા વખતે મરણ થાય તો જ મોક્ષ મળે, અન્યથા નહિ. જૈનસૂત્રોમાં આને પંડિતમરણ કહ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રના પાંચમા અધ્યયનમાં આનું બહુ સુંદર વર્ણન છે. પણ ત્યાં સમય ઉપર આટલો ભાર નથી અપાયો. કાળ એ કંઈ બહુ મહત્ત્વની વસ્તુ પણ નથી અને હોય તો તે કાળ બહારનો નહિ પણ અંતરનો. યોગીઓની જ એ અગ્નિજ્યોત. યોગીઓનો જ દહાડો. યોગીઓનો જ એ શુકલપક્ષ અને યોગીઓનું જ ઉત્તરાયણ. એ જ્યોત આત્માના પ્રકાશની, સૂર્યપ્રકાશની નહિ. આવી જ્યોત પણ અભ્યાસ હોય તો જ મૃત્યકાળે સહેજે પ્રગટે
Page #58
--------------------------------------------------------------------------
________________
અધ્યાય આઠમો
૩૩
અને અંતરમાં અજવાળું થયું એને કુદરતી રીતે બહારનાં મુહૂર્તો અનુકૂળ આવી રહેવાનો સંભવ છે પણ એ ન આવે તોય આંતરિક ભૂમિકાને જ મુખ્ય ગણીને જ સગતિ કે દુર્ગતિનું માપ કાઢવું જોઈએ. એટલે જ ગુરુજી ભાર આપે છે કે આત્મજ્ઞાનનો યોગ-અક્ષરબ્રહ્મનો યોગ જ સર્વ કાળે રહેવો જોઈએ. એક ક્ષણ પણ એમાં પ્રમાદ ન પાલવે. જેમ ગૌતમ જેવા મહાન જ્ઞાનીને ભ. મહાવીરે ભાખેલું તેમ અહીં શ્રીકૃષ્ણ યોગેશ્વર શ્રી અર્જુન વીરને ઉદેશીને ભાખે છે. બધા વેદો, યજ્ઞો, તપ અને દાનનું ફળ એક બાજુ અને આત્મજ્ઞાન એક બાજુ. આત્મજ્ઞાનનું પલ્લું વધે છે, અને એવો આત્મજ્ઞાની સર્વશ્રેષ્ઠ એવા પરંધામને પામી જાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
IIIIIIIIIIIIIIIIIIIIIIII
ગીતા દર્શન
અધ્યાયનવમો
ઉપોદ્ઘાત પ્રથમના અધ્યાયોમાં સમત્વજ્ઞાન, કર્મકૌશલ્ય અને આત્માનો મહિમા હતો. પછીના અધ્યાયોમાં મારું આ મારું તે “મને એ પ્રયોગો વધુ આવવા લાગ્યા. ગત અધ્યાયથી હું પ્રયોગ શરૂ થયો છે. અહીંથી વાચક ગીતાનો ઝોક ઠામુકો ફરી જતો જોઈ શકશે.
(૧) જે શ્રીકૃષ્ણ પહેલાં એક સારથિ હતા, પછી (ર) જે શ્રીકૃષ્ણ એક પ્રેરક સન્મિત્ર બન્યા, ત્યારબાદ (૩) જે શ્રીકૃષ્ણ એક ગુરુ થયા અને (૪) ત્યાર પછી જે શ્રીકૃષ્ણ એક પરબ્રહ્મ લક્ષી એકનિષ્ઠયોગી બન્યા હતા તે જ શ્રીકૃષ્ણ હવે પોતે અક્ષર બ્રહ્મથી પણ અક્ષર બ્રહ્મ પરમાત્મા હોય એમ બોલવા લાગે છે. જગતમાં કોઈ પણ તત્ત્વ, પછી એ જડ હો કે ચેતન હો! પણ ત્યાં જે શિવ,સુંદર કે સત્ય, અગર સૌભાગ્ય, શુભ રસિકતા, ઓજસ, વીરતા કે વિભૂતિ નજરે ચડે ત્યાં પોતાનું તેજ છે એમ જ માનવું એમ અર્જુનના મન પર ઠસાવે છે.
વાસુદેવમય સર્વમ્' એ સૂત્રને અહી હું જ સર્વ કંઈ છું' એ રીતે નિરૂપે છે. નવમો, દશમો અને અગિયારમો એ ત્રણે અધ્યાયોમાં આ વાતનું પૂરેપૂરું સમર્થન છે. જે આપણે વિસ્તારથી આગળ જોઈશું.
આ વાંચીને સાધક ન મોહાય કે ન ભ્રમમાં પડે ! સાધકશિષ્યની શ્રદ્ધાને આકર્ષવાની એક સમર્થ સદ્ગુરુની આ એક અજોડ કળા છે. એ તો આપણે જોઈ જ ગયા છીએ કે અર્જુન માટે જ્ઞાન પછી શ્રદ્ધા નહિ, પણ શ્રદ્ધા પછી જ્ઞાન સહેલું હતું. કર્મકૌશલ્ય પછી ભકિત નહિ પણ ભક્તિ પછી કર્મકૌશલ્ય સહેલું હતું. હમેશાં ભકતહૃદયમાં વીરતાનો ખપ પડે, માથું મેલી કામ કરવાનો ખપ પડે, એ બધા ગુણો અર્જુનમાં હતા. નડતર માત્ર મનની ચંચળતાનું હતું અને તે ચંચળતા શ્રદ્ધા અને એકાગ્રતાથી જાય એમાં નવાઈ નહોતી. એવી શ્રદ્ધા અને શ્રીકૃષ્ણ પર જ હતી એટલે એ શ્રદ્ધા અને એકાગ્રતાને પોતા પરત્વે કેન્દ્રિત કરવાને માટે જેમ પોતાને
Page #60
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
૩૬૫
અંતરાત્મ-સ્વરૂપ'તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો તેમ હવે “પરમાત્મ સ્વરૂપ” તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરશે. જગતનું સર્વ જ્ઞાન અને વિજ્ઞાન પોતાને જાણવાથી જણાઈ જશે, એમ બતાવવા ખાતર આખા જગતના પોતે જ એક માત્ર સ્વામી છે એમ શ્રીકૃષ્ણ ગુરુદેવ બોલશે, અને તેનો અર્થ એટલો જ કે જડ-ચેતનનો ભેદ તો જીવ એકને જાણે એટલે આપોઆપ જણાઈ જ જાય છે, અને તે એક રૂપ આજે તો અર્જુન સામે શ્રીકૃષ્ણ જ હતા. એટલે ગીતાકાર એ જ પાત્રને પરમાત્મા તરીકે બતાવશે. એમને અર્જુનને યુદ્ધ તરફ પ્રેરી જવો છે, ભયંકરતા અને છેવટે પ્રેમ તરફ પ્રેરી જવો છે એટલે અદ્ભુત સ્વરૂપ પણ બતાવશે. અર્જુનને ઠેકાણે દુર્યોધન હોત તો યુદ્ધ નિવૃત્તિનો જ માર્ગ શ્રીકૃષ્ણજી બતાવત, કારણ કે એને પક્ષે આ યુદ્ધ અધર્યુ જ હતું. વળી એના કરતાં કોઈ જુદો સાધક હોત તો કંઈ ત્રીજું જ બતાવત, પણ એ ત્રણે જુદી જુદી ક્રિયાની દોરવણી પાછળ પણ સિદ્ધાંત તો એક જ છે. એટલે સાધક તો એ રીતે જ સમજે કે શ્રીકૃષ્ણરૂપ પોતામાં બેઠેલો અંતરાત્મા પોતાની દિવ્ય વિભૂતિ જિજ્ઞાસુ મનને બતાવે છે. અને મૂંઝવણ વખત પોતા માટે કયો માર્ગ લ્યાણ કરે છે, તે સુઝાડી દે છે. શું એ વાત ખરી નથી કે જેવી આંખ, તેવું જ સઘળું દેખાય? તો પછી એ વાતને આમ જ શા સારુ ન ઘટાવી શકાય કે અર્જુનને મન શ્રીકૃષ્ણ એક જ શ્રદ્ધય પાત્ર હોય તો એની આંખે એ પરમાત્મા જ છે ! સામેનું દશ્ય કેવું છે એ તો દ્રષ્ટા પર જ આધાર રાખે છે. અને જો દ્રાની આંખે દેખાતું દશ્ય પરમાત્મા” છે તો એ એને માટે પરમાત્મા જ છે. શ્રીકૃષ્ણ એક યોગી ચૈતન્યવંતી વ્યક્તિ છે પણ જગ ખોખું હોય તોય શું? અર્જુનની આંખે જે જોશે એને શ્રીકૃષ્ણ અંતરાત્મા, પરમાત્મા અને જગતનું સર્વસ્વ દેખાશે જ. અને એક શિષ્ય પણ પોતાના ગુરુ તરફ એ ભાવે જોશે તો એ ગુરુમાં પણ એને ઉપલું સર્વસ્વ દેખાશે જ, પછી ભલે ગુરુએ પોતે એ ભૂમિકા પ્રાપ્ત કરી હોય કે ન કરી હોય એ જુદી વાત છે. શ્રદ્ધાનો મહિમા એટલો બધો ગૌરવવાળો છે કે જે અનુભવે જ સમજાય. પણ શ્રીકૃષ્ણના શબ્દોનું અનુકરણ કોઈ ગુરુ કરે તે પહેલાં પોતાની ભૂમિકાનો સો વાર વિચાર કરે. પરંતુ કોઈ શિષ્ય અર્જુનના શિષ્યપદનું અનુકરણ કરે તો તેમાં કાંઈ વાંધો નથી, એટલું જ આપણે આ ઉપોદ્ધાતમાં કહેવા માગીએ છીએ. આટલું કહ્યા પછી આ અધ્યાયમાં વિદ્યાનું જે ચરમ અને ઉત્તમ રહસ્ય શ્રીકૃષ્ણ મુખે ઉમળકાપૂર્વક કહેવાયું છે, તે જોઈએ.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૬
ગીતા દર્શન
नवमोऽध्यायः अध्याय नवमो श्रीकष्ण उवाच ।
इदं तु
ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||१|| राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् | प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् ||२|| अश्रद्दधानाः पुरुषा धर्मस्यास्य परन्तप । अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि ||३|| શ્રીકૃષ્ણ બોલ્યા :
પરં ગૂઢ કહું આ તો, ઈર્ષ્યાહીન તને, ખરે ! વિજ્ઞાનયુકત જે જ્ઞાન, જાણી છૂટે અશુભથી. ૧ વિદ્યાને ગુહ્યનો રાજા, છે આ પવિત્ર ઉત્તમ; પ્રત્યક્ષ ગમ્ય ને ધર્મ, આચર્યે રહેલું અક્ષય. ૨ આ ધર્મના અશ્રદ્ધાળુ, જે પુરુષો પરંતપ ! મને પામ્યા વિના તે તો, મૃત્યુ સંસારમાં ભમે. ૩
તું અસૂયા વિહોણો છો, માટે તને અનુભવવાળું પરંગૂઢ જ્ઞાન આપીશ, જે જાણીને તું અશુભથી-અકલ્યાણકર કર્મથી બચી જઈશ. એ જ્ઞાન, વિદ્યાઓમાં રાજા સમું છે તેમ ગૂઢ વસ્તુઓમાં પણ રાજા જેવું છે. વળી પવિત્ર છે, ઉત્તમ છે, પ્રત્યક્ષ અનુભવમાં આવે તેવું ધાર્મિક છે, આચરવામાં સહેલું અને અવિનાશી છે.
હે પરંતપ ! આ ધર્મને વિષે જેમને શ્રદ્ધા નથી, તેઓ મને ન પામતાં મૃત્યુવાળા સંસારમાર્ગમાં ભમ્યા કરે છે.
નોંધ : 'અનસૂય' વિશેષણ અર્જુનને હેતુપૂર્વક લગાડવામાં આવ્યું છે. જે દ્વેષીલો, ઈર્ષ્યાળુ અગર છિદ્ર જોનારો શિષ્ય કે સાધક હોય તેને ગુપ્ત જ્ઞાન પચતું નથી. એ મનુષ્ય સ્વભાવ છે કે જ્યાં ફાયદો વધુ દેખાય, અને ચોખ્ખો ફાયદો દેખાય ત્યાં ઝટ દોડે, તેમ અર્જુન શિષ્યને આકર્ષે તેવાં એ ગુપ્ત જ્ઞાનનાં વિશેષણો છે. અને વાત છે પણ તેમ જ. આધ્યાત્મિક જ્ઞાન એ સર્વોત્તમ પણ છે. આઘ્યાત્મિક
Page #62
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
૩૬૭
જ્ઞાન કરતાં પવિત્રપણા કે ઉત્તમપણામાં કોઈ ચડિયાતું નથી જ. આધ્યાત્મિક જ્ઞાન એ એક એવું રોકડિયું ધાર્મિક ધન છે કે જેમાં પરલોકનો ઉધારી વાયદો છે જ નહિ. જ ક્ષણે અને જેટલું જે સાધક ઓળખે, તેટલું તેનું ફળ પ્રત્યક્ષ દેખાય. દા.ત. અક્રોધ એ આધ્યાત્મિક જ્ઞાન છે તો એનું ફળ પણ પ્રત્યક્ષ જીવનમાં દેખાય જ છે. વળી આચરવામાં સહેલું અને સુખેથી (તે) આચરી શકાય તેવું છે, અને આપ્યા પછી એ નષ્ટ પણ થતું જ નથી. માત્ર શ્રદ્ધા પૂરેપૂરી અખંડ જળવાઈ રહેવી જોઈએ.
મતલબ કે પૂરેપૂરી શ્રદ્ધા ન હોય તો જે અનુભવી જ્ઞાનની ગૂઢ વાત અર્જુન પાસે શ્રીકૃષ્ણ મુખે કહેવાય છે, તેનો અર્થને બદલે અનર્થ થઈને પ્રભુપ્રાપ્તિ કે આત્મપ્રાપ્તિ તો દૂર રહી, પરંતુ વારંવાર મૃત્યુ પામવું પડે તેવી સંસારી દશા થાય. આવી ભયંકર ચેતવણી જેમ અર્જુનને પક્ષે ઉપયોગી છે, તેમ વાચકને પક્ષે પણ ઉપયોગી જ છે. અદોષદષ્ટિ એટલે છિદ્ર શોધક દષ્ટિને દૂર રાખી ગુણગ્રાહી પ્રેમાળ પૂજ્ય દષ્ટિ. કેવળ શ્રદ્ધાળુપણે જે આ કથનને વળગી રહેશે, તે જરૂર અભુત પ્રેરણા મળેવી અકલ્યાણકર પાપકર્મોથી છૂટી શકશે.
मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्त्तिना । मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ||४|| न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् । भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः ||५|| यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ||६|| અવ્યકતાહાર હુંથી આ, વિસ્તરેલું જગતું બધું; તે દષ્ટિએ હંમાં ભૂતો, પણ હું તે વિશે નહિ. ૪ જો મારો ઈશ્વરી યોગ, નથી ત્યાં ભૂત હું વિશે; ભૂતનો સ્વામી ને સ્રષ્ટા, મારો આત્મા ન તે મહીં. ૫ જેમ નભે રહ્યો નિત્ય, મહાવાયુ જતો બધે;
તેમ સર્વે રહ્યાં ભૂતો હું વિશે, એમ જાણ તું. ૬ હે ભારત ! અવ્યકતાકાર એવા હું થડી (જીવથી) જ આ સર્વ જગત વિસ્તર્યું છે. (જીવન-આધારે જ જગત ફેલાયું છે) તે દષ્ટિએ જોતાં 'હું' માં (જીવમાં) સર્વભૂતો રહેલાં છે. (એટલે ભૂત માત્રને જીવનો આધાર છે.) પણ હું (જીવ) તે
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ગીતા દર્શન
વિશે (સર્વભૂતો વિષે એટલે તેમના આધારે) નથી.
પરંતુ ઈશ્વરીયોગ જો, ત્યાં તો એક રીતે) ભૂતો મારામાં નથી. (સારાંશ કે બધાં ભૂતોમાં જીવ હોય છે પણ ઈશ્વરી યોગ સહુને નથી હોતો, અને જેને ઈશ્વરીયોગ હોય છે. તેને માયાયોગ નથી હોતો એટલે એ દષ્ટિએ એમ જ છે.) વળી ભૂત, ભર્તા તેમજ ભૂત પેદા કરનાર મારો આત્મા(જીવ) ભૂતોમાં નથી, (એટલે કે ભૂતોના આધારે નથી. તને આ વાત જાણી નવાઈ લાગશે, પણ જો, હું તને દષ્ટાંતથી સમજાવું) જેમ મહાવાયુ આકાશમાં રહ્યો છતાં બધે કેમ ફરી વળે છે તેમ સર્વ ભૂતો જે જીવના આધારે છે, તે જીવ આખા જગતને ફરી વળે છે. એમ તું સમજી લે.
નોંધ -જ્ઞાનદષ્ટિએ રહેલો આત્મા આકાશની જેમ એક છે. પછી એના બે પ્રકારો પાડયા છેઃ (૧) શુદ્ધ આત્મા અને (૨) કર્મસંગી જીવ બહિરાત્મા. આ બહિરાત્મા મૂળે તો અંતરાત્મા સાથે જોડાયેલો છે. શુદ્ધ આત્માનો તો ઈશ્વર-પરમાત્મા-સાથે યોગ છે, પણ એનો (શુદ્ધ આત્માનો) યોગ (સીધો સંબંધ, કોઈક જ દેહધારી કે જેઓ ઈશ્વરી યોગવાળા છે તેમની સાથે છે પણ સહુ સાથે નથી. આ રીતે જોતાં જેઓ ઈશ્વરી યોગવાળા નથી તેમની સાથે બહિરાત્માનો સંબંધ ગાઢ છે. એટલે ભૂતોનો સંબંધ ગાઢ છે અને જેઓ કેવળ ઈશ્વરી યોગ વાળા છે એમની સાથે ભૂતોનો સંબંધ નથી. કારણ કે તે મુકત આત્માઓ છે. બીજી વાત એ કે જેની સાથે ભૂતોનો સંબંધ ગાઢ છે, તેનાથી આ જગત વિસ્તર્યું છે. એને લીધે જ ભૂતોનાં ઉત્પત્તિ અને વિનાશ છે. એટલે પરંપરાએ ભૂતોનો સંબંધ લઈએ તો દેહધારી જીવ સાથે છે અને જીવનો સંબંધ અંતરાત્મા સાથે છે. પણ તે સંબંધ અજ્ઞાનને લીધે સહુને જ્ઞાત હોતો નથી. વળી જે જ્ઞાનીનો અંતરાત્મા સાથે અને એને લીધે પરમાત્મા સાથે સંબંધ છે તે દેહ હોય ત્યાં લગી સંસારમાં રહે છે, છતાં એને કર્મબંધન થતાં નથી કારણ કે તેની આસકિત કર્મ પર હોતી નથી. આ વાતને શ્રીકૃષ્ણચંદ્ર પોતાના ઉપર ઘટાડે છે:
सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् । कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ||७|| प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः । भूतग्राममिम कृत्स्नमवशं प्रकृतेर्वशात् ||८|| न च मा तानि कर्माणि निबध्नन्ति धनंजय । उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु ||૨||
Page #64
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય નવમો
मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् । हेतुनानेन कौन्तेय जगद् विपरिवर्तते ||१०|| કલ્પક્ષયે બધાં ભૂતો મારી પ્રકૃતિમાં જતાં; કલ્પના આદિમાં પાછાં સર્જી કૌંતેય ! તેમને. ૭ નિજ પ્રકૃતિ આધારે, જન્માવું હું ફરી ફરી; પ્રકૃતિ વશ આ આખો ભૂતસંઘ પરાધીન. ધનંજય ! મને તોય તે કર્મ બાંધતાં નથી, તે કર્મોમાં અનાસકત, ઉદાસીન સમો રહું. ૯ પ્રકૃતિ મારી સત્તાથી સર્જે છે સચરાચર; એ કારણે જ કૌંતેય ! રહે છે ફરતું જગત્.
૮
૩૬૯
૧૦
હે કુંતીના પુત્ર કૌંતેય – કલ્પના અંતકાળમાં બધાં ભૂતો (સ્થૂળ ચક્ષુથી દેખાતાં નથી, પણ મેં અગાઉ કહેલી તે) મારી પ્રકૃતિમાં લય પામે છે, અને ફરીને ક્લ્પના પ્રારંભમાં તેમને હું પેદા કરું છું.
(પણ વળી હું પેદા કરું છું, એનો અર્થ શ્રીકૃષ્ણ પેદા કરે છે, એમ રખે માની લેતો ! હું એટલે અહીં પરાઅપરા પ્રકૃતિનો સ્વામી સમજવો. પણ તે સુધ્ધાં) નિજપ્રકૃતિને આધારે (ઉપર કહ્યા પ્રમાણે) સરજું છું. (કેમ કે જેમનું હું સર્જન કરું છું તે) આ આખો ભૂતસમૂહ પ્રકૃતિવશ હોવાને લીધે (જન્મવાની મરવાની ઈચ્છા હોય કે ન હોય તોય) પરાધીન છે.
(અહીં તને શંકા થશે કે તો તો પછી તમે પ્રપંચમાં પડી ગયા. અથવા તમે જેવો કહો છો તેવો તે આત્મા સૃષ્ટિકર્મના બંધનમાં પડી ગયો. પણ તારી શંકા અસ્થાને છે. જો, સમુદ્રનાં પાણી ઉપર ગમે તેવા પરપોટા થાય તેથી શું સમુદ્રને દુઃખ થાય છે. ના, કારણ કે તે પોતાના ગંભી૨પણાથી ચલિત થતો નથી. તેમ) હે ધનંજય ! તે કર્મો મને બંધનકર થતાં નથી, કેમ કે હું ઉદાસીનની પેઠે તે કર્મોમાં આસકિત રહિત રહું છું (આવી રીતે જે જીવ રહી શકે તે કર્મોથી કદી બંધાતો નથી.)
(હવે તું તો સ્પષ્ટ જ સમજી શકયો હોઈશ કે) આ જગત ઘટમાળની જેમ ફરી રહ્યું છે તેનું કારણ એ છે કે મારા અઘ્યક્ષપણા નીચે પ્રકૃતિ સ્થાવર જંગમ સૃષ્ટિનો પ્રસવ કરે છે !)
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૭૦
ગીતા દર્શન
નોંધ : વૈદિકદષ્ટિએ ત્રિગુણાત્મક માયા, સાંખ્યદષ્ટિએ ત્રિગુણની સામ્યાવસ્થારૂપ પ્રકૃતિ, ગીતા દષ્ટિએ આત્માની પરાઅપરા બે પ્રકૃતિ અને જૈનદષ્ટિએ કર્મસંગી જીવને લીધે આ વિશ્વની ઘટમાળ ચાલે છે.
શ્રી જ્ઞાનેશ્વરજી મહારાજ વેદાંતની પરિભાષા પ્રમાણે કહે છે : "કલ્પનાનો અંત આવે કે સંસારનો લય જ છે. કલ્પના જાગી કે સંસાર જાગ્યો. બાકી વસ્તુતઃ સંસાર છે જ નહિ.” ત્યાં જૈનદષ્ટિ એમ કહે છે કે જ્યાં રાગ છે ત્યાં જ વેષ છે અને રાગદ્વેષની જોડીથી સંસાર છે. રાગદ્વેષ ગયાં કે સંસાર ટળી ગયો. રાગદ્વેષ આવ્યાં કે સંસાર આવ્યો.
દિગંબર આચાર્યો પણ એ જ સમર્થન કરે છે. જ્યાં કષાયનો મોક્ષ, ત્યાં જ મુકિત.
જન્મ મરણના મૂળમાં પ્રકૃતિવશપણું છે, તેથી જ અનિચ્છાએ પણ સંસાર ખેડવો પડે છે. જૈનદષ્ટિએ કર્મસંગીપણું છે ત્યાં લગી અનિચ્છાએ પણ સંસાર ખેડવો પડે છે. અને કર્મસંગીપણું ટાળવાનો સર્વોત્તમ ઈલાજ અનાસકિત છે. એવી અનાસક્તિ આવવી એ ઘણા યુગના અભ્યાસ, વૈરાગ્ય અને પુરુષો તથા પ્રભુની દયા ઉપર આધાર રાખે છે, એ આપણે જોઈ ગયા છીએ. અહીં પણ એ જ નિરૂપણ છે.
આત્માની સત્તા વિના એકલી પ્રકૃતિ કશું જ ન કરી શકે. એ પણ યાદ રાખવા જેવું છે. કારણ કે આત્માની સત્તા પ્રકૃતિમાંથી ગઈ એટલે તો એ જડ ખોખું બની ગયું. તે શું કરી શકે ? તે જ રીતે વળી પ્રકૃતિ ન હોય તો એકલું ચૈતન્ય પણ કયો સંસાર ચલાવી શકે ? આથી જેને સાંખ્ય પરિભાષા પ્રમાણે ત્રણ ગુણો કે જૈન પરિભાષા પ્રમાણે વેશ્યાઓ કહેવામાં આવે છે તે ગીતાના વચન પ્રમાણે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિનો ઉભય સંમત-સંગમ જ છે. પણ છતાંય દેહધારી જીવમાત્રમાં ઊંડે ઊંડે એક શુદ્ધ આત્મ ચૈતન્યનો સૂર્ય ઝળહળી રહ્યો જ છે. તે આવરણ આવવા છતાં જરાય ઝાંખો પડતો નથી. થર જામવા છતાંય લોપાતો નથી. શ્રીકૃષ્ણ કહે છે, એ. સ્વરૂપ તે જ હું છું” એમ છે અર્જુન ! તું જાણી લે અને એ સ્વરૂપને ઓળખીને-સમાઈ જા. પછી કર્મલેપ કશો જ નહિ લાગે અને અંતે મોક્ષ પામીશ. સાધકે પણ તે જ સ્વરૂપની ઝંખના કરી અંતે મોક્ષ મેળવી લેવાનો છે.
હવે આ સ્વરૂપની આડો જે પડદો છે અને જેથી અજ્ઞાનીઓ એ પરં સ્વરૂપ
Page #66
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
નથી ઓળખી શકતા, તે વિષે કહે છે :
૩૭૧
|| ૧૧ ||
।
II ૧૨ II
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतसः राक्षसीमासुरी चैव प्रकृतिं मोहिनीं श्रिता ભૂત મહેશ્વરી મારો પરંભાવ ન જાણતા મૂઢો, મનુષ્ય દેહે હું રહ્યો એને ઉવેખતા. વૃથાવાંચ્છુ, વૃથાકર્મી, વૃથાજ્ઞાની, અબૂઝ તે; મોહ પ્રકૃતિને ચોંટયા, રાક્ષસી તેમ આસુરી. ૧૨
૧૧
(વહાલા ભારત ! ) ભૂતમાત્રના મહેશ્વરરૂપ મારા પરં ભાવને નથી જાણી શકતા (એથી-તેવા) મૂઢ લોકો; મનુષ્યદેહનો આશ્રય લઈને રહેલા એવા) મને ઉવેખી નાખે છે, મારી અવગણના કરે છે, મારી ઉપેક્ષા કરે છે. (નવાઈની વાત તો જો. આમ ખરી વસ્તુની અવજ્ઞા કરવી અને પાછી નિત્ય સુખની અભિલાષા રાખવી એ બેયનો મેળ જ કયાં મળે ? એટલે) એમની આશા અફળ જાય છે. એમનાં કર્મ અર્થ વગરનાં બને છે. એમનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નીવડે છે. (તેને લીધે) તેવા અબૂઝ લોકો મોહમાં રાખનારી રાક્ષસી કે આસુરી પ્રકૃતિનો જ આશ્રય લઈને રહેલા દેખાય છે.
નોંધ : આ બન્ને શ્લોકોનો અર્થ આવો છે : ભૂતમાત્રમાં જે કંઈ તેજ છે, તે તેજના પરમપુંજ અને તદ્દન નિર્લેપ એવા (અગાઉ કહેવાઈ ગયેલા) પરમાત્મભાવોને જે ઓળખે છે, તે જ પોતામાં - એટલે મનુષ્યની કાયામાં રહેલા હું સ્વરૂપ-અંતર્યામી-અંતરાત્માને ઓળખી શકે છે. (અહીં મનુષ્યની કાયા એટલા સારુ લીધી કે તે કાયાનું બંધારણ જ એવું છે કે જેમાં મોક્ષે લઈ જઈ શકે તેવાં સૂક્ષ્મ અને સ્થૂળ સાધનો સહેજે રહે છે.) એટલે જેણે પરમાત્મભાવ ન પરો, તે તો મનુષ્યમાં રહેલા અંતર્યામીની ઉપેક્ષા કરે એ દેખીતું છે. અને આત્માની ઉપેક્ષા કરે છતાં કર્મ, વિદ્યા અને આશા વિના તો એનાથી રહેવાય નહિ, કારણ કે હસ્તી, જ્ઞાન અને આનંદ એ આત્માનો મૂળ સ્વભાવ છે. પણ તે મૂર્ખાઓ જે કર્મ કરે તે નિષ્ફળ જાય, જે વિદ્યા શીખે તે વિઘ્નરૂપ થાય, જે આશા સેવે તે કાં તો પહેલેથી જ અર્થ વગરની હોય અને કાં તો છેવટે અફળ જાય. એટલે એનું મન
Page #67
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
ભ્રમિત થાય અને પછી મોહ પમાડનારી રાક્ષસી અથવા આસુરી પ્રકૃતિને વળગીને ચોંટી જાય.
૩૭૨
.
આ આખો કોયડો આમ છે. એટલે મોહથી છૂટનારે સૌથી પ્રથમ પરંભાવને લક્ષ્યમાં રાખી, મનુષ્યકાયામાં રહેલા ચૈતન્યની (જનસેવા તે પ્રભુની સેવા-એમ ગણીને) સેવા કરવી ઘટે. તો જ તેની આનંદની આશા ઠગારી ન નીવડતાં સફળ થાય, ક્રિયા પણ સફળ થાય અને જ્ઞાન સાચું થાય. ક્રૂરતા અને જંગલીપણાને અનુક્રમે રાક્ષસી અને આસુરી પ્રકૃતિ કહેવાય છે. જેનામાં પશુતા કે ક્રૂરતા વધે છે, તેઓ તે ગાઢ મોહની પ્રકૃતિને પરિણામે પશુતા અને ક્રૂરતાને પામે છે અને તે જ ભાવને વળગી રહે છે. પ્રકૃતિના સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણો પૈકીના સૌથી હલકા તમસ ગુણનું મોટે ભાગે આવી પશુતા અને ક્રૂરતા પરિણામ છે એ ચૌદમા અઘ્યાયમાં આવશે. અહીં તો હવે એથી ઊલટી વાત એટલે કે બીજી બાજુની બીના કહે છે ઃ
महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ १३ ॥ सततं कीर्तयन्तो मां यतन्तश्च द्दढव्रताः
।
1
|| ૧૧ ||
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ १४ ॥ ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् એક ચિત્તે મહાત્મા તો દૈવી પ્રકૃતિમાં રહ્યા; પાર્થ ! ભજે મને જાણી, ભૂતનો આદિ અક્ષયી. ૧૩ નિરંતર ગુણો ગાતા, યત્નવંતા, દૃઢવ્રતી;
ને મને ભકિતથી વંદી, નિત્ય યોગી ઉપાસતા. ૧૪ ને જ્ઞાનયજ્ઞથી બીજા યજી સેવે બહુ રીતે;
અદ્વૈતે દ્વૈતરૂપે કે, બહુ રૂપે રહ્યા મને. ૧ ૫
પરંતુ હે પાર્થ ! ભૂતનો આદિ (એટલે કે પોતે અનાદિ) અને અવિનાશી એવા મને (અંતરાત્માને) જાણીને દૈવી પ્રકૃતિમાં રહ્યા થકા મહાત્માઓ તો અનન્ય ચિત્તથી (એકનિષ્ઠાથી મને ) ભજે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
૩૭૩
હમેશાં (મારામાં જોડાયેલા) નિત્યયોગીઓ નિરંતર મારું કીર્તન કરે છે. દઢ વ્રતો ધારણ કરીને ખૂબ મથે છે અને ભકિતપૂર્વક નમન કરતા થકા મને ઉપાસે
છે.
વળી બીજા જ્ઞાનયજ્ઞથી ભજીને અદ્વૈતરૂપે, દૈતરૂપે અને (કોઈ) બહુરૂપે (એમ બહુપ્રકારે) રહેલા મને તમારા સ્વરૂપને) ઉપાસે છે.
નોંધ : ઉપરના ત્રણે શ્લોકમાંનો ભાવ આ પ્રમાણે છે : જે પરમાત્મા ભણી લક્ષ્ય રાખે છે, એની પ્રકૃતિમાં દિવ્યતા આપોઆપ ઊતરે છે. એવા મહાત્માઓ અનાદિ અનંત એવા આત્માને અનન્યભાવે ભજી શકે છે. અથવા તો જે દેવી પ્રકૃતિના સાત્ત્વિક સગુણોનું સેવન કરે છે અને પ્રભુ તરફનું લક્ષ્ય આપોઆપ પ્રગટે છે.
પ્રભુપ્રાપ્તિના ત્રણ માર્ગ:
(૧) કર્મયોગ, (૨) જ્ઞાનયોગ અને (૩) ભકિતયોગ, પણ અહીં એ બતાવ્યું છે કે એ ત્રણે માર્ગનો સમન્વય હોવો જોઈએ.
કર્મયોગીમાં ભક્તિ દ્રવ્યથી અને ભાવથી એટલે કે બોલવામાં અને સાથે સાથે દઢ વ્રતો ધારણ કરવામાં પણ ભક્તિ હોવી જોઈએ. જૈનસૂત્રોમાં વ્રતો આરાધતાં પહેલાં તીર્થકરાદિનું સ્તવન આવે જ છે.
એ જ રીતે જ્ઞાનયોગીને પણ ભકિત અને કર્તવ્ય બને ત્રાજવાં સામે રહેવાં જોઈએ, નહિ તો એ શુષ્ક જ્ઞાની થઈ જાય.
એ જ રીતે ભકતને જ્ઞાન અને કર્મયોગ બન્ને સિદ્ધ હોવાં જોઈએ. બીજી વાત એ કે પરમાત્મા એક છે, બે છે, અને અનેક પણ છે. જે રીતે ભજો તે બધું સાચું છે, આવું જ્ઞાની જાણી શકે છે. આમ કેવી રીતે ઘટે તેનો વિચાર કરીએ :
(૧) અનાદિ, અનંત અને સર્વભૂત મહેશ્વરભાવ એ પરં આત્મભાવ અથવા જ્ઞાન તો એક જ છે. એટલે જ્ઞાનભાવે આત્મા એક છે.
(૨) જીવભાવ એટલે આત્માની આસકિતજન્ય દશા અને છતાં ઉપલી નિર્લેપ દશાનું એ પડદા પાછળ સ્થાયીપણું છે માટે એ રીતે આત્મા બે છે.
(૩) જીવભાવને લીધે જુદાં જુદાં શરીરો ધારણ કરેલા જીવો સંસારમાં દેખાય છે, તે દષ્ટિએ આત્મા અનેક છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ગીતા દર્શન
આ રીતે જોનાર સમજી જ શકે છે કે પાપીનો તિરસ્કાર કરવો એ આત્માનો ધિક્કાર કરવા બરાબર છે, એટલે તે પાપીના પાપને ધિક્કારે છે, પણ પાપીને ધિક્કારતો નથી. એ આપણે અગાઉ કહી જ ગયા છીએ. આવું કરનાર માણસ નમ્ર અને પ્રેમી બનીને તે પાપીની શ્રદ્ધા પોતા તરફ વાળે છે તથા એને પુણ્યશાળી બનાવીને જગકલ્યાણ સાધે છે. આત્મકલ્યાણ તો તે સાથે જ છે. આથી એના જીવનમાં સત્કર્મો હોય છે, સહજ જ્ઞાન હોય છે, અને ભકિત પણ હોય છે જ.
હવે આત્માનું સ્વરૂપ અગર તો શ્રીકૃષ્ણજી પોતે વિશ્વમુખી કઈ દષ્ટિએ અને કેવી રીતે છે તેનો આકાર સમજાવે છે :
अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् । मंत्रोऽहमहमेवाज्यमहमग्निरहं हुतम् ॥ १६ ।। पिताहमस्य जगतो माता घाता पितामहः । वेद्यं पवित्रमोंकार ऋकसामयजुरेव चए ॥ १७ ॥ શ્રૌત, યજ્ઞ તથા સ્માર્ત, યજ્ઞ હું, યજ્ઞ દ્રવ્ય હું; સ્વધા હું, અન હું, મંત્ર હું, ઔષધ હું આહુતિ. ૧૬ ધાતા આ જગનો હું છું, માતા, પિતા, પિતામહ,
ઉૐકાર શુદ્ધ છું જ્ઞય ઋફ સામ ને યજુર્ હંઝ. ૧૭ (હે ભારત !) શ્રોતયજ્ઞ હું, સ્માર્તયજ્ઞ હું, સ્વધા (એટલે પિતૃઓને અપાતો બલિ) હું, વનસ્પતિ હું, મંત્ર હું, યજ્ઞદ્રવ્ય (ઘી) હું, હું અગ્નિ ને હું આહુતિ.
હું જગતનો પિતા, માતા, ધાતા અને પિતામહ (દાદા). તેમજ પવિત્ર અને જાણવા જેવો ૩ૐકાર એ બધું હું જ છું. ઋગવેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. (ચાર વેદો – અથર્વ, ઋક્, સામ અને યજુર હું છું.)
નોંધ : અગ્નિહોત્રાદિ યજ્ઞોને શ્રૌતયજ્ઞો એટલે કે શ્રુતિસંમત યજ્ઞો ગણે છે, તથા વૈશ્વદેવાદિક યજ્ઞોને સ્માર્તયજ્ઞો લેખે છે. એ યજ્ઞકર્મો, યજ્ઞદ્રવ્યો, મંત્રો, બલિ વગેરે બધુંય હું છું. એના બે અર્થ થાય : (૧) જે લોકો એવા યજ્ઞને વળગ્યા છે, તેમાં પણ જેટલું શ્રદ્ધાનું તત્ત્વ છે તેટલું આત્માને લીધે હોઈને તેમાં પણ અંતરાત્મારૂપ ગોવિંદ છે જ. (માણસ પથ્થરની પ્રતિમા પૂજે છે. તે જો ફળતી હોય તો કાંઈ પથ્થર નથી ફળતો, પણ પથ્થર ઉપરની શ્રદ્ધા ફળે છે, અને શ્રદ્ધા તો x वेद्यं पवित्रमोंकारोऽअर्थ ऋक् साम वै यजुः (पाठां०)
Page #70
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
૩૭૫
પોતાના આત્મામાંથી નીકળી છે. પણ એની એને ખબર ભાગ્યે જ હોય છે.) અને (૨) જે લોકો અંતરાત્મારૂપ ગોવિંદને વળગી રહ્યા છે, એમને તો આવા યજ્ઞની જરૂર જ નથી, કારણ કે મૂળ રાજા હાથમાં આવી ગયા પછી હજૂરિયાની સિફારસ કોણ કરશે? નહિ જ. તેમ સર્વ જગતનો નિર્લેપ ધાતા-ધારણ કરનારો, પિતા અને દાદારૂ૫ આત્મા ભેટ્યા પછી આવા યજ્ઞ કરવાની અને જરૂર જ નહિ રહે તે સ્વાભાવિક છે. એટલે શ્રીકૃષ્ણગુરુને મન ધૂળ યજ્ઞની પણ તેમાં જેટલી સત્યતા કે સાત્ત્વિક્તા છે તેટલી કદર તો છે જ. તેઓ એ સાધનની છેક ઉપેક્ષા કરતા નથી, તેમ એ સાધનને જ જળોની જેમ વળગી રહેવાનું કહેતા નથી. મતલબ કે દ્રવ્યયજ્ઞો, એમને ક્ષમ્ય જ છે. પણ અહીં એ યાદ રાખવું જોઈએ કે ગીતાના યજ્ઞમાં ઘી અથવા બીજાં તેવાં દ્રવ્યો હોય છે. જો કે અગાઉ એ તો વિચારાઈ જ ગયું છે કે દ્રવ્યયજ્ઞમાં પણ ઈન્દ્રિયસંયમાદિ યજ્ઞો જ મુખ્ય છે. એટલે પશુયજ્ઞ કરે છે, તેમને તો ગીતાનો લગારે ટેકો નથી, ઊલટો વિરોધ જ છે. એ હવે ફરીફરીને કહેવાની જરૂર જ નથી.
પવિત્રમાં પવિત્ર જાણવા લાયક કોઈ ચીજ હોય તો તે કેવળ આત્મા જ છે એ બીના પણ ઉપર કહેવાઈ ગઈ.
પાઠાંતરમાં ચાર વેદો છે અને મૂળમાં ત્રણ વેદો છે, એટલે જો પાઠાંતરવાળી પ્રતિ મૂળ કરતાં પહેલાંની હોય તો પાછળથી કોઈ ગીતા-સંશોધકે અથર્વવેદ કાઢી નાખ્યો હોવો જોઈએ. કારણ કે ત્રણ વેદોનો જ ખરો મહિમા છે. અથર્વવેદમાં તો જાદુઈ અભિચાર મંત્રો જ ખૂબ આવે છે. અને જો પાઠાંતરવાળી પ્રતિ મૂળ કરતાં અર્વાચીન હોય તો અથર્વવેદની ઉત્પત્તિ એક જ છેલ્લા કાળમાં થયેલી હોવી જોઈએ. ગમે તેમ હો! પણ ગીતાકારને ત્રણ વેદો જ વધુ માન્ય છે એ તો આ જ અધ્યાયમાં હવે આવનાર વીસમા શ્લોક પરથી સહેજે સમજાશે.
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् । પ્રમઃ પ્રચ: સ્થાન નિધાનં નિમવ્યયમ્ || ૧૦ || तपाम्यहमहं वर्ष निगृहणाम्युत्सृजामि च । अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ॥ १९ ॥ ગતિ, સ્વામી, પ્રભુ, માસી, નિવાસ, શરણું, સખા; ઉત્પત્તિ, પ્રલયસ્થાન, નિધાન, બીજ અવ્યયી. ૧૮
* ઑ કાર શુદ્ધ છું જોય ચાર વેદોય હું જ છું. (પાઠo)
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ગીતા દર્શન
તપું છું, વળી વૃષ્ટિને નિરોધું છોડું છુંય હું;
હું જ અમૃત, મૃત્યુ તું, સત અસત હું જ છું. ૧૯ ગતિ હું, પોષક (સ્વામી હું), પ્રભુ હું, સાક્ષી હું, નિવાસ, શરણું, અને મિત્ર પણ હું જ છું. ઉત્પતિ હું, નાશનું ઠેકાણુ હું, ભંડાર હું અને અવિનાશી એવું બીજ (વિશ્વનું બીજ) પણ હું જ છું.
તપું છું ય હું. અને વૃષ્ટિને રોધું છું તથા છોડું છું પણ હું. હું જ અમૃત, હું જ મૃત્યુ, હું જ સત. હું જ અસત પણ છું.
નોંધ : જેમ વિકાસના કારણમાં પણ આત્મા છે તેમ પતનના કારણમાં પણ આત્મા જ છે. સત્યને પસંદ કરનાર જેમ આત્મા છે, તેમ અસતમાં રાચનાર પણ આત્મા જ છે. મૃત્યુનું દુઃખ પણ જીવને છે તેમ અમૃતમય સ્વભાવ પણ આત્માનો છે. એટલે જ કે એકમાં માત્ર જ્ઞાન છે, બીજામાં અજ્ઞાન છે. વૃષ્ટિને નિરોધું છું અને છોડું છું એનો અર્થ એ કે કુદરતી કાનૂનથી બધું કામ થાય છે અને એ કુદરતી કાનૂનમાં આત્માનું તેજ જ મુખ્યત્વે છે. विद्या मां सोमपाः पूतपापा यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते । ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्अश्नन्ति दिव्यानदिबि देवभोगान् ।। २० ॥ ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति | एवं त्रयीधर्ममनुप्रपन्ना गतागतं कामकामा लभन्ते ॥ २१ ॥ ત્રિવેદી જે સોમપા પાપમુકત, પૂજી યશે સ્વર્ગ યાચે હું પાસે; પામી તેઓ પુણય સુરેન્દ્રલોક, દેવો કેરા ભોગવે દિવ્યભોગ. ૨૦. તે વિશાળ ભોગવી સ્વર્ગલોક, મૃત્યુલોકે પેસતા પુણ્યનાશે; વેદોકેરા ધર્મમાં એમ રાચ્યા, તે ભોગેચ્છુ “આવજા'ને જ પામે. ૨૧
હે પરંતપ ! ઋગવેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણ વેદનાં કર્મ કરનારા ત્રિવેદી સોમ રસ પીનારા, પાપમુક્ત થયેલા તેઓ યજ્ઞ દ્વારા મને પૂજીને તમારી પાસે) સ્વર્ગને માગે છે. એટલે તેઓ પવિત્ર એવા દેવલોકને પામીને સ્વર્ગમાં (દવાના) દિવ્ય ભોગો ભોગવે છે. (પણ હે પાર્થ ! આત્મપ્રાપ્તિના સુખ આગળ એ સુખ કેટલું બધું તુચ્છ છે ! અને એવા ક્ષણિક સુખનું છેવટનું પરિણામ શું? તું જાણે છે? સાંભળ કહું?) તેઓ ઉપર કહેલા તે વિશાળ સ્વર્ગલોકને ભોગવીને પણ પુણ્ય ખૂટે કે તુરત પાછા મૃત્યુલોકમાં પ્રવેશ કરે છે. (આમ બિચારા) વેદત્રયીના
Page #72
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય નવમો
ધર્મમાં રાચેલા તેઓ, ભોગના વાંચ્છુકો (રહે-ત્યાં લગી) જવું અને આવવું (એ રીતે ભવના ફેરા) કર્યા કરે છે.
''
નોંધ : વૈદિક કર્મકાંડોમાં પણ પવિત્રતા તો જોઈએ જ. અગાઉના કાળમાં યાજ્ઞિક અને વૈદિક કર્મકાંડોમાં લોકો બહુ રાચેલા રહેતા, તે કાળની આ વાત છે. તેઓ સોમ વેલાનો રસ પીતા, આપણે એ સામરસનો અર્થ બ્રહ્મચર્યરસ જ લઈશું તો ઘટશે. કારણ કે જ્યાં જ્યાં શ્રુતિઓમાં સોમરસનું વર્ણન આવે છે ત્યાં "અમુક જ એ રસ પીને પચાવી શકતા " એમ અનેક રીતે ગૂઢ મહિમા ગવાયો છે. છેવટે ઘણીવાર અગાઉ કહેવાઈ ગયો તે જ આ બે શ્લોકોનો સાર છે કે "જે પવિત્રતા અને શ્રદ્ધાથી પ્રભુને સીધા મળી શકાય, તે પવિત્રતા અને શ્રદ્ધાનો ઉપયોગ જો વૈદિક કર્મકાંડો દ્વારા સ્વર્ગયાચના કરવામાં ક૨વાનો હોય, તો તેવાં વૈદિક કર્મકાંડોની જરૂર જ શી છે ? કારણ કે સ્વર્ગનું ફળ પણ પુણ્ય થકી જ મળવાનું છે અને પાપની શુદ્ધિ વિના પુણ્યપ્રાપ્તિ નથી, તો પાપશુદ્ધિ કરીને પુણ્યલોકના ભોગોને માગવા
તેવા ભોગોની ઈચ્છા રાખી કર્મકાંડો કરવાં તે કરતાં પાપ દૂર કરી આત્મવિશુદ્ધિથી સીધો પ્રભુપ્રાપ્તિનો માર્ગ ગ્રહણ કરવો તે જ શું ખોટું? દેવભોગો પણ પ્રભુની કૃપાથી જ મળે છે તો એવા નાશવંત ભોગોને વાંચ્છવા તેના કરતાં પ્રભુ-પ્રાપ્તિના કાયમી સુખને જ કેમ ન ઈચ્છવું ?”
કદાચ અહીં પ્રશ્ન થશે, આત્માના ભજનારને પણ ખાવું-પીવું અને શુદ્ધ વ્યવહારને લગતાં સાધનો તો જોઈશે જ ને ? તે માટે શું ઈચ્છા ન રાખવી ? શ્રીકૃષ્ણજી કહે છે : 'લાલસા ન રાખવી, માત્ર ઓછામાં ઓછી જરૂરિયાત રાખવી.’ એવી જરૂરિયાતો ધર્મને છોડયા વિના સહેજે મળી જ રહે છે. તે વિષે હવે તેઓ પોતે જ કહે છે :
अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते ||
तेषां नित्यामियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। २२ ।। येप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः ।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् || २३ || કારણ કે :
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रमुरेव च न तु माममिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते
૩૭૭
(अनन्याश्च विक्ता मां-पाठां०) यजन्ते विधिपूर्वकम् । पाठां०)
।
|| ૨૪ |
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૭૮
यान्ति देवव्रता देवान् पितृनयान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ॥ २५ ॥ મને અનન્ય ભાવે જે, જનો ચિંતવતા ભજે;* તે નિત્ય યુકત ભકતોનું યોગક્ષેમ વહ્યા કરું. ૨૨ બીજાય દેવભકતો જે શ્રદ્ધાયુકત યજે વળી; તેય મને જ કૌંતેય લક્ષેઃ શૂન્યપણેય જે. + હું જ છું સર્વ યજ્ઞોનો, ભોકતા વળી પ્રભુય હું; ન જાણે તત્ત્વથી તેઓ, ને તેથી લપસી પડે, દેવવ્રતથી થતા દેવો, પિત્રી પિતૃવ્રતી થતા;
ભૂતભકતો થતા ભૂતો, ને મારા ભકત મરૂપ. ૨૫
૨૩
* અજોડ ને વિરાગી જે જનો મને ઉપાસતા);
+ કર્મકાંડ વડે યજે. (પાઠio)
ગીતા દર્શન
૨૪
મને જે લોકો અનન્ય ભાવે ચિંતવતા રહીને ભજ્યા કરે છે તેવા મારામાં નિત્ય પરોવાયેલા ભકતોનું યોગક્ષેમ હું જ વહ્યા કરું છું. (સારાંશ કે એને જે વસ્તુ જોઈતી હોય તે સહજ નિમિત્તે મળી જાય છે અને એની જરૂરિયાતની ચીજને કોઈ ચોરતું કે લઈ જતું નથી. એવું કુદરતી આંદોલન એની આસપાસ હોય છે. એટલે આજીવિકા ખાતર ધર્મ છોડવો એ તો કેવળ મૂર્ખાઈ છે. પાર્થ ! માની લે કે ધનને ખાત૨ કદાચ કોઈ ભકતે લક્ષ્મીજી નામનાં દેવીની ઉપાસના કરી અને બહુ પ્રયત્ને, પવિત્રતાથી, તે પ્રકારની વિધિ આચરતાં, તે પ્રાપ્ત થઈ, તોય એ લક્ષ્મીજી મારાથી (વિષ્ણુથી) કયાં જુદાં છે ? કુબેર પણ મારા હાથ તળે જ છે. જો મારી દયા ન હોય તો, એટલે કે આત્માનું તેજ ન હોય તો ઉપાસનાથી કશું જ વળતું નથી. એમ તો લક્ષ્મીની માળા સહુ ફેરવ્યા કરે, એમને શું મળવાનું ? બાહ્યસંપત્તિની પ્રાપ્તિ તો ફોતરાં જેવી અસાર છે. છતાંય મારું બીજ ન હોય તો ન ફળે. તોપછી હું જે સર્વ કંઈ દાતાર સર્વોપરિ આત્મારૂપ છું તે મને જ કાં ન ભજે ? એટલે જ ફરીથી કહું છું તે યાદ રાખ. ) બીજા પણ દેવના ભકતો જે દેવોને શ્રદ્ધાળુ થઈને પૂજે છે, તેય (પરંપરાએ તો) મને જ પૂજે છે, પણ (કૂવાના દેડકાની જેમ કર્મકાંડોમાં પુરાઈને પૂજે છે) એને ખરી સમજણ જ નથી કે હું જ સર્વ યજ્ઞોનો ભોકતા (કઈ રીતે તે આગળ કહી ગયો છું) અને પ્રભુ પણ હું છું. મને તેઓ તાત્ત્વિક રીતે (સાચા સ્વરૂપે) ઓળખતા જ નથી તેથી તેઓ કામભોગોની લાલચોમાં લપસી પડે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
દેવતાનું વ્રત ધરનારા દેવગતિમાં જાય છે. પિતૃઓને પૂજનારા પિતૃલોકમાં જાય છે, ભૂતના પૂજકો ભૂતગતિમાં જાય છે. પણ મને પૂજનારા તો મારારૂપ જ બની રહે છે. (આટલું જ્ઞાન જેમને થાય તેઓ દેવલોક, પિતૃલોક કે ભૂતલોકને શા માટે યાચે ?)
૩૭૯
નોંધ : આપણે ૨૨મા શ્લોકમાં જે પાઠાંતર જોયું, તેમાં 'વિત' પદ છે, તે એમ સૂચવે છે કે પ્રભુનું અનન્ય ભાવે ચિંતન કરનારની સરસ ઓળખાણ એ કે તેઓ વૈરાગ્યમય હોય. જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત એ ત્રણે એકબીજાનાં ઓતપ્રોત હોય, ત્યારે પેટ, પહેરણ અને પથારીનો તોટો પડયો કયાંય જાણ્યો નથી. હા, એવા ભકતયોગીની કસોટી તો જરૂર થાય છે જ, અને એ કસોટીમાં જોનારને એનું ગમે તેવું દુઃખ પણ પોતાની આંખે દેખાય, પરંતુ ભકતયોગી તો એવી કટોકટીના પ્રસંગમાં પણ મસ્ત જ હોય છે.
"યોગક્ષેમ, પ્રભુ વહન કરે છે, માટે આપણે હાથ જોડીને બેસી રહીએ અને માત્ર મુખેથી ભજન લલકારીએ કે બેઠા બેઠા રામ-હિરનો જાપ કર્યા કરીએ.” એમ કોઈ માની લે તો અનર્થ થાય. યોગક્ષેમ પ્રભુ વહન કરે છે, એ તો ભકતને દિલાસો માત્ર છે. જે ખરેખરો યોગી ભકત છે, તે તો પોતાનો મુખ્ય આદર્શ જાળવી પ્રામાણિક જાતમહેનત, ખરેખરો વિવેક અને પ્રેમમય-રસમય જીવન બરાબર જીવશે જ, અને એ જાતનું જીવન લોકહૃદયમાં એવું સુંદર સ્થાન જમાવશે કે એવા ભકતયોગીને પેટ, પહેરણ કે પથારીની ખામી નહિ રહે ! એના ચરણમાં તો ત્રણ લોકનું સામ્રાજ્ય આવી ખડું થશે, પરંતુ તે એની સામેય નહિ જુએ. ખરું ધાન્ય મૂકી કયો ખેડૂત એક્લાં ફોતરાં ભેળાં કરશે ? ખરું જવાહિર આપી ક્યો ઝવેરી કાચ કટકો ખરીદશે ? પરમ શાન્તિરૂપ સહચરીનો સંગ છોડી કયો યોગી વિકારસેવન વાંછશે?
દેવના ભકતોએ તો પરંસ્વરૂપ જાણ્યું નથી એટલે જ બીજા ભોગો વાંચ્છે છે અને તેથી દેવની ઉપાસનાની હોડમાં પ્રાણપ્યારી અમૂલ્ય શ્રદ્ધા આપીને દેવલોકના કિંપાક ફળ જેવા ભોગો ખરીદી છેવટે પસ્તાય છે.
તેવીસમા શ્લોકના પાઠાંતરમાં 'વિધિપૂર્વક' એવો પાઠ છે, ત્યાં કર્મકાંડની વિધિ લેવી પડે છે અને મૂળમાં જ્યાં 'અવિધિપૂર્વક' પાઠ છે, ત્યાં અજ્ઞાનપૂર્વક અથવા ધ્યેયશૂન્યપણે એવો અર્થ લેવો પડે છે. સિપાઈને રાજા માની એની ગુલામીમાં જકડાવું તે કરતા રાજાને ઓળખી તેની સમીપમાં બેસવું શું ખોટું ?
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ગીતા દર્શન
પરંતુ જ્ઞાન-અજ્ઞાનની કસોટી પણ ત્યાં જ છે. અનંત કાળથી લાલચ અને ભયથી ટેવાયેલું મન તરત જ દેવોપાસના તરફ ઘસડાય છે. પણ એને ખબર નથી કે દેવના યજ્ઞોનો મૂળ સ્વામી તો આત્મા જ છે. શ્રદ્ધાનું બલિ એને જ ચડે છે.
અહીં વૈદિક દૃષ્ટિએ ત્રણ ગતિ આપી છે - (૧) દેવલોક, (૨) પિતૃલોક અને (૩) ભૂતલોક. જૈનસૂત્રોમાં દેવગતિમાં ચાર જાત છે:
વૈમાનિક (દવોમાં આ કોટી સર્વોત્કૃષ્ટ છે.) (૨) જ્યોતિષ (ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનાં વિમાનમાં રહેલા જ્યોતિર્મય દેવો, એ બીજી કોટીના દેવ છે).
(૩) ભવનપતિ ( આ ઉપલા કરતાં હલકી કોટીના દેવો છે, અને તેથી પણ હલકી કોટીના ચોથા (૪) વાણવ્યંતર દેવો છે. આમાંના બે ઊર્ધ્વલોકમાં છે અને બે મૃત્યુલોકની નીચે છે. હલકા દેવો પાસે હલકા પ્રકારની શકિતઓ હોય છે, પણ તે શકિતઓ પવિત્ર પુરુષના ચરણ આગળ સાવ તુચ્છ છે. અહીં વૈદિક શાસ્ત્રોનો ભૂતલોક તે ભૂત-પ્રાણી નહિ પણ ભૂતલોક તે પિશાચયોનિના દેવોનો લોક. ૪
એમની ઉપાસના કરનારાઓ એમને મેળવે છે, પણ તેથી જ તો એમને પણ એવું જ ફળ પ્રાપ્ત થાય છે. પિશાચને સાધનાર પિશાચ જ બની જાય છે. એ દેવકેન્દ્રો આપણા દેહમાં પણ છે. દૈવી અને આસુરી પ્રકૃતિમાં એનું વર્ણન શ્રીકૃષ્ણચંદ્ર આપશે જ. એટલે ટૂંકી અને ટચ વાત તો એ છે કે, આત્માની છાયા જ જો દિવ્ય દેવો કે મેલેડિયા દેવોમાં કામ કરતી હોય, તો એ પડછાયાને પકડ્યા કરતાં મૂળ પુરુષને જ કાં ન પકડવો? જે જેને ખરા ભાવે ભજે તે તેવો બને, એ વાત સ્પષ્ટ સમજાય તેવી જ છે.
હવે શ્રીકૃષ્ણચંદ્ર સ્થળ અને સૂક્ષ્મ દ્રવ્ય અને ભાવે સમર્પણ કરવાનો સિદ્ધાંત આપી, કર્મથી નિર્લેપ રહેવાની કળા અર્જુનને શીખવે છે. એમાંથી આપણને પણ નવું વિચારવાનું મળશે.
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्त्युपहृतमध्नामि प्रयतात्मनः ॥२६ ।। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् ।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥ २७ ।। * આ વિષે સાતમા અધ્યાયમાં વધુ ચોખવટ છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
૩૮૧
અધ્યાય નવમો
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबंधनैः संन्यासयोगयुक्तात्मा विमुत्को मामुपैष्यसि ।। २८ ।। પત્રો, પુષ્પો, ફળો, પાણી, આપે જે ભકિતથી મને, અર્પેલું તે હું ભકિતથી, આરોગું દાન્ત આત્મનું. ૨૬ જે તે ખાય, કરે છે તું, જે હોર્મ, જે તે દે વળી; તપે જે તપ, કૌન્તય ! તે મને અર્પ એમ તું. ૨૭ શુભાશુભ પરિણામી, છૂટીને કર્મ બંધથી,
સંન્યાસયોગ યુકતાત્મા, મને પામીશ મુકત થૈ. ૨૮ (ભલા કૌન્તય ! ત્રીજા અધ્યાય-કર્મયોગ-માં મેં તને જે “જ્ઞાર્થાત ફર્મનોSચત્ર જોશોગચં વન્દનઃ “એ પરમ સૂત્રવચન કહ્યું હતું, તે યાદ છે કે? અને સર્વ યજ્ઞોનો ભોકતા હું જ છું, એ વાત તને ઉપલા ચોવીસમા શ્લોકમાં હું કહી ગયો છું, વળી જેમ બહાર હું છું, તેમ દેહધારીના દેહમાં પણ અધિયજ્ઞ હું જ છું, એટલે જે લોકો સ્થૂળ સમર્પણ કરે છે તે પણ દેહધારીમાં રહેલા મને જ મળે છે. પરંતુ હું ધૂળ પદાર્થ સામે જોતો નથી. હું તો કેવળ એટલું જ જોઉ કે એ પદાર્થો પાછળનો ભકિતભાવ કેવો છે અને એ પદાર્થ આપનાર અંતરંગ સંયમી છે કે કેમ, આ બે કસોટીમાંથી પસાર થયો એટલે પત્યું. પછી તે ગમે તે ચીજ આપે. તેની મને દરકાર નથી. હું પદાર્થભૂખ્યો નથી, ભાવભૂખ્યો છું. એટલે) ફળ, ફૂલ, પાંદડાં કે પાણી ગમે તે આપે ! (પણ આપનાર સંયમી હોય તો તે). દાત્ત-દમિતેન્દ્રિય-આત્માનું લાવેલું હું આરોગી લઉં છું. - (માટે જ તને કહું છું કે, હે કૌતેય ! તું જે કામ કરે, જે ખાય, જે હોમ, જે આપે, જે તપ આચરે, તે બધું મને અર્પણ કરતો થઈ જા.
એમ કરવાથી તે સારાનરસાં (શુભાશુભ) ફળ દેનારા કર્મબંધોથી છૂટી જઈશ. અને આવા અંતરંગ ત્યાગરૂપ સંન્યાસ, સમભાવ, તથા કર્મ-કૌશલ્યરૂપ યોગથી જોડાયેલા આત્માવાળો તું, (સર્વ કર્મોથી અંતે) વિમુકત થઈ મને પામીશ. (એટલે કે તારો સંપૂર્ણ મોક્ષ થશે અને તે સંપૂર્ણ આત્મવાન બનીશ.)
નોંધ : શબરીના બોર રામે હેતથી આરોગ્યાં હતાં. સુદામાના તાંદુલ અને વિદૂરની ભાજી શ્રીકૃષ્ણ પ્રેમથી સ્વીકારી હતી.
રામ અને કૃષ્ણ અને વૈદિક ધર્મોના પ્રાણપુરુષ આત્માઓ છે. ભગવાન મહાવીરે ચંદનબાળાના ભાવછલકતા અડદબાકળાની ભિક્ષા હોંશથી લીધી હતી.
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ગીતા દર્શન
સંત માત્ર એક દ્રષ્ટિએ પ્રભુનાં પ્રતીક છે, કારણ કે જેણે પ્રભુતાનો સાક્ષાત્કાર કર્યો છે, તે પોતે પ્રભુ છે. એ રીતે સાચા સંત ભાવભૂખ્યા છે, પદાર્થભૂખ્યા નહિ. ઉપરના શ્લોકનો આટલો સાર છે. આપનાર ભકિતમાન હોવો જોઈએ, અને સાથે સાથે સંયમી હોવો જોઈએ. અણહકની રોજી મેળવનારનું અનાજ અશુદ્ધ ગણાય. મૂઢ સ્વાર્થનું અનાજ પાપરૂપ ગણાય, અને પ્રામાણિકતાએ પામેલ રોજીવાળાનું અનાજ શુદ્ધ અને નિષ્પાપ ગણાય. સંયમ સાથે ભકિત પણ હોવી જોઈએ. એટલે ખાવામાં કરવામાં, આપવામાં કે તપ કરવામાં જો પ્રભુસમર્પણનો આદર્શ હોય, તો એવા આદર્શને લક્ષ્યમાં રાખીને કરેલી ક્રિયા આપોઆપ શુદ્ધ જ થશે. જૈનસૂત્ર દશામાં કહ્યું છે કે જેણે આત્માને દમી નાખ્યો છે, તેને માટે શરીર એ ભોગહેતુ નથી પણ સંયમહેતુ છે. એટલે એના બધા યોગો એ ખાતર જ હોઈને તે જે ક્રિયા કરશે તે સંવર અગર નિર્જરાની જ હશે. તેનું ખાવું, પીવું, સૂવું, ઊઠવું, બેસવું, બોલવું, વર્તવું બધું જ ઉપયોગ (આત્માની સમીપ લક્ષ્ય રાખીને સતત ટકી રહેવું તે) મય જ હશે, તેથી તેને પાપપુણ્યનાં ભલભૂંડાં ફળ નથી ભોગવવાં પડતાં, અને તે છેવટે મોક્ષ પામે છે.
જૈનસૂત્રોનાં અહિંસા, સંયમ અને તપ તે ગીતાનાં સમભાવ, કર્મકૌશલ્ય અને અનન્ય ભક્તિ, ગીતાનો સંન્યાસી તે માત્ર કર્મ-સંન્યાસી જ નહિ પણ કર્મફળની લાલસાનો ત્યાગી, તે જ રીતે જૈનસૂત્રોનો નિગ્રંથ એટલે અંતરની અને બહારની ગાંઠ છોડે તે નિર્ચથ. મોહસંબંધને સ્થાને કર્તવ્યસંબંધ સાધનાર સાધુ તે નિગ્રંથ. આસકિતના પારાને મારીને પીવા મથતો મસ્ત ભિક્ષુક તે નિગ્રંથ. કશાય સ્વચ્છેદ કે પ્રતિબંધ વિના સર્વ ક્ષેત્રે, સર્વકાળે, આત્મભાવે સમદષ્ટિવંત શાંતવિચારતો સાધુ તે મહાનિર્ચથ. એનાં કર્મમાત્ર સહજ હોઈને તેની ક્રિયા સંસારથી બાંધનારી નહિ પણ સંસારથી છોડાવનારી જ હોય અને છેવટે તે મોક્ષ મેળવીને વિરમે ત્યાં લગી અપ્રમત્તભાવે, અખંડ આત્માનંદના રસસાગરમાં એ ઝીલ્યા કરે.
એનો બાહ્યવેશ ગમે તે જાતનો હોય. તોય, તે મહાશ્રમણ છે. ઉપવાસ કરતો હોય કે ન કરતો હોય, તો તે સદોપવાસી છે. ધ્યાન ન ધરતો હોય, તોય તે ધ્યાની છે, કારણ કે તપનું પરમ ફળ વાસના-વિજય, તે એણે સાધ્યો છે. ધ્યાનનું પરમસાધ્ય આત્મા, તે તેણે સિદ્ધ કર્યો છે.
અહીં ગીતાવાચકને કદાચ એમ શંકા થાય કે, શું એકલા અર્જુનને જ પરંવહાલો ગણીને મોક્ષ અપાવે અને બીજાને નહિ? એ સાર હવે શ્રીકૃષ્ણમુખે જ કહેવાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય નવમો
समोऽहं सर्वभूतेषु न मे द्वेषोऽस्ति न प्रियः [ ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् || २९ ॥ अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक्
1
૩૮૩
|| ૩૦ ||
साधुरेव स मंतव्वः सम्यग्व्यवसितो हि सः क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छांति निगच्छति 1 कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति || રૂ૧ || સમ હું સર્વ પ્રાણીમાં, વા'લો વે૨ી મને ન કો'; (પણ) મને જે ભકિતથી સેવે, તે હુંમાં, હુંય તે મહીં. ૨૯ મને અનન્ય ભાવે જો,સુદુરાચારીયે ભજે;
સાધુ જ માનવો તે તો, ને સત્યનિશ્ચયીય તે.
શીઘ્ર તે થાય ધર્માત્મા કાયમી શાન્તિ મેળવે; કોલથી જાણ કૌંતેય ! ભકત હુંથી ન ભિન્ન છે. ૩૧
૩૦
(અરે ભારત ! તું રખે સમજતો કે મારો તારા ઉપર જ વધુ પ્રેમ છે ને બીજા ઉપર નથી. ના, મને વસ્તુતઃ નથી કોઈ વહાલો કે નથી કોઈ દવલો. મારી તો દરેક ઉપર સમાન દ્રષ્ટિ છે. પણ જેમ સૂર્યનો પ્રકાશ ચોમેર પડવા છતાં ઘુવડ એને ન ઝીલે અથવા ચારે બાજુ છત કરાવીને કોઈ અંધારામાં ગોંધાઈ રહે, તેમાં ભલા સૂર્ય શું કરે ? તેમ) હું તો બધાં પ્રાણીઓ પર સમાન (રીતે પ્રકાશું ) છું, પણ (જે મારી સંમુખે જુએ છે, એટલે કે) જેઓ મને ભકિતથી ભજે છે, તેઓ જેમ હું વિષે છે, તેમ હું પણ તેઓ વિષે રહું છું.
(લાંબી વાત શું કહું ? પણ માની લે કે એક મોટો દુરાચારી છે, પરંતુ જો અનન્યભાવે મારી તરફ વળે, તો હું તો તેનેય મારી ગોદમાં બેસાડી લઉ, કારણ કે મારો કાયદો ગમે તેટલો કડક છે છતાં, તેમાં પ્રેમનો સાગર ઊછળે છે. હું દુરાચાર પ્રત્યે કડક છું, દુરાચારી પ્રત્યે નહિ. આથી) જો કોઈ મહાન દુરાચારી મને ભજે, તો તે પણ સાધુ જ માનવો જોઈએ. (એટલું જ નહીં, પણ એનો પુરુષાર્થ સાથે માર્ગે વળ્યો માટે ઐ) સત્યનિશ્ચયી જ છે (એમ માનવું જોઈએ.)
(આવા પ્રયત્નને પરિણામે તે જ પાછો ધર્માત્મા થાય છે, અને કાયમી શાન્તિ મેળવી રાકે છે. (સારાંશ, કે મારાં બારણાં સહુને માટે સદા ખુલ્લાં છે. માત્ર
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ગીતા દર્શન
ખરી ભક્તિ, ખરો વિવેક અને સત્યવૃત્તિનો સુમેળ હોવો જોઈએ.) હે કૌતેય ! સોગંદપૂર્વક તું જાણી લે કે મારો ભકત મારાથી જરાય જુદો નથી.
નોંધ : અહીં 'પ્રણશ્યતિ' એ પ્રયોગ આવ્યો છે, તે સંબંધે અગાઉ છઠ્ઠા અધ્યાયમાં જ્યારે એ ક્રિયાપદ આવેલું ત્યાં મટવું” અગર જુદા થવું” એવા ભાવનો અર્થ મુકાયો છે, તેમ અહીં પણ તે જ ભાવ બંધબેસતો લાગવાથી આપણે તે અર્થ રાખ્યો છે. બાકી તો અનુવાદમાં ચોખવટ આવી જ જાય છે. સુદુરાચારી પણ પોતાની બૂરાઈનો પશ્ચાત્તાપ થયા પછી સત્યશ્રદ્ધા જમાવીને મહાધર્માત્મા થઈ મોક્ષે ગયાનાં સંખ્યાબંધ ઉદાહરણો જૈનસૂત્રો અને વૈદિક ગ્રંથોમાં છે. ઈતિહાસ પણ મહામૂલી સાખ પૂરે છે. માત્ર વેગ બદલવો જોઈએ. "જે કમે સૂરા તે ધમ્મ સૂરા” થાય પછી બાકી શું રહે? માત્ર આત્માની કે સત્યની કે સિદ્ધાંતની તાલાવેલી એમના અંતરમાં જાગવી જોઈએ. પછી તો એ શકિતધર પુરુષો થોડા વખતમાં જ ઘણું મહાન કાર્ય સાધી નાખે છે. વળી ગીતા આગળ વધે છે અને શ્રીકૃષ્ણ મહાત્મા બોલે છે :
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यांति परांगतिम् ।। ३२ ।। f૪ પુનર્વાહ્મUTI: પુથા મત્તા ગર્ષ તથા / अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् ॥ ३३॥ मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ ३४ ।। સ્ત્રીઓ, વૈશ્યો, અને શૂદ્રો, ને જે હો પાયોનિનાં; તેય પરંગતિ પામે, પાર્થ! આલંબતા મને. તો પછી ભકત રાજર્ષિ, શચિ દ્વિજોની વાત શી ? માટે અનિત્ય આ દુઃખી લોક પામી મને ભજ. ૩૩ ભકત પૂજક થા મારો, મન જોડી મને નમ; આત્મા યોજી હુંમાં રાચ્યો; મને જ એમ પામીશ. ૩૪ સ્ત્રી, વૈશ્ય, અને શૂદ્ર; અરે બીજાં પણ જે કોઈ કર્મના પરિણામે અધમ યોનિમાં-નરકાદિયોનિમાં કે પશુઆદિ યોનિમાં જન્મી) પાપ-યોનિનાં થયાં હોય, તે પણ હે (પૃથાના પુત્ર) પાર્થ ! મારું જ શરણું સ્વીકારીને મારી જ આશ્રય
Page #80
--------------------------------------------------------------------------
________________
અધ્યાયનવમો
૩૮૫
લઈને પરંગતિ (મોક્ષગતિ) પામે છે.
તો પછી પવિત્ર એવા ાહ્મણો અને ભકત એવા રાજર્ષિઓનું તો પૂછવું જ શું? (ત તો જરૂર મોક્ષગતિ મેળવી જ શકે, માત્ર મારો આશરો લેવાવો જોઈએ.).
(તો હે પરંતપ ! વિચાર તો કર, કે કયાં એ મોક્ષગતિનું શાશ્વત સુખ અને કયાં આ અનિત્ય એવા માનુષી ભોગોની પાછળનું અસુખ એટલે જ કહું છું, કે) અનિત્ય અને અસુખી એવા આ લોકને પામીને (રાચેલો, તું, એનો મોહ છોડી) મને ભજ. | (સર્વ પ્રકારે મારામાં સમર્પિત થઈ જા) મારામાં મન રાખ. મારો ભકત થા. મારો યાચક થા. (મને જ યજ્ઞ માનીને આરાધ અગર પૂજ) મને નમસ્કાર કર. એમ મારામાં પરાયણ થઈને મારી સાથે તારા આત્માને જોડીને તું મને જ પામીશ.
નોંધ : ગીતાકાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો મહિમા વધુ હશે. કારણ કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો પૈકીના એક, દેશની સંસ્કૃતિના, અને બીજા-સમૃદ્ધિના સંરક્ષક હતા. એટલે જ અહીં બ્રાહ્મણોને 'પુણ્ય' અને રાજર્ષિને 'ભક્ત' વિશેષણ લાગ્યું છે, તે સાર્થક છે, શાસ્ત્રકાળમાં વ્યાસજીને અધીન રહેલા જનક, અગર વસિષ્ઠને આધીન રહેલા રામ, અને ઈતિહાસ કાળમાં રામદાસ મહાત્માને અધીન રહેલા શિવજી; આ બીનાનાં સચોટ ઉદાહરણ છે. એથી બ્રાહ્મણો પણ કેવા હતા એ ખ્યાલ આવે છે. એ દષ્ટિએ સ્ત્રી, વૈશ્ય તથ શૂદ્રને સમાજ-આધારનું બાહ્યકાર્ય ઓછું હતું. પણ એથી એ ભૂલવા જેવું નથી કે એમના અંતરંગ કાર્યથી જ ઉપલા બે વર્ગનું બહિરંગ કાર્ય નભતું હતું. મતલબ કે કોઈનો દરજ્જો ઉચ્ચ કે નીચ હતો એમ આ પરથી કોઈ ન માની લે, આ વિષે અઢારમા અધ્યાયમાં વિશેષ બીના આવશે.
શ્રીકૃષ્ણગુરુ પાપયોનિ' વિશેષણ, સ્ત્રી, શૂદ્ર કે વૈશ્ય માટે નથી વાપરતા, પણ એવા જે વર્ગના જીવો હોય, તેમને માટે વાપરે છે, અને છતાંય જો એવા પાપયોનિ વાળા કે દુરાચારીઓ પણ પ્રભુ તરફ વળે તો મોક્ષ પામે છે, એમ કહી સહુને માટે મોક્ષના દરવાજા ઉઘાડા મેલી દે છે. તે કોઈને માટે બંધ નથી. કોઈ બંધ કહેતું હોય તો કહેનારના કથનમાં કયાંક દષ્ટિભેદ છે એમ બતાવે છે. અને સાથેસાથે આ પરથી અર્જુનને પ્રેરણા પણ આપે છે કે જો એવાનો મોક્ષ હોય તો પછી તારો કાં ન હોય? કારણ કે તું ભક્તરાજર્ષિ કોટિની પરીક્ષામાં બેસે તો
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ગીતા દર્શન ઉત્તીર્ણ થઈ શકે તેમ છે, માત્ર તારે તૈયારી કરવી જોઈએ, અને મોહને હાંકી કાઢવો જોઈએ.
અને તે મોહને હાંકી કાઢવા માટે સ્થૂળ સંસારની, સુખ તથા હસ્તી પરત્વેની વાસ્તવિક દશાનો ખ્યાલ આપી, એક બાજુથી વૈરાગ્ય જગાડવાનો સંદેશો સુણાવે છે, અને બીજી બાજુ ઘર્મે કર્મ કરવાની તાલાવેલી પ્રેરે છે. તથા કર્મ કરવા છતાં ફળથી કેમ છુટાય, એ પ્રશ્નનું મોં બંધ કરવા માટે ભકિતની અજબ જડીબૂટી આપે છે, જે સર્વ કોઈ સાધકને માટે અમૂલ્ય વસ્તુ છે. ક્રિયા માત્રનું પરિણામ જાતે વિચારીને, અંતર્યામીને ચરણે સમર્પી નિમિત્ત માત્ર બની સહજ કર્તવ્ય બજાવતાં મસ્તપણે વિચરવું તે, અથવા તો સગુરુને અંતર્યામી માનીને તેમને તન, મન અને સાધન સમર્પી દેવાં - આ બેમાંથી ગમે તે માર્ગ લે; અંતે તો બેય એક જ છે. અર્જુન માટે આ બીજો જ માર્ગ હોઈને શ્રીકૃષ્ણજી પોતા પરત્વે જ પ્રભુભાવ અજબ રીતે ઘટાડે છે. કેવી સરસ શૈલી ! અને છતાંય અનાસકત યોગી દશા ! ગીતાકાર એ રીતે ખરેખર સફળ થયા છે. આટલું વિચારીને હવે આપણે આખા અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्याराजगुह्य-योगो
નામ નવમોધ્યાય : | 9 | "ૐ તત્ સત્ એ પ્રમાણે શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં રાજવિદ્યારાજગુહ્યયોગ નામનો નવમો અધ્યાય પૂરો થયો.
નવમા અધ્યાયનો ઉપસંહાર સદ્ગર અને સુશિષ્યનો આત્મા જ્યારે કોઈ અનેરું તાદાભ્ય અનુભવે, અગર અનુભવવાની તૈયારી કરે, ત્યારે નૈસર્ગિક રીતે ઝરે એવો ઉગારપ્રવાહ આ અધ્યાયમાં છલકતો દેખાય છે. અને તેથી રાજ વિદ્યા-રાજ ગુહ્યયોગ” એ નામ આ અધ્યાયને ખૂબ બંધબેસતું છે, એની વાચકને ખાતરી થઈ ચૂકી હશે.
- "કેવું રહસ્યજ્ઞાન ! જેમાં જાણે ભૂત-પ્રેતલોક, પિતૃલોક, દેવલોક, તેમજ સર્વલોકોવાળું જગત જ દેહધારી માત્ર તથા અંતરાત્મા, પરમાત્મા વગેરે બધું જ
Page #82
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
૩૮૭
સમાઈ જતું ન હોય ! નથી ત્યાં વર્ગભેદ, વર્ણભેદ દેશભેદ કે સ્ત્રી, પુરુષ, નપુંસકના લિંગભેદ. નથી હું, તું છે મારું, તારું! આવું કેવળ જ્ઞાનમય જીવન કોણ ન ઈચ્છે?'
"એ જીવનની આરાધના પણ કંઈ મુશ્કેલીવાળી નથી. હાથમાં મહાશિલાઓ ઊંચકીને ધોમધખતી રેતીમાં સખ્ત તાપ નીચે તપ તપતા, કે ઊંધે માથે નીચે ઝળહળતી અગ્નિશિખાનો તાપ ઝીલતા, મહિનાઓ લગી નિરાહારી રહેતા, ખીલાઓ ઉપર આસન જમાવતા, કડકડતી ઠંડીમાં વસ્ત્રવિહીન રહેતા, એવા તાપસીને જે ભાગ્યે જ સાધ્ય થાય, વેદોના (સર્વાગ અને તે પણ માત્ર પોપટિયું નહિ પણ સદાચારથી ભરેલું જ્ઞાન હોય તેવા) જ્ઞાનીને પણ જે મેળવવા માટે જન્માંતરો કરવા પડે (અને છતાંયે કોરો રહી જાય !), વેદાંતાદિ દર્શનોના અજોડ વિદ્વાનને પણ જેની કલ્પના સુધ્ધાં ન આવી શકે, જિંદગીભર ભજન ગાવા છતાં જેનું બિંદુય ન મળ્યું હોય, એવું એ આત્માજ્ઞાન શ્રીકૃષ્ણગુરુ, કહે છે તેમ મેળવવું સાવ સહેલું છે, બહુ દૂર નથી. ગૂઢ, છતાં પ્રત્યક્ષ સમજી શકાય તેવું છે. કપોલકલ્પિત નથી કે સ્વપ્ન સમું અસ્થિર નથી પણ શાશ્વત છે. કોઈ મેલી વિદ્યા કે ઉપાસના કરવી પડે તેમ નથી કારણ કે પવિત્રતાથી ભરેલું છે. સર્વોત્તમ છે.”
શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું: પરંતુ એ રહસ્યજ્ઞાનના પિપાસુ માટે પ્રથમ શરત તો એ છે કે તેઓ શ્રદ્ધાળુ છે ખરા? બીજી શરત તો એ, કે માત્ર ગુણદષ્ટિવાળા જ છે?”
"આ બે શરત પૈકી એકેયનો અભાવ હોય, તો જે દરવાજાની ચાવી હું આપવા માગું છું, તેને માટે તેઓ નાલાયક છે. છતાં મોહવશને લીધે આવી પડશે તો એ ઊલટા પરેશાન થઈ જવાના. એવાને માટે અગાઉ કહ્યા તેમાંના બીજા ઘણા (કર્મયોગ, જ્ઞાનયોગ વગેરે) માર્ગો છે. તે માર્ગે જ ભલા થઈને જાય તો સારું, કારણ કે સગુરુ ઉપર કેવળ પરમાત્મભાવે સર્વ સમર્પણ કરવું, આત્મવિલોપન કરવું, એ એવાને માટે તદ્દન અશક્ય છે."
અર્જુનમાંથી ઉપલી બે શરત પૂરી પડે તેમ હતું, એટલે શ્રીકૃષ્ણચંદ્રજી આજે આત્મતેજે ખૂબ ઝળકી રહ્યા હોય એમ દેખાયા. એમણે કહ્યું : "હું સ્વયં અમૂર્ત છું છતાં અમૂર્તમાં મૂર્તિ એવાં ભૂતો રહ્યાં છે. તે એ રીતે કે એનું પોષણ અને ઉત્પત્તિ મારે લીધે છે, એટલે કે મારી અગાઉ કહેવાઈ ગયેલી પ્રકૃતિને લીધે છે. તે રીતેતેઓ મારામાં છે અને હું તેઓમાં છું. કારણ કે તેઓ ચાલે છે, બોલે છે, જાણે છે, તે
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ગીતા દર્શન
બધું મારે લીધે. માત્ર દેહના એમના માળખામાં આત્મ-હંસલો ન હોય તો એ સડી જ જાય. હવે તું સમજી શકીશ કે હું અમૃત છું, હું સત્ય છું. વળી મારી સાથે આ રીતે રહીને મારું તેજ ઝીલવા છતાં મારા આ પરમ તેજને જેઓ નથી ઓળખતા, તેઓ મારામાં નથી પણ ખરાં, જો કે હું તો બધાં પરત્વે સમદષ્ટિવાળો છું. મને વહાલો વેરી કોઈ નથી, પરંતુ જેઓ મને સામે ઊભેલાને પણ ન જુએ કે આંખ મીચી જાય, તેમાં હું શું કરું ? આવા લોકો, જે મને નથી ઓળખતા, તે બિચારા મારા પડછાયામાં પડેલી પાશવી પ્રકૃતિના ગુલામ બને છે અને એને પરિણામે વારંવાર જન્મે છે ને મરે છે. ખરી રીતે તો જીવતાં જ મૂઆ જેવા તે હોય છે. એને માટે તો હું પણ મૃત્યુરૂપ છું, અસત્ રૂપ છું. કારણ કે તેઓ મૂળે આત્મવંત હોવા છતાં આસકિતવશ કરવાનું દુ:ખ અનુભવે છે. શાસ્વત એવા સ્વરૂપમાનને ભૂલીને દેહ તથા દેહના મોહ સંબંધોને વળગી ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિરહના ક્ષણજીવી વિકલ્પોમાં રાચે છે.”
"અરે ધનંજય ! માત્ર વનસ્પતિ, કીડી, મંકોડા, પતંગિયા કે જાનવરની જ હું વાત નથી કરતો. તેઓ તો બિચારાં એક રીતે એટલાં સારાં છે કે પોતાનાં કર્મ અગર પ્રકૃતિને વશ વર્યા કરે છે. પણ હું તો મોટે ભાગે મનુષ્યોની વાત કરી રહ્યો
"ભારત ! પશુ કરતાં તો નરપશુ ભારે ભૂંડા ! જો ને, તેઓ મોહક એવી પ્રકૃતિના તદ્દન હલકા ભાવને વળગીને કુદરત વિરુદ્ધ કેવી ધમાલ મચાવી રહ્યા છે! જાણે બ્રહ્માંડ તોડી નાખું એવી ધાંધલિયા પ્રવૃત્તિ કરે છે. પણ તેઓને એ ખ્યાલ નથી કે મારી પ્રકૃતિ આગળ એ બિચારા કાષ્ઠપૂતળી જેવા, કે બહુ બહુ તો હોળીના નાળિયેર જેવા નિમિત્ત માત્ર બનવાના છે. તેમનું ધાર્યું રજ માત્ર થવાનું નથી. એમની શેખચલ્લી જેવી આકાંક્ષાઓ પળવારમાં ભાંગીને ભૂક્કો થાય છે. બિચારા નાસ્તિક મૂર્ખ ! આત્મજ્ઞાનનો એકડો ઘૂંટી જાણતા નથી, ત્યાં તો સર્વજ્ઞ જેવા ધમંડી બની બેસે છે. માનવદેહે સુલભ એવી અણમૂલી આત્મસાધનાની તો તેઓ મજાક ઉડાવે છે. પણ શું કરે, બિચારાજડતાથી ભાન ભૂલ્યા છે. ચિત્તભ્રમ થયા પછી માને ગાળ દેનારની જગત દયા ખાય છે, તેમ આવાની દયા ખાવી જોઈએ.”
"પાર્થ ! મનુષ્યનો બીજો વર્ગ આનાથી કંઈક ઊંચો છે. તે વેદ ભણે છે. વર્ણાશ્રમના નિયમો પાળે છે. પાપથી ડરીને ચાલે છે. આવો વર્ગ મનુષ્યસમાજને ઉપયોગી છે તેટલા પૂરતો હું એની કદર કરું છું. પણ તેમાંથી કામના છેક ગઈ
Page #84
--------------------------------------------------------------------------
________________
૩૮૯
ગધ્યાય નવમો
નથી. એટલે તે પણ યોગથી તો છેટા જ રહે છે. એક જ પડદો ચીરે તો એમનો બેડો પાર થાય. પણ તેઓ સુધ્ધાં અમુક હદે પ્રકૃતિવશ છે. તેઓમાંના કેટલાક તો દેવતાઓનાં વ્રતપૂજન કરી દેવલોક પામે છે. એથી નીચે રહેનારા વળી પિતૃપૂજી પિત્રી બને છે.
તો કોઈ તો વળી બહારના શત્રુને શત્રુ માની એને મારવા કે બહારના મિત્રને મિત્ર માની એનું ભલું કરવા ભૂતપિશાચોની ઉપાસના કરે છે. કેવા ગાંડા લોકો !
અગાઉ કહી ગયો તેમ, પોતે જ પોતાના વૈરી અને પોતે જ પોતાના મિત્ર છે. અહાર તો બધાં નિમિત્ત છે, તે દીવા જેવી વાતને તેઓ સમજતા જ નથી. તેઓમાંના તેઓ દેવતા દ્વારા મને પૂજે છે, એવું ભાન નથી છતાં પવિત્ર જીવન ગાળે છે અનેક ભોગો વાંચ્છે છે, તેઓ તો આ બધામાં ઉચ્ચ દરજ્જાના છે. પણ તેઓ મને ન પામતાં દેવલોકને પામી વિશાળ બાહ્યસુખ ભોગવી પાછા વળી આવાગમનના ફેરામાં પડે છે.”
આ બધી વાત જ્ઞાની મહાત્માઓ જાણે છે. બધા પાછળ પ્રભુનું તેજ જ છે, એમ પણ તેઓ જાણે છે, એટલે કે ખરેખર આત્મસાક્ષીએ અનુભવે છે. તેમને લાગે છે કે હું જ તેમનો અને જગતનો પિતા, માતા, દાદા, સ્વામી, ગતિ, શરણ, પ્રભુ, સાક્ષી,નિવાસ સર્વ કંઈ છું. મારે અધીન જ પ્રકૃતિ છે. જગતના કાનૂન માત્ર મારે અધીન છે. મારા પ્રમુખપણા નીચે જ પ્રકૃતિનો સચરાચર વ્યાપાર ચાલે છે. પ્રલય, ઉત્પત્તિ અને સ્થિતિ, વિશ્વનું નિધાન, બીજ, એ બધું હું થકી છે. ઉપર કહી ગયો તે રીતે તો એ બધું હું જ છું. વૃષ્ટિ અને તાપ પણ હું, યજ્ઞ હું અને યજ્ઞનાં સર્વ અંગ પણ હું ! તેઓ માને છે કે અનાસકત પુરુષને કર્મબંધન બાંધતાં જ નથી. શું આકાશમાં રહેલો વાયુ આકાશને બાંધી શકે ? વાયુ મૂર્ત છે, છતાં અમૂર્ત એવા આકાશને આધારે રહે જ છે, એમાં શી નવાઈ ?”
"આ જાણીને તેઓ અદ્વૈત, દ્વૈત કે અનેક રૂપે રહેલા મને, દ્દષ્ટિભેદે જ એ બધા ભેદ છે એમ સમજી, મારું જ સતત કીર્તન, મારે માટે જ સત્કર્મ પ્રવૃત્તિ અને મારે ખાતર જ જીવન હોય તેમ વર્તે છે. તેઓ દૈવી પ્રકૃતિના ગુણોનો ટેકો લઈ સીધા મને જ મળે છે, વચ્ચે રહેલા ભૂતલોક, પિતૃલોક કે દેવલોકની ઉપાસનાની એમને કંઈ જરૂ૨ ૨હેતી નથી. યજ્ઞોનો ભોકતા હું અને પ્રભુ પણ હું. વેદ પણ હું અને જ્ઞેય પણ હું. પછી એને બીજું શું બાકી રહ્યું ?”
Page #85
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ગીતા દર્શન
"અરે કૌતે ! એમની જરૂરિયાતોની પણ એમને કશી પડી નથી ! કારણ કે એમની જરૂરિયાતો એવી અલ્પ બની જાય છે કે સહુને એમના પ્રત્યે આપોઆપ સદૂભાવ થવાથી પૂરી પાડી રહે છે. ખાવાપીવા માટે પ્રપંચ કરવા પડે છે એ તો અનાર્ય લોકોની દલીલ છે. એવી દલીલ તને છાજે કે?” એમ વચ્ચે જરા ટોણો મારીને વળી શ્રીકૃષ્ણ ગુરુજી આગળ વધ્યા :
"અહો કુરુશ્રેષ્ઠ ! ભકત શું આપે, એમ તું પૂછે છે, ખરું? ભોળા રે ભોળા ! મને સ્થળ પદાર્થોની જરૂર નથી, વૈભવો તો મારા ચરણ ચુંબે છે, પણ મારે એ શું કરવા છે ? હું જે ઈચ્છું તે એક માત્ર અનન્ય ભકિત. બાકી મારા ભકત મારે નિમિત્તે પાંદડાં આપે, ફળ આપે કે પાણી મૂકે, એનેય હું તો મહા મૂલ્યવાન ગણી લઉ. મતલબ કે જેમ મને એ વૈભવો નથી ગમતા, તેમ મારા ભકત સંતોને પણ એ નથી જ ગમતા, હું જેમ ભાવનો ભોકતા છું તેમ તે પણ ભાવના ભૂખ્યા છે, પણ મારું તેજ જેમાં છે, તે સંતોને પરમાત્મા માનીને લોકો મને પૂજે એમને માટે મેં ઉપર કહ્યું તેમ સાદી વસ્તુઓ આપવી , અને ભાવની મહામૂલી ભેટ ધરવી તોય બસ છે. એટલે એવી શંકાની પણ કશી જરૂર નથી.
એટલું કહીને વળી શ્રીકૃષ્ણ યોગેશ્વર આગળ ચાલ્યા : "ઘણીવાર તને કહ્યું, છતાં એકવાર ફરીને કહું છું કે મારી ભકિતમાં નથી વર્ગભેદ, નથી વર્ણભેદ કે નથી લિંગભેદ. સ્ત્રી હો, વૈશ્ય હો, શૂદ્ર હો, અરે પાપી હો, તોય શું થયું?"
"ભરતશ્રેષ્ઠ ! પહેલાં કોઈ સંજોગે મહા દુરાચારી બન્યો હોય છતાંય અનન્ય ભાવે મારું શરણ લે, તો તેને સાધુ જ માનવો. કારણ કે તેની પ્રવૃત્તિ બદલીને અંતે તે સત્ય તરફ વળે, એટલે સૌથી આગળ નીકળી જાય છે. તે આત્મજ્ઞાન માટે માથું મૂકે છે. તન, મન સાધન સર્વ સમર્પણ કરી શકે છે. તેવા એ ધર્માત્મા તો છેવટે કાયમી શાન્તિ સમા મારા રૂપમાં ભળે છે."
"પાર્થ ! સોગનપૂર્વક કહું છું કે મારાથી મારા ભકતો જરાય જુદા નથી. પવિત્ર બ્રાહ્મણો અને ભકત રાજર્ષિઓની મને કદર છે, કારણ કે પવિત્ર હૃદયના સાચા બ્રાહ્મણો સંસ્કૃતિના સૂત્રધાર છે અને ટેક ખાતર સર્વસ્વ તજવા તત્પર રહેલા ભકત રાજર્ષિઓ જગતની સંપત્તિના રક્ષણહાર છે. તું પણ રાજબીજ છે, એટલે વીર છે, એથી જ સર્વસમર્પણનો માર્ગ ગ્રહણ કરી શકે તેમ છે.”
Page #86
--------------------------------------------------------------------------
________________
અધ્યાય નવમો
૩૯૧
"માટે, મારા ખાતર જ બધું કરતો હો. એવું મારામાં આત્મ વિલોપન કરી નાખ, એટલે તું મને જ પામીશ.”
સારાંશ "સદૂગર ને પરમાત્મામાં આત્મવિલોપન કરનાર શિષ્ય પરમાત્મા જ બને છે.” આટલો આ અધ્યાયનો સાર. સાધક સમજે એટલે બેડો પાર !
Page #87
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય દશમો
ઉપોદઘાત આત્માની અનંત શક્તિ આગળ સર્વ કંઈ તુચ્છ છે, એવો ચમત્કાર બતાવતા આ અધ્યાયમાં આપણે જોઈ શકીશું કે તે કેવી રીતે છે? જગતના આદિમાં શું હતું અથવા અંતે શું હશે? વચ્ચે શું છે? આ પ્રશ્નપરંપરા સાધક માત્રને થાય છે, તેમ અર્જુનને પણ થાય તે સ્વાભાવિક જ છે. નવમા અધ્યાયમાં જે વસ્તુ સમુચ્ચયરૂપે હતી તે અહીં વર્ગીકરણથી આવશે, મનુષ્ય સમાજના ઘડવૈયાઓ કોણ અને તેઓએ જે મહાકાર્યો કર્યા, તેમાં પ્રભુતેજ કેવી રીતે હતું એ વાત પણ આ પરથી સમજાશે. એટલે જેમ પારલૌકિક સુખ માટે કે આ જગતના સુખ વૈભવ માટે આત્મસાધના સિવાયની સાધના તુચ્છ છે તેમ માનવસમાજના કલ્યાણ માટે પણ આત્મસાધના સિવાયની બીજી સાધના તુચ્છ છે, તે સમજાતાં, અર્જુન જેમ આત્મસાધના તરફ શીધ્ર વળે છે તેમ સાધક પણ વળશે. આ અધ્યાયમાં એટલી વિશેષતા જોઈ શકાશે.
હવે શ્રીકૃષ્ણમુખે જ બોલાતાં વચનો પરત્વે આપણે આપણા લક્ષ્યને કેન્દ્રિત કરીએ.
दशमोऽध्यायः अध्याय १० मो
श्रीकृष्ण उवाच । भूय एव महावाहो श्रृणु मे परमं वचः । यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ॥१॥
શ્રીકૃષ્ણ બોલ્યા : સુણ મારું મહાબાહુ પર વેણ ફરી પણ;
પ્રિય વર્તી તને તો જે હિતેચ્છાથી કહીશ હું. ૧ હે (મોટા હાથવાળા) મહાબાહુ! ફરી પણ મારું પરં વચન સાંભળ. (તારું વર્તન મને રુચે તેવું હોઈને તારું હિત જલદી કેમ થાય એવી મને ઈચ્છા થઈ છે, માટે) હું
Page #88
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૩૯૩
પ્રિયવર્તી એવા તને હિતબુદ્ધિએ જે કહીશ (તે તું બરાબર ચિત્ત દઈને સાંભળજે.)
નોંધ : પ્રીયમાણ” એવું અર્જુનનું વિશેષણ અહીં ઈરાદાપૂર્વક વપરાયું છે. સદ્દગુરુને જ્યારે શિષ્યની પાત્રતા લાગે છે, ત્યારે આપોઆપ એમનાં રહસ્યવચનનો લાભ સુશિષ્યને મળે છે. આવી સભાગી પળો અત્યારે અર્જુનશિષ્યને મળી ચૂકી હતી. અર્જુનનું વર્તન શ્રીકૃષ્ણને વહાલું લાગ્યું. બીજી વાત આ શ્લોકમાં એ છે કે સદ્ગુરુ જે કંઈ કહે છે તે શિષ્ય પ્રત્યેની હિતબુદ્ધિથી કહે છે, એટલે શ્રીકૃષ્ણ રૂપ સદ્ગુરુ પોતાની બડાઈ હાંકવા નથી કહેતા પણ અર્જુનના માનસને સમજી એને ઊંચે દોરવા માટે કહે છે.
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः । अहमादिहिं देवानां महर्षीणां च सर्वशः ।। २। ન જાણે મુજ ઉત્પત્તિ, દેવો કે ન મહર્ષિઓ;
હું જ છું આદિ દેવોનો મહર્ષિનોય સર્વશઃ ૨ (ભારત !) દેવગણ મારી ઉત્પત્તિને નથી જાણતા, (તમ) મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિને નથી જાણતા. કારણ કે) દેવો અને મહર્ષિઓનો આદિ બધી વાતે
નોંધ: દેવકોટિ અને મનુષ્યકોટિ, એ બે જ કોટિ ઉચ્ચગતિ ગણાય છે. એટલે અહીં સૌથી ઉચ્ચ કોટિના દેવો અને સૌથી ઉચ્ચ કોટિના મનુષ્યોના અર્થમાં મહર્ષિઓ લીધા છે. કહેવાની મતલબ એ છે કે તેઓ પણ બુદ્ધિ કે શકિતથી સંસારના આદિમાં શું હતું, તે જાણતા નથી, તો બીજા શી રીતે જાણી શકે? કારણ કે એ અતિપ્રશ્ન છે (પગ્નાતીત છે) ફળ પોતાના મૂળ બીજની ઉત્પત્તિને ન જાણે, તેમ દેહધારી પોતાના મૂળને બુદ્ધિ આદિ સાધનો દ્વારા ન જાણી શકે, કારણ કે બુદ્ધિ વગેરે જે કંઈ સાધનો છે, તે પણ મૂળ આત્માને લીધે જ જન્મે છે અને ટકે છે. તો તે બિચારાં કેમ જાણી શકે? તેમ દેવ-મહર્ષિની પહેલાંનો-આદિથી-રહેલો આત્મા એ કયાંથી ઊપજ્યો? અથવા એણે સંસાર કયારે અને શા માટે ચલાવ્યો? એ શું જાણી શકે? એટલે જ ખરી વાત એ છે કે, આત્માને આદિ નથી, તેમ તે જન્મ્યો પણ નથી. પરંતુ એના પ્રદેશો આસકિત વશ થવાથી આ સંસારની ઘટમાળ ચાલે છે. માટે જ શ્રીકૃષ્ણગુરુ કહે છે, કે સંસારનો આરંભ કયારે, અને શાથી? એ ઝંઝટમાં ન પડતાં આત્મા સંસારી બનેલો પ્રત્યક્ષ અનુભવાય છે, તેને
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ગીતા દર્શન
સંસારયુક્ત કરવાનો પ્રયત્ન કરવો જ સારો છે :
यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् । असंमूढः स मर्येषु सर्वपापैः प्रमुच्यते ॥ ३ ॥ અજ અનાદિ જે જાણે, લોક મહાપ્રભુ મને;
ને મર્યોમાં અસંમૂઢ, સર્વ પાપો થકી છૂટે. ૩ મને અજ, અનાદિ અને લોકના મહાપ્રભુ તરીકે જે ઓળખે છે, તે (આ મર્યલોકમાં વસતા) માણસોમાં અસંમૂઢ (એટલે કે જ્ઞાની) છે, અને તે સર્વ પાપોથી છૂટી જાય છે.
નોધ : એટલે જ્ઞાનનો સાર જ આટલો કે આત્મા લોકમાત્રનો મહાપ્રભુ છે, તે કદી જમ્યો નથી, માટે તેનો આદિ પણ નથી. આટલો સાર જે પામ્યો, તે મરણમાં નહિ મૂંઝાય, અને નિત્યજીવનનો સતત અનુભવ કરી સર્વ પાપોથી મુક્ત થઈ જશે. ભ. બુદ્ધદેવે પણ પોતાના શિષ્યોને એ જ જાતનો જવાબ આપ્યો છે, કે આત્મા મૂળે કેવો?' એ જાણવાની ચિંતા કરવા કરતાં જે સાધનાથી આત્મા મળે તે સાધના જ આદરી ઘો. આપોઆપ આત્મા જડશે. - હવે સવાલ એ થાય છે કે જે અસંમોહ જ્ઞાન કહ્યું, તે ભાવ કોનો? એનો જવાબ આપતાં કહે છે કે તે પણ આત્માનો જ ભાવ છે.
बुद्धिर्ज्ञानमसंमोहः क्षमा सत्यं दमः शमः ।
सुखं दुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥४॥ अहिंसा समता तुष्टिम्-तपो दानं यशोऽयशः । भवंति भावा भूतानां मत्त एव पृथग्विधाः ||५|| દમ, શમ, ક્ષમા, સત્ય, બુદ્ધિ, જ્ઞાન, અમૂઢતા; અહિંસા, સમતા, દાન, સંતોષ, યશ ને ત૫. ૪ ભયાભય, સુખો, દુઃખો, જન્મમૃત્યુ, અકીર્તિએ;
ઊઠે હંથી જ; ભૂતોના ભાવ એમ જુદા જુદા. ૫ (હે ભારત !) ૧. બુદ્ધિ, ૨. જ્ઞાન, ૩. અમૂઢપણું, ૪. ક્ષમા, ૫. સત્ય, . દમ (ઈન્દ્રિયનિગ્રહ), ૭. શમ(મનનો સંયમ), ૮. અહિંસા, ૯. સમતા, ૧૦. સંતોષ, ૧૧. તપ અને ૧૨. દાન; એમ (ઉચ્ચ કોટિનાં સાધનો રૂ૫) ભાવ પણ
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૩૯૫
ભૂતોમાં દેખાય છે તે મારાથી જ ઊઠે છે.
અને એ જ રીતે યશ-અપયશ, ભય-અભય, સુખ-દુ:ખ અને જન્મ-મૃત્યુનાં જોડલાં પણ મારા થકી જ છે. મતલબ કે) ભૂતોમાં (જે) જુદા જુદા ભાવો ઊઠે છે, (ત મારે લીધે જ છે.)
નોંધ : આ બે શ્લોકથી એમ ફલિત થયું, કે ઉચ્ચકોટિનાં સાધન-સંપત્તિ આત્મભાવમાંથી જ જન્મે છે. એટલે જેણે આત્મા જાણ્યો, તેને માટે એ સહજ છે, અને જેણે નથી જાણ્યો, તેને એ સાધના દ્વારા પામવો સાવ સહેલો છે. કારણ કે તે સાધનો પણ આત્મરૂપ સાધ્યના અંશરૂપ છે. દા. ત. અહિંસાના પાલકને જે શાન્તિ મળે છે, તે આત્માના ઘરની જ શાન્તિ હોય છે. સમતા જે ક્ષણે રહે છે, તે ક્ષણે આત્માનંદ જ મળે છે. ઈન્દ્રિયદમન વિવેકપૂર્વક કરવાથી જે પ્રસન્નતા મળે છે, તે આત્માના ઘરની વસ્તુ છે. આ જ પ્રકારે સર્વ સાધનો વિષે સમજવું. આથી સાધકે આવતાં સાધનોને અવગણવાં નહિ, પણ હોંસથી આરાધવા માટે તત્પર રહેવું. એમને અવગણવાથી આત્મા જ અવગણાય છે, અને એમને અપનાવવાથી આત્માને જ અપનાવવાનું કાર્ય સિદ્ધ થાય છે.
હા, એટલું ખરું, કે આ સાધનોમાં વિવેક જળવાવો જોઈએ, આ પરથી શ્રીકૃષ્ણગુરુએ અજ અનાદિને ઓળખવા માટે દાન, તપ આદિની અહીં જરૂર પણ બતાવી. આત્મા જાણી લીધા પછી,એમની જરૂર નથી, તે દષ્ટિએ પ્રથમ ના કહી હતી. અહીં આત્માને જાણવા માટે એમની જરૂર છે જ, એ દૃષ્ટિએ હા કહી છે.
વળી બીજી વાત આથી એ ફલિત થઈ કે જન્મ છે, માટે જ મૃત્યુ છે; જો સુખની કામના છે, તો જ દુઃખ છે; જો યશની લાલસા છે તો અપયશનું પાસું પણ ત્યાં ખડું છે જ, પ્રશંસાની ખૂજલીનો સ્વાદ ચાખ્યો કે નિંદાની ડાકણની દુર્ગધનો ટોપલો આવવાનો જ. બીકથી છૂટવા માટે કોઈને માર્યો, કે ભયની ભૂતાવળ આવવાની જ. આમ જોડલાં છે માટે તેમાં–તેવા ભાવોમાં-ન ફસાતાં મુખ્ય ભાવોને સ્મરીને ધ્યેયલક્ષી રહેવું.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा । मद्भावामानसा जाता येषां लोक इमाः प्रजाः ॥ ६ ॥ एतां विभूतिं गो च मम यो वेत्ति तत्त्वतः । सोऽविकंपेन योगेन युज्यते नात्र संशयः ॥७॥
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ગીતા દર્શન
अहं सर्वस्य प्रभवो मत्तः सर्वे प्रवर्तते । इति मत्वा भजंते मां बुधा भावसमन्वितः ॥ ८ ।। मच्चित्ता मद्गतप्राणा बोधयंतः परस्परम् । कथयंतश्च मां नित्यं तुष्यंति च रमन्ति च ॥९॥ तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् । ददामि बुद्धियोगं तं येन मामुपयांति ते ॥ १० ॥ तेषामवानुकंपार्थम् अहमज्ञानजं तमः । नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता || ११|| સાત મહર્ષિઓ પૂર્વે, ને ચાર મનુઓ તથા; જમ્યા મારા મનોભાવે, લોકે આ જેમની પ્રજા. 5 આ વિભૂતિ અને યોગ જાણે જે તત્ત્વથી મુજ; અડોલ યોગ સાથે તે યોજાય ત્યાં ન સંશય. ૭ ઉત્પત્તિ સર્વની હું છું, પ્રવર્તે સર્વે હું થકી. જ્ઞાનીઓ એમ માનીને, મને ભાવભર્યા ભજે. ૮ ચિત્ત પ્રાણ હંમાં રાખી, પ્રબોધતા પરસ્પર; ને કથતા મને નિત્ય, સંતોષે ને રમે વળી. ૯ સતત આમ તે યુકત, ભજતા પ્રીતિપૂર્વક; તેમને તે દઉ બુદ્ધિયોગ જેથી મને મળે. ૧૦ તેમની જ અનુકંપા, અર્થે અફાનનું તમ;
આત્મભાવે રહ્યો ટાળું-તેજસ્વી જ્ઞાનદીપથી. ૧૧ (અર્જુન ! સાંભળ) પૂર્વે સાત મહર્ષિ અને ચાર મનુઓ મારા મનોભાવે કરીને જન્મ્યા હતા. લોકોમાં આ (બધી) પ્રજા એમની છે. (પરંતુ, આ મારી વિભૂતિ અને યોગને (તત્ત્વથી જાણવા બહુ દોહ્યલા છે. મુખે તો સહુ બોલે અને શાસ્ત્રમાં વાંચી જાય, પણ તેથી શું વળ્યું? એટલે જ કહું છું, કે) જે તત્ત્વથી જાણે છે, તે અચળ એવા યોગને પામે છે. આ વાતમાં જરાય સંશય નથી.
સર્વની ઉત્પત્તિ હું છું અને મારાથી જ સર્વ પ્રવર્તે છે, એમ માની જ્ઞાનીઓ ભાવપૂર્વક અને ભજે છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૩૯૭
(અહો ભારત ! જો તો ખરો, તેઓ કેટલા બધા મારામાં એકાકાર છે !) મારામાં જ ચિત્ત અને મારામાં જ પ્રાણ રાખી એક બીજાને બોધ કરતા, કથતા મને હમેશાં અસંતોષ ઉપજાવે છે અને પોતે પણ) સંતુષ્ટ અને આનંદિત થાય છે.
એમ સતત મારામાં જોડાયેલા અને પ્રીતિપૂર્વક ભજનારા એવા તેમને હું તેવો બુદ્ધિયોગ આપું છું કે જે દ્વારા તેઓ મને પામે છે.
તેમની જ અનુકંપા ખાતર હું (તેમને વિષે) આત્મભાવે રહ્યો થકો અજ્ઞાનરૂપી અંધારાને તેજસ્વી જ્ઞાનરૂપી દીવાથી ટાળી નાખું છું.
નોંધ : કેટલાક ટીકાકારો છઠ્ઠા શ્લોક પરથી કશ્યપાદિ પ્રખ્યાત સાત ઋષિઓ, સનકાદિ ચાર કુમારો અને ચૌદ મનુઓ એવા અર્થ કાઢે છે. જ્ઞાનેશ્વર મહારાજ માત્ર સાત કશ્યપાદિ ઋષિઓ અને ચૌદ મનુઓ પૈકી માત્ર સ્વાયંભૂવાદિ મુખ્ય જે ચાર મનુઓ છે, તેમને જ લે છે. આપણે તો ઉપરના બન્ને અર્થો નીકળી શકે તે રીતે ગૂ. સમ. મૂક્યું છે.
શ્રીકૃષ્ણકથનની મૂળ મતલબ એ છે, કે ખરી રીતે સૃષ્ટિનો આદિ છે જ નહિ, છતાં મનના સમાધાન ખાતર દરેક ઘર્મે કંઈક ને કંઈક કલ્પના કરી છે-જેમકે યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામી ધર્મમાં બાબા આદમે જગતની વ્યવસ્થા કરી. જૈનોમાં આ કાળે નાભિકુલકરના પુત્ર ઋષભદેવ નામના આદિ તીર્થકરે, એ ગૃહસ્થાશ્રમી હતા ત્યારે મનુષ્યસમાજને કર્મકૌશલ્ય શીખવ્યું. વૈદિક ગ્રંથોમાં મનુષ્યવ્યવસ્થા જે ઋષિમુનિઓએ કરી તે વિશે ઉપર કહેવાઈ ગયું, આ જ રીતે બૌદ્ધ અને પારસી તથા હિંદ અને હિંદ બહારના જૂનાનવા પ્રત્યેક સંપ્રદાયમાં કોઈ ને કોઈ કલ્પના છે જ. તે કલ્પનાનું મૂળ કારણ આત્મા છે. મનોભાવમાં આત્મા રાચે છે, ત્યારે જ સૃષ્ટિ ખડી થાય છે. આ રીતે આત્માએ નિજમનોભાવે એ જગતના વ્યવસ્થાપકો સર્યા છે.
આનું જ નામ તે વિભૂતિ. વિશિષ્ટ સમાજની રચના તે વિભૂતિ. આત્માને યોગે કરીને થઈ, માટે તે યોગ. આટલું જ જાણે તે એક મૂળગત આત્માને પકડયા સિવાય બીજા કોને પકડશે? ક્યો માળી બીજને મૂકી ડાળીને પકડશે? આટલું તત્ત્વથી ભાન થાય ત્યારે એ જ્ઞાની ગણાય. એવો જ્ઞાની જાણે જ છે, કે સર્વનું મૂળ આત્મા છે, અને આ ઘટમાળ પણ એની ચાવી છે, ત્યાં લગી જ છે. એટલે તે ભાવભર્યા એકમાત્ર આત્માને જ વળગે છે.
જેમ પોતાની સગી માની ખબર પડ્યા પછી બાળક બીજા કોઈને વગળતું
Page #93
--------------------------------------------------------------------------
________________
૩૯૮
ગીતા દર્શન
નથી, એનું ચિત્ત પણ એમાં અને પ્રાણ પણ એમાં; તેમ અહીં ચિત્ત-એટલે અંતરંગ શરીર, અને પ્રાણ-એટલે બહિરંગ શરીર, એમ જ્ઞાની જનોનાં બંને પ્રભુમય બને છે. સારાંશ કે, એના કર્મમાં પ્રભુ, જ્ઞાનમાં પ્રભુ અને ભકિતમાં પણ પ્રભુ. એટલે સત્સંગી સાથેના સત્સંગમાં પણ એને પ્રભુનામ જ ગમે છે. કથા કરે ત્યાં પણ પ્રભુ. એમાં જ એને આનંદ અને એમાં જ એને પ્રસાદ.
સંસારવિલાસી જીવડા બિચારા વિષ્ટાનાં જીવડાંની જેમ આનંદપ્રમોદનાં સાધનો અને વિક્ત વિલાસવર્ધક સ્થળો પસંદ કરે છે; જ્યારે જ્ઞાનીની દશા ઉપર કહી તેમ, તૂહી તૂહી જ હોય છે.
જેમ મીરાંને હતું, તેમ એક ગિરધર જેને સર્વત્ર દેખાય છે, એને માટે તો 'ભવસાગર પણ સુકાઈ જ ગયો છે. એટલે જ સતતયુકત અને તે પણ પરાણે નહિ, પ્રીતિપૂર્વક-અંતરની દાઝથી, એવી વાત કહી છે. તો પછી આવો સાધક અબૂઝ હોય તોય શું થયું? એનું તો ઘરનું તાળું જ ખૂલી ગયું. પછી જ્ઞાનનો શો. તોટો? છેવટે તે સંપૂર્ણ આત્મમય જ બનવાનો. અને આમ જ્ઞાનદીવો પ્રગટયો, પછી અજ્ઞાનરૂપી અંધારું કયાંથી રહે?
શ્રીકૃષ્ણજી અહીં ગુરુરૂપે બોલતા હોઈને હું ટાળું છું” એમ કહે છે, તે બરોબર છે. અનુકંપા શબ્દ પણ બરાબર પ્રસંગોચિત્ત મુકાયો છે. મહેર, રહેમ, દયા, કરુણા એ બધા ભાવો ઉત્તરોત્તર બીજા ખાતર પોતે કંઈક કરી છૂટે એવો ભાવ સૂચવે છે, જ્યારે અનુકંપા” શબ્દ તો સમકોટિનો છે, એટલે તે આત્માની આત્મા સાથે સહાનુભૂતિના અર્થમાં છે. જ્ઞાની શિષ્યનો આત્મા અને ગુરુનો આત્મા એક્તા અનુભવે છે, ત્યાં અનુકંપા શબ્દ વપરાય છે. આ રીતે શ્રીકૃષ્ણરૂપી ગુરુ અને અર્જુનરૂપી શિષ્ય, બન્ને એકાકાર બની ગયા છે. અને બીજા પણ ગુરુ-શિષ્ય આમ એકાકાર બને ત્યાં ઘટનું અંધારું ટળી જ્ઞાનપ્રકાશ પથરાઈ જાય છે. પણ આવી દશા, ઉપર કહેલા સતત યોગ, પ્રીતિપૂર્વકનાં ભજન, અનસૂયાભાવ અને શ્રદ્ધાળુપણા વિના ન આવી શકે. અહીંથી એક સમર્થ જ્ઞાની પેઠે અર્જુનને પણ ઊર્મિ ઊઠે છે, અને તે કહે છે:
अर्जुन उवाच : परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् । पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवमजं विभुम् ।। १२ ।।
Page #94
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૩૯૯
आहुस्त्वामृषयः सर्वे देवर्षि रदस्तथा । असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषिमे ॥ १३ ॥ सर्वमेतदतं मन्ये यन्मां वदसि केशव नहि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ।। १४ ।। स्वयमेवात्मनाऽऽत्मानं वेत्थ त्वं पुरुषोत्तम । भूतभावन भूतेश देवदेव जगत्पते
!! ૧૬ || वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः । यामिविभूतिमिर्लोकान् इमांस्त्वं व्याप्य तिष्ठसि ।। १६ ।। कथं विद्यामहं योगिस् त्वां सदा परिचिंतयन् । केषु केषु च भावेषु चिंत्योऽसि भगवन्मया ॥ १७ ।। विस्तरेणात्मनो योगं विभूतिं च जनार्दन । भूयः कथय तृप्तिर्हि श्रृण्वतो नास्ति मेऽमृतम् ।। १८ ।।
અર્જુન બોલ્યા : પરંબ્રહ્મ, પરંધામ, ને પરમ પવિત્ર તું; આદિદેવ વિભુ દિવ્યપુરષ અજ શાશ્વત. ૧૨ કથે તને ઋષિ સર્વે, તથા દેવર્ષિ નારદ; અસિત દેવલ વ્યાસ, ને તે પણ કથે મને. ૧૩ એ બધું હું ખરું માનું, કેશવ! જે મને કથે; તારું સ્વરૂપ ના જાણે, ભગવન્! દેવ દાનવો. ૧૪ સ્વયં આત્માથી આત્માને, તું જાણે પુરુષોત્તમ; ભૂતોનો ઈશ ને રષ્ટા, દેવદેવ જગત્પતિ ! ૧૫ જે વિભૂતિથી આ લોકો, વ્યાપી રહે તે દિવ્ય જ; આત્મવિભૂતિ સંપૂર્ણ, કહેવા જોગ તું જ છો. ૧૬ કેમ હું ઓળખું, યોગી ! સદા ચિંતવતો તને. ચિંતવા યોગ્ય તું શા , ભાવોમાં ભગવત્ હુંથી. ૧૭ યોગ વિભૂતિ આત્માનાં, વિસ્તારથી ફરી વદ; અમૃત સુણતાં તૃપ્તિ નથી થાતી જનાર્દન ! ૧૮
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૦૦
ગીતા દર્શન
હે ભગવન્! તું પરબ્રહ્મ છે, પરંધામ છે, પરમ પવિત્ર છે. સર્વે ઋષિઓ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ અને વ્યાસ તને (સાંખ્યશાસ્ત્રમાં બતાવેલાં પચીસ તત્ત્વોમાં) પુરુષ, અનંત, દિવ્ય, (જૈનસૂત્રો પ્રમાણે) આદિદેવ, અજ( કદી નહિ જન્મવાના સ્વભાવવાળા) અને વિભુ (એટલે જ્ઞાનદષ્ટિએ સર્વવ્યાપીસમર્થ-રૂપે (જેમ) બોલે છે (તમ) તું પણ મને કહે છે.
(એટલે) હે કેશવ ! (બ્રહ્મા અને મહેશથી-મહાદેવથી પણ વિશેષ) તું જે મને કહે છે, તે હું સત્ય માનું છું. ભગવન્! તારી અભિવ્યકિતને દેવ કે દાનવ જાણતા નથી.
હે પુરુષોત્તમ ! હે ભૂતભાવન! હે ભૂતેશ! હે દેવના દેવ ! હે વિશ્વપતિ! તું પોતે પોતાના આત્માને આત્માથી જ જાણે છે.
(માટે મારી ઈચ્છા એ છે, કે) તું જે વિભૂતિને લીધે લોકોને વિશે વ્યાપી રહ્યો છે, તે દિવ્ય આત્મવિભૂતિઓને જ સમગ્ર રીતે મને કહેવા જોગ છો.
હે યોગી ! હું હમેશાં બરાબર ચિંતવતો થકો તને કેમ ઓળખું? અને હે ભગવન્! ક્યા ક્યા ભાવોમાં તું મારા વડે ચિંતન કરવા યોગ્ય છે?
(આ રીતે ) આત્માનો યોગ અને વિભૂતિ, એ બન્નેને હે જનાર્દન ! (દુતાના હણનાર અગર જનકલ્યાણના કરનાર) તમે ફરીથી કહો, કારણ કે એ અમૃતને સુણતાં મને તૃપ્તિ થતી જ નથી.
નોંધ : નારદ ઋષિ મર્યલોકમાં અને દેવલોકમાં પણ જા-આવ કરતા, માટે એમને દેવર્ષિ કહેવાયા છે. બીજા તે કાળના ઋષિઓમાં અસિત, દેવલ અને વ્યાસ એ પણ મોટા ઋષિઓ હતા. (જ્ઞાનેશ્વર મહારાજ દેવલને વ્યાસજીનું વિશેષણ ગણે છે, અન્ય ઋષિ નહિ.) આ ઋષિઓ આજ લગી અર્જુનને જે સ્વરૂપની વાત કરતા, તે જ સ્વરૂપ શ્રી કૃષ્ણગુરુએ સ્વમુખે કહ્યું, એટલે અર્જુનને પૂરી પ્રતીતિ થઈ, કે શ્રીકૃષ્ણનાં બે સ્વરૂપો છે: (૧) આંતરસ્વરૂપ, અને (૨) બાહ્યસ્વરૂપ.
આંતરસ્વરૂપ એ જ પરબ્રહ્મ, પરંધામ અને પરમ પવિત્ર તત્ત્વ છે, સાંખ્યો તેને પુરુષ કહે છે. જૈનો એને આદિદેવ કહે છે. વેદાંત જેને અજ અવિનાશી કહે છે; વૈશેષિકો, નૈયાયિકો આદિ જેમને વિભુ કહે છે; મીમાંસકો જેમને દિવ્ય કહે છે; તે બ્રહ્મા છે, વિષ્ણુ છે અને શંકર પણ તે જ છે. વસ્તુતઃ તે સર્વ એક જ છે,
Page #96
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૦૧
માત્ર નામભેદે, ભેદ ભાસે છે, દષ્ટિભેદે ભેદ ભાસે છે, વિચારભેદે ભેદ ભાસે છે.
પણ એ આવિર્ભાવને દેવદાનવો પણ જાણી શકતા નથી. સાતમા અધ્યાયના ચોવીસમાં શ્લોકમાં પણ વ્યકિત” શબ્દ આવ્યો હતો. અહીં પણ વ્યકિત” શબ્દ આવ્યો છે. ત્યાં વ્યકિતનો અર્થ બાહ્યદષ્ટિએ દેખાય તેવી ચીજ, અને અહીં વ્યકિતનો અર્થ સ્વરૂપ લીધો છે.તે એ દષ્ટિએ, કે ત્યાં વ્યકિતને પામેલો એવું ભૂતકૃદંત જોડાયેલું છે અને અહીં વ્યકિત” શબ્દ માત્ર કર્મરૂપે એકલો છે, અને નથી જાણતા એ ક્રિયાપદ સાથે એનો સંબંધ છે.
હવે અર્જુને બીજીવાર વાપરેલાં વિશેષણોનો ખ્યાલ કરીએ: (૧) પુરુષોત્તમ – આ વિશેષણ વાપરીને તે પસ્વરૂપની યાદી આપે છે. (૨) કેશવ - આ વિશેષણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ; કે સૃષ્ટિના ઉત્પત્તિ, સ્થિતિ અને લયસ્વરૂપમાં પણ નિસ્વરૂપે સ્થિર છે તે બતાવે છે. (૩) ભૂતભાવન - ભૂતોના જનક એટલે કે જીવ, મૂળે પરસ્વરૂપનો જ જોડાયેલો ભાગ છે, માત્ર કર્મ અથવા માયાનો સંગ હોઈને જુદો ભાસે છે તેમ આ વિશેષણ બતાવે છે. (૪) ભૂતેશ - આ વિશેષણ આખા જગતના દેહધારી કરતાં વિશુદ્ધ આત્માનું સામર્થ્ય બતાવે છે. (૫) જગત્પતિ - આ વિશેષણ વિશ્વનું સ્વામિત્વ બતાવે છે, એટલે એ દૃષ્ટિએ સૃષ્ટિની ઘટમાળમાં પણ ચૈતન્યનો પ્રકાશ જ સર્વોપરિ ભાગ ભજવે છે, તે બતાવે
(૬) દેવદેવ - આ વિશેષણ આત્માને દેવનો પણ ઉપાસ્ય માની દેવપૂજા કરતાં આત્મપૂજા જ ઊંચી છે તેમ બતાવે છે. (૭) જનાર્દન - એ વિશેષણ જનકલ્યાણકારી ભાવ સૂચવે છે. કારણ કે માયાને દ્રવિત કરનાર અથવા દુષ્ટતાનું દલન કરનાર એવો એનો અર્થ છે. આ પરથી જનકલ્યાણની ભાવના સાથે આત્મકલ્યાણ જોડાયેલું છે એમ સહેજે સમજાશે. જે આત્માર્થી છે તે પરમાર્થી હોય જ, અને જે પરમાર્થી હોય તે આત્માર્થી બને જ. ખરા અર્થમાં જગહિત અને આત્મહિત બન્નેનો સમન્વય છે જ, ન હોય તો તેટલી ઊણપ જાણવી. આ વિષે અગાઉ કહેવાયું છે.
આ બધાનો સાર એ છે કે આત્મયોગ તે યોગ, અને વિભૂતિ તે પોતાના પ્રકાશપુંજમાંથી કરોળિયાની જાળની જેમ થયેલો આત્માનો આવિષ્કાર.
Page #97
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
આમ મૂળે યોગદ્દષ્ટિએ આત્મા એક છે, છતાં વિભૂતિની દૃષ્ટિએઆવિર્ભાવની દૃષ્ટિએ - જીવ, સૃષ્ટિ અને એને લગતાં બીજા તત્ત્વો અપાર છે.
૪૦૨
શ્રીકૃષ્ણગુરુ પાસે આ બન્ને પ્રકારનું યથાર્થ જ્ઞાન હતું, એ અર્જુને સાંભળ્યું. અને યોગ માટે તો સાધનાની સમજ પણ એને પડી ગઈ. પણ જગતમાં આવિર્ભાવ પામેલું આત્મસ્વરૂપ તેને કઈ કઈ વસ્તુમાં કેવી રીતે ચિંતવવું તે અર્જુનનો સવાલ છે. અને હવે શ્રીકૃષ્ણગુરુજી એ પ્રશ્નનું સમાધાન કરતાં જે કહે છે તે જોઈએ :
श्रीकृष्ण उवाच ।
दिव्या ह्यात्मविभूतयः ।
हंत ते कथयिष्यामि प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यंतो विस्तरस्य मे || १९|| गुडाकेश सर्वभूताशयस्थितः ।
अहमात्मा
अहमादिश्च मध्यं च भूतानामंत एव ૬ || ૨૦ || શ્રીકૃષ્ણ બોલ્યા :
ભલે તને હું ભાખીશ આત્મવિભૂતિ દિવ્ય જ; મુખ્ય મુખ્ય કુરુશ્રેષ્ઠ વિસ્તારે તો અનંત એ. ૧૯ હું છું આત્મા ગુડાકેશ ! સૌ પ્રાણી અંતરે રહ્યો; અને હું આદિ ભૂતોનો મઘ્ય તેમ જ અંત હું. ૨૦
(અહો) ભલે, કુરુશ્રેષ્ઠ (કુરુકુળમાં ઉત્તમ એવા અર્જુન ! તારી પાત્રતા જોઈને મને જરૂર કહેવાનું મન થાય છે, પણ જે) આત્મ-વિભૂતિઓ દિવ્ય જ છે, તેના વિસ્તારનો તો અંત જ આવે તેમ નથી. માટે તને હું મુખ્ય મુખ્ય છે તે કહીશ.
(પ્રથમ તો સાંભળ, ગુડાકેશ ! (નિદ્રાને જીતનાર ) ! હું સર્વ ભૂતમાત્રના અંત૨માં વસી રહ્યો છું, (તોય દેહીના દેહ ટળવા છતાં હું તો સદાય તેવો ને તેવો છું, એટલે કે વળી હું ભૂતોનો આદિ છું, મઘ્ય છું અને અંત છું. (મતલબ કે ભૂતોમાં રહેવા છતાં મારું ત્રિકાલાબાધિત અવિનાશી સ્વરૂપ એમ જ જળવાઈ રહ્યું છે, આટલું મારા યોગનું રહસ્ય તને ફરીને કહ્યું. હવે મારી વિભૂતિ વિશે કહું છું.)
નોંધ : આત્મવિભૂતિને 'દિવ્ય' વિશેષણ લાગેલું અગાઉ પણ આપણે જોયું અને અહીં પણ જોયું. એનો અર્થ એ છે કે આત્માના દૈવી સ્વરૂપમાં જ આવિર્ભાવ અને વિભવને અવકાશ છે. પરમાત્મસ્વરૂપમાં એ અવકાશ છે જ નહિ.
Page #98
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૦૩
વળી "ગુડાકેશ' વિશેષણ વપરાયું તેનું કારણ એ કે જે દેહધારીમાં શુદ્ધ આત્મતત્ત્વ છે, તે અપ્રમત્તભાવે જ જાણી શકાય છે. વળી તે સર્વકાળે અને સર્વસ્થિતિમાં પોતાના સ્વભાવમાં જ સ્થિર રહે છે, એટલે સુપાત્ર જીવને મોક્ષનો અધિકાર છે, એમ ફલિત થાય છે. આ પરથી સહેજે સમજાશે કે જેમ જૈનસૂત્રો કહે છે કે "સર્વ જીવો આત્મભાવે તો સરખા જ છે, માત્ર કર્મસંગને લઈને ઉચ્ચનીચ ભૂમિકા પામ્યા છે, પામે છે ને પામશે, મૂળે આત્મા તો જેવો છે તેવો ને તેવો જ છે;” તેમ જ ગીતા પણ કહે છે.
आदित्यानामहं विष्णुर् ज्योतिषां रविरंशुमान् । मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासव : । इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ २२ ॥ रुद्राणां शंकरश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् । वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥ २३ ।। पुरोघसां च मुख्यं मां विद्धि पार्थ बृहस्पतिम् । सेनानीनामहं स्कंदः सरसामस्मि सागरः ॥ २४ ।। આદિત્યોમાં હું વિષ્ણુ છું, પ્રકાશકો મહીં રવિ; મતોમાં મરીચિ છું, નક્ષત્રોમાં હું ચંદ્ર છું. ૨૧ સામવેદ હું વેદોમાં, દેવોમાં ઈન્દ્ર છું વળી; મન છું ઈન્દ્રિયોમાં ને, છું હું ભૂતોની ચેતના. ૨૨ રુદ્રોનો શિવ ને યક્ષ, રાક્ષસોનો કુબેર છું; વસુઓમાં વળી વહિન મેરુ હું પર્વતો મહીં. ૨૩ પુરોહિતો મહીં મુખ્ય મને જાણ બૃહસ્પતિ;
સેનાપતિ મહ સ્કંદ, સાગર છું સરોવરે. ૨૪ હે પાર્થ ! (બાર) આદિત્યોમાં સૌથી શ્રેષ્ઠ એવો) : હું વિષ્ણુ છું; પ્રકાશકોમાં (સૌથી ઉત્તમ એવો) હું સૂર્ય છું; મરુતોમાં (ઓગણપચાસ મરુદ્ગણ ગણાય છે, અથવા દશ પ્રજાપતિ ગણાય છે તેમાં શ્રેષ્ઠ) હું મરીચિ (નામનો) છું; વેદોમાં સામવેદ (મુખ્ય ગણાય છે, તે ) છું; દેવોમાં ઈન્દ્ર (મુખ્ય છે માટે તે) છું; ઈન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ) મન છું; ભૂતોમાં ચેતના (મારે લીધે જ છે); રુદ્રોમાં
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૦૪
ગીતા દર્શન
(કામને જીતનાર સર્વોત્તમ) શંકર હું છું; યક્ષ-રાક્ષસોમાં (પણ શંકરનો મિત્ર ધનપતિ શ્રેષ્ઠ) કુબેર હું છું; (આઠ) વસુ (પૈકી ઉત્તમ) અગ્નિ હું છું; અને પર્વતોમાં (સર્વશ્રેષ્ઠ) મેરુ પણ હું જ છું.
પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ કહેવાય છે, તે હું છું, એમ (હે પાર્થ) તું જાણ. સેનાપતિઓમાં સ્કંદ (કાર્તિકસ્વામી) પણ હું છું અને જળાશયોમાં (મુખ્ય) સાગર પણ
નોંધ : આ બધી વસ્તુઓ પૂબ વખણાય છે, માટે તેમાં જે દૈવત છે, તે આત્માનું દૈવત જ જાણવું, જૈનસૂત્રો પણ એમ જ કહે છે કે જે પદાર્થ ચેતનવંતા હોય તેમાં જેટલું સ્થૂળ તેજ પણ દેખાય તે પૌદ્ગલિક ઋદ્ધિસમૃદ્ધિ મૂળે આત્માની જ છે. જોકે આત્મયોગ આગળ એ સાવ તુચ્છ જ છે. મતલબ કે સુંદર શરીર, અગર બહારના સુયોગો, સુયશ આદિ મળે છે તે આત્માની દિવ્ય વિભૂતિ જ છે. સ્તુતિમાં રજૂયગડાંગસૂત્રમાં પ્રભુ કેવા છે, તેના જવાબમાં ઉપલી ઘણી વસ્તુઓ આ જ રીતે આવે છે.
महर्षीणां भृगुरहं गिरामस्म्येकमक्षरम् । यज्ञानां जपयज्ञोऽस्मि स्थावराणां हिमालयः ॥ २५ ॥ अश्वत्थः सर्ववृक्षाणां देवर्षीणां च नारदः । સંઘનાં ચિત્રરથઃ સિદ્ધનાં પિત્રો મુનિ રદ્દા ભૃગુ મહર્ષિઓમાં હું, ૐ એકાક્ષર વાણીમાં; હું જપયજ્ઞ યજ્ઞોમાં, અચલોમાં હિમાલય. ૨ ૫ પીપળો સર્વ વૃક્ષોમાં, દેવર્ષિ મહીં નારદ;
હું ચિત્રરથ ગંધર્વે, સિદ્ધોમાં કપિલેય હું. ર૬ સાત મહર્ષિઓમાં ભૃગુ ઉત્તમ છે, એટલે એ) હું છું; વાચાઓમાં એકાક્ષર (૩ૐકાર) હું છું, તેમજ યજ્ઞોમાં કર્મત્યાગ દ્વારા ઓકારાદિથી ઊપજનારા ) જપયજ્ઞ (ત) હું છું, અને અચલ પદાર્થોમાં હિમાલય (સર્વશ્રેષ્ઠ ગણાય છે માટે તે) પણ હું જ .
સર્વ વૃક્ષોમાં પીપળો (અશ્વત્થ) હું છું; દેવર્ષિઓમાં નારદ હું છું; ગંધર્વોમાં (દેવલોકમાં જે ગાયકની જાતિ છે, તે સંગીતકારોમાં) ચિત્રરથ હું છું, અને સિદ્ધોમાં કપિલ હું છું.
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૦૫
નોંધ : ઓકારનો મહિમા દરેક દેશ અને દરેક ધર્મમાં છે જ. એ એકાક્ષરમાં આખા વિશ્વની વિદ્યાઓ અને ભાષાદ્વારા ઊતરતી આત્મવિદ્યાઓનો સાર આવી જાય છે.
ગીતાકાળમાં યજ્ઞાદિ ધૂળ કર્મકાંડનું બહુ જોર દેખાય છે, એટલે કે યજ્ઞ કરનારા, એનું નિરૂપણ કરનારા તથા તેમાં રસ લેનારાઓને તેઓ વારંવાર ચેતવે છે. જો કે તેઓ એકદમ બુદ્ધિભેદ નથી કરાવવા માગતા, પણ એમાં રહેલી અસારતા બતાવી યજ્ઞના મૂળ અર્થ તરફ લોકોને વાળવા માગે છે. અગાઉ તપયજ્ઞ, સ્વાધ્યાય-યજ્ઞ, જ્ઞાનયજ્ઞ ને ધ્યાનયજ્ઞ એમ અનેક પ્રકારના યજ્ઞો બતાવી ગયા છે. અહીં એમણે જપયજ્ઞની તારીફ કરી છે, કારણ કે આ અધ્યાયોમાં ભક્તિનો મહિમા બતાતી અર્જુનને એ માર્ગે લઈ જવાનો હોઈ જપયજ્ઞનું સામર્થ્ય બતાવવું ઉચિત અને પ્રાસંગિક છે. સદ્દગુરુના અભાવમાં જપયજ્ઞ સાધક છે, અથવા તો હરપળે જપ એ વિકાસનું ઉત્તમ સાધન છે. વેદોમાં પણ જપને એટલો તો પવિત્ર માનવામાં આવ્યો છે, કે જો યથાર્થ એકાગ્રતાથી જપાય તો) તે જપ અધર્મન તો સાફ કરે જ છે પણ ધર્મને પણ વધુ શુદ્ધ બનાવે છે.
પર્વતોમાં મેર આવી ગયો. મેર પ્રાય: અંતરની દુનિયાનો પર્વત છે (એનું વર્ણન જૈનસૂત્રોમાં ખૂબ આવે છે), જ્યારે હિમાલય બહારનો પર્વત છે. આજે હિંદનો તે સર્વોત્તમ પર્વત છે, એટલે અચલ ચીજોમાં એ ઉચ્ચ ગણાય.
અશ્વત્થનો વ્યુત્પત્તિ અર્થ મેળવી ઘોડાની જેમ ઊભો રહેનાર' એવો અર્થ કાઢી તે પરથી તથા "ઊર્ધ્વમૂલમધ:શાખમ્” એનો વિચાર કરી ભારદ્વાજ નામના એક ગીતા રચનાર લેખકે 'વડ' અર્થ કર્યો છે. પરંતુ ગમે તે કારણ હો ! હિંદના આર્યોમાં પીપળાનો મહિમા ખૂબ છે. પારિજાત, ચંદન, કલ્પવૃક્ષ વગેરે ઝાડો વખણાય છે. પરંતુ પીપળો તો શાસ્ત્રીય દૃષ્ટિએ પણ ખૂબ માન્ય છે. સંભવ છે કે એ ઝાડ સામાન્ય રીતે સર્વ સ્થળે ઊગતું હોય છે અને દુર્વાસ દૂર કરવાની અને વાતાવરણ ચોખ્ખું રાખવાની તેનામાં બીજાં વૃક્ષો કરતાં વધુ તાકાત હોવી જોઈએ. વૈદ્યકીય દૃષ્ટિએ તુલસીનો મહિમા ઘટી રહે છે તેમ પીપળાનો પણ યથાર્થ મહિમા ઘટી રહેવો જોઈએ. ગંધર્વજાતિ દેવગતિમાં જૈનસૂત્રોમાં પણ છે જ. જૈન ગ્રંથસાહિત્યમાં જેમ નારદનું નામ આવે છે, તેમ કપિલનું નામ પણ આવે છે. તેઓ સાંખ્ય, દર્શનના સમર્થ પ્રણેતા છે. એમના કાળમાં એમનું વર્ચસ્વ જબરું હતું. ગીતાકારના કથન પ્રમાણે એમના શિષ્ય સંન્યાસીઓનો સિદ્ધ સંપ્રદાય
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૦
ગીતા દર્શન
ગણાતો હશે. તેઓ જ્ઞાન દ્વારા મોક્ષમાં વધુ માનતા, જ્યારે યોગદર્શને(કે જે સાંગનો જ ઉત્તરાર્ધ ભાગ છે તેણે) સાધના ઉપર વધુ ભાર આપ્યો. ગીતાકાર બન્નેના ધ્યેયને પકડી એ બન્નેનો અને સાથે ઈતર દર્શનનો પણ કેવો સમન્વય સાધે છે તે આપણે અગાઉ જોઈ ગયા છીએ.
પોતે કપિલ છે, એમ કહી ગીતાકાર બે વાતો કહેવા માગે છે : (૧) કપિલમાં મોહેલા સાધકો પોતા ભણી વળે, અને (૨) કપિલની ધૃણા કરનાર સાધકો કપિલમાં પણ પ્રભુ જાણી એની નિંદા, ધૃણા કેતૂહલતાને તજી ઘે.
સર્વે વસમMાનાં વિદ્ધિ મામમૃતોમવમ | एरावतं गजेन्द्राणां नराणां च नराधिपम् ॥ २७ ।। आयुधानामहं वजं धेनूनामस्मि कामधुक् । प्रजनश्चास्मि कंदर्पः सर्पाणामस्मि वासुकिः ॥ २८ ॥ अनंतश्चास्मि नागानां वरुणो यादसामहम् ॥ पितणामर्यमा चास्मि यमः संयमतामहम् ॥ २९ ॥ प्रह्यादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् । मृगाणां च मृगेंद्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥ पवनः पवतामस्मि रामः शस्त्रमृतामहम् । ज्ञषाणां मकरश्चास्मि स्रोतसामस्मि जाहृवी ॥३१॥ ઉચ્ચ શ્રવા હું અથ્વોમાં, જન્મ્યો જાણ સુઘા સહ; ઐરાવત ગજેન્દ્રોમાં, નરોમાં છું નરાધિપ. ૨૭ શસ્ત્રોમાં તો હું છું વજ, ગાયોમાં કામધેનુ છું; પ્રજાજનક કંદર્પ, હું સર્પોમાં છું વાસુકિ. ૨૮ વરુણ જલવાસીમાં, નાગોમાં શેષનાગ છું; અર્યમા પિત્રીઓમાં હું, યમ નિયામકોમહીં. ૨૯ દૈત્યોમાં હું છું પ્રલાદ, કાળ હું છું જનારનો; સિંહ છું પશુઓમાં હું, પક્ષીઓમાં ગરુડ છું. ૩૦ પાવનોમાં હું વાયુ છું, શસ્ત્રીઓમાં હું રામ છું; મધ્યર છું હું મસ્યોમાં, પ્રવાહોમાં હું જાનવી. ૩૧
Page #102
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૦૭
(સમુદ્રમંથન કરતાં નીકળેલા) અશ્લોમાં, અમૃતસંગે જે ઉચ્ચશ્રવા નામનો અશ્વ નીકળ્યો તે હું છું. હાથીઓમાં ઐરાવત અને નરોમાં નરાધિપ હું છું. શસ્ત્રોમાં વજ અને ગાયોમાં કામધેનુ હું છું. પ્રજોત્પત્તિની ઈચ્છામાં કામદેવ પણ હું છું. સર્પોમાં વાસુકિ અને જલવાસીમાં વરુણ હું છું. નાગોમાં શેષનાગ હું છું પિતૃઓમાં અર્યમાં સર્વોપરિ ગણાય છે) તે હું છું. દૈત્યોમાં પ્રફ્લાદ હું છું. જેઓ મૃત્યુમુખે જવા તૈયાર છે તેવા જનારનો કાળ પણ હું છું. પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ અને પવિત્રતા પાથરનારમાં વાયુ હું છું. શસ્ત્રધારીઓમાં રામ, મસ્યોમાં મગર અને નદીઓમાં ગંગા હું છું.
નોંધ : ક્ષીરસાગરના મંથનમાંથી જે અમૂલ્ય વસ્તુઓ નીકળેલી, તેમાં સુધા” અમૃત નીકળ્યું, અને ઘોડો પણ નીકળ્યો, જે ઈન્દ્રનો અશ્વ કહેવાય છે. આ જાતની પૌરાણિક કથા છે. એ બધી ચીજો અને સાગર, મનુષ્યના શરીરમાં રહેલી રચના પરત્વે પણ ઘટી શકે છે. ઈન્દ્રિયોને જો ઘોડા ગણીએ તો એમાં ઉચ્ચ ગતિ કરનાર મનને દિવ્યતાના ઉચ્ચઃશ્રવા ઘોડા તરીકે પણ ગણી શકાય. મથન કરનાર જો આત્માભણી જાય તો અમૃત જ મળે.
હાથીમાં ઐરાવતની પ્રશંસા તો જૈનસૂત્રોમાં પણ છે, ત્યાં નામ ઐરાવણ છે. કામ પણ જો ધર્મથી અવિરુદ્ધ હોય તો હું છું એમ સાતમા અધ્યાયમાં કહેલું અહીં કેવળ પ્રજોત્પત્તિ ખાતર કંદર્પ હોય તો તે ક્ષમ્ય છે એમ બતાવ્યું કારણ કે તેવા ગૃહસ્થના સંસારનું લક્ષ્ય બ્રહ્મચર્ય તરફ હશે જ. આ રીતે કંદર્પ પણ હું છું એમ કહ્યું.
સર્પોની બે જાત : (૧) સર્પ, (૨) નાગ. સર્પમાં વાસુકિ શ્રેષ્ઠ છે. આ વિષે મહાભારતમાં આખ્યાયિકા પણ છે. અનંત નાગને શેષાહિ' પણ કહેવાય છે.
પિતલોક માત્ર વૈદિક ગ્રંથોમાં છે. જૈનસૂત્રોમાં પિતૃલોકોને સ્થાન નથી. વૈદિક ગ્રંથો અનાસકત ગૃહસ્થાશ્રમ પર ભાર મૂકે છે, જ્યારે જૈનસૂત્રો અનાસક્તિના સાધક સંન્યાસ તરફ ઝોક લે છે.
મરણ વખતે યમ જવાબ લે છે, આ કલ્પના પણ વૈદિક ગ્રંથોમાં છે. જૈનસૂત્રો કર્મનિયમ પર ભાર આપતાં હોઈ ત્યાં યમની જરૂર નથી. એ રીતે જલ, વાયુ, પૃથ્વી કે અગ્નિ આદિના દેવોને માનવાની પણ એમને એ દષ્ટિએ જરૂર લાગતી નથી.
મૃત્યુનું પણ એમ જ. આયુઃ કર્મ ક્ષીણ થાય કે તૂટે, ત્યારે જવું જ પડે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
४०८
ગીતા દર્શન
દૈત્યોમાં પ્રલાદ મહાભકત થયો. મતલબ કે પાપી યોનિઓમાં પણ આત્માની ઉજ્જવળતા હોઈ શકે છે.
त्' धातुन। गति सने संध्या अन्ने अर्थ थाय छे. सही साप गति' અર્થ લીધો છે.
ગાંધીજીએ રામનો અર્થ શસ્ત્રધારી પરશુરામ લીધો છે. એમણે પૃથ્વીને નક્ષત્રી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એવો વૈદિક ગ્રંથોમાં ઉલ્લેખ છે. જ્ઞાનેશ્વરજી “રામ”ને દશરથપુત્ર રામ તરીકે લે છે. દશરથપુત્ર રામનું કથન જૈન સાહિત્યમાં પ્રકારાંતરે પણ આવે જ છે.
જાહનવીનો અર્થ ગંગા છે. આને વિષે એમ કહેવાય છે કે "ભગીરથ સ્વર્ગમાંથી ગંગાને લાવતો હતો, ત્યાં જહુનું એને ગળી ગયો અને પછી સાથળ માંથી બહાર કાઢી માટે એ જાહ્નવી કહેવાય છે. આ પણ પૌરાણિક વાત છે. પુરાણની કથાઓ ચમત્કારિક છે. તેને શરીરરચના સાથે ઘટાવવાની માત્ર ખરી દ્રષ્ટિ પ્રગટવી જોઈએ, તો અતિશયોક્તિ વિના એ કથાઓનો મર્મ કળી શકાય.
सर्गाणामादिरंतश्च मध्यं चैवाहमर्जुन । अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् ॥ ३२ ॥ अक्षराणामकारोऽस्मि द्वंद्वः सामासिकस्य च । अहमेवाक्षयः कालो धाताऽहं विश्वतो मुखः ॥ ३३ ॥ मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् । कीर्तिः श्रीर्वाक च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ।। ३४ ।। बृहत्साम तथा साम्नां गायत्री छंदसामहम् । मासानां मार्गशीर्षोऽहं ऋतुनां कुसुमाकरः ॥ ३५ ॥ द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् । जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववताहम् ||३६|| वृष्णीनां वासुदेवोऽस्मि पांडवानां धनंजयः मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥ ३७|| दंडो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् । मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥
Page #104
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૦૯
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन । न तदस्ति विना यत्स्यान् मया भूतं चराचरम् ।। ३९ ।। नांतोऽस्मि मम दिव्यानां विभूतीनां परंतप । एष तद्दशतः प्रोक्तो विभूतेविस्तरो मया ॥ ४० ॥ यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा । तत्तदेवावगच्छ त्वं मम तेजोऽशसंभवम् ॥४१ ।। अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन विष्टभ्याहममिदं कृत्स्नम एकांशेन स्थितो जगत् ॥ ४२ ॥ આદિ મધ્ય તથા અંત, સૃષ્ટિઓનો હું અર્જુન ! અધ્યાત્મજ્ઞાન વિદ્યામાં, વાદીઓમાં હું વાદ છું. ૩ ૨ સમાસોમાં હું છું વંદ, અક્ષરોમાં 'અ'કાર છું; સર્વવ્યાપી હું ઘાતા છું, અક્ષય કાળ હું જ છું. સર્વહર્તા હું છું મૃત્યુ, જન્મ છું જન્મનારનો; સ્ત્રીનાં છું કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ, ક્ષમા. ૩૪ ને સામોમાં મહાસામ, ગાયત્રી છંદ માત્રમાં; વસંત-ઋતુઓમાં, ને માસોમાં માર્ગશીર્ષ છું. છલકર્તાતણું ધૂત, તેજસ્વીમાં હું તેજ છું; સત્ત્વ છું સાત્વિકોમાં હું, જય ને વ્યવસાય છું. યાદવોમાં હું છું કૃષ્ણ, પાંડવોમાં ધનંજય; મુનિઓમાં હું છું વ્યાસ, કવિમાં શુક્ર હું કવિ. દંડ છું દમનારાનો, નીતિ છું જયવાંછુની, મૌન હું ગુહ્ય વાતોનું,જ્ઞાનવંતોનું જ્ઞાન છું. સર્વ ભૂતોનું જે બીજ, તેય અર્જુન હું છું; હોય મારા વિના એવું, નથી ભૂત ચરાચર. મારી દિવ્ય વિભૂતિનો, નથી અંત, પરંતપ !
* કોઈ ટીકાકારો સ્ત્રી જાતિનાં નામોમાં જે ઉચ્ચ ગુણદર્શક નામો છે તે હું છું એવો અર્થ કરે છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૪૧૦
ગીતા દર્શન
આ તો દાંતથી ભાગ્યો, મેં વિસ્તાર વિભૂતિનો. ૪૦ વિભૂતિમાંનું શ્રીમાંનું, ને ભવ્ય સત્ત્વ જે કંઈ; સર્વ તું જાણ, મારા જ તે જ અંશ થકી થયું.
૪૧ અથવા એ બહુ જાયે, તારે શું કામ ? અર્જુન !
એક અંશથી આ આખું, વિશ્વ હું ટેકવી રહ્યો. ૪ ૨ હે (ઊજળા) અર્જુન ! (વળી જેમ દેહધારીમાં હું હતો, છું અને રહીશ, તેમ) સૃષ્ટિઓનાં આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. (બધી) વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા (શ્રેષ્ઠ છે, કારણ કે એ વિદ્યા હોય તો બધી વિદ્યાઓ હાથ લાધી જાય, પણ એક અધ્યાત્મવિદ્યા જ ન હોય અને બીજી બધી વિદ્યાઓ હોય, તો તે બધી વિદ્યાઓ એકડા વગરનાં મીડાં જેવી શૂન્ય છે. માટે તે) હું છું. વાદીઓનો વાદ (જવાદ કે ચર્ચામાં જિજ્ઞાસા અને સત્યાય છે, તે વાદ કે ચર્ચા) હું છું.
સમાસોમાં તંદુ (વ્યાકરણના સમાસશાસ્ત્રમાં ઠંદ્ર મુખ્ય છે, માટે તે) હું છું. અક્ષરોમાં અકાર (વ્યંજનો અને સ્વરો બને અક્ષર કહેવાય છે, પણ વ્યંજનોને સ્વરનો જ આધાર છે, અને સ્વરોમાં અકાર એ આદિ સ્વર છે, માટે તે અકાર) હું છું. અક્ષય (કદી ક્ષણ ન થનારો અવિનાશી) કાળ (ભૂત, વર્તમાન અને ભવિષ્ય; એમ છૂટક નહિ પણ અખંડ કાળદ્રવ્ય લઈએ તો તે અક્ષય છે, અને એના વિભાગ થઈ શકતા નથી. તે દ્રષ્ટિએ કાળ અવિનાશી છે, માટે તે) હું છું. સર્વવ્યાપી આધારપાત્ર, ધારણપોષણ કરનાર જે તત્ત્વ દેખાય છે, તે હું છું.
સર્વને લઈ જનાર મૃત્યુ હું છું. (તેમ જ મરી ગયેલા પાછા જન્મવાના છે. તે) ભવિષે થનારની ઉત્પત્તિ (પણ) હું જ છું; સ્ત્રી જાતિને વિષે* (સામાન્ય રૂપે). કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા(બુદ્ધિ), ધૃતિ (ધીરજ) અને ક્ષમા(દખાય છે, તે મારે લીધે. માટે તે) હું છું. (અહીં આપેલી ધૃતિ અને ક્ષમા એ આત્મગુણના અર્થમાં નથી, પણ સ્ત્રીઓને જે પુણ્યસંપત્તિ સહજ છે તે બતાવતા સામાન્ય ગુણોના અર્થમાં છે. સ્ત્રીઓમાં લજ્જા, શોભા, વાણી, માધુર્ય, યાદશકિત, નાની વયમાં સમજણ, ધીરજ અને સહનશીલતા, કુદરતી રીતે જ હોય છે.)
સામોમાં બહસામ(મોટો સામ ઉચ્ચ ગણાય છે, તે) હું છું. છંદોમાં (ગાયત્રી છંદ સર્વોત્તમ ગણાય છે, માટે) ગાયત્રી છંદ હું છું. માસોમાં માગસર માસ (આરોગ્ય માટે શરદતુ સારી છે, માટે શરદનો અંતિમ માસ, માગસર) હું છું.
Page #106
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૧૧ ઋતુઓમાં વસંત (ફૂલ શોભા, કોયલનો સ્વર અને મધમધતા બાગવાળી ઋતુ છે, માટે તે) હું છું.
(અરે ભોળા ! તને ઝાઝું શું કહું? છલ કરનાર જૂગટું કરી ફાવી જાય છે. શકુનિના છલમાં દુર્યોધન ફાવ્યો, તેમાં મારો દિવ્ય પ્રભાવ ન હોત તો એ શું ફાવવાના હતા? છતાં ગુણકર્મોમાં સંમૂઢ બિચારા એ, મદ કરીને કેવા દુઃખી થાય છે, એ જ ખૂબીની વાત છે. પાર્થ! એ દૃષ્ટિએ સમજીશ તો તને લાગશે કે, છળ કરનારનું ધૂત હું છું. તેજસ્વીઓનું તેજ હું છું. જય હું છું. વ્યવસાય હું છું. સત્ત્વવાળાઓનું સત્ત્વ હું છું. (મતલબ કે શકિત, જય કે નિશ્ચય; પુણ્યશાળી માણસોને જ વરે છે. એટલે ત્યાં એ આત્માની જ દિવ્ય વિભૂતિ છે.) યાદવોમાં વાસુદેવ (શ્રેષ્ઠ ગણાય છે, તે) હું ને તું સાક્ષાત્ સામે જ મૂર્તિમાન જોઈ રહ્યો છે. પણ તારે એ ન ભૂલવું જોઈએ, કે) પાંડવોમાં ધનંજય (અર્જુન) પણ હું જ છું. (તેથી જ તારા અંતરને માપીને તને હું યુદ્ધમાં ઊભા રહેવાનું કહી રહ્યો છું. ) મુનિઓમાં આજકાલ વ્યાસમુનિ ભારે ખ્યાતિ પામ્યા છે, પણ તે મારી વિભૂતિને લીધે જ, માટે ત્યાં) વ્યાસ હું છું. કવિઓમાં ઉશના (એટલે અસુરોના ગુરુ શુક્રાચાર્ય મહાન ગણાય છે, તે પણ મારી દિવ્ય વિભૂતિને લીધે, માટે તે પણ) હું છું.
(જ રાજ્યશાસનમાં ન્યાયલક્ષી શિક્ષા થાય છે, ત્યાં તે) દમનારાનો દંડ હું છું. જીતવાની ઈચ્છા રાખનારની નીતિ હું છું. (આનો સાર એ, કે જીતવાની ઈચ્છાવાળાએ કોઈ એક સિદ્ધાંત લક્ષી નીતિને સ્વીકારવી જ જોઈએ. શિસ્ત, દરકાર, નીડરતા, સ્થિર નિશ્ચય, એ બધું લઈને ન નીકળ્યો તે ભાગ્યે જ વિજય વરી શકે.) ગુહ્ય વાતોનું મૌન (ગુહ્ય જ્ઞાનને જીરવવું બહુ કઠણ છે. ત્યાં આત્માની દિવ્ય વિભૂતિ હોય તો જ મૌન રહી શકે માટે ત્યાં મૌન) હું છું. જ્ઞાનીઓનું જ્ઞાન હું છું.
વળી હે અર્જુન ! બધાં પ્રાણીઓનું જે બીજ, તે પણ હું છું. જે કંઈ સ્થાવર કે જંગમ કોઈ પણ સત્ત્વ (આ જગતમાં દેખાય) છે, તે મારા વિના નથી.
પરમ તપસ્વી) પરંતપ ! (આમ બોલવા બેસતાં) મારી દિવ્ય વિભૂતિના વિસ્તારનો અંત જ નથી. આ તો મેં માત્ર વિભૂતિવિસ્તારનાં થોડાં મુખ્ય મુખ્ય ઉદાહરણો (જ) કહ્યાં છે.
ખરી રીતે તો જે કંઈ પણ વિભૂતિમાન, શ્રીમાન અથવા ભવ્ય એવું સત્ત્વ (દખાય) છે, તે બધું મારા જ તેજના અંશથી થયેલું (દેખાય) છે, એમ તું ખાતરીપૂર્વક જાણ.
Page #107
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અથવા હે અર્જુન ! એ બધું જાણીને તારે શું કામ છે ! (ટૂંકમાં આટલું જ જાણી લે તો બસ છે, કે, ) હું (મારા) એક અંશ વડે (દ્વારા) આ આખું જગત ટેકવી રહ્યો છું.
૪૧૨
નોંધ : આપણે અગાઉ કહી ગયા છીએ, કે તે પ્રમાણે જૈનસૂત્રોનો ઉચ્ચાર છે, કે જીવ અને અજીવ એ બન્નેના પરસ્પર ઉપગ્રહ સંગ વિના સંસાર ન હોઈ શકે, આ દ્દષ્ટિએ સંસારના આરંભ, મધ્ય અને અંત પણ આત્માની દિવ્ય વિભૂતિને લીધે છે, એ કથનમાં કશી અતિશયોકિત નથી.
દિવ્ય વિભૂતિ એટલે જૈનદ્દષ્ટિએ આત્માની પૌદ્ગલિક પુણ્યશાળી શકિત. અગાઉ કહ્યું તે મુજબ જેમ ખેડૂતને પાક મળે એટલે કણની સાથે ઘાસપૂળા પણ મળે જ છે, પરંતુ ઘાસપૂળાને સારુ કંઈ તે બીજ વાવતો નથી. વાવે છે તો કણને માટે. એમ સમર્થ પુરુષો જેટલો આત્મવિકાસ સાધે છે, તેટલી તેમની દિવ્ય- વિભૂતિઓ કે રિદ્ધિસિદ્ધઓ તો વધે જ છે. પણ તેઓ તે વિષે લગારે લલચાતા નથી. આમ જોતાં તીર્થંકરોના અતિશયો (ચમત્કારો) દેવોની રિદ્ધિસિદ્ધિઓ અથવા ચક્રવર્તી વાસુદેવાદિના વિભૂતિમાન, શ્રીમાન, કે સુંદર સત્ત્વથી કયાંય વધી જાય તેમ હોય છે, છતાં તેઓ તેમને વિષે મૂંઝાઈ જતા નથી.
ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે, તેવું જ વર્ણન જૈનસૂત્રમાં પણ છે. ફેર એટલો કે અહીં શ્રીકૃષ્ણરૂપ ગુરુના મુખથી શિષ્યને ઉદ્દેશીને કહેવાયું છે, ત્યારે ત્યાં શિષ્યોએ ગુરુજીના ગુણાનુવાદમાં એ ઉપમાઓ મૂકી છે. આપણે એ તો વારંવાર કહી ગયા છીએ, કે અહીં શ્રીકૃષ્ણગુરુની ભૂમિકા અને અર્જુનની દશા જોતાં એમને મુખે જ કહેવું એ જરાય અપ્રાસંગિક નહોતું, અને નથી. એટલે એમાં આપવડાઈ જેવું કંઈ છે જ નહિ.
વળી આ તો દૃષ્ટાંતરૂપે કહેવાયું છે. એટલે જડમાં પણ પ્રભુ છે એમ કોઈ ન સમજી બેસે ! દા. ત., પથ્થરની મૂર્તિ-તેમાં પ્રભુ નથી. પણ એ મૂર્તિ પરત્વે જ પૂજનારની લાગણી કે મૂર્તિકારની કળા ઠલવાઈ છે અને મૂર્તિમાં જોનારને પ્રભાવ ભાસે છે તે પણ આત્માની જ દિવ્ય વિભૂતિ છે, એમ ગીતાકાર કહેવા માગે છે. કારણ કે પૂજક અને મૂર્તિકાર બન્નેમાં ઊર્મિ અને કળાનું તત્ત્વ છે, તે આત્માની દિવ્ય વિભૂતિનો જ પ્રકાર છે.
ઉપર કહ્યું એ પ્રમાણે જડમાં પ્રભુઅંશ માનવાની જરૂર નથી. કિન્તુ અવગુણીનો અવગુણ જીતતો હોય, ત્યાં એનાં કોઈ પૂર્વપુણ્યનું જ એ પરિણામ છે ને વિજય તેને લીધે છે, અવગુણને લીધે નહિ; એટલું જ કહેવાનો શ્રીકૃષ્ણકથનનો
Page #108
--------------------------------------------------------------------------
________________
અધ્યાય દસમો
૪૧૩
આશય છે. અને એથી જ એમણે અર્જુનને કહ્યું, કે જગતમાં જ્યાં જ્યાં ધૂળ વૈભવ દેખાય ત્યાં એ આત્મતેજના અંશનો જ પ્રભાવ છે, એમ ટૂંકમાં સમજી લેવું. છે અને એટલે જ છેવટે પણ અર્જુનને શ્રીકૃષ્ણગુરુએ એ જ કહ્યું, કે "એ દિવ્યવિભૂતિનો વિસ્તાર અનંત છે. કારણ કે જેનું આત્મારૂપી મૂળ અનંત છે, તેનાં દિવ્યવિભૂતિરૂપ ફળ અનંત જ હોય. છતાં ઉદાહરણ એટલા ખાતર કહ્યાં કે તું એવી સ્થૂળ વિભૂતિમાં ન ફસાઈ જતાં, સર્વનું મૂળ આત્મા છે અને એના અંશમાત્રથી આ આખું જગત ટકી રહ્યું છે, એટલું યથાર્થ સમજી લે અને માત્ર આત્મા તરફ જ વળ! જેમ ડાળી, પાંદડાં, ફૂલ, ફળ એ બધું, માત્ર આંબાનું મૂળ વૃક્ષ હાથમાં આવતાં, સહેજે હાથમાં આવી જાય છે, તેમ એ બધું તો આત્મા ના હાથમાં આવતાં સહેજે હાથ આવી જ જાય છે. માટે બાહ્યવૈભવના વિસ્તારને બહુ
જાણવા સાંભળવાની જરૂર નથી. કારણ કે સંભવ છે કે એમની લાલચમાં આ સપડાવાનું કદાચ બની જાય. આ જે કંઈ બાહ્યવૈભવ વર્ણવ્યો છે તો તેથી બચવા ખાતર જ.”
આમ અર્જુન પ્રત્યેના આ કથન પરથી સાધક ખરી વસ્તુસ્થિતિ સમજી - આત્મમાર્ગે જ વળશે, એટલું કહી હવે આપણે આ અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विभूतियोगो
નામ રામોધ્યાયઃ || ૧૦ || કે “ૐ તત સત” એ પ્રમાણે શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા છે અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં વિભૂતિયોગ નામનો દશમો અધ્યાય પૂરો થયો.
દસમા અધ્યાયનો ઉપસંહાર આપણે જોઈ ગયા કે આ અધ્યાયનું નામ વિભૂતિયોગ છે. વિભૂતિનો અર્થ વૈભવ ગણીએ તો આ અધ્યાયમાં આત્માના અનંત વૈભવની વાત છે. અને વિભૂતિનો અર્થ આવિર્ભાવ કે આવિષ્કાર ગણીએ તો આત્માના અવિભકત-છૂટા નહિ એવા-અંશમાંથી અપરંપાર વિસ્તાર થઈ ગયેલો આપણે સાંભળ્યો.
Page #109
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ગીતા દર્શન
વાત એમ છે, કે ગુરુ શ્રીકૃષ્ણ શિખ અર્જુન પર ફિદા ફિદા થઈ ગયા અને ગુહ્ય જ્ઞાન કહ્યું. પરંતુ અધ્યાત્મજ્ઞાન ઉચ્ચ કોટિનું હોવા છતાંય જીવ અમુક દરજ્જન પહોંચે ત્યાં લગી એને શુષ્ક માની લે છે અને એથી દૂર જ નામે છે. તે વેળા ચમત્કાર જ એને ખેંચી શકે છે. એ ચમત્કારનું બીજ આ અધ્યાયમાં ગોઠવાયું છે.
શું આત્મા અવાચ્ય છે અચિંત્ય છે? અગોચર છે? તો પછી એને માનવો શા માટે? આવા પ્રશ્નકારને ગીતાનો આ અધ્યાય કહે છે : "માનવ અને દેવ બે ગતિ ઉચ્ચ ગણાય છે. મનુષ્યકુળના મૂળપુરુષ આર્ય સંસ્કૃતિના ઘડવૈયાઋષિમુનિઓ; અને દેવકુળના મૂળપુરુષ દેવેન્દ્રો. આ બધા જો માનસભાવથી જ ઊપજ્યા છે, તો તેઓ આત્માના મૂળને ન જ જાણે, એ દેખીતી વાત છે. શાખાએ કે ફૂલફળોએ કદી વૃક્ષના બીજને જાણ્યું છે? જાણવા કોશિશ કરે તોય અંતે થાકે છે. આ રીતે આત્મા અનાદિ, અવાચ્ય, અચિંત્ય અને અગોચર સિદ્ધ થયો. વળી તે અજન્મા પણ છે. કારણ કે પૂર્વકાળે હતો, આજે છે, અને આવતે કાળે પણ હશે જ. ફળને છુંદી નાખવાથી પણ બીજનો નાશ થતો નથી, તેમ બાળ્યા પછી પણ મૂળ ચૈતન્ય પ્રકાશને કશી ઈજા નથી આવતી, અને પરમાણુઓનો પણ અંત નથી આવતો, માત્ર તેમનું રૂપાંતર જ થાય છે.
આ પ્રમાણે જૈનસૂત્રોએ જીવ અને અજીવ એમ બે જ પદાર્થોને અનાદિ અનંત માન્યા છે, અને આત્માને અનંત જ્ઞાની ગયો છે.
આમ યોગીની અપેક્ષાએ આત્મા એક છે અને વિભૂતિની અપેક્ષાએ અનેક છે. જેમ એક જ રંગી દૂધને રંગબેરંગી કાચના પ્યાલામાં મૂકવાથી દૂધનો રંગ દૂરથી જોનારને લાલ, પીળો, વાદળી આદિ લાગે છે, તેમ જ્ઞાનદ્રષ્ટિએ આત્મા એકરૂપ-જ્ઞાનરૂપ-હોવા છતાં કર્મષ્ટિએ ઓછા વધુ ગુણદોષવાળો અને અનેકરૂપી લાગે છે. આવું જેણે જાણ્યું તે ભકતો પરંપદ પામી ગયા.
અર્જુન પૂછે છે "વાત તો બરાબર છે. શાસ્ત્રો એમ કહે છે, અનુભવીઓ પણ એમ કહે છે, અને શ્રીકૃષ્ણ ગુરુ! ખુદ આપ પણ તેમ જ કહો છો.
આત્માથી જ આત્મા જણાય એમાં સંશય નથી. પણ દિવ્ય વિભૂતિ કે જે દૃષ્ટિગોચર થાય તેનો આકાર શો ? અથવા જગતમાંના કયા ભાવો આત્માના અને જડના છે એ ભેદવિજ્ઞાન કેમ થાય? એટલે કે કયાં યોગ(આત્મજોડાણ) અને
ક્યાં વિભૂતિ ગણવી? એનું પૃથક્કરણ શું? એ બધું જો કે થોડું તો આપે હમણાં કહ્યું, પણ વધુ કહો તો સારું."
પરમપ્રસન્ન થયેલા ગુરુ કહે છે :
Page #110
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય દસમો
"ભાવ માત્ર મૂળે આત્માના છે, પરંતુ પાણી પીતા વાઘનો પાણીમાં પડછાયો જોઈ વાધની એ પડછાયામાં બ્રાન્તિ થાય છે, તેમ જડ સંગે હોવાથી જડમાં ભાવની પ્રાન્તિ થાય છે. ખરું જોતાં ભાવ માત્ર મૂળે તો આત્માના જ છે. સૂક્ષ્મભાવોઆત્મસ્પર્શીભાવો-તે યોગ, અને સ્થૂળભાર્વો તે વિભૂતિ. આને સારુ બે વાત ધારી લે એટલે પત્યું ઃ
૪૧૫
(૧) હું સહુમાં છું એટલે કે અંતર્યામી આત્મા સહુમાં છે જ. પછી એ કીડી હો કે મોટો કુંજર છે ! હું જળમાં, વનસ્પતિમાં દરેક સ્થળે છું, માટે તારે કોઈપણ ક્રિયા મુરતાં પહેલાં ચેતવું, કે એમાં મારી વિડંબના તો નથી થતી ને ? બેદરકારીથી તું બીજા કોઈને પણ ઈજા કરે તો તે તારા આત્માને ઈજા કર્યા બરાબર છે. અને તે દેહ મલે છૂટે, પણ કાર્યનું પરિણામ તો જીવને ભોગવવું જ પડે છે. દરકાર અને અશકય પરિહાર હોય ત્યાં જુદી વાત છે, ત્યાં જટિલ કર્મબંધન નથી.
(૨) બીજી વાત એ કે જ્યાં જ્યાં કોઈ પણ સત્યતા, કલ્યાણ અને સુંદરતા દેખાય, ત્યાં મૂળે આત્મતત્ત્વ, જ્યાં શુભ, તાકાત, તેજ અને તપઃશકિત (કાર્યક્ષમતા) દેખાય ત્યાં તારે જાણવું કે એમાં મૂળે આત્માનો જ એ તેજ અંશ છે, પણ જ્યાં મૂળ આત્મા તત્ત્વ જ છે ત્યાં ધર્મ છે, અને જ્યાં એ આત્મા તેજનો અંશ છે ત્યાં પુણ્ય છે.
જ્યાં સીધો આત્મા સાથે યોગ તે ધર્મ, અને જ્યાં પરંપરાએ આત્મા સાથે યોગ ત્યાં પુણ્ય.
હિંસક ફાવી જતો હોય તો એ જયનું કારણ હિંસાની ક્રિયા નથી, પણ હિંસકમાં રહેલી પૂર્વકાળે જમાવેલી એકાગ્રતાની મૂડી છે. જો એ વેડફી નાખશે તો પસ્તાશે. સારાંશ, કે એ ભલે અજ્ઞાની હોઈને હિંસાને ફાળે વિજયને ચડાવે, પણ એ વિજય હિંસાનો નથી. એ જ રીતે અહિંસક પણ ગુમાન ન કરે. કારણ કે તે તો માત્ર નિમિત્ત જ છે. એટલે છેવટનું તત્ત્વવચન તો એટલું જ, કે "તું જગતના કોઈ પણ સ્થાવર કે જંગમ દેહધારી જીવ તરફ આકર્ષાતો હો, કે દૈવી વૈભવ-વિલાસ તરફ ખેંચાતો હો, તો ત્યાંથી પાછો વળ. કારણ કે એ બધું-અરે આખું જગત-આત્માના અંશે જ વ્યવસ્થિત તાલબદ્ધ ટકી રહ્યું છે, માટે એ તરફ જ વળ.” સાર : જૈનસૂત્રો પણ એ જ કહે છે કે કોઈ જપ, તપ, આદિ ક્રિયાનું નિયાણું (નિયાણું એટલે વેચાણ. જગતની કોઈ પણ સંપત્તિમાં આંતરિક ગુણોનું વેચાણ કરવું તેનું નામ નિયાણું) ન કરવું, પણ માત્ર આત્માર્થે જ સર્વ કંઈ આચરવું.
Page #111
--------------------------------------------------------------------------
________________
|| ગીતા દર્શન છે
અધ્યાય ૧૧મો
ઉપોદઘાત અર્જુને ગુહ્ય અધ્યાત્મજ્ઞાન સાંભળ્યું, પ્રાણીઓના ઉત્પત્તિનાશનું રહસ્ય પણ સાંભળ્યું, અને દિવ્ય વિભૂતિના આકારો વિષે પણ સાંભળ્યું. એટલે હવે એને એવી ઈચ્છા થઈ, કે જો આત્મામાં એ બધું હોય – અને છે જે - તો મારા ગુરુ જેવા સમર્થ પુરુષ એ દૈવી વિભૂતિઓ અને જીવોના ઉત્પત્તિનાશની પ્રતીતિ મારી યોગ્યતા પ્રમાણે મને પ્રત્યક્ષ બતાવે તો સારું કે જેથી મને મારાં પ્રાણ-મન, બુદ્ધિ, ચિત્ત વગેરે આત્મસમર્પણની વચ્ચે કદી આડખીલીરૂપ ન થાય ! આ હેતુએ તે પૂછે છે, એ જાતની આ અધ્યાયની શરૂઆત છે. અને દિવ્યચક્ષુદ્વારા એટલે કે મનની ઉચ્ચ કોટિની ભૂમિકા દ્વારા દેખાય તેવાં સ્થૂળ છતાં છેક પાર્થિવ પણ નહિ, એવાં દૃશ્યો એમના ગુરુદેવ બતાવે છે. એમાં અદૂભુત, શાંત અને કયાંક રૌદ્ર, વીર, આદિ રસોની પણ જમાવટ છે. એ કેવાં છે, તથા તે વેળા અર્જુનની શી સ્થિતિ થઈ ને છેવટે શ્રીકૃષ્ણગુરુ કયા રાહ પર એને દોરી જાય છે, તે હવે જોઈએ. જેથી ભક્તિમાન, શ્રદ્ધાળુ, ગુણદૃષ્ટિમંત આદિને આ અધ્યાય અત્યંત પ્રિય શાથી લાગે છે, તે જણાઈ રહેશે.
एकादशोऽध्यायः અધ્યાય ૧૧ મો.
अर्जुन उवाच । मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् । यत्त्वयोक्त वचस्तेन मोहोऽयं विगतो मम ||१|| भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।। त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाध्ययम् ।।२।। एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर । द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥३!!
Page #112
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
૪૧૭
मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो । योगेश्वर ततो में त्वं दर्शयात्मानमव्ययम् ||४||
અર્જુન બોલ્યા : કૃપા કરી મને ગુહ્ય, અધ્યાત્મનામનું પરં; વચન તે કહ્યું તેથી, ટળ્યો છે મુજ મોહ આ. ૧ ઉત્પત્તિ-લય ભૂતોનાં, અક્ષય મહિમા પણ; મેં વિસ્તારે સુયાં તેથી, તે પદ્મપત્ર લોચન. ૨ જેમ તું વર્ણવે આત્મા, એમ એ પરમેશ્વરા; રૂપ તારું ચહુ જોવા, ઈશ્વરી પુરષોત્તમ ! ૩ હું જો જોઈ શકું તેવો, પાત્ર લાગું તને, પ્રભુ !
તો યોગેશ્વર ! તું તારું, દેખાડ રૂપ અવ્યયી. ૪ (હે ગુરુદેવ ! આપે મારા ઉપર કૃપા કરીને મને અધ્યાત્મનામવાળું (આધ્યાત્મિક) પર ગુહ્યવચન કહી સંભળાવ્યું, તેથી મારો મોહ ટળી ગયો છે. (મૂળ સિદ્ધાંત હું હવે સમજી ગયો છું.) વળી આપના જ શ્રીમુખે ભૂતોનાં ઉત્પત્તિ-લય પણ વિસ્તારપૂર્વક સાંભળ્યાં (એટલે જગતનું રહસ્ય પણ હું સમજી શક્યો છું.) અને કમળની પાંખડી જેવી આંખડીવાળા યદુનાથ !- આત્માના તેજો અંશના અક્ષય એવા મહિમાને પણ મેં જાણ્યો છે.
(ખરેખર) આપ જે આત્મવર્ણન કરો છો, તે હે પરમેશ્વર ! યથાર્થ જ છે. (મતલબ કે આપ જેવા પોતાને ઓળખાવો છો, તેવા જ છો.) પણ હે (પુરુષોમાં સર્વોત્તમ એવા) પુરુષોત્તમ ! એ તમારા ઈશ્વરી રૂપને હું સાક્ષાત્ જવા ઈચ્છું છું.
(આત્માથી આત્માને જાણ્યો, દેહધારીઓના જન્મનાશના ચક્રમાં રહેલા સ્થાયીપણાને પારખું, વિભૂતિના મર્મને પણ સમજ્યો, છતાં એક ઈચ્છા રહે છે તે એ કે યોગબળે કરીને જો એ બધું આપ પ્રત્યક્ષ દેખાડો તો સારું, જો કે આપ તો બતાવવા હરપળે તૈયાર હો, છતાં અફાટ વિશ્વમાં પ્રકાશતા સૂર્યનો પ્રકાશ ઘુવડ ઝીલી ન શકે, ત્યાં સૂર્યનો દોષ નથી, એમ જો હું એવા વિરાટ દર્શનને માટે નાલાયક હોઉં તો ત્યાં આપ શું કરો? માટે એ તો હું જ કહું છું કે, જો એ ઈશ્વરી રૂપ જોવાનું મારે સારુ શકય માનતા હો તો તે યોગેશ્વર ! તે અવ્યય રૂપનાં મને દર્શન કરાવો.
Page #113
--------------------------------------------------------------------------
________________
૪૧૮
ગીતા દર્શન
નોંધ : યોગ એ ધર્મનું પરિણામ છે. અને વિભૂતિ એ પુણ્યનું પરિણામ છે. ધર્મ આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે વિભૂતિનો સંબંધ સીધો આત્મા સાથે નથી. એનો સીધો સંબંધ જૈનદષ્ટિએ કહીએ તો પુદગલનાં ઘટ્ટ પરમાણુઓ સૂક્ષ્મ બને છે, ત્યારે તે વિસ્તાર ધારણ કરે છે. જેમ લપેટી લીધેલો કાગળ થોડી જ જગા રોકે છે પણ તે જ વિસ્તારાય ત્યારે મોટી જગા રોકે છે, તેમ જ જગત વિસ્તરેલું છે. જેવું એ બહાર છે, તેવું પ્રત્યેક દેહધારી જીવમાં પણ છે. કારણ કે બહાર જે દેખાય છે તે માત્ર એનો વિસ્તારભર્યો પડછાયો છે. પણ જ્ઞાની સિવાય આ અનુભવ સાક્ષાત્ થતો નથી.
અર્જુન શિષ્ય હવે એટલી ભૂમિકા લગી તો પહોંચી ગયો હતો. કારણ કે જૈનસૂત્રો કહે છે કે "જે જીવવિજ્ઞાન જાણે છે તે અજીવ-વિજ્ઞાન પણ જાણે છે, અને બન્ને વિજ્ઞાન જાણ્યાં એ ક્રમે ક્રમે બધું જાણીને આખરે પરંપદ પામે છે.”
પ્રથમ આધ્યાત્મિક જ્ઞાન ને પછી જીવવિજ્ઞાન અને ત્યાર પછી જ જગતવિજ્ઞાન, એ બધું ક્રમે ક્રમે જેણે વેડ્યું, તેનો મોહ ટળે તે સ્વાભાવિક જ હતું. હવે અર્જુનને શ્રીકૃષ્ણગુરુ જે ખરો સિદ્ધાંત કહેતા હતા તે ઠીક રીતે સમજાયો. અત્યારલગી યુદ્ધનો હેતુ જય, ભોગ, અધિકાર આદિ એ માનતો હતો, પણ હવે એને સમજાયું કે જય, ભોગ કે અધિકાર એ મારે સારુ મુખ્ય હેતુ નથી. કારણ કે જય, ભોગ કે અધિકારનો આત્મા સાથે સીધો સંબંધ નથી. એ તો માત્ર દિવ્ય વિભૂતિનો એક નાનકડો ટુકડો છે. મુખ્ય હેતુ તો આત્માની નબળાઈને લગારે ન પોષતાં વીરતાપૂર્વક વૃત્તિ સાથે ઝઝૂમવું એ છે, અને મારે માટે આ યુદ્ધમાં ન યોજાવા પાછળ તો આત્માની નબળાઈ જ પડી છે, એટલે તે દૂર કરવી જોઈએ.
આટલું જાણ્યા પછી અર્જુનમાં એવી અનહદ નમ્રતા અને અખૂટ જિજ્ઞાસા આવે છે, કે તે યોગદ્વારા બધું એકમાં જ કેન્દ્રિત એવું વિશ્વરૂપદર્શન જોવા માગે છે. હવે શ્રીકૃષ્ણગુરુ શું કહે છે તે જોઈએ:
श्रीकृष्ण उवाच पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च || ५|| पश्यादित्यान् वसून् रुद्रानश्विनौ मरुतस्तथा । बहून्यद्दष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ||६||
Page #114
--------------------------------------------------------------------------
________________
સઘ્યાય અગીયારમો
इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ' मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा
!Hel
दिव्यं ददामि ते चक्षः पश्य मे योगमेश्वरम् ||८|| શ્રીકૃષ્ણ બોલ્યા :
સેંકડો ને હજારો જો, વિવિધાકાર રંગનાં;
S
મારાં દિવ્ય રૂપો, પાર્થ ! જો વળી ભાતભાતનાં. ૫ આદિત્યો, વસુઓ, રુદ્રો, ને જો મરુત અશ્વિનો; પૂર્વે એવાં જ જોયેલાં, ઘણાં આશ્ચર્ય ભારત. આજે એક સ્થળે આખું, જગત્ જો સચરાચર; મારા દેહે ગુડાકેશ ! ને બીજું જોવું હોય તે. અસમર્થ મને જોવા, તું છો આ તારી આંખથી;
માટે દિવ્ય દઉં ચતુ, ઈશ્ર્વરી યોગ જો હવે. .
૭
૪૧૯
હે (પૃથાના પુત્ર) પાર્થ ! મારાં સેંકડો ને હજારો રૂપ જો. તે બધાં જુદા જુદા પ્રકારનાં, દિવ્ય, ભાતભાતના, રંગબેરંગી અને નોખાનોખા આકારવાળાં છે.
હે (ભરતકુળના ઉત્તમ પુરુષ) ભારત ! (બાર) આદિત્યો, (આઠ) વસ્તુઓ, (અગિયાર) રુદ્રો, (ઓગણપચાસ) મરુદ્ગણ, તથા પૂર્વે ન દીઠેલાં એવાં બહુ આશ્ચર્યો તું જો.
હે (નિદ્રાને જીતનાર ! ગુડાકેશ (સ્વસ્થ થા અને જો. ) આજે અહીં મારા શરીરમાં એક સ્થળે આખું સચરાચર જગત જો. અને બીજું પણ જે કંઈ તું જોવા ઈચ્છતો હોય તે જો.
(હજુ અર્જુનને બાઘા જેવો જોઈને શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા : અરે ભોળા !) તું તારી (પાર્થિવ) આંખથી મારા એ સ્વરૂપને નહિ જોઈ શકે. માટે તને દિવ્ય ચક્ષુ આપું છું, હવે મારો ઈશ્વરી યોગ જો.
નોંધ : પાર્થ, ભારત અને ગુડાકેશ એ ત્રણે વિશેષણો પ્રાસંગિક સ્થળે કુદરતી રીતે જ યોજાઈ ગયાં છે. અર્જુન પાર્થિવ આંખે આ બધું ન જોઈ શકે માટે દિવ્ય ચક્ષુની જરૂર હતી, એમ 'પાર્થ' વિશેષણ સૂચવે છે. ભરતકુળમાં તે ઉત્તમ છે
Page #115
--------------------------------------------------------------------------
________________
૪૨૦
ગીતા દર્શન
એટલે આ ભારતવર્ષના આદિત્ય દેવ તરફ તથા બીજા જે દેવો એમની બાજુમાં મૂકયા છે તેમની તરફ પણ બહુમાનની દ્રષ્ટિથી જોતા, એટલે કે ભારત વિશેષણથી સંબોધીને પ્રથમ જ એમનાં દર્શન બતાવી ઉત્સુકતા જગાડવાનો પ્રયાસ છે. પણ આ બધું જોઈ, તે પ્રમાદી ન બની જાય તે માટે અપ્રમત્તતા સૂચવનારું ગુડાકેશ” વિશેષણ વપરાયું છે.
આ બધાં દશ્યો દેવી આંખે જ જોઈ શકાય, તેની મતલબ એ કે આ દશ્યો સ્થળ આંખે જોવાય તેવાં નથી, પણ દિવ્ય બુદ્ધિ જ્ઞાન તરફ લઈ જાય તેવી બુદ્ધિએ) જોવાય તેવાં છે. જે સાધક દિવ્ય બુદ્ધિ પ્રાપ્ત કરે તે જોઈ શકે. જૈનસૂત્રોમાં આને અવધિ નામે સૂચવાય છે. તે જ સમ્ય હોય તો અવધિજ્ઞાન ગણાય અને અસમ્યગૂ હોય તો વિર્ભાગજ્ઞાન ગણાય. અર્જુન માટે તે સમ્યગૂ જ્ઞાન હતું. શરીરના એક જ સ્થળે આ બધું દેખાય તેમાં પણ જ્ઞાનીને કશું આશ્ચર્ય નથી. જૈનસૂત્રો કહે છે કે, વનસ્પતિના એક નાનામાં નાના ભાગમાં રહેલા અતિ સૂક્ષ્મ જીવ સાથે પણ એવી અનંત કર્મ વર્ગણાઓ છે, કે જેમના પ્રદેશને વિસ્તારવામાં આવે તો આખા લોકમાં પણ ન સમાય; છતાં આત્મપ્રભાવ આગળ એ એટલી સંકોચ પામી જાય છે, કે ધૂળ આંખથી કે સૂક્ષ્માતિસૂક્ષ્મ યંત્રની મદદથી પણ આ પાર્થિવ આંખે ન દેખી શકાય. વાચકને આથી કંઈક કલ્પના આવે એ ખાતર આટલું કહ્યું, જેથી આ બધી ગપ છે એમ માનતાં કે બોલતાં પહેલાં એ ચેતે ! બાકી તો દલીલનો આ વિષય જ નથી. અનુભવ અગર શ્રદ્ધા, બેમાંથી એક જેની પાસે હોય એને માટે આ અપૂર્વ વસ્તુ છે.
અહીં ઈશ્વરી યોગનો અર્થ સમર્થયોગ જ લેવો. "આંખ ઊઘડતાં સૂર્યોત્પત્તિ, શ્વાસોચ્છવાસથી વસુઓ, ભૂકટિ એકત્ર થતાં રુદ્રોત્પત્તિ, અને સૌમ્ય મુદ્રામાંથી અશ્વિનીકુમાર ઊપજે છે. કાનથી વાયુ” એમ જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, તે પરથી સાધક એટલું સમજશે કે જીવને જુદા જુદા ભાવો ઊઠે છે, તે જ એ સૃષ્ટિ છે. હવે ધૃતરાષ્ટ્રને સચેત કરવા માટે સંજય કહે છે :
સંનય વ7 | एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः । दर्शयामास पार्थाय परमं रुपमैश्वरम् ।।९।।
સંજય બોલ્યા : એમ બોલ્યા પછી રાજન્ ! મહાયોગેશ શ્રીહરિ; ઈશ્વરી ને પરંરૂપ, બતાવે પાર્થને ખરે. ૯
Page #116
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
૪૨૧
હે (ધૃતરાષ્ટ્ર) રાજન્ ! મોટા યોગીશ્વર (યોગમાં સર્વ સમર્થ) એવા હરિ, એવું બોલ્યા પછી પાર્થને પરં (એ) ઈશ્વરી ! (શકિતમાન) રૂપે દેખાડતા હતા.
નોંધ : સંજયે ધૃતરાષ્ટ્રને અહીં ફરીને સચેત કર્યા છે, તેમાં પણ ગીતાના સંકલનકારની ખૂબી છે. તે બે પ્રકારે(૧) ધૃતરાષ્ટ્રની શ્રીકૃષ્ણજી પ્રત્યે ભકિત વધારવા. (૨) આ વર્ણન પાર્થિવ નથી પણ દૈવી છે એમ પાઠકને સૂચવવા.
હવે આગળ ચાલતાં સંજય જ અર્જુને શું જોયું અને એની શી સ્થિતિ થઈ તે થોડા શ્લોકમાં સંક્ષેપે મૂકે છે તે જોઈએ:
अनेकवक्त्रनयनमनेकादमुतदर्शनम् । अनेकदिव्याभरणं दिव्याने कोद्यतायुधम् ||१०|| दिव्यमाल्यांम्बरधरं दिव्यगन्धानुलेपनम् । सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ||११|| दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता । यदि भा सद्दशी सा स्याद् भासस्तस्य महात्मनः ।।१२।। तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा । अपश्यदेवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥ १३|| ततः स विस्मयाविष्टो हृष्ट रोमा धनंजयः । प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत |१४|| અનેક મુખ ને આંખ દશ્ય અલૌકિક; ઘણાં દિવ્ય ઘરેણાં ને દિવ્ય શસ્ત્રોથી સજ્જ એ.૧૦ વસ્ત્રો, માળા, ધર્યા દિવ્ય, વિલેપ્યું દિવ્ય ગંધથી; સૌ આશ્ચર્યભર્યું દૈવી, વિશ્વવ્યાપી અનંત એ. ૧૧ એકી સાથે પ્રકાશે જ નભે સૂર્ય હજા૨ તો; તે મહાત્માતણી કાંતિ જેવી કાંતિ કદાચ હો. ૧૨ એક સ્થળે જગત આખું, બહુ રીતે વિભકત ત્યાં;
દેવાધિદેવના દેહે, તે સમે જોયું પાંડવે. ૧૩ *ગોંડલથી બહાર પડેલી પ્રતમાં દિવ્યમાલામ્બરઘર" એ પાઠાંતર છે એટલે ગુજરાતી સમશ્લોકીમાં અહીં માળા અર્થ રાખ્યો છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૪૨૨
ગીતા દર્શન
તેથી આશ્ચર્યમાં મગ્ન, રોમાંચિત ધનંજય;
હાથ જોડી કરી બોલ્યો, દેવને શિરથી નમી. ૧૪ તે રૂ૫ ઘણાં મુખ અને આંખવાળું, અનેક અદ્ભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભરણોવાળું અને બહુ ઉગામેલાં શસ્ત્રોવાળું હતું. તે રૂ૫) દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રધારી હતું, દિવ્ય ગંધથી લેપાયેલું હતું, સઘળા પ્રકારની નવાઈઓથી ભરેલું હતું, અનંત હતું. એવા (રૂપવાળા) વિશ્વમુખી દેવને (અર્જુને જોયા.).
(હે ધૃતરાષ્ટ્ર રાજા ! એને શાની ઉપમા આપવી એ સમજ પડતી નથી, છતાં કલ્પના ખાતર કહું તો) આકાશમાં એકસામટી હજાર સૂર્યની પ્રભા ફેલાય તો કદાચ તે મહાત્માની ક્રાન્તિ જેવી દેખાય. (છતાં આ તો માત્ર મેં ઉપમા જ આપી છે. સર્વાગ બરોબરી તો એ તેજ સાથે ન જ થઈ શકે.
(અહો રાજ! વધુ તો શું કહું! પણ) તે દેવાધિદેવદિવોના સર્વોપરિ દેવ)ના શરીરમાં અનેક પ્રકારે વહેંચાયેલું આખું જગત એકત્રિત થયું છે (એમ) પાંડવે જોયું.
તેથી ધનંજય ભારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો, રોમાંચિત થઈ ગયો, અને માથું નમાવી બે હાથ જોડીને દેવને આ પ્રમાણે) કહેવા લાગ્યો -
નોંધ : અનુવાદમાં જ ચોખવટ આવી જાય છે એટલે વધુ કહેવાનું રહેતું નથી. માત્ર અહીં દેવાધિદેવ” વિશેષણ ખૂબ સૂચક છે. આ વેળાએ શ્રીકૃષ્ણમહાત્મા દેવ ભાવમાં હતા એમ એ સૂચવે છે. હવે અર્જુને પોતે જ જે જોયું તે શ્રીકૃષ્ણગુરુને સંબોધીને કહે છે:
__ अर्जुन उवाच - पश्यामि देवांस्तव देव देहे
सर्वांस्तथा भूतविशेषसंघान् । ब्रह्माणमीशं कमलासनस्थ
मृर्षीश्च सर्वानुरगांश्च दिव्यान् ||१५|| अनेकबाहूदरवक्त्रनेत्रं
पश्यामि त्वां सर्वतोऽनन्तरुपम् । नान्तं न मध्यं न पुनस्तवादिं
पश्यामि विश्वेश्वर विश्वरूपम् ||१६||
Page #118
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય અગીયારમો
किरीटिनं गदिनं चक्रिणं च
तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामित्वां दुर्निरीक्ष्यं समन्ता
૪૨૩
दीप्तानलार्कद्युतिमप्रमेयम् ||१७|| અર્જુન બોલ્યા :
દેખું શરીરે તુ જ દેવ ! દેવો અને ઘણા જીવસમૂહ સર્વે; ધારેલ પદ્માસન ઈશ બ્રહ્મા, વળી ૠષિઓ સહુ દિવ્ય સર્પો. ૧૫ મોં, હાથ, આંખો, બહુ પેટવાળા, તને બધે જોઉ અનંત રૂપ; ને આદિ કે મધ્ય ન અંત તારો, દેખું હું વિશ્વેશ્વર I વિશ્વરૂપ. ૧૬ ગદા, મુકુટો વળી ચક્રવાળો, ચોમેર દીપ્તિધર તેજપુંજ; પ્રચંડ સૂર્યાગ્નિ સમો બધેય, દુર્દશ્ય દેખું અપ્રમેય હું તને. ૧૭
હે દેવ ! તારા શરીરને વિષે દેવોને, વિશિષ્ટ સર્વ ભૂતસમુદાયોને, કમલાસને વિરાજેલા બ્રહ્માને તથા રુદ્રને અને સર્વ ઋષિઓ તેમ જ દિવ્ય સર્પોને હું ભાળું છું.
હે વિશ્વેશ્વર ! તને હું ઘણાં મુખ, હાથ અને પેટવાળા અનંતરૂપે ચોમેર દેખી શકું છું. છતાં તારો આદિ, મધ્ય કે અંત દેખાતો નથી. (ખરે જ) તને વિશ્વરૂપ તરીકે હું જોઉં છું.
(હાથમાં) ગદા, ચક્ર, (અને મસ્તકે) મુકુટ (ધરનારા)વાળા, બધી બાજુ ઝળહળતી જ્યોતવાળા, તેજના પુંજ સમાન, મુશ્કેલીથી જ દેખી શકાય એવા, તેમજ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્યની પ્રભાની જેમ બધી દિશામાં દીપતા એવા અપ્રમેય (જેને કોઈ સાથે સરખાવી ન શકાય તેવા) તને ભાળું છું.
નોંધ : આ ઉપરથી સાધક સમજી લે કે બ્રહ્મદેવ અને રુદ્ર આદિ દિવ્યકોટિનાં સત્ત્વો છે. વળી સાધકે જે રૂપ પ્રભુનું કલ્પ્ય હોય છે, તે જ રૂપે તે એને દિવ્ય દૃષ્ટિથી જુએ છે. નરસિંહ મહેતાના સાક્ષાત્કાર વિષે બીરસાહેબે આ જ દૃષ્ટિએ કહ્યું હતું કે "તમે તમારી કલ્પનાનો જ દિવ્ય સાક્ષાત્કાર કરો છો. વસ્તુતઃ નિરાકાર આત્મા એ તો નિરાળી જ વસ્તુ છે, તેનું વંદન આત્મા દ્વારા જ આત્મા કરે છે." એટલે જ અર્જુનની એ દષ્ટિએ હવે મુખોાર નીકળે છે ઃ
નરસિંહ મહેતાને કબીરસાહેબ મળેલા. તે વખતે રાસમંડળમાં કૃષ્ણચંદ્રનો હાથ મહેતાજીએ પકડયો હતો. બીરસાહેબે આંખ ખોલવા હ્યું કે તુરત જ મહેતાજીને જણાયું કે પોતે જ પોતાનો હાથ પકડયો છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
૪૨૪
ગીતા દર્શન
त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निधानम् । त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ||१८|| તું જ્ઞય તે અક્ષર ૮ પર છો, આ વિશ્વનું તું જ પરંનિધાન; અનાશી તું શાશ્વત ધર્મપાલ, માન્યો તને શાશ્વત મેં પુરુષ. ૧૮ તને હું (માત્ર આત્મજ્ઞાનથી જ) વેદવા લાયક એટલે કે શેય, પરમ અને અક્ષર માનું છું. તું આ વિશ્વનું પર્વ નિધાન છે તું અવિનાશી તેમજ સનાતન ધર્મનો રક્ષક અને શાશ્વત પુરુષ છે (એમ પણ) હું તને માનું છું.
નોંધ : પ્રભુનું પરમસ્વરૂપ કે જે સનાતન ધર્મપાલક (એટલે વસ્તુ-માત્રના મૂળગત સ્વભાવોનું નિયમન કરનારું) છે તે તદ્દન નિરાલુ છે, તે માત્ર જ્ઞાનગણ્ય છે, દષ્ટિગમ્ય છે જ નહિ. દિવ્યદષ્ટિથી અર્જુન જે જુએ છે તે આત્માના તેજો અંશમાંથી ઊપજેલી દિવ્ય-વિભૂતિઓ જુએ છે અને તેથી જ તેમાં અદૂભુત, રૌદ્રવીર આદિ રસો દેખાય છે.
સાધકની જિજ્ઞાસા સંતોષવા સારુ અને વસ્તુતત્ત્વ બતાવવા સારુ કરવી જોઈતી હતી તે ચોખવટ કરી અર્જુન આગળ વધતાં કહે છે.
अनादिमध्यान्तमनन्तवीर्य
मननन्तबाहुं शशिसूर्यनेत्रम् । पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं
સ્વર્તનસા વિધ્વમિટું તUત્તમ ૧૦ || द्यावापृथिव्योरिदमन्तरं हि
___ व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः । दृष्ट्वाद्भुतं रुपमुग्र तवेदं ।
__ लोकत्रयं प्रव्यथितं महात्मन् ||२०|| ન આદિ મધ્યાંત અનંત શકિત, અનંત બાહુ રવિચંદ્ર ચક્ષુ; દીપેલ અગ્નિ મુખવંત હું તને તપાવતો ભાળું જગત્ સ્વતેજે. ૧૯ તું એકથી અંતર વ્યોમભૂનું, ને સૌ દિશા વ્યાપ્ત થયેલ તારું; આ ઉગ્ર ને અભુત રૂ૫ ભાળી, ત્રણેય લોકો થથર્યા મહાત્મને.૨૦
Page #120
--------------------------------------------------------------------------
________________
ધ્યાય અગીયારમો
૪૨૫
અને આદિ, મધ્ય કે અંત (જ) નથી, જેની શક્તિ અનંત છે, જેને અંનત હાથ છે, સૂર્યચંદ્ર જેનાં ચક્ષુ છે, જેનું મુખ દીપેલા અગ્નિ જેવું છે, અને જે પોતાના તેજે આ વિશ્વને તપાવી રહ્યો છે, તેવા તને હું જોઉં છું.
આકાશ અને જમીન વચ્ચેનું આ અંતર અને બધી દિશાઓ (તે સ્થૂળઆંખે ભલે ખાલી દેખાય પણ) તું-રૂપ એકથી વ્યાપ્ત છે. તારું આ અદ્ભુત અને ઉગ્રરૂપ નિહાળીને હે મહાત્મન્ ! ત્રણે લોક ભયભીત બન્યા છે-થથર્યા છે.
નોંધ : જૈનદૃષ્ટિએ આમ ઘટાવી શકાય કે સૂક્ષ્મજીવો ત્રિભુવનમાં ભર્યા છે. બાકી અદ્ભુતતા એ દૈવી વિભૂતિ છે, અને ઉગ્રતા એ કર્મ-કાનૂનમાં છે. કર્મફળ ત્રણે લોકના સર્વ જીવોને ભોગવવાં જ પડે છે. ત્યાં કોઈનું કશું જ ચાલતું નથી. જ્ઞાનેશ્વર મહારાજના કહેવા પ્રમાણે ત્યાં બ્રહ્માદિનું પણ ચાલતું જ નથી. જૈન ઉત્તરાધ્યયનસૂત્ર ભાખે છે, તે યથાર્થ છે, 'કડાણ કમ્માણ ન મોકખ અસ્થિ.’ કરેલાં કર્મોને ભોગવ્યા વિના છૂટકો જ નથી. ભગવાન મહાવીર જેવાને પણ એ ભોગવવાં જ પડયાં હતાં, ત્યાં બીજો કોણ ગર્વ ક૨શે ?*
જેમ અહીં અર્જુનને શ્રીકૃષ્ણગુરુ દિવ્યવિભૂતિ દેખાડે છે, તેમ જૈન ‘રાયપસેનિચસુત્તવિ’માં સુધર્મા નામના દેવેન્દ્ર ભગવાન મહાવીરની સભામાં પ્રકારાંતરે બતાવે છે, જે જોઈને સાધુઓ વિસ્મય પામે છે. પણ ભગવાન મહાવી૨ ખુલાસો કરે છે કે આત્મયોગ આગળ આવી દિવ્યવિભૂતિ છેક જ તુચ્છ છે. તેથી જ દેવો બિચારા એ બધું પામ્યા હોવા છતાં અંતરની શાન્તિ નથી પામતા, એટલે મનુષ્યતા આગળ કરગરીને એ દશા વારંવાર ઝંખ્યા કરે છે. મનુષ્યતા વિના આંતરશુદ્ધિ નથી અને આંતરશુદ્ધિ વિના આંતરશાન્તિ નથી.
હવે વળી અર્જુન આગળ વધતાં શું કહે છે તે જોઈએ ઃ अमी हि त्वां सुरसंधाविशन्ति केचिद् भीताः प्राञ्लयो गृणन्ति 1 स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः स्तुवन्ति त्वां स्तुतिमिः पुष्कलामिः ||२१||
* ત્રિપૃષ્ઠ વાસુદેવના જન્મમાં પોતાના શય્યાપાલકને આજ્ઞા આપેલી કે હું સૂઈ જઉ ત્યારે સંગીત બંધ કરાવજે પણ સંગીતના સ્વાદમાં શય્યાપાલક પોતાની ફરજ ચૂકયો. આ ભૂલના બદલામાં આસકિતવશાત્ ગુસ્સે થઈ તેમણે શય્યાપાલનના કાનમાં સીસું રેડયું. તેનું ફળ ઘણા જન્મો પછી પણ છેવટે મહાવીરને વેઠવું જ પડેલુંકાનમાં ખીલા ઠોકાયાનો પ્રસંગ તે આ કર્મનું પરિણામ,
Page #121
--------------------------------------------------------------------------
________________
૪૨૬
ગીતા દર્શન
रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनी मरुतश्चोष्मपाश्च । गन्धर्व यक्षासुरसिद्धसंघा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥२।। रुपं महत्ते बहुवकत्रनेत्रं महाबाहो बाहुबाहूरुपादम् । बहूदरं बहुदंष्ट्राकराल दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ||२३|| नमःस्पृशं दीप्तमनेकवर्ण व्यात्ताननं दीप्तविशालनेत्रम् । दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ||२४।। दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्ववेव कालानलसन्निभानि । दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ||२५|| આ દેવનાં જૂથ તેમાં પ્રવેશે, બીધેલ કોઈ કર જોડી પ્રાર્થે; "સ્વરિત” કહી સિદ્ધ મહર્ષિ સંઘ, સ્તવે તને પુષ્કળ સ્તુતિઓથી. ૨૧ રદ્રો સૂર્યો વિશ્વદેવા વસઓ, સાધ્યો પિત્રી અશ્વિનો સિદ્ધસંઘ; ગંધર્વ યક્ષો અસુરો મરતો, જુએ તને વિસ્મિત થે બધાય. ૨૨ घiyभो, सायण, मा५, पाय, ३२ टो, ३२, पेट हेपी; ता महाब ! महान ३५, પામ્યા વ્યથા લોક જ, તેમ હુંય. ૨૩
Page #122
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
૪૨૭
નભે અડેલા બહુરંગી દીપ્ત, ખુલ્લા મુખે તેજી મહાનનેત્રી; દેખી તને વ્યાકુળ દિલ થાય, વિષ્ણુ! ખૂટે ઘીરજ-શાન્તિ મારાં. ૨૪ તારાં મુખો ને વિકરાળ દાઢો, કાળાગ્નિ જેવાં નીરખી જ હું તો; દિશા ન જાણું, નવ શાન્તિ પામું,
પ્રસન્ન થા દવ ! જગનિવાસ ! ૨ ૫ વળી આ દેવોનો સમુદાય તારા વિષે પ્રવેશ કરતો દેખાય છે. તો વળી) કોઈ ભયભીત થયેલા હાથ જોડી પ્રાર્થના કરે છે. મહર્ષિ અને સિદ્ધસંઘ સ્વસ્તિ” (કલ્યાણવાચક) શબ્દનો ઉચ્ચાર કરી, પુષ્કળ સ્તુતિઓ દ્વારા આપનું સ્તવન કરે છે.
રુદ્રો, સૂર્યો, વસુઓ, સાધ્યો, પિતૃઓ, અશ્વિનો, ગંધર્વો, યક્ષો, અસુરો(મતલબ કે દૈત્યોનું પણ આપના સ્વરૂપમાં સ્થાન છે જ.) મરુતો, સિદ્ધસંઘો, વિશ્વદેવો એ બધાય આપને વિસ્મિત થઈને જ જોયા કરે છે. (મતલબ કે એમને સહુને માટે, આ દૈવી ઐશ્વર્ય આશ્ચર્યરૂપ જ છે. એમને સહુને આ દર્શન સંભવિત નથી. જૈનસૂત્રો પણ એમ જ કહે છે કે અમુક ઉચ્ચકોટિના સાધકો અને સમકિત દેવોને જ અવધિજ્ઞાન સંભવે છે.)
(અગાઉ કહી ગયો તેમ ફરીને વળી કહું છું) ઘણાં પેટ, સાથળ, આંખ, મુખ, ભયંકર દાઢ, હાથ, પગ અને મોટી ભુજાવાળા હે દેવ ! તારું આ મહારૂપ દેખીને જેમ લોકો વ્યથા પામ્યા છે તેમ હું પણ વ્યથા પામું છું.
અરે વિષ્ણુ ! આકાશને અડેલા, ખુલ્લા મુખવાળા, ઝળહળતા બહુરંગી અને વિશાળ તેજસ્વી આંખોવાળા તને જોઈને મારું અંતર વ્યાકુળ થયું છે. હું ધીરજ કે શાન્તિ હવે નથી રાખી શક્તો.*
હે જગતના નિવાસસ્થાન ! દેવોના સમર્થ સ્વામી ! તારાં પ્રલયાગ્નિ જેવાં મોઢાં અને ભયંકર દાઢો જોઈ દિશા નથી જાણતો (અર્થાત્ દિગમૂઢ બની ગયો છું-દિશા ભૂલ્યો છું.) શાન્તિ નથી પામતો, માટે તું પ્રસન્ન થા! હું તો ભયભીત * ખરી જ વાત છે. આવા રૂપને લાંબો વખત સુધી જોવું, એમાં પણ સ્થિરતા જોઈએ છે. અહીં સંબોધનમાં વિષ્ણુ વપરાયું છે તે એ અર્થમાં જ કે વિષ્ણરૂપ એ દૈવી રૂપ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૪૨૮
ગીતા દર્શન બની ગયો. વિશ્વરૂપનું પ્રથમ દર્શન તો અદ્ભુત લાગતું હતું, આ તો ભારે ભયંકર, બાપ રે! બંધ કરો હવે તો ?)
નોંધ : અનુવાદનો ખુલાસો વાંચ્યા પછી ખાસ ઉમેરવાનું રહેતું નથી. સમજવાનું એટલું જ છે કે આ દેવી વિશ્વરૂપ પણ અર્જુનને માટે લાંબો વખત સહેવાય તેવું નથી. પહેલાં ચમત્કારનું સુખ માણે ન માણે, ત્યાં મૃત્યુની ભયંકરતા ઊભી જ છે. બાહ્ય સુખ માત્રનું આમ જ છે. ચાહે તે દૈવી હો કે માનુષી હો ! માટે તે થાકે છે અને અંતે પોતાના ગુરુનો માત્ર પ્રસાદ જ યાચે છે. જેમ એક તૃર્ષિત-તરસ્યો હોય ત્યારે મોટું તળાવ પી જઉં એમ બોલે, ભૂખ્યો માણસ મોટા થાળમાં ઘણું લઈને બેસે, પણ થોડું ખાધું, કે પેટ તૃપ્તિ થયા પછી તુરત એ જ કહે કે હવે આને લઈ જાઓ, મારી સામે નહિ! તેમ અર્જુનને પણ હવે એમ જ થયું છે. જોવાનું હતું તે જોઈ લીધું, હવે નથી જોવું એમ તે કહે છે. પણ શ્રીકૃષ્ણ મહાત્મા એમ કયાં જલદી છોડે એવા હતા ! એમને મન પર એ જ વાત હતી કે હજુ થોડીવાર રાહ જુએ અને ખરી વસ્તુ જુએ! ભાવિકાળનું પણ યથાર્થ દર્શન કરી લે કે જેથી ફરી ઉત્કંઠા બાકી ન રહી જાય ! હવે અર્જુન જે દશ્ય આગળ ઉપર જુએ છે, તે વિષે ગીતા બોલે છેઃ
अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः
सर्वे सहैवावनिपालसंधैः । भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ
સEાત્મવીર યોધમુકીઃ || રદ્દા वक्त्राणि ते त्वरमाणा विशन्ति
दंष्ट्राकरालानि भयानकानि । केचिद्विलग्ना दशनान्तरेषु
સંદ્રય ચૂfસૈરુત્તમઃ | રછો यथा नदीनां बहवोऽम्बुवेगाः
समुद्रमेवाऽभिमुखा द्रवन्ति । तथा तवामी नरलोकवीरा
विशन्ति वक्त्राण्यमिविज्वलन्ति ।।२८ ।।
Page #124
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
૪૨૯
यथा प्रदीप्तं ज्वलनं पतंथा
विशन्ति नाशाय समृद्धवेगाः । तथैव नाशाय विशन्ति लोका
स्तवापि वक्त्राणि समृद्धवेगाः || २९|| लेलिसे ग्रसमानः समन्ता -
ल्लोकान् समग्रान् वदनैवल मिः । तेजोमिरापूर्य जगत्समग्रं मास
તોwા: yતપત્તિ નિષ્પો || રૂoll आख्याहि मे को भवानुग्ररुपो
नमोऽस्तु ते देववर प्रसीद | विज्ञातुमिच्छामि भवन्तमाद्यं
__ नहि प्रजानामि तव प्रवृत्तिम् ||३१|| ને આ કુમારો ધૃતરાષ્ટ્ર કેરા, બધાય ભૂપાલસબૂહ સાથે; ને આ કર્ણ, દ્રોણ ને ભીખદાદા, સાથે અમારા સુભટોય મુખ્ય. ૨૬ બિહામણાં ભીષણ દાઢવાળાં, તારાં મુખોમાં ઝટ તે પ્રવેશે; દાંતોની વચ્ચે વળી કોઈ ચોટયા, દેખાય છે ચૂર્ણ માથાંની સાથે. ૨૭. સિંધુ ભણી જેમ ઘણા નદીના વેગે વહે પાણીતણા પ્રવાહો; જ્વલંત તારા મુખમાંય તેમ, વીરો પ્રવેશે નરલોકના આ. જેવા મહાવેગથી દીપ્ત આગે વિનાશ માટે પડતા પતંગો; તેવા જ વેગે તુજ મુખમાંય, લોકો પ્રવેશે પણ નાશ માટે. ચોમેર લોકો ગ્રસતો સમગ્ર, જ્વલંત એવા મુખડાથી ચાટે; તેજોથી પૂરી સઘળુંય વિશ્વ, વિષ્ણો ! તપાવે તુજ ઉગ્ર તેજ. હે ઉગ્રરૂપી ! વદ કોણ છો તે, પ્રસન્ન થા દેવ ! તને નમું છું; ઈચ્છું તને આદ્ય પિછાનવા હું, પ્રવૃત્તિ તારી ન કળી શકું છું. ૩૧
વળી આ ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો, બીજા સર્વ રાજાઓના સંઘ સાથે તથા આ કર્ણ, દ્રોણ, ભીષ્મ અને અમારા મુખ્ય રણયોદ્ધાઓ પણ ભયંકર દાઢવાળાં બિહામણાં તારા મોંમાં ઝટ પ્રવેશી રહ્યા છે. કોઈ દાંતોની વચ્ચે ચોંટી રહ્યા છે, તો
૦
૦
૦
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૩૦
ગીતા દર્શન વળી કોઈ ચૂરેચૂરા થયેલાં માથાંઓની સાથે (એ મોંમાં) દેખાય છે. અહા ! જેમ નદીઓ તથા પાણીના વેગવંતા પ્રવાહો સમુદ્ર ભણી ઘૂસી જાય છે, તેમ આ તમારા બળતા મોઢામાં આ મૃત્યુલોકના વીરો પણ પ્રવેશે છે.
રે (મને તો લાગે છે, જેમ ઝળહળતી જ્યોતમાં વિનાશ અર્થે પતંગિયા મહાવેગથી પડતાં હોય છે તેમ તેવા વેગે આ લોકો પણ વિનાશ અર્થે તમારા મુખમાં પ્રવેશતા હોય ! એમ) દેખાય છે.
(અને તમારું ઉગ્ર તેજ જોઈને તો હું આભો અને વ્યાકુળ બની ગયો છું.) ચારે કોરથી સમગ્ર લોકોને કોળિયા કરતો (છતાં જાણે ધરાતો જ ન હો તેમ તું) જાજ્વલ્યમાન મોંથી ચાટી રહ્યો છે. તે વિષ્ણો ! આ આખું જગત તારા તેજથી છલકાઈ ગયું છે. એવું દેખાય છે કે જાણે) તારું ઉગ્ર તેજ આખા જગતને તપાવી ન રહ્યું હોય !
(અરે ઉગ્રરૂપી ! ખરેખર પ્રેમમૂર્તિ કષ્ણ તું જ છો? ના; મને તો કોઈ બીજું જ રૂપ દેખાય છે, માટે જ કહું છું.) હે ઉગ્રરૂપી ! બોલ, તું કોણ છે?હે દેવવર ! તારી રૌદ્ર મૂર્તિ મારાથી નથી દેખી તી. અને તારી પૂર્વની દિવ્ય સૌમ્યમૂર્તિ મને સાંભરે છે ત્યારે નમી પડું છું. તો)તું પ્રસન્ન થા. (પ્રથમ તો મને એ જણાવ કે તું છે કોણ? હે આધ, તને ઓળખવા ઈચ્છું છું.) કારણ કે અભુત અને રૌદ્ર એવાં બે રૂપો તે કેમ કર્યા? હું (આમ કરવા પાછળ) તારી પ્રવૃત્તિ (હેતુ શો છે તે) કહી શક્તો નથી.
નોંધઃ અહીં વિષ્ણુ સંબોધન અને દેવવર સંબોધન અર્જુનમુખે વપરાયું છે તે આપણે જોયું. વિષ્ણુસ્વરૂપ એ રક્ષણકર્તા સ્વરૂપ છે. છતાં પ્રથમ જે અદ્ભુત સ્વરૂપ અર્જુને જોયું, તે અત્યારે નહોતું. અર્જુને વિભૂતિયોગ”માં સાંભળ્યું તો હતું જ કે કાલઃ કલયતામહમ્” જે મૃત્યુને કાંઠે પહોંચ્યો છે, તેનો હું કાળ છું. પણ જ્યારે પ્રત્યક્ષ જોયું, ત્યારે એની આંખ ઊઘડી ગઈ. જોકે હજુ એ આશય તો ન જ કળી શકયો કે મને પોતાની દિવ્ય દષ્ટિથી આ રૂપ બતાવી શું કહેવા માગે છે? તેથી જ તે ખૂબ બી ગયો, વ્યાકુળ બની ગયો. અને હવે જ એને સમજાયું કે હું હજુ ખરે જ મૃત્યુના ભયને જીતી શક્યો નથી, નહિ તો ડરવાનું શું પ્રયોજન? પરંતુ ખરી જ વાત છે. કલ્પના એ એક ચીજ છે, અને અનુભવ એ કોઈ ઔર ચીજ છે.
સાધક તો આ પરથી એટલું જ સમજે કે – (૧) સૌમ્ય કે અદ્ભુતપણાની પાછળ જો મોહાયા તો એની બીજી બાજુમાં રૌદ્ર કે ભયંકરપણું ઊભું જ છે. ચૂડેલનું મુખ જોઈ મોહાયો કે એના વાંસાની ક્રૂરતામાં
Page #126
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
૪૩૧
સપડાઈ ને મરાયો જ છે.
(૨) ક. શ્રી કૃષ્ણ આજે બતાવી રહ્યા છે તેમાં પહેલું સ્વરૂપ વિષ્ણુનું હતું, અને બીજું 'મહેશ”ની કલ્પના પુરાણમાં મૂકી છે તે છે.
ખ. બ્રહ્માના સ્વરૂપ વિષે તો સૃષ્ટિબીજ સનાતન છું' એ દશ્ય તો સાક્ષાત અગાઉ આ અધ્યાયના પંદરમા શ્લોકમાં અર્જુન જોઈ ગયેલ છે. ઉપરાંત ભૂતસમૂહ, સર્પો, દેવો, ષિમુનિઓ આદિ દિવ્યભાવવાળાં અનેક સત્ત્વો પણ એ જોઈ ગયેલ છે. પરંતુ જ્યાં લગી અદૂભુતતા હતી, ત્યાં લગી તો ગોઠી, પછી રૌદ્રપણું ન ગોઠયું અને જલ્દી પ્રસન્ન થા એમ કહી એ રૂપ સંક્લવા ઈચ્છયું, અને સાથે સાથે એ પણ પૂછ્યું કે તારું આદિસ્વરૂપ આટલું ભયંકર છે કે અંતિમ ત્યારે એનો જવાબ હવે શ્રીકૃષ્ણગુરુ શો આપે છે તે જોઈએ: कालोऽस्मि लोकक्षयकृतप्रवृद्धो
लोकान् समाहर्तुमिह प्रवृत्तः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे
ડિસ્થિતા પ્રત્યનીષ યોદ્ધાઃ || 3 || तस्मात्त्वमुत्तिष्ठ यशो लमस्व ।
जित्वा शत्रून् भुंक्ष्व राज्यं समृद्धम् । मयैवैते निहताः पूर्वमेव
निमित्तमात्रं भव सव्यसाचिन् ।। ३३ ।। द्रोणं च भीष्मं च जयद्रथ च
कर्ण तथान्यानपि योधवीरान् । मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा ।
युद्ध्यस्व जेतासि रणे सपत्नान् ।। ३४ ॥ છું કાલ વાધ્યો જગનાશકારી,
અહીં પ્રવર્યો જગનાશ માટે; તારા વિના નહિ સૌ રહેશે,
આવેલ યોદ્ધા પ્રતિ સૈન્યના જે. (૩૨) માટે હવે તું ઊઠ, રામ કીર્તિ,
શત્રુ જીતી ભોગવ રાજ્ય મોટું;
Page #127
--------------------------------------------------------------------------
________________
૪૩૨
ગીતા દર્શન
પૂર્વે હણી મેં સહુનેય નાખ્યા,
થા સવ્યસાચિન્ ! તે નિમિત્ત માત્ર. (૩) જયદ્રથ, દ્રોણ જ, કર્ણ, ભીખ,
બીજા હયા ઍ વળી વીર યોદ્ધા; માટે હણેલા હણ, શોચ મા તું,
રણે લડી જીતીશ શત્રુઓને. (૩૪) (અરે પાર્થ! ભૂલ્યો કે ભાઈ ! ઠીક ચાલ, કંઈ નહિ, જો, તને ખરેખરી સમજ પા, અત્યારે જેને વિશ્વનું સંહારક સ્વરૂપ કહેવામાં આવે છે તે) હું વધેલો એવો, જગનાશક કાલસ્વરૂપ બન્યો છું. અને આ યુદ્ધમાં સૌનો નાશ કરવા માટે પ્રવૃત્ત થયો છું. તું નહિ લડે તો પણ આ બેય સૈન્યમાંના (તે હમણાં મારા મુખમાં જોયા તે પૈકીના) જે યોદ્ધા જોયા તે તારા લડયા વિના પણ કોઈ રહેવાના નથી.
(આ ભાવિકાળનું દર્શન થયા પછી તને વ્યથા રહેશે કે ?) માટે ઊઠ, અને કીર્તિ પામ. (કીર્તિનો ફાળો માત્ર તારે ખાતે જાય છે. બાકી તો) પૂર્વે મેં સૌને હણી જ નાખ્યા છે.
હે સવ્યસાચિમ્ (ડાબા હાથે બાણ ચડાવનાર બાણાવળી અર્જુન !) તું નિમિત્ત માત્ર થા, અને શત્રુને જીતી સમૃદ્ધ એવું રાજ્ય ભોગવ.
(દ્રોણ, કર્ણ અને ભીષ્મને જોઈને તું કહે છે કે હું એ ગુરુ અને વડીલોની સામે શી રીતે રણમાં લડું? પણ ભાઈ ! તું રણમાં ચડ કે ન ચડ તોય એની તો જે દશા થવાની, તે તે જોઈ લીધી છે. અરે અર્જુન ! તું રણથી ભાગી જાય તોય તારું ભાગવું ટકે તેમ હતું જ નહિ, અને આ બધું બનવાનું જ હતું, માટે તને હું કહું છું.) દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને બીજા યોદ્ધાઓને મેં (કર્મકાનૂન) હણી નાખ્યા છે. તેમને હણેલાને તું હણ, (એવું બનશે, એટલે એ પાપ તને ચોંટે તેમ નથી. કારણ કે તારે પક્ષે સિદ્ધાંત છે. માટે) વ્યથા ન કર. લડ, શત્રુઓને રણમાં તું જીતીશ જ.
નોંધ : અગાઉ આપણે અનેક વાર કહી ગયા છીએ કે હણ' એ પ્રયોગ શ્રીકૃષ્ણ મહાત્માએ વ્યકિત પરત્વે વાપર્યો નથી. અહીં એ છે, છતાં આપણી વાતનું જ સમર્થન કરે તેવા રૂપમાં છે. અહીંના શ્રીકૃષ્ણ એ કર્મકાનૂન અગર કાળ સ્વરૂપ છે એટલે કાળના મોંમાં તું હણ” એ શબ્દ અજુગતો નથી. કર્મકાનૂન પોતે લાકડી લેતો નથી, પણ કોઈને નિમિત્ત બનાવે છે. તેમ અહીં શ્રીકૃષ્ણરૂપી કર્મકાનૂન અર્જુનને નિમિત્ત બનાવે છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
૪૩૩
જેમ એક જ નટ નાટયભૂમિ પર જુદા જુદા વેશે જુદી જુદી ભૂમિકા ભજવે છે, તેમ અહીં શ્રીકૃષ્ણ પાત્ર જુદી જુદી વ્યાસપીઠ પર જુદી જુદી ભૂમિકા ભજવે છે.
તેઓ જ્યાં પરમબ્રહ્મરૂપે આવે છે, ત્યાં હું કશું કરતો નથી તેમ બોલે છે, અને તે યથાર્થ છે.
તેઓ જ્યાં જ્ઞાની મહાત્મારૂપે આવે છે, ત્યાં, "હું આંખનું મટકું માર્યા વગર સત્રવૃત્તિ આચરું છું” એમ કહી જગતત્કર્તાનો આરોપ પોતા પર કરી હું નિર્લેપ રહી વિશ્વતંત્ર ચલાવું છું,” એમ ભાખે છે, તે પણ યથાર્થ છે. કારણ કે જ્ઞાની મહાત્માઓ જ નિર્લેપતાથી આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણ સાધે છે.
તેઓ જ્યાં ગુરુ તરીકે આવે છે, ત્યાં મારે શરણે સઘળું સમર્પ દે” એમ બોલી દિલાસાનો ખજાનો બક્ષી જાય છે, તે પણ યથાર્થ છે.
તેઓ જ્યાં દિવ્યરૂપે આવે છે, ત્યાં હું સર્વમાં પ્રકાશ છું” એમ કહે છે તે પણ યથાર્થ છે.
એ જ રીતે અહીં કાલને વેશે આવે છે. એટલે એવી વાતો કરે છે, તે પણ યથાર્થ છે. આ બધા પાછળનું મૂળ ધ્યેય તો સહુ સમજી જ જશે. સાધકને તો એટલું જ લેવાનું કે જ્યાં સત્વ અને દયાનો ઝઘડો થાય ત્યાં સત્યને તે પ્રથમ પસંદ કરે, પછી એ સત્ય ગમે તેવું સાદું અને નાનું હોય તોય એ જ કીર્તિદાતા, પુણ્યગ્રાહી અને જયદાતા બનવાનું. હવે અર્જુનને પણ અત્યારલગી પોતાને જે વૈરાગ્ય લાગતો હતો, તે વૈરાગ્ય નહોતો પણ મોહ જ હતો; અને સામે ભય પણ હતો, કે પોતે આ મોટા સૈન્યને જીતશે કે નહિ? અને પોતે આ યુદ્ધમાં મરી જશે કે જીવશે? એ પણ નિશ્ચય ન હોવાથી રખે હું મરી જઉં, રખે તે જીતેએવી પણ બીક છુપાયેલી હતી, તે પણ સારી રીતે સમજાઈ ગઈ, અહીં ધૃષ્ણરાષ્ટ્રને ઉદ્દેશીને સંજય કહે છે:
संजय उवाच । एतच्छुत्वा वचनं केशवस्य
कृताअलिर्वेपमानः किरीटी । नमस्कृत्वा भूय एवाह कृष्णं
सगद्गदं मीतभीतः प्रणम्य || ३५ ।।
સંજય બોલ્યા : - એવી સૂણી કેશવ કેરી વાણી, બે હાથ જોડી ધ્રુજતો કિરીટી; કરી નમસ્કાર ફરી શ્રીકૃષ્ણને બીતાં બીતો ગગદ વેણ બોલે. ૩૫
Page #129
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
(હે રાજા !) એવી (ઉપર કહી તે) કેશવની વાણી સાંભળીને બે હાથ જોડીને મુકુટધારી અર્જુને નમસ્કાર કર્યા, અને નમસ્કાર કર્યા બાદ બીતો બીતો ગદ્ગદ કંઠે આ પ્રમાણે બોલવા લાગ્યો :
४३४
अर्जुन उवाच । स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत प्रह्यष्यत्यनुरज्यते च । रक्षांसि मीतानि दिशो द्रवन्ति
सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥३६ ॥ कस्माच्च ते न नमेरन् महात्मन्
गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे । अनन्तदेवेश जगन्निवास
त्वमक्षरं सदसत्तत्परं यत् ॥ ३७ ॥ त्वमादिदेवः पुरुषः पुराण
स्त्वमस्य विश्वस्य परं निधानम् | वेत्तासि वेद्यं च परं च धाम
त्वया ततं विश्वमनन्तरुप ॥ ३८ ॥ वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः
प्रजापतिस्त्वं प्रपितामहश्च । नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः
पुनश्च भूयोऽपि नमो नमस्ते || ३९ || नमः पुरस्ताद्ध पृष्ठतस्ते
नमोऽस्तु ते सर्वत एव सर्व ।
अनन्तवीर्यामितविक्रमस्त्वं
सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥ ४० ॥ અર્જુન બોલ્યો ઃ
તારી પ્રકીર્તિ થકી વિશ્વ હર્ષે, પામે અનુરાગ યથાર્થ એ જ; દોડે બીધા રાક્ષસ ચોદિશામાં, અને નમે સિદ્ધ સમૂહ સર્વે. ૩૬
Page #130
--------------------------------------------------------------------------
________________
૪૩૫
યાય અગીયારમો મેં ન તે કેમ તને મહાત્મન્ ! બ્રહ્માતણો આદિ મહાનકર્તા ' અનંત ! દેવેશ ! જગનિવાસ ! તું સત્ અસત્ તેથી પરંઅનાશી. ૩૭ રાણ પુરુષ તે આદિદેવ, આ વિશ્વનું તું જ નિધાન શ્રેષ્ઠ;
શેય, જ્ઞાતા, પદ છો પર તું, વ્યાપ્યું તુંથી વિશ્વ અનંત રૂપ! ૩૮ રણ, વાયુ, યમ, ચંદ્ર, અગ્નિ, બ્રહ્મા, પિતા તું જ, પ્રજાપતિ તું; ને નમસ્કાર હજારવાર, ફરી ફરીનેય નમી નમું છું. ૩૯ છે નમું આગળ હું નમું છું, ચોમેર છે વંદન ર્સવરૂપ; માપશકિત તું અનંતવીર્ય, વ્યાપે બધે તેથી તે સર્વરૂપ. ૪૦ | તારી પ્રકીર્તિ થકી વિશ્વ હરખાય છે અને અનુરાગ પામે છે. તે યથાર્થ છે. મરણ કે તારા કીર્તનમાં અજબ બળ છે કે જે મને હવે સમજાયું. તારી શકિતથી
ઘેલા રાક્ષસો ચોદિશામાં દોડે છે (આમતેમ નાસભાગ કરે છે. તે પણ બરાબર છે. કારણ કે તારું કીર્તન થતું હોય ત્યાંથી તે નાસે જ.) સિદ્ધસમુદાયો તને નમે છે, તિ પણ તે દષ્ટિએ બરાબર છે.) | (કારણ કે તેઓ) હે મહાત્મન્ ! તને કેમ ન ગમે? (મે પ્રત્યક્ષ જોયું કે) રહ્માનો પણ આદિ અને મહાન એવો í તું છે. (ત્યાં તને કોણ નનમે ભલા?)
હે અનંત ! (તારો છેડો જ નથી) હે દેવેશ ! તું દેવોનો પણ ઈશ્વર છે) હે જગન્નિવાસ! (જગતની સ્થિતિનું પણ તું સ્થાન છે.)
સારાંશ કે તું અક્ષર છો, સત્ છો અને માયાના સંગે) અસત્ (પણ) છો. અને એક રીતે જીવરૂપી જે સત અને પ્રકૃતિને અવલંબીને રહેલી જે આત્મમાયા તે રૂપી અસત્ અને) તેનાથી પર એવું શુદ્ધ અવિનાશી સ્વરૂપ તે પણ તું જ છે. | (તને દેવ ગણું તો) તું આદિદેવ છો. (પુરુષ ગણું તો) તું પુરાણપુરુષ છો. " (જગતષ્ટિએ જોઉ તો) સૃષ્ટિનું પર્વ નિધાન છે. મતલબ કે સૃષ્ટિતંત્ર તું રૂપ કર્મકાનૂનથી ચાલે છે.) આમ વિવિધ દ્રષ્ટિએ જોતાં જાણવાલાયક પણ તું, જાણનાર પણ તું અને જાણીને અંતે પાર પામવા લાયક એટલે કે ) પર (મોક્ષ) ધામ પણ તું. (વધુ શું કહું? હે અનંતરૂપ! વિશ્વ તારાથી જ સભર છે.
દિવી સત્ત્વો, જેવાં કે) વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, પ્રજાપતિ અને બ્રહ્મદેવના પણ પિતા તું વિના કોણ છે?)
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૩૬
ગીતા દર્શન
(ખરેખરી વાત છે, દિવ્યતાનો કે દિવ્ય વિભૂતિઓનો જનક મૂળે આત્મા એટલે કે) તું જ છે. મતલબ કે જ્યાં ચૈતન્ય નથી, ત્યાં કશું જ નથી અને જ્યાં ચૈતન્ય છે, ત્યાં તું છો જ.) તને હજારવાર નમસ્કાર હજો ! (ભકિતભર્યું હૃદય ડોલે છે !)
(અને જો સર્વ સ્થળે છો તો પછી આ પાછળ અને આ આગળ એવો ભેદ કયાં રહ્યો?) માટે તને આગળ નમસ્કાર, પાછળ નમસ્કાર, બધી બાજુએ નમસ્કાર, તારું વીર્ય અનંત છે. તારું પરાક્રમ અમાપ છે. બધે તું વ્યાપ્ત છે માટે (ખરે જો તું સર્વરૂપ છે.
નોંધઃ આપણે અગાઉ જે ચર્ચા ગયા હતા તે જ અર્જુને પોતાના મુખથી કહ્યું છે, એટલે ખાસ ઉમેરવાનું કશું જ રહેતું નથી.
વાસુદેવઃ સર્વમિતિ” એ જે ગીતાકાર કહી ગયા હતા તે અર્જુને પ્રત્યક્ષ જોયું એટલે ફરી “મહાત્મ” એ જ વિશેષણ એણે વાપર્યું. કારણ કે હવે એ જાણી ગયો હતો કે પરબ્રહ્મસ્વરૂપ અને આ દૈવી તથા રુદ્ર સ્વરૂપ કરતાં ગુરૂપ શ્રીકૃષ્ણ દેહધારી તો નિરાળા જ છે.
આ પરથી સાધકે એટલું અવધારવું કે જ્ઞાન અને વિજ્ઞાનની આટલી ભૂમિકા પછી જ ગુરુ પ્રત્યે કે અંતર્યામી પ્રત્યે સર્વસમર્પણા-ભકિત-પરાભકિત આવે છે. તે વિના આવેલી ભકિતમાં મૂળ આત્મા ભાગ્યે જ હોઈને છેવટે એ જ વેવલાં ભકિત આત્મઘાતક પણ બને છે. અર્જુન હવે ભકિતને માટે ખરેખરું પાત્ર બની ગયો છે, એટલે તે જાતે જ હવે કહે છે:
सखेति मत्वा प्रसभं यदुक्तं
दे कृष्ण हे यादव हे सखेति । अजानता महिमानं तवेदं (तवेम)
__ मया प्रमादात् प्रणयेन वापि ।। ४१ ।। यच्चावहासार्थमसत्कृतोऽसि
बिहारशय्यासनभोजनेषु । एकोऽथवाप्यच्युत तत्समक्षं
तत्क्षामये त्वामहमप्रमेयम् ।। ४२ ।। पितासि लोकस्य चराचरस्य
त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।
Page #132
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
न त्वत्समोऽस्त्यम्यधिकः कुतोऽन्यो लोकत्रयेप्यप्रतिमप्रभावः || ४३ ||
तस्मात्प्रणम्य प्रणिधाय कायं
प्रसादये त्वामहमीशमीडयम |
पितेव पुत्रस्य सखेव सख्युः પ્રિયઃ પ્રિયાયા (+ પ્રિયસ્યા )ર્દમિ ટેવ સોહુમ્ || ૪૪ || अद्रष्टपूर्व हृषितोऽस्मि दृष्ट्वा
भयेन च प्रव्यथितं मनो मे ।
तदेव मे दर्शय देव रुपं
प्रसीद देवेश जगन्निवास || ४५ ॥
૪૩૭
किरीटीनं गदिनं चक्रहस्त
मिच्छामि त्वां द्रष्टुमहं तथैव । तेनैव रूपेण (ए भुजद्वयेन ) चतुर्भुजेन सहस्रवाहो भव विश्वमूर्ति ॥ ४६ ॥
૪૨
માની સખા, યાદવ, કૃષ્ણ ! મિત્ર ! અજુગતાં જે વચનો કહ્યાં મેં; પ્રમાદથી કે પ્રણયે કરીને, ન જાણતાં આ મહિમા તમારો. ૪૧ ને હાંસીમાં જે અપમાન કીધું, બેઠાં સૂતાં વિહરતાં જ ખાતાં, જાહેર કે અચ્યુત ! ખાનગીમાં, ક્ષમા કરો તે તુમ અપ્રમેય ! છો આપ આ લોક ચરાચરોના, પિતા તથા પૂજ્ય ગુરુ મહાન; ત્રિલોકમાં ઓ અતુલપ્રભાવ ! ન આપ જેવો, વધુ અન્ય કયાંથી ? ૪૩ માટે નમી, દેહ નમાવી પૂજ્ય ! તને પ્રભુ ! રીઝવું, થા સહિષ્ણુ; પ્રિય પ્રિયાનો, સુતનો પિતા ને સખા સખાનો તુંય તેમ મારો. ૪૪ રાજી થયો. હું અણદીઠું દેખી, પછી ભયે મારું મન છે વ્યથિત; તો તે મને દાખવ દેવ ! રૂપ, રીઝ દેવેશ ! જગન્નિવાસ ! ૪૫ સહસ્રબાહુ તું જ વિશ્વમૂર્તિ, જોવા ગદાધારી તને હું ઈચ્છું; ભુકુટ માથે વળી ચક્ર હાથે, ચતુર્ભુજાળું ધર એ જ રૂપ. ૪૬
+ × એ ગોંડલપ્રતિ પાઠાંતરો.
Page #133
--------------------------------------------------------------------------
________________
૪૩૮
ગીતા ર્શન
મિત્ર માનીને અને તમારા મહિમાને નહિ જાણતાં થકાં મેં "હે સપા ! હે યાદવ! હે કષ્ણ !” એવાં પ્રમાદથી કે મિત્રપ્રણયના જોરથ અજુગતાં જે વચન હ્યાં છે તથા હાંસીમશ્કરીમાં, બેસતાં, સૂતાં, રમતાં, ખાતાં-પીતાં સૌ સમક્ષમાં કે એકાંતમાં જે એવાં કે બીજાં અપમાન કર્યા છે તે હે અશેય (એવાં અંતર્યામી સ્વરૂપમગ્ન મહાત્મન્ ) મને માફ કરજો.
અહો, હવે તમારા ખરા સ્વરૂપને મેં જાણ્યું. તમે સ્થાવરજંગમ લોકના પિતા છો, પૂજ્ય છો, વળી એના મહાન ગુરુ છો. હે અતુલ-પ્રભાવી ! અજોડ સામર્થ્યવાનું! ત્રણે લોકમાં તમારી તોલે આવે તેવું કોઈ નથી, ત્યાં અધિક તો બીજો ક્યાંથી જ હોય !
માટે માથું અને કાયા (ભકિતપૂર્વક)નમાવીને આપને પ્રસન્ન થવા પ્રાર્થ છું. (છતાં હું પ્રેમપિપાસુ હોઈને 'તું' કાર વાપરું તો ક્ષમા કરજો) જેમ પ્રિયાનો પ્રિય, સુતનો પિતા અને મિત્રનો મિત્ર નિરંતર સહિષ્ણુ જ હોય છે તેમ તું પણ મારો સહિષ્ણુ થા!
(અહો ! પહેલાં તો હું) પૂર્વે (કદી) ન જોયેલ દિવ્યરૂપ જોઈને રાજી થઈ ગયો (દિવ્યદર્શન મને ગમ્યું, પણ જેમ જેમ આગળ જોઉ તેમ તેમ તો અભયાનક દ્રશ્યો આવ્યાં. અહા! તેથી તો) હવે મારું મન વ્યાકુળ થઈ ગયું છે. તો હે દેવ ! મને તારું પ્રથમનું રૂપ દેખાડ. હે દેવેશ ! (દેવોના સમર્થ દેવો અને જગન્નિવાસ (વિશ્વના નિવાસસ્થાન) તું પ્રસન્ન થા!
(મેં કહ્યું તે હજુ ફરીથી કહું છું) હે વિશ્વમૂર્તિ (વિશ્વાકાર એટલે જગતનો આકાર છે, તેવા જ તમે છો.*) હે સહસ્ત્રબાહુ - હે હજાર હાથવાળા પહેલાંની જેમ તમારું હાથમાં ગદા અને ચક્ર ધારણ કર્યા છે, માથે મુકુટ છે એવું તે ચતુર્ભુજાળું રૂપ હતું તે રૂપ બની જાઓ.
નોંધ : શ્રીકૃષ્ણચંદ્રના ચાર હાથનો લાક્ષણિક અર્થ એ છે કે તેઓ સામાન્ય મનુષ્ય કરતાં ભિન્નકોટિના હતા. જેમ આપણે ભેજું એક હોવા છતાં કોઈ મહાન વ્યકિતને બહુ ભેજાંવાળા કહીએ છીએ, તેવી આ ઉપમા છે. બાકી ગોંડલ પ્રતિમાં પાઠાંતરે ભુજન” એટલે બે હાથવાળું રૂપવિશેષણ છે.
અર્જુનના મુખમાંથી પહેલાં 'તું' નીકળતું તેમાં મજાક, પ્રમાદ અને કોઈવાર મિત્રપ્રણય હતો. હવે જે “તું” નીકળે છે તેની પાછળ ગુરુભાવ અને પ્રભુભાવ છે. " જૈનસૂત્રોમાં ચૌદ રાજલોકનો આકાર અને મનુષ્યનો દેહાકાર સરખાં જ આપ્યાં છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અગીયારમો
અવિવેકી અને પરમભકત વચ્ચેનું જેટલું અંતર છે, તેટલું આ અંતર છે. આથી જ હવે શ્રીકૃષ્ણગુરુ ખરે જ રીઝે છે અને કહે છે मया प्रसन्नेन तवार्जुनेदं
रुपं परं दर्शितमात्मयोगात् । तेजोमयं विश्वमनन्तमाद्यं
यन्मे त्वदन्येन द्दष्टपूर्वम् ॥ ४७ ॥ न वेदयज्ञाघ्ययनैर्न दानै
र्न च कियामिर्न त पोमिरुग्रैः । एवंरुपः शक्य अहं नृलोके
द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥ ४८॥ मा ते व्यथा मा च विमूढभावो
द्दष्ट्वा रूपं घोरमीदृऽममेदं । व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं
तदेव मे रूपमीदं प्रपश्य ।। ४९ ।। પ્રસન્ન થૈ પાર્થ ! તને બતાવ્યું, મેં આત્મયોગે પરરૂપ મારું; વિરાટ તેજસ્વી અનંત આઘ, પૂર્વે ન દીઠું તું જ વિણ અન્યે. અભ્યાસ કે ઉગ્ર તપક્રિયાથી, ન વેદ યજ્ઞો થકી દાનથીય; તારા વિના અન્યથી આ રૂપે હું, ન શકય જોવા વીર ! મૃત્યુલોક.૪૮ ન મૂઢતા કે ન તને વ્યથા હો આવું મારું ઘોર આ રૂપ પેખી; થા તું ફરી નિર્ભય શાંત ચિત્ત, આ પૂર્વનું રૂપ જ મારું પેખ.
૪૯
હે અર્જુન ! (તારા .૫૨ મને પ્રસન્નતા સહેજે આવી ગઈ છે તેથી જ ) મેં પ્રસન્ન થઈને તને એ આત્મયોગદ્વારા મારું તેજસ્વી, વિશ્વમૂર્તિ, અનન્ત અને આદ્ય સ્વરૂપ દેખાડયું છે. તારા વિના મારું એ રૂપ કોઈએ આ પૂર્વે જોયું નથી.
૪૩૯
૪૭
હે કુરુકુળના વીર ! અભ્યાસથી, યજ્ઞથી, દાનથી ક્રિયાઓથી કે ઉગ્ર તપ વડે પણ તારા વિના કોઈથી આ મૃત્યુલોકમાં આ રૂપે હું દેખાઈ શકું એમ નથી.
માટે તને મારું દિવ્ય રૂપ જોઈ (વ્યામોહ ન થવો જોઈએ એટલે કે) મૂઢતા ન હો ! તેમ (વળી આ ) મારું ઘોર (ભયંકર) રૂપ જોઈ વ્યથા (વ્યાકુળતા ) પણ ન
Page #135
--------------------------------------------------------------------------
________________
૪૪૦
ગીતા દર્શન
હો ! છતાં જે થયું તે થયું. લે; હવે ફરીને નિર્ભય અને શાંત ચિત્તવાળો થઈ જા. જો આ મારું પૂર્વનું જ રૂપ !
નોંધ : મનુષ્ય વિદ્યાભ્યાસ કરે કે માત્ર ઉગ્ર તપ કરે, વૈદિક યજ્ઞ કરે કે વેદાભ્યાસ જ કર્યા કરે અથવા દાન દીધા કરે, પણ જો અંતરવિશુદ્ધિ માટે એ ન હોય તો આત્માની ત્રિવિધ દશાનો યથાર્થ સાક્ષાત્કાર ન કરી શકે, એ દેખીતી જ વાત છે. શ્રીકૃષ્ણગુરુદેવ પણ પોતાના અર્જુન શિષ્યને એ જ માર્મિક વાત થોડા શબ્દોમાં કહી દે છે. વળી અર્જુનને એ પણ સમજાવે છે કે જો તને અભુત રૂપ જોવાનો મોહ થયો તો જ રૌદ્રરૂપ જોઈને ભય થયો. માટે બેય કરતાં પણ એવું શાંત રૂપ જ સારું છે અને તે આત્માદ્વારા આત્મા વેદે છે માટે દિવ્યતાનો મોહ પણ તજવો. હવે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને સંજય કહે છે :
संजय उवाच । इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा
स्वकं रुपं दर्शयामास भूयः । आश्वासयामा स च मीतमेन
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ।। ५० ॥
સંજય બોલ્યા : એવું વદી અર્જુનને શ્રીકૃષ્ણ બતાવતા'તા ફરી મૂળ રૂ૫; બીધેલ એને વળી તે દિલાસો દેતા હતા સૌમ્યવપુ મહાત્મા. ૫૦ (હે ધૃતરાષ્ટ્ર મહારાજન્ !) એમ ઉપર પ્રમાણે (મેં કહ્યું તેમ) બોલીને વાસુદેવ (શ્રીકૃષ્ણ) પોતાનું (મૂળ) રૂપ બતાવતા હતા અને ફરી એ બીધેલા (એવા અર્જુનને) સૌમ્ય શરીરધારી મહાત્મા આશ્વાસન આપતા હતા.
નોંધ: અહીં વાસુદેવ અને સૌમ્ય શરીરવાળા મહાત્મા એ વિશેષણ યોગ્ય જ છે. 'વાસુદેવ” અને શ્રીકૃષ્ણ' બને એનાર્થસૂચક હોઈને અને પદ્યરચનામાં વાસુદેવ બંધબેસતું ન આવવાથી શ્રીકૃષ્ણ” મૂકયું છે.
હવે અર્જુનની સ્થિતિ કેવી થઈ છે અને શ્રીકૃષ્ણ વાસુદેવે જે પોતાના શિષ્યને આશ્વાસન આપ્યું તે જોઈએ :
Page #136
--------------------------------------------------------------------------
________________
ધ્યાય અગીયારમો
૪૪૧
अर्जुन उवाच । दृष्ट्वेदं मानुषं रुपं तव सौम्यं जनार्दन । इदानिमस्मि संवृत्तः सचेताः प्रकृत्तिं गतः ।। ५१ ।।
અર્જુન બોલ્યા : સૌમ્ય આ માનુષી રૂપ, દેખી તારું જનાર્દન !
હવે સચેત સંવર્યો, પ્રકૃતિમાં ગયો થકો. ૫૧ જનાર્દન ! (દુષ્ટતાને દમનાર !) આ તારું મનુષ્ય સંબંધી સૌમ્યરૂપ ભાળીને હવે પ્રકૃતિમાં (મૂળ સ્વભાવમાં) ગયો થકો સચેત (સાવધ) થયો છું.
નોંધ : ગીતાની શબ્દરચના ભારે ખૂબીવાળી છે. આપણે ગીતાપ્રારંભમાં સાધકને ઉદ્દેશીને એમ વારંવાર કહેલું છે કે અર્જુનને ઠેકાણે તેઓ જિજ્ઞાસુ મન” લેશે તોપણ ઘટશે. અહીં શ્રીકૃષ્ણગુરુએ એ જ વાત સાબિત કરી આપી છે.
માનુષી રૂપ જ્યારે દેહધારી ચૈતન્ય ધારણ કરે છે, ત્યારે જિજ્ઞાસુ મનને સરસ કાવે છે. તેમ શ્રીકૃષ્ણચંદ્ર જ્યારે સૌમ્ય મનુષ્ય બની ગયા ત્યારે અર્જુનને પણ સરસ ફાવી ગયું. કે અર્જુનપણે પ્રકૃતિનો અર્થ મૂળસ્વભાવ અને સચેતપણાનો અર્થ સાવધાનપણું
તથા જિજ્ઞાસુ મનને પક્ષે પ્રકૃતિ. એટલે જૈનદષ્ટિએ કર્મપ્રકૃતિ અને ગીતાદ્રષ્ટિએ અિપરાપ્રકૃતિ. તથા સચેતપણાનો અર્થ સચેતન્યવંતપણું. મન જ્યારે આત્માસંગી બને છે ત્યારે જ તે સચેત ગણાય છે. (જિજ્ઞાસા એ આત્માનો સદ્દગુણ છે) અને જ્યારે તે સચેત હોય છે ત્યારે કર્મસંગી પણ હોય છે.
જો મનને બંધનું મૂળ કારણ માનીએ તો મન આવે છે ત્યારે આત્મા અને પ્રકૃતિનો યોગ થાય છે અને સંસાર શરૂ થાય છે. નહિ તો પ્રકૃતિ સ્વતંત્ર રીતે પોતાના પુદ્ગલસ્વભાવ પ્રમાણે જડ રહે અને આત્મા સ્વતંત્ર રીતે પોતાના ચૈતન્યસ્વભાવ પ્રમાણે ચૈતન્યમય રહે ત્યાં મોક્ષદશા જ છે. હવે શ્રીકૃષ્ણચંદ્ર શું કહે છે?
श्रीकृष्ण उवाचः । सुदुर्दशमिदं रुपं दृष्टवानसि यन्मम । देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकांक्षिणः ।। ५२ ।।
Page #137
--------------------------------------------------------------------------
________________
૪૪૨
ગીતા દર્શન
IIII
नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया । शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥ ५३ ॥ भक्त्या त्वनन्यया शक्यो ह्यहमेवंविद्योऽर्जुन । ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप || પુ૪ || मत्कर्मकृन् मत्परमो मदभक्तः सङ्गवर्जितः । निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव દેખે દુર્લભ આ રૂપ, જે મારું જોયું તેં ખરે; દેવોય નિત્ય વાંચ્છે છે, દર્શન એ જ રૂપનું. ૫૨ જે રૂપે તેં મને જોયો, દેખાવો શકય હું નથી; તે રૂપે વેદ કે યજ્ઞ તપ કે દાનથી વળી. ૫૩ યથાર્થ જાણવા જેવા, ને પામવા પરંતપ; અનન્ય ભકિતથી માત્ર, એ રૂપે શકય અર્જુન.૫૪ નિઃસંગી કર્મી હું અર્થે, જે ભકતને હું છું પરં;
સૌ ભૂતોનો અવૈરી તે, પાંડવ પામતો મને. ૫૫
મારું આ જે રૂપ તેં જોયું, તેનાં દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ તે રૂપનું દર્શન હમેશાં ઝંખે છે.
-
જે રૂપે તેં મને (આજે) જોયો. તે રૂપે હું વેદ, યજ્ઞ, તપ કે દાન માત્રથી ન દેખાઈ શકું !
પણ હે (ઊજળા) અર્જુન ! હે પરંતપ ! એ રૂપે યથાર્થ જાણવા, જોવા અને પામવા માટે (તો) અનન્ય ભક્તિ જોઈએ.
(અને અનન્ય ભકિત એ કંઈ સામાન્ય વસ્તુ નથી. તેને માટે ઓછામાં ઓછું આટલું તો જોઈએ જ.) મારે અર્થે જ કર્મ કરનાર, (ખરી રીતે તો નિઃસંગી (આસક્તિથી રહિત) જેને માટે હું જ પરમ હોઉ (અર્થાત્ હું જ જેને સર્વસ્વ હોઉ) તેવો અને સર્વ ભૂતોનો અવૈરી (એટલે કે કોઈ પણ નાનામોટા દેહધારી પ્રત્યે જેને કશું વેર ન હોય) તે, હે પાંડવ (પાંડુના પુત્ર) મને પામે છે.
નોંધ : શ્રીકૃષ્ણગુરુ કહે છે, દેવો પણ આત્મદર્શન અને વિશ્વદર્શન બન્નેને પામી શકતા નથી. જે દેવો આત્મદર્શન પામે છે, તેને પણ સંપૂર્ણ વિશ્વદર્શન
Page #138
--------------------------------------------------------------------------
________________
૪૪૩
અધ્યાય અગીયારમો નથી હોતું, અને અગાઉ કહ્યા પ્રમાણે માત્ર જેમને વિશ્વનો થોડોઘણો ય દિવ્ય ભાગ દેખાય છે, તેને આત્મદર્શન ન હોય ત્યાં એક એકડા વિનાના કળામય મીંડા જેવું છે. તે વાત સાચી જ છે.
આ ચારે શ્લોકોનો સાર એ છે, કે બીજાં તપ, જપ, અભ્યાસ, સાધન ગમે તેટલાં ઉત્કૃષ્ટ હોય, પરંતુ અનન્ય ભક્તિ, એટલે કે અજોડ આત્મસુરતા ન હોય, આત્મા એ જ મીરાંની પેઠે સર્વસ્વ ન હોય, તો એનો અર્થ કશો જ નથી, એ તો સહેજે સમજાશે જ. આત્માને યથાર્થ જાણવો, જોવો અને પામવો, એ જ જૈનસુત્રોનાં ક્રમવાર જ્ઞાન, દર્શન અને ચારિત્ર. આત્માનું પણ એ જ સ્વરૂપ છે, જે વિષે અગાઉ પણ કહેવાયું છે.
એથી જ શ્રીકૃષ્ણગુરુની અનન્ય ભકિતમાં સત્કર્મ, જ્ઞાન અને સમર્પણનો સુમેળ છે.
હવે આપણને શ્રીકૃષ્ણગુરુએ ભક્તભૂમિકાને કાંઠે પહોંચાડી દીધા હોઈને, તેઓ આવતા અધ્યાયમાં ભકિતયોગરૂપી ઉત્કટધામ બતાવશે. તે પહેલાં આપણે આ અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविधायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो
નામ શોધ્યાયઃ ૧૧ાા. 'ૐ તત્ સત્” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં વિશ્વરૂપદર્શનયોગ નામનો અગિયારમો અધ્યાય પૂરો થયો.
Page #139
--------------------------------------------------------------------------
________________
૪૪૪
ગીતા દર્શન
અગિયારમા અધ્યાયનો ઉપસંહાર આખું વિશ્વ આત્મામાં સમાય છે, આત્મા વિશ્વમાં સમાતો નથી. પરે જ એક કવિ કહે છે:
"મારો અધ્યાત્મરસ કયાં જઈ ઢોળું,
અહો ! વિશ્વપાત્ર નાનકડું ત્યાં ન સમાય જો.” તે સાચું છે. દીવાનો પ્રકાશ જેમ ઘરમાં રહી શકે છે, તેમ કૂંડાં નીચે પણ ઢંકાઈને રહે છે. છતાં ય એ પ્રકાશનું માપ ઘર કે કૂ નથી. ચૈતન્ય પ્રકાશ તો વળી અરૂપી, સૂક્ષ્મ અને અનંત રહ્યો. ત્યાં તે દેહ કે બ્રહ્માંડો, ત્રણ ભુવન કે ચૌદ રક્યુલોક (રાજલોકોમાં કેમ સમાય? છતાં ય જ્યાં લગી મનુષ્ય પાસે નાનકડાં એવાં મન, બુદ્ધિ, ઈન્દ્રિયાદિ છે, ત્યાં લગી એ મનુષ્ય બાહ્ય ચમત્કાર વાંચ્છે છે, અને કૂવાનો દેડકો જેમ સમુદ્રનું માપ કાઢવા જઈને આખરે થાકે, તેમ તે થાકે છે.
ઋષિમુનિઓ, આચાર્યો, જ્ઞાનીજનો અને વીતરાગ જેવાં સર્વોત્તમ પુરુષોનાં વાણી અને શાસ્ત્રોની અથાગ ચર્ચા પાછળ આ સિવાય બીજું કશું નથી. ઘણીવાર એવું બને છે કે મન-બુદ્ધિ સમજે તો ય ઈન્દ્રિયોની કુટેવોથી યથાર્થ અનુભવ વિના છૂટવું કઠિન થઈ પડે. એટલે પાછળ શ્રીકૃષ્ણગુરુ કહે છે, તેમ ઈન્દ્રિયોની પાછળ ભમતું મને છેવટે બુદ્ધિને લઈ જઈ આસકત આત્માનું અધ:પતન કરી દે છે. આને સારુ સદ્દગુરુ એ હૃદયવિકાસી અને શ્રદ્ધાપ્રધાન તથા સમર્પણવીર સાધક માટે મહા ટેકારૂપ બને છે. અહીં અર્જુન માટે તેમ જ બન્યું છે.
જૈનસૂત્રોમાં જેને અવધિજ્ઞાન કહેવાય છે, તે સમકિતી જીવોને હોઈ શકે છે. એમાં રૂપી પદાર્થોનો સાક્ષાત્ અનુભવ થાય છે. જો કે આત્મજ્ઞાનીને તેની દરકાર નથી હોતી. પરંતુ એવું જ દર્શન અહીં શ્રીકૃષ્ણગુરુને છે. અને એમનો અને અર્જુનનો આત્મા એકાકાર બની આ દર્શન કરે છે.
અહીં સાધક એક શંકા કરશે કે અર્જુનને કેમ દર્શન આપી શકયા ? સાધકે ભૂલવું ન જોઈએ કે ત્યાં કાવ્યકારની ખૂબી છે. કાવ્યકારે અર્જુનને શ્રીકૃષ્ણગુરુની દિવ્ય દૃષ્ટિ અપાવી છે. એટલે લાક્ષણિક અર્થ એ છે, કે અર્જુનના અંતરમાં રહેલી શ્રદ્ધારૂપી આરસીમાં શ્રીકૃષ્ણગુરુ જે આત્મયોગે વિશ્વરૂપદર્શન કરે છે, તેનું
Page #140
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય અગીયારમો
પ્રતિબિંબ પડે છે. જેમ આત્મા જુએ એટલે મન જુએ તેમ.
આવું વિશ્વદર્શન આત્મા તો વેદે છે, પણ તેને આંખ નથી કે તે જુએ. આત્માનું જોવું, વેદવું અને પામવું એ ત્રણ ક્રિયા એકરૂપ છે. એટલે દિવ્ય મનની આંખોએ આ બધું જોવાય છે. દિવ્ય મન એ ભલે ઉચ્ચ કોટિની હોય તો યે ઈન્દ્રિય જ છે.
૪૪૫
પરંબ્રહ્મ અર્થાત્ સિદ્ધસમું તદન મુકત સ્વરૂપ વચ્ચેનું અંતરાત્મ સ્વરૂપ અને સંસારી કોરિનું બહિરાત્મ સ્વરૂપ; આમાં જગત અને બ્રહ્મ, માયા અગર પ્રકૃતિ અને આત્મા અગર પુરુષ એનો સાર આવી રહે છે. જૈનસૂત્રોનાં જીવ, અજીવાદિ તત્ત્વોની રહસ્યકૂંચી પણ મળી રહે છે. એ વિષે આપણે જોઈ ગયા. આ જ તે વિશ્વરૂપદર્શન.
હવે અર્જુન અનન્ય ભકિત માટે તૈયા૨ થઈ ગયેલો હતો, પણ અવ્યકતની ઉપાસના યોગ્ય કે વ્યકતની તે એને શંકા થઈ. એટલે હવે જવાબમાં શ્રીકૃષ્ણગુરુ બારમા અઘ્યાયમાં જે ભક્તિતત્ત્વ વર્ણવશે તે જોઈશું.
Page #141
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય ૧૨ મો
ઉપોદઘાત અર્જુન ઉપરથી વીર, કરુણ, રૌદ્ર, બિભત્સ, અદ્ભુત, હાસ્ય, ભયાનક એમ અનેક રસોના સ્થાયી અને સંચારી ભાવો પસાર થઈ ચૂકયા હતા. હવે એને ખરા શાંતરસની પ્રાપ્તિ થાય તેવી શાંત અને વૈરાગ્યભીની વૃત્તિ પ્રાપ્ત થઈ હતી.
મારે ખાતર કર્મ કરતા, હું જ જેનું સ્વરૂપ છું એવો સંગમુકત, મોહસંબંધવિરકત, સર્વ ભૂતોનો અવૈરી, પ્રાણીમાત્રનો મિત્ર તે મને મળે છે – એવું શ્રીકૃષ્ણગુરુનું કથન સાંભળ્યું ત્યારે અર્જુનને મંથન થવા માંડ્યું.
અર્જુનને ઘડીભરમાં એમ લાગ્યું કે ખરે જ જો અક્ષરબ્રહ્મરૂપ એ શ્રીકૃષ્ણનું પરંસ્વરૂપ છે, તે અવિનાશી છે અને અવ્યકત છે, તો એની જ ઉપાસના કરવી સારી છે.
વળી એમ લાગવા માંડયું કે ભલે મારી સામે હાલ જે શ્રીકૃષ્ણ છે, તે તો દેહધારી છે. ઉપરથી તે માનુષી છે, છતાં એની પાછળ પ્રભુભાવ રહેલો છે. તો તે ભાવે જ ઉપાસના કરવી શું ખોટી છે?
આ મંથનના નિર્ણયમાં એવું મન જ્યારે બીજી બાજુ ઝોક લેવા માંડયું ત્યારે શ્રદ્ધાભાવે વિનમ્ર થઈને ગુરુદેવને ચરણે ઢળી જઈને અર્જુન જે કહેવા લાગ્યો, ત્યાંથી આ અધ્યાયની શરૂઆત છે.
શ્રીકૃષ્ણગુરુ તો એને એવું માર્ગદર્શન કરાવશે કે જેમાંથી બધી કોટિના સાધકો એ માર્ગે ચાલી અંતિમ પ્રાપ્તવ્ય પામી શકે. ખરેખર, આ અધ્યાય ભાગવતધર્મ માટે જ નહિ, પણ સકળ હૃદયધર્મના મહિનામાં માનનાર ભક્તમાત્ર માટે અમૃત સમાન છે. જાણે એનું પાન કર્યા જ કરીએ !....
Page #142
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
૪૪૭.
द्वादशोऽध्यायः અધ્યાય ૧૨ મો
अर्जुन उवाच । एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते । ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ।।१।।
અર્જુન બોલ્યા : સતતયુકત જે એમ, ધ્યાવે તને; અને બીજા; જે બાવે (ચિંતવે) બ્રહ્મ અવ્યકત, તે બેમાં યુકત શ્રેષ્ઠ કો? ૧ (ભલા ગુરુદેવ ! નિરંતર તે ગયા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું તેમ) તને જ સર્વસ્વ માનનાર, તારા ખાતર જ કર્મ કરનાર, નિઃસંગી, અને પ્રાણીમાત્રના અવૈરી હિતેચ્છુ બની તારી ભકિત કરનાર) એમ જે ભકતો તને ઉપાસે છે, તે અને (બીજા) વળી જેઓ અવ્યકત-અક્ષર એટલે કે અવ્યકત એવા અવિનાશી (નિર્ગુણ) બ્રહ્મનું ધ્યાન ધરે છે, તે બે પૈકી (જો કે બન્ને યુકતયોગી તો છે જ, પણ તે બેઉમાં) ક્યો વર્ગ ચડી જાય?
નોંધ : વૈદિક પરિભાષામાં કહીએ તો નિર્ગુણ ઉપાસના ચડે કે સગુણ ઉપાસના ચડે? એ જાતનો અર્જુનનો સવાલ છે. અને જૈન પરિભાષા પ્રમાણે કહીએ તો સિદ્ધોની ઉપાસના સારી કે અરિહંતની? એ જાતનો એ સવાલ છે. જૈનસૂત્રકારોએ એના ખુલાસામાં જેમ અરિહંતપદ મૂકયું છે, તેમ ગીતાકાર પણ શ્રીકૃષ્ણપદ મૂકશે. જૈનસુત્રોના તે આવતી ચોવીસીના તીર્થકર જ છે. આજે એ અર્જુનના હૃદયસ્વામી ગુરદેવ છે. તીર્થકરના અભાવમાં સદ્ગુરુ અગર વીતરાગલક્ષી ધર્મ પણ પ્રેરણાજનક છે જ, એમ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું દશમું અધ્યયન બોલે છે.
પણ અરિહંત તો દેહધારી છે, અને સિદ્ધ તો નિરંજન નિરાકાર છે. તો પછી ખરી રીતે તો તે પદ ઊંચું ગણાય. એ શંકા થશે ! સમાધાન સ્પષ્ટ છે. ઉપાસ્યની કોટિમાં એ બેશક ઊંચું છે, પણ ઉપાસકની દ્રષ્ટિમાં પ્રથમ ક્યું બંધબેસતું તે જ અહીં જોવાનું છે. એ દષ્ટિએ જ વીકૃષણગુરુ કહે છે :
मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते । श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः || २||
Page #143
--------------------------------------------------------------------------
________________
४४८
ગીતા દર્શન
શ્રીકૃષ્ણ બોલ્યા : હંમાં મન પ્રવેશાવી, નિત્યયુકત ભજે મને;
પર શ્રદ્ધાભર્યા જેઓ, તે યુકતશ્રેષ્ઠ મેં ગયા. ૨ (જો શિષ્ય અર્જુન ! ખરી રીતે તો દરજ્જા પ્રમાણે ઉત્તમતાનો આધાર છે. પણ શિષ્યની અપેક્ષાએ તું અત્યારે પૂછી રહ્યો છે, એટલે મારે એ રીતે કહેવું જોઈએ કે) મારામાં મનનો સર્વ પ્રકારે પ્રવેશ કરાવીને જે નિત્યયુકત થઈ મને પરમ શ્રદ્ધાપૂર્વક સેવે છે, તે મારા મત પ્રમાણે યુકતશ્રેષ્ઠ (શ્રેષ્ઠયોગી) છે.
નોંધ : અહીં ગુરુ તરીકે શ્રીકૃષ્ણજી હતા, એટલે એમણે હું શબ્દ વાપર્યો છે. સાધક તે ગુરુને સ્થાને પોતાના શ્રદ્ધાપાત્ર “ગુરુ'ના શુદ્ધ સ્વરૂપને લઈ શકશે. અથવા અંતરાત્મા કે પ્રભુ લેવા હોય તો જેના ઉપર એવું આરોપણ કરી શકે એવો કોઈ પણ પદાર્થ લઈ શકશે. શરત એટલી જ કે લક્ષ્યમાં તો ચૈતન્ય સ્વરૂપ હોવું જોઈએ. મન તો ચૈતન્યમાં જ રહેવું જોઈએ, જડમાં નહિ. વળી કાયમ તે અભ્યાસ પાડવો જોઈએ. દંભ કે બળાત્કારથી અથવા ડોળથી થોડો વખત તેમ કરે તેથી કશું વળે નહિ. એને શ્રદ્ધા પરમ હોવી જોઈએ. પરમ શ્રદ્ધા તથા લોકેષણા, વિરૈષણા અને પુત્રષણાની આસકિત, એ બેયનો મેળ કદી જ ન મળે. એટલે આસકિતનો થર પહેલે ઓછો કર્યે જ છૂટકો. આવા યુકતયોગીઓ શ્રેષ્ઠ હોય જ એમાં શી નવાઈ !
હવે સવાલ થયો, કે ત્યારે શું કેવળ નિરાકારનું ધ્યાન ધરનાર ઉત્તમ નહિ ! તેઓ ઉત્તમ તો છે જ, અને તેઓ પણ આત્મપ્રાપ્તિ કરે જ છે. તેમાં જરાય શંકા નથી, એ શ્રીકૃષ્ણગુરુ પોતે જ કહે છે :
ये त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते ।। सर्वत्रगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ।। ३|| सन्नियम्येन्द्रियग्रामं सर्वत्रसमबुद्धयः । ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ।। ४ ।। વળી અવાચ્ય, અવ્યકત, સર્વગામી, અચિંત્ય ને ધ્રુવ, અચલ, ફૂટસ્થ બ્રહ્મને જે ઉપાસતા; 3 નિરોધી ઈન્દ્રિયો સર્વે, સમબુદ્ધિ સ થ છે; સર્વભૂતહિતે રાચ્યા, મને તે સર્વ પામતા. ૪
Page #144
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
૪૪૯
(હે પરંતપ ! ) અવાચ્ય, અવ્યકત, સર્વગામી, અચિંત્ય કૂટસ્થ (એટલે કે સર્વોપરિ અથવા પોતાના સ્વભાવથી શ્રુત નહિ થનાર-મતલબ કે માયા સાથે રહેવા છતાં બ્રહ્મ પોતાના સ્વભાવથી ચલિત થતું નથી, માટે તે ફૂટસ્થ કહેવાય છે.) અચલ અને ધ્રુવ એવા અક્ષર-(બ્રહ્મ)ને જેઓ ઈન્દ્રિયસમૂહને વશ રાખી સર્વ સ્થળે સમાન બુદ્ધિથી વર્તે, સર્વ ભૂતના હિતમાં રાચ્યાથકા ઉપાસે છે, તે પણ મને (અંતરાત્માને) જ પામે છે. (એમાં જરાય તું શંકા લાવીશ નહિ.)
નોંધ : શ્રીકૃષ્ણમુખ દ્વારા અહીં બ્રહ્મ અગર નિરાકાર આત્માનાં જે જે વિશેષણો વપરાયાં છે તે એકેએક અર્થપૂર્ણ છે.
આત્મા” આવો કે તેવો એમ એનો ઉલ્લેખ કરી શકાતો નથી, માટે તે અનિર્દેશ્ય છે. એ રૂપી નથી. તેથી વ્યકત ન થઈ શકતો હોઈને અવ્યક્ત છે. કોઈ સ્થળ એવું નથી કે જ્યાં જ્ઞાનની ગતિ ન હોય. માટે જ્ઞાનની અપેક્ષાએ તે સર્વ સ્થળે વ્યાપક એટલે કે સર્વગામી છે.
ચિંતવવા લાયક વસ્તુ માત્રથી નિરાળો હોઈ અચિંત્ય છે. કદી કોઈ સંયોગોમાં સ્વરૂપભ્રષ્ટ થતો નથી. એરણ પર લોખંડ રાખી હથોડા મારતાં એરણ તો એમ જ રહે છે, તેમ આત્મા કર્મસંગે પણ એમ જ રહે છે. માટે તે સ્વરૂપદષ્ટિએ કૂટસ્થ છે. જો કે આકાશ પણ કૂટસ્થ છે, છતાં તેમાં જ્ઞાન નથી. જ્યારે આત્મા તો જ્ઞાની છે, માટે જ્ઞાનમાં આવરણ આવવાથી ગતિમાન અને સ્થિતિમાન થતો ભાસે છે. એટલે આગળવધતાં કહે છે, કે મૂળે તે અચલ છે. છતાં માત્ર એનું નિષેધાત્મક જ સ્વરૂપ નથી. જેમ કે, એ ચલિત નહિ, એટલે કે સ્થિર પણ છે. માટે ધ્રુવ વિશેષણ મૂક્યું છે. અક્ષર એટલે અવિનાશી તો તે છે જ.
આમ આ બધાં વિશેષણોથી બ્રહ્મ” અગર આત્માની ચર્ચા શબ્દદ્વારા કરી. પણ આત્માર્થીને માત્ર શબ્દ કશું જ ન વળે. એણે આત્માને અચલ કહીને ઈન્દ્રિયચલિત બનવું ન પાલવે. એટલે અંતરંગ અને બહિરંગ બન્ને પ્રકારનો કડક સંયમ જોઈએ. એ સર્વવ્યાપી બોલીને સ્વાર્થસાધુ બની જાય તો એની આત્મસાધના લાજે ! આત્મભાવે સૌ સ્થળે સમબુદ્ધિ રાખીને, એટલે કે દેશ, વર્ણ, જાતિ, વર્ગ, લિંગ કે કોટિના સ્થૂળભેદને જરાય મહત્ત્વ આપ્યા વગર એણે પ્રાણીમાત્રના હિતમાં રાચેલા રહેવું જોઈએ. જે આત્મહિત સાથે પરણિત જોડાય કે જોડાતું ન દેખાય, તે આત્મહિત પોલવાળું છે. અને જે પરહિત સાથે આત્મશુદ્ધિ નસાધેલી કે સધાતી દેખાય તે પરહિત ઠગારું એમ સમજી પળેપળે પોતપોતાને
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૫૦
ગીતા દર્શન
ક્ષેત્રે સૌએ સાવધાન રહેવું જોઈએ.
હવે અર્જુનને સવાલ એ થયો, કે જો નિરાકાર બ્રહ્મની ઉપાસના પણ આત્મપ્રાપ્તિદાયક છે, તો મને શ્રીકૃષ્ણગુરુ પોતામાં-સગુરુરૂપ સગુણ બ્રહ્મમાં શા સારુ સમર્પણનું કહે છે ? પણ એ સવાલ રજૂ કરે તે પહેલાં તો મનોવિજ્ઞાની શ્રીકૃષ્ણગુરુ બધું જાણી ગયા. એટલે એમણે જ કહ્યું:
क्लेशोऽधिकतरस्तेषामव्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःखं देहवहिरवाप्यते ॥५॥ અવ્યકતે ચિત્ત ચોંટયાં છે, તેમને શ્રમ છે વધુ;
અવ્યકત ગતિ દુઃખે જ પમાય દેહધારીથી. ૫ (ભકત પાર્થ !) જેઓનું ચિત્ત અવ્યકતમાં ચોટયું છે, તેમને શ્રમ ઘણો વધુ પડે છે. કારણ કે અવ્યકત બ્રહ્મનું જ્ઞાન દેહધારી બહુ મુશ્કેલીથી પામી શકે છે.
નોંધ : જ્ઞાનેશ્વર મહારાજ પોતાની ટીકામાં યોગાદિ માર્ગની કઠિનતા વર્ણવતાં લખે છે : તે "ઈડા અને પિંગલા નાડીનું ઐકય કરી, અનુપત (અનાહત) ધ્વનિની ગર્જના કરી, જીવનકળાના તળાવ પર્યત જઈ પહોંચે છે. પછી સુષુમણા નાડીના મધ્યવિવર (ખાલી ભાગ)માંના કોરેલા દાદર પરથી ઉપર ચઢી મસ્તકમાંના બ્રહ્મરંધ્ર પર્યત પહોંચી જાય છે, ત્યાર પછી મકારની કઠિન નિસરણી પર ચઢી, માયાને દબાવી બ્રહ્મને જઈ મળે છે.” યોગીમાત્રનો આવો જ મત છે.
જૈનાચાર્યો પણ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ કરતાં રૂપાતીતનો ક્રમ છેલ્લો મૂકી, સીડી બતાવી એ જ સિદ્ધ કરે છે. એ જૈનાચાર્યોએ જેમની સાખ લઈ જીવન ધન્ય બનાવ્યું, તેવાં જૈન સુત્રોએ તો ધર્મ અને શુકલ બન્નેમાં પ્રથમ સ્થાને ધર્મધ્યાન જ મૂકયું છે.
દેહધારી મનુષ્ય ગમે તેટલી ઉચ્ચ કલ્પના કરે છતાં એ મૂર્ત જ હોવાની! એટલે જે તદ્દન નિર્વિકલ્પ ધ્યાનનો અભ્યાસ કરે છે. તે જ સાધનન્દષ્ટિએ પણ અવ્યકત બ્રહ્મોપાસક ગણી શકાય. બાકીના ઉપાસકો સાધનદષ્ટિએ તો વ્યકિતના ઉપાસકો જ ગણાય ! પછી જોઈએ તો શાસ્ત્ર, સદ્દગુરુ અગર બીજી કોઈ વ્યકિત કે વસ્તુ ભલે એની સામે હોય કે ન હોય ! પણ અહીં એક બાબત ખાસ અગત્યની કહેવાની રહી જાય છે. તે એક સાધ્ય તો ચૈતન્ય જ હોવું જોઈએ. તે તો નિરાકારજ હોય ! ગીતાના શબ્દોમાં ભકત અને ભગવાન ભિન્ન જ નથી. અને જૈન દિગંબર
Page #146
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
૪૫૧
જૈનાચાર્ય શ્રી શુભચંદ્રાચાર્યના શબ્દોમાં કહીએ તો ત્યાં "ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી' એકરસ જ છે. આટલું સમજનાર કે સમજવાની જિજ્ઞાસા રાખનાર પોતે મૂર્તિપૂજક સંપ્રદાયનો કહેવડાવતો હોય કે અમૂર્તિપૂજક સંપ્રદાયનો કહેવડાવતો હોય, પરંતુ તે કદાગ્રહમાં તો નહિ જ પડે! સાધનાગ્રહ છે ત્યાં જ કદાગ્રહ અને ઝઘડા છે. જ્યાં સાધ્યાગ્રહ આવ્યો કે બધું શાંત.
શ્રીકૃષણગુરુ આગળ વધીને પણ એ જ કહે છે કે આત્મલક્ષ્ય ન ચુકાય તો વ્યકતની ઉપાસના કરવા છતાંય કયાંય હરકત જેવું નથી. ઊલટી એ સાધના સહેલી પડે છે. એની રીતો પણ તેઓ બહુ સુંદર રીતે બતાવે છે.
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः । अनन्येनैव योगेन मां घ्यायन्त उपासते ॥६॥ तेषामहं सुमुधर्ता मृत्युसंसारसागरात् । भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् ।। ७ ।। मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय । निवसिष्यसि मय्येव अत ऊध्वं न संशयः ॥ ८ ॥ માટે જે સર્વ કર્મોને અર્પી હુંમાં પરાયણ; ચિંતવતાં મને સેવે ખરા અનન્યયોગથી. ૬ પરોવ્યું ચિત્ત મારામાં જેમણે પાર્થ ! તેમનો; ઉદ્ધારક થઉં શીધ્ર મૃત્યુસંસાર સિંધુથી. ૭ પરોવ બુદ્ધિ મારામાં, રાખ મારા વિષે મન;
એટલે આ (જન્મ) પછી નિશ્ચય હું વિષે જ વસીશ તું. ૮ માટે જ તમે અગાઉ જે વાત કહી તે પ્રમાણે ફરી કહું છું, કે) જેઓ સર્વ કર્મોને મારા પર છોડીને મારામાં પરાયણ રહીને (એટલે કે આત્મલક્ષી પ્રવૃત્તિ કરતા થકા, અને ગુરુસેવી છતાં આત્મલીન રહેતા થકા, તથા) મને અનન્યયોગથી જ ચિંતવતા થકા ઉપાસે છે, તેમનો આ મૃત્યુવાળા સંસારસાગરથી ઝટ ઉદ્ધારક થાઉ છે. કારણ કે હે પાર્થ! તેઓએ મારામાં જ ચિત્ત પરોવી દીધેલાં હોય છે. (માટે તને પણ કહું છું કે,) તું બુદ્ધિ મારામાં પરોવી દે, મનને મારામાં સ્થિર કરી દે, એટલે આ (જન્મ) પછી તું પણ નિચ્ચે મારામાં જ નિવાસ પામીશ.
Page #147
--------------------------------------------------------------------------
________________
૪૫૨
ગીતા દર્શન
નોંધ : ખરી રીતે તો ઉદ્ધારક પોતાનો આત્મા જ છે, છતાં સદ્દગુરુ સચ્છાસ્ત્ર આદિ નિમિત્તરૂપ બને છે. સરસમર્પણનો માર્ગ પણ કેટલો અઘરો છે, તે ઉપલા આઠમા શ્લોક પરથી સમજાઈ રહેશે. છતાં અર્જુન જેવા વિકસિત હૃદયવાળા વીરને એ સહેલો છે.
અવ્યકતના ઉપાસકને સર્વત્ર આત્મા છે એવી કલ્પના કરી પ્રત્યેક સ્થળે જાગૃત રહેવું પડે છે. વ્યકિતના ઉપાસકે કોઈ એક વ્યકિત કે વસ્તુમાં એ જગત તથા આત્માને કેન્દ્રિત કરેલા હોઈ, સર્વ કંઈ એને જ સમર્પણ કરી દેવાનું હોવાથી જાગૃતિ સ્વાભાવિક રહે છે. વેદાંતસંપ્રદાયો કે જ્ઞાનવાચી સંપ્રદાયોમાં જ્યાં નીરસ અને જડ પ્રવાદ, વાદવિવાદ, હૃદયશૂન્યતા અને અકર્મય દેખાતા હોય ત્યાં જાગૃતિ કાયમ ન રહેવાથી આમ બન્યું હોય છે. યોગીઓ હઠ પાછળ ચડી જાય છે. કે સિદ્ધિઓમાં લોભાઈ જાય છે, એનું કારણ પણ એ જ છે. ભકિતસંપ્રદાયોમાં વિલાસ કે પતન દેખાતું હોય તો એનું કારણ અપકવ દશામાં ભકિત જિરવાતી નથી તે છે. આથી જ જૈનસૂત્રોમાં વ્યકિતના ગુણની ઉપાસના ઉપર બહુ ભાર અપાયો છે. ઉપાસકને ત્યાં લગી કહ્યું છે કે "તારા : સગુરુની આજ્ઞા એ જ તારે માટે ધર્મ, એ જ તારે સારુ તપ અને એ જ સર્વ ક્રિયા.” એ જ રીતે વળી સદગુરુ પણ શિષ્યને મુંડી નાખવાથી સદ્દગુરુ થવાતું નથી, પણ સત્યની અખંડ સિદ્ધિ દ્વારા સદ્દગુરુ પદ પમાય છે.” એમ સદ્ગુરુપદની જવાબદારી સમજાવી ઉપાસ્યને પણ ખૂબ ચેતવવામાં આવ્યા છે.
"અરિહંતનું શરણું પપાસું છું, પણ તેઓ સિદ્ધ થવાના કામી છે માટે અરિહંત કે સિદ્ધપદ પામ્યા નથી છતાં એ માર્ગે જેઓ છે તે સકળ સાધુનું શરણું પર્યાપાસું છું. વીતરાગે પ્રરૂપેલા સત્યધર્મનું શરણું પર્યાપાસું છું.” આ પ્રત્યેક સત્યાર્થી જૈનોનો મહામંગળમંત્ર હોય છે.
अथ चित्त समाधातुं न शक्नोषि मयि स्थिरम् । अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥९॥ अभ्यासेडप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्यसि ।। १० ।। अथैतदप्यशक्तोऽसि कर्तुं मदद्योगमाश्रितः । सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान् ।।११।।
Page #148
--------------------------------------------------------------------------
________________
અધ્યાયબારમો
૪૫૩
श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते । ध्यानात् कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम् ।। १२ ।। જો હંમાં ચિત્ત ના સ્થિર, રાખી શકે ધનંજ્ય ! તો પછી પામવા ઈચ્છ, મને અભ્યાસયોગથી. ૯ જો છો અશકત અભ્યાસે, તો મુજ કર્મનિષ્ઠ થા મારે અર્થે જ કર્મો તું, કરતાં સિદ્ધિ પામીશ. ૧૦ એય જો ના બને તો, તું રહીને મુજ યોગમાં; દે સૌ કર્મફળો ત્યાગી, સંયમી આત્મવંત વૈ. ૧ ૧ જ્ઞાન અભ્યાસથી સારું, શાનથી ધ્યાનષ્ઠિ, ધ્યાનથી
સારો કર્મફળત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર. ૧૨ હે ધનંજય ! તું જો મારામાં (હું અગાઉ કહી ગયો તેમ) ચિત્ત સ્થિર ન રાખી શકે તો અભ્યાસયોગ દ્વારા મને પામવાની ઈચ્છા રાખ. (અભ્યાસ અને વૈરાગ્યના યોગે પણ ચિત્તચંચળતા ઘટે છે, એટલે અભ્યાસમાર્ગ એ પણ એક માર્ગ છે.) એ અભ્યાસમાં તું અસમર્થ હો, તો મારા કાજે જ કર્મ કરનાર થઈ જા. (એમ) મારે માટે જ કર્મ કરતો થકો તું સિદ્ધિ પામી શકીશ. એ પણ જો ન બને તો મારા યોગમાં રહ્યો થકો સંયમી આત્મવંત થઈ સર્વે કર્મફળનો ત્યાગ કર.
(ખરે જ કહું છું, પાર્થ !) અભ્યાસ કરતાં જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન અને ધ્યાનથી કર્મફળત્યાગ એમ ઉત્તરોત્તર ચડિયાતાં છે; કારણ કે કર્મફળ–ત્યાગથી સત્વર શાંતિ જ મળે છે.
નોંધ : જે વસ્તુ જેટલી ચડિયાતી, તેટલું તેનું મૂલ્ય પણ વધુ જ આપવું પડે. એ રીતે જોતાં અભ્યાસથી જ્ઞાન ચડિયાતું છે એનો અર્થ એ કે અભ્યાસ-એટલે કે ચિત્તવૃત્તિના નિરોધ-વિના આવેલું જ્ઞાન સાચું જ્ઞાન જ નથી હોતું, અને જ્ઞાન વિનાનું ધ્યાન તો ઊલટા વિકલ્પો વધારનાર જ બને. એટલે જ્ઞાન પછી આવેલું ધ્યાન જ ઉચ્ચ કક્ષાનું ધ્યાન ગણાય; એને પરિણામે કર્મફળનો ત્યાગ થાય છે, કારણ કે આસકિત વિનાની અપ્રમત્ત દશા ત્યાં સહજ સ્વાભાવિક હોય તે દશામાં અશાંતિ કેવી?
જૈનસૂત્રોમાં પણ આ જ ક્રમ આપ્યો છે. માત્ર નામમાં પરિભાષા-ભેદ ભેદ છે. (૧) મનુષ્યતા, (૨) માર્થાનુસારીપણું, સદાચારીપણું, (૩) આત્મજ્ઞાન, (૪) આત્મવિજ્ઞાન, (૫) અપ્રમત્ત દશા, (૬) અપ્રતિબદ્ધભાવે વિદેહી દશાનો વિહાર.
Page #149
--------------------------------------------------------------------------
________________
૪૫૪
ગીતા દર્શન
પરમભકતની સર્વસમર્પણ અથવા અહંકારવિલોપન એ કેટલી મોંઘી ભૂમિકા છે, તે આ પરથી સમજાશે. એટલે આમાં અસમર્થ હો તો આ કર, આ ન કરી શકે તો આ કર, એ તો માત્ર શ્રીકૃષ્ણગુરુએ અર્જુન શિષ્યને વૈવિધ્ય બતાવવા માટે કહેલું છે.
આત્મામાં મન અને બુદ્ધિને પરોવી દેવાં કે ચિત્તને એમાં રોકી દેવું અથવા ગુરુમાં એ સમર્પી દેવું, એ મહાસમર્થ સાધકથી જ બને તેવું છે. એટલે સાધક એ વાતને સામાન્ય ન ગણી કાઢે. પરંતુ અર્જુનને યોગમાં પ્રેરવો હતો. અને તે એના પક્ષે શ્રેયનું કારણ હતું. એટલે જ આ કર્મફળત્યાગનો ઝોક અપાયો છે. અર્જુન જેવા હૃદયપ્રધાન સાધકો માટે એ માર્ગ સહેલો પણ છે જ.
વળી પ્રકારમંતરે વાચક આમ સમજે તો પણ હરકત નથી; અભ્યાસ એટલે વ્યકતને અનુલક્ષીને કરેલી ઉપાસના, જ્ઞાન એટલે અવ્યકતને અનુલક્ષીને કરેલી યૌગિક ઉપાસના. ધ્યાન એટલે ગુરુ અગર પુરુષરૂપ વ્યકતમાં રહેલા ચૈતન્યની જ ઉપાસના.
આ બધાનું પરિણામ તે કર્મફળનો ત્યાગ અને એનું અંતિમ પરિણામ તે શાંત દશા.
હવે ભકતો કેવા હોય? તે સંબંધમાં શ્રીકૃષ્ણગુરુ અર્જુનને સમજાવે છે. એ પરથી ઉપલી વાતની સુંદર ઘડ આપોઆપ બેસશે.
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ।। १३ ।। संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः || १४ || અષી સર્વ ભૂતોનો, ભેરુ ને કરુણાળુ જ; મમ અહંત્વથી છેટો, સમી દુઃખે સુખે સમ. ૧૩ સતત યોગી સંતોષી, સંયમી દઢનિશ્ચયી;
અપ્યાં મનમતિ જેણે, મને તે ભકત છે પ્રિય. ૧૪ (હવે તને એ ભાગ્યે જ કહેવાની જરૂર છે કે માત્ર મોંઢે મારું નામ તો બોલ્યા કરે, પણ હું રૂપ આત્મા જે સૌ ભૂતોમાં વસી રહ્યો છું એ ભૂતોને તિરસ્કારે, તો તે કાંઈ મારો ભકત ન ગણાય. મારો ભકત અને મને પ્રિય તો નીચેના ગુણવાળો છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
સાંભળ, તે તને કહું છું :-) કોઈ પણ પ્રાણીનો દ્વેષી ન હોય, (કેટલાક કહે છે કે અમે કોઈના દ્વેષી નથી, પણ જો તેઓ અતડા રહેતા હોય, ભાંગ્યાના ભેરુ- સાથી ન થઈ શકતા હોય, તો તેમનું અદ્વૈષપણું પોલું છે. માટે અદ્વેષી હોવા ઉપરાંત) મિત્રતાવાળો હોય (અને તે ) કરુણાવાન તો હોય જ.
૪૫૫
(આવા ગુણો મમતા અને અહંતાના ધમંડ આગળ ન ટકે, એટલે તે અહંકાર અને મમત્વથી વેગળો રહે છે માટે) નિર્મમત્વી, નિરહંકારી, (તેમ જ) દુઃખ અને સુખમાં સમાન ભાવે રહેનાર (માટે જ) ક્ષમાવાન (ખરી ક્ષમા તેનું જ નામ કે જે મુશ્કેલી દેનાર નિમિત્તો સામે ન થાય, પણ મુશ્કેલીઓનો સામનો જરૂર કરે, બીકણ થઈને ભાગે તો નહિ જ ! અને બીજાના દોષો ન જોતાં, ગુણ જ જુએ. તેમ જ પોતાના ઝીણામાં ઝીણા દોષ સામે તકેદારીથી જોઈ એને દૂર કરે), સંતોષી (સંતોષ ન હોય તો આ બધા ગુણો ન જ આવે, માટે આ રીતે) સતત યોગી (યોગયુકત બની) પોતાના આત્માને સંયમમાં રાખનાર અને મારામાં મન અને બુદ્ધિ અર્પનાર એવો મારો ભક્ત તે મને વહાલો છે.
નોંધ : ભકતના એકેએક ગુણ તોળી તોળીને મૂકયા છે. એમાંથી એક પણ બાદ કરી શકાય તેમ નથી. વળી એ બધા ગુણોનો પરસ્પર ભારે સંબંધ છે, જે આપણે ઉપર જોઈ ગયા છીએ જ.
હવે સવાલ એ થયો, માનો કે મન, બુદ્ધિ, આત્મામાં કે ગુરુમાં ન સમર્પી શકે છતાં પ્રભુપ્રિય રહેવું કે થવું હોય તો કોઈ બીજો રસ્તો ખરો ? શ્રીકૃષ્ણગુરુ એનો જવાબ ‘કાર'માં વાળીને કહે છે :
यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः I हर्षामर्षभयोद्वेगैर्मुक्तो यः स च મે પ્રિયઃ || ૧૧ || જેથી લોક ન ઉદ્વેગી, ઉદ્વેગી લોકથી ન જે; હર્ષ-ખેદ –ભય-ક્રોધે, છૂટયો જે તે મને પ્રિય. ૧૫
(અર્જુન ! ભલે ગમે તે જાતનો સાધક હોય પણ નીચેના ગુણો હોય તો બસ પત્યું, સાંભળ. તે મુખ્ય ગુણો આ છે :-) જેનાથી લોક ઉદ્વેગ ન પામે, અને જે (પોતે) લોકથી ઉદ્વેગ ન પામે. (મતલબ કે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી છૂટયો તે પણ મને વહાલો છે.
નોંધ : 'આણે મને આમ કહ્યું (કર્યુ), આણે મને તેમ કર્યું' એમ માની બીજા
Page #151
--------------------------------------------------------------------------
________________
૪૫૬
ગીતા દર્શન
પ્રત્યે હર્ષ, ખેદ ધરાવનારા ક્રોધ કે ઈર્ષ્યાથી કાં તો બીજાને ઉગ કરે અને કાં તો બીજાનો ભય રાખી બીજાથી ઉગ પામે. આ દશા નથી આત્મકલ્યાણ સાધતી કે નથી જગકલ્યાણ ! જ્યારે એ પતનદશાથી મુક્ત રહેનાર આત્મકલ્યાણ પણ સાધે છે. અને જગકલ્યાણ પણ એના નિમિત્તે થાય છે જ. એટલે એ ગુરુમાં સમર્પિત મનબુદ્ધિવંત ભકત મનાતો હોય કે ન મનાતો હોય; ધ્યાની, જ્ઞાની કે અભ્યાસી કહેવડાવતો હોય કે ન કહેવડાવતો હોય; કર્મફળત્યાગી ગણાતો હોય કે ન ગણાતો હોય તો ય શું થયું ? રોટલા મળ્યા પછી ટપટપ સાથે શું કામ?
વળી ભકતનાં બીજાં પ્રકારાંતરે લક્ષણો પણ શ્રીકૃષ્ણગુરુજી કહીને અનેક માર્ગોનાં દારોની ચાવી આપી દે છે, કે જેથી સાધક પોતાની પ્રકૃતિને અનુકૂળ ગમે તે તારની ચાવી લઈને દરવાજો ખોલી પ્રભુધામમાં પહોંચી શકે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः । सरिंभपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ।। १६|| વ્યથાહીન, ઉદાસીન, પવિત્ર, દક્ષ, નિસ્પૃહી;
જે સી આરંભ ત્યાગે તે, મારો ભકત મને પ્રિય. ૧૬ નિરપેક્ષ (કોઈની અપેક્ષા ન કરનાર નિઃસ્પૃહી) પવિત્ર, દક્ષ (સાવધાન અથવા કાર્યચતુર), ઉદાસીન (સંસારના સર્વ ભાવોમાં તટસ્થ), વ્યથારહિત અને સર્વ આરંભ, (આરંભ એટલે “હું” આ કરીશ”, “મેં આ કર્યું” ને મેં તે કર્યું એવા અહંકારમિશ્ર વિકલ્પો, તે) નો પરિત્યાગ કરનાર જે મારો ભક્ત છે, તે મને પ્રિય
નોધ : આરંભ શબ્દ જૈનસૂત્રોમાં વારંવાર વપરાયો છે, અને એનો અર્થપાપકારી વ્યાપાર અથવા કર્મબંધનનું પ્રબળ કારણ કર્યો છે.
આરંભનો પરિત્યાગ કરનાર ક્રિયાને બળાત્કારે છોડતો નથી, પણ ક્રિયાની પાછળના બંધનને પ્રથમથી જ એવું ઢીલું પાડી નાખે છે કે-જેમ અગાઉ કહી ગયા તેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી લીધા પછી તે છંછેડાય તો ય તેનો દંશ ઘાતક નીવડતો નથી તેમ - તેવું કર્મ તેને બંધનથી બાંધતું નથી.
જેઓ કર્મયોગ'ની તરફેણમાં છે, તે બધાની શ્રીકૃષ્ણગુરુ પોતાના ભક્તસમુદાયમાં ગણતરી કરે છે, અને તેમને વહાલા ગણે છે, કારણ કે કર્મફળ ત્યાગ અને કર્મયોગ એ ગીતાનો મુખ્ય વિષય છે. એટલે રખે સર્વોરંભપરિત્યાગીનો અર્થ પ્રવૃત્તિમાત્રનો ત્યાગ એમ અર્જુન સમજી બેસે માટે પુનરુકિત
Page #152
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
૪૫૭
કરીને તેઓ કહે છે :
यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति । शुभाशुभपरित्यागी भक्तिमान् यः स मे प्रियः || १७ ॥ ન કરે હર્ષ કે શોક, કાંક્ષા કે દ્વેષ ના કરે;
શુભ અશુભનો ત્યાગી ભકત જે તે મને પ્રિય. ૧૭ (ભોળા અર્જુન ! જે પુણ્ય પાપથી છૂટયો તે કર્મબંધનથી છૂટેલો જ છે. સત્યલક્ષી પ્રવૃત્તિ તો સહુએ કરવી જ જોઈએ.
હા; એટલું ખરું કે સત્યવૃત્તિમાં ગયેલો સાધક જો જાગૃત ન રહે તો બેય ચૂકે છે, એટલે જ્યારે એને સમ્પ્રવૃત્તિ પણ બોજારૂપ લાગે ત્યારે સર્પ જેમ કાંચળી તજે તેમ એને છોડી દે અને નિવૃત્તિ સાધી પ્રવૃત્તિનો થાક ઉતારી નાખે. અને વળી નિવૃત્તિમાં થાક ઉતારીને મળેલો પ્રકાશ લઈ પાછો સમ્પ્રવૃત્તિમાં લાગી જાય. એમ નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિમાં અને પ્રવૃત્તિલક્ષી નિવૃત્તિમાં મસ્ત રહે. પણ લક્ષ્યવિહીન નિવૃત્તિ તો જડતાપોષક જ બને. માટે હું સર્વાભનો પરિત્યાગ કહું છું એ કહેવા પાછળ મારો આશય એ છે કે શુભાશુભ ફળ તજીને પ્રવૃત્તિ આચરે. અને આવું ત્યારે બને કે જો કાંક્ષા-દ્વેષ ઓછાં થાય. બાકી રાગ-દ્વેષ આવ્યાં કે હર્ષ-શોક ઊભાં જ છે. માટે જ કહું છું કે મારા મતે એ વાત યાદ રાખવી જ જોઈએ કે જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, જે શોક કરતો નથી. જે કાંક્ષાઓ બાંધતો નથી, (આને પરિણામે) જે શુભાશુભનો પરિત્યાગી છે. (મતલબ કે) આવો ભકિતમાન જ છે, તે મને પ્રિય છે.
નોંધ : ગીતાજીના સમન્વ યોગ ઉચ્યતે'નું રહસ્ય આ છે. અને યોગ કર્મસુ કૌશલ'નું રહસ્ય તો અગાઉ આવી જ ગયું છે. એને જ જૈન પરિભાષા પ્રમાણે સંવર - પાપપુણ્યનો અસ્પર્શ – અને નિર્જરા - નિરાસત ક્રિયા દ્વારા કર્મબંધનભાગ - કહેવાય.
હવે ઉપર કહેલો સમત્વજ્ઞાની વિશ્વ વિષે કેવી રીતે વર્તતો હોય છે તે કહે છે. કારણ કે વર્તન એ જ જ્ઞાની-અજ્ઞાનીને માપવાનું સ્થૂળ છતાં લગભગ બાતલ ન કરી શકાય તેવું માપકયંત્ર છે.
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः । શીતોષ્ણસુવ૬:૬ સમ: વિવર્ણિતઃ || ૧૮ /.
Page #153
--------------------------------------------------------------------------
________________
૪૫૮
ગીતા દર્શન तुल्यनिंदास्तुतिौनी सन्तुष्टो येनकेनचित् । अनिकेतः स्थिरमतिभक्तिमान में प्रियो नरः ।। १९।। મિત્રમાં, શત્રુમાં, માને અપમાને વળી સમ; ટાળે-ઊને-સુખ-દુ:ખે સમ નિંદાસ્તુતિ મહીં. ૧૮ જે મળે તેથી સંત-મૌની સંગવિવર્જિત;
ગૃહત્યાગી, સ્થિતપ્રજ્ઞ, ભકત નર મને પ્રિય. ૧૯ (હે ભારત !) મિત્રમાં અને શત્રુમાં, માનમાં અને અપમાનમાં જે સમ રહે છે તેમ જ ટાઢું-ઊનું, સુખ-દુઃખ વગેરેમાં પણ જે સમતાવાન રહે છે, જે નિંદા અને સ્તુતિમાં પણ સરખો વર્તે છે, એટલે કે આ બધામાં જેને રાગ-દ્વેષ કે હરખ-શોક થતા નથી);
વળી જે કંઈ અનાયાસે મળે તેથી સંતુષ્ટ રહે છે, (અર્થાત ખાન-પાન અને જિંદગીની બીજી જરૂરિયાતોમાં જે કંઈ સહેજે મળે તેથી સંતોષ માની લે છે, સારી ચીજ મળે તો છકી જતો નથી તેમ નરસી મળે તો ખિન્ન થતો નથી કે મેળવવા માટે લાલચવાળો પ્રયત્ન કરતો નથી), મૌન (એ આધ્યાત્મિક શકિતની બહુમૂલી પ્રસાદી છે તેનો) સેવનાર (મુનિ) હોય છે, અનગાર (જેને પોતાનું માનેલું એવું કોઈ સ્થાન નથી, અર્થાત કે માલિકીહક છોડીને અપ્રતિબંધપણે આખા જગતમાં વિચરનારો હોય છે, અને સ્થિર બુદ્ધિવાળો ભકિતમાન પુરુષ હોય છે, તે મને વહાલો છે.
નોધ : શ્રીકૃષ્ણજીએ આ લક્ષણોમાં ખરેખરી ખૂબી વાપરી છે. મહાન મસ્ત યોગીનાં આ લક્ષણો છે, જૈનસૂત્રદષ્ટિએ-આપણે ગયા શ્લોક ૯ થી ૧૨ની નોંધમાં જોઈ ગયા તે મુજબ-અપ્રતિબદ્ધ વિહારી નિગ્રંથ એટલે કે લગભગ અરિહંત કોટિની આસપાસના સિદ્ધ સાધકનાં આ લક્ષણો છે. આ ભૂમિકાને વિસ્તારથી સમજવા ઈચ્છનાર વાચકને સિદ્ધિનાં સોપાન' કે જે શ્રીમદ્રાજચંદ્રના સર્વોત્તમ પદ્યના વિવેચન- રૂપ છે, તેના વાચનની ભલામણ કરી નોંધને અહીંથી જ ટૂંકાવી લઈશું, એ પુસ્તક ન મેળવી શકે તે 'ઉત્તરાધ્યયનસૂત્ર'ના બીજા અધ્યયનમાંથી પણ એ સ્થિતિનું બયાન મેળવી શકશે.
આ રીતે ભકતનાં લક્ષણોમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગનો સુમેળ સાધીને શ્રીકૃષ્ણગુરુ આ અધ્યાયને છેડે કહે છે:
Page #154
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
૪૫૯
ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते । अधाना मत्परमा भक्तास्तेऽतीव मे प्रियाः ॥२०॥ ને જે યથોકત આ ધર્મે, સુધા શ્રદ્ધાળુ સેવતા;
હું-પરાયણ ભકતો તે, મને અત્યંત પ્રિય છે. ૨૦ (વહાલા અર્જુન ! મેં જે કહ્યું તે તો ધર્મવિહિત અમૃત છે. માટે) મેં જે કહ્યું હતું રીતે) આ ધર્મે અમૃત જેઓ શ્રદ્ધાળુ અને હું માં પરાયણ રહીને સેવે છે, તે ભકતો મને અતિશય વહાલા છે.
નોંધ : શ્રીકૃષ્ણગુરુ જેમ કહે છે તેમ ખરે જ આ અધ્યાય અમૃતરૂપ જ છે. જે સાધકને જીવનશુદ્ધિ જ કરવી છે, એને માટે આ અમૃતની ઉપાસના નિરંતર કરવા જોગ જ છે. થયોક્ત પર્યાપાસતે' કહીને અહીં એ સમજાવ્યું છે કે માત્ર આ અધ્યાય ગોખી ગયે ન વળે ! પોપટ પણ રામનામનો ઉચ્ચાર તો કરી જ શકે છે. મતલબ કે સૌ પોતપોતાની ભૂમિકા પ્રમાણે એમાંથી પોતપોતાને યોગ્ય ગુણો લઈ એ ગુણોનો આદર્શ સામે રાખી જીવનમાં એમને વણવાનો પ્રયત્ન કરે.
શ્રદ્ધા અને એકાગ્રતા બે અંગ તો ગીતાકારે આવા સાધક પાસે પહેલાં માગ્યાં છે. એ ન હોય તો આ ભકિતની શાળામાં તે નહિ બેસી શકે. ત્યાં પછી પાસ થવાની તો વાત જ કયાં રહી! ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो
નામ તાલશોધ્યાયઃ || ૧૨ || 'ૐ તત્ સત્” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં ભકિતયોગ નામનો બારમો અધ્યાય પૂરો થયો.
છે
જ
જ
Page #155
--------------------------------------------------------------------------
________________
૪૬૦
ગીતા દર્શન
બારમા અઘ્યાયનો ઉપસંહાર
જૈન સૂત્રોમાં ઉપયોગ શબ્દનો જેવો બહોળો અને વ્યાપક વપરાશ છે એવો ગીતામાં યોગ શબ્દનો બહોળો અને વ્યાપક વપરાશ છે.
અર્જુને શ્રીકૃષ્ણનાં બે સ્વરૂપ જોયાં અને બે સાંભળ્યાં એટલે એને એ પ્રશ્ન થયો કે કયા યોગજ્ઞાતા ઉત્તમ ?
વ્યકતને સામે રાખી અવ્યકતનું ઘ્યાન ધરનારા કે અવ્યકતનું જ સીધું અનુસંધાન કરનારા ! બીજા ચોખ્ખા શબ્દોમાં કહીએ તો સદ્ગુરુ જેવા સચેત અવલંબન અગર સત્શાસ્ત્ર કે સદ્ગુરુની છબી અગર કોઈ મહાપ્રભુની પ્રતિમા જેવું મૂર્ત અવલંબન લઈ મૂળ પુરુષમાં રહેલા સદ્ગુણોનું-અથવા ચૈતન્યવિકાસનું ધ્યેય રાખી સાધના કરનાર ઉત્તમ કે સીધું ચૈતન્યધ્યેય રાખી સાધના કરનાર ઉત્તમ ?
આના જવાબમાં શ્રીકૃષ્ણ મહાત્મા કહે છે : 'મૂળે મારામાં સદ્ગુરુમાંસદ્ગુરુના આત્મામાં - કાયમ મન રાખનારા નિત્યયોગીઓ કે જે પરમ શ્રદ્ધાળુ છે તે સૌથી ઉત્તમ છે.’ ચોખ્ખા શબ્દોમાં કહીએ તો ગીતાનો ધ્વનિ જૈનસૂત્રોની જેમ સદ્ગુરુની આજ્ઞામાં જ ધર્મ અને સદ્ગુરુની આજ્ઞામાં જ તપ બતાવે છે, તેમ સદ્ગુરુની સમર્પણાનો મહિમા જ બતાવે છે. અર્જુન જેવા હૃદયપ્રધાન સહુને માટે સદ્ગુરુશરણ ખરે જ ભવભીડભંજન છે.
જો કે અર્જુનને ઉદેશીને તેઓ કહે છે કે દેહધારી માત્રમાં જે ચૈતન્ય વિલસી રહ્યું છે તેવા અવિનાશી, અવાચ્ય, અવ્યકત, સર્વ સ્થળે રહેલા, ફૂટસ્થ, અચલ ધ્રુવ સ્વરૂપને જેઓ ઉપાસે છે, તેઓની કિંમત તું ઉપલા યોગજ્ઞ કરતાં જરાય ઓછી ન સમજતો. કારણ કે ઈન્દ્રિયોના સમૂહના તેઓ પ્રખર વિજેતા હોય છે. સર્વ સ્થળે સમાન બુદ્ધિ ધરાવી તેઓ સર્વ ભૂતોને કલ્યાણકર એવી પ્રવૃત્તિમાં રાચેલા હોય છે. તેમણે પોતાના અંતકરણને જ પોતાના સદ્ગુરુ તરીકે સ્વીકારેલા હોય છે. આ તો બેધારી જાગૃતિવાળા સાધકો છે. આત્માથી આત્માની પ્રગતિ સાધવી અને જગહિતમાં લાગ્યા રહેવું, એ ભારે કઠણ કામ છે. એટલે જ મેં તારે સારુ ઉપલો માર્ગ પસંદ કર્યો છે. દેહધારીઓનો મોટો વર્ગ આ માર્ગે જ જઈ શકે તેમ છે. માટે એ દૃષ્ટિએ હું મહિમા ગાઉ છું.
સદ્ગુરુમાં મન, બુદ્ધિ રાખી કર્મફળનો ત્યાગ કરી સત્કર્મો કર્યા કરવાં એ માર્ગ સૌથી ચડિયાતો ગણું છું. તેવો પુરુષ શીઘ્ર તરી જાય છે. એટલે તું સદ્ગુરૂપ
Page #156
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય બારમો
મારામાં મન અને બુદ્ધિ રાખ તેથી મારામાં જ લય પામી જઈશ. અર્થાત્ તારાં ભવભ્રમણ ટળી જશે !
૪૬૧
'જેનું ચિત્ત સ્થિર ન રહી શકતું હોય, તે અભ્યાસથી તે સ્થિર કરે. અભ્યાસમાં યોગસાધના અગર જપતપાદિ સાધનાને પણ અવકાશ છે. એ પણ ન બને તો પ્રભુપ્રીત્યર્થે જ કર્મ કરે, અર્થાત્ સત્કર્મપરાયણ થાય. સત્પ્રવૃત્તિમાં ચિત્ત રોકાઈ રહેવાથી પણ એકાગ્રતાની જમાવટ થાય છે. એથી પણ સહેલી વાત તો એ છે કે આત્મયોગે કે સદ્ગુરુયોગે રહી સર્વ કર્મના ફળનો ત્યાગ કરવો, એટલે કે કર્મ કરવાં, આમાં ખૂબ આનંદ રહે છે અને જૂનાં કર્મબંધન ટળે છે, તેમજ નવો કર્મલેપ ટકી શકતો નથી. આ રીત સૌથી ઉત્તમ છે.
'અભ્યાસ પછી જ્ઞાનની ભૂમિકા, જ્ઞાન પછી ઘ્યાનની, અને ઘ્યાન પછી કર્મફળત્યાગની ભૂમિકા, એમ એ ભૂમિકાઓ ઉત્તરોત્તર એક બીજાથી ચડિયાતી છે. ત્યાગ પછીની ભૂમિકા તો શાંતિની જ છે કે જે આત્માની સહજ દશા છે.’ 'આવા ભકતોનાં ઘણાં લક્ષણો છે. અહીં થોડાં મુખ્ય કહી દઉં.
૧. પ્રાણીમાત્ર સાથે અદ્વેષભાવ, એક કીડીને કે પુષ્પની પાંખડીને પણ યથાશકય એ ન દૂભવે. કોઈ એનો વિરોધી ન હોય. બલકે
૨.
પ્રાણીમાત્રનો સન્મિત્ર હોય, કરુણાળુ હોય,
૩.
૪.
નિર્મમત્વી હોય,
૫. નિરહંકારી હોય,
૬. સુખદુઃખમાં સમાન ભાવે રહી શકતો હોય,
૭. કષ્ટ, લાલચને જીરવી શકે તેવો અને પોતાના અપરાધીઓને હરદમ
ચાહનાર એવો ક્ષમાવાન હોય,
૮. આત્મસંતોષી હોય,
૯. આત્મયોગી હોય,
૧૦. મનઈન્દ્રિયોનો વિજેતા હોય,
૧૧. દૃઢનિશ્ચયી હોય, અને
૧૨. અંતર્યામી અગર સદ્ગુરુને મનોબુદ્ધિ જેણે અર્પેલાં હોય આ બાર ગુણોથી ભરેલો ભકત ખરે જ પ્રભુપ્રિય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૪૬૨
ગીતા દર્શન
એટલે બધા ગુણો ન હોય અને લોકોને ઉદ્વેગ ન આપે કે ન લોકથી ઉદ્વેગ પામે તેવો હર્ષ, ખેદ, ભય, ક્રોધથી વેગળો રહેતો હોય, એવો ગુણી સાધક પણ પ્રભુપ્રિય તો છે જ.”
જો સંસારવિરકત-ઉદાસીન અને જગતથી નિઃસ્પૃહી, પવિત્ર હૃદયી, સત્કાર્યકુશળ છતાં નિશ્ચિત મસ્ત દશાવાળો અને સહેજે જે સત્રવૃત્તિ આવે તેને પ્રસન્નતાથી અપનાવે અને હાથમાંથી એ ખસી જાય તો પોતે પ્રસન્નતાથી ખસેડી શકે એવો આરંભત્યાગી હોય તો તેવો પુરુષ પણ પ્રભુભકિત અને પ્રભુપ્રિય છે
ઉપલા કથનનો ખરો અર્થ એ છે કે જે પાપપુણ્યથી દૂર તે જ હર્ષ ખેદ, રાગદ્વેષથી દૂર, અને એવો હોય તે જ સહજ સપ્રવૃત્તિના આવાગમનમાં પ્રસન્ન રહી શકે, તેમજ કર્મલપથી મુકત રહી શકે, માટે જ એની કોટિ ઉપલા બાર ગુણોથી ભરેલા ભક્ત જેટલી ઊંચી મૂકી છે. આગળ વધતાં ગુરુજી શિષ્યને કહે છે:
વળી હે ધનંજય ! શત્રુ-મિત્ર, માન-અપમાન, નિંદા-સ્તુતિ, ટાઢ-તાપ, સુખ-દુઃખનાં જોડકાંમાં સમાન રહે, જે કંઈ મળે તેથી સંતોષી હોય, આસકિતવાળા સંબંધથી મુકત રહેતો હોય, તેવો સંન્યાસી કિંવા જગત જેનું કુટુંબ છે અને ગમે તેવું સ્થાન હોય ત્યાં રહી શકે છે, તેવો સ્થિરબુદ્ધિ મૌન સેવી મુનિ પણ પ્રભુભકત જ છે અને પ્રભુવલ્લભ છે, એ પણ ન ભૂલવું જોઈએ. મતલબ કે ગમે તે ક્ષેત્રમાં રહીને પણ મૂળે તો સગુણધારી અને એક પરમલક્ષી બનવાનું અને એ જ લક્ષ્ય જાગૃતિથી ચાલી અંતે સૌને એમાં મળવાનું છે. સંન્યાસી પણ ભકત હોઈ શકે. અંતકરણને ગુરુ કરનાર પણ સદ્ગુરુ શિષ્ય હોઈ શકે છે.'
આ રીતે આ અધ્યાયમાં જગકલ્યાણ અને જીવનવિકાસનો સુંદર સુમેળ સધાય તેવાં વ્યવહારુ ભકતલક્ષણો આપીને અને અવ્યકત કે વ્યકત ગમે તેને સામે રાખો પણ સાધ્ય તો સગુણ અને પરબ્રહ્મ જ છે, એ વાત સમજાવીને ભ્રમ ટાળી દીધો છે. - સાધને માટે ખરે જ આ અમૃત છે. વળી તે પણ માત્ર બાહ્ય જિંદગી લંબાવે તેવું જ નહિ, આ તો આંતર જીવનને અમર બનાવે તેવું અપૂર્વ અમૃત છે.
જે એને શ્રદ્ધાથી પીએ અને શ્રીકૃષ્ણરૂપી સદ્ગુરુ અગર એવા લક્ષણવાળા
Page #158
--------------------------------------------------------------------------
________________
અધ્યાય બારમો
૪૩
ઈતર સદ્દગુરુ, અથવા અંતરાત્મારૂપી સદ્દગુરુ એ જ જેને પર છે, એવા બની જઈ કાયમ વિકાસ માટે પુરુષાર્થ કર્યા કરે, તેમનો તો બેડો પાર જ થઈ જશે. ખુદ શ્રીકૃષ્ણચંદ્ર કહે છે, તે તો મને સૌથી વહાલા ભકત છે, તે પરમ યોગી છે, તે પરમ ભક્ત છે, તે પરમ જ્ઞાની છે, આ સંસારમાં તે પરમાત્મારૂપ જ છે.
ખરે જ આપણે એ પદ આરાધવા તત્પર બનીએ.
Page #159
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય તેરમો
ઉપોદ્ઘાત સાંખ્ય શાસ્ત્રો ત્રિવિધ તાપમાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એ ત્રણ કોટિ ગણે છે. ગીતાના આઠમા અધ્યાયમાં અધિભૂત અધિદેવત, અને અધ્યાત્મનાં લક્ષણો અપાઈ ગયાં છે. સાંખ્ય અને યોગ બને પુરુષ અને પ્રકૃતિને માને છે. તે વિષે પરાપ્રકૃતિ જીવાભૂતા કહી અને અપરાનાં અહંકાર, મન, બુદ્ધિ અને પાંચ મહાભૂતો બતાવ્યાં. છતાં વેદાંત માંહેલા બ્રહ્મને અને ગીતાના પોતાના ઉચ્ચ કોટિના સ્વભાવ” શબ્દને પણ એ સાથે લઈને એનું ક્ષરાક્ષર એવું મૂળ સ્વરૂપ ભૂદદર્શન સંક્ષેપે શ્રી કૃષ્ણચન્દ્ર કરાવી ગયા છે. પૂર્વમીમાંસાના કર્મ શબ્દને ગીતાએ અનેક રીતે છણ્યો અને હજુ છણશે. વિસર્ગ એટલે કે સંસારને પણ એમણે કર્મ કહ્યું. મીમાંસકોના યજ્ઞને પણ ગીતા, બ્રહ્મ અથવા શ્રીકૃષ્ણરૂપ દેહમાં રહેલા આત્મા ભણી લઈ જાય છે. વૈદિક કૃતિઓ માંહેલા સ્વર્ગ નરકથી સાધકને પર • વાનું સૂચવે છે. સ્મૃતિ માંહેલા વર્ણાશ્રમધર્મને ગુણપરાયણ અને ક્રિયાપરાયણ ધવસ્થા સારુ જ એ ભેદ છે, બીજા કશાય કારણે નહિ. આમ સમજાવી દે છે.
આટલું સમજ્યા પછી હવે અર્જુનની જિજ્ઞાસા ખૂબ વધી જાય છે. તેથી તે સાંખ્યદર્શન માંહેલા કૂટસ્થ આત્માને પુરુષને અને પ્રકૃતિને શો સંબંધ છે, શાથી છે, એ જાણવા ઈચ્છે છે. વળી ઋષિમુનિઓએ કહેલા ક્ષેત્રીના સ્વરૂપને પણ એ જાણવા ઈચ્છે છે.
જૈન સુત્રોમાં જ્ઞાયક અથવા ય શબ્દ આત્માને બદલે વપરાય છે. તો એનું સ્વરૂપ પણ એ જાણવા ઈચ્છે. આના જવાબમાં શ્રીકૃષ્ણ મુખે આ અધ્યાયમાં નૈયાયિક વૈશેષિક દર્શનનાં અને જૈન સુત્રોનાં તત્ત્વોને પણ અદભુત રીતે ગોઠવી દેવામાં આવ્યાં છે. આત્મા બદ્ધ છે કે સ્વતંત્ર ? બદ્ધ હોય છેટે શી રીતે ? અને સ્વતંત્ર હોય તે બંધાય શી રીતે ?
આ પ્રશ્ન જિજ્ઞાસુમાત્રને સંભવે છે. જે પ્રશ્નનું ઠીકઠી સમાધાન આ અધ્યાયમાંથી અનુભવતાં મળી રહે તેમ છે. એટલે આધ્યાત્મિક વિજ્ઞાન અને
Page #160
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૬૫
તત્ત્વજ્ઞાનના રસપિપાસુ માટે આ અધ્યાય ખૂબ ઉપયોગી અને કિંમતી છે, કે જે અધ્યાયમાં આપણે પ્રવેશ કરીએ છીએ.
વળી આ અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ પણ મને જાણ” એવું કથન આવે છે. તે એટલા સાર કે અર્જુન રખે ભકિતયોગમાં કહેલા વ્યકત પ્રજાના કથનથી માત્ર શ્રીકૃષ્ણદેહમાં કે કોઈ જડ પૂજામાં આસકત થઈ જાય, એટલા ખાતર મૂળચેતન તરફ દષ્ટિ ખેંચે છે.
त्रयोदशोऽध्यायः અધ્યાય તેરમો
श्रीकृष्ण उवाच । इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यमिधीयते । एतद्यो वेति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः।।१।। क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत । क्षेत्रक्षेत्रज्ञयोनिं यत्तज्ज्ञानं मतं मम ||२||
શ્રીકૃષ્ણ બોલ્યા : કૌતેય ! ક્ષેત્ર સંજ્ઞાથી, આ દેહ ઓળખાય છે; જે જાણે એ કહ્યો તેને, ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞાનીએ. ૧ વળી મનેય ક્ષેત્રજ્ઞ, સૌ ક્ષેત્રે જાણ ભારત;
ક્ષેત્રક્ષેત્રીનું જે જ્ઞાન, તે મારું જ્ઞાન માન્યું મેં. ૨ (હે કુંતીના પુત્ર) કૌતેય ! ક્ષેત્ર નામે આ શરીર જ ઓળખાય છે, એને જાણકાર જે છે તેને ક્ષેત્રના જાણકારો) ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખે છે.
(તારે સારુ તો હું જ ક્ષેત્રજ્ઞ છું) હે ભારત ! (સૌ ક્ષેત્રોમાં તું મને ક્ષેત્રરૂપ માનીને સૌ સ્થળે વર્ત. કારણ કે હું પણ આ શરીરની પાછળ રહેલો આત્મા જ છું. એ રીતે) સર્વે ક્ષેત્રોમાં મને ય તું ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે મારું જ જ્ઞાન છે, એવો મારો અભિપ્રાય છે.
નોંધ : આનો અર્થ એ કે અંતર્યામી આત્મા સૌના દેહમાં એકસરખો છે, એટલું જ જાણે તે જ ક્ષેત્રજ્ઞ-જ્ઞાની શ્રીકૃષ્ણદેહે રહેલો અંતર્યામી અને બીજા દેહમાં રહેલો અંતર્યામી પણ એક જ છે, એ સરખાં લક્ષણવાળો છે, જુદો નથી.
Page #161
--------------------------------------------------------------------------
________________
૪૬૬
ગીતા દર્શન
નૈયાયિકોના કહેવા પ્રમાણે પ્રથમ વિચારકને એ પ્રશ્ન થાય છે કે હું કોણ?' અને તે માટે એ શરીર હું નહિ, પણ હું કોઈ બીજો એમ પ્રમાણદ્વારા ખાતરી થાય પછી જ એ 'હું'ને માટે પુરુષાર્થ કરી શકે છે. માટે પ્રમાણની સૌ પહેલાં જરૂર છે. આ રીતે એનો જ જવાબ આપતાં ગીતાકાર આઠમા અધ્યાયમાં મૂકેલી અધૂરી વાતને લંબાવે છે. એમ કહો અગર પ્રકારાંતરે એ જ્ઞાન વિજ્ઞાનને દઢ કરે છે એમ કહો, એ બન્ને સરખું જ છે.
“ક્ષેત્ર આ અને ક્ષેત્રજ્ઞ આ” એટલું કહેવા માત્રથી કંઈ પત્યું નહિ, પતે પણ નહિ, કારણ કે જેમ જિજ્ઞાસુમાત્રને તર્ક થાય છે, તેમ અર્જુનને પણ થાય તે સ્વાભાવિક હતું. એટલે શ્રીકૃષ્ણમુખે જ કહેવાયું કે
तत् क्षेत्रं यच्च यादृक च यद् विकारी यतश्च यत् । સ ા ો યત પ્રભાવૐ તત્સમાન શ્રy l'રૂા. જે સવિકારી ને જ્યાંથી, તે જેવું ક્ષેત્ર તે તથા,
ક્ષેત્રજ્ઞ જે પ્રભાવી તે, સંક્ષેપે જાણ હું થકી. ૩ તે ક્ષેત્ર જે રૂપે અને જેવું છે, જે વિકારો સહ વર્તે છે અને જેના થકી એ જેમ વર્તે છે તેમ. (હું તને સંક્ષેપે કહું છું, તું એ સંક્ષેપે સુણ. વળી (તમાં) જે ક્ષેત્રજ્ઞ; (જે હું અગાઉ કહી ગયો છું તે વસે છે) તેને તથા તેનો જે પ્રભાવ છે, તે બીનાને પણ સંક્ષેપે મારી કનેથી તું સાંભળ.
નોંધ : આ શ્લોકમાં ય” અને 'ચ' એ બે પ્રયોગો ઘણીવાર થયા છે. એ બધો ભાવ ગુજરાતી સમશ્લોકીમાં લાવવા માટે પ્રયત્ન કર્યો છે. શરીર એ ક્ષેત્ર છે” આટલું અગાઉ કહ્યું હતું. હવે તે મૂળે કેવું છે? વિકારો સાથે મળે ત્યારે કેવું છે? શાથી વિકારી બને છે? ક્ષેત્રજ્ઞ કોણ છે? એનો જે પ્રભાવ છે તે કેવો છે? તે હવે શ્રીકૃષ્ણમુખે કહેવાય છે. પરંતુ તેઓ કહે છે કે હું જે કહું છું તેને એક યા બીજી રીતે સર્વ ઋષિમુનિઓએ કહ્યું જ છે. જેમકે :
ऋषिभिर्वहुधागीतं छन्द्रोभिर्विधविधैः पृथक् । ब्रह्मसूत्रपदश्चेव हेतुमद्भिर्विनिश्चितैः ।।४।। ત્રષિએ બહુધા ગાયું, નાના છંદો વડે પૃથક, ઠેરવ્યું બ્રહ્મસૂત્રોમાં હેતુવાળાં પદો થકી ૪
Page #162
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૭
(ભારત!) શ્રીષઓએ બહુ પ્રકારે વિવિધ છંદો વાટે ગળ્યું છે અને (એમણે) બ્રહ્મસૂત્રોના હેતુવાળા પદાર્થો દ્વારા (હું જે વર્ણન કરું છું) તે નક્કી કર્યું છે.
નોંધ : ટીકાકારોએ "ઋષિએ જુદી રીતે ગાયું, વેદે જુદી રીતે ગાયું છે, દઢ યુતિવાળાં બ્રહ્મસૂત્રપદોએ જુદી રીતે ગાયું છે” એવો અર્થ લીધો છે. આપણે ઉપર જુદો જ અર્થ કાઢયો છે. અને તે જ ઘટે છે; કારણ કે છંદો દ્વારા ગાનાર પણ ઋષિમુનિઓ હતા અને તત્ત્વજ્ઞાનને પ્રમાણ દ્વારા નિશ્ચિત કરનારા પણ ઋષિમુનિઓ જ હતા.
છતાં ગીતાકારને વેદાંતસૂત્રનો નિશ્ચય વધુ ગમે છે. કારણ કે ઉપનિષદોમાંના જુદા જુદા ઋષિઓનાં જુદાં જુદાં મંતવ્યોને એક સૂત્રાત્મક ગોઠવવામાં બ્રહ્મસૂત્રનો જ મુખ્ય ફાળો છે. તોય આમ બોલીને ગીતાકાર બે વાત પાઠકના ધ્યાન પર લાવવા માગે છે.
૧ ઋષિમુનિઓએ જે કહેલું છે, તે સાચું જ છે, પછી વેદની પ્રાચીન કૃતિમાં લખ્યું હોય કે જોઈએ તો અર્વાચીન દાર્શનિક ગ્રંથમાં લખ્યું હોય !
૨. પરંતુ એ સત્ય ગાનનો કે અનુમાનથી નક્કી કર્યાનો જ માત્ર વિષય નથી, તેને સાધકે સ્વયં વેદવું જોઈએ. માટે જ હવે તેવા ક્ષેત્રના સ્વરૂપની અને પછી જ્ઞાન તેમજ શેયની સમજ પાડવા તેઓ પ્રયત્ન કરે છે :
महाभूतान्यहंकारो बुद्धिरव्यक्तमेव च । इन्द्रियाणि दशैकं च पच्चे चेन्द्रियगोचराः ॥५॥ इच्छा द्वेषः सुखं दुःखं संघातश्वेतना घृतिः । एतत् क्षेत्रं समासेन सविकारमुदाहतम् ॥६॥ મહાભૂતો અહંકાર અવ્યકત જ તથા મતિ; ઇન્દ્રિયો દશ ને એક, ને પાંચ વિષયો વળી. ૫ ઈચ્છા-દુઃખ-સુખ-દ્વેષ, સંઘાત-ચેતના ધૃતિ.
ખોલી બતાવ્યું સંક્ષેપે ક્ષેત્ર મેં સવિકાર એ. ૬ (હ અર્જુન! પાંચ મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને મન એને મેં અપરાપ્રકૃતિ તરીકે અગાઉ વર્ણવી હતી અને જીવને પરાપ્રકૃતિમાં વર્ણવ્યો હતો. પરંતુ અહીં એ બન્નેના યોગથી જે ક્ષેત્ર સંજ્ઞાવાળું શરીર બન્યું છે, તેમાં એ બન્ને પ્રકારની પ્રકૃતિ
Page #163
--------------------------------------------------------------------------
________________
૪૬૮
ગીતા દર્શન
અને તેના ગુણ તથા વિકારોનો સમાવેશ થતો હોઈને હું એ સવિકાર ક્ષેત્રનાં બધાં લક્ષણો ટૂંકાણમાં કહી દઉં છું તે સાંભળ :) પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશરૂપી પાંચ મહાભૂતો, અહંકાર, અવ્યકત (પ્રકૃતિ અથવા ત્રિગુણમયી માયા) બુદ્ધિ, ઇન્દ્રિયો (પાંચ જ્ઞાનેન્દ્રિય-ત્વચા, જીભ, નાક, આંખ અને કાન તથા પાંચ કર્મેન્દ્રિય-વાણી, હાથ, પગ, ગુદા, જનનેંદ્રિય-મળીને કુલ દશ અને એક (મન) તથા પાંચ વિષયો (સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દો ઉપરાંત ઈચ્છા, ષ, સુખ, દુ:ખ, સંઘાત (સમુદાય), ચેતના અને ધૃતિ" (ધનંજય !) આ ટૂંકાણમાં વિકારસહિત ક્ષેત્ર મેં તને કહી બતાવ્યું.
નોંધ : સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિનાં જે ચોવીસ તત્ત્વો કહેલાં છે, તે ગીતાકારે પાંચમા શ્લોકમાં કહી દીધાં. ન્યાયશાસ્ત્રમાં આત્માનાં ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, પ્રયત્ન, ગતિ એવાં લક્ષણો લીધાં છે, તે પણ ગીતાકારે ક્ષેત્રમાં દાખલ કર્યા. તે એટલા સારુ કે ન્યાયશાસ્ત્રનો આત્મા એ ક્ષેત્રજ્ઞ આત્મા નથી, પરંતુ સંસારસંગી જીવ છે. એટલે શ્રીકૃષ્ણ ગુરુદેવ તેનો સમાવેશ ક્ષેત્રમાં જ કરી દે છે. ન્યાયશાસ્ત્રનાં પ્રયત્ન અને ગતિ એ બંને લક્ષણો ચેતના” ગુણમાં આવી જાય છે. ચેતના એટલે જ્ઞાનપૂર્વકની ક્રિયાશીલતા. આવું લક્ષણ જડમાં હોતું નથી.
લો. તિલક આ 'ચેતના” શબ્દથી દેહમાં પ્રાણાદિક વ્યાપાર અગર જીવંતપણાની ચેષ્ટા એવો અર્થ લે છે. (ગુજરાતી તિલકગીતા, પૃ. ૭૯૫).
હવે ગીતાકારે સંઘાત' અને 'પ્રતિ” એ બે લક્ષણો સવિકાર ક્ષેત્રનાં લીધાં એ વિષે વિચારીએ. જૈનસૂત્રો જીવાસ્તિકાયનું લક્ષણ વીર્ય અને ઉપયોગ લે છે, તે ચેતનાથી ફલિત થાય છે.
પગલાસ્તિકાયનું લક્ષણ શબ્દ, અંધકાર, પ્રકાશ, કાન્તિ, છાયા, તાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આકાર, એકઠું થવું, વિખરાવું, સંખ્યા, સંયોગ-વિયોગાદિ ક્રિયા વગેરે લે છે, તે પણ ઉપરનાં ઈતર લક્ષણોથી ફલિત થાય છે. તથા આકાશાસ્તિકાય પણ આકાશથી ફલિત થાય છે. પરંતુ ધર્માસ્તિકાય (જેનો ગુણ ગતિમાં સહાયક થવું તે છે) અને અધર્માસ્તિકાય (જનો ગુણ સ્થિતિમાં સહાયક થવું તે છે) એ બે પદાર્થો કોઈ પણ વૈદિક ગ્રંથોમાં નથી. તે સંઘાત અને
૧, શરીરનાં તત્ત્વોની એકબીજાની સાથે સહકાર કરવાની શકિત. (ગાંધીજી કૃત ગીતાર્થ.) * ફલાશાત્યાગ રૂપ યોગમાં સ્થિરતા (તિલકકૃત ગીતાર્થ) ગાંધીજીકૃત ગીતાર્થમાં ધૃતિનો અર્થ શરીરના પરમાણુનો એકબીજામાં વળગી રહેવાનો ગુણ લેવાયો છે, જે અહંકારને લીધે જ જન્મે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૯
ધૃતિમાંથી આપણે તારવી શકીશું. સંઘાતને અધર્માસ્તિકાયને સ્થાને મૂકીશું અને વૃતિને ધર્માસ્તિકાયને સ્થાને મૂકીશું.
જૈનસૂત્રો અને વૈદિક ગ્રંથની પ્રણાલીનો એક જે મહત્ત્વનો ફેર તત્ત્વજ્ઞાનીઓ માને છે તે આકાશને મહાભૂત તરીકે વૈદિક ગ્રંથો લખે છે, અને પ્રકૃતિજન્ય માને છે. ત્યારે જૈનસૂત્રો અને સ્વતંત્ર પદાર્થ માને છે. પરંતુ અહીં ગીતા સાથે એનો સમન્વય થઈ શકે તેમ છે. જેમ ગીતાએ સવિકાર ક્ષેત્રમાં ચેતના, પ્રકૃતિ, આકાશ, સંઘાત, ધૃતિ ગણાવ્યાં, તેમ જૈનસૂત્રો પણ લોકમાં જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માને છે; તેમજ લોકાગ્રે માત્ર સિદ્ધ આત્માની સ્થિતિ માને છે, બીજા કશાની નહિ. અને ત્યારબાદ જે અલોક છે ત્યાં પણ આકાશ તો છે જ, એમ માને છે.
સવિકાર ક્ષેત્રનાં લક્ષણો વર્ણવ્યા પછી ક્ષેત્રજ્ઞ ક્ષેત્રમાં કેમ પુરાયો એ પ્રશ્ન પાછો ઊઠે છે. પરંતુ તે પ્રશ્ન થાય તે પહેલાં પુરાયો છે એ પ્રત્યક્ષ છે, માટે એને છોડવા સારુ જે ચીજ ઉપયોગી છે, એ જ શ્રીકૃષ્ણગુરુ અહીં બતાવે છે. જેમ વેદાંત કેવલાદ્વૈતના અનિર્વચનીય ખ્યાતિના સિદ્ધાંતની પૂર્તિમાં શ્રી રામાનુજાચાર્યે સખ્યાતિનો સિદ્ધાંત ધરી દીધો, સાંખના કૂટસ્થ અને એકાંતે અચલ આત્માના સ્વીકાર સામે જીવ કર્તાભોકતા છે એમ યોગદર્શને વિરોધાત્મક સૂત્રો ઉચ્ચારીને પણ વસ્તુતાએ પૂર્તિ જ કરી, તેમ શ્રીકૃષ્ણગુરુ સરસ પૂર્તિ કરે છે.
ક્ષેત્ર છે, એમાં શો સંદેહ છે? નહિ જ. કારણ કે પ્રત્યક્ષ છે. તો પછી એની સાથે પ્રકૃતિના વિકારો છે તેમાં પણ શો સંદેહ છે? નહિ જ. કારણ કે એ પણ અનુભવાય છે. વિકારો અને ગુણો પ્રકૃતિજન્ય છે, પણ પુરુષ ભોગવે છે તેનું કારણ એની ગુણો સાથે આસક્તિ છે. આ વાત તો અગાઉ બીજા રૂપે આવી ગઈ છે અને હવે પછી ત્રીજા રૂપ આવશે. પરંતુ મુખ્ય સવાલ તો જે જ્ઞાનથી એ બંનેના ભેદનું વ્યર્થ જ્ઞાન થઈ મુકિત કેમ મળે તે છે. અને તે માત્ર, શાબ્દિક જ્ઞાનથી કે ચિંતનીય જ્ઞાનથી જ ન મળે. જો કે એવું જ્ઞાન પણ તદ્દન નિરર્થક તો નથી જ. છતાં હવે તો શ્રીકૃષ્ણચંદ્ર એવું સક્રિય જ્ઞાનસ્વરૂ૫ વર્ણવે છે કે સાધક એને જીવનમાં મૂકીને સ્વયં શુદ્ધ ક્ષેત્રજ્ઞ બની રહે.
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् । आचार्योपासन शौचं स्थैर्यमात्मविनिग्रहः ।।७।।
Page #165
--------------------------------------------------------------------------
________________
૪૭૦
ગીતા દર્શન
इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च । जन्ममृत्युज राव्याधिदुःखदोषानुदर्शनम् ||८|| असक्तिनभिष्वङ्गः पुत्रदारगृहादिषु । नित्यं च समचितत्वमिष्टानिष्टोपपत्तिषु ||९|| मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी । विविक्तदेशसे वित्वभरतिर्जनसंसदि ||१०|| अध्यात्मज्ञानित्यत्यं अध्यात्मज्ञाननिष्ठत्वं* तत्त्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ।।११।। નિમનભાવ, નિર્દભ, અહિંસા, ઋજુતાં, ક્ષમા; પવિત્રતા, ગુરુસેવા, સ્થિરતા, આત્મનિગ્રહ ૭ વૈરાગ્ય વિષયો પ્રત્યે અહંતાનો અભાવ ને જન્મ-મૃત્યુ-જરા-રોગ-દુઃખ-દોષનિરીક્ષણ ૮ અનાસકિત અસંયોગ, પુત્ર દારા ગૃહાદિમાં, ઈષ્ટ અનિષ્ટના યોગે, ચિત્તની સમતા સદા ૯ એકનિષ્ઠ ખરી ભકિત હુંમાં અનન્ય યોગથી અરુચિ જન સંસર્ગ, એકાંત સ્થળ સેવન . ૧૦ અધ્યાત્મજ્ઞાનની નિષ્ઠા, તત્ત્વજ્ઞાનાર્થ દર્શન;
એ જ જ્ઞાન વિના બીજું જે છે અજ્ઞાન તે કહ્યું. ૧૧ હે અર્જુન ! માનની અનિચ્છા. ૨. અદંભીપણું, ૩. અહિંસા, ૪. ક્ષમા, ૫. સરળતા, ૬. પવિત્રતા, ૭. સત્પરુષની સેવા, ૮. સ્થિરતા, ૯. આત્મનિગ્રહ, ૧૦. ઈન્દ્રિયોનો વિષયો પ્રત્યે વેરાગ્ય, ૧૧. અહંતાનો અભાવ-નિરહંકારપણું, ૧૨. જન્મ, મૃત્યુ, જરા, રોગ ઈત્યાદિ દશામાં રહેલાં દુઃખનું અને દોષોનું સતત ઊંડું નિરીક્ષણ, ૧૩. પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં બાહ્ય અને અંતરંગ આસકિતથી દૂર રહેવું, એટલે કે તેમનો બન્ને પ્રકારે ત્યાગ, ૧૪. ઈચ્છેલું મળે કે અનિચ્છેલું મળે, ઈષ્ટનો વિયોગ થાય કે અનિષ્ટનો સંયોગ થાય, તે બધા પ્રસંગમાં ચિત્તનું
* આ પાઠાંતર ગોંડલ પ્રતનું છે, અને તે જ ઠીક લાગવાથી ગૂ. સ. એ જ લીધેલ છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૭૧
સમતોલપણું જળવાઈ રહે તેવી સ્થિતિ, ૧૫. આત્મામાં અગર પ્રભુમાં અનન્ય ધ્યાનપૂર્વકની એકનિષ્ઠ ભકિત, ૧૬. એકાંતવાસની રુચિ અને લોકસંઘમાં ભેળાવાની (વારંવા૨ની ઈચ્છા ઉપર અંકુશ એટલે કે) ચિ, ૧૭, અઘ્યાત્મજ્ઞાનની જ શ્રદ્ધા, અને ૧૮. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું યથાર્થ દર્શન (અઢાર સદ્ગુણો) એ જ જ્ઞાન; બાકી એથી ઊલટું બીજું જે જે હોય તે બધું અજ્ઞાન.
નોધ : જૈનસૂત્રોમાં ટૂંકાણમાં સમકિતનાં જે બાહ્ય લક્ષણો કહ્યાં છે, તેમને જ વિસ્તારથી અહીં રજૂ કરવામાં આવ્યાં છે. આ લક્ષણો હૃદયથી હીરાથી મઢીને સાધકે જીવનમાં પરોવવા જેવાં છે.
જે જ્ઞાનનું ફળ જીવનના વ્યવહારમાં ન દેખાય, તે જ્ઞાન પોલું અગર કાચું છે. જૈનસૂત્રો કહે છે કે જ્ઞાનનું ફળ ચારિત્ર છે, તેમ ગીતાકાર પણ એ જ કહે છે.
અમાનિતા અને અનહંકારિતા એ બે સદ્ગુણ જુદાજુદા છે. પોતાની વડાઈ કે વખાણ જેને ગમતાં નથી તે અમાની છે, અને પોતે જાતે અહંકાર કે મદને વશ થતો નથી તે અનહંકારી છે. ગીતાકાર લોકકલ્યાણ અને લોકસંગ્રહના હિમાયતી છે, પરંતુ લોકસંગમાં વારંવાર ભેળાવાની ઈચ્છા ઉ૫૨ તેઓ અંકુશ મૂકવો જ પસંદ કરે છે, કારણ કે એવી ઈચ્છાને વેગ આપવાથી અમૃતમય પ્રેમમાં રોગ કે મોહરૂપી ઝેરને ભળવાનો સંભવ રહે છે અને શકિતનો વ્યય પણ નકામો થાય જ છે અને પોતે સહુમાં કેમ સારો દેખાય એવો પ્રત્યન કરવા પાછળ પણ મંડાવાનો ભય છે. આથી કામ પૂરતો સંબંધ રાખીને વિશેષે એકાંતવાસ પસંદ કરવો ઘટે જેથી પ્રતિપળે પોતાના દોષોનું નિરીક્ષણ કરી શકાય અને તત્ત્વચિંતનમાં લીન બની શકાય.
સમભાવની તાલીમ માટે ક્ષમા, ઘરબાર, સગાંસંબંધી પરથી મોહમમતાનો ત્યાગ, સગાંવહાલાંના મોહસંબંધોથી બાહ્ય રીતે પણ અસંગપણું, સત્સંગ, મનનો સંયમ, સરળતા, સ્થિરભાવ, પવિત્રતા, વૈરાગ્ય આદિ પણ મહત્ત્વનાં અંગો છે અને અહિંસા તો સર્વથી મહત્ત્વનું અંગ જ છે. આ બધી ગુરુદેવની વાત સાધકે ઘટમાં ઉતારવી ઘટે છે. શાસ્ત્ર મોઢે કર્યા હોય કે ન કર્યા હોય, પણ આવાં લક્ષણો પૈકીનાં જ્યાં દેખાય ત્યાં જ્ઞાન છે, એમ જ સમજવું. શાસ્ત્રો પણ આવા સદ્ગુણોને માર્ગે લઈ જવા સારુ ભોમિયારૂપ બને તો જ ઉપયોગી છે. નહિ તો માત્ર બોજારૂપ જ થઈ પડે છે, ઊલટો અનર્થ જ જગાડે છે, એટલે અહીં તેવાની ગણના અજ્ઞાનમાં જ કરી તે યથાર્થ છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૪૭૨
ગીતા દર્શન
હવે ય અથવા ક્ષેત્રજ્ઞનું લક્ષણ કહે છે: ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतम श्रुते । अनादिमत्परंब्रह्म न सत्तन्नासदुच्यते || १२|| सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् । सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य निष्ठति ॥ १३|| सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् । असत्त्कं सर्वमृच्चैव निर्गुणं गुणभोकत च ॥ १४|| बहिरन्तश्च भूतानामचरं चरमेव च । सूक्ष्मत्वात्तदबिज्ञेयं दूरस्थं चान्तिके च तत् ||१५|| अविभत्कं च भूतेषु विभत्कभिव च स्थितम् । भूतभतृ च तज्झेयं ग्रसिष्णु प्रभविष्णु च ।।१६।। ज्योतिषामपि तज्ज्योतिस्तमसः परमुच्यते । ज्ञानं झेयं ज्ञानगम्यं हृदि सर्वस्य धिष्टितम् (Tો. પ્ર.પા.) સર્વસ્ત્ર ટૂરિ વેખિતમ || ૧૭ી જે જ્ઞય તે હવે ભાખું, પામે જે જાણી અમૃત; તે અનાદિ પરંબહ્મ, ન સત્ અસતે ય ના. ૧ ૨ ચોમેર આંખ ને કાનો, મોં માથું પગ ને કરો, એવું એ સર્વને વ્યાપી, લોકમાંહે રહેલ છે. ૧ ૩ સૌ ઈન્દ્રિય ગુણો ભાસે, છતાં પોતે નિરિન્દ્રિય; નિર્ગુણી ગુણનું ભોકતા, સૌનું ભર્તા અલિપ્ત છે. ૧૪ બહાર ને ભૂતો માંહે, ચર ને અચરેય તે; સૂક્ષ્મ હોવાથી અય, દૂર છે ને નજીક છે. ૧૫ અવિભકત વળી ભૂતો, માંહે રહ્યું વિભકત શું; શેય તે ભૂતભર્તાને, જન્મ-સંહાર-શીલ છે. ૧૬ તેજ છે તેજનું યે તે, પર છે અંધકારથી; જ્ઞાન તે ય તે જ્ઞાને ગમ્ય તે સૌ ઉરેરહ્યું. ૧૭
Page #168
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૭૩
(પાર્થ ! જ્ઞાન વર્ણન કર્યા પછી હવે) જેને જાણીને (સાધક) અમૃત ભોગવે છે અર્થાત જેનો જાણનાર મોક્ષ પામે છે. ) તે ય (સંબંધે) તને કહીશ.
(મૂળે) તે આદિવાળું નથી (અર્થાત) અનાદિ છે.) પરબ્રહ્મ સ્વરૂપ છે. તેને સતુ પણ કહેવાતું નથી, તેને અસત્ પણ કહેવાતું નથી. અર્થાત્ તેને ઓળખાવવા માટે કોઈ શબ્દ બસ થતો નથી.) જ્યાં જુઓ ત્યાં) ચોમેર હાથ, પગ, આંખ, મોં, માથું અને કાનવાળું તે સૌને વ્યાપીને આ લોકમાં રહ્યું છે. (અર્થાત આ તો મેં તને ઉપમાવાળું વાકય કહ્યું છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોવાળાં પ્રાણીથી આ આખી સૃષ્ટિ ભરી છે. એટલે એ પ્રાણીમાત્રમાં જે લાગણીપૂર્વકની ક્રિયા થાય છે. તે એને લીધે જ છે એમ કહેવાનો મારો આ વાકય પાછળ હેતુ છે.) બધી ઈન્દ્રિયોના ગુણો એમાં ભાસે છે છતાં તે સ્વરૂપ ઈન્દ્રિય વિનાનું છે. તે સૌથી અલિપ્ત છે અને છતાં સૌનું ભર્તા છે; નિર્ગુણી છે અને છતાં) ગુણભોકતા છે.
તે ભૂતોની બહાર છે અને (ભૂતોની) અંદર પણ છે. તે ચાલતું છે, અને સ્થિર પણ છે. અત્યંત સૂક્ષ્મ હોવાને લીધે તે (કોઈ ઈન્દ્રિયદ્વારા) જાણી શકાતું નથી. તે દૂર છે અને નજીક પણ છે.
તે અવિભકત છે. (અર્થાત તેના ખંડ થઈ શકતા નથી. (તો પણ) ભૂતોમાં વિભકતની જેમ રહેલું છે. તે ભૂતભર્તા છે. જન્મશીલ અને પ્રસનશીલ(ગળી જના) પણ છે. તે જાણવાજોગ છે.
સર્વ જ્યોતિનું જ્યોતિ પણ તે છે. અંધકારથી પર પણ તે જ છે. (એક રીતે તો) જ્ઞાન પણ તે (અને શેય પણ છે. જ્ઞાનથી જાણી શકાય તેવું પણ તે જ છે, સર્વના હૃદયમાં તે રહેલું છે.
ઉપનિષદોમાં જેના સ્વરૂપ વિષે પરસ્પર વિરોધાત્મક વાતો કહેવાઈ છે, તે સ્વરૂપ ખરે જ એવું અટપટું છે. અહીં ગુરુદેવે એ ઉપનિષદુવાકયોને સરસ રીતે ગોઠવી દીધાં છે. જેનસૂત્રોમાં જે ભાર કર્મકાનૂન ઉપર નાખવામાં આવ્યો છે, તે ગીતાકારે એક ઠેકાણે સ્વભાવ ઉપર નાખ્યો. અને બીજે ઠેકાણે શ્રીકૃષ્ણ શરીરમાં રહેલા હું ઉપર નાખ્યો, તે આપણે જોઈ ગયા છીએ. અહીં તે ભાર શેય ઉપર નાખ્યો. શેયને જો ક્ષેત્રજ્ઞ તરીકે ગણીએ તો શ્રીકૃષ્ણ પોતાને મુખે જ કહી ગયા છે :
‘ક્ષેત્રજ્ઞમપિ માં વિદ્ધિ સર્વ ત્રેવુ મારત' એટલે એકંદરે એ બધું સરખું જ છે. જેવો શ્રીકૃષ્ણદેહમાં હું રૂપ અંતર્યામી બેઠો છે, એવો સહુમાં છે. એટલે સહુ જીવો પોતાની આસકિતના ઓછા વધુપણાને લીધે કર્મનાં ફળ ભોગવે છે. તેમ
Page #169
--------------------------------------------------------------------------
________________
૪૭૪
ગીતા દર્શન
જૈનસુત્રની દ્રષ્ટિથી પણ ઘટી રહે છે.
જૈનસૂત્રો જેમ શેયને અનાદિ કહે છે તેમ ગીતા પEા અનાદિ કહે છે. એ સૌથી ઉત્કટ આત્મસ્વરૂપ જ અનાદિ છે. પરંતુ જે કર્મસંગી જીવ છે, તે તો સતુ પણ છે અને અસત્ પણ છે. અને જે સ્વરૂપ કર્મસંગી નથી. તેને તો કોઈ શબ્દથી ઓળખાવાતું જ નથી, એટલે તેને સત પણ ન કહેવાય તેમ અસત પણ ન કહેવાય, એ ગીતાકથન સાચું જ છે. જૈનસૂત્રો જેમ લોકમાં સૂક્ષ્મ જીવો સર્વત્ર ભર્યા છે તેમ કહે છે, તેમ “સર્વત પIfપાવું” એ ઉપમાથી ગીતાએ પણ એ જ કહ્યું. ભૂતોની અંદર છે, તેમ બહાર પણ છે. કારણ કે પ્રકાશમય સ્વરૂપ કદી કોઈ કોટડીની અંદર પુરાઈ શકે નહિ. તેમ જીવનું જ્ઞાન, માત્ર દેહમાં પુરાઈ શકે નહિ; તે તો સર્વત્ર છે. ચરાચર સહુમાં તે પ્રકાશે છે. આત્મા પોતે સ્થિરતાના સ્વભાવવાળો છે, છતાં ગતિમાન છે તે કર્મના સંગથી, પણ જ્ઞાનદષ્ટિએ તો આત્મા એક જ છે, એમ જૈનસૂત્રો કહે છે. છતાં જીવો જુદાજુદા છે. તેમાં આત્મજ્ઞાન છે જ. આત્માના પ્રદેશો પણ સદૈવ અવિભકત છે એમ જૈનસૂત્રો માને છે. છતાં જીવો અનેક છે, અને એ અનેકમાં પણ સહુ વિષે) અસંખ્યાત પ્રદેશી આત્મા પણ માને છે. જીવ ભર્તા છે, જીવ જન્મે છે, મરે છે એ બધું પર્યાયદષ્ટિએ દેખાય છે. વસ્તુતઃ તે ત્રણે કાળે સત્ અને સ્થિર છે. પ્રકાશકોમાં તે પ્રકાશ છે. એનો અર્થ એ કે સર્વ જ્યોતિ કરતાં આત્મજ્યોતિ પ્રબળ છે. તે અગાઉ કહેવાઈ જ ગયું છે. પ્રમાતા (જ્ઞાતા), પ્રમા(જ્ઞાન), પ્રમાણ (જ્ઞાનનાં સાધનો) અને પ્રમેય (જ્ઞાનનું પાત્ર) એવો ભેદો પણ એમાં જ સમાય છે. આ સ્વરૂપજ્ઞાનગમ્ય જ છે. અમૂર્ત હોઈને ઈન્દ્રિયદ્વારા અશેય છે એમ જૈનસૂત્રો પણ કહે છે. અને સૌના હૃદયમાં એ સ્વરૂપ રમી રહ્યું છે એને બીજે કયાંય શોધવા જવાની જરૂર નથી.
જૈનસૂત્રોનો આમાં અક્ષરશઃ અનુવાદ છે. વેદાંતના સમર્થક શંકરાચાર્ય, આત્માને સર્વવ્યાપક કહે છે. એ જ વેદાંતના બીજા સમર્થક રામાનુજાચાર્ય જીવને અણુ કહે છે. એ જ વેદાંતના ત્રીજા સમર્થક મદ્વાચાર્ય "g a fહ મૂતાત્મા ભૂતે મૂતે વ્યવરિચતઃ | gધા ઉંધા ચૈવ તે નચંદ્રવત ” એમ અત ત સ્વીકારે છે. આમ એક જ વેદાંતને માનનારા પરસ્પર વિરુદ્ધ વાત કરે છે. જ્યારે જૈનસૂત્રો આ બધાનો અપેક્ષાવાદથી સમન્વય કરી બતાવે છે. તમે ગીતા પણ એ જ ધોરણ સ્વીકારે છે. જૈન શૈલીને લીધે જ ગીતાનો મહિમા વિશ્વવ્યાપી બન્યો છે તેમ કહેવાથી બન્નેને યથાર્થ ન્યાય મળશે. હવે શ્રીકૃષ્ણગુરુ પોતે આટલો ઉપસંહાર કરતાં કહે છે :
Page #170
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૭૫
इति क्षेत्र तथा ज्ञानं ज्ञेयं चोत्कं, समासतः । मदभक्त एतद्विज्ञाय मदभावायोपपद्यते ॥१८॥ ક્ષેત્ર ને જ્ઞાન ને શેય, વિષે મેં ટૂંકમાં કહ્યું,
એ જાણી ભકત પામે છે, યોગ્યતા મુજ ભાવની. ૧૮ એમ ક્ષેત્ર, જ્ઞાન અને અશેય વિષે મેં સંક્ષેપમાં (તેને) કહ્યું એ સ્વરૂપ જાણીને મારો ભકત મારા ભાવની યોગ્યતા પામે છે.
નોંધ : એમ ક્ષેત્ર, જ્ઞાન અને શેયનો યથાર્થ સાક્ષાત્કાર કરે છે તે શ્રીકૃષ્ણ જેવો જ બને છે. આટલું ઉદાર વચન સાંભળ્યા પછી શ્રીકૃષ્ણ કોઈ બીજા નથી પણ સદ્દગુરુરૂપ શુદ્ધ હૃદયમાં બેઠેલા અંતર્યામીને જ ગીતાના શ્રીકૃષ્ણ તરીકે આલેખવામાં આવેલા છે. એ વિષે કોઈને શંકા નહિ જ રહે. જૈનસૂત્રોમાં આધારે શ્રીમદ્ રાજચંદ્ર પણ એમ જ કહે છે:
સર્વ જીવ છે સિદ્ધ સમ જિનપદ નિજપદ એકતા,
ભેદભાવ નહિ કાંઈ.” પરંતુ આટલું સમજી લીધા પછી જેમ સંસારદષ્ટિએ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે તો કહ્યાં તેમ સાંખ્ય પરિભાષામાં પ્રકૃતિ અને પુરુષ એ બે તત્ત્વો વિષે પણ સમજી લેવાનું રહે છે. એટલે અર્જુનને શ્રીકૃષ્ણગુરુ એ પરત્વે હવે કહે છે :
प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उमावपि । विकारांश्च गुणांश्चैव विवद्ध प्रकृति संभवान् ||१९|| कार्यकारण* कतृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुष सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥२०।। पुरुषः प्रकृतिस्थो हि भुङ्कते प्रकृतिजान् गुणान् । कारणं गुणसङ्लोऽस्य सदसद्योनिजन्मसु ॥२१॥ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः ॥२२॥
* તિલક ગીતામાં કાર્યકરસકર્તુત્વ’ એ પાઠ છે અને ત્યાં કાર્ય એટલે દેહ અને કરણ એટલે ઈન્દ્રિયો લીધી છે. બીજે સ્થળે કાર્યમાં પાંચ મહાભૂતો તથા પાંચ વિષયો લીધા છે અને કરસમાં બુદ્ધિ, અહંકાર, મન અને દશ. ઈન્દ્રિયો લીધી છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
૪૭૬
ગીતા દર્શન
य एवं वेत्ति पुरुषं प्रकृत्तिं च गुणैः सह | सर्वथा वर्तमानोऽपि न स भूयोऽमिजायते ।।२३।। અનાદિ જાણ તું બને, પ્રકૃતિ વળી પુરુષ; પ્રકૃતિથી જ જન્મેલા, જાણ વિકાર ને ગુણો. ૧૯ કાર્ય કારણ કર્તુત્વે, હેતુ પ્રકૃતિ માનવી; સુખ દુઃખો તણા ભોગે, હેતુ પુરુષ માનવો. ૨૦ પ્રકૃતિના ગુણો સેવે, પુરુષ પ્રકૃતિ સ્થિત; ગુણ સંગે કરી જન્મે, એ સારી માઠી યોનિમાં. ૨ ૧ સાક્ષી અનુમતિ દાતા, ભર્તા ભોકતા મહેશ્વર; પરમાત્મા કહ્યો એને, આ દેહ પર પુરુષ. ૨૨ એમ જાણે ગુણો સાથે, પ્રકૃતિ ને પુરુષ જે;
સૌ રીતે વર્તતો યે તે, ફરી જન્મતો નથી. ૨૩ (ભારત ! સાંખ્યો જેમ પુરુષ અને પ્રકૃતિ બે તત્ત્વો માને છે તેમ માનવામાં વાંધો નથી, પરંતુ પ્રકૃતિ બધી બાબતમાં સ્વતંત્ર જ સંસાર ચલાવે છે, એ માન્યતા મને મંજૂર નથી. અમુક બાબતમાં પ્રકૃતિ હેતુભૂત બને છે અને અમુક બાબતમાં પુરુષ, છતાં જે પુરુષ આસકિતવશ ભ્રમણ કરે છે, તેના કરતાં એક બીજો પરંપુરુષ પણ છે જ કે જે દેહમાં રહ્યો છતાં પણ સ્વરૂપમગ્ન અને નિરાળો રહે છે. એથી જ એ પરંપુરુષ તરફ લક્ષ રાખનાર માટે મોક્ષને અવકાશ છે. જો, આ વાતને ચોખ્ખી રીતે સમજાવું છું :) પુરુષ અને પ્રકૃતિ એ બન્ને તત્ત્વને તું અનાદિ જાણ. (કોણ પહેલું અને કોણ પછી એ ઝંઝટમાં પડવા જેવું નથી. પરંતુ હું જે સવિકાર ક્ષેત્રની વાત કહી ગયો તેમાં રહેલા) વિકાર અને ગુણો તે પ્રકૃતિ થકી જ જન્મેલા તારે જાણવા. (શુદ્ધ આત્મા તો નિર્વિકારી અને નિર્ગુણી છે તે હું કહી જ ગયો છું.)
(હવે આ બીજી વાત કહું છું તે સાંભળી અને ધારી લે કે) કાર્ય, કારણ અને કર્તાપણું જ્યાં જ્યાં દેખાય છે ત્યાં પ્રકૃતિ હેતુભૂત છે એમ તારે માનવું, અને સુખદુઃખોનું ભોકતાપણું જ્યાં જ્યાં દેખાય છે ત્યાં ત્યાં પુરુષ હેતુભૂત છે એમ તારે માનવું.(આનો અર્થ એ થયો કે સુખને ઠેકાણે દુ:ખ કે દુઃખને ઠેકાણે સુખ માનવામાં જીવનની સમજ સ્વતંત્ર છે, માટે તે એ ખાતર પુરુષાર્થ જરૂર કરે, પરંતુ સંસારનાં કાર્યકારણ પલટવાની નકામી જહેમત તે જ ઉઠાવે, તેમ જ કરેલા
Page #172
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૭૭
કર્મનું ફળ ઈન્કારવાની ઈચ્છા સેવે છે, તે દૂર કરે. હવે તું સમજ્યો હોઈશ જ કે સાંખ્યો જે ઢબે વાત કરે છે, તે ઢબ અને મારી કહેવાની ઢબ જુદી છે. સાંખ્યો તો પુરુષને કૂટસ્થ-નિત્ય માને છે, જ્યારે હું તો એક સ્વરૂપને અવશ્ય નિત્ય માનું છું, પરંતુ એક સ્વરૂપને પરિણામી નિત્ય માનું છું. એટલે જ મેં અગાઉ તને કહેલું કે પરંપુરુષ તળે પરા અને અપરા બે પ્રકૃતિ કામ કરે છે. તે પરાપ્રકૃતિને અહીં હું પુરુષ કહું છું, અને અપરાને એ પ્રકૃતિ કહું છું કે જેમાંથી ગુણો અને આત્માની આસકિતથી વિકારો જન્મે છે. આવો વિકારી ક્ષેત્રમાં રહેલો આસકત આત્મા તે પરિણામી નિત્ય આત્મા છે. તે જન્મમરણ પણ કરે જ છે. શાથી – એમ તને શંકા થાય. તેનું સમાધાન કરું છું. સાંભળ) એ પ્રકૃતિસ્થ પુરુષ જ (એટલે કે પ્રકૃતિસંગી જીવ પ્રકૃતિમાં રહીને) પ્રકૃતિના ગુણોને ભોગવે છે. અને એ ગુણોનો સંગ જ સારીનરસી યોનિમાં એના જન્મનું કારણ બને છે.
(છતાં જે પસ્વરૂપ છે, તે તો આવી દશામાં પણ નિબંધ જ રહે છે. તે સ્વરૂપને શી રીતે ઓળખવામાં આવે છે, તે પણ તું સાંભળી લે, કે જેથી તને પણ એ જ્ઞાન ઉપયોગી થાય. ભારત !) આ દેહને વિષે (જને મેં અગાઉ ક્ષેત્ર તરીકે વર્ણવ્યું તેને વિષે) રહેલો તે પરમપુરુષ સાક્ષી, અનુમતિ દેનારો, ભર્તા, ભોકતા અને મહેશ્વર છે. તેને પરમાત્મા તરીકે પણ કહેવામાં આવે છે. (અજ્ઞાની જીવ એના અનુમતિદાતાપણું આદિ ગુણોનો દુરપયોગ કરી હાથે કરીને અધોગતિ વહોરે છે. જ્યારે જ્ઞાની પુરુષ અનુમતિદાતાપણું આદિ સદ્દગુણોનો સદુપયોગ કરી મોક્ષગતિ પામે છે. માટે જ કહું છું કે જે કહ્યું, તે રીતે જ યથાર્થ) એમ જે પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને પણ જે જાણે છે તે સર્વ રીતે વર્તતો છતાંય ફરીને જન્મતો નથી. (પરંતુ અર્જુન ! આ મારાં છેલ્લાં વાક્યોનો અર્થ અવળો ન કરીશ. એ વાકયો મેં સ્વચ્છેદે ફાવે તેમ વર્તવા માટે નથી કહ્યાં. પરંતુ અગાઉ મેં ઘણીવાર કહ્યું છે મને જ ભજવો. મારામાં જ ચિત્ત પરોવવું, અમુક પ્રકારની જ સાધના સાધવી, વગેરે” તે વાતોનો ઐકાંતિક અર્થ ન કાઢતાં ગમે તે સગુરુ કે અંતરમાં રહેલા પર શુદ્ધ સ્વરૂપની ગમે તે રીતે સાધના કરતો છતાં પણ સાધક અપુનર્જન્મ દશા પામે જ છે, એટલું જ મારું કહેવું છે. એ તો તારે ચોક્કસ સમજી લેવું જ કે જે જ્ઞાની છે તે કદી સ્વચ્છેદે કે ફાવે તેમ વર્તતો જ નથી. એનું વર્તન તો કંચન જેવું હોય છે, માત્ર એટલું જ કે સામાન્ય લોકો સત્ય અને જગતની વાહવાહરૂપી બે ત્રાજવામાં સત્ય કરતાં જગતની વાહવાહ તરફ વધુ ઢળે છે, જ્યારે જ્ઞાની પુરુષ જગતની વાહવાહની દરકાર ન કરતાં સત્યની તરફ જ ઢળે છે.)
Page #173
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
નોંધ : અનુવાદમાં જ ચોખવટ થઈ ગઈ છે એટલે હવે પાઠકને કશી જ શંકા નહિ રહે. અહીં જીવ, શિવ ને માયા એમ ત્રણ તત્ત્વો સ્વીકારાયાં, અથવા પરમાત્મસ્વરૂપ, અંતરાત્મસ્વરૂપ અને બહિરાત્મસ્વરૂપ એમ ત્રણ સ્વરૂપ જૈનદષ્ટિએ સ્વીકારાયાં છે. કર્મસંગી. જીવ, અજીવ અને સિદ્ધ દશા એમ ત્રણ તત્ત્વ જૈનસૂત્રોમાં પણ છે. પરંતુ મૂળે તો બે જ . (૧) જીવ (૨) અજીવ આપણે જૈનસૂત્રો પ્રમાણે કહી ગયા કે જેમ રાગ દ્વેષવશાત્ જીવમાં પુદ્ગલો આશ્રય પામે છે, અને એ કર્મવશાત્ ‘ર્માનુનો અતિ નીવ y:' એમ છે, તેમ જ શ્રીકૃષ્ણગુરુદેવ પણ જીવના જન્મમૃત્યુરૂપ સંસારનું અને સારીમીઠી ગતિમાં જવાનું કારણ ગુણસંગ જ કહે છે. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રવિચાર અથવા પ્રકૃતિપુરુષનો વિચાર કરી ગયા પછી જેમ અગાઉ આ જ અઘ્યાયમાં અમાનેચ્છા વગેરેથી મોક્ષ મળે છે, તેમ ઈતર માર્ગે પણ મળે જ છે, તે ફરીને કહે છે. આથી ગીતામાં અનેકાંતવાદ કેટલો ઉત્તમ રીતે ઝળકે છે, તે સમજાય છે :
||૪||
ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना । अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे: अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते 1 तेपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ||२५|| આત્માથી કોઈ આત્માને, આત્મામાં ઘ્યાનથી જુએ; સાંખ્યયોગ વડે કોઈ, ને બીજા કર્મયોગથી. ન એમ જાણતા કોઈ અન્યથી સુણી તે વિષે; શ્રદ્ધાલીન બની સેવે, તેય મૃત્યુ તરી જતા.
૨૪
૨ ૫
(પરંતપ !) કોઈ આત્મા વડે જ આત્મામાં આત્માને ઘ્યાનના સાધન દ્વારા જુએ છે. (અવ્યકતના ઉપાસકોનો આ માર્ગ કઠિન છે, તે હું અગાઉ કહી ગયો છું. પરંતુ તે માર્ગે પણ મોક્ષ છે જ) વળી કોઈ સાંખ્યયોગ (નો માર્ગ પસંદ કરી તે માર્ગે એટલે જ્ઞાનપ્રધાન સંન્યાસ માર્ગે જઈ તે) દ્વારા આત્માને પેખે છે. અને બીજા કર્મયોગથી (ફળાશાનો ત્યાગ કરી તે માર્ગ) આત્મદર્શન પામે છે. અને એમ ત્રણે માર્ગમાંથી કોઈ માર્ગ ન જાણતા એવા પુરુષો કોઈ બીજા (જ્ઞાની મહાત્મા) પાસેથી સાંભળી તે (આત્મ સ્વરૂપ)માં શ્રદ્ધા લીન થઈને તે (આત્મ સ્વરૂપ)ને સેવે છે, તે પણ મૃત્યુને તરી જ જાય છે.
૪૭૮
Page #174
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
४७८
નોંધ : જૈનસૂત્રોની જેમ ગુરુદેવે આમાં સૌને માટે મોક્ષમાર્ગની મોકળાશ કરી આપી છે. પરંતુ શ્રીકૃષ્ણગુરુજીનું નિષ્કામ કર્મયોગ તરફ જ વલણ વધુ પડતું છે અને એમની સહાનુભૂતિ સામાન્ય વર્ગ તરફ જ ઢળે છે. ખાસ કરીને તેઓ શ્રદ્ધા અને એકાગ્રતા માગે છે, શુષ્ક શાસ્ત્રવિદ્યા નહિ !
यावत् सत्यते किंचित् सत्वं स्थावरजङ्गमम् । क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभ ||२६|| સ્થાવર જંગમ પર્વત, જન્મતું સત્ત્વ જે કંઈ; તે જાણ ભરતશ્રેષ્ઠ ! ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગથી. ૨૬ (હે ભરતકુળના ઉત્તમ પુરુષ) ભરત શ્રેષ્ઠ ! (આ સંસારમાં) સ્થાવર (સ્થિર) કે જંગમ ચાલતું) જે કંઈ સર્વ (પ્રાણી) ઊપજે છે, તે ક્ષેત્ર અને ક્ષેત્રરૂપના સંયોગ થકી જ ઊપજે છે (એમ તું ચોક્કસ) જાણ.
નોંધ : સત્ત્વનો અર્થ કેટલાક ટીકાકારો વસ્તુ લે છે, આપણે સત્ત્વનો અર્થ પ્રાણ લીધો છે. ગીતાકાર સ્થાવર અને જંગમ બન્ને પ્રકારનાં પ્રાણીને માને છે. નૈયાયિક વૈશેષિકની માફક તેઓ વનસ્પતિ અપ્રાણ નહિ પણ સપ્રાણ-સજીવ માને છે, એવો આપણો અભિપ્રાય છે.
ક્ષેત્ર અને ક્ષેત્રનો સંયોગ એટલે જૈનદષ્ટિએ કાર્પણ શરીર અને આત્માનો સંયોગ. એ સંયોગ છૂટી શકે તેવો છે. પરંતુ જ્યાં લગી એ છે ત્યાં લગી સંસાર છે. એ રીતે પોતાનાં પ્રભવ અને ગ્રાસ અર્થાત જન્મ-મૃત્યુને કરનાર પણ જીવ જ છે, અને છૂટે ત્યારે મોક્ષ છે.
ઊલટી પ્રવૃત્તિવાળાનો અજ્ઞાનથી સંસાર છે, અને સચ્ચારિત્રવાળાનો જ્ઞાનથી મોક્ષ છે. એટલે હવે જે આત્મદષ્ટિવાળો પુરુષ હોય છે તે શું પેખે છે, તે કહે છેઃ
समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् । विनश्यत्स्वविनश्यन्तं यः पश्यति स पश्यति ||२७|| समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् । न हिनस्त्यात्मनात्मनं रातो याति परां गतिम् ॥२८!! प्रकृत्यैव च कर्माणि विरामाणानि सर्वशः । यः पश्यति तथाऽऽत्मानभकर्तारं स पश्यति ॥२९।।
Page #175
--------------------------------------------------------------------------
________________
૪૮૦
ગીતા દર્શન
यदा भूत पृथग्भावमे कस्थमनुपश्यति । तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा ||३०|| નાશવંતે અવિનાશી, રે'તા સૌ ભૂતમાં સમ; પરમેશ્વર એવા એ, જે પેખે પેખનાર તે. ૨૭ રહેલા સમ સર્વત્ર, ઈશને પેખતો છતો; આત્માથી ન હણે આત્મા, તેથી પામે પરંગતિ. ૨૮ પ્રકૃતિથી જ કર્મો જે, કરાતાં સૌ રીતે જુએ; ને આત્માને અકર્તા જે, પેખે તે પેખનાર છે. ૨ ૯ ભૂતોની ભિન્નતા જ્યારે, રહેલી એકમાં જુએ; ને તે પછી જ વિસ્તાર ત્યારે તે બ્રહ્મ મેળવે. ૩૦ નાશવંતોમાં અવિનાશી અને સર્વ ભૂતોમાં સમાન રૂપે રહેતા એવા પરમેશ્વરને જે પેખે છે, તે જ પેખનાર છે. (ધનંજય !) સર્વ સ્થળે સમ રહેલા પ્રભુને પેખતો છતો (ત પેખનાર) આત્માથી આત્માને નથી હણતો અને તેથી પરંગતિ પામે છે.
પ્રકૃતિ થકી જ સી રીતે કર્મ કરાય છે એમ જે જુએ છે અને (જો એમ જ છે તો પછી આત્માને શું લાગેવળગે એમ માત્ર કહેવામાં જ નહિ પરંતુ વર્તવામાં પણ) આત્માને અર્તા તરીકે જુએ છે, તે પેખનાર છે.
જ્યારે ભૂતો (જુદાં જુદાં છે એ ભૂતો)ની ભિન્નતા તેની પાછળ પણ એક સમતત્ત્વ છે અને તે જ્ઞાન, શેય, ક્ષેત્રજ્ઞ અથવા આત્મા છે. તે તત્ત્વસ્વરૂપ) એકમાં જ રહેલી જુએ છે અને (એ એકત્વ પહેલું અને પછી જ આ નાનાપણું એમ) એ થકી જ આ (બધો) વિસ્તાર જુએ છે ત્યારે તે બ્રહ્મ મેળવે છે.
નોંધ : અહીં ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનાં સંયોગથી જ આ ભૂતવિસ્તાર જન્મ્યો છે. એમ ઉપર કહ્યું અને પછી પરમેશ્વરસ્વરૂપ સર્વભૂતોમાં સમાન છે, એટલું જ નહિ બલકે નષ્ટ થતા એવા ભૂત ભાવો અગર તો જૈનદષ્ટિએ કહીએ તો નષ્ટ થતાં એવા જીવપર્યાયોમાં પણ એ અનશ્વર છે, જે આટલું ઈશ્વરસ્વરૂપ જાણે છે તે કદી હિંસામાર્ગમાં પ્રવર્તતો નથી. કારણ કે જો સહુમાં પ્રભુ સમભાવે વસે છે તો પછી બીજાને હણવો એ પોતાના પ્રભુને હણવો બરાબર જ છે, એમ તે સમજી શકે છે.
પરંતુ આત્મા તો નાશ પામતો જ નથી. તો પછી કોઈને હણવાથી કયો આત્મા હણાયો ? આવી શંકાનું સમાધાન સ્પષ્ટ જ છે, કે બીજાને હોવાથી પોતાનો
Page #176
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૮૧
શુદ્ધભાવ હણાય છે અને શુદ્ધભાવ હણાયો તે આત્મા જ હણાયો, એમ માનવું જોઈએ. આમ બીજાને હણવાથી પોતાનો આત્મા હણાય છે અને વિરોધભાવ વધવાથી વધના ભોગ બનનારમાં રહેલા પરમાત્માથી વધ કરનાર (હિંસક) વેગળો બની જાય છે. લૌકિક ભાષામાં કહીએ તો એમ કહેવાય કે સામાના પ્રાણ હણવાથી વધકે વધ્યની સંપત્તિ ચોરી લીધી, કે જે ચોરવાનો તેને હક નહોતો. અજાણતાં કે અશકય પરિહારે પણ સામાન્ય હિંસા થાય તે આવા આત્મદર્શી પુરુષને સાલે જ છે. તો પછી અભિમાનથી તો તે કશું અકાર્ય કરે જ કેમ?
છેવટે શ્રીકૃષ્ણગુરુદેવે ઓગણત્રીસમા શ્લોકથી સાંખ્યોની અને ત્રીસમાં શ્લોકથી તો વેદાંતીની પણ ઝડતી લીધી છે. તેઓને બધાના સિદ્ધાંતો માન્ય છે, માત્ર સિદ્ધાંતોનો સક્રિય અમલ જોઈએ.
સાંખ્ય પરિભાષા પ્રમાણે તેઓ કહે છે કે કર્મનો બધો ભાર જે પ્રકૃતિ સાથે નાખે છે, અને આત્માને અકર્તા જુએ છે, તે પણ આત્મદ્રષ્ટા જ છે. માત્ર એવા ખરા આત્મદ્રષ્ટાની કસોટી એટલી જ કે જો પ્રકૃતિ પ્રમાણે એ કાર્ય કરનાર હશે તો તેવાં કર્મજન્ય ફળ ભોગવતી વેળા અને હર્ષશોક કદી જ નહિ થાય, અને જો તેમ થાય તો માનવું કે કયાંક પણ અભિમાન પડ્યું છે. અભિમાનનું ઊંટ પેઠું કે પછી કર્મ કર્તા અને કર્મ ભોકતા થયે જ જીવને છૂટકો.
વેદાંતીને શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે કે ભૂતોના જુદા જુદા ભાવની પાછળ પણ જો એક બ્રહ્મ જોશો તો તમે સહુની સાથે પોતીકી જાતની જેમ જ વર્તશો, એટલે એ પણ પથ્ય છે. પરંતુ શરત એટલી જ કે સ્થૂળ આંખે જોયા પહેલાં સૂક્ષ્મ આંખે જોજો. આજે તો પહેલાં સ્થૂળ આંખે જોવાય છે એટલે બીજા પ્રત્યે રાગ-દ્વેષ થાય છે. પણ યથાર્થ સૂક્ષ્મ આંખે જોવાય તો પોતારૂપ જ સહુ લાગે, ત્યાં રાગ-દ્વેષ કેમ ઊપજે?
હવે પર આત્મા અવિનાશી, અકર્તા અને અલિપ્ત શી રીતે ? અને હાથીનો આત્મા અને કીડીનો આત્મા મૂળે સરખો હોય તો એનો પ્રકાશ કેમ સરખો દેખાતો નથી ? અથવા હૃદયમાં કે ક્ષેત્રરૂપ શરીરના અમુક ભાગમાં રહ્યો થકો આખા ક્ષેત્રમાં આત્મા કેમ પ્રકાશી શકે છે ? તે બીનાનું સમાધાન કરી છેવટે તેઓ ઉપસંહાર કરે છે :
अनादित्वान्निर्गुणत्वात् परमात्मायमव्ययः । शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ||३१||
Page #177
--------------------------------------------------------------------------
________________
૪૮૨
ગીતા દર્શન
यथा सर्वगतं सौम्यादाकाशं नोपलिप्यते । सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ||३२|| यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकभिभं रविः।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥३३।। અનાદિ નિર્ગુણી તેથી; દેહ રહ્યો ય અવ્યયયી; કૌતેય ! આ પર આત્મા, ન લેપાય, ન કે કરે. ૩ ૧ સૂક્ષ્મતાથી ન લેપાય, સૌ વ્યાપી નભ જેમ આ; તેમ દેહ રહ્યો આત્મા, ન લેપાય સહુ સ્થળે. ૩૨
આ આખા લોકને જેમ, એક રવિ પ્રકાશતો; તેમ ક્ષેત્રજ્ઞ આ આખું, પ્રકાશ ક્ષેત્ર ભારત ! ૩૩ હે કૌતેય ! અનાદિપણાને લીધે તથા નિગુર્ણપણાને લીધે આ પર આત્મા નાશી છે અને તે શરીરમાં રહ્યો છતો પણ કશું કરતો નથી ને લપાતો નથી.
જેમ સૂક્ષ્મપણાને લીધે આકાશ સર્વ સ્થળે હોવા છતાં ય લેવાતું નથી, તેમ આ આત્મા દેહે સર્વત્ર રહ્યો થકો ય લપાતો નથી.
જેમ એક સૂર્ય આ આખા લોકને પ્રકાશ આપે છે, તેમ એક ક્ષેત્રજ્ઞ આ આખા ક્ષેત્રને પ્રકાશી રહ્યો છે.
નોંધ: સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણો એ પ્રકૃતિના છે, એટલે જ પર આત્મા દેહરૂપી ક્ષેત્રમાં રહ્યો છતાં અકર્તા અને અલિપ્ત છે. એમ જ જૈનસુત્રો પણ કહે છે કે આત્મપ્રદેશો અજ્ઞાનથી અગર કર્માવરણથી જરૂર અવરાય છે, છતાં આઠ રુચક પ્રદેશો તો નિબંધ સદૈવ અને સર્વ સ્થિતિમાં છે જ.
જે જેટલું સૂક્ષ્મ તે તેટલું વ્યાપક અને તેટલું જ નિર્લેપ; આ સિદ્ધાંત ખૂબ સરસ છે. આનો સાધક એ અર્થ લઈ શકે કે જો નિર્લેપપણું અને વ્યાપકતા જોઈતી હોય તો દષ્ટિને સૂક્ષ્મ બનાવે; જ્ઞાનને સૂક્ષ્મ બનાવે; ચાલતાં, ઊઠતાં, બેસતાં અને દરેક પ્રવૃત્તિમાં સો વાર ગળીને પછી ચાલે, બેસે, ઊઠે અને પ્રવૃત્તિ કરે.
જૈનસૂત્રો લોકમાં સૂર્યો અને ચંદ્રો ઘણા માને છે, છતાં સૂર્ય અહીં ઉપમા તરીકે વપરાયો છે, એટલે એ માન્યતામાં આંચ આવે તેમ નથી. દીવો મોટા ઘરમાં પડ્યો હોય ત્યારે મોટા ઘરને પ્રકાશે અને કોડિયાં નીચે રાખ્યો હોય તો તેટલામાં જ પ્રકાશે. તે
Page #178
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તે રમો
૪૮૩
જ રીતે આત્મા કીડીના અને કુંજરના દેહમાં પ્રકાશે છે, અને અમુક જગામાં રોકાઈ રહે તો ય આખા ઓરડાને પ્રકાશ આપે છે; તેમ શરીરના અમુક ભાગમાં રહેલો આત્મા પણ સર્વ સ્થળે પ્રકાશે છે.
જૈન સુત્ર દષ્ટિથી આ વાત એ રીતે ઘટાવવી કે આત્મપ્રદેશો તો શરીરમાં ચોમેર છે જ, પરંતુ જ્યાં વધુ સાવચેતીથી કામ થતું હોય ત્યાં આત્માનો ઉપયોગ વિશેષ જોરદાર રહે છે. આ રીતે હૃદયમાં અને મસ્તકમાં આત્માનો ઉપયોગ વિશેષ જોરદાર છે. એ દષ્ટિએ ગીતા હૃદયસ્થ કહે છે અને યોગીજનો બ્રહ્મરંધ્રસ્થ કહે છે. પરંતુ આ બધું છેવટે તો અનુભવથી જ સમજાય છે. માટે હવે તેઓ ઉપસંહાર કરતાં કહે છે:
क्षेत्रक्षेत्रज्ञयोरेवमन्तरं ज्ञानचक्षुषा ।
भूतप्रकृतिमोक्षं च ये विदुर्यान्ति ते परम् ||३४|| ક્ષેત્રક્ષેત્રજ્ઞનો ભેદ, ભૂત પ્રકૃતિ મોક્ષને;
એ રીતે જ્ઞાનચક્ષુથી, જાણી તે પામતો પરં. ૩૪ (હે અર્જુન !) ઉપર જે રીતે કહ્યું તે રીતે ક્ષેત્ર અને ક્ષેત્રરૂપ વચ્ચેનું અંતર અને ભૂતભાવ જન્માવતી પ્રકૃતિના બંધનથી મોક્ષ શી રીતે થાય, તે જે જાણે છે તે (ઉપર કહેવાયેલા) પર સ્વરૂપને પામી જાય છે.
નોધ : આખા અધ્યાયનો આ એક શ્લોકમાં નિચોડ છે. ભૂત-પ્રકૃતિ-મોક્ષ'નો ટીકાકારો જુદો જુદો અર્થ કાઢે છે. કેટલાક પ્રાણીનો પ્રકૃતિથી મોક્ષ એવો અર્થ કાઢે છે, અને કેટલાક ભૂત અને પ્રકૃતિ બન્નેથી મોક્ષ એવો અર્થ કાઢે છે. સાંખ્યમત પ્રમાણે પ્રકૃતિનો મોક્ષ એ જ મોક્ષ છે, અને વેદાંતદષ્ટિએ ભૂતભાવી આત્મસ્વરૂપનો મોક્ષ એ જ મોક્ષ છે. એટલા માટે ગુરુદેવે ભૂતાદિને અપરાપ્રકૃતિમાં અને જીવને પરાપ્રકૃતિમાં સાતમા અધ્યાયમાં મૂક્યા છે. અને એ બેયના મોક્ષનું સ્વરૂપ ઉપર બતાવ્યું છે. વળી ક્ષેત્રમાં પરાપ્રકૃતિ અને અપરપ્રકૃતિના ગુણો મૂકી દીધા છે અને ક્ષેત્રજ્ઞને નિર્લેપ રાખ્યાં છે. ક્ષેત્રક્ષેત્રજ્ઞના ભેદવિજ્ઞાન પછી જ ભૂતપ્રકૃતિ થકી મોક્ષ સંભવે છે. જૈનદષ્ટિએ જોતાં પણ એમ જ છે કે ભેદવિજ્ઞાન પછી જ કર્મપ્રકૃતિથી સંપૂર્ણ મોક્ષ સંભવે છે.
પરંતુ નવમા અધ્યાયની રાજવિદ્યા તો ચર્મચક્ષુથી સમજાય છે. ત્યારે આ તો માત્ર જ્ઞાનચક્ષુથી જ એટલે આત્મદર્શનથી જ સમજાય તેમ છે. એ શ્રીકૃષ્ણગુરુદેવે
Page #179
--------------------------------------------------------------------------
________________
૪૮૪
ગીતા દર્શન
કહ્યું છે અને તે અક્ષરે અક્ષર સત્ય છે. એટલે સાધકે એ જાતે અનુભવવાની તાલાવેલી લગાડવી રહી !
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञयोगो
નામ ત્રયોદ્દ શોધ્યા : ૧રૂપી ૐ તત્ સતુ” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં ક્ષેત્રક્ષેત્રજ્ઞા વિભાગયોગ નામનો તેરમો અધ્યાય પૂરો થયો.
તેરમા અધ્યાયનો ઉપસંહાર અર્જુન ! પ્રકૃતિ-પુરુષ વિષે અને ક્ષર-અક્ષર વિષે હું અગાઉ કહી ગયો છું. વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોમાં ઋષિમુનિઓએ એ વિષે અનેક રીતે મહિમા ગાયો છે. દર્શનશાસ્ત્રોએ પ્રમાણપૂર્વક એ વિષે નિર્ણયો બાંધ્યા છે. દર્શનશાસ્ત્રોના સિદ્ધાંતો બુદ્ધિના તર્કોનું સમાધાન કરે તેવા સંકલનાબદ્ધ અને સુંદર છે. છતાં જ્ઞાનદષ્ટિ વિના આ વાત યથાર્થ સમજાય તેવી નથી. તો ય એ પ્રાચીન શાસ્ત્રોમાં ક્ષેત્રક્ષેત્રજ્ઞ શબ્દો વારંવાર આવે છે. તે સાથે પ્રકૃતિ-પુરુષવાળા મારા વિજ્ઞાન સહિત જ્ઞાનના વિષયનો સમન્વય કરીને હું તને કહું છું તે સાંભળ.' આમ અર્જુનને સંબોધીને શ્રીકૃષ્ણગુરુએ કહ્યું : 'પ્રથમ તો હું તને એ કહી દઉ કે ક્ષેત્રક્ષેત્રજ્ઞ વચ્ચેના ભેદનું જ્ઞાન થયા વિના ભૂતભાવથી કે પ્રકૃતિથી મોક્ષ સંભવતો જ નથી. માટે જ્ઞાનચક્ષુથી ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું ભેદજ્ઞાન સૌથી પ્રથમ થવું જોઈએ. પછી તે ધ્યાનથી થાઓ, સંન્યાસથી થાઓ, નિરાસકિતમય કર્મયોગથી થાઓ કે સાંભળીને શ્રદ્ધાપરાયણ થવાથી જ થાઓ !
‘જો ભારત ! પાંચમહાભૂતો, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, અગિયાર ઈન્દ્રિયો, પાંચ વિષયો તેમજ ઈચ્છા, દ્વેષ, સુખ-દુઃખ સંધાન, ચેતના અને ધૃતિ, આટલાં જે શરીરમાં દેખાય તે શરીરને સવિકાર ક્ષેત્ર કહેવું.
એવા ક્ષેત્રમાં એક ક્ષેત્રી વસે છે, તે જ્ઞાનસ્વરૂપ છે. શેયસ્વરૂપ પણ છે. પોતે અખંડ છે. છતાં વિભકતની જેમ ભૂતોમાં રહેલ ભાસે છે. તેનો મહિમા અપાર છે, તે પોતે નિર્ગુણી છતાં ક્ષેત્રમાં રહેલ હોઈને ગુણભોક્તા પણ બને છે. સૂક્ષ્મ હોઈને દેખાય તેમ નથી. પરંતુ સ્થાવરજંગમ સહુમાં તે છે, સર્વ સ્થળે તે વિલસે છે
એ શેયને જે જ્ઞાન દ્વારા જાણી લેવાય છે, તે જ્ઞાન. આ નીચેના સદ્ગુણોમાં સમાય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
અધ્યાય તેરમો
૪૮૫
(૧) નિર્માનભાવ (૨) અદંભ (૩) અહિંસા (૪) શાન્તિ (૫) સરળતા (૬) સદ્દગુરુસેવા (૭) પવિત્રતા (૮) સ્થિરતા (૯) આત્મસંયમ (૧૦) વિષયવિરતિ (૧૧) અનહંકારભાવ (૧૨) જન્મ-મૃત્યુ-જરા-રોગમાં દુઃખનું અને દોષોનું નિરીક્ષણ (૧૩-૧૪) પુત્ર-દારા-ઘર આદિમાં આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારે અસંગતા (૧૫) ઈનિષ્ટ યોગે મનનું સમતોલપણું, (૧૬) એકનિષ્ઠ પ્રભુભકિત (૧૩) એકાંતસેવન (૧૮) લોકસંગત્યાગ (૧૯) અધ્યાત્મજ્ઞાન નિષ્ઠા, અને (૨૦) તત્ત્વદર્શન.
'સાંગપરિભાષા પ્રમાણે કર્યું તો પ્રકૃતિ અને પુરુષ બે અનાદિ તત્ત્વો છે. છતાં સાંખ્યોની વાતને હું આ રીતે ઘટાવું છું ગુણો અને વિકારો પ્રકૃતિને લગતા છે એ ખરું. પરંતુ કાર્ય, કારણ અને કર્તાપણામાં પ્રકૃતિ હેતુભૂત છે. તેમ સુખદુઃખના ભોગમાં પુરુષ પણ હેતુભૂત છે જ. પુરુષ પ્રકૃતિની સાથે ગુણાસકિતને લીધે ભળે છે અને અહંકારથી ગુણભોકતા બને છે, તેથી જ બંધાય છે. અને એ જ કારણે સંસારભ્રમણ થાય છે. જે કંઈ જગતમાં સ્થાવર જંગમ સૃષ્ટિ દેખાય છે, તે આ કારણે જ છે. પરંતુ એટલા માત્રથી ગભરાવાની જરૂર નથી. એનાથી પર એક પર છે, એ પરમાત્મા કહેવાય છે. પરંપુરુષ કહો કે ક્ષેત્રજ્ઞ કહો, તે તત્ત્વતઃ અકર્તા છે, અલિપ્ત છે. જેમ આકાશ સુક્ષ્મ હોવાથી લેપાતું નથી, તેમ તે લપાતો નથી. તે નિર્ગુણી, અનાદિ અને અવિનાશી છે. ક્ષેત્રમાં રહેલો તે ક્ષેત્રજ્ઞ પોતાના ભૂતભાવને પલટે છે. એ રીતે પ્રભાવયુક્ત અને પ્રસનયુકત પણ તે ગણાય. છતાં સહુથી એ ભિન્ન જ છે. નશ્વરોમાં અવિનાશી છે. દેહના અમુક ભાગમાં છતાં સર્વત્ર સૂર્યની જેમ પ્રકાશે છે. સૌ ભૂતોની ભિન્નતા પાછળ પણ આ દષ્ટિએ એક અખંડ એકતા છે. આટલું જે જાણે છે, તે કદી આત્મઘાત કરતો નથી, આત્મવિકાસ જ કરે છે. પછી અગાઉ કહ્યું તેમ ગમે તે માર્ગે કરે ! જો એ સાંખ્યસિદ્ધાંતનું અવલંબન લે તો એમ સમજે કે પ્રકૃતિથી જ સર્વ પ્રકારે કર્મો કરાય છે. માટે મારે આત્માભિમાન ન રાખતાં નવેસરથી વિવેકભર્યા સત્કર્મો કરવાં જોઈએ અને જૂનાંને રાગદ્વેષ વગર અહીં સહી લેવાં જોઈએ.” જો વેદાંત સિદ્ધાંતનું અવલંબન લે તો એમ સમજે કે મારે બીજાને કષ્ટ પહોંચાડતાં પહેલાં એમાં પ્રભુ છે એ ખ્યાલ રાખી અટકવું જોઈએ, અને સંતોષ આપવા તપ્પર રહેવું જોઈએ. તેમજ બીજા મને દુઃખ પહોંચાડે ત્યારે તે માયાવશ છે, એમ ધારીને જતું કરવું જોઈએ.” બસ, ફરી ફરીને આટલું જાણી લે.
"કૌતેય ! આ રીતે પ્રકૃતિ-પુરુષનું રહસ્ય અગર ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞનું રહસ્ય જે જાણે, તે પરંગતિ પામી જ જાય છે."
Page #181
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય ચૌદમો ઉપોદ્ઘાત
સાતમા અઘ્યાયમાં વિજ્ઞાનયુકત જ્ઞાન - એટલે કે આત્મા સાથેના સૃષ્ટિસંબંધના જ્ઞાનની શરૂઆત કરેલી. ત્યારથી અક્ષરરૂપે, પરંબ્રહ્મરૂપે ક્ષેત્રજ્ઞરૂપે, શેયરૂપે, જ્ઞાનરૂપે એમ આત્મા વિષે ખૂબ વિસ્તારપૂર્વક કહેવાઈ ગયું. અને અર્જુનને ગળે એ વાત તો ઊતરી ગઈ. પરંતુ હવે આત્માથી ઈતર જે તત્ત્વ છે, તે વિષે જાણવાની અર્જુનની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ ગઈ.
જો કે નવમા અઘ્યાયમાં "મારા-અઘ્યક્ષપણા નીચે પ્રકૃતિવશ ચરાચર પ્રાણી જન્મતાં હોઈને, સર્વત્ર હું-આત્મા - છું” એમ કહેવાયું જ છે.
ભૂતભાવ ક્ષર-વિનાશી-છે, એમ આઠમા અઘ્યાયમાં અગાઉ જ કહેવાયું છે. ઉપરાંત તેરમા અઘ્યાયમાં તો સાંપ્યોકત પ્રકૃતિનો સર્વવ્યાપક દ્દષ્ટિએ વિચાર રજૂ કરી શરીરને સવિકાર ક્ષેત્ર ઠરાવીને એમાં રહેલાં વિકાર અને ગુણો પ્રકૃતિને લગતા છે એમ પણ બતાવ્યું છે. "છતાં પ્રકૃતિ એકલી કશું ન કરી શકે પણ પ્રકૃતિનો ગુણસંગી જીવ એની સાથે ભળે ત્યારે જ સૃષ્ટિક્રિયા થાય,” એમ પણ સાથે સાથે સૂચવ્યું છે. આટલા ખુલાસા પછી પણ "પ્રકૃતિનો આત્મા અને સંસાર જોડે શો સંબંધ ? એ સંબંધથી જીવ પર પ્રકૃતિજન્ય ગુણોની થતી અસર શી ? ત્રણ ગુણો કયા ? એ ત્રણે ગુણો જીવને શી રીતે બાંધે છે ? જીવસંગી એ ત્રણે ગુણોનાં પરિણામ શાં ? એ જીવસંગી ત્રણે ગુણો એકેક જુદાજુદા રહી શકે કે સાથે જ રહે ? અને જો સાથે જ રહે તો એમનું પ્રમાણ વસ્તું-ઓછું થાય કે નહિ ? પ્રમાણ વસ્તુંઓછું કે ન થાય તો ગુણસંગી જીવોમાં મૂળ આત્મા(સૌનો)સમાન હોવા છતાં વિચિત્રતા કયે કારણે દેખાય છે ? એ વિચિત્રતાને કેવળ-માયા ન જ કહી શકાય, તો પછી વસ્તું ઓછું પ્રમાણ એ ત્રણે ગુણો પૈકી થવું જોઈએ, અને થાય તો જીવોની વિચિત્રતા છે, એ બરાબર સમજાઈ રહે છે, પણ ઓછું વત્તું પ્રમાણ કયા આચરણથી થાય ? એ ત્રણેની હાનિવૃદ્ધિ વખતે તે તે જીવની શી સ્થિતિ હોય ? એ ત્રણે ગુણોની વૃદ્ધિથી જ સંસાર હોય તો એનો ઘટાડો કઈ રીતે થયો એમ ઓળખી શકાય ?" આ
Page #182
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચૌદમો.
૪૮૭
સવાલ રહે જ છે. એટલે અર્જુનને ઉદ્દેશીને ગીતાકાર, શ્રીકૃષ્ણમુખે આ બધું કહેવડાવે છે. અને છેવટે અર્જુન પૂછે છેઃ "અંતે તો ગુણોનો ઘટાડો કરીને એ ત્રણે ગુણોના બંધનથી જીવે મોક્ષ મેળવવો, એ જ જો અંતિમ માર્ગ હોય તો એવા ત્રિગુણાતીત પુરુષનાં ચિહન કયાં? એવા પુરુષની ચર્યા કેવી? કેમ ત્રણે ગુણોને વટાવાય?" આનો ઉત્તર પણ ગીતાકાર શ્રીકૃષ્ણમુખે અહીં અપાવી દે છે. અહીં સ્થિતપ્રજ્ઞ, ભકત અને આ ત્રિગુણાતીતનાં ઘણાં ખરાં લક્ષણો સરખાં આપી પોતાની નિષ્પક્ષપાતી દૃષ્ટિ સિદ્ધ કરી છે. આ રીતે આ અધ્યાય સૃષ્ટિવિજ્ઞાનના ઊંડા જિજ્ઞાસુઓ માટે આકર્ષક બન્યો છે.
જૈનસૂત્રોમાં આ વિષય ખૂબ જ વિસ્તારપૂર્વક અનેક સ્થળે ચર્ચાયો છે. એની વ્યવહારુ વાસ્તવિકતા સચોટ સમજાવવાને કારણે જનસૂત્રોનો મહિમા ખૂબ છે. ગીતાના આ અધ્યાયની સાથે સંક્ષેપે એ વિષયનું સમન્વયીકરણ આપણે કરીશું, એથી એ વસ્તુ સપ્રમાણ સમજાશે. એટલું કહી હવે આ અધ્યાયમાં પ્રવેશ કરીએ.
શરૂઆતમાં જ શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે: "શિષ્ય અર્જુન ! ધીરો થા.” અને એમ બોલીને આગળ ચાલતાં ભાખે છે:
चतुर्दशोऽध्यायः
અધ્યાય ચૌદમો परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तम् । यज्ज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितोगताः ।।१।। इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः । सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च ||२|| પર ફરી હું ભાખીશ, જ્ઞાનોમાં જ્ઞાન ઉત્તમ; જે જાણી સૌ મુનિ પામ્યા પરંસિદ્ધિ અહીં થકી. ૧ આ શાને આશ્રયી જે તે, પામ્યા મારી સધર્મતા;
સર્ગે પણ ન જન્મે ને, ન પામે પ્રલયે વ્યથા. ૨ (ભારત ! જ્ઞાનોમાં પણ ઉત્તમ અને પર (એવું જે) જ્ઞાન (તે) હું તને) ભાખીશ, કે જે જાણીને સર્વે મુનિઓ અહીંથકી (આ મનુષ્યદેહે દેહ છૂટ્ય) પર સિદ્ધિ (પરંગતિ)ને પામ્યા છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૪૮૮
ગીતા દર્શન અને આ જ્ઞાનનો આશ્રય લઈને (જેઓ) મારી સધર્મત (મારી સાથે સધર્મીપણું પામેલા (તે) સર્ગમાં (સૃષ્ટિમાં અથવા ઉત્પત્તિકાળમાં) ય ઊપજતા નથી અને પ્રલય (પ્રલયકાળ)માં વ્યથા પણ પામતા નથી.
નોંધ : સાતમા અધ્યાયમાં ગીતાકારે શ્રીકૃષ્ણમુખે અર્જુનને ઉદ્દેશીને એમ કહેવડાવેલું કે હું તને એવું જ્ઞાન બતાવીશ કે જે જાણ્યા પછી બીજું જાણવાનું બાકી નહિ રહે.'
નવમા અધ્યાયમાં વળી હું તને વિજ્ઞાન સહિત એવું ગુહ્યજ્ઞાન કહીશ કે જે જાણી અશુભથી તું છૂટી જઈશ. (જૈનદ્રષ્ટિએ કહીએ તો તું સમકિત પામીશ.) અહીં ચૌદમા અધ્યાયમાં તો વળી ‘સર્વ જ્ઞાનોમાં પણ ઉત્તમ અને પર એવું જ્ઞાન હું કહીશ કે જે જાણીને (૧) મુનિઓ પગતિ એટલે કે મોક્ષ પામશે; અને (૨) જેઓ એ જ્ઞાનનો આશ્રય લઈને શ્રીકૃષ્ણદેહમાં રહેલા અંતર્યામીની સધર્મતા એટલે એના જેવી સ્થિતિ પામશે, તેમને સૃષ્ટિના સર્ગ કે પ્રલય વ્યથા નહિ ઉપજાવે !” આમ શ્રીકૃષ્ણમુખે કહેવડાવ્યું.
ગીતાના આ વચનમાંથી બે ભાવ નીકળે છે. (૧) સંસારનો આંતરિક અને બાહ્ય ત્યાગ કરનારા વર્ગને જ્ઞાન, ધ્યાન દ્વારા મુકિત. અને (૨) અને જ્ઞાનનું અવલંબન લેનારા તેમજ ફળની લાલસા છોડી કર્મયોગને-પ્રવૃત્તિમાર્ગનેસ્વીકારનારા યોગી ભકતોને ભકિતદ્વારા મુકિત. ઘડીભર માની લો કે બીજા વર્ગનો મોક્ષ પ્રથમના વર્ગ કરતાં મોડો થાય, તો પણ તેમને જિંદગીમાં જ મુકિત મળી ગઈ હોય છે. કારણ કે સમભાવને લીધે સર્ગ-પ્રલયનાં દુઃખ એને નડતાં જ નથી. મારું સાયુજ્ય* તે પામે છે. એમ કહીને મુકિતની સર્વોપરિ દશા એને મળે છે. તેમ ગીતાકારે શ્રીકૃષ્ણ મુખે કહેવડાવ્યું. એ પરથી બીજા વર્ગના વલણમાં ગીતાકારનો ઝોક સિદ્ધ થાય છે, અને તે યોગ્ય જ છે.
પ્રથમના વર્ગ કરતાં બીજો વર્ગ જ આત્માનું અને જગતનું પ્રત્યક્ષ પ્રેરણા આપી-કલ્યાણ કરી શકે છે.
વૈદિક પરિભાષામાં (૧) શુદ્ધ, (૨) સિદ્ધિ, અને (૩) મુકિત, એમ ત્રણ ભૂમિકાઓ છે. અને મુકિતના (૧) સાલોકય (૨) સામીપ્ય (૩) સારૂપ્ય, તથા (૪) સાયુજ્ય એમ ચાર પ્રકાર છે.
જૈનદૃષ્ટિએ ઉપલી ત્રણ ભૂમિકાઓને (૧) સમકિત, (૨) ક્ષપક-શ્રેણી અને * મુકિત ચાર પ્રકારની કહેવાય છે. (૧) સાલોકય-એટલે દૂરથી દેખી શકાય એવી. (૨) સામીપ્ય-એટલે નજીકની. (૩) સારૂખ-એટલે તન્મય, અને વધારે ચોખવટથી. (૪) સાયુજ્ય-અટલે જોડાણવાળી.
Page #184
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય ચૌદમો
(૩) સિદ્ધ ગતિ કહી શકાય. જૈનસૂત્રો તો કહે છે, સિદ્ધ થવાના ચૌદ પ્રકાર છે. પણ થયા પછી સૌની એક જ દશા છે.
૪૮૯
હવે ગીતાકાર અગાઉના અઘ્યાયોમાં કહેવાઈ તે કરતાં બીજા શબ્દોમાં અને વધારે ચોખવટથી શ્રીકૃષ્ણમુખદ્વારા બે જ શ્લોકમાં સૃષ્ટિવિજ્ઞાનની વાત ફરીને કહી નાખે છે.
मम योनिर्महद्ब्रह्म तस्मिन् गर्भं दधाम्यहम् । सम्भवः सर्वभूतानां ततो भवति भारत ||३|| सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः 1 तासां ब्रह्म महद्योनिरहं बीजप्रदः पिताः ||४|| મારી યોનિ મહત્-બ્રહ્મ, તેમાં મૂકું હું ગર્ભને; સંભવ સર્વ ભૂતોનો, તે થકી થાય ભારત ! ૩ કૌંતેય ! સર્વ યોનિમાં, સંભવે મૂર્તિઓ ય જે;
તેની યોનિ મહત્-બ્રહ્મ, બીજ દેનાર હું પિતા. ૪
ભારત! મારી યોનિ મહત્-બ્રહ્મ છે. તેમાં હું ગર્ભ મૂકું છું. અને તેથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે. વળી કે (કુંતીપુત્ર) કૌતેય ! સર્વ યોનિઓમાં જે જે મૂર્તિઓ (વ્યકિતઓ) સંભવે છે, તે (બધા)ની યોનિ મહત્-બ્રહ્મ છે, અને બીજારોપણ કરનાર પિતા હું (પુરુષ) છું.
નોંધ : મહત્તત્ત્વ એ સાંખ્યપરિભાષાનો શબ્દ છે. એને 'અવ્યકત' પણ કહેવાય છે. મૂળ પ્રકૃતિ પણ કહેવાય છે. કારણ કે મહત્ની સાથે અહીં બ્રહ્મ શબ્દ વપરાયો છે. યોનિનો અર્થ આદિકારણ પણ છે, અને યોનિનો અર્થ જાતિ પણ છે. ત્રીજા શ્લોકમાં આદિ કારણ તરીકે લઈને બહુવચનવાળો પ્રયોગ લીધો. પરંતુ છેવટે તો તે સાકાર-એટલે કે દેહધારી માત્ર, પછી તે ચર હો કે અચર હો ! પણ તે સૌની યોનિ એટલે કે આદિકારણ તો મહત્-બ્રહ્મ જ છે. અને એને બીજદાતાર પિતા તો આત્મા જ છે.
જૈનપરિભાષા પ્રમાણે ગોઠવીએ તો આ બીના ભારે ચોખ્ખી થશે, અને તે આ રીતે કે : "મહત્-બ્રહ્મ એટલે ભાવકર્મ. આનો સીધો સંબંધ આત્મા સાથે હોઈને તે આત્માની યોનિ જ ગણાય. અને ભાવકર્મ પછી જ દ્રવ્યકર્મ સંભવે છે. અને દ્રવ્યકર્મથી આ આખો સંસાર છે. એટલે સૌનું મૂળકારણ ભાવકર્મ છે, અને એ
Page #185
--------------------------------------------------------------------------
________________
૪૯૦
ગીતા દર્શન
ભાવકર્મને જો સ્ત્રીની ઉપમા આપીએ અને સંસારને બાળકની ઉપમા આપીએ, તો એ ભાવકર્મરૂપ સ્ત્રીનો સંગી અને સંસારરૂપી બાકળનો પિતા-અહંકારી આત્મા જ છે.”
આટલું કહ્યા પછી પ્રકૃતિનો આત્મા અને સંસાર જોડે શો સંબંધ છે? એ શંકા નહિ જ રહે. હવે ગુણો વિષે કહે છે :
सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः । निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् ॥५॥ તમ, રજ અને સત્ત્વ, પ્રકૃતિજન્ય તે ગુણો;
અવ્યયી દેહીને બાંધે, મહાબાહુ શરીરમાં. પ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણે (ઉપર કહી તે) પ્રકૃતિથી જન્મેલા ગુણો છે, અને તે ગુણો અવિનાશી એવા દેહસ્થ આત્માને દેહમાં બંદીવાન બનાવી
દે છે.
નોંધ : જ્યારે બીજપ્રદ પિતાનો પ્રકાશરૂપ જીવ પ્રકૃતિ સાથે ભળે છે, ત્યારે પ્રકૃતિનું નાટક શરૂ થાય છે. એટલે કે પ્રકૃતિજન્ય ગુણો જન્મે છે. અને ગુણોની આસકિતથી બંધાયેલા શરીરધારીને પછી તો તે ગુણો પણ જ્યાં લગી આસકિતથી છૂટવા તે તત્પર ન થાય ત્યાં લગી તે શરીરધારીને બંધનથી જકડી લે છે. અવિનાશીને વિનાશશીલ ગુણો બાંધે, એ કંઈ ઓછી નવાઈની વાત છે ? પરંતુ ત્યાં આસકિતનું ઝેર પીને આત્મા પોતાની શકિત ખોઈ બેઠો હોય છે, તેથી જ આમ થાય છે. હવે તે ગુણોની કરામત પૃથપૃથફ રીતે વર્ણવે છે:
तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् । सुख संगेन बघ्नाति ज्ञानसनेन चानध ।।६।। रजो रागात्मकं विद्धि तृष्णासनसमुद्भवम् । तान्निबध्नाति कौन्तेय कर्मसनेन देहिनम् ।।७।। नमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् । प्रमादालस्यनिद्रामिस्तन्निबध्नाति भारत ।।८।। નિર્મળતાથી ત્યાં સત્ત્વ, નીરોગી તેજવંત તે; સુખને જ્ઞાનના સંગે, બાંધે અનઘ ! જીવને, ૬ તૃષ્ણા સંગથી જન્મેલ, રાગાત્મક રજોગુણ; તે બાંધે જાણ કૌતેય ! દેહીને કર્મસંગથી. ૭
Page #186
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચૌદમો
મોહક સર્વ દેહીનો, અજ્ઞાને ઊપજ્યો તમ; ભારત ! જાણ તે બાંધે, નિદ્રા પ્રમાદ આળસે. ૮
૪૯૧
તે પૈકી (સત્ત્વગુણ નિર્મળ છે. એટલે તે) નિર્મળપણાને લીધે આરોગ્ય અને પ્રકાશ દેનાર છે. અને હે અનધ (નિષ્પાપી અર્જુન ! ) તે દેહધારી (આત્મા)ને સુખના અને જ્ઞાનના સંબંધમાં બાંધે છે.
અને હે કૌતેય ! રાગાત્મક (હોવાથી) રજોગુણ તૃષ્ણાસંગથી જન્મેલ છે, અને દેહધારીને કર્મસંગથી બાંધે છે. (મતલબ કે રજોગુણ-વાળાને સંસારવર્ધક પ્રવૃત્તિ બહુ ગમે છે.)
તેમજ હે ભારત ! અજ્ઞાનથી ઊપજેલ તમોગુણ સર્વ શરીરને મોહ પમાડનાર છે તથા તે પ્રમાદ (અસાવધાની) આળસ્ય અને નિદ્રાના બંધનમાં દેહીને બાંધે છે.
નોંધ : અહીં અર્જુનને માટે છઠ્ઠા, સાતમા અને આઠમા ત્રણે શ્લોકમાં જુદાં જુદાં વિશેષણો વપરાયાં છે, એ પણ સૂચક છે. સત્ત્વગુણ ત્રણે ગુણમાં ઊંચો અને પાપરહિત હોવાથી ત્યાં 'નિષ્પાપ' વિશેષણ છે. સૃષ્ટિની ઉત્પત્તિમાં રજોગુણ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી 'કુંતીપુત્ર' એ વિશેષણ લીધું છે. 'ભારત' તો સામાન્ય વિશેષણ છે, એટલે એ વિષે ખાસ કહેવાપણું નથી.
જૈનસૂત્રોમાં છ લેશ્યા છે. તે પૈકીની કૃષ્ણ લેશ્યા અને નીલ લેશ્યા તમોગુણમાં નીલ, કાપોતી અને તેજો રજોગુણમાં; તેજો લેશ્યા અને કવચિત્ પદ્મ લેશ્યા પણ સત્ત્વગુણમાં ઘટી શકે તેમ છે.*
છ લેશ્યાઓમાં ત્રણ લેશ્યાઓઓ પ્રશસ્ત ગણાય છે, તેમ આ ત્રણ ગુણોમાં સત્ત્વગુણ જ પ્રશસ્ત છે. કારણ કે તે નિર્મળ છે, આરોગ્યદાયક અને પ્રકાશક છે. એટલે એ દ્વારા આત્માની ઉન્નતિ સંભવે છે. સુખ અને જ્ઞાન એમ બે તરફ જીવને એ લઈ જાય છે. સુખ તરફ ગયેલો આત્મા દિવ્યગતિ પામીને પણ પાછો ભવમાં રખડે ખરો ! પરંતુ જ્ઞાત તરફ ગયેલો તો સત્ત્વગુણનો આશ્રયી છતાં છેવટે તો ત્રિગુણાતીત મૂળ આત્મસ્વરૂપને પણ પામી શકે. આમ સત્ત્વગુણનો આશ્રય લેનારે પણ ચેતવું તો રહ્યું જ
મોહ, અજ્ઞાન, પ્રમાદ, નિદ્રા અને આળસ આ બધા દુર્ગુણો તદ્દન આત્માની
*લેયા જૈન પરિભાષાનો શબ્દ છે. ભાવથી માંડીને શરીર સુધી એની અસર થાય છે. છ લેશ્યાઓને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દુર્ગુણ, સગુણ વગેરે હોય છે. આનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આપ્યું છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૪૯૨
ગીતા દર્શન
અધોગતિ સૂચવે છે. એટલે તમોગુણ સૌથી હલકો છે.
રજોગુણવાળા જીવમાં શિતનો ખૂબ સંભવ છે. તેથી જો શકિતનો (સત્ય અને અહિંસાને માર્ગે) સદુપયોગ કરે તો તે ઊંચે ચડે અને (હિંસા અને જૂઠમાં દુરુપયોગ કરે તો તે નીચે પડે.
सत्त्वं सुखे संजयति राजः कर्मणि भारत । ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत ||९|| સુખમાં સત્ત્વ જીતે ને, કર્મમાં ૨જ ભારત ! તેમજ જ્ઞાન ઢાંકીને, પ્રમાદે જીતતો તમ, ૯
ભારત ! સત્ત્વગુણ સુખમાં જીતે છે, રજોગુણ કર્મમાં જીતે છે અને જ્ઞાનને ઢાંકીને તમોગુણ પ્રમાદમાં જીતી જાય છે.
નોંધ : ‘સં’ ઉપસર્ગ સાથે આવેલા ’િ ધાતુનો ટીકાકારોએ 'સંયોગ’ અર્થ લીધો છે. પરંતુ સંયોગ વિષે તો ઉપર કહેવાઈ જ ગયું છે. અહીં તો કહેવાનો એ આશય છે કે આત્મા સુખમાં લલચાય એટલે ત્યાં સત્ત્વગુણ જીત્યો, અને આત્મા હાર્યો એમ સમજવું. આ જ રીતે રજોગુણ અને તમોગુણ પણ ત્યારે જીતે છે કે જ્યારે આત્મા પોતાના મૂળ સ્વરૂપથી સ્ખલના પામીને અકર્મમાં, કિંવા અજ્ઞાનમાં વશ થઈ જાય છે.
હવે એ ત્રણે ગુણો સાથે છે એ વાત ખરી, પરંતુ એકબીજા ચડઊતર થાય છે, ત્યારે એક એકને કેવી રીતે ઓળખવા તથા કયા ગુણોને દબાવીને કયો ગુણ ઊંચો આવે છે, તે જો જાણી લેવાય તો સત્ત્વગુણના વિકાસ માટે કોને કોને દબાવવા તે ખબર પડે ! આટલા સારુ હવે શ્રીકૃષ્ણગજી તે જ વાતને કહે છે :
रजस्मतश्चामिभूय सत्त्वं भवति भारत 1
रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा
||
સત્ત્વ ભારત વર્ધતે *(પાન)|| ૧૦|| सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्त्वमित्युत ||११||
1
આ પાઠાંતર ગોંડલ પ્રતિનું છે અને તે પાઠ જ અહીં બંધબેસતો લાગવાથી અનુવાદમાં તે જ રાખ્યો છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચૌદમો
૪૯૩
लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा । रजस्येतानि जायन्ते विवृद्ध भरतर्षभ ||१२|| अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च । तमस्येतानि जायन्ते विवृद्ध कुरुनन्दन ॥ १३|| રજ-તમ ઘટયે સત્ત્વ, સત્ત્વ-તમ ઘટયે રજ; વધે ભારત તે રીતે, સત્ત્વ-રજ ઘટયે તમ. ૧૦ આ દેહે સર્વ દ્વારોમાં પ્રકાશ જ્ઞાન ઊપજે; જ્યારે ત્યાં જાણવો ત્યારે, વધેલો સત્ત્વગુણ એ. ૧૧ કર્યારંભ સ્પૃહા લોભ, પ્રવૃત્તિ ને અશાંતતા; રજોગુણ વધે ત્યારે, જન્મે એ ભરતષભ ! ૧૨ અંધકાર, વળી મોહ, અપ્રવૃત્તિ ને પ્રમાદ એ;
તમોગુણ વધે ત્યારે, જન્મે છે કુરુવંદન. ૧૩ હે ભારત ! રજોગુણ અને તમોગુણ બન્નેને હરાવીને સત્ત્વગુણ આગળ આવે છે. સત્ત્વ અને તમોગુણ ઘટે ત્યારે રજોગુણ વધે છે. અને સત્ત્વગુણ તથા રજોગુણ ઘટે ત્યારે તમોગુણ વધે છે.
(અર્જુન! એ એ ગુણો પૈકી કોણ ક્યારે અને કેટલો વધ્યો તે જાણવું હોય, તો ) આ શરીરમાં બધાં દ્વારો (ઈન્દ્રિયો)માં જ્યારે પ્રકાશમય જ્ઞાન ઊપજે ત્યારે જાણવું કે એ સત્ત્વગુણની વૃદ્ધિ થઈ છે.
(સત્ત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે ઈન્દ્રિયો, મન અને બુદ્ધિ એવાં આપો-આપ વિવેકમય થાય છે કે અશુભ એમને હાથે થતું જ નથી.)
પણ હે ભરતષભ જ્યારે રજોગુણ વધે ત્યારે લોભ, પ્રવૃત્તિ, કર્યારંભ, અશાંતિ અને સ્પૃહ (દેખાઈ આવતી) હોય છે.
અને હે કુરુનંદન ! જ્યારે તમોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે અપ્રકાશ (અંધકારરૂપી અજ્ઞાન) અપ્રવૃત્તિ (જડતા), પ્રમાદ અને મોહ (દેખાવ દેતાં) હોય છે.
નોંધ : આનો અર્થ એ થયો કે અજ્ઞાનરૂપી અંધારું, મંદતા, પ્રમાદ, મોહ એવા તમોગુણની વૃદ્ધિવાળા દુર્ગુણો અને લોભમય પ્રવૃત્તિ કે તૃષ્ણામય કર્મારંભ અને અશમનો અર્થ જ્ઞાનેશ્વર મહારાજે અશાંતિ નહિ પણ ઉચ્છંખલપણું કર્યો છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અશાંતિ એવા રજોગુણની વૃદ્ધિમાં જન્મવાવાળા-દુર્ગુણોનો પરાજય કરી સાધકે પ્રકાશમય જ્ઞાન ભણી પ્રયત્ન કરવો ઘટે, કે જેથી રજોગુણ અને તમોગુણ બન્નેને હરાવીને સત્ત્વગુણ વધેલો રહે અને એ દ્વારા છેવટે મુક્તિ પમાય.
૪૯૪
જે સાધક એમ કહે છે કે 'શી ઉતાવળ છે ? ધીરે ધીરે ઉચ્ચ માર્ગે જઈશું ?’ તેવા સાધકનો પ્રમાદ છોડાવવા સારુ ગુરુદેવ પડકાર કરે છે. 'મૃત્યુ કયારે આવશે તે નિશ્ચિત નથી. અને જો રજોગુણ કે તમોગુણવાળી સ્થિતિ અંતકાળે રહી તો મનુષ્ય જેવી સુંદર જિંદગી એળે જવાની, અને ઊલટી મૂળ મૂડી ગુમાવીને અધોગતિમાં જવું પડવાનું.’ એ રીતે હવે કહે છે :
यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् । तदोत्तमविदां लोकानमलान् प्रतिपद्यते || १४|| रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते । तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते ||१५|| વધેલા સત્ત્વમાં દેહી, જો લય પામી જાય, તો પામે પવિત્ર લોકોને, ઉત્તમ જ્ઞાનીઓ તણા. ૧૪ જન્મે છે કર્મસંગીમાં, પામે જો ૨જમાં લય;
તેમ તમોગુણે લીન, જન્મે છે મૂઢયોનિમાં. ૧૫
જ્યારે (પોતામાં) સત્ત્વગુણ વધેલો હોય ત્યારે (તેવી સ્થિતિમાં) દેહધારી પ્રલય પામે (મૃત્યુ પામે) તો ઉત્તમ જ્ઞાનીઓ કેરા નિર્મળ લોકને (પવિત્ર જગતને વિષે જન્મ) પામે છે.
રજમાં પ્રલય પામીને તે દેહધારી કર્મસંગીમાં (કર્મમાં આસકત એવા લોકોની વચ્ચે) જન્મ લે છે, અને તમમાં લીન થાય. (એટલે કે તમોગુણ વધેલો હોય ત્યારે મૃત્યુ પામે) તો મૂઢ યોનિઓમાં (અજ્ઞાની અને આળસુ લોકમાં, પશુ અગર નરકયોનિઓમાં) જન્મે છે.
નોંધ : જ્ઞાનેશ્વર મહારાજ પોતાની ટીકામાં આ જાતનું લખે છે ઃ "દીપક એક ઠેકાણેથી બીજે લઈ જવાય, તોય તે કંઈ દીપક મટતો નથી. તે તો ત્યાં પણ પ્રકાશક રહે જ છે. તેમ અહીંનો સત્ત્વગુણીજીવ જ્યાં જાય ત્યાં સત્ત્વગુણની સુવાસથી સર્વ સ્થળે મહેકતો રહે છે. આવો દેહધારી સ્વર્ગમાં જાય તો પણ ભોગવિલાસથી
Page #190
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય ચૌદમો
અપવિત્ર થતો નથી, અને ત્યાંથી આયુષ્યકાળ પૂર્ણ થતાં પાછો છઠ્ઠા અઘ્યાયમાં કહ્યા પ્રમાણે કાં તો પવિત્ર શ્રીમાનને ત્યાં અને કાં તો જ્ઞાની યોગીઓના કુળમાં જન્મ પામે છે, એટલે ફરીને અધૂરી સાધના પૂરી કરે છે.” આ રીતે સત્ત્વગુણ સાધકને નાટે પ્રથમ તો ઈષ્ટ જ છે. જોકે કાર્ય સર્યા પછી તે પણ દૂર કરવા જેવો જ છે. પરંતુ દૂર કરવાની વેળા આવશે ત્યારે એટલી યોગ્યતા સહેજે આવશે કે તે છોડી શકાશે. એટલે 'સાત્ત્વિક ગુણ તરફ દ્દષ્ટિ રાખવી' એમ સામાન્ય રીતે કહેવામાં જરાય વાંધો નથી.
૪૯૫
જૈનસૂત્રોમાં પણ એ દૃષ્ટિએ જ તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યાએમ ત્રણ લેશ્યાઓને પ્રાસ્ત કહી છે. વળી એમ પણ કહ્યું છે કે મરણ પહેલાં ઓછામાં ઓછો અંતમુહૂર્તકાળ (એટલે સમયથી માંડીને લગભગ બે ઘડી પર્યતનો કાળ) બાકી રહે ત્યારે જે લેશ્યા આવે, તે જ જાતની ગતિમાં-સજાતીય પરમાણુ સજાતીય પરમણુને ખેંચે એ જાતના કર્મવિજ્ઞાનના નિયમ પ્રમાણે એને જવું પડે છે. અને મૃત્યુકાળ - એ તો જિંદગીનાં સારાંમાઠાં કર્મને લીધે ઊપજેલાં સારાંમાઠાં કર્મો અથવા સારામાઠા સંસ્કારોનું સરવૈયું છે. જિંદગીના બીજા ભાગમાં કશું સુકૃત કે સદ્દભાવ ન સેવ્યાં હોય તો અંતિમકાળે ઉચ્ચ કોટિની લેશ્યા, અથવા ગીતાના શબ્દોમાં કહીએ તો સત્ત્વગુણની વૃદ્ધિનો ઉદય પ્રયત્ને પણ ન જ આવી શકે. માટે જીવનમાં સતત સુકૃત અને સદ્ભાવ અર્થે પળના પણ પ્રમાદ વગર પ્રભુને શરણે પુરુષાર્થ કરવો જોઈએ. કારણ કે કર્મ કોઈને છોડતાં જ નથી. ગુરુદેવ પણ હવે તે જ બીના કહે છે :
{:
: सुकृतस्याहुः सात्त्विकं निर्मलं फलम् । रजसस्तु फलं दुःखमज्ञानं तमसः फलम् ||१६|| કહ્યું સુકૃત-કર્મોનું, ફળ સાત્ત્વિક નિર્મળ;
રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ. ૧૬
(હે અર્જુન ! ) સુકૃત્ય કર્મનું ફળ સાત્ત્વિક અને નિર્મળ (હોય છે તથા રજોગુણનું ફળ દુઃખ, અને તમાંરપુર્ણાનું ફળ અજ્ઞાન(હોય છે, એમ) કહ્યું છે.
નોંધ ઃ સાત્ત્વિક કર્મનું પરિણામ પવિત્રતા, રજોગુણી કર્મનું પરિણામ દુઃખ અને તમોગુણી કર્મનું પરિણામ અવિવેક અજ્ઞાન છે. આમ કહીને ગુરુદેવ તમોગુણી કે રજોગુણી કર્મમાં દેખાતાં લાભ કે સુખ એ પરિણામે અજ્ઞાન અને દુઃખનાં જ દેનાર છે, એમ કહીને સાત્ત્વિક કર્મ તરફ વાળે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
૪૯૬
ગીતા દર્શન
અહીં કોઈને શંકા થાય કે તમોગુણનાં લાભ અને સુખ પરિણામે અજ્ઞાનપ્રદ અને દુઃખકર શા માટે?
ગુરૂદેવ એ વિષે કહે છે કે જેનામાં લાભ કે સુખ પેદા કરવાની તાકાત જ નથી, તેમાં એ દેખાય તે માત્ર મિથ્યા છે. દા.ત. ઝાંઝવાનાં નીરમાં જળનો સંભવ જ નથી, ત્યાં જળનું હોવું મિથ્યા છે. દેખાય છે તે મિથ્યા જ્ઞાનથી, નહિ કે સત્યજ્ઞાનથી. એનું જ હવે પ્રતિપાદન કરે છે.
सत्त्वात् सज्जायते ज्ञानं रजसो लोभ एव च । प्रमादमोहौ तमसो भवतोऽज्ञानमेव च ।।१७।। સત્ત્વથી જ્ઞાન જન્મે ને, રજથી લોભ જન્મતો;
પ્રમાદ મોહ અજ્ઞાન, તમથી જન્મતાં ખરે. ૧૭ (હે કૌતેય !) સત્ત્વગુણમાંથી જ્ઞાન ઊપજે છે, રજથી લોભ જ જન્મે છે, અને તમથી પ્રમાદ, મોહ તેમ જ અજ્ઞાન જ નીપજે છે.
નોંધ : મતલબ કે જે જેનો સ્વભાવ છે તે જ તેમાંથી નીપજે. રજોગુણ પાછળ સ્પૃહા અને લોભનો જ સળવળાટ હોય, તો તેવી પ્રવૃત્તિથી મળતું સુખ એ આત્માનંદ તો હોઈ જ કેમ શકે? જ્યાં અલોભ હોય ત્યાં જ આત્માનંદ હોય. લોભ હોય ત્યાં જંજાળ અને ચંચળપણું હોઈ ને એવા કર્મારંભથી મળતું સુખ એ જેમ કાયદાનની ગોળીને ચડાવેલ સાકરના પટની પાછળ જ કડવાશ જ હોય છે, તેમ ઉપરથી દેખાતા તે સુખ પાછળ અંતે દુ:ખ જ હોય ! અને રજોગુણીનો કરંભ ભલે ઉપરથી પરોપકારીપણાનો દાવો કરે, છતાં એમાં ઊંડો સ્વાર્થ અથવા કોઈ મહાકામના રહેલ જ હોય. એટલે સત્ત્વગુણી કર્મો કરવા છતાં પોતે જાગતો રહે તો પવિત્ર રહી છેવટ નિર્લેપતાને માર્ગે જઈ શકે છે. પણ રજોગુણી તો નીચે ધકેલાય છે, તમોગુણી તો મૂઢ સ્વાર્થમાં જ પડ્યો હોય. એની પ્રવૃત્તિ તો બહારથી પણ તુરત પરખાઈ જ જાય. બાકી રજોગુણીની પ્રવૃત્તિ કેટલીક વાર બહારથી તુરત ન પણ પરખાય તેવી ગૂઢ હોય છે.
હવે ગીતાકાર જૈનસૂત્રોની જેમ ત્રણ લોકની ત્રણ દિશા પ્રમાણે ત્રણે ગુણોનું પરિણામી સ્થળ બતાવે છે.
ऊवं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः । जधन्यगुणवृत्तिस्था अधोगच्छन्ति तामसाः ||१८||
Page #192
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચૌદમો
૪૯૭ સત્ત્વગુણી ચડે ઊંચે, મધ્યમાં રાજસી રહે;
તમોવૃત્તિ તણા લોકો તામસી જાય છે નીચે. ૧૮ (ભારત !) સત્ત્વગુણી શરીરઘારી ઉચે ચડે છે (ઉન્નતિ પામે છે), રજોગુણી શરીરધારી મધ્યમાં રહે છે. (એની ઉન્નતિ તો ન જ ગણાય તેમ છેક અધોગતિ પણ ન ગણાય. તેઓ ધારે તો સહેલાઈથી ઉન્નતિને માર્ગે એટલે કે સત્ત્વગુણની પ્રાપ્તિને માર્ગે જઈ શકે) અને હલકટ ગુણમાં જેમની વૃત્તિ રહેલી છે, તેવા તામસી લોકો તો નીચે જ પડે છે. (અધોગતિ જ પામે છે.)
નોંધ : જૈનસૂત્રોમાં ઊર્ધ્વ, તિર્યમ્ અને અધસ' એમ ત્રણ લોક કહ્યા છે. ગતિની દષ્ટિએ દેવગતિ ઊંચી, મનુષ્યગતિ મધ્યમ અને તિર્યંચ તથા નરકગતિ હલકી એમ ગણાય છે. પરંતુ મોક્ષપ્રાપ્તિ તો મનુષ્યગતિમાં જ છે. એટલે તે મધ્યમ હોવા છતાં, જો જ્ઞાનમય બને તો સર્વશ્રેષ્ઠ છે. અને તેથી ઉચ્ચ કોટિના દેવો પણ એવી ઉજ્વળ માનવતા મેળવવા તે ગતિમાં જવા ઉત્સુક રહે છે, એમ શાસ્ત્રો બોલે છે, તે નક્કર સત્યો છે, ને તે આપણે જોઈ ગયા છીએ.
આ શ્લોકમાં વૃત્તિ' શબ્દ વપરાયો છે. તે પણ એ ભાવ સૂચવે છે, કે વૃત્તિને લીધે જ શરીરને આ ફળ ભોગવવું પડે છે, એટલે કે ઉચ્ચ-નીચ ગતિમાં જવું પડે છે. સુખ-દુ:ખ, રાગ-દ્વેષ આદિ જોડકાંથી સમતા ગુમાવવી પડે છે. માટે વૃત્તિને ઊર્ધ્વગામી રાખવી જોઈએ, તો સાત્ત્વિકતા પામી છેવટે મોક્ષ પણ પામી શકાય. એટલે જ હવે શ્રીકૃષ્ણગુરુજી એ તરફ અર્જુનનું ધ્યાન ખેંચે છે.
नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति । गुणेभ्यश्च परं वेत्ति मदभावं सोऽधिगच्छति ||१९|| गुणानेतानतीत्य त्रीन् देही देहसमुद्भवान् । जन्म मृत्युजरादुःखैर्विमुक्तोऽमृतमश्नुते ॥२०|| ન કર્તા ગુણથી ન્યારો, જ્યારે દ્રષ્ટા જુએ અને; ગુણોથી પર જાણે છે, ત્યારે મદ્ભાવ મેળવે. ૧૯
અને છેવટે દેહી દેહે થનારા આ, ત્રણે ગુણો તરી જઈ; જન્મ-મૃત્યુ-જરા-દુઃખે છૂટી અમૃત ભોગવે.૨૦
Page #193
--------------------------------------------------------------------------
________________
૪૯૮
ગીતા દર્શન
(જ્યારે જીવ દ્રા બનીને ગુણો કરતાં કોઈ અન્ય કર્તા નથી, (અર્થાત્ ગુણસંગને લીધે કર્તાપણું છે, અન્યથા નહિ) એમ જુએ છે, અને આત્મા પોતે તો ગુણોથી પર છે એટલું જાણે છે, તે મદૂભાવ-અંતર્યામીસ્વરૂપ મેળવે છે.
(આટલું જનાર જાણનાર એ પણ સમજે છે, કે દેહને લીધે જ આ ગુણોની હસ્તી છે, તો મારે શા માટે એમાં રાચવું જોઈએ ? એમ શુદ્ધ સ્વરૂપને પેખતો છતો તે) દેહધારી-દેહે સંભવનાર આ તમોગુણ, રજોગુણ અને છેવટે સત્ત્વગુણથી પણ પર થઈને એટલે કે, ત્રણે ગુણોને તરી જઈને (દેહની સાથે રહેલા) જન્મ, મૃત્યુ, જરા અને દુઃખ-જન્મ, મૃત્યુને જરાથી ઊપજતાં દુઃખ-થી છૂટીને અમૃતમોક્ષ-ભોગવે છે.
નોંધ : અગાઉ તેરમા અધ્યાયમાં કહેવાઈ જ ગયું છે કે કર્તાપણામાં મુખ્ય ભાગ પ્રકૃતિ જ ભજવે છે. તેથી સાચો જોનાર જ્ઞાની પોતે અભિમાનપૂર્વક કશું કરતો નથી, અને અભિમાન ગયું, એટલે જે કર્મ થાય તે પારમાર્થિક કર્મો જ હોય અને પોતાનું મમત્વ તો શરીર પર પણ ન હોય. તે તો શરીરને પણ સંયમના હેતુરૂપ માને, એટલે રાગ-દ્વેષ કે સ્વચ્છેદ-પ્રતિબંધનાં કારણો ઊપજે જ નહિ. એટલે તે અંતર્યામી બને અને છેવટે સકળ ગુણોથી મુકત થઈ જન્મ, મૃત્યુ, જરા આદિ અવસ્થાઓના દુઃખથી પણ મુકત થાય, તે સમજી શકાય તેવું તો છે જ.
કર્તાપણું જ્યાં છે, ત્યાં ગુણધારી, ગુણસંગી જીવ છે એમ જોવું, અને જીવનું ખરું મૂળ સ્વરૂપ ગુણ કરતાં જુદું છે આટલું જાણવું. બસ, આનું જ નામ તે જૈન સૂત્રોનાં દર્શન-જ્ઞાન-સમ્યક્દર્શન, સમ્યફજ્ઞાન. એ આવ્યા એટલે ચારિત્ર તો સહેજે આવે જ. જે આપણે એકથી વધુવાર કહી ગયા. ગુરુદેવે આ અધ્યાયની શરૂઆતમાં અર્જુનને જે વચન કહેલું "સર્વોત્તમ પસંજ્ઞાન હું કહીશ, કે જે મોક્ષનું સાધન જ થશે” એમાં હવે વાચકને જરાય અતિશયોકિત નહિ લાગે. એ અર્જુનને તો પૂરી ખાતરી થઈ ચૂકી, એટલે હવે એને એવી દશા મેળવવાની તાલાવેલી જાગે છે. અને તે પોતાના ગુરુદેવ પાસે પ્રશ્ન મૂકે છે.
अर्जुन उवाच । कैलिंङ्गैस्त्रीन्गुणानेतानतीतो भवति प्रभो । किमाचारः कथं चैतांस्त्रीन् गुणानतिवर्तते ||२१||
Page #194
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય ચૌદમો
અર્જુન બોલ્યા :
પ્રભો ! કળાય શાં ચિહ્ન થયેલો ત્રિગુણાતીત ? એના આચાર શા હોય ? શેં એ ગુણ ત્રણે તરે ? (૨૧)
૪૯૯
(હે) પ્રભો ! આ ત્રણે ગુણોથી અતીત થાય છે તે કયાં ચિહ્નો થકી(ઓળખાઈ શકે ) ? (અથવા તો) એના આચાર શા હોય ? અને આ ત્રણે ગુણોને એ શી રીતે વટાવી શકે છે?
(એ મારા પ્રશ્નનો આપ કૃપા કરી ખુલાસાવાર જવાબ આપો.)
નોંધ : ત્રિગુણાતીતનાં બાહ્ય ચિહ્નો અને ચર્ચા કેવાં હોય તથા ઈ રીતે એ ત્રણે ગુણો વટાવી શકે ? આ મુદ્દાના બે પ્રશ્નો અર્જુને મૂકયા છે. અને ગીતાકાર પ્રથમ પ્રશ્નનો ઉત્ત૨ ૨૨-૨૩-૨૪ તથા ૨૫ શ્લોકમાં તેમજ બીજા પ્રશ્નોના ઉત્તર છવીસમાં શ્લોકમાં નીચે મુજબ આપે છે :
સારસા
I
प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव 1 न द्वेष्टि संप्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते । गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेंगते ||२३|| समदुःखसुखः स्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रियाप्रियो धीरस्तुल्यनिन्दात्मसंस्तुतिः ||२४|| मानापमान योस्तुल्यो तुल्यो मित्रारिपक्षयोः । सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मां च योऽव्यभिचारेण भक्तियोगेन सेवते स गुणान् समतीत्यैतान् बह्मभूयाय कल्पते પ્રકાશ, પ્રવૃત્તિ કે મોહ કોઈ રીતે ય પાંડવ પ્રવર્ત્યે દ્વેષ ના પામે, નિવર્તો ન કરે સ્પૃહા. ઉદાસીન પરે રે'તો, ન ડગે જે ગુણો થકી; ગુણો વર્તે ભલે એમાં, જે રહે સ્થિર ના ડગે. ૨૩ આત્મનિંદા-સ્તુતિમાં ને, દુઃખેસુખે પ્રિયાપ્રિયે; ઢેફે પાણે તથા સોને, સમત્વી સ્વસ્થ ધીર જે. ૨૪
||રા
।
॥ २६||
!
૨ ૨
Page #195
--------------------------------------------------------------------------
________________
૫૦૦
ગીતા દર્શન
તુલ્ય મિત્ર રિપુ પક્ષે, તુલ્ય માનાપમાનમાં; ને સૌ આરંભનો ત્યાગી, ગુણાતીત ગણાય તે. ૨ ૫ જે એકનિષ્ઠ ભકિતના, યોગે સેવે મને વળી; આ ગુણો તરી, બ્રહ્મ-દશા પ્રાપ્ત કરી શકે, ૨૬ હે (પાંડુપુત્ર) પાંડવ ! પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ (જે વિષે હું અગાઉ કહી જ ચૂકયો છું કે જે અનુક્રમે સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃદ્ધિનાં લક્ષણો છે,) એ પ્રવર્તમાન થાય ત્યારે દ્વેષ નથી કરતો અને તે નિવૃત્ત થાય તો કાંક્ષા કરતો નથી.
તે
ઉદાસીનની જેમ રહેતો થકો ગુણો થકી જે ચળતો નથી, અથવા તો 'ગુણો જ પોતાનો ભાવ ભજવે છે, એમ માની એ સ્થિર રહે છે, ડગતો નથી (વિકાર પામતો નથી).
તેમ જ વળી સુખમાં અને દુઃખમાં સમભાવી રહે છે, સ્વસ્થ રહે છે. (એટલે કે જે પોતાના ભાનમાં જ સ્થિર રહે છે.) જેને ઢેફું, પથ્થર અને સોનું સરખાં છે (અર્થાત્ એની પાછળ રહેલા મૂળ પમાણુઓ એક સમા સ્વભાવવાળાં છે, એમ જાણી સોનું દેખી ચલિત થતો નથી-‘લક્ષ્મી દેખી મુનિવર ચળે.' એ ઉક્તિને તે ખોટી પાડે છે. ) તથા પ્રિયઅપ્રિયની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં જે વ્યકારખો રહે છે.
જેને પોતાની નિંદા થાઓ કે સ્તુતિ થાઓ એની દરકાર નથી, એવા ધીર પુષ તથા માન કે અપમાનમાં તુલ્યભાવી રહેનાર, મિત્ર તથા શત્રુપાને વિષે પણ સમભાવી રહેનાર અને સૌ આરંભ (આસકિતમય કો)નો ત્યાગી પુરુષ ‘ગુણાતીત' તરીકે ઓળખાય છે.
(અને હે અર્જુન ! ) જે એકનિષ્ઠ ભક્તિયોગથી મને સેવે છે, તે આ ત્રણે ગુણોને વટાવીને બ્રહ્મભૂત દશા પ્રાપ્ત કરી લેવાને શક્તિમાન થાય છે.
નોંધ : ગુણાકેતવાળો તો આજે જીવ બની ગયો છે જ. એ વાત તેરમા અને આ અગાઉ ચૌદમા અઘ્યાયમાં કહીને, અહીં ત્રિગુણાતીતનાં ચિહ્ન તથા ચર્યા બતાવ્યાં.એમાં 'ભગવા કે ધોળા વષનો' કે 'ટીલાંટપકાં' વગેરે બાહ્ય ક્રિયાનો ઉલ્લેખ કર્યો જ નથી, એ જ ગીતાની વિશેષતા છે.
"ગીતાકારે રાગ અને દ્વેષના કારણરૂપ ગુણોમાં પણ કર્તાપણું કાઢી નાખવાથી ગુણાતીતપણું પમાય છે.” એમ કહ્યું.
* અજોડ ને વિરાગી જે જનો મને ઉપાસતા); + ર્મકાંડ વડે યજે. (પાઠાં)
Page #196
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચૌદમો
૫૦૧
જૈનસૂત્ર શ્રીઉત્તરાધ્યયન'નું બત્રીસમું અધ્યયન પણ બીજા શબ્દોમાં આ જ વાત કહે છે. તેમના શબ્દો આ છે. "વિષયો રાગ અને દ્વેષના હેતુરૂપ ભલે રહ્યા! પરંતુ જેઓ ખરી નિર્લેપતા સાધે છે, તેઓ રાગ-દ્વેષરૂપી સંસારના મૂળ કારણથી પરાજય ન પામતા થકા ત્યાં વીતરાગી રહે છે.”
ગુણોના ધર્મને જેણે જાણ્યા એને ગુણજન્ય સુખ અને દુઃખ પરત્વે અસ્થિરતા કેમ આવશે? તે તો સ્વસ્થ રહેશે. એની ધીરજ કદી નહિ ખૂટે, નિંદા, પ્રશંસા કે માનાપમાનનાં જોડલાં તો દેહની અગર દેહજન્ય ક્રિયાને લીધે હોઈને તે વિષે પણ તે સંભાળી રહેશે. અને તે એ પણ સમજશે કે જ્યાં એક બાજુ પ્રશંસા આવી કે નિંદા બીજી બાજુ ઊભી જ છે. એક ઠેકાણે માનમાં મોહાયા કે બીજે સ્થળે અપમાનનું દુઃખ થવાનું જ છે. એ બધાં તો એક જ વસ્તુનાં બે જુદાં જુદાં પાસાં છે. આ પ્રકારના ઉદાસીનને મિત્ર પર રાગ ન હોય કે વિરોધી પર દ્વેષ ન હોય. વળી એ ઉદાસીન-એટલે સોગિયો નહિ, પરંતુ ઉચ્ચ કોટિના આત્મસમાં ડૂબેલો હોઈ-નીચ કોટિના વિકૃત રસથી ઉદાસીન એવા-એને પાપકારી પ્રવૃત્તિ તો હોય જ શાની?
આમ અહીં વર્ણવેલાં ગુણાતીતનાં લક્ષણોની –બીજા અધ્યાયમાં વર્ણવેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને બારમા ભકિતયોગ અધ્યાયમાં વર્ણવેલાં પ્રિય ભકતના લક્ષણો સાથે-ઘણે સ્થળે સમાનતા લાગશે. અને તે પણ એમ જ. એટલે કમોગ, શાનયોગ કે ભકિતયોગ એમ ગમે તે યોગ, સાધકને જીવનપાં મ આ તકે પ્રધાનપણે ભાસે, પરંતુ આગળ જતાં તો તે બધા યોગ સમન્વય પાની એકમાં લીન બની જ રહે છે, પણ જો એ ખરે મા હોય તો ! આમ કહીને તથા છેવટે તો સત્ત્વગુણથી પણ પર થઈ બ્રહ્મદશા પામવી શકે છે, એમ સુર ને ગુરુદેવ સાંખ્ય અને વેદાંતનો સુંદર સમન્વય સાધી દે છે. ૧૫ અર્જુનને તો . ' ' ના ભકિત-- યોગ તરફ જ વાળે છે.
એટલે હજુ કોઈને એવી શંકા થાય કે ત્રિગુ. નિને અને જે શું લાગેવળગે? તેનો ઉત્તર તેઓ વાળે છે :
ब्रह्मणो हि प्रतिष्ठाहममृतस्याव्ययस्य च । शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्स .. :: : બ્રહ્મ કેરી પ્રતિષ્ઠા હં, મોક્ષની અવિનાશી :
શાશ્વત ધર્મની તેમ, ને ઐકાંતિક સૌખ્યની : ૭ કારણ કે હે અર્જુન !) બ્રહ્મની, કદી નાશ ન પામે એવી : 1. . . !
Page #197
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અવિનાશ!) અમતની (મોક્ષની), શાશ્વત ધર્મની અને ઐકાંતિક સુખની પ્રતિષ્ઠા (છેલ્લી સ્થિતિરૂપ) હું જ છું.
૫૦૨
નોંધ : મતલબ કે બ્રહ્મ, સત્ય, નિર્વાણ, મુકિત, ઐકાંતિક સુખ એવી જે કંઈ સ્થિતિ કા હૈ આત્મમય’ જ છે. માત્ર નામો જ જુદાં છે, સિવાય કશું નહિ, આમ કહેવાનો અહીં આશય છે. અને તે યથાર્થ છે. જૈનસૂત્રો પણ સિદ્ધિ, મુકિત, સિદ્ધાયતન, સિદ્ધગતિ, પરમ સુખધામ આદિ ઘણાં નામો એ એક જ દશાનાં છે, એમ કહે છે. ગુરુદેવ અગાઉ આત્માનાં ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રી, સાક્ષી, જ્ઞેય, અક્ષર, પરંબ્રહ્મ એમ અનેક નામો એ પ્રમાણે કહ્યાં છે.મતલબ કે ગમે તે પકડો, પણ અંતે તો એક જ સ્થાને જઈ ચડવાના-જો સાચો માર્ગ પકડયો હશે તો ! અને એ ખાતર ગીતા, સમત્વજ્ઞાન, કર્મ-કૌશલ્ય અને સમર્પણ એમ ત્રણે પર ભાર આપે છે. હવે આખા અઘ્યાયનો ઉપસંહાર કરી લઈએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः ||१४||
'ૐ તત્ સત્' એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં ગુણત્રયવિભાગયોગ નામનો ચૌદમો અઘ્યાય પૂરો થયો.
ચૌદમા અઘ્યાયનો ઉપસંહાર
જિજ્ઞાસુ અર્જુનને સંબોધીને શ્રીકૃષ્ણજી કહે છે :
"આત્માનો સંબંધ મહત્ત્રહ્મ (પ્રકૃતિ) સાથે થાય છે, એ મહત્ત્રહ્મથી ભૂતો જન્મે છે. આ રીતે ચોરાસી લક્ષ યોનિનું મૂળ પણ મહત્ત્રહ્મ છે. આ મહત્ બ્રહ્મનાં જોડાંને જો જુદાં જુદાં નામ આપીએ, તો પ્રકૃતિ એ જગન્માતા છે, પુરુષ એ જગત્પિતા છે. પ્રકૃતિ અને પુરુષ-સંગે ત્રણ ગુણો જન્મે છે. એ ત્રણે ગુણોનું કાર્ય ક્ષેત્રસવિકારી ક્ષેત્ર છે. એ પ્રકૃતિ-પુરુષનો સંગ ટાળ્યો કે સંસાર ટળ્યો.
પણ ત્રણે ગુણોનું કામ ભારે જબરું છે. એ અવિનાશી (અગાઉ વર્ણવેલા) ક્ષેત્રીને સવિકાર ક્ષેત્રરૂપ શરીરમાં બાંધી લે છે. તે ત્રણેમાંથી એકે જુદા રહેતા જ નથી. તેમનામાં વધઘટ જરૂર થાય છે. એટલે કાં તો દેહી ત્રિગુણાતીત હોય તો એ બંધનથી છૂટે, અથવા ત્રિગુણાતીત થવાનો પ્રયત્ન કરે તો એ ત્રિગુણની બેડીથી છૂટે.
Page #198
--------------------------------------------------------------------------
________________
અધ્યાય ચૌદમો
પ૦૩
ત્રણ ગુણ પૈકી સત્ત્વગુણ સારો છે, તે માર્ગે જવું, સત્ત્વગુણની પ્રતીતિ એ, કે તે સુખ આપે અને પ્રકાશમય જ્ઞાન તરફ પ્રેરે. પવિત્રતા સત્ત્વગુણીને ગમે, તે તેવી સ્થિતિમાં મરે તોપણ જ્ઞાનમય વાતાવરણમાં જન્મે અગર દિવ્યલોકમાં જઈ ફરીને પવિત્ર મનુષ્યતા પામે.
મતલબ કે સત્ત્વગુણ તે ઊંચે જ લઈ જાય છે. રજોગુણવાળાને પ્રવૃત્તિ પ્રિય લાગે છે, પરંતુ એના ગર્ભમાં લોભ અને તૃષ્ણા હોવાથી રાગમય અને સંસારવર્ધક એ પ્રવૃત્તિ બને છે. માટે તે મધ્યમ કોટીની છે. અને તમોગુણ તો અજ્ઞાનથી જન્મેલો અને પ્રમાદ, મોહ, આળસ આદિ વધારનાર હોઈ (જૈનસૂત્રોમાં મહાનિદ્રાઓ- દર્શનાવરણીય કર્મની કહી છે, એ તમોગુણમય છે.) એ ગુણ અધમગતિમાં જ લઈ જાય છે, માટે તે બન્નેને તજીને આગળ જવું, અને છેવટે તો ત્રિગુણાતીત જ થવું જોઈએ.”
અર્જુને પૂછયું, "ત્રિગુણાતીતને શી રીતે ઓળખવો? તેનાં આચરણ શાં? અને તેવી દશા પામવાના ઉપાય કયા ?"
ત્યારે શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું, ગુણોના સ્વરૂપનું જ્ઞાન થાય પછી, કર્તાપણાનું અભિમાન ટળે છે. અને એ પ્રિયાપ્રિય, માનાપમાન, રાગ-દ્વેષ, મિત્ર-વૈરી આદિમાં સમ અને સ્વસ્થ રહે છે; માનસિક ક્ષેત્રમાં વિકારો કે આવેશ આવે કે તુરત શમાવી દે છે. તેમાં તે ભળતો નથી, એટલે ઈન્દ્રિયો અને છેવટે મન, બુદ્ધિ પણ શુદ્ધ થાય છે. એને કોઈ લાલચ કે રિદ્ધિસિદ્ધિઓ પણ ડગાવી શકતી નથી. સર્વ પાપવ્યાપારથી એ સહેજે છૂટો થઈ ગુણોના ધર્મ સમજીને ઉદાસીનની જેમ રહે છે. અર્થાત્ દેહે હોવા છતાં, દેહક્રિયા હોવા છતાં, લોકહિતકારક પ્રવૃત્તિમાં રત છતાં, સહજ પ્રયોગે વિહરતો રહે છે. દેહ છતાં દેહાતીતદશા વર્તે છે. એનું જ નામ તે ત્રિગુણાતીત.
મેં અગાઉ કહ્યું તેમ આવી સ્થિતિ આત્માની એકનિષ્ઠ ભક્તિથી જરૂર મળે છે. સનાતન ધર્મ, અમૃત, અવ્યય અને બ્રહ્મનો છેલ્લો છેડો આત્મા અથવા હું જ છું.
પ્રિય અર્જુન ! આ તને જે કહ્યું તે જ્ઞાન એવું સર્વોત્તમ છે, કે એ જ્ઞાનદ્વારા મુનિઓ અને ભકતો પરસિદ્ધિ અથવા આત્મતાદામ્યતા અવશ્ય પામ્યા છે.”
Page #199
--------------------------------------------------------------------------
________________
ગીતાદર્શન liuuuuuuuuuuuuuuuuull અધ્યાય પંદરમો
ઉપોદ્ઘાત સાંપ્યપરિભાષા પ્રમાણે પ્રકૃતિજન્ય ગુણોનું સારી રીતે સ્પષ્ટીકરણ થયા પછી વેદો તથા ઉપનિષદોની પરિભાષામાં આવતા સંસારવર્ણનને ઉપનિષદોએ જે અશ્વત્થ નામના વૃક્ષ સાથે ઘટાવ્યું છે, તે વિષે ગુરુદેવ આ અધ્યાયમાં ચોખવટ કરે છે, અને ગમે તેવું સચોટ હોય તોય તે સંસારનાં આદિ અંત કે પાયો મળતાં જ નથી માટે એ બધી શાસ્ત્રચર્ચાથી પર એવું પરંતત્ત્વ જાણી લેવું એ જ યોગ્ય છે, એમ સમજાવે છે; એવો પરંઆત્મા સંસારમાં કામ કરનારાં તત્ત્વો કરતાં કોઈ નિરાળો જ છે, જગતભરમાં એના તેજે જ બધું કાર્ય ચાલે છે, છતાં એ નિરાળો કેવી રીતે, તે અજબ પ્રકારે – આ અધ્યાયમાં સમજાવવામાં આવ્યું છે. માટે આ અધ્યાયનું નામ “પુરુષોત્તમયોગ” યથાર્થ છે. હવે તે અધ્યાયમાં પ્રવેશ કરીએ.
पअदशोऽध्यायः
અધ્યાય ૧૫ મો ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ||१||
अधश्चोर्ध्व प्रसृतास्तस्य शाखा
गुणप्रवृद्धाविषयप्रवालाः । अधश्च मूलान्यनुसंततानि
મનુવન્ધીનિમનુષ્યો /રના न रुपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा । अश्वत्थमेनं सुविरुढमूलम
सङ्कशस्त्रेण दृढेन छित्वा ।।३।। ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन् गता न निवर्तन्ति भूयः ।
Page #200
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પંદરમો
૫૦૫
तमेव चाद्यं पुरुषं प्रपधे
यतः प्रवृत्तिः प्रसृता पुराणी" ||૪|| ઊંચે મૂળો નીચે શાખા, ને જેનાં છંદ પાંદડાં; એવો અવ્યયી અશ્વત્થ જે જાણે વેદવિદ તે. ઊંચે નીચે વ્યાપી જ તેની શાખા, ગુણે વધી વિષય કુંપળાળી કમનુબંધી મૂળ વિસ્તરેલાં, નીચે નુ લોક* વળી તે તરુનાં . ૨ ન રૂ૫ એનું અહીં તથ્ય લાવે, ન આદિ કે સ્થિતિ ન અંત એમાં, અશ્વત્થ ઊંડાં મૂળ વાન, એને છેદી કરી દઢ અસંગ શસ્ત્ર. ૩ "પામું હું તે આદ્ય પુરુષને જ, જ્યાંથી પ્રવૃત્તિ પ્રસરી પુરાણી” એ ભાવ સેવી પદ શોધવું તે, ગયેલ પાછા ન ફરે અહીંથી . ૪ (ભારત ! આ રહસ્ય તો સાંભળ; તને મારી વાત ઊલટી લાગશે. પરંતુ એ સ્વરૂપ જ એવું છે. દુનિયાની ચાલુ સીધી લાગતી વાતો ત્યાં સાવ ઊલટ સ્વરૂપે ભાસે છે, અને તે સ્વરૂપની સીધી વાતો અહીં ઊલટી ભાસે છે. એ જ એક પરમ આશ્ચર્ય છે. જ્ઞાનીઓ જે અવળવાણીમાં કહી ગયા છે, તે એ સંસારનું આબેહૂબ સ્વરૂપ છે. તેમાંની એક અવળવાણીની રહસ્યવાર્તા હું તને અહીં કહું છું ).
જેનું ઊંચે મૂળ અને નીચે શાખાઓ છે, તે વૃક્ષને જ્ઞાનીઓ અશ્વત્થ (સંજ્ઞાથી) ઓળખે છે. છંદો (વેદોકત છંદો અથવા વેદને નામે ઓળખાતા છંદો તો) એનાં પાંદડાં છે. આવું જ જાણે છે, તે વેદજ્ઞાતા છે.
(ભારત ! જેમ પાંદડાં એ મૂળ નથી, તેમ વેદ માંહેલા છંદો કંઈ એ વૃક્ષનાં મૂળ નથી. જેમ વૃક્ષનાં સંબંધમાં મૂળ પછી થડ અને શાખા પ્રશાખાઓ તેમજ ત્યારબાદ પાંદડાં આવે છે, તેમ સંસારરૂપી વૃક્ષનાં મૂળ અને ડાળીઓ જુદાં છે. વેદો તો પાંદડાં રૂપ છે. મતલબ કે વેદમાં બતાવેલા સ્વરૂપ કરતાં આત્માનું અને સંસારનું મૂળ સ્વરૂપ કંઈક જુદું જ છે. એટલું જે જાણે તે વેદજ્ઞાની. માત્ર વેદના મંત્રો બોલી જાય તે વેદજ્ઞાની નહિ, પણ યથાર્થ રીતે સંસારનું મૂળ જાણે તે વેદજ્ઞાની.)
(વળી હે કૌતિય) તે શાખા, કંઈ માત્ર નીચે જ નથી રહી, પણ ઊંચ નીચે ચોમેર ફેલાઈ ગઈ છે. તે વિષે જ હું હવે કહું છું :) ગુણોને લીધે વધેલી અને વિષયરૂપી * અહીં મનુષ્યલોક ખાસ ઉલ્લેખાયેલો છે, તેનું કારણ મનુષ્ય ધારે તો સાંસારિક કર્મબંધનથી છૂટી શકે છે, તે
સારું.
Page #201
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
કૂંપળવાળી તે (અશ્વત્થવૃક્ષ)ની ડાળીઓ ઊંચે અને નીચે ફેલાયેલી છે. કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાય છે.
૫૦૬
છતાં હે ભારત ! અહીં તે વૃક્ષોનાં આદિ, પાયો કે અંત મળતાં નથી. એવા ઊંડા મૂળિયાંવાળા એ અશ્વત્થ વૃક્ષને દ્દઢ-અસંગ શસ્ત્ર વડે છેદીને -
"તે આદ્યપુરુષને હું મેળવું કે જે થકી પુરાતન પ્રવૃત્તિનો પ્રસાર થયો છે” (એવો દઢ સંકલ્પ કરીને) તે પદ શોધવું કે જે પદને પામેલા ફરીને પાછા ફરતા નથી.
નોંધ : "અશ્વત્થ' એટલે પીપળો અથવા વડ એવો અર્થ કેટલાક ટીકાકારોએ લીધો છે. અને વેદાંત ટીકાકારોએ વ્યુત્પત્તિ પરથી કાલે જે ન દેખાય, તેવો ક્ષણજીવી સંસાર એ અર્થ લીધો છે. જૈન ગ્રંથકારોએ પણ વૃક્ષની ઉપમા સંસારને આપીને મધુબિંદુની લાલચમાં લટકી રહેલા મનુષ્યનું ચિત્ર દોર્યુ છે.
ઊંચે મૂળ અને નીચે શાખાનો અર્થ એ કે ચૌદમા અઘ્યાયમાં કહેવાયેલું મહત્ બ્રહ્મ એ સંસારનું મૂળ છે અને તે ઊંચે છે-ઉચ્ચ કોટિનું તે તત્ત્વ છે. સંસારના તત્ત્વો એની શાખારૂપ છે. તે નીચે છે, અને તે નીચ કોટિનાં તત્ત્વો છે. જૈનપરિભાષામાં જીવને હળવો અને સંસારને ભારી કહ્યો છે, પણ આત્માનું મૂળ સ્વરૂપ તો નથી હળવું કે નથી ભારે ! એટલે કે તે અગુરુ-લઘુ ગણાય છે. જેમ આત્મા અનાદિ અનંત છે, તેમ સંસારવૃક્ષ પણ અનાદિ અનંત છે.
ગુરુદેવે ફરીને બીજા શ્લોકમાં વળી બીજા પ્રકારે વાત કરી છે. લો. તિલક કહે છે કે, "સાંખ્ય અને વેદાંત બન્ને પ્રકારનાં (ઉપનિષદમાં આવતાં)વર્ણનનો સુમેળ સાધવાનો ગીતાકારનો આ શુભ પ્રયત્ન છે.” આપણે એ અભિપ્રાયમાં સંમત છીએ, છતાંય એ બે શ્લોકનું જુદું રહસ્ય પણ આપણે તારવી શકીએ છીએ. તે એ કે "નીચે ગયેલી શાખાઓ સત્ત્વગુણથી વૃદ્ધિ પામે છે, ત્યારે ઊંચે એટલે કે દેવગતિમાં ફેલાય છે. અને રજોગુણથી વૃદ્ધિ પામે છે, તેમજ વિષયરૂપી કૂંપળો તેમાંથી ફૂટે છે ત્યારે તે કર્માનુબંધવાળી બનીને મઘ્યમ સ્થળ એટલે પ્રાયઃ મનુષ્યલોકમાં ફેલાય છે. મનુષ્યલોકમાં કર્માનુબંધ સ્વતંત્ર હોઈ-મોક્ષયોગ્યતા છે. પણ તમોગુણથી વૃદ્ધિ પામે છે, ત્યારે અધોલોકમાં પણ ફેલાવ પામે છે.” મતલબ કે મહત્ત્રહ જે ઊંચું તત્ત્વ હતું તે પણ તેની (જીવ) સાથે નીચે જાય છે. એટલે એમ આ સંસારવૃક્ એવું વિચિત્ર બની રહે છે. ગુરુદેવે પણ એ આશયે જ આગળ વધતાં કહ્યું :
"એનું ખરું સ્વરૂપ આ સ્થૂળ આંખે કે આ સંસારદ્દષ્ટિએ શોધી શકાતું નથયું. એનો અંત, આદિ કે આધારસ્થળ પણ આ રીતે પામી શકાતાં નથી. માટે એ ઊડઃ યેલાં
Page #202
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય પંદરમો
મૂળિયાંવાળા સંસાર-વૃક્ષની આદિ, અંત કે આધાર શોધવાની તરખડમાં પડવા કરતાં દ્દઢ અનાસિકતનું શસ્ત્ર લઈ એને છેદી અને પછી "જેના થકી આ અનાદિ પ્રવૃત્તિનો પ્રસાર થઈ રહ્યો છે, તે આદિપુરુષને જ હું પામીશ” એવો દૃઢ સંકલ્પ કરીને અપુનરાગતિવાળા ધામને શોધવું એ રાજમાર્ગ છે.”
૫૦૭
બુદ્ધદેવનો પણ આ જ સિદ્ધાંત હતો. અહીં ગીતાકારે એ જ મંતવ્યને પુષ્ટિ આપી છે.
બુદ્ધદેવના અનુયાયીઓ વિજ્ઞાનના બે ભેદ પાડે છે ઃ (૧) આલય-વિજ્ઞાન, (૨) પ્રવૃત્તિવિજ્ઞાન.
પ્રવૃત્તિવિજ્ઞાનને ક્ષણિક માને છે. છતાં આલયવિજ્ઞાનને નિત્ય માને છે. અશ્વત્થનો અર્થ પણ ક્ષણજીવી થઈ શકે છે, છતાં તેનું અવ્યય એવું વિશેષણ છે. એટલે તે નિત્ય પણ છે.
બુદ્ધદેવ પણ કહે છે :
દૃઢ વૈરાગ્યશસ્ત્રથી સંસારવૃક્ષ છેદો, પછી આપોઆપ સંસારથી પર એવું નિવાર્ણધામ મળશે. બાકી વૈરાગ્ય વિના સંસારનાં આદિ, અંત અને મૂળ તથ્યરૂપે શોધવાં કે પુરુષની ઓળખાણ કરવી અશકય છે. માટે એ આદ્યપુરુષને પામું કે જેનાથી આ પ્રવૃત્તિ-વિજ્ઞાન વિસ્તર્યું' એવો સંકલ્પ ભલે કરો, પરંતુ માત્ર બોલવાથી એ મળી જાય તેમ નથી.
શ્રમણસંસ્કૃતિ 'અસંગતા’ ઉપર ભાર આપે છે, તેનું કારણ એ જ છે.
સંસાર અને આત્માનો વિચાર ભલે કરો, પરંતુ આચરણ વિના યથાર્થ સ્વરૂપ અહીં ઉપલબ્ધ થતું જ નથી. અસંગતા એ સંસાર વૃક્ષને છેદવાનો સફળ કુહાડો છે.
અગાઉ ગુરુદેવ બધાં દર્શનોની દ્દષ્ટિએ પ્રતિપાદન કરી ગયા છે, તેમ અહીં શ્રમણસંસ્કૃતિ જેમાં જૈન શ્રમણ અને બૌદ્ધ શ્રમણ બન્નેનો સમાવેશ થાય છે, તે દૃષ્ટિએ પ્રતિપાદન કર્યું છે. "કર્માનુબંધીનિ મનુષ્યલોકે” કહીને કર્મનો કાયદો અને મનુષ્યગતિમાંથી જ મોક્ષ એ પણ દઢ રીતે સાબિત કર્યુ છે. મતલબ કે એમને જગતનાં સર્વ મંતવ્યોનો સમન્વય જ ક૨વો છે, કોઈનું ખંડન નહિ. અને વસ્તુતાએ સત્ય પણ તે જ છે.
निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः
Page #203
--------------------------------------------------------------------------
________________
૫૦૮
(अध्यात्मनिष्ठा विनिवृत्तकामाः ) पाठा. द्वंद्वैर्विमुक्ता सुखदुःखसंज्ञ
ગીતા દર્શન
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्
||||
ન સંગતા કે સુખદુઃખદ્રો, ન જેમને કામ, ન માનમોહ; અઘ્યાત્મનિષ્ઠા વળી જેમને તે, પામે અમૂઢો પદ અવ્યયી એ. પ
જેમને માન અને મોહ પજવતાં નથી, જેમણે સંગદોષ ઉપર જીત મેળવી છે, જેમની અઘ્યાત્મભાવમાં નિષ્ઠા છે, જેમની કામનાઓ શમી ગઈ છે, જેઓ સુખદુઃખનાં દ્વંદ્વોથી છૂટી ગયા છે, એ અમૂઢ-જ્ઞાની-પુરુષો એ અવ્યયી પદને પામે છે.
નોંધ : જૈનસૂત્રોની દૃષ્ટિથી આ ક્ષીણકષાયી નામના બારમા ગુણસ્થાનકની દશા વર્ણવી છે. આ બારમા ગુણસ્થાનક પછી નિશ્ચે અપુનરાવૃત્તિવાળું પદ પમાય છે, એમ જૈનસૂત્રો પણ કહે છે. આ પરથી સહેજે સમજાશે, કે 'નામ, રૂપ ગમે તે હો, માત્ર ઉપલા ગુણો સાધી લે. એટલે એનો મોક્ષ નક્કી છે.’
એમ જ ગીતા માને છે. એ અવ્યયી પદ અને પોતાના પરંધામ વચ્ચે કશો જ વિરોધ નથી એ જેમ અગાઉ કહ્યું છે, તેમ ફરીથી અહીં પણ કહે છે. અને વળી તે પદનો મહિમા પણ બતાવે છે:
न तद् भासयते सूर्यो न शशाङ्को न पावकः ।
यद् गत्वा न निवर्तन्ते तद् धाम परमं मम ॥ ६॥ તેને અગ્નિ શશી સૂર્ય, ન પ્રકાશ દઈ શકે; જ્યાં જઈ ન વળે પાછા, તે પરંધામ છે મમ. ૬
તે સ્થળે સૂર્ય, ચંદ્ર કે અગ્નિને પ્રકાશ આપવાનું રહેતું નથી, જ્યાં જનારને (ગયા પછી) પાછું ફ૨વાપણું નથી,તે મારું પરંધાય છે.
નોંધ : સૂર્ય, ચંદ્ર અને અગ્નિના પ્રકાશથી આત્મપ્રકાશ કોઈ ૫૨મ નિરાળી ચીજ છે. જૈનસૂત્રો કહે છે, કે અહીં પ્રકાશનાં કિરણો પડે છે, તે તો પૌદ્ગલિક છે, અને રૂપી છે. જ્યારે આત્મા તો ચૈતન્યમય છે અને અરૂપી છે. એટલે એનો પ્રકાશ અનોખો જ હોય. એને સૂર્ય ચંદ્ર અને અગ્નિ શો પ્રકાશ આપવાનાં હતાં ? ઊલટી એની જ્યોતિની પાછળ જે તાકાત છે, તેમાં આત્માની જ્યોતિ જ ઝળકી રહી છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પંદરમો
૫૦૯
શ્રી કૃષ્ણગુરુની ઈચ્છા અર્જુનને પોતા ભણી જ વાળવાની છે, એટલે ફરીને યાદ આપે છે, કે ઉપર જે અપુનરાવૃત્તિવાળું પદ કહ્યું, તે મારું જ ધામ છે.
હવે અર્જુને સવાલ કર્યો કે, જો તેમ જ હોય તો તમારો અને આ શરીરધારી જીવનો સંબંધ શો? કારણ કે તમારું ધામ ઊંચે અને ઉચ્ચ કોટિનું છે. જ્યારે જીવ તો આજે સંસારની અધોગતિમાં પડેલો પ્રાણી છે, તો તે તેટલે ઊંચે કઈ રીતે જઈ શકે? વળી તેનો તે જ જીવ દેશ છોડતી વખતે જો શાખાના દ્રષ્ટાંતે, કર્મદ્વારા અને વિષયારા ઊંચનીચે ફેલાય છે, ત્યારે બીજી યોનિમાં જાય છે, તો તે કેવા પ્રકારે અને શાથી? આ બે સવાલનો ઉત્તર આપતાં શ્રી કૃષ્ણચંદ્ર કહે છે:
ममैवांशो जीवलोके जीवमृतः सनातनः । मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ||७|| शरीरं यदवाप्नोति यच्चाप्युत्कामतीश्वरः । गृहीत्वैतानि संयाति वार्युगन्धानिवाशयात् ||८|| श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च । अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते अत्क्रामंतं स्थितं वापि भुआनं वा गुणान्वितम् । विमूढा नानु पश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१०॥ यतन्तो योगिनश्चैवं पश्यन्त्याऽऽत्मन्यवस्थितम् । यतन्तोऽप्यकृताऽऽत्मानो नैनं पश्यन्त्यचेतसः ||११|| શાશ્વત અંશ મારો જ, જીવલોકે કહ્યો જીવ ખેંચે પ્રકૃતિ માંહેલાં મન ને પાંચ ઈન્દ્રિયો. ૭ પામતાં છોડતાં દેહ, ઈશ્વર એમને પ્રથી; ગંધ સ્થાન થકી ગંધ, વાયુ જેમ લઈ જતો. ૮ ત્વચા જીભ તથા નાક, ચક્ષુ, કાન વળી મન; એ છ એને જ આધારે, વિષયો ભોગવે વળી. ૯ દેહે રે'તા જતા કિંવા, ભોગવતા ગુણયુકત એ; જીવને મૂઢ ના પેખે, પેખે છે જ્ઞાનદર્શીઓ. ૧૦
Page #205
--------------------------------------------------------------------------
________________
૫૧૦
ગીતા દર્શન
ને એમ યતતા યોગી, પેખે પોતા વિષે રહ્યો;
ન એને પેખતા પાપી અજ્ઞાનીઓ મથે છતાં.૧ ૧ (ભારત !) જીવલોકને વિષે જે જીવરૂપ (કહેવાય છે) તે મારો જ સનાતન અંશ છે (એટલે એના પસ્વરૂપને પિછાનવું અને મને પિછાનવો એ બન્ને એક જ છે વળી તે અંશ એટલે છૂટો પડેલો કટકો નહિ; કારણ કે મારું અને એનું સ્વરૂપ અભિન્ન છે. પરંતુ જેમ વસ્ત્રને એક છેડે હાથ મૂકીને કોઈ એ વસ્ત્રનો અંશ બતાવે છે, તેમ આ જીવલોકમાં જીવ તરીકે ઓળખાતો મારો અંશ છે, એથી જ તે ઈશ્વર પણ છે. છતાં સ્વેચ્છાએ પ્રકૃતિ માંહેલા મન અને પાંચ ઈન્દ્રિયોને આકર્ષે છે. (આનું જ નામ તે લિંગશરીર.) આ શરીરને પામતાં કે છોડતાં એ (જીવરૂપી) ઈશ્વર એમને લઈને જેમ ગંધના સ્થળમાંથી ગંધ લઈને વાયુ જાય છે, તેમ પોતે પણ (એમની) સાથે થાય છે. અને આ રીતે ત્વચા, જીભ, નાક, ચક્ષુ અને કાન તથા મન) એ છએને આધારે વિષયો ભોગવે છે (આમ સંસારચક્ર ચાલે છે). એવા દેહે રહેલા, જતા કે ગુણ સાથે રહી ભોગવતા એવા જીવને (આત્માને) મૂઢ નથી જોઈ શકતો. જ્ઞાનચક્ષુથી જોનારા જ્ઞાનીઓ (જ્ઞાનચક્ષુથી) જોઈ શકે છે અને એ પ્રમાણે યત્નવંતા યોગીઓ પણ પોતા વિષે રહેલા એ (સ્વરૂપ) ને પેખી શકે છે. પરંતુ જેઓ અબુજ અને અશુદ્ધ છે, તેઓ યત્ન કરે તોય એને પેખી શક્તા નથી. (દુરાચારી પણ જો દુરાચારનો વિચારપૂર્વક પશ્ચાત્તાપ કરી શુદ્ધ થઈ પ્રયત્ન કરે તો એને આત્મદર્શન થાય જ, એ વિષે અધ્યાય ૯, શ્લોક ૩૦ માં કહ્યું છે. પરંતુ જે અંતરનો મેલ તો કાઢવા માગે જ નહિ અને ઉપલક પરિશ્રમ કરે, તે નકામું છે)
નોંધ : કર્મનો અનુબંધ સ્વીકાર્યો એટલે એ શૈલીએ સાતમા, આઠમા અને નવમા શ્લોકમાં ગીતાકારને વર્ણન કરવું પડયું. જૈનસૂત્રો કહે છે : સંસારી જીવ અને સિદ્ધ કોટિનો આત્મા મૂળ સ્વરૂપે એક છે; પરંતુ કર્મસંગીપણાની દૃષ્ટિએ જીવો જુદાજુદા અને અનેક સંખ્યામાં છે. જેમ અગાઉ કહેવાયું તેમ જીવ રાગદ્વેષને વશ થાય છે, ત્યારે પુદ્ગલો ખેંચે છે, અને પુગલો એમાં આશ્રય પામે છે. પછી એ કર્તાભોકતા બને જ છે. અને જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે પોતાનું એ કર્મજન્ય સૂક્ષ્મ-કાર્પણ અને તેજસશરીર સાથે લઈને એ બીજી યોનિમાં જાય છે અને સ્થળ શરીર સર્જે છે. ગુરુદેવે પણ ઉપર એ જ વાત કહી છે. આ પરથી વેદાંતવાદી જેમ માયા કહી સંસારને સાવ ઉડાડી દે છે, તેમ ગુરુદેવ ઉડાડી ન દેતાં એનું રહસ્યમય સત્ય રજૂ કરે છે, અને ગુણાન્વિત જીવ જ ગુણો ભોગવે છે તેમ કહી, ગુણાસક્તિ
Page #206
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પંદરમો
૫૧૧
છૂટે તો સંસાર છૂટી જાય એ અગાઉની વાતને ટેકો આપે છે. એ વિષે હવે વધુ કહેવાપણું રહેતું નથી.
વળી જ્ઞાનચક્ષુ વિના આ વસ્તુનો સાક્ષાત્કાર થતો નથી, એમ કહી શ્રીકૃષ્ણગુરુદેવ વિચાર વિનાના મલિન જીવોનો પ્રયત્ન ક્ષાર ઉપર લીંપણ જેવો બતાવે છે. "જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી એ અક્ષરશઃ ખરું છે. પણ આથી સાધક સાધના ન તજે, પણ સભાનપૂર્વક, વિચારપૂર્વક વિશુદ્ધિ સાથે સાધના કરે જ. અને પુસ્તકિયા જ્ઞાનવાળો ફુલાઈન જાય, પણ પોતાનું જ્ઞાન સાચું છે કે કેમ, તે પોતાના જાગૃતિપૂર્વકના સાધનાયત્નથી સિદ્ધ કરી દેખાડે !
આમ બન્નેને સાવચેતી આપવાનો હેતુ જ ઉપરના દશમા અને અગિયારમાં શ્લોકમાં દેખાય છે. હવે આત્મજ્ઞાનની સાથે વળી જેમ સાતમા અધ્યાયમાં જગત વિજ્ઞાન શરૂ કરેલું અને ઉત્તરોત્તર દશમા લગી તો ખાસ કહેવાતું આવેલું તે અહીં પણ ફરી રજૂ કરે છે. તેમાંય ખાસ તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ જેને પ્રકાશ નથી આપી શકતા તે પરંધામ મારું છે, એમ આ અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં કહેલું. તો હવે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં કોનું તે જ છે, તે પણ કહી દે છે.
यदादित्यगतं तेजो जगद् भासयतेऽखिलम् । यच्चंद्रमसि यच्चाग्नौ तत्तैज्ञो विद्धि मामकम् ।।१२।। गामाविश्य च भूतानि धारयाम्यहमोजस । पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ।।१३।। अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः । प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ।।१४।। सर्वस्य चाहं हृदि सन्निविष्टो ।
मत्तः स्मृतिनिमपोहनं च । वैदैश्व सवरहमेव वेद्यो
__ वेदान्तकृद्वेदविदेव चाहम् ||१५|| ભાનુમાં જે રહ્યું તેજ, વિશ્વ આખું ઉજાળતું; અને જે ચંદ્ર-અગ્નિમાં, તે મારું તેજ જાણતું. ૧૨ પૃથ્વીમાં પેસી ભૂતોને ધારું ઓજસથી ય હું; રસાત્મક થઈ સોમ, પોષે છું ઔષધિ બધી. ૧૩
Page #207
--------------------------------------------------------------------------
________________
૫૧૨
ગીતા દર્શન
૧૪
પ્રાણ-અપાનથી યુકત, રહેલો પ્રાણીદેહમાં; ચાર પ્રકારનાં અન્ન, પચાવું જઠરાગ્નિ થૈ. હું સર્વના અંતરમાં વસેલો, હુંથી સ્મૃતિ જ્ઞાન અને અપોહ; છું સર્વ વેદો થકી હું જ વૈદ્ય, વેદાંતકર્તા હું જ વેદજ્ઞાતા. ૧૫
હે અર્જુન !
સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશિત કરે છે, અને જે તેજ ચંદ્રમાં છે, તેમ જ જે તેજ અગ્નિમાં છે, તે તેજ મારું જાણ.
પૃથ્વીમાં પેસીને હું ઓજસ વડે ભૂતોને ધારણ કરું છું અને રસાત્મક સોમ થઈને બધી ઔષધિને પોણું છું.
પ્રાણીઓના દેહના આશ્રયે રહેલો હું જઠરાગ્નિ થઈને પ્રાણ તથા અપાન વાયુથી યુકત થઈને ચાર (ભક્ષ્ય, ચોષ્ટ, લેહ્ય અને પેય એમ ચાર) પ્રકારનાં અન્ન પકાવું છું. (ઝાઝું શું કહું, પ્યારા કૌતેય !) હું સહુના અંતરમાં વસેલો છું, મારા થકી જ જ્ઞાન, સ્મૃતિ અને અપોહન (વિચારદ્વારા બુદ્ધિમાં રહેલા સંશયાદિ દોષોને દૂર કરનાર એટલે કે તર્કલય) ભાસે છે. બધા વેદોથી જાણવા યોગ્ય તે હું જ, વેદાંતનો કર્તા પણ હું જ, અને વેદોનો જાણનાર પણ હું જ છું.
નોંધ : "સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે તેજ છે તે મારું છે,” એ જાતની વાત તો સાતમા અઘ્યાયમાં કહેવાઈ જ છે. પરંતુ અહીં એક રહસ્યની ઘટના સાથે એનો સંબંધ છે, તે એ કે પૃથ્વી અને સૂર્ય બન્નેનો સંબંધ છે. "સૂર્ય આત્મા જગત સ્ત શુષૠ” એમ શ્રુતિ બોલે છે. અર્જુનના પૃથામાતાને સૂર્યનો સંયોગ થયો, એમાં પણ આવું રૂપક હોવાનો સંભવ છે,
"અહીં સૂર્યરૂપે 'ગો'માં ('ગો'ના અર્થ ઘણા છે. અહીં ઈન્દ્રિય અગર પૃથ્વી બેમાંથી એક લઈ શકાય) પ્રવેશીને હું ઓજસ (ઓજસનો અર્થ શકિત અને વીર્યશક્તિ બન્ને છે) થી ભૂતોને ધારણ કરું છું. એટલે પૃથ્વીમાં પેસીને ભૂતોનો ભાર વહનાર પણ કહેવાય અને ઈન્દ્રિયોમાં પેસીને વીર્યશકિતથી પ્રાણીસર્જક પણ કહેવાય. અને રસાત્મક સોમ(સોમના અર્થ બે છે: (૧) ચંદ્ર, (૨) સોમ નામની રસવલ્લી. પરંતુ અહીં તો ચંદ્ર અર્થ જ યોગ્ય છે. ઔષધિનાથ તરીકે ચંદ્ર પ્રસિદ્ધ છે જ તે) થઈને હું ઔષધિને પોપું છું.” આમ જોતાં ઔષધિને પોષી એટલે ઔષિધ (ઔષધિના બે અર્થ વનસ્પતિ અથવા ઓસડ. એ પરથી એ ભાવ નીકળે કે
Page #208
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પંદરમો
૫૧૩
ઓસડરૂપ વનસ્પતિનો આહાર લેવો તે) ખાનાર મનુષ્યનું પોષણ પણ થયું જ, એટલે એ રીતે ભૂતભર્તા કે મનુષ્યભર્તા વિશેષણ પણ આત્માને લાગુ પડી શકે છે, અને ભૂતસર્જક વિશેષણ પણ લાગુ પડે છે.
આગળ વધતાં કહે છે, કે "પ્રાણી શરીરમાં રહેલો અને પ્રાણ અને અપાન (જેનાથી જીવન મળે તે શ્વાસ વાયુને પ્રાણ કહેવાય છે, અને ગુદા વાટે નીકળતા વાયુને અપાન કહેવાય તે બન્ને)થી જોડાયેલો હું જઠરાગ્નિ થઈને ચાર પ્રકારનાં અન્ન પકાવું છું.” આ રીતે એ તેજ શરીરની અંદર પણ કામ કરે છે. ચંદ્રસૂર્ય પ્રકાશના પ્રમાણમાં જઠરાગ્નિમાં પણ તેજીમંદી આવે છે, એવો નિષ્ણાત વૈદ્યોનો મત છે. આ રીતે પ્રકાશદ્વારા બધું કામ ચાલે છે, તે ખરું જ છે.
વળી આહાર લીધા પછી અને પાચન થયા પછી પણ લોહી થાય છે, તેની શુદ્ધિમાં પણ પ્રકાશની જરૂર પડે છે. લોહીની શુદ્ધિ થાય છે, ત્યાં પણ આત્મપ્રકાશ ઝળહળે છે. પછી એ શુદ્ધ લોહી મગજમાં જાય છે તેથી સ્મૃતિ, જ્ઞાન, સમાધાન આદિ બુદ્ધિ, મન અને ચિત્તના કાર્યોમાં પણ આત્મપ્રકાશ સાથે જ હોય છે. આપણે અગાઉ કહી જ ચૂક્યા છીએ કે હૃદય અને મસ્તક એ બે ભાગ મહત્ત્વના છે. કારણ કે ત્યાં આત્મતેજ વેગવંત રીતે રહે છે. વેદોથી જોય પણ તે, વેદવત્તા પણ તે. એટલે વેદવિદ્યા કરતાં આત્મવિદ્યા શ્રેષ્ઠ છે. એમ અધ્યાત્મવિદ્યા વિદ્યાનાન' એ વાકય પર મહોરછાપ લગાવીને વેદાંત (એટલે વેદોનો તત્ત્વજ્ઞાનનો વિષય રસપૂર્વક ચર્ચતાં એવાં ઉપનિષદોનો છેલ્લો-નિશ્ચિત સિદ્ધાંત) તેનો કર્તા પણ હું છું.” આમ ઉપલા એટલા શ્લોકમાં તો જીવન અને જગતના સારભૂત રહસ્યને કહી દીધું. હવે અર્જુન પાછો ગૂંચવણમાં ન પડી જાય, તે ખાતર ખરો ખુલાસો કરે છે :
द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च । क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते ||१६|| उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः । यो लोक त्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ।।१७।। यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः । अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तम ||१८||
Page #209
--------------------------------------------------------------------------
________________
૫૧૪
ગીતા દર્શન
ક્ષર-અક્ષર આ બે જ, પુરુષો લોકને વિષે; ક્ષર કહ્યાં સહુ ભૂતો, કહ્યો કૂટસ્થ અક્ષ૨. ૧૬ શ્રેષ્ઠ પુરૂષ તો અન્ય, પરમાત્મા ગણાય છે; પોષે ત્રિલોકમાં પેસી, ઈશ્વર અવ્યયી ખરે.૧૭ ક્ષરથી પર હું માટે, અક્ષરથી ય ઉત્તમ;
એથી લોકે તથા વેદ, ખ્યાત છું પુરુષોત્તમ. ૧૮ (ભારત ! પુરુષને સાંપ્યપરિભાષામાં એક જ કહ્યો છે, પરંતુ હું અગાઉ જે બે પ્રકારની પરા-અપરાપ્રકૃતિ કહી ગયો છું તે પણ આતમાના અખંડ સંબંધને લીધે એ સ્વરૂપને પુરુષ પણ કહી શકાય. એટલે એ દ્રષ્ટિએ) લોકમાં ક્ષર અને અક્ષર નિરો એ બે પુરુષો છે. તે પૈકી ક્ષર સ્વરૂપવાળાં સૌ ભૂતો છે અને (તેમાં સ્થિર રહેલો) કૂટસ્થ એવો જે અંતર્યામી તે અક્ષર છે. (આ રીતે નાશવંત અને અવિનાશી એવી બે વસ્તુમાં લોકસ્વરૂપનો સમાવેશ થાય છે.)
ઉત્તમ પુરુષ તો એથી પણ અન્ય (એટલે ત્રીજો) છે, તે પરમાત્મા નામે ઓળખાય છે, કે જે અવિનાશી ઈશ્વર, આ ત્રણે લોકમાં પ્રવેશીને તેમને પોષે છે.
હું ક્ષરથી અતીત (પેલે પાર) છું, અને અક્ષરથી પણ ઉત્તમ છું. એથી જ લોકમાં અને વેદમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું.
નોંધ : દેહધારીમાં રહેલો જીવરૂપી ઈશ્વર જ કર્મને લીધે હલકી ઊંચી યોનિમાં જાય છે. પરમાત્મા સૃષ્ટિકર્તા નથી, કર્મનો કર્તા પણ નથી, અને કર્મનો ન્યાયદાતા પણ નથી. છતાં એનું તેજ તો ત્રણે લોકમાં છે જ. કારણ કે જીવરૂપી ઈશ્વર એ પરમાત્માનો જ અવિભાજ્ય સનાતન અંશ છે.
શ્રીકૃષ્ણચંદ્રગુરુએ પોતાને ખાસ બે ઠેકાણે અહં' વાપર્યો છે, એટલે ત્યાં એક ઠેકાણે નિર્લેપ છતાં દેહધારીમાં બેઠેલો આત્મા લેવો અને આવે ઠેકાણે એમણે સદેહે જ્ઞાનદષ્ટિથી જે પરમાત્માસ્વરૂપ નિહાળ્યું છે, તે જ લેવું. કારણ કે તેમણે છેલ્લા શ્લોકમાં કહ્યું છે કે હું ક્ષરથી પર છું, અને અક્ષરથી પણ ઉત્તમ છું. અને લોકમાં તથા વેદમાં જેને પુરુષોત્તમ એવી નામસંજ્ઞાથી સંબોધવામાં આવે છે તે હું છું.” અર્જુનને આ રીતે પ્રેરણા પાઈને હવે ઉપસંહાર કરતાં શ્રીકૃષ્ણચંદ્ર કહે છે:
यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् । स सर्वविद्भजति मां सर्वभावेन भारत ।।१९।।
Page #210
--------------------------------------------------------------------------
________________
અધ્યાય પંદરમો
૫૧૫
इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ । एतबुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ।। २०॥ પુરષોત્તમ છું, એ જે અમોહી જાણતો મને; તે સર્વવતુ અને સેવે, સર્વભાવથી ભારત !૧૯ એમ નિગૂઢ આ શાસ્ત્ર, મે નિષ્પાપ ! તને કહ્યું,
એ જાણી થાય ધીમંત ને કૃતકૃત્ય ભારત ! ૨૦ હે ભારત ! આ પ્રમાણે હું જ પુરુષોત્તમ છું' એમ જે મોહરહિત થઈને જાણે છે, તે સર્વવિદ છે, અને તે સર્વભાવે કરીને મને જ ભજે છે. (મતલબ કે સર્વ જ્ઞાનનો સાર આટલો જ છે કે સર્વભાવે પુરષોત્તમપદનું ભજન કરવું.)
હે અનઘ ! (તું પાપરહિત થયો છું, માટે જ આ જ્ઞાન જીરવી શકે તેમ છે, અને તેથી જ તને) મે ગુહ્યમાં ગુહ્ય આ શાસ્ત્ર કહ્યું. તે ભારત ! (એટલું) એ જાણીને તો મનુષ્ય બુદ્ધિમાન અને તકૃત્ય થઈ જાય.
નોંધ : સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી લીધા પછી સ્વરૂપલક્ષે વીતરાગ આજ્ઞાધીન બનવું' આમ જે જૈનસૂત્રોના સારરૂપે શ્રીમદે કાવ્યપંકિત મૂકી છે તે ભાવનું જ ગુરુદેવે ઉપર કહ્યું. " પ્રભુને અમુક ભાવે ભજવા તો સહેલા છે, પણ સર્વભાવે ભજવા સહેલા નથી. જેણે પૂર્ણાશ મોહરહિત થઈ પરમાત્મસ્વરૂપ પિછાનું, એણે એકને જાણ્યા એટલે સર્વને જાણ્યું. તે સર્વજ્ઞ, સર્વવેત્તા અને સર્વક્રિયા સહજ ભાવે કરનાર સર્વભાવે પરમાત્મ સમર્પિત થઈ ચૂક્યો." જૈનસૂત્રો પણ એમ જ કહે છે.
કૃતકૃત્ય થવા સારુ અને જ્ઞાન પામવા સારુ ગુહ્યાતિગુહ્ય શાસ્ત્ર પરમ ઉપયોગી છે જ, પણ શ્રીકૃષ્ણગુરુએ અર્જુનને નિષ્પાપ સંબોધને સંબોધીને જ એ કહ્યું છે, એ એમ સૂચવે છે, કે પાપ-રહિત થયા વિના આ જ્ઞાન રહે તેવી અંતરંગ પાત્રતા નથી હોતી. અને પાત્ર ન હોય તો પાત્ર વિના આત્મજ્ઞાન કદી ન ટકે. ન જિરવાય તો બમણું નુકસાન થાય. એવો વાચાળ, અશ્રદ્ધાળુ અને મિથ્યાભિમાની પોતે પડે અને બીજાને પાડે! વળી જગતની સામે નાહક ઊંધું ઉદાહરણ પણ ઊભું કરે !
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो
नाम पंचदशोऽध्यायः ।।१५।।
Page #211
--------------------------------------------------------------------------
________________
૫૧૬
ગીતા દર્શન
ૐ તત્ સત્' એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય પૂરો થયો.
પંદરમા અધ્યાયનો ઉપસંહાર “અહો નિર્મળા અર્જુન ! તને મેં શ્રુતિઓ અને વેદચર્ચાથી અલગ રાખવા અને ભકિતતત્ત્વ તરફ પ્રેરવા અત્યારલગી પ્રયત્ન કર્યો છે. જો કે મેં વારંવાર કહ્યું છે કે મારી ભકિતની ભૂમિકા સમત્વયોગ અને કર્મકૌશલ ઉપર જ રચાયેલી છે એમ તો તું જાણે જ છે. છતાં અહીં શ્રુતિઓ અને ઉપનિષદોમાં આવતા કેટલાક શબ્દોનો મારા અગાઉના નિરૂપણ સાથે સમન્વય કરી તને એક વધુ સરસ શાસ્ત્રરહસ્ય સમજાવું છું.
ભારે હેતભર્યા ઉમળકાથી અર્જુનને આલિંગી એના મસ્તક પર વરદ હસ્ત મૂકી શ્રીકૃષ્ણગુરુ બોલ્યા : "શાસ્ત્રોમાં અશ્વત્થ” રૂપે સંસારનું નામ છે.
વડ અથવા પીપળાને જેમ અશ્વત્થ કહેવામાં આવે છે, તેમ નાશવંત એવો પણ અશ્વત્થનો અર્થ થાય છે. છતાં કલ્પના કર કે એક સંસારરૂપી વિશાળ વડવૃક્ષ છે. પણ સામાન્ય રીતે વડવૃક્ષ કરતાં તે ઊલટું જ છે. એટલે કે વૃક્ષને તો ઊંચે ડાળો અને નીચે મૂળ હોવું જોઈએ, તેને બદલે આને તો ઊંચે મૂળ છે અને નીચે શાખાઓ છે. વેદ એનાં પાંદડાંરૂપ છે. મતલબ કે મહબ્રહ્મરૂપી મૂળ, કે જે ઉન્નત ભૂમિકાવાળું છે ત્યાંથી આ સંસારનો સંભવ થયો છે, અને એની શાખાઓ નીચે વિસ્તરેલી છે. એમાંથી જ વેદો જમ્યા છે. બ્રહ્મ પહેલું છે, પછી વેદ છે. વેદવાદીઓ મોટી વાચાળતા ધરાવે તેથી તે વેદજ્ઞાની નથી થઈ જતા, પણ આ રહસ્ય જાણે તે વેદજ્ઞાતા છે. જેમ વૃક્ષનું મૂળ હાથ આવતાં પાંદડાં તો સહેજે હાથમાં આવી જ જાય છે, તેમ આ વૃક્ષનું રહસ્ય હાથલાધતાં વેદરૂપી પાંદડાં તો સહેજે હાથમાં આવી જ જાય છે. એટલે મેં તને વેદ શ્રુતિઓમાં તારી બુદ્ધિને ન ગુંચવતાં આવા રહસ્યજ્ઞાન તરફ વાળ્યો છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય પંદરમો
૫૧૭
હવે બીજી વાત.
તું એમ જ માનીશ કે એની નીચે જ ડાળો અને ઉપર જ મૂળિયાં છે. એટલું જ નહિ, પણ પછી તો વડની વડવાઈઓની જેમ આની શાખાઓ ફૂટી છે. અને એ શાખાઓ ઊંચે, નીચે અને ચોમેર છે, તેમ જ એમનાં મૂળિયાં નીચે પણ ગયાં છે.
મેં જે ત્રણ ગુણની વાત કરી તે ગુણથી એ સંસારની શાખાઓ વધી છે, તથા એ ગુણોના વિષયોરૂપી ફણગાથી પલ્લવિત થઈ છે; અને કર્મના અનુબંધથી પછી તો એનો કયાંય પાર જ આવતો નથી.
છતાં જો તું એનું રૂપ જોવા માગે તો જ્ઞાનચક્ષુ વિના નહિ દેખાય.
માટે મારી એ પણ તને ભલામણ છે, કે આદ્યપુરુષને પામવાનો સંકલ્પ કરી દ્દઢ વૈરાગ્યથી આસકિતને છેદી નાંખીને જ મેં અગાઉ કહેલું તે અપુનરાવૃત્તિવાળું પદ શોધી લે, મનુષ્યભવમાં એ શોધવું સહેલું છે.
કામ, માન, મોહ, સંગદોષ, સુખ-દુ:ખ નામનાં દ્વંદ્વોથી દૂર થઈ જેઓ આત્મજ્ઞાનમાં મસ્ત છે, તેમને એ અવ્યયી ધામ જરૂર મળે છે.
અહો ! તે ધામનું હું શું વર્ણન કરું ! સૂર્ય, ચંદ્ર કે અગ્નિનું તેજ પણ એની વિસાતમાં કંઈ જ નથી. મારું ખરું સ્થાન તે જ અવિનાશી પદ છે.
હવે હું તને જીવ અને સંસારનો કેમ મેળ ખાય છે. તે વિષે કહું.
ખરી રીતે જીવ મારાથી જુદો નથી. તે મારો અવિભાજ્ય શાશ્વત અંશ છે. છતાં દુષ્ટિભેદે અગાઉ હું કહી ગયો છું તે રીતે તે મારાથી વિખૂટો પડે છે. અને પ્રકૃતિમાં રહેલાં ઈન્દ્રિયો અને મનને ખેંચે છે. આ રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળ શરીર બંધાય છે અને વધે છે. વળી આયુષ્યક્ષયે જ્યારે એ ખોળિયું બદલે છે, ત્યારે વાયુ જેમ ગંધને લઈ જાય તેમ આ સૂક્ષ્મ શરીરને લઈને જીવ બીજે સ્થળે જાય છે, અને ત્યાં ઈન્દ્રિયો દ્વારા વિષયોને સેવે છે.
આ રીતે શરીરમાં રહેલા, શરીર લઈ જતા, અને ગુણો સાથે રહીને વિષય સેવતા કર્મસંગી જીવના ખરા સ્વરૂપને જ્ઞાનચક્ષુ સિવાય વિમૂઢો દેખી શકતા નથી. જેમ જ્ઞાનીઓ પેખે છે, તેમ પોતા વિષે યોગીઓ પણ એ સ્વરૂપનું રહસ્ય પ ખે છે. પરંતુ જે અશુદ્ધ અને અશ્રદ્ધાળુ છે, તે એને પેખી શકતા નથી.
સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં જે મુખ્ય ભવ્ય તેજ છે તે આત્માનું જ છે, અને એ આત્મતેજથી જ જગતનાં સર્વ જીવનદાયક તત્ત્વો ખીલે છે. જેમ બહાર એ તેજ છે
Page #213
--------------------------------------------------------------------------
________________
૫૧૮
ગીતા દર્શન
તેમ શરીરના જઠરમાં પણ તે તેજ છે જ. અને જ્ઞાન, સ્મૃતિ આદિ મનુષ્ય અંતઃકરણમાં સૂક્ષ્મ તત્ત્વો પણ એ તેજને લીધે છે. વેદ, વેદાંત સૌનું લક્ષ્ય પણ એ
જ છે.
મેં તને અગાઉ જે વાત આઠમા અધ્યાયમાં કરી તે વિષે વધુ ખુલાસો કરું. કર્મસંગી જીવમાં બે તત્ત્વ છે: ક્ષર અને અક્ષર. તેના કરતાં સર્વોત્તમ પરંપુરુષ એ જ પરમાત્મા છે. ઈશ્વર શબ્દ તો જેમ પરબ્રહ્મને લાગુ પડે છે, તેમ જીવને પણ લાગુ પડે છે. માટે અહીં હું ખાસ નિર્લેપ પરંબ્રહ્મને માટે પરમાત્મા શબ્દ વાપરું છું.
વળી જેમ પરબ્રહ્મને અક્ષર કહેવાય છે, તેમ જીવને પણ અક્ષર કહેવાય છે. એટલે પરમાત્મા એથી સાવ નિર્લેપ છે.
લોકો તથા વેદો જેને પરમાત્મા કહે છે, તે ત્રણે લોકોનો ભર્તા છે છતાં નિર્લેપ છે. મારું પણ ખરું સ્વરૂપ તે જ છે.
જે નિર્મોહી આ રીતે મને જાણે તે જ સર્વજ્ઞ, સર્વવેત્તા અને સંપૂર્ણ ભાવે મને ભજનારો, એમ હું કહું. ભલે પછી એ ગમે તે રીતે મને ભજે ! ભજવાના પ્રકાર પરત્વે મારો કશો આગ્રહ નથી
તું નિષ્પાપી છો, માટે આવા જ્ઞાનને યોગ્ય હોઈ મેં આ રહસ્યજ્ઞાન તને કહ્યું
આ રહસ્યજ્ઞાનનો જેને જરા પણ સ્પર્શ થાય તેને સમભાવવાળું જ્ઞાન અને તકૃત્યતા આપોઆપ પ્રગટે છે.”
Page #214
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય સોળમો
ઉપોદઘાત "દુષ્કતવાળા મૂઢ નરાધમો, માયાથી એમનું જ્ઞાન હરાઈ જવાને લીધે, આસુરી ભાવને પામે છે, મને પામતા નથી."
(ગી. અ. ૭-૧૫) "જેનાં આશા, કર્મ અને જ્ઞાન અફળ છે, એવા અબૂઝ લોકો મોહ પમાડનાર એવી રાક્ષસી આસુરી પ્રકૃતિનો આશ્રય લઈ રહેલા છે.”
(અ. ૯-૧૨.) '"ભલે અત્યંત દુરાચારી હોય, પરંતુ મને અનન્યભાવે ભજે તો તેને સદુદ્યોગી-સપુરુષાર્થી સાધુ જ માનવો. કારણ કે તે જલદી ધર્માત્મા થઈને શાશ્વત શાન્તિ પામે છે.”
(અ. ૯, ૩૦-૩૧) આ બધાં વચનોમાંથી બે ભાવ નીકળે છે : ૧. આસુરી ભાવપ્રકૃતિના ફંદામાં ફસાયા એટલે પ્રભુપ્રાપ્તિ અશકય થઈ પડે છે.
૨. મહાદુરાચારીને પ્રભુપ્રાપ્તિનો સંભવ રહે ખરો, પણ આસુરી ભાવધારી, આસુરી પ્રકૃતિધારીને નહિ.
ત્યારે હવે અર્જુનના મનમાં એ સવાલ થાય છે કે હું આસુરી સંપત્તિ ધરાવું છું કે દૈવી ? શ્રીકૃષ્ણગુરુદેવે પણ મને કહ્યું છે કે, "તું અધમથી અધમ-પાપીથી પણ પાપી હોય તોય તારો ઉદ્ધાર છે પણ આસુરી સંપતિળાનો ઉદ્ધાર નથી.” ત્યારે હવે મારે મારી દશા આસુરી છે કે દૈવી, એ સૌથી પ્રથમ જાણી લેવું જોઈએ. તો જ હું પુરુષોત્તમયોગને કે પરંપદને લાયક બની શકું !'
એમ વિચારીને અર્જુને એ સવાલ પોતાના ગુરુશ્રી પાસે મૂકયો, ત્યારે પ્રથમ
Page #215
--------------------------------------------------------------------------
________________
૫૨૦
ગીતા દર્શન
તો શ્રીકૃષ્ણ આસુરી પ્રકૃતિવાળા મૂઢ મનુષ્યની સદ્ગતિ થવામાં મોટામાં મોટું કારણ એ કહ્યું કે "તેઓ સંશયાત્મા” હોય છે, નાસ્તિક હોય છે, અને અનાસ્થા જેવી કોઈ ભયંકર વસ્તુ જગતમાં છે જ નહિ !
"માટે એવા લોકો મોક્ષાધિકારી બની શકતા નથી. મતલબ કે જ્યાં લગી અનાસ્થાનો દોષ હોય ત્યાં લગી તેઓ મોક્ષાધિકારીપણાની નિકટ જવા છતાં એ ચીજને પામી શતા જ નથી.” અને પછી આગળ વધતાં કહ્યું, "આસુરી ભાવથી એમની યોનિ પણ આસરી જ ગણાય છે. અને તેઓ તેમાં જ વારંવાર ગળકાં ખાધા કરે છે. હવે હું તને દૈવી સંપત્તિમાનનાં તથા આસુરી સંપત્તિમાનનાં લક્ષણો તથા તેમની પ્રવૃત્તિ કહું કે જેથી આ આખા સંસારમાંનાં પ્રાણીઓની એ બે પ્રકારની સૃષ્ટિનો તને ખરો ખ્યાલ આવી શકે. આસુરી સૃષ્ટિવાળા મનુષ્યો યજ્ઞ, દાન, તપ, આદિ કરે તોપણ અભિમાનનાં પૂતળાં હોઈને પોતાની કામના પોષવા સારુ જ કરે છે. એમને શાસ્ત્ર પ્રત્યે, સગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો છાંટો પણ નથી હોતો. એવા લોકો મને ન પામે.
હવે તો જાણે તને નવાઈ નહિ લાગે, છતાં વિસ્તારથી એ વાત તને કહું છું, તે સાંભળ.”
એમ કહીને શ્રીકૃષ્ણચંદ્ર આ અધ્યાયમાં પ્રવેશ કર્યો. તત્ત્વજ્ઞાન (આત્મજ્ઞાન અને વિશ્વવિજ્ઞાન) સાથે આચાર બહુ મહત્ત્વની વસ્તુ છે, એ સહુ કોઈ કબૂલ કરશે જ; એટલે આચાર સંબંધે સ્થિતપ્રજ્ઞ, ભકત અને ગુણાતીતનાં સચોટ વર્ણન સાંભળ્યા પછી ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞી વચ્ચેના અંતરનું જ્ઞાન અને જ્ઞાનનાં લક્ષણો વિચાર્યા પછી એ આદર્શ ભણી જવામાં અડચણ ન પડે તે દેખીતું છે. પરંતુ આદર્શ ભણી જનારે જેમ સારી બાજુ ખ્યાલમાં રાખવાની છે, તેમ નબળી બાજુનો ખ્યાલ રાખવો જરૂરી છે, કે જેથી નબળી બાજુથી દૂર થવાય. નબળી બાજુથી છૂટ્યા વગર જે સબળી બાજુનું તત્ત્વજ્ઞાન સાંભળી લે છે કે સબળ આચાર ભણી ચાલવા મથે છે, તે કાં તો મિથ્યાભિમાનમાં સબડે છે, અથવા તો આગળ જઈને ઊલટો પાછો પડી જાય છે. માટે અહીં નબળી બાજુવાળી પ્રવૃત્તિનો ચિતાર ખૂબ સચોટ આપ્યો છે.
જૈનસૂત્રોની પરિભાષામાં આસુરી સંપત્તિને ત્યાજ્ય અથવા હેય” ગણી
શકાય.
જોય એટલે આત્મા. ઉપાદેય તે ચારિત્ર. આ રીતે જૈનસૂત્રોમાં હય, જોય,
Page #216
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય સોળમો
ઉપાદેયની ત્રિપુટી કહેવાય છે. તે વિષે અગાઉ સંક્ષેપે તો કહેવાયું છે જ.
અહીં ત્રણ ગુણ માંહેલા સત્ત્વગુણના ધારકને આપણે દૈવી સંપત્તિમાન કહીએ તો કશું ખોટું નથી. પરંતુ સત્ત્વગુણીમાં આતિનો અંકુર હોઈને પડવાનો સંભવ છે, જ્યારે દૈવી સંપત્તિમાનનાં લક્ષણો એવાં છે કે જેથી એને પડવાનો બહુ સંભવ નથી. એ દૃષ્ટિએ છેવટે તો સત્ત્વગુણ પણ ત્યાજ્ય જ છે. પરંતુ પ્રથમ પ્રથમ ઉપાદેય છે અને રજોગુણ અને તમોગુણ તો ત્યાજ્ય છે જ. એટલે એ ગુણોનાં લક્ષણો અને કાર્યો કહ્યા પછી પણ આ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું વર્ણન બંધન અને મોક્ષના જાણકાર સારુ ભારે ઉપયોગી થશે જ.
૫૨૧
જૈનસૂત્રોમાં જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ વિકાસલક્ષી સાધકને સાતે તત્ત્વોની સમજ અપાઈ છે.
જૈનસૂત્રો જેમ ભવ્યત્ત્વ પામેલાનો મોક્ષ નક્કી, અને અભવ્યત્વને અવલંબેલાનો બંધ નક્કી એમ ચોખ્ખુંચટ કહી દે છે, તેમ ગીતા પણ દૈવી સંપત્તિમાનને મોક્ષ નક્કી અને આસુરી સંપત્તિમાનનો બંધ નક્કી એમ સ્પષ્ટ કહી દે છે.
એ રીતે આ અઘ્યાય પોતાની પોતે પરીક્ષા લેનારા સાધકો માટે ખૂબ મહત્ત્વનો છે. અર્જુન સારુ આ અઘ્યાય તેટલો જ મહત્ત્વનો હતો. એથી એ પોતે કઈ ભૂમિકા પર છે, એ જાણવા ઉત્સુક થઈ રહ્યો છે, તે જોયું; અને હવે શ્રીકૃષ્ણગુરુ એને કેવી સરસ વિગતપૂર્વક એ બધું સંભળાવી રહ્યા છે, તે જોઈએ.
पोडशोऽध्यायः અધ્યાય સોળમો
श्रीकृष्ण उवाच
अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः
1
दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ||१|| अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैशुनम् । दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता । भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत
|!!!
11311
Page #217
--------------------------------------------------------------------------
________________
૫૨૨
ગીતા દર્શન
અભય, સત્ત્વની શુદ્ધિ, જ્ઞાનયોગ, વ્યવસ્થિતિ, દાન, દમ તથા યશ, સ્વાધ્યાય, ઋજુતા, ત૫, ૧
અહિંસા, સત્ય, અક્રોઘ, ત્યાગ, શાંતિ, અપેશન, લજ્જા, અગૃદ્ધિ, ભૂતોમાં દયા, માર્દવ, સ્થિરતા, ૨ અમાન, તેજ, અદ્રોહ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા,
ભારત ! હોય છે દૈવી-સંપત્તિ પામનારમાં. ૩ (અહો, ભારતકુળના નિપુણ પુરુષ) ભારત ! દૈવી સંપત્તિને પામનારમાં નીચેના છવ્વીસ ગુણોહોય છે? (૧) અભય, (૨) સત્ત્વ સંશુદ્ધિ, (૩) જ્ઞાનયોગની વ્યવસ્થા, (૪) દાન, (૫) દમ, (૬) યજ્ઞ, (૭)સ્વાધ્યાય, (૮) તપ, (૯) ઋજુતા (સરળતા) (૧૦) અહિંસા, (૧૧) સત્ય, (૧૨) અક્રોધવૃત્તિ, (૧૩) ત્યાગ, (૧૪) શાંતિ, (૧૫) અર્પશુન, (૧૬) ભૂતદયા, (૧૭) અલોલુપીપણું, (૧૮) મૃદુતા, (૧૯) કુદરતી શરમ, (૨૦) અચપલપણું, (૨૧) તેજસ્વીપણું, (૨૨) ક્ષમા, (૨૩) ધૃતિ, (૨૪) પવિત્રતા, (૨૫) અદ્રોહ, અને (૨૬) નિરભિમાનીપણું.
નોંધ : જૈનગ્રંથોમાં માર્ગાનુસારીના પાંત્રીસ નિયમો આવે છે અને શ્રાવકના જે એકવીસ ગુણો આવે છે, તે આ છવીસ ગુણોમાં દેખાઈ રહે છે. ઉત્તરાધ્યયનસૂત્ર'માં તેજોલેશ્યાવાળા અને પદ્મવેશ્યાવાળા જીવનનાં જે લક્ષણો મુકાયાં છે, તે પણ આ ઉપરનાં લક્ષણોને મળતાં જ છે. તેરમા ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગમાં આવેલા જ્ઞાનરૂપ વીસ સદ્ગુણો બતાવ્યા છે, તે પણ આને મળતા જ છે. આમ બધી રીતે દૈવી સંપત્તિ એટલે મુમુક્ષુપણાની પૂર્ણ યોગ્યતા સિદ્ધ થાય છે.
આ ગુણોમાં અહિંસા અને ભૂતદયા બંને જુદાજુદા શબ્દો છે. ત્યાં અહિંસાનું નિષેધાત્મક અને વિધેયાત્મક બંને સ્વરૂપ આવી જાય છે એમ માનવું. એ જ રીતે અક્રોધ અને ક્ષમાનું. તેમ જ અચપલપણાનું અને સ્થિરતાનું પણ સમજવું.
જ્ઞાનયોગવ્યવસ્થિતિનો અર્થ, જ્ઞાનમાર્ગ અને કર્મયોગ બન્નેમાં વ્યવસ્થા એવો લો. તિલક કરે છે તે પણ ઠીક છે. *(૧) નૈતિક હિમ્મત (૨) હૃદયશુદ્ધિ, (૩) જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે તે સમજી ગોઠવવાની વ્યવસ્થાશકિત, (૪) દાન, (૫) ઈન્દ્રિયદમન, (૬) પરમાર્થે સ્વાર્પણ, (૭) સર્વાચન, ૫ વગેરે, (૮) તપ (૯) સરળતા, (૧૦) અહિંસા, (૧૧) સત્ય, (૧૨) અક્રોધ, (૧૩) ત્યાગ, (૧૪) ચિત્તશાંતિ, (૧૫) કોઈની ચાડીચુગલી ન કરવાનો સ્વભાવ, સુદ્ર બુદ્ધિનો ત્યાગ, ઉદાર બુદ્ધિનું સેવન, (૧) ભૂતદ્યા, (૧૭)અલુબ્ધપણું, (૧૮) કોમળતા, (૧૯) સત્ય વિરુદ્ધ આચરણમાં શરમ, (૨૦) સ્થિરતા (૨૧) પાપી અગર નીચે પ્રકૃતિવાળા જે પ્રભાવ આગળ અંજાઈ જાય તેવો કુદરતી પ્રભાવ, (૨૨) ક્ષમા, (૨૩) વૈર્ય, (૨૪) પવિત્રતા, (૨૫) દ્રોહનો અભાવ, અને (૨) નિરાભિમાનીપણું.
Page #218
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૨૩
અહીં યજ્ઞનો અર્થ ત્રીજા અધ્યાયમાં આવેલા અર્થ તરીકે જ લેવો યોગ્ય છે. અહી' ગુણ ઉચ્ચ કોટિનો છે, એ વિષે કોઈનેય શંકા ન હોય. ખાનદાન મનુષ્યોમાં કુદરતી શરમ હોય છે તેનું જ નામ હી. પરંતુ કોઈની મનની નબળાઈવાળી ખોટી શરમને આ બ્રી' ગુણ રખે કોઈ માની બેસે!
બધા ગુણોની ટિપ્પણમાં વિચારણા થઈ ગઈ છે. એટલે અહીં એ વિષે વધુ કહેવાની જરૂર નથી.
दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च । अज्ञानं चामिजातस्य पार्थ संपदमासुरीम् ||४|| અજ્ઞાન, દંભ ને દર્પ, માન, ક્રોધ, કઠોરતા; હોય છે પાર્થ ! આસુરી સંપત્તિ પામનારમાં. ૪ (હે પ્રથાના પુત્ર) પાર્થ ! ડોળ, મદ, અભિમાન, ક્રોધ, કઠોરપણું અને અજ્ઞાન; આ (મુખ્ય છ દુર્ગણો)* આસુરી સંપત્તિ પામનારમાં હોય છે.
નોંધ : જૈનસૂત્રોમાં મહામિથ્યાત્વીનાં જે લક્ષણો આપેલાં છે, તે લક્ષણોનો આમાં સાર આવી જાય છે. અભવ્યપણું અથવા મોક્ષપ્રાપ્તિમાં મહાઅંતરાયરૂપ સ્થિતિ વિષે આ દુર્ગણો જ હોય છે, એમ જૈન આગમો કહે છે.
ક્રોધ, માન, માયા, અને લોભરૂપી ચાર અનંતાનુબંધી કષાય અને ક્રૂરતા તથા સર્વ સંસારના મૂળરૂપ અજ્ઞાન આ આસુરી સંપત્તિનાં લક્ષણોમાં મુખ્ય ભાગ ભજવે છે. આટલું જાણ્યા પછી આસુરી સંપત્તિ પામેલાને પ્રભુપ્રાપ્તિ ન થાય એ અભિપ્રાય વિષે હવે શંકા નહિ જ રહે ! અર્જુનની એ શંકા ગયા પછી હવે ગીતાકાર શ્રીકૃષ્ણમુખે કહેવડાવે છે.
दैवी सम्पद् विमोक्षाय निबन्धायासुरी मता । मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ||५|| દૈવી સંપત્તિ મોક્ષાર્થે, બંધાર્થે આસુરી કહી; તું દૈવી સંપદા પામ્યો, પાંડવ ! શોચ ના કર. ૫ હે (સરળ એવા પાંડુરાજાના પુત્ર) પાંડવ ! દૈવી સંપદા મોક્ષને દેનારી છે અને આસુરી સંપદા બંધનને દેનારી છે. પરંતુ તું દૈવી સંપદા પામ્યો છે. માટે તું
શોક ન કર.
AS) ઢૉગ, (૨) મદ-બડાઈ, આંધળી ઉદ્ધતાઈ, (૩) અભિમાન, (૪) ક્રોધ, (૫) વાણી, વર્તન અને પારમાં કઠોરપણું, અને (૬) અજ્ઞાનિ.
Page #219
--------------------------------------------------------------------------
________________
૫૨૪
ગીતા દર્શન નોધ : આમાં પાંડવને દિલાસો અને ઉત્સાહ અપાયા છે, એ યથાર્થ જ છે. ખરે જ દૈવી સંપત્તિનાં જે લક્ષણો બતાવ્યાં, તેવી દશા હવે તો અર્જુનની જરૂર હતી, એમ ગીતાવલણથી દેખાય છે. ગુરુદેવ આખા સંસારી જીવોનો આ બે કોટિમાં સમાવેશ કરતાં હવે કહે છે :
द्वौ भूतस! लोकेऽस्मिन् दैव आसुर एव च |
दैवी विस्तरशः प्रोक्त आसुरं पार्थ मे श्रृणु ||६|| દૈવી ને આસુરી એવી, આ લોકે ભૂતસૃષ્ટિ બે,
કહી વિસ્તારથી દૈવી, પાર્થ! સાંભળ આસુરી. ૬ (હે પૃથાપુત્ર પાર્થ !) આ લોકમાં બે પ્રકારની જ ભૂતસૃષ્ટિ છે : (૧) દૈવી સૃષ્ટિ, (૨) આસુરી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિ વિષે તો મેં (અગાઉ અને હમણાં) વિસ્તારપૂર્વક કહ્યું. (હવે, હે પાર્થ ! આસુરી (સૃષ્ટિ)ને સાંભળ.
નોંધ : દેવો અને અસુરોની લડાઈનું વૈદિક ગ્રંથોમાં જે વર્ણન આવે છે, તે સદ્દગુણ અને દુર્ગુણનું યુદ્ધ છે અને વ્યકિતઓનાં નામો એ તો રૂપક છે, એમ પણ સત્યાર્થી આ પરથી તારવી શકશે.
જરથુષ્ટ મહાત્માના સાહિત્યમાં અસુર” શબ્દ ઉત્તમ અર્થમાં અને “સુર” શબ્દ હલકા અર્થમાં છે; અને વૈદિક પ્રાચીન સાહિત્યમાં “સુર” શબ્દ ઉત્તમ અર્થમાં છે અને અસુર” શબ્દ હલકા અર્થમાં છે. આટલું પ્રાસંગિક અહીં યાદ રાખવા જેવું છે.
ઈસ્લામમાં ઈમાનદાર અને કાફર એવી બે કોટિ છે, તે આ જ જાતની છે. ખ્રિસ્તી અને યહૂદી સાહિત્યમાં પણ આસ્તિક-નાસ્તિક એમ બે પ્રકારની ભૂતસૃષ્ટિ છે જ.
પરંતુ ગીતાકાર તો જૈનસૂત્રો પ્રમાણે સદ્ગુણ-દુર્ગુણ પર જ આસ્તિકતાનાસ્તિકતાનો કયાસ કરે છે. અનેકાંતવાદની એ જ ખૂબી છે. એનકાંતવાદીને પોતાની સાંપ્રદાયિકતાનો દુરાગ્રહ હોતો જ નથી. જ્યાં એ દુરાગ્રહ આવ્યો ત્યાં સાચા ધર્મનો આત્મા હણાય છે, અને ધર્મના નામ પર અત્યાચાર, દુરાચાર, વટાળવૃત્તિ, પાખંડ, આદિ મહા ભયંકર દુર્ગણોના અખાડા જામે છે. એવા લોકો પોતાને આસ્તિક ભલેને માનતા હોય, પણ શ્રીકૃષ્ણગુરુદેવ તો એમની ઝાટકણી
Page #220
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
કાઢી નાખે છે અને એમને આસુરી કોટિમાં બેસાડી દે છે. આ આપણે નીચેની પંક્તિઓ પરથી તારવી શકીશું.
प्रवृत्तिं च निवृत्तिं च जना न विदुरासुराः । न शौचं नापि चाचारो न सत्यं तेषु विद्यते ||७||
પ્રવૃત્તિ કયાં ? નિવૃત્તિ કયાં ? ન જાણે આસુરી જનો; ન શૌચ કે ન આચાર. ન હોય સત્ય તે મહીં. ૭
૫૨૫
(અર્જુન ! આ જગતમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવી જીવનમાં બે મુખ્ય વૃત્તિઓ છે. પણ એ જ્યાં શોભતી હોય ત્યાં શોભે ! કેટલીક વસ્તુઓ એક ઠેકાણે શોભે, બીજે ન શોભે. દા.ત., પાઘડી પગમાં ન શોભે, માથે જ શોભે. એમ બીજાને સુખી કરવામાં પ્રવૃત્તિ શોભે, સ્વાર્થમાં પ્રવૃત્તિ ન શોભે. પરંતુ આવા આસુરી લોકો તો જ્યાં પ્રવૃત્તિ ઘટે ત્યાં નિવૃત્તિ સેવતા હોય છે અને નિવૃત્તિ ઘટે ત્યાં પ્રવૃત્તિ સેવતા હોય છે. તેઓ શાસ્ત્ર ભણ્યા હોય તો વળી અર્થને બદલે અનર્થ કરે છે.
પોતે તો પતનને માર્ગે ાય છે પણ એને અનુસરનારાને પણ એ માર્ગે લઈ જાય છે. અગાઉ મેં મુખ્ય ાં છ દોષ એમના ગણાવ્યા જ છે, પરંતુ અહીં એ દોષોને લીધે એમના આચાર કેવા ખોટા હોય છે તે હું કહું છું.) પ્રવૃત્તિ અને નિવૃત્તિને તેઓ ઓળખતા નથી (એટલે કે પ્રવૃત્તિ નિવૃત્તિનું તેમને યથાર્થ જ્ઞાન હોતું નથી.) વળી તેમને નથી હોતું સત્યનું ભાન, નથી હોતો આચાર કે નથી હોતું શૌચ.
નોંધ : આંતરિક અને બાહ્ય પવિત્રતાના અર્થમાં અહીં શૌચ અને આચાર બે શબ્દ આવ્યા છે. પવિત્ર રોજી રળવી, અને સદાચારી જીવન ગાળવું. મતલબ કે જરથુષ્ટ મહાત્મા કહે છે તેમ વિચાર, વાણી અને વર્તનમાં પવિત્રતા સૌ પહેલી જોઈએ. તે તો તેઓમાં હોતી જ નથી. સત્યમાં તે માનતા જ નથી. સવગડ એ જ એને મન પરમ સત્ય. ગમે તેવા જૂઠા પ્રપંચ અને મેલા કાવાદાવા કરવા પડે, તે તેમને ન સાલે - તેવું એમનું હૈયું જડ બની ગયું હોય છે
અહીં અર્જુનને બે શંકા થઈ છે કે તેઓ એના સમાધાનમાં કૃષ્ણગુરુ કહે છે કે તેમની પાયામ
આ પ્રમાણે :
હા, આશ કેમ હશે ?
સ્કૂલો
છે, અને તે
Page #221
--------------------------------------------------------------------------
________________
પર
ગીતા દર્શન
असत्यमप्रतिष्ठं ते जगदाहुरनीश्वरम् । अपरस्परसम्भूतं किमन्यत्कामहैतुकम् ||८|| एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः । प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥९|| તેઓ કે' છે કે જગત્ જૂઠું, પાયાહીન અનીશ્વર?;" એકબીજા (નર માદા) થકી જમ્મુ, ભોગ ખાતર શું બીજું? (અથવા) આપમેળે જ જન્મેલું હેતવિહીન ફોગટ. ૮ આ દૃષ્ટિ રાખી નહાત્મા,* નાણાર્થે જગશત્રુઓ; ઘોર કર્મો તણા કર્તા, જન્મે છે અલ્પબુદ્ધિઓ. (આસ્તિક પરંતપ !) તેઓ કહે છે જગત જૂઠું છે, પાયાવિનાનું છે, (આત્મા કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ જ નથી) અનીશ્વર જ છે. (ત્યારે એમને કોઈ પૂછે કે આ શાથી જન્મે છે? તો કાં તો કહી દે કે આપ મેળે જન્મેલું છે અને કાં તો કહી દે છે કે તે નર અને માદાથી જન્મે છે. (ત્યારે કોઈ એમને પૂછે, પણ શાને સારુ એ જગ્યું? ત્યારે એ ઉશ્રુંખલા લોકોને બોલે કશો બંધ કે વજન હોતું જ નથી. એટલે તે ચટદઈને ક્વી દે છે કે હેતુ વગર ફોગટ જ થઈ ગયું છે, અને કાં તો કહી દે છે કે, ભોગ ભોગવવા ખાતર સંભવેલું છે, બાકી બીજું શું પ્રયોજન હોય?
ક્વિા જડ લોકો !)
આવી દુષ્ટિ-અભિપ્રાય-ધરાવીને તેઓ પોતાનો આત્મનાશ કરીને) નખત્મા (બનેલા) અને અલ્પબુદ્ધિવાળા તેઓ (બીજાના અને ખરી રીતે તો પોતાના) ક્ષયને માટે વિશ્વશત્રુ બનીને ઘોર કર્મો કરવા માટે જન્મે છે.
નોંધઃ વૈશેષિકના પરમાણુવાદના ઐકાંતિક વલણનો આમાં પરિહાર છે, અને ચાર્વાકમતની ઝાટકણી કાઢવામાં આવેલી છે. જૈનસૂત્ર ઉત્તરાધ્યયન'ના ૧૩મા અધ્યયનમાં ૧૮ને ૧૯મી ગાથામાં પણ આવો જ ઉલ્લેખ અને જવાબ છે.
માણસ જેવી દ્રષ્ટિ રાખે છે તેવો બને છે. એટલે જીવનમાં પુણ્ય છે, પાપ છે, પરલોક છે, આત્મા છે, કર્મ છે, કર્મનાં ફળ છે, એવી દષ્ટિ રાખવી જ જોઈએ તે સારુ દરેક ધર્મે, જાતે, અને પંથે શ્રદ્ધાનો મહિમા ગાયો છે. એ આપણે જોઈ ગયા છીએ. કદાચ પ્રત્યક્ષ સ્થૂળ આંખે ન દેખાય કે બુદ્ધિથી ન સમજાય તોય તે આત્મા “જગતમાં આત્મા અથવા ઈશ્વર જેવું બ્રેઈતત્વ છે એમ નહિ માનવું તે. ‘ભાવશૂન્ય.
Page #222
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૨૭
અને કર્મજન્મ સંસાર અનુભવી શકાય તો છે જ. એટલે સત્ય, અહિંસા, ત્યાગ, સંયમ, તપ આદિની જરૂર છે જ.
વેદાંત જગતને અસત્ય માને છે અને નાસ્તિકો પણ જગતને અસત્ય માને છે. પરંતુ તે બે વચ્ચે મહાન અંતર છે, તે ભૂલી ન જવું જોઈએ. આત્મદર્શન પામ્યા પછી જગત આજે જે સ્વરૂપે દેખાય છે તે કરતાં જુદું જ ભાસે છે. તે દૃષ્ટિએ વેદાંત જગતને અસત કહે છે અને વૈરાગ્ય પ્રેરે છે. જ્યારે આ નાસ્તિક માન્યતાવાળાઓ તો ભોગને સાચા ગણે છે અને આત્માને જ ખોટો ગણે છે. એટલે આ સાવ ઊલટી જ બાજુ છે. આથી જ અજ્ઞાનીઓ આત્મનાશ નોતરે છે અને વિશ્વશાંતિમાં મહાખલેલ કરનારી મહાજુલ્મી પ્રવૃત્તિઓ આદરે છે. જો કે અંતે તો તેમાં તેઓ હારે જ છે. પરંતુ જગતના પરમસત્ય અને અહિંસાપ્રેમી પુરુષોને એવા લોકોને નિમિત્તે ખૂબ તવાવું પડે છે.
હવે આ બધાનું મૂળ કારણ અને તેમની દશા વર્ણવતાં ગીતાકાર શ્રીકૃષ્ણમુખે ગીતામાં બોલે છે:
काममाश्रित्य दुष्पूरं दंभमानमदान्विताः । मोहाद् गृहीत्वासद्ग्राहान् प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१०॥ દંભ-માન-મદે યુકત, સેવી દુપૂર કામને;
દુરાગ્રહો ગ્રહી મોહે, પાપાચારે પ્રવર્તતા. ૧૦ (પ્રિય કૌતેય ! તેઓ તૃપ્ત થવો અશકય એવા કામનો આશ્રય લઈને દંભ, માન અને મદથી યુક્ત (એવા આસુરી લોક) મોહ થકી અસત્યાગ્રહોની પકડ કરીને મલિન વ્રતો (પાપાચાર)માં પ્રવર્તે છે.
નોંધ : કામ એ સર્વ દોષો અને સર્વ મહા દોષોનું મૂળ છે, એ વાત શ્રીકૃષ્ણગુરુએ પૂર્વે પણ કહી છે. વળી તે કદી પુરાય તેમ નથી. ભડભડતી આગમાં ઘી હોમે તે આગ ન શમતાં ઊલટી વધુ જોર પકડે. તેમ આસક્તિમય બની કામને સેવવાથી કામ શાન્ત થવાને બદલે ઊલટો જોર પકડે છે. આથી એવા સાધકમાં ડોળ વધી જાય છે. બીજું જગતમાં માન મેળવવાની લાલસા અને મદનો કેફ ચડેછે, એટલે એમનામાં જે નિશ્ચયો દેખાય છે તે માત્ર જૂઠની પકડરૂપ જ હોય છે અને એ જૂઠની પકડની પાછળ મોહ ભરેલો હોય છે. તેથી એમની પ્રવૃત્તિ મેલી હોય છે. તેઓ વ્રતનિયમ કરે તો પણ એના મૂળમાં અપવિત્રતા હોઈને તે વ્રતો પણ એમને વિષે તો મલિન બને છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૫૨૮
ગીતા દર્શન
શ્રીકૃષ્ણગરએ અહીં માનસશાસ્ત્રની ઉડી અને વ્યાપક ચર્ચા ઉપાડી છે. કામનો અર્થ અહીં માત્ર જનનેંદ્રિય સંબંધી વિકાર ન લેતાં વ્યાપક રીતે કામના લઈએ તો તે વધુ બંધબેસતો થશે. માન અને મદ બન્ને જુદાં લીધાં છે તે યોગ્ય જ છે. દરેક વિચાર, વચન અને વર્તનમાં આંધળાપણું, ઉદ્ધતપણું જ આવે છે, તેને મદ કહી શકાય; અને કોઈ વખાણ કરે અથવા પોતે માની લે કે મેં ઠીક કર્યું, જય મેળવ્યો કે સંપત્તિસાધન મેળવ્યાં ત્યારે જે અહંકાર-ભાવનો જવાબ આવે, તેનું નામ અભિમાન છે. આવી દશાવાળાને સત્યાગ્રહને સ્થાને દુરાગ્રહ અને પવિત્ર વ્રતોને સ્થાને મલિન વ્રતો જન્મ; અને એ રીતે એમની પ્રવૃત્તિ પોતાને અને પરને ઘાતક નીવડે, એ સમજી શકાય તેવું છે.
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः । कामोपभोगपरमा* एतावदिति निश्चिताः ।।११।। અમિત મૃત્યુ પર્યત, ચિંતામહીં ડૂબેલ એ,
કામોપભોગમાં રાચ્યા, સૌ એમાં એમ નિશ્ચયી. ૧૧ (અને ધનંજય ! બિચારાની કરણ કથા તો જો.)
અપરિમેય (પાર ન પમાય કે માપ ન કાઢી શકાય એવી) અને ઠેઠ મૃત્યુ લગી(ચાલતી એવી)ચિંતામાં (ગળા સુધી) ડુબી ગયેલા અને કામોપભોગમાં દટાયેલા (તે આસુરી લોકો) ભોગ જ સર્વસ્વ છે' એવું નિશ્ચયપૂર્વક માનનારા (બની જાય છે.)
નોંધ : જે કામોપભોગને પરમ કલ્પ છે, તેઓ તેના લક્ષ્યમાં મૃત્યુ લગી ન ખૂટે તેવી અપાર ચિંતાથી ગ્રસ્ત રહે તેમાં કશી નવાઈ નથી. તે વિષે આગળ વધતાં શ્રીકૃષ્ણચંદ્ર કહે છે:
आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः । ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसंचयान् ||१२|| इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीझ्दमपि मे भविष्यति पुनर्धनम् ||१३|| असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि ।
ईश्वरोऽहम भोगी सिद्धोऽहं बलवान सुखी ||१४|| • આટલું કાર્ય જ એટલે ભોગ જો સર્વસ્વ છે, એમ નિશ્રયે માનનાર.
Page #224
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૨૯
યોજી(grat.)* आढयोऽभिजनवानस्मि कोन्योऽस्ति सदृश मया । यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ||१५|| આશાજાળ ફસાયેલા, કામ ક્રોધે પરાયણ; કામભોગાર્થ ઈચ્છે છે, અન્યાયે અર્થસંચય. ૧૨ "મેં આજે પ્રાપ્ત આ કીધું, આ મનોરથ પામીશ; આટલું છે અને મારું, આય ધન થશે વળી. ૧૩ મેં જ આ શત્રુને માર્યો, ને બીજાનેય મારીશ; ઈશ્વર હું જ હું ભોગી, સિદ્ધ હું બળિયો સુખી ૧૪ ધનાઢય હું કુલીને હું, હું સમો કોણ છે બીજો ? યજું, આપું છું, માગું , એમ અજ્ઞાનમોહિત ૧૫
(અને એવા દુષ્ટ નિશ્ચયને લીધે) સેંકડો આશારૂપી જાળથી બંધાયેલા અને કામ તથા ક્રોધમાં પરાયણ થયેલા (જેઓ આશાના ગુલામ બને તેમને કામ અને ક્રોધ ઘડીભર પણ કેમ છોડે ? એથી) તેઓ કામભોગને અર્થે અન્યાયદ્વારા પણ અર્થસંચયને ઈચ્છે છે. (જેને સત્યની પરવા ન હોય, જેને પાપનો ડર ન હોય, તે જે કંઈ મેળવે તેમાં જાય તો કયાંથી જ જોઈ શકે ? એને તો માત્ર કામની તીવ્ર અભિલાષા જ હોય, કેવી અત્યંત અધમાધમ દશા !
"આજે મેં આ મેળવ્યું, (હવે, આ ઈચ્છેલું (કાલે) મેળવી લઈશ. આટલું ધન મારી પાસે છે. અને વળી આટલું બીજું) પણ આટલું ધન થશે. (એટલે કે બીજું ધન પણ મને મળશે)
"આ શત્રુને મેં માર્યો, બીજાને પણ મારીશ. (ઈશ્વર બીજો કોઈ નહિ) હું જ ઈશ્વર છું. હું ભાગી છું. (અથવા હુંયોગી છું.) હું સિદ્ધ છું (નિષ્ણાત છું, હું બળવાન છું. હું સુખી છું. હું ધનાઢય છું. હું કુલીન (ખાનદાન) છું. મારા સમો બીજો કોણ છે ? યજીશ તોય હું આપીશ તોય હું. મજા માણીશ તોય હું.” આ પ્રકારના અજ્ઞાનમાં (તઓ) મૂઢ થઈ જાય છે.
નોંધ : આવા મૂઢ લોકોની અપરિમિતિ ચિંતામય પ્રવૃત્તિની રૂપરેખા જોઈ ગયા. એ પરથી સહેજે જણાશે કે અર્થ એ જ એનો મહાપ્રભુ થઈ પડે છે. આથી * ગોંડલ મત પાઠાં. t"યોગી હું,' એવું ગોંડલ પ્રતિમાં પાઠાંતર છે
Page #225
--------------------------------------------------------------------------
________________
૫૩૦
ગીતા દર્શન
અન્યાયે પણ એ અર્થ જ મેળવવામાં જ રઘવાયો બને છે. અને એની વચ્ચે જે કોઈ મુશ્કેલીઓ આવે, તેને એવા અજ્ઞાનીઓ યજ્ઞદ્વારા કે કંઈક આર્થિક લાલચ આપીને નિવારવા મથે છે, અથવા તો હિંસા વાપરે છે, બીજાને મારવા, રંજાડવા એ તો પ્રવૃત્તિ પાછળ એમને સામાન્ય થઈ પડે છે. પોતાના સામાન્ય શબ્દ વિષય સુખને કારણે રોમના બાદશાહ નીરોએ સેંકડો હાથીને ટેકરી નીચે ધકેલી દેવડાવ્યાનો ઉલ્લેખ આવે છે, તે આ પરથી સિદ્ધ થાય છે.
આવા મહાનિર્દય, કામાતુર અને ક્રોધચંડાલમાં રાચેલાને કોઈ કહે કે 'પ્રભુનો ડર રાખો', ત્યારે તે કહે છે : "પ્રભુ ! એ તો ઊભું કહેલું સ્વાર્થી લોકોનું ધતિંગ છે. પ્રભુ કોઈ છે જ નહિ. પ્રભુ ગણો તો હું ને યોગીય હું. ભોગી હું ને સાધનાનો સિદ્ધ પણ હું.” એમ મદમાતાં મત્સરાળાં વેણ અજ્ઞાનમાં મૂઢ બનીને તે બોલ્યા કરે છે. જે ધાર્મિક સંપ્રદાયોમાં કે જે કર્મકાંડોમાં અર્થની જ અતિ મહત્તા છે, ત્યાં આવા મૂઢ લોકોનો મદ ફૂલેફાલે છે, તેથી જ જૈનસૂત્રોમાં અને ગીતામાં પણ આવા મદમાતા પરિગ્રહીના દાનની કે સ્થળ યજ્ઞની નિરર્થકતા જ સાબિત કરી છે.
શ્રીઉત્તરાધ્યયનસૂત્ર'ના પાંચમા અધ્યયનમાં પણ આવી જ ઘટના નાસ્તિકોને વિષે જૈનસૂત્રકાર કહે છે, અને છેવટે મરણ વખતે તો તેમને પોક મૂકીને રહેવું પડે છે, એવું બને છે, એમ ખુલાસો કરે છે. ગીતાકાર પણ કહે છે:
अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः । प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेऽशुचौ ||१६|| બહુ ચિત્ત ભ્રમ ભ્રાન્ત, ઘેરાયા મોહજાળથી; આસકત કામજોગોમાં, અશુચિ નરકે પડે ૧૬ (હે પાર્થ !) આમ ચિત્તની ઘણી ભ્રમણાઓથી ઘેરાયેલા મોહજાળ ફસાયેલા અને વિષયભોગમાં આસકત થયેલા (એ આસુરી લોક) ગંદા નરકમાં પડે છે.
નોધ : જેમ કિંપાકફળ પ્રથમ મધુર લાગે છે પણ પરિણામે કલેજું અને હોજરી વાઢીને ઘાત ઉપજાવે છે, તેમ ઉપર્યુકત કુકર્મો પ્રથમ મધુર લાગે છે, પણ પરિણામે કડવાં અને આત્મઘાતક નીવડે છે. જો કે એમને આ જિંદગીમાં પણ શાંતિ કે ખરા સુખનો છાંટો નથી હોતો, છતાંય અજ્ઞાની લોકોમાં પોતાનો ખોટો મોભો જાળવી રાખવા માટે ધર્મને નામે ચાલતી રૂઢ ક્રિયા કરે છે, અને પોતાની
Page #226
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
આપબડાઈને પોષ્યા કરે છે.
आत्मसम्माविता स्तब्धा धनमानमदान्विताः । यजन्ते नामयज्ञैस्ते दम्मेनाविधिपूर्वकम् ||२७|| ધમંડી આત્મશ્લાઘી ને ધન-માન-મદે ભર્યા; શાસ્ત્રવિધિ વિના દંભે નામના યજ્ઞથી યજે. ૧૭
(પરંતપ !) તેઓ પોતાની આત્મશ્લાઘા કરનારા હોય છે. (એટલે કે પોતે પોતાને મોટા માનનાર હોય છે, તેથી આંબાની જેમ નમ્રતા તેઓમાં આવતી જ નથી.) અક્કડ હોય છે અને ધન તથા (એમને મળતા) માનમાં મદમસ્ત બનીને નામના યજ્ઞોદ્વારા ડોળથી અવિધિપૂર્વક યજે છે.
૫૩૧
નોંધ : અહીં યજ્ઞના ઉલ્લેખમાત્રથી તેઓની ધર્મક્રિયામાત્રનો સાર આવી જાય છે. મતલબ કે તેઓને આત્માની કે પરલોકની કશી પડી નથી, માત્ર અર્થ અને લોકોની વાહવાહ, મોભો કે સત્તા સારુ એ ચારે કોર જેમ વલખાં મારે છે, તેમ ધર્મસંપ્રદાયોમાં પણ પોતાનો દરજ્જો ઊંચો રાખવા ખાતર થોડા પૈસા વેરી નાખે છે. બાકી દિલથી એને ધર્મક્રિયાની લાગણી હોતી નથી. જ્યાં દિલની લાગણી છે, ત્યાં જ શાસ્ત્રવિધિ આવે છે. અહીં શાસ્ત્રવિધિનો અર્થમાત્ર પુસ્તકપાઠવિધિ કોઈ ન સમજે, પણ યજમાન પાસે જે મનઃશુદ્ધિ અને નમ્રપણાની યોગ્યતા અપેક્ષાય છે તે અર્થ છે.
||૧૮}}
।
अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः तानहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपाम्यजस्रमशुभानासुरीष्बेव योनिषु * आसुरी योनिमापन्ना मूढा जन्मनि जन्मनि । मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ||२०|| બળ-દર્પ-અહંકાર, કામ ને ક્રોધમાં મચ્યા;
||૧||
હું છું સ્વપર દેહે ત્યાં, ઈર્ષ્યાળુ દ્વેષ રાખતા. ૧૮
તે દ્વેષ રાખતા ક્રૂર, ને અશુભ* નરાધમ; એમને નામું સંસારે, સદા આસુરી યોનિમાં. ૧૯ ગોંડલની પ્રતમા અશુભ એ યોનિનું વિશેષણ છે.
1
Page #227
--------------------------------------------------------------------------
________________
૫૩૨
ગીતા દર્શન
આસુરી યોનિ પામેલા, જન્મોજન્મ વિમૂઢ તે; સેવે મને ન કૌતેય ! તેથી થાય અઘોગતિ. ૨૦ (હે પાર્થ !) અહંકાર, બળ (સાંસારિક મોભો, શરીરશક્તિ, સત્તા, ધન આદિનું બળ), દર્પ, કામ અને ક્રોધને આશ્રિત રહી, તેઓ પોતાના અને પરના દેહમાં રહેલા હું (રૂપ આત્મા) પરત્વે દ્વેષ રાખતા થકા ઈર્ષાળુ (અગર નિંદક) બની જાય છે.
તે વૈષ રાખતા એવા ક્રૂર, અશુભ (અમંગળ) નીચ નરાધમોને હું આ સંસાર વિષે (રહેલી) આસુરી યોનિઓમાં વારંવાર ફેંકું છું. (હું ફેકું છું તેનું રહસ્ય તો તું સમજે જ છે કે એવા નીચના હૃદયમાં રહેલો હું-રૂપ આત્મા એવા કર્મસંગી જીવના કર્મ પ્રમાણે આસુરી યોનિમાં એને લઈ જાય છે.)
હે કૌતેય ! (આમ) આસુરી યોનિ પામેલા જન્મોજન્મ મૂઢ રહીને (એ આસુરી લોકો) મને ન પામતાં જ (આખરે) ચાલુ આસુરી કરતાં પણ અધમગતિને પ્રાપ્ત થાય છે.
નોંધ : ઠેઠ સાતમા શ્લોકથી માંડીને આ વીસમા શ્લોક લગી આસુરી લોકોની માન્યતા, વર્તન અને આસુરી યોનિમાં વારંવાર રહેવાનાં અને અધોગતિમાં પડવાનાં કારણોનું ખૂબ સચોટ વર્ણન કર્યા પછી હવે શ્રીકૃષ્ણમુખેથી એ આસુરી યોનિથી એવી અત્યંત અધોગતિથી દૂર રહેવાના ઉપાયો કહેવાય છે.
એ પરથી ઉપલા આસુરી ગતિના વર્ણનનો અર્થ આટલો જ કે તેવી સ્થિતિથી સાધક ચેતીને સ્વયં વેગળો રહે અને તેવી દશાવાળા લોકોને સંસારમાં ફૂલ્યાફાલ્યા જોઈને એને અવળે માર્ગે કે એવા કુસંગે તે (સાધકો ન લેપાઈ જાય ! એ શ્રીકૃષ્ણગુરુનો પ્રેરક હેતુ પાઠક સહેજે તારવી શકશે.
त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत् त्रयं त्यजेत् ।।२१।। एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैसिभिर्नरः । आचरत्यात्मनः श्रेयस्ततो याति परां गतिम् ॥२२।। ત્રેવડું નરકદ્વાર આત્માનું ઘાતી આ જ છે; કામ ક્રોઘ તથા લોભ તેથી એ તજવાં ત્રણે. ૨ ૧
Page #228
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૩૩
કૌતેય ! આ તમોદ્વાર ત્રણેથી મુકત થૈ નર;
આચરે આત્મકલ્યાણ તેથી પામે પરંગતિ. ૨૨ (હે ઊજળા અર્જુન ! ઉપરના કથનથી તું સમજી જ શકયો હોઈશ કે ત્રણ પ્રકારનું આ નરકનું બારણું છે અને આ (ત્રિવિધ નરકાર) આત્માનો નાશ કરનારું છે. તેથી કામ, ક્રોધ અને લોભ એ ત્રણેનો ત્યાગ કરવો ઘટે !
હે કૌતેય ! આ ત્રણે અંધકારનાં બારણાંથી જે છૂટેલો છે, તે મનુષ્ય આત્મશ્રેય આચરે છે અને તેથી પરમ ગતિને પામે છે. (એવાની અધોગતિ કદી જ થતી નથી.)
નોંધ : શ્રીકૃષ્ણગુરુએ ત્રીજા અધ્યાયમાં કામ અને ક્રોધને મહારી બતાવ્યા હતા. અહીં એ બેમાં લોભનો ઉમેરો કર્યો છે. અને તે ઉમેરો અહીં યથાર્થ જ છે. જૈનસૂત્રો કહે છે કે ક્રોધ, માન, માયા અને લોભ ચારે આત્મઘાતક છે, પરંતુ એ સર્વનું મૂળ મોહ છે. સંપૂર્ણ મોહ ત્યારે જ નષ્ટ થાય છે કે જ્યારે લોભનો સંપૂર્ણ છેદ ઊડે છે! મતલબ કે લોભનું મૂળ સંસારરૂપી વૃક્ષમાં સહુથી ઊંડું છે.
આટલું સમજનાર આસુરી લોકોથી નહિ ખિન્ન થાય, તેમ નહિ એમનાથી લેપાય; પરંતુ કામ, ક્રોધ અને લોભથી દૂર રહી તે લોકોનાં હૃદય પર અસર ઉપજાવી સન્માર્ગે દોરનારાં નિમિત્તો ઊભાં કરશે. નાસ્તિક સદાય નાસ્તિક જ રહે, એવું કથન શાસ્ત્રોમાં છે. પરંતુ તે આસ્તિક વર્ગને ચેતતા રાખવા સારુ છે. નાસ્તિક પણ જો આસ્તિક બને તો એને સારુ પણ મોક્ષનાં દ્વાર તો ઊઘાડાં જ છે. પરંતુ પાયારૂપે સત્ય તરફનો પ્રેમ ઊઘડવો જોઈએ, અથવા તો સત્પુરુષો તથા સતુશાસ્ત્રો પ્રત્યે રુચિ પ્રગટવી જોઈએ. આવી રુચિ ધરાવનારને હિંસા તો ગમે જ શી રીતે? માટે હવે શ્રીકૃષણગુરુ કહે છે:
यः शास्त्रविधिमुत्सृज्य वर्लते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ।।२३।। શાસ્ત્રવિધિ તજીને જે, વર્તે માત્ર સ્વચ્છેદથી;
તે મેળવે નહીં સિદ્ધિ, ન સુખ, ન પરંગતિ. ૨ ૩ (પ્રિય કુરુશ્રેષ્ઠ ! જે શાસ્ત્ર કામ, ક્રોધ અને લોભથી છોડવવામાં પ્રેરક નિમિત્ત નીવડે એ જ સાચું શાસ્ત્ર. આવા શાસ્ત્રનું મૂલ્ય હું મહાન આંકું છું. કારણ કે સાધકને જ્યાં સગરનો યોગ અશકય હોય છે, ત્યાં શ્રદ્ધા અને નમ્રતાથી સવલું
Page #229
--------------------------------------------------------------------------
________________
પ૩૪
ગીતા દર્શન
સતુશાસ્ત્ર પણ સદ્ગુરુની ગરજ સારે છે. પાપ-પુણ્યની બેડીઓમાં બાંધી રાખે તેવી શ્રુતિઓની તને જરૂર નથી, એ તો મેં પ્રથમથી જ કહ્યું છે. પણ ઉપલી વ્યાખ્યાવાળું શાસ્ત્ર તજવાનું કહ્યું નથી. કારણ કે ગુરુ અને સશાસ્ત્ર બને વેગળાં રાખનાર અથવા એ બન્નેથી છેટો ભાગનાર સ્વેચ્છાચારના નાદને લઈને કામભોગોની અપાર ખાઈમાં પડીને ગોથાં ખાય છે, અને પછી એની સ્થિતિ શી થાય છે તે તું જાણે છે? જ, સાંભળ) શાસ્ત્રવિધિને તજીને જે માત્ર સ્વેચ્છાએ વર્તે છે તે સિદ્ધિ નથી મેળવી શક્તો, સુખ નથી મેળવી શકતો, અને પગતિ પણ નથી મેળવી શકતો.
નોધ : સ્વચ્છંદી માણસ કોઈ કાર્યમાં સાંગોપાંગ સ્થિર રહી શકતો નથી, એટલે કશી કાર્યસિદ્ધિ મેળવી શકતો નથી, બાહ્ય સુખ પણ એને ફાળે આવતું નથી, તો આંતરિક સુખની ઝાંખી તો એને થાય જ શી રીતે? કારણ કે અપાર ચિંતા અને અસ્તવ્યસ્ત ચિત્તદશાને કારણે સુખે ખાન, પાન કે શયન એને અશક્ય બને છે. એ મનમાં ભલે માને કે હું મોટો, હું સ્વતંત્ર, હું ડાહ્યો; પરંતુ પોતાની મેલી વૃત્તિ આગળ એ ગુલામ અને પરાધીન હોય છે. કૈિક લોકોની સિફારસ એને કરવી પડે છે, અને ગાંડે, મૂરખ એવાં વિશેષણોનો સ્વાદ ચાખવો પડે છે. એના ધનને લીધે આશ્રિત થયેલાં પણ એને હૃદયથી ચાહી શકતાં નથી અને એને મનમાં તો ગમાર જ ગણી કાઢતા હોય છે. એટલે શાસ્ત્રો કહે છે તેમ "સ્વચ્છંદના નિરોધ વિના મોક્ષ નથી.” તેમ જ સ્વચ્છંદના ઓછાવધતા નિરોધ વિના તો આ લોકમાં પણ સારું સ્થાન નથી, તો પરલોકમાં તો હોય જ ક્યાંથી?
જેનસૂત્રોમાં સશાસ્ત્ર પર ખૂબ વજન અપાયું છે. ઉતરાધ્યયનના દશમા અધ્યયનમાં ભગવાન મહાવીર પોતાના પટ્ટશિષ્ય ગૌતમને ઉદ્દેશીને કહે છે કે "જ્યાં વીતરાગ જિન કે, સત્પુરુષનો અભાવ હોય ત્યાં એ મહાપુરુષોજ્ઞાનીજનોએ પ્રરૂપેલો સમાર્ગ તો શાસ્ત્રમાંથી સત્યશોધકને સાંપડે જ છે.” શાસ્ત્રની વ્યાખ્યા તો અનુવાદમાં આપણે વિચારી ગયા છીએ.
ગાંધીજી પણ પોતાના 'અનાસકિતયોગ' નામના પુસ્કતમાં આ શ્લોકની નોંધમાં આ જ જાતનું લખે છે : " શાસ્ત્રવિધિનો અર્થ ધર્મને નામે મનાતા ગ્રંથોમાં કહેલી અનેક ક્રિયાઓ નહિ, પણ અનુભવજ્ઞાનવાળા સત્પુરુષોએ ખેડેલો સંયમમાર્ગ."
હવે એ જ વાતની પુષ્ટિ કરીને શ્રીકૃષ્ણગુરુ ખુદ અર્જુનને સંબોધીને ઉપસંહાર
Page #230
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૩૫
કરતાં કરતાં કહે છે:
तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । ज्ञात्वा शास्त्रविद्यानोक्तं कर्म कर्तुमिहार्हसि ||२४|| તેથી માન્ય અહીં શાસ્ત્ર, કાયકાર્ય તપાસવા; શાસ્ત્રવિહિત કર્મોને, જાણી તારે કર્યા ઘટે. ૨૪ (કાર્ય શું? અને અકાર્ય શું? એ સૌથી પ્રથમ તપાસવું જોઈએ. એટલે જ તે કૌતેય!) કાર્યાકાર્યના નિર્ણય માટે તારે શાસ્ત્ર લેવું અને શાસ્ત્રવિધાનથી બતાવેલું કાર્ય જાણીને, આ લોકમાં તે કર્મ કરવું તારે માટે યોગ્ય છે.
નોંધ : આ પરથી સહેજે સમજાશે કે કાર્યાકાર્યની પરખ માટે જ્યાં સત્પુરુષોનો સંયોગ ન મળે ત્યાં સ્વચ્છેદે વિચાર ન કરતાં શાસ્ત્ર ભણી દૃષ્ટિ કરવી.
અહીં અર્જુનને ઉદ્દેશીને આવું કહેવામાં બે હેતુ છે : (૧) કર્મયોગ તરફ અર્જુનનો જે અભાવ છે તે દૂર કરવાનો. મતલબ કે આસુરી કર્મોન તજવાનું કહ્યું તેથી રખે અર્જુન સમૂળા કર્મત્યાગનું સમજી બેસે, તો તે ગેરસમજ દૂર કરવાનો; અને (૨) માત્ર હું (શ્રીકૃષ્ણ) જ કહું છું, એમ માની રખે અર્જુન એમાંથી બીજો કોઈ અર્થ કાઢે, તે ગેરસમજ દૂર કરવાનો.
પાઠક પણ આ પરથી એટલું સમજી શકશે કે શ્રીકૃષ્ણચંદ્ર જે કંઈ કહી રહ્યા છે, તેમાં શાસ્ત્રીય દ્રષ્ટિનો સમન્વય રહેલો છે. જ્યાં સત્પુરુષના કથનને પણ શાસ્ત્રીય દષ્ટિ સાથે મેળ ન બેસતો હોય ત્યાં સત્પુરુષનું કથન માનતા પહેલાં પણ સાધક થંભી જાય !
મતલબ કે શાસ્ત્ર, સત્પુરુષનું કથન અને પોતાની શુદ્ધ સત્યલક્ષી વિવેકબુદ્ધિ, એ ત્રણે દ્વારા તારણ કરી નિશ્ચય બાંધી કોઈ આદર્શ પ્રત્યે વફાદારીપૂર્વક ચાલવું તે જ સાચી શ્રદ્ધા છે. હવે આવતા અધ્યાયમાં અર્જુન એ સંબંધે વધુ ખુલાસો મેળવવા માગે છે, એટલે શ્રીકૃષ્ણગુરુ પોતે જ આવતા અધ્યાયમાં શ્રદ્ધાની ચોખવટ કરશે. અહીં આટલું જ કહી હવે આપણે આ અધ્યાયનો ઉપસંહાર કરીએ.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसंपदविभागयोगो
नाम षोऽशोऽध्यायः ।।१६।।
Page #231
--------------------------------------------------------------------------
________________
૫૩૬
ગીતા દર્શન
'તત્ સત્” એ પ્રમાણે શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં દૈવાસુરસંપદ્વિભાગયોગ નામનો સોળમો અધ્યાય પૂરો થયો.
સોળમા અધ્યાયનો ઉપસંહાર જેનાથી અભ્યદય અને મોક્ષની પ્રાપ્તિ થાય તે ઘર્મ, એવી વેદાંતદર્શનની વ્યાખ્યા છે. અર્થ, કામ અને મોક્ષ – ત્રણે જે દ્વારા સધાય તે નગદ ધર્મ, એવો ગુરુ વ્યાસજીનો મહાભારતમાં પણ સિદ્ધાંત છે. જૈનસૂત્રોમાં વસ્તુ સ્વભાવના જ્ઞાન'ને ધર્મપ્રાપ્તિની નિશાની કહી છે, અને અંત:કરણની શુદ્ધિ વિના એ ધર્મ ટતો નથી એમ પણ કહેવાયું છે. ગીતા અને જૈનસૂત્રો બન્ને અભુત રીતે મળતો અવાજ જ કાઢે છે. ગીતામાં રમવોડપ્યાત્મમુખ્યતે” એ આઠમા અધ્યાયમાં આપણે જોયું. ક્ષેત્ર-ક્ષેત્રીનું જ્ઞાન તે જ ખરું જ્ઞાન એમ આપણે તેરમા અધ્યાયમાં જોઈ ગયા. એ જ્ઞાન તે જ ગીતાનો સ્વભાવ. સ્વભાને જ આભારી સમગ્ર વિશ્વતંત્ર છે, તેમ આપણે પાંચમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં જોઈ ગયા છીએ. વિશ્વતંત્રની ચાવી પિંડમાં છે. “યથા gિuડે તથા બ્રહ્માસ્કે’ એ વાતમાં પણ જૈન સૂત્રોની પૂરેપૂરી સચોટ સાખ છે. આ રીતે અહીં ધર્મ અને અધર્મની બાબત જ શ્રીકૃષ્ણગુરુએ છેડી છે. આ માંહેલા ધર્મને આત્માના કાયમી વિકાસ સાથે પૂરો સંબંધ છે. અને આ માંહેલા અધર્મને આત્માના કાયમી પતન સાથે નિસ્બત છે. આ ધર્મનો સંબંધ અલબત્ત જગતનાં જીવ-અજીવ બે પૈકીનાં માત્ર આત્મતત્ત્વ સાથે જ છે, છતાં ય તે સાર્થક છે. જીવતત્ત્વની ઓળખાણ પછી અજીવતત્ત્વની ઓળખાણ આપોઆપ જ થઈ જાય છે-જેમ દહીંમાંથી માખણ કાઢી લેવાની ક્રિયા કરતાં કરતાં છાશ આપોઆપ છૂટી પડી જ જાય છે તેમ. પણ છાશ વલોવનારનું ધ્યેય તો માખણ તરફ જ હોય છે, એ વાત યાદ રાખવા જેવી છે. આથી જ આમાં આવતાં દૈવી સંપત્તિનાં લક્ષણો અને ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગમાં આવેલાં જ્ઞાનના લક્ષણો મુખ્યત્વે મળતાં જ આવે છે. આટલું સમજ્યા પછી પણ એક વાત આ અધ્યાય વિષે ખાસ સમજવાની રહે છે. તે એ કે ચૌદમામાં આવેલા ત્રણે ગુણોમાં
Page #232
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૩૭
સાત્ત્વિક ગુણ સર્વોત્તમ છે. છતાંય તે સાત્ત્વિક ગુણમાંથી જન્મેલું વર્તન આત્મસાધક થાય અને ન પણ થાય ! કારણ કે સત્ત્વગુણથી પેદા થયેલા વર્તનમાં આસકિતનો કાંટો હોય છે. એટલે તે દેવલોકમાં ભલે લઈ જાય, પરંતુ કોઈ વિરલને જ આત્મપ્રાપ્તિના સાધનરૂપ થઈ શકે છે. જ્યારે આ અધ્યાય માંહેલો ઘર્મ તો ધનપ્રાપ્તિ,બુદ્ધિપ્રાપ્તિ, કે અધિકારપ્રાપ્તિ કરાવે કે ન કરાવે તોય આત્મપ્રાપ્તિ તો જરૂર કરાવે જ છે.
સત્ત્વગુણ એ પુણ્ય છે. જ્ઞાન અગર અહીં વર્ણવેલ દૈવી સંપત્તિનું લક્ષણ એ ધર્મ છે. પુણ્ય છેવટે નાશવંત છે.
ભલે સોનાની હોય તોય એ આત્મા માટે બેડીરૂપ છે. જૈનસૂત્રોની પરિભાષામાં કહીએ તો તે શુભ આસ્રવરૂપ છે. જ્યારે ધર્મદર્શન એ સંવરરૂપ અને ધર્મપ્રાપ્તિ એ નિર્જરારૂપ છે. અને સંવર તેમ જ નિર્જરા બને મોક્ષરૂપ કાર્યનાં પ્રથમ અને અંતિમ કારણરૂપ છે.
રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ ઈચ્છવા યોગ્ય નથી, એમ આપણે ચૌદમા અધ્યાયમાં કહી ગયા છીએ. પરંતુ તેમ છતાં અધર્મ અથવા આસુરી વૃત્તિ કરતાં તો તે ઉત્તમ જ છે. કારણ કે રજોગુણ-તમોગુણ એ અશુભ છતાં આસ્રવરૂપ જ છે, એટલે બંધ કરે તોય તે આત્માનો નાશ નથી કરી શકતા. જ્યારે અધર્મ અથવા આસુરી સંપત્તિ તો સીધો આત્મનાશ જ કરે છે. આ ચૌદમા અધ્યાય કરતાં આ અધ્યાય નિરાળો પડે છે. અને એ સારુ એનું મહત્ત્વ છે.
પુણ્ય અથવા પુણ્યના પરિણામરૂપે મળેલાં સુંદર બુદ્ધિ, સુંદર શરીર અને સુંદર સામાજિક વાતાવરણ જો દૈવી સંપત્તિ અથવા ધર્મનાં સાધન ન બને, જ્ઞાનમાં પ્રેરક ન બને, તો એ નકામાં છે. એટલે પહેલી ધર્મની જાળવણી અને પછી ધર્મસાધનની જાળવણી હોવી જોઈએ.
દેવલોકનાં વર્ણનમાં બાહ્ય સુખસામગ્રી વર્ણવાઈ છે, પરંતુ સર્વે દેવોમાં આંતરિક દિવ્ય સંપત્તિ નથી હોઈ શકતી. એ આંતરિક દિવ્ય સંપત્તિ તો માનવમાનસને જ સુલભ છે. તેથી દેવો પણ આ અધ્યાયમાં બતાવેલી દિવ્ય સંપત્તિ મેળવવા સારુ એવા દૈવી સંપત્તિમાનને ચરણે ઢળે છે, અને તેવી દશા પામવા તલસે છે. એ જ માનવજીવનની મહત્તા છે. માનવજીવનમાં મોક્ષનું કારણ પણ તે જ છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૫૩૮
ગીતા દર્શન
આવી દૈવી સંપત્તિ અર્જુનને હવે મળી ચૂકી હતી, એમ ખાતરી આપતા શ્રીકૃષ્ણગુરુએ આ અધ્યાયમાં નીચે પ્રમાણે કહેલું છે:
"મારા વહાલા અર્જુન! તું શા સારુ શોક કરે છે? તારે માટે હવે કશું શોચનીય રહ્યું જ નથી. કારણ કે તું મોક્ષ દેનારી દૈવી સંપત્તિ પામી ચૂક્યો છે. અભય એ દૈવી સંપત્તિમાનનું મુખ્ય લક્ષણ છે. જેને પ્રભુનો ડર હોય તે જ અભય બની શકે છે. અભયની સાથે તારામાં અતઃકરણની શુદ્ધિ પણ છે જ. એટલે જ તને ભકિતમય કર્મયોગનો માર્ગ હું બતાવી રહ્યો છું.
કૌતેય ! અભય, અંતરંગ વિશુદ્ધિ, સત્ય, વિવેક, ઈન્દ્રિયસંયમ, વાસનાનિરોધ, ક્ષમા, અલાલસા, કૃતજ્ઞતા, કોમળતા, ઉદારતા, સરળતા, જીવદયા એ બધાં દૈવી સંપત્તિમાનનાં ચુનંદાં લક્ષણો છે. તેમાં પણ કઈ વસ્તુ તજવા યોગ્ય છે, કઈ જાણવા યોગ્ય છે, અને કઈ આદરવા-ગ્રહણ કરવા યોગ્ય છે, એટલો ય વિવેક કરી શકે તેવી બુદ્ધિ થાય, એટલે કયાં અને કયે વખતે પ્રવૃત્તિ યોગ્ય છે, કયાં અને ક્ય વખતે નિવૃત્તિ યોગ્ય છે; એ આપોઆપ પારખી શકાય છે. આને હું જ્ઞાનયોગ વ્યવસ્થિતિ અથવા કાર્યાકાર્યર વ્યવસ્થિતિ કહું છું. આ સગુણ મારે મન ભારે મહત્ત્વનો છે. આની સાથે સાથે જીવનમાં પવિત્રતા, વ્યવહારમાં સદાચાર અને દષ્ટિ તેમજ માન્યતામાં (અથવા બીજા શબ્દોમાં કહું તો ધારણ તેમજ ધ્યેયમાં) સત્ય - આટલું હોય એટલે બસ, બેડો પાર !
આસુરી સંપત્તિવાળામાં એના કરતાં સાવ ઊલટું જ હોય છે, તેથી તેઓ નિરંતર આસુરી યોનિના અધિકારી બની સંસારમાં સબળ્યા કરે છે. એમની દશા કરતાં બીજી કોઈ પણ વિશેષ અધમ દશા આ સંસારમાં છે જ નહિ. માટે જ દૈવી વર્ગ અને આસુરી વર્ગ એટલે કે મોક્ષનો ઈચ્છુક વર્ગ અને સંસારનો કામી વર્ગ એમ બે વર્ગ પડી જાય છે.
પ્રિય પરંતપ ! આસુરી લોકોના સંગથી અવશ્ય તું ચેતતો રહેજે. છતાં એમના પરત્વે ધૃણા કે તિરસ્કાર ન કરજે. કારણ કે એ બિચારા કામ, ક્રોધ તથા લોભ કે જે નરકના જ બારણાંરૂપ છે – અને તેમાંય મુખ્યત્વે લોભ - તે ત્રણ અંધકારથી ઘેરાઈ ગયેલા હોય છે ! અને તેથી આત્માને તો તે ઓળખી શકતા જ નથી.
૧. જૈન સુત્રોમાં આને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનાનું અથવા પરિક્ષ તરીકે ઓળખાવેલ છે. ૨. હૈય, શેય અને ઉપાદેયની ત્રિપુટી જૈનસૂત્રોમાં કહેવાય છે તે. ૩. અાવાદદ્રષ્ટિ કે અપેક્ષાવાદની મહત્તા જૈનસૂત્રોમાં છે તે.
Page #234
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સોળમો
૫૩૯
તું સરળ છે, અર્જુન ! તને થોડો એમનો ખ્યાલ આપે.
દ્રષ્ટિ અને માન્યતાના પાયા ઉપર જીવનમંદિરનું ચણતર થાય છે. એટલા સારુ આસ્તિક ભાવ અત્યંત જરૂરી છે. પરંતુ તેઓના આસ્તિક ભાવનો છેદ જ ઊડી ગયો છે, એટલે એમને હું નષ્ટાત્મા' તરીકે જ ઓળખાવું છું. ખરી બુદ્ધિ હોતી જ નથી, છતાં એમની ડંફાસો જગત કરતાં ય જાણે જબરી હોય ને! એવી ખતરનાક હોય છે.
તેઓની માન્યતા એવી છે કે, આ સૃષ્ટિ પાછળ આત્મા કે કર્મ એવી કોઈ ચીજ જ નથી. માત્ર જેમ બેચાર તત્ત્વોના મિશ્રણમાંથી એક વિલક્ષણ વસ્તુ જન્મે છે, તેમ આ સૃષ્ટિ ઊપજી છે. જડ સિવાય બીજી કોઈ ચેતન વસ્તુ જ નથી. પરમાણુઓના પુંજથી શરીર બન્યું છે, તેમજ તેમાં કાર્ય કરતી વૃત્તિ બની છે. એટલે જેમ આહાર-વિહાર કુદરતી થાય છે, તેમ કામભોગની પિપાસા પણ કુદરતી છે. માટે એ હેતુ પાર પાડવો જોઈએ. જગતમાં મારે તેની તલાવર” છે. એટલે સત્તા મેળવવી જોઈએ અને અર્થ મેળવવો જોઈએ, કે જેથી કશાય નિયંત્રણ વિના કામપોષણ કરી શકાય.”
કુરુશ્રેષ્ઠ ! તું સમજી ગયો હોઈશ જ કે દૃષ્ટિની ભૂલ એના જીવનમાંથી પવિત્રતા અને વ્યવહારમાં સદાચારનો છેદ ઉડાડે છે.
અહાહા ! જડવાદ કેટલો ભયંકર છે!
ભારત ! એવા આસુરી લોકોની પ્રવૃત્તિનો પાર નથી હોતો, પણ જ્યાં પ્રવૃત્તિ ન ઘટે, ત્યાં જ એમની પ્રવૃત્તિ હોય છે અને જ્યાં પ્રવૃત્તિ ઘટે ત્યાં નિવૃત્તિ તેઓ સેવતા હોય છે. જગતજીવનના તો તે વૈરી છે, અને તેથી આત્માના-પોતાના પણ
વૈરી છે.
કદાગ્રહ, જૂઠ, કાવાદાવા, અન્યાય, પાખંડ, મિથ્યાભિમાન, આપબડાઈ, જાતપ્રશંસા, એ જ એમના જીવનક્ષેત્રના અખાડાઓ છે.
‘આને માર્યો ને આને મારીશ, આ ધનને મારું કર્યું અને આ ધનને માર કરી લઈશ. આ ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે આ પૂરી કરવાનો –' આવી શેખી એ જ એમનો વ્યવસાય હોય છે.
'હું પૈસાદાર છું, મોભાદાર છું, ધર્મસંપ્રદાયોમાં પણ મારું માન છે, મારે ત્યાં લોકો માગવા આવે છે, હું સમર્થ છું. આ કરતાં સિદ્ધિ, સુખ, ભોગ કે બળ બીજું કયું
Page #235
--------------------------------------------------------------------------
________________
૫૪૦
ગીતા દર્શન
હોઈ શકે? એ એમના મિથ્યા વાણીવિલાસમાં હાજી હા કરનાર જડવાદી ઘર્મોપદેશકો - ધનલાલચુ ખુશામતિયાઓ પણ મળી રહે છે. એટલે એના જડવાદી લક્ષ્યમાં દૃઢતા આવે છે. જે ચૈતન્યવાદી ધર્મપ્રેમીઓ ને ધનસત્તાના અલાલચુ ખરા સમર્થ પુરુષો હોય છે, તેમને તો એવા કૂપમંડૂકો નિહાળી શક્તા જ નથી, એટલે એમના મતમાં ભળનારો બીજો પણ વર્ગ નીકળે છે. આથી શાસ્ત્ર કે પુરુષનો સંગ તો એમને અળખામણો જ થઈ પડે છે. અને પોતે જ જાણે કે ધર્મનાં પૂતળાં હોય એમ માની અક્કડપણે અને સ્વચ્છેદે વર્તે છે. એ વર્ગ આપોઆ૫ માંહોમાંહે પોતાને સજ્જન મનાવી લે છે. - પ્યારા ધનંજયપરિણામ તો હું અગાઉ કહી ગયો છું તે જ આવે છે. તું કદાચ રખે માનતો કે આલોકમાં પણ તે સુખી હોય છે ! ના રે ના. પ્રલય જેવડી લાંબા કાળની ચિંતા એના દેહમાં ઘર જમાવી બેઠી હોય છે. અનેક પ્રકારના ભ્રમો એના ચિત્તને વીંટળાઈ રહ્યા હોય છે. મોહ, કામ, ક્રોધ, દંભ, દર્પ, અભિમાન, નિર્દયતા અને અજ્ઞાનના ચોકઠામાં એનો આત્મા પુરાઈ ગયો હોય છે. આવા આશાબદ્ધને સુખ અને શાંતિ કેવાં ? જેમ જિંદગીને અંતે નરક એમને સારુ તૈયાર છે, તેમ જીવતું દોજખ તો એમને માટે હરહંમેશ તૈયાર હોય છે.
કોમળહૃદયી કૌતેય ! તારે માટે જરૂર એ દયા ખાવા જેવા લોકો છે. જો તેઓ કામ, ક્રોધ અને લોભની ત્રિપુટીથી મુક્ત થાય તો જરૂર આત્મલ્યાણ સાધી છેવટે પરંગતિ પામે. પરંતુ એમની દ્રષ્ટિનો જડવાદ એવો હોય છે, કે તેઓ પોતાના અને પરના દેહમાં રહેલા મૂળ આત્મતત્વના જ દ્રષી અને ઈર્ષ્યાળુ હોય છે. ત્યાં બીજો શો ઉપાય ?
પ્રિયતમ પાર્થ ! માટે તારે ખૂબ કાળજીપૂર્વક એ કામ, ક્રોધ અને લોભારૂપ નરકકારથી સતત અલિપ્ત રહેવું, અને જડ દુષ્ટિવાદની છાયાથી તો છેક જ છેટા રહેવું.
મહાબંધનનું મૂળ જડ દ્રષ્ટિવાદ છે.
ધીરો થા, અર્જુન ! તારી છેવટની શંકાનું પણ સમાધાન કરી દઉં, જ્યાં સદગુરુની જોગવાઈ ન હોય અથવા આત્માની પૂરી સ્થિરતા ન હોય, ત્યાં આત્મકલ્યાણ અને પરંપદના ઈચ્છકે શાસ્ત્રનો આધાર લેવો, તે પણ સદ્ગુરુ કે સત્ય પ્રેરકપણાની ગરજ સારે છે. પણ સ્વચ્છંદી તો કોઈએ ન જ થવું. સ્વછંદને લીધે જ આસુરી લોકો બિચારા ઊગરતા નથી. સ્વચ્છંદનો આશ્રય લેનાર
Page #236
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય સોળમો
કાર્યસિદ્ધિ કે સુખ પણ પામી શકતો નથી, તો પરંપદ તો કેમ જ પામી શકે ? તે તું ઉપર જ જોઈ ગયો.
૫૪૧
ભારતકુળના ઋષભ ! હું તને તારે માટે યુદ્ધ એ ધર્મ અને અનિવાર્ય છે, તે પણ અઘ્યાત્મશાસ્ત્રના આધારે જ કહી રહ્યો છું. બધી નીતિ, અનીતિ અને વર્ણાશ્રમનાં કર્તવ્યઅકર્તવ્યોનો ઉકેલ અઘ્યાત્મશાસ્ત્રમાંથી જ મળી રહે છે. એટલે
અઘ્યાત્મશાસ્ત્ર-દષ્ટિએ મારા અભિપ્રાયને કસીને પણ સ્થિર દષ્ટિ રાખીને તપાસીશ, તો મારો ભકિતલક્ષી જ્ઞાનભૂષિત કર્મયોગ તને અવશ્ય વિશેષ ઘટિત લાગશે જ.
શિષ્યધનુર્ધર ! મારી એ જ પ્રેરણા છે કે આ રીતે સદ્ગુરુરૂપ મને નિરંતર સામે રાખીને તારે શાસ્ત્રથી ગળાયેલાં કર્મો કરવાં જ ઘટે છે.”
Page #237
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અધ્યાય સત્તરમો
ઉપોદઘાત
સોળમા અધ્યાયમાં જ્યારે કાર્યાકાર્યને પારખવામાં તારે શાસ્ત્રનો આધાર લેવો અને કર્મ કરવાં” એમ અર્જુને પોતાના ગુરુમુખે સાંભળ્યું, ત્યારે એને ચોથા અધ્યાયમાં કહેવાયેલી બીના યાદ આવી કે "કર્મ-અકર્મ ઓળખવામાં કવિઓ પણ મૂંઝાય છે.” અને મનમાં થયું કે તો શાસ્ત્રદ્વારા પણ એ ભેદ કળી કાઢવો, એ મારા જેવા માટે સહેલો તો નથી જ." એમ થોડીવારના વિચારને અંતે એમને 'અશ્રદ્ધાળુ, ઈર્ષાળુ બને છે," "અજ્ઞ, અશ્રદ્ધાળુ, સંશયાત્મા વિનાશ પામે છે. તે વાકય વાદ ચડ્યાં. વળી અયોગી કે મંદ પ્રયત્નવાળો પણ જો શ્રદ્ધાળુ હોય તો એ શુભગતિને અને ક્રમશઃ મોક્ષગતિને પણ લાયક બને છે." એ છઠ્ઠા અધ્યાયની કથા પણ યાદ આવી. એટલે ફરીને એ અત્યંત ઉત્સાહમાં આવી ગયો. એના અંગે અંગમાં ફૂર્તિ અને આલાદ વ્યાપી ગયાં.
પરંતુ વળી જેમ એકાગ્રપણે ધૂનમય બનેલાને કોઈ ઢંઢોળીને ઉપયોગ ચકાવે તેમ શ્રદ્ધા પરત્વે સાતમા અધ્યાયની વાત આવીને ઊભી રહી કે, "જે જે શરીરનું જે શ્રદ્ધદ્વારા અર્ચન, પૂજન કે સેવન કરે છે, તેની તેની તે તે શરીર પરત્વે હું તે શ્રદ્ધાને અચલ કરું છું."
એમ જો હોય તો શ્રદ્ધાની પછવાડે પણ આશયની જરૂર રહી. ત્યારે શું સાચો આશય લાવવા માટે જ ગુરુદેવ શાસ્ત્રવિધિ પર ભાર આપ્યો? "અથવા સ્વપ્રકૃતિ પ્રમાણે માણસ યજવા પ્રેરાય છે, તો શું પ્રકૃતિસુધાર માટે શાગ્નવિધિ જરૂરની છે? પણ શાસ્ત્રની વિધિ મારા જેવા માટે જાણવી આચરવી કઠણ છે. વળી શાન્નોનો કયાં પાર છે? એક શાસ્ત્ર જેનું વિધાન કરે તેનો જ વળી બીજું શાસ્ત્ર વિરોધ કરે, આમ શાસ્ત્રસાગરમાં ડૂબી મરવું તેના કરતાં તો શાસ્ત્રવિધિ તજીને માત્ર શ્રદ્ધાથી જ પૂજન કરવું શું ખોટું? તેમ કરવામાં આશયની એકાંતિક હીનતા જ છે કે ઉચ્ચતા હોઈ શકે? ઐકાંતિક હીનતામાં પણ જો આસુરી ગતિ જેવો–ગયા અધ્યાયમાં કહ્યો.
Page #238
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૪૩
તેવો-પ્રકાર હોય તો કોઈ પણ હિસાબે તે મોક્ષપ્રતિબંધક માર્ગથી તો છૂટવું, એ જ કલ્યાણકર છે.” એટલે આમ શ્રદ્ધા પરત્વે ઉપલો સવાલ પૂછવાનું અર્જુનને મન થયું. ત્યાંથી આ અધ્યાયનો આરંભ થાય છે.
આ પરત્વે શ્રીકૃષ્ણગુરુ આ અધ્યાયમાં સારો પ્રકાશ પાડે છે. જેમ ચૌદમાં અધ્યાયમાં ગુણના ત્રણ પ્રકાર કહ્યા હતા, તેમ અહીં શ્રદ્ધાના પણ ત્રણ પ્રકાર પાડે છે. પરંતુ ગુણનું મૂળ પ્રકૃતિ હતું ત્યારે શ્રદ્ધાનું મૂળ અહીં આત્મા છે, એમ બતાવે છે. પણ ગુણસંગી આત્મા હોઈને શ્રદ્ધાના પણ ત્રણ પ્રકાર પડે છે. એ રીતે આ અધ્યાયમાં એ ચર્ચા હોઈને એનું નામ શ્રદ્ધાત્રયવિભાગયોગ” રખાયું છે. તે સાર્થક છે.
શ્રદ્ધા' શબ્દનો ધાર્મિક્તામાં બહોળો વપરાશ છે. વ્યવહારમાં તો શ્રદ્ધાને ઠેકાણે વિશ્વાસ શબ્દનો વપરાશ છે. એટલે આ અધ્યાયમાં તપ અને દાન કે જે તે કાળનાં ધાર્મિક અંગ હતાં – ગૃહસ્થાશ્રમી યજ્ઞ, દાન કરતા અને વાનપ્રસ્થ અને મુનિઋષિઓ તપ કરતા - તે પરત્વે ખાસ કહેવાયું છે. છતાં કર્મમાત્રમાં તે લાગુ પડી શકે અને શાસ્ત્રવિધિનો પણ સરળ અર્થ થઈ અમુક પ્રકારનો ચોક્કસ ઉચ્ચાર અને એ ઉચ્ચારની સાથે બ્રહ્મલક્ષી આશય રાખતાં એ કર્મ બંધનકર ન થતાં મોક્ષદાયક નીવડે, એ જાતનો સુંદર માર્ગ અહીં દર્શાવવામાં આવ્યો છે. અને અશ્રદ્ધાથી કશું જ ન કરવું, અશ્રદ્ધાથી જે કરાય તે અસત થાય છે, એમ બતાવી શ્રદ્ધા તરફ પ્રેરણા અપાઈ છે.
પરંતુ આસુરી નિશ્ચયવાળી શ્રદ્ધા તો ઘાતક છે જ. એવા આસુરી નિશ્ચયવાળા તપને અશાસ્ત્રીય ન ગણવું. કારણ કે એથી આત્મા અને શરીર બન્નેનો ઘાત જ થાય છે. મતલબ કે શાસ્ત્ર એટલે અમુક અક્ષરો નહિ પણ એ અક્ષરોની પાછળ ભાવનો પંજ, આમ સમજાવી શાગ્નિને તદ્દન તરછોડવું એ ભયસ્થળ છે માટે શાસ્ત્રને સ્થાને ઉૐ તત સ” ઉચ્ચારવું એમ જણાવે છે.
સાથે સાથે આહારરુચિ સાથે પણ શ્રદ્ધાનો થોડોઘણો પણ સંબંધ છે. 'જે જેનો શ્રદ્ધાળુ તે તેવો’ એ પણ એક મહત્ત્વનું સૂત્ર હોઈ ફળ છોડીને પ્રભુને ભજવા.
દેવને ભજનાર દેવ જાણવા, યક્ષરાક્ષસને ભજનાર યક્ષરાક્ષસ જાણવા, અને ભૂતપ્રેતને ભજનાર ભૂતપ્રેત જાણવા. આમ કહીને એ બધી દુનિયા પોતામાં વસે છે, એમ ઊંડું રહસ્ય પણ આમાં દર્શાવવામાં આવ્યું છે. અને છેવટે પોતાની
Page #239
--------------------------------------------------------------------------
________________
૫૪૪
ગીતા દર્શન
પ્રકૃતિગત ખાસિયતોથી છૂટીને પરંમાં શ્રદ્ધા સ્થાપવા માટે ફલાકાંક્ષા' તજીને જ ધાર્મિક કે વ્યાવહારિક ક્રિયા કરવી અને એ જ શ્રદ્ધામય જ્ઞાન મોક્ષ અપાવે છે, એમ સિદ્ધ કરવામાં આવ્યું છે.
આ રીતે જેમ યજ્ઞપ્રકરણમાં સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન, તપ ઈન્દ્રિય સંયમ આદિને યજ્ઞ બતાવ્યા હતા, અને યજ્ઞાર્થ કર્મ સાથે બ્રહ્મનો સમન્વય કર્યો હતો, તેમ અહીં શ્રદ્ધામય બ્રહ્મ” બતાવી બ્રહ્મ અર્થે કરાતાં કર્મમાત્ર સત્' છે અને સ' શબ્દ એ બ્રહ્મનો જ નિર્દેશ કરે છે, માટે શાસ્ત્રવિધિ, શ્રદ્ધા, કર્મ, એમ બધું અંતે તો એક જ છે – માત્ર દૃષ્ટિ આત્મા ભણી હોવી જોઈએ. આટલું કહી હવે વિગતવાર એ કથન જોવા માટે આ અધ્યાય ભણી વળીએ:
सप्तदशोऽध्यायः અધ્યાય સત્તરમો
अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः । तेषां निष्ठा तु का कृष्ण ! सत्त्वमाहो रजस्तमः ।।१।।
અર્જુન બોલ્યા : શાસ્ત્રવિધિ તજી જેઓ, શ્રદ્ધાયુકત યજે ભલા; તેમની કૃષ્ણ ! શી નિષ્ઠા ! સત્ત્વ કે રજ કે તમ? ૧ હે શ્રીકૃષ્ણ ! જેઓ શાસ્ત્રવિધિ ભણી ન જોતાં, શ્રદ્ધાથી યુકત થયા થકા પૂજાદિ કર્યા કરે, તેમની નિષ્ઠા કેવી ગણાય? સાત્ત્વિક, રાજસિક કે તામસી? (અથવા તેમનામાં પ્રકૃતિના ગુણો પૈકી ક્યો માનવો ? સત્ત્વ રજ કે તમ?
નોંધ : નિષ્ઠાનો અર્થ અહીં ગતિ, સ્થિતિ અગર આશય લેવો યોગ્ય છે. અથવા તો પ્રકૃતિ પ્રમાણે માણસ પૂજ્ય પાત્ર શોધે છે, એ પરત્વે અર્જુનને આ સવાલ થયો હોય તો ત્યાં નિષ્ઠાનો અર્થ ગુણ લેવો જોઈએ.
શાસ્ત્રવિધિનો અર્થ હજુ લગી અર્જુન તો વાણીનો શિષ્ટાચાર જ સમજે છે. હવે શાસ્ત્રવિધિનો ખરો અર્થ શ્રીકૃષ્ણજી એમને સમજવશે.
મતલબ કે શ્રદ્ધાથી જોડાયેલાના વજનમાં ક્યો ગુણ ગણવો? આમ જ એ સીધો સવાલ પૂછે છે, અને જો સત્ત્વગુણ જવાબ મળે તો સત્ત્વગુણદ્વારા આગળ વધી, છેવટે
Page #240
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
પ૪૫
ગણાતીત થઈ જવાય તો શાસ્ત્રવિધિની કશી જરૂર નથી રહેતી. આમ એનું મંતવ્ય છે, કે જે વિષે આપણ ઉપોદઘાતમાં બીજી રીતે પણ ચર્ચા કરી જ ગયા છીએ.
श्रीकृष्ण उवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावता । सात्त्विकी राजसी चैव तामसी चेति तां श्रृणु ।।२।।
શ્રીકૃષ્ણ બોલ્યા : શ્રદ્ધા ત્રિવિધ દેહીની, તે તો સ્વભાવજન્ય છે;
સાત્ત્વિકી, રાજસી છે ને, તામસી સુણ તે હુંથી. ૨ (પ્રિય અર્જુન !) જે શ્રદ્ધા ત્રણ પ્રકારની કહેવાય છે તે શ્રદ્ધા સ્વભાવજન્ય છે : (૧) સાત્ત્વિક, (૨) રાજસી અને (૩) તામસી. (હવે એ પ્રમાણે) તેને (શ્રદ્ધાના મૂળને હું કહું છું તેને) સાંભળ.
નોંધ : અર્જુનને ઉદ્દેશીને પ્રથમ તો શ્રદ્ધાના બે ભેદ પાડી દે છે : (૧) આત્મજન્ય (૨) સ્વભાવજન્ય. જો કે આત્મા અને સ્વભાવમાં મુખ્યત્વે ભેદ નથી, પરંતુ જે આત્મા પ્રકૃતિના ગુણથી રંગાયેલો છે, તે આત્મામાં જે શ્રદ્ધા જન્મ, તે પ્રકૃતિના ગુણોવાળી જ હોય એટલે સ્વાભાવિક રીતે શ્રદ્ધાના પણ ગુણ પ્રમાણે ત્રણ ભેદ જ પડી જાય છે. શુદ્ધ આત્મજન્ય જે ગુણાતીત શ્રદ્ધા છે, તે તો પરાભકિત તરીકે જ કહેવાય ! આ વાતથી ગૂંચવાડો ન પેદા થાય એટલે સીધી જ વાતમાં શ્રીકૃષ્ણગુરુ કહી દે છે :
सत्त्वानुरुपा सर्वस्य श्रद्धा भवति भारत । श्रद्धामयोऽयं पुरुषो यो यच्छंद्धः स एव सः ||३|| ભારત ! હોય છે સૌની, શ્રદ્ધા સત્તાનુસારણી;
જેવી શ્રદ્ધા ધરે તેવો, આ શ્રદ્ધામય પુરુષ. ૩ હે ભારત ! (ઉપલી ત્રણ પ્રકારની શ્રદ્ધા વિષે મે જે કહ્યું તે શ્રદ્ધા સૌને હોય છે અને તે અંત:કરણને અનુરૂપ હોય છે એટલે કે) સન્દ્રાનુસાર સૌની શ્રદ્ધા હોય છે. (આ પરથી એ પણ સિદ્ધાંત ફલિત થાય છે કે સૌના શરીરમાં જે) પુરુષ(બેઠો છે, ત) શ્રદ્ધામય છે. મતલબ કે) જે જેવી શ્રદ્ધા ધરે, તેવો જ તે હોય !
નોંધ : આમાં બે વસ્તુ કહી નાખી : એક તો (૧) પુરુષ કેવો છે એ ઓળખી
Page #241
--------------------------------------------------------------------------
________________
૫૪૬
ગીતા દર્શન
હોય, તો તેની શ્રદ્ધા કઈ તરફ છે, તે જ તેની કસોટી; (૨) પુરુષ મૂળે જે શુદ્ધ છે, તે તો પોતે શ્રદ્ધામય જ છે, પણ તે શ્રદ્ધા નિરાળી જ, અગાઉ કહી તેમ કેવળ પ્રભુમય હોય. જ્યારે સામાન્ય રીતે જે કર્મસંગી કે ગુણસંગી જીવ છે તે તો જે શ્રદ્ધા ધરાવે છે, તેમાં તેનો પ્રકૃતિ સ્વભાવ મુખ્ય કામ કરે છે.
આનો અર્થ એ નથી કે પ્રકૃતિ સ્વભાવ ન જ પલટે, ઊલટું પ્રકૃતિ સ્વભાવ પલટાવવા સારુ તો આમાં ખાસ પ્રેરણા છે. માણસને આસુરી ન થવું હોય તો તે પોતાનો આસુરી પ્રકૃતિવભાવ પલટાવીને દૈવી બની શકે છે.
આ રીતે જેમ નીચાને ઊંચે જવાની પ્રેરણા મળે છે, તેમ પોતાની જાતને ખોટી રીતે ઊંચી માની લેનારને પણ એ પ્રેરણા મળે છે કે, જ્યાં લગી તારી વૃત્તિ માયામાં જાય છે અને માયાવી વસ્તુ પ્રત્યે તારી શ્રદ્ધા પ્રગટે છે ત્યાં લગી તું પોતે પણ માયાવી જ છે. અને હવે ગુરુદેવ એ વિષે જ કહે છે:
यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः। प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः ||४|| સાત્ત્વિકો દેવ પૂજે છે, રાજસો યક્ષરાક્ષસ;
ને તામસ જનો બીજા, ભૂતપ્રેતગણો પૂજે. ૪ (હે અર્જુન !) સાત્ત્વિક લોકો દેવોને પૂજે છે. રાજસી લોક યક્ષરાક્ષસોને પૂજે છે અને બીજા તામસી લોક તો પ્રેતભૂતગણોને પૂજે છે.
નોંધ : સત્ત્વગુણી દિવ્યગતિ ઝંખે છે. રજોગણી યક્ષરાક્ષસગતિ ઝંખે છે, અને તમોગુણી ભૂતપ્રેતગતિને ઝંખે છે. જેમનામાં જે વેળા સત્ત્વગુણ સ્વાભાવિક હોય, તે વેળા તે પોતે દેવ છે. જેમનામાં જે વેળા રજોગુણ સ્વાભાવિક હોય તે વેળા તે પોતે યક્ષ અથવા રાક્ષસ છે. રાવણ રજોગુણની મહામૂર્તિ હોઈને જ રાસ કહેવાયો છે. જેમનામાં જે વેળા તમોગુણ સ્વાભાવિક હોય, તે તે વેળા સ્વયંભૂત અને પ્રેત જ છે. એમ પણ આ પરથી તારવવું ઠીક થઈ પડશે. એથી ભૂતપ્રેતના વળગાડ પાછળ તમોગુણ જ અસર કરે છે અને વહેમી અને નબળા મનવાળાને તે ઘેરી લે છે, એ પણ સમજાઈ જશે.
હવે શાસ્ત્રવિરહિત જે સ્વદે વર્તે છે, તેઓ અધ:પતનને માર્ગે જઈ કવા પાયમાલ થાય છે ? તે બતાવી શાસ્ત્રવિધની જરૂરિયાત નીચેના બે કલાકોમાં સિદ્ધ કરે છે. પણ શારવિધિ એટલે માત્ર અંધ અનુકરણે પોપટિયા ઉરચાર નહિ,
Page #242
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૪૭
પરંતુ બ્રહ્મલક્ષ્ય તરફ પ્રેરતો ધ્વનિ, એ પણ આગળ જતાં ખુલ્લું કરે છે.
अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपोजनाः । दभमाहङ्कार संयुक्ताः कामरागबलान्विताः ॥५॥ कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः । मां चैवान्तशरीरस्थं तान् विद्धयासुरनिश्चयान् ।।६।। યુકત દંભે અહંકારે, કામ રાગ બલે તથા: શાસ્ત્રવિધિ વિના ઘોર, તપે છે તપ જે જનો. પ તેઓ દેહસ્થ ભૂતોને, હૃદયસ્થ મને વળી; ત્રાસ દેતા જડો એવા, જાણ આસુર નિશ્ચયી. ૬ શાસ્ત્રવિધિ વિના જે જનો ઘોર તપ તપ છે, તે અવિવેકી, મૂઓ દંભ અને અહંકાર સાથે જોડાયેલા, કામરાગના બળથી યુકત થઈ શરીરમાં રહેલા ભૂતસમૂહને તથા હૃદયમાં રહેલા મને (આત્માને ત્રાસ દેતા વિહરે છે તેમને હિ કૌતેય !) તું આસુરી નિશ્ચયવાળા જાણ.
નોંઘ : "ડોળ અને અહંકાર સાથે જોડાયેલા અને કામરાગના બલથી પ્રેરિત થઈ જે તપ કરે છે તે ગમે તેવું ઘોર તપ કરે તોય તેમાં શરીરની અને આત્માની ખુવારી સિવાય બીજું કશું નથી. એ તપની પછવાડે જે નિય બળ દેખાય છે, તે દૈવી નથી; પણ આસુરી છે."
આમ કહીને શ્રીકૃષ્ણગુરુએ શાસ્ત્રવિધિ માનનારમાં સત્યાર્થીપણાની અને નમ્રતાની આશા રાખી છે. આને ઊલટી રીતે ગોઠવીએ તો એમ પણ ફલિત થાય કે જે હૃદયથી નમ્ર અને સત્યાર્થી છે, ત્યાં શાસ્ત્રવિધિનો ઉપલક દેખાવ ન હોય તોય તેની ક્રિયા શાસ્ત્રવિહિત જ મનાવી જોઈએ. આગળ ઉપર લખવથી આ વાત ગીતામાં કહેવાશે જ. અહીં એ ચેતવણી અપાઈ છે કે કેટલીક વાર કામરાગના બલથી મનુષ્ય ઘોર તપ આચરે છે, પરંતુ તે તપ આસુરી તપ છે. એથી આત્માની તો હાનિ થાય જ છે, આ પરથી ગુરુદેવને શરીર ઉપર પણ ધમસાધન તરીકેનો પહાપાત છે, ખરો આદર્શ તપસ્વી, શરીર બળ લે થાવે, પરંતુ તેનું શરીર અને આત્મા બને તેજસ્વી રીતે તંદુરરથાક જ છે, એ વ ા સૂત્રો વારંવાર ઉચ્ચારે છે અને સકામ (અંતર કાપૂર્વક એટલે
પ માટે વારંવાર ભલામણ કરી વાસનામય તપનો પરિહાર કરવા સૂચવે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
૫૪૮
ગીતા દર્શન
*કમઠની તપસ્યા ઘણી જ ઘોર હતી છતાં એના પરિણામે એણે શરીરની અને આત્માની પાયમાલી જ નોતરી હતી. જ્યારે તે પાર્શ્વપ્રભુને શરણે ગયો ત્યારે જ તેનો ઉદ્ધાર થયો. એટલે સ્વછંદ ધર્મને નામે કેવો અધર્મ મચાવે છે, તે એવા જૈનગ્રંથોના ઉદાહરણથી બરાબર સમજાય છે. આજ પણ સંસારમાં એવી વ્યકિતઓની ખોટ નથી જ. જેઓ ધર્મની ઓથ લઈને આવું કરે છે, તે પોતાને અને વિશ્વને માટે ભારે ભયંકર છે. આટલું કહી અર્જુનને ચેતવીને હવે ગુરુદેવ ખોરાકના, યજ્ઞના, તપના, દાનના પણ શ્રદ્ધાની જેમ ત્રણ ત્રણ પ્રકાર કહેવા માગે છે :
आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः । यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं श्रृणु ||७|| ખોરાકોય બધાને તો, પ્રિય ત્રણ પ્રકારના; તેમ યજ્ઞો તપો દાનો, તેમનો ભેદ આ સુણ. ૭ (અર્જુન ! ખોરાકની રુચિમાં પણ પ્રકૃતિ કામ કરે છે, એટલે) આહાર પણ ત્રણ પ્રકારે (ભિન્ન ભિન્ન) સર્વ લોકોને પ્રિય થાય છે (તેમ સ્વભાવવિચિત્રતાને લીધે) વળી યજ્ઞ, દાન તથા તપ પણ (વિવિધ થાય છે, માટે) તેમના આ ભેદને સાંભળ.
નોંધ : આહારની વાત અહીં વિચિત્ર લાગશે ખરી, પરંતુ ગીતાએ શરીરની કિંમત પણ પૂરેપૂરી આંકી છે અને વાત પણ ખરી છે. શરીર જેમ બંધનના કારણરૂપ આજે થયું છે, તેમ તેના સદુપયોગ કરવાથી તે જ મુકિતનું કારણ પણ બની શકે છે. એટલે આહાર પણ એક રીતે ધર્મક્રિયા જેટલું જ મહત્ત્વનું અંગ છે.
આહાર પણ મનના વિચારો પર પણ અજબ અસર કરે છે. એવો પ્રત્યેક આધ્યાત્મિકતાપ્રેમીઓનો અનુભવ છે જ, એટલા સારુ આહારનાં તત્ત્વોનું તેઓ ધર્મવિજ્ઞાનદષ્ટિથી ભારે ઊંડું પૃથકકરણ કરે છે. જૈનસૂત્રોનો આહારચિકિત્સામાં ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનો ફાળો છે. હવે ગીતકાર એ ભેદોથી ચોખવટ કરે છે.
* સુત્રો માંહેલા ૩ નીક: પ ધ ન પૂર્વાશ્રમના ભાઈનું નામ કમર, ધણા જન્મો સુધી એક પ્રસંગથી ભાઈ ભાઈ વચ્ચેનું વૈર બીજ નખાયું. કમઠ આસુરી પ્રકૃતિ તરફ વળ્યો અને પાર્શ્વનાથ દૈવી સંપત્તિ તરફ વળ્યા -આથી વેરપિપાસ તૃપ્ત કરવાને માટે કે- વ વાર ર કઇ તપ કર્યો. તે પાશ્વનાથને રંજાડવાની કામનાથ જ કર્યા પરંતુ આખરે બાસુંદી વૃતિ હરી અને દૈવીવૃત્તિના વિજય થયો, આ આખો પ્રસંગ ત્રિપ કોલકાપુરુષમાં વર્ણવાયા છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્ત૨મો
आयुः सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः
रस्याः स्निग्धाः स्थिराः हृद्या आहाराः सात्त्विकप्रियाः ||८|| આયુ સત્ત્વ બલ સ્વાસ્થ્ય, સુખ પ્રીતિ કરે સ્થિર; રસાળ રોચક સ્નિગ્ધ, તે ખાણાં સાત્ત્વિક પ્રિય. ૮
૫૪૯
(હે અર્જુન ! ) આયુષ્ય, સાત્ત્વિકતા, બલ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારાં તથા રસદાર, સ્નિગ્ધ, હૃદયંગમ તથા સ્થિર (શરીરમાં ચોમેર વ્યાપી સાત્ત્વિક પોષણ દેનાર) તેવાં ખાણાં સાત્ત્વિક લોકોને પ્રિય હોય છે.
નોંધ : આનો અર્થ સાધક એટલો જ કરે કે આહાર કરવાનું પ્રયોજન આયુષ્યના ટકાવ સારુ છે. "સંયમના હેતુથી યોગ પ્રવૃત્તિ થાય,” એટલું લક્ષ્યમાં રાખનાર સાદું અને અલ્પ આરંભવાળું તથા અનાયાસે અગર સહજ પ્રયત્ને, સામાન્ય કિંમતે મળે તેવું ખાણું જ પસંદ કરશે. આ પસંદગી અણીશુદ્ધ દૃષ્ટિએ થશે તો એ ખાણાં ઉપલી રીતે સાધક થઈ જ જશે. પણ ઉપરના કથનનો અવળો અર્થ લઈ, રસાળાં અને કિંમતી ખાણાંને માર્ગે કોઈ રખે ચડી જાય ! ખરી રીતે તો રસાળાં, સ્વાદુ, મિષ્ટાન્ન, ચરબીવાળાં, અતિ તીખાં ખાણાં તો સાધક માટે ત્યાજ્ય છે, ગીતા પણ આ વાત આગળ વધતાં કહે છે.
कट्वम्ललवणात्युष्णतीक्ष्णरूक्षविदाहिनः ।
आहार राजसस्येष्टा दुःखशाकामयप्रदाः ||९||
લૂખાં, દાહક, આત્યુષ્ણ, ખાટાં, ખારાં, તીખાં કટુ; દેતાં રોગો દુઃખો શોકો, તે ખાણાં રાજસી પ્રિય. ૯
(અને વળી હે ભારત !) તીખાં, ખાટાં, ખારાં, બહુ ગરમ, કટુ, લૂખાં અને દાહ ઉત્પન્ન કરે તેવાં ખાણાં રાજસી લોકોને વહાલાં હોય છે – જે ખાણાં દુ:ખ, શોક અને રોગ દેનારાં જ બને છે.
નોંધ : આવાં ખાણાં કામરાગ વધારે છે અને કામરાગના આવેગને વશ નારને રોગ, દુઃખ અને શોક થાય જ છે એ દેખીતું છે. એ માટે બ્રહ્મચર્યપ્રેમીએ એવાં ખાણાં ઉપર સંયમ મૂકવો જોઈએ.
લોક. તિલક તિકત અને કટુનો અર્થ અનુક્રમે આપણા ગુજરાતી ભાષાના અર્થ કરતાં ઊલટો બતાવે છે અને તેમાં વાગ્ભટનો આધાર ટાંકે છે. કટુ અને લીંબુને તિકત કહે છે.
વાગભટ
મરીને
Page #245
--------------------------------------------------------------------------
________________
૫૫૦
ગીતા દર્શન
यातयामं गतरसं पूतिपर्युषितं च यत् । उच्छिष्टमपि चामेघ्यं भोजने तामसप्रियम् ||१०|| પહોર ટાઢું ગંધાતું, વાસી ને રસહીન જે;
અપવિત્ર અને એઠું, તે ખાણું તામસીપ્રિય. ૧૦ (પાર્થ !) પહોર લગી પડી રહેલું, ગંધાતું, રસે ઊતરી ગયેલું, સૂકું ઘણા વખતનું વાસી, એઠું અને અપવિત્ર ખાણું તામસી લોકોને વહાલું હોય છે.
નોંધ : આથી પાઠકને નવાઈ પામવા જેવું નથી. ઘણી કોમો અને ઉજળિયાત કોમોની ગણાતી પણ કેટલીક વ્યકિતઓ એવી હોય છે કે જેને સોડવેલો આહાર વિકર લાગે છે. ખરી રીતે તો અમુક પ્રકારના વાસી આહારમાં સૂક્ષ્મ જંતુઓ પિજીને તામસતા વધારે છે.એઠા આહારમાં વૈદ્યકીય દષ્ટિએ પણ ખૂબ હાનિ છે. એકબીજાની લાળ ભળે અને જીવો પણ ઊપજે એ સંભવિત છે. એટલે જેમ આવું ખાણું પોતે ન લેવું તેમ બીજાને પણ ન આપવું જોઈએ. કેટલાક ધાર્મિક વૃત્તિવાળા માણસો એઠું લેવા આવનારને એઠું અન્ન આપે છે, તે રૂઢિ તજવા યોગ્ય છે. વળી જેઓ સાત્વિક વિચાર ધરાવે છે અથવા સાત્ત્વિકતાને તલસે છે તેમણે 'અમેધ્ય આહાર'નો અર્થ માંસાહાર એવો કરીને માંસાહારનો સદંતર ત્યાગ કરવો ઘટે છે. રાજકીય, સામાજિક અને ધાર્મિક એમ પ્રત્યેક ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરનારાં ચુનંદા નો નિર્માસાહારી હોવાનું સહુની જાણમાં હશે જ.
अफलाऽकाझिमिर्यज्ञो विधिदृष्टो य इज्यते । यष्टय मेवेति मनः समाधाय स सात्विकः ।।११।। अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् । इज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् ।।१२।। विधिहीनमसृष्टान्नं मंत्रहीनमदक्षिणम ।। श्रद्धाविरहित यज्ञं तामसं परिचक्षते ||१३|| શાંત મને વિધિનિર્યો, ફળેચ્છા ત્યાગીરો વડે; યજાય એમ કર્તવ્ય, તે જ છે યજ્ઞ સાત્ત્વિક. ૧૧ ફળને લક્ષમાં રાખી, ને દંભાર્થે યજાય છે; ભમ્નશ્રેષ્ઠ ! તે યજ્ઞ, રાજસી જાણ નિશ્ચયે. ૧ ૨
Page #246
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૫૧
દક્ષિણા, વિધિ ને મંત્ર, ને અન્નને સૃજ્યા વિના;
શ્રદ્ધા વિના યજાયે છે, તે કહ્યો યજ્ઞ તામસી. ૧૩ (ભારત ! હું તને ઘણીવાર કહી ગયો છું કે શાસ્ત્રવિધિ સાત્વિક ભાવના અર્થમાં છે એટલે ) ફલની આકાંક્ષા ન રાખનાર વડે વિધિપૂર્વક કર્તવ્ય માનીને જે યજ્ઞ યજાય છે તે સાત્ત્વિક યજ્ઞ છે.
અને ભરતશ્રેષ્ઠ ! ફળનું અભિસંધાન કરી એટલે કે ફળને લક્ષમાં રાખીને અને દંભ માટે જ જે યજ્ઞ યોજાય છે તે યજ્ઞને તું રાજસી જાણ.
તેમજ (હે પાર્થ! યજ્ઞમાં અન્ન નિપજાવવું જોઈએ, સુપાત્રને દક્ષિણા- એટલે દાન અર્પણ થવું જોઈએ અને ફળની આશાના ત્યાગરૂપ વિધિ હોવો જોઈએ. ઉપરાંત શ્રદ્ધા તો હોવી જ જોઈએ પરંતુ એ ચારેનો જે યજ્ઞ પાછળ લોપ હોય તે યજ્ઞ આસુરી લોકોનો વિલાસ જ છે. માટે કહું છું કે) વિધિહીન, અન્ન ઉપજાવ્યા વિનાનો, મંત્રહીન (ૐ તત્ સત્ એવા અક્ષરોચ્ચારથી શ્રદ્ધાળુ હૃદયમાં ભાવના અને વાતાવરણ શુદ્ધિનો સંચાર થાય છે તે દ્રષ્ટિએ મંત્રની જે જરૂરિયાત છે તે વિનાનો), દક્ષિણાવિહીન (ત્યાગવગરનો) અને શ્રદ્ધારહિત જે યજ્ઞ યજાય છે, તે યજ્ઞને તામસયજ્ઞ (જ્ઞાનીઓ) કહે છે.
નોંધઃ ફળ સામે દષ્ટિ રાખ્યા વિના જે ગૃહસ્થ ર્તવ્ય માનીને યજ્ઞ કરે છે, તેને ગીતાકાર ટાળતા નથી, ક્ષમ્ય ગણે છે. અને તે તો ખરું જ છે કે ગૃહસ્થ સાધકમાં એ રીતે પણ દાનની સાત્ત્વિક વૃત્તિ ખીલવવાનો અવકાશ છે. પરંતુ આવા યજ્ઞમાં ડોળ ન હોવો જોઈએ અને તે યજ્ઞમાં અસૃષ્ટાન્ન એ શબ્દથી સૂચિત થાય છે કે અન્ન નિપજવું જોઈએ. એટલે સપશુયજ્ઞનો સખત નિષેધ તો શ્રીકૃષ્ણગુરુ કરે જ છે, પણ સાથે સાથે વિધિસર શબ્દ મૂકીને આવા અન્નયજ્ઞની કિંમત પણ તપ, દાન, સ્વાધ્યાય, ઈન્દ્રિયસંયમ, ધ્યાન આદિ રૂપ યજ્ઞની આગળ તો સાવ છેલ્લી કોટિની જ આંકે છે. એ વાતને કોઈ પણ પાઠક વીસરી ન જાય! આ પરથી યજ્ઞનો ધર્મમય પુરુષાર્થ એવો આપણે જે વ્યાપક અર્થ કર્યો છે તે જ આબેહૂબ ઘટી રહે છે. _હવે શ્રીકૃષ્ણમુખે કાયિક, વાચિક અને માનસિક એમ ત્રણ યોગે, ત્રિવિધ તપ
વિષે કહેવાય છે :
તે મહેનત કરી અન પેદા કરવું, એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે.
Page #247
--------------------------------------------------------------------------
________________
૫૫૨
ગીતા દર્શન
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् । ब्रह्मचर्यमहिंसा च कायिकं तप उच्यते ||१४|| अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् । स्वाघ्यायाभ्यसनं चैव वाड्मयं तप उच्यते ||१५|| मनःप्रसादः सौम्यत्वं मौनमात्म विनिग्रहः । भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ।।१६।। श्रद्धया परया तप्तं तपस्तत् त्रिविधं नरैः । अफलाकांक्षिभिर्युक्तैः सात्त्विकं परिचक्षते ।।१७।। सत्कारमानपूजार्थं तपो दम्मेन चैव यत् । क्रियते तदिह प्रोक्तं राजसं चलमधुवम् ॥१८।। मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः ।। परस्योत्सादनार्थ वा तत्तामसमुदाहृतम् ||१९|| દેવ-દ્વિજ-ગુરુ-પ્રાજ્ઞ, પૂજન સ્વચ્છતા તથા; બ્રહ્મચર્ય, અહિંસા ને, સારલ્ય, તપ કાયનું. ૧૪ અપીડાકારી જે વાકય, સત્ય પ્રિય હિતાવહ; વળી સ્વાધ્યાય અભ્યાસ, કહ્યું તે તપ વાણીનું. ૧૫ આત્મસંયમ ને મૌન, મન પ્રસાદ સૌમ્યતા; ભાવની શુદ્ધિ એ એમ, કહ્યું છે મનનું તપ. ૧૬ યુકત-ત્યાગી ફલેચ્છાના, જે નરો ઉપલી રીતે; તપે શ્રદ્ધા પર રાખી, તે કહ્યું તપ સાત્ત્વિક. ૧૭ સત્કાર માન પૂજાયેં, ને દંભથી જ થાય છે; ચલ અધ્રુવ તે ભાખ્યું, રાજસી તપ તે અહીં. ૧૮ મૂઢ હઠે કરાય , આત્મપીડા થકી તપ;
અથવા અન્ય નાણાર્થે, તે કહ્યું તપ તામસી. ૧૯ (ઉજ્વળ આર્ય અર્જુન! જેઓ રાગદ્વેષથી રહિત છે તેવા દેવ તે સૌથી પ્રથમ, ત્યાર પછી સંસ્કારના દેનાર બ્રાહ્મણ અગર આચાર્ય અને ત્યારબાદ આપણા વિદ્યાગુરુ અથવા વડીલ મુરબ્બીઓ, તેમજ જગતના ઉપકારો જ્ઞાનીજનોએ
Page #248
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
પપ૩
પૂજાપાત્ર છે. કારણ કે એમના પૂજનથી મનુષ્ય સંસ્કારી બને છે, નમ્ર અને સભ્ય બને છે. માટે જ હું એને તપ કહું છું.) દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞોનું પૂજન તથા શૌચ, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે.
કોઈને ઉગ ન થાય તેવું, સત્ય, પ્રિયકર અને હિતાવહ વાકય તથા સ્વાધ્યાય અને અભ્યાસને વાચિક તપ કહેવાય છે અને મનની પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસંયમભાવની સંશુદ્ધિ, એ માનસિક તપ કહેવાય છે.
(હે પરંતપ ! તારે એમ ન જાણવું કે ઉપરમાંથી એકે ઓછાં કિંમતી છે કે જરૂરી નથી. એ ત્રણ પ્રકારે તપની જરૂર છે. પરંતુ તપની સાથે દ્રષ્ટિ પણ શુદ્ધ જોઈએ. એટલા સારુ એ કાયિક, વાચિક અને માનસિક તપના પણ – સત્ત્વગુણવાળી પ્રકૃતિ, રજોગુણવાળી પ્રકૃતિ અને તમોગુણવાળી પ્રકૃતિને લીધે જે સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ ભેદ પડે છે, તે હવે કહું છું. સાંભળઃ )
પરંશ્રદ્ધા રાખી યુકત અને ફલેચ્છાને ત્યાગનારા જે મનુષ્યો ઉપલી રીતે (ત્રણ પ્રકારે) તપ કરે છે તેને સાત્ત્વિક તપ (જ્ઞાનીઓ) કહે છે.
સત્કાર, માન અને પૂજાનો હેતુ સિદ્ધ કરવા ખાતર અને દંભથી જે અહીં તપ કરાય છે તે રાજસી તપ કહેવાયું છે, (ભારત !) તે ચંચળ અને અધ્રુવ તપ જ છે.
મોહમય ભાવે ખોટી પકડ રાખી પીડાઈને જે તપ કરાય છે, અથવા બીજાના વિનાશ સારુ જે તપ કરાય છે, તે તામસી તપ કહેવાયું છે.
નોંધ : જેનસૂત્રોમાં વિનયનો ખૂબ મહિમા છે. વિનય એ આધ્યાત્મિક મૂળિયું છે. ઉપકારી અને જ્ઞાનીઓની આગળ માત્ર મન કે વચનથી જ નહિ પણ કાયાએ સુધ્ધાં વારંવાર ઢળી પડવું એ અત્યંત જરૂરી છે. સકળ લોકમાં સહુને વંદે એ નરસિંહ મહેતા વૈષ્ણવની પાત્રતામાં ગાય છે તે યથાર્થ છે. જેમ સૈનિકને શિસ્ત અનિવાર્ય છે તેમ સાધકને સારુ બેસતાં, ઊઠતાં એમ સર્વ ક્રિયાઓમાં વિનયી વર્તન અનિવાર્ય છે. આ વિષે તો આટલું કહી અહીં ઉત્તરાધ્યયનસૂત્ર'નું પ્રથમ અધ્યયન વાંચવાનું સૂચવીશું.
અહિંસા અને બ્રહ્મચર્યનો સમાવેશ કાયિક તપમાં કરવાથી કોઈ અવળો અર્થ ન લે. અમે સત્યાર્થી છીએ કે અમારા હૃદયમાં અહિંસા જ છે, પછી અમે કાયાથી ગમે તેમ વર્તીએ. જનકવિદેહીની જેમ કાયભોગ કરીએ તોય શું? અગર ગીતા કહે છે તેમ અહંકારભાવ ન રાખી કોઈને હણીએ તોય શું? આત્મા તો અમર છે !
Page #249
--------------------------------------------------------------------------
________________
૫૫૪
ગીતા દર્શન આવા વાચાળ સ્વચ્છંદીઓની સામે લાલ બત્તી ધરી દવા સાર એ બન્નેને કાયિક તપમાં ગીતાકારે મૂક્યાં છે.અહિંસા વાણીમાં અને મનમાં તો રાખવી જ જોઈએ. પરંતુ સાથે સાથે કાયાએ પણ જોઈએ. જેમ જ્ઞાનેશ્વર મહારાજ કહે છે તેમ લીલા ઘાસમાં પણ સચેતન લાગણી છે, એટલે એને પણ એ શકય હોય ત્યાં લગી કચડીને ન દૂભવે ! આટલું ઊંડાણથી જોઈ અહિંસકે વ્યવહારુ રીતે પણ અહિંસક રીતે જ વર્તવું જોઈએ.
જે રીતે અહિંસા વિષે, એ જ રીતે બ્રહ્મચર્ય વિષે. બ્રહ્મચારી જેમ મનવાણીથી બ્રહ્મચર્ય ન વિસારે તમે કોઈ પણ ઈન્દ્રિયોને, કોઈ પણ વિષયમાં વ્યભિચારન કરવા દે. એ જરૂર સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ સહજભાવે વેદે, પણ તે વિષયો વિકાસને માર્ગે જ લઈ જાય તે રીતે એટલે કે પથારી સાદી, ભોજન સાત્વિક, સૌમ્ય હવાવાળું સ્થળ, કુદરતી સૌંદર્ય અને પ્રભુકથા એમ એ વિષયોને ઈન્દ્રિયો દ્વારા ભોગવે, કે જે વિષયો વૈરાગ્યપૂર્ણ જ રહે !
ગીતાકારે મૌનને વાણીના તપમાં ન લેતાં માનસિક તપ તરીકે લેખાવ્યું એનો અર્થ એ કે એકલી વાણીથી મૂંગા રહેવું, તેમાં જ મૌનની ઈતિસમાપ્તિ નથી થતી, પરંતુ મનનું મૌન પણ જોઈએ.
સ્વાધ્યાય અને અભ્યાસનો અર્થ જ્ઞાનેશ્વર મહારાજ અનુક્રમે શાસ્ત્રપાઠ અને નામસ્મરણ કરે છે. વાચન અને ચિંતન એવા બન્ને સાદા અર્થો પણ એમાંથી ફલિત થાય છે. વાંચવું કે કંઠે કરવું એ પણ ખરે જ વાણીનું તપ છે. કારણ કે કંઠે કરનાર કે વાંચનાર જો વાણીમૌનની કળા નહિ જાણતો આચરતો હોય, તો સ્વાધ્યાય કે અભ્યાસમાં રસ લઈ જ નહિ શકે. એટલે વાતોડિયાપણું કે નિંદાકૂથલીનાં સ્વાદના ચટકાં છોડનાર જ એ અમૃતરસ ચાખી શકે છે. એટલે તે સારુ પોતાની હાજતો ઉપર અંકુશ મૂકવારૂપ તપ કરવું જ પડે છે.
સત્ય છતાં કડવું નહિ, મીઠું અને કાર્યસાધક જ', નિરર્થક નહિ ! મતલબ કે પરહિતકારી, મધુર અને સત્યવેણ એ એક મહા સદ્ભાગ્યનું ચિહ્ન છે. મનુ મહારાજ કહે છે કે એ સનાતન ધર્મ છે. તેમાં અતિશયોકિત છે જ નહિ. ઘણા દુરાચારી અને અત્યાચારીઓ પણ સત્ય વાણીને શરણે સુધરી ગયાનાં જૈનગ્રંથોમાં ઉદાહરણો છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૫૫
જૈનસૂત્રોમાંહેલી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ* એ તો સાધુતાના ઝંખનારને માટે માતાતુલ્ય ગણાવી છે. એ વિષે વિસ્તારથી જોનારે ઉત્તરાધ્યયન'નું ચોવીસમું અધ્યયન ખાસ જોવું.
ભાવસંશુદ્ધિનો અર્થ જૂની ટેવોને બદલે સુટેવો પાડવી એમ પણ કરી શકાય. મનની કાયમી પ્રસન્નતાને લીધે શરીરની આસપાસ જે સૌદર્ય ટપકી રહ્યું હોય છે, તેને સૌમ્યભાવ કહેવાય છે. આને માનસિક તામાં એટલા સારુ મૂકયું છે કે માણસ બાહ્ય રીતે તો ઠાવકો લાગે. ધુતારા પણ એવા જ ઠાવકા લાગે છે. પરંતું મનનું ઠાવકાપણું પણ હોવું જોઈએ. તે કદી દંભીમાં, ધૂર્તમાં હોતું નથી. આમ શ્રીગુરુદેવે તપને વ્યાપક અર્થમાં લઈ જઈ ઘણું કહી દીધું. જૈનસૂત્રોમાં પણ તપના મૂળ બે અંતરંગ અને બહિરંગ, તથા એના પેટા ભાગે છ-છ મળી કુલ્લે બાર ભેદો કહ્યા છે, અને ફળની આશા ત્યાગીને જ તપ કરવાની પ્રેરણા પાઈ છે.
જેમ શ્રીકૃષ્ણગએ બાહ્ય સ્વચ્છતાને પણ તપમાં ગણાવી, તેની મહત્તા સિદ્ધ કરી છે, તેમ મળોત્સર્ગવિધિનો પ્રકાર આપી તે પરથી ફલિતાર્થ થતી સ્વચ્છતાનો જૈનસૂત્રોમાં પણ સમિતિમાં નિર્દેશ કર્યો છે.
ગુરુદેવે અહીં બતાવેલા તપમાં ઉપવાસ નથી ગણાવ્યા, છતાં ઉપવાસની સાધકને ખૂબ જરૂર છે. માત્ર તે એટલું ધ્યાન રાખે કે મેલા હેતુ રાખીને કે શરીરને કચડવા માટે ઉપવાસ ન હોવા જોઈએ ! ઉપવાસ સાથે ઊણોદરી (ભુખથી ઓછું ખાવું), સ્વાદત્યાગ, કાયાને કસવી, ચીજોનું માપ રાખવું, વગેરેનો પણ બાહ્ય તપમાં જૈનસૂત્રોમાં સમાવેશ કરી તપસ્યા પરત્વે અત્યંત સુંદર પ્રકાશ પાડયો છે.
ગુરદેવે માનસિક, વાચિક અને કાયિક ત્રણે યોગે કરીને પરંશ્રદ્ધા રાખી, સમભાવી અને ફલેચ્છાત્યાગી બનીને તપ કરવાનું સૂચવી, તપની આદર્શતા બતાવી દીધી છે. શ્રદ્ધા વિનાની તો કોઈ ક્રિયા જ રસમય ન બને. પરંતુ એ શ્રદ્ધામાં વિવેક તો જોઈએ જ.
ડોળ ખાતર, બીજાની દેખાદેખીથી કે સત્કાર-માન-પૂજાથે ઉપલાં માનસિક, વાચિક કે કાયિક તપ કરવાં તે રીત સારી નથી. મોટાઓમાં કે આદર મળે તેને સત્કાર કહેવાય છે. સમાન લોકોમાં જ ઈજ્જત સન્માન મળે છે તેને માન કહેવાય છે. અને અનુયાયી કે નાનેરામાં જે પૂજ્યતા પમાય તેને પૂજા કહેવાય છે. અથવા
લીલવામાં, બોલવામાં, આજીવિકા ચલાવવામાં, વસ્તુવ્યવસ્થા અને મળ વગેરે છોડવામાં જે વિવેક સુચવાયો સમિતિ કહેવામાં આવે છે. અને મન, વચન અને કાયાના સંયમને ત્રણ ગુપ્તિ કહેવામાં આવે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૫૫૬
ગીતા દર્શન
તો, મનથી મળતું માન કે અભિનયથી મળતું માન એ સત્કાર છે અને વાણીથી થતી સ્તુતિ તે માન છે, તથા કાયાથી થતું નમન તે પૂજા છે.
બીજા અધ્યાયમાં લાઘવ, અવાચ્યવાદ એ આથી ઊલટી બાબતો છે. જૈન સામાયિક સૂત્રના બીજા પાઠમાં સત્કાર, સન્માન અને પૂજા ત્રણે વિવિધ અર્થોમાં છે. મોહભાવ ભરેલ ખોટી હઠથી-ગાંડા આગ્રહથી-કરેલા તપથી આત્મા પીડાય છે જ. અને માંડ માંડ તે તપ પૂરું થાય છે. અને કાં તો વચ્ચેથી જ મેલવું પડે છે. મનથી તો પહેલેથી જ પડ્યું મેલ્યું જ હોય છે. વેઠરૂપે કરાતો ગુરુ કે મોટેરાંઓનો વિનય પણ તામસી તપ જ ગણાય. અને જેઓ બીજાના મારણ, ઉચ્ચાટન આદિ કરવા સારુ મેલી વિદ્યાઓ સાધવા માટે તપ કરે છે, તે પણ તામસી તપ કહેવાય છે. આ પ્રકાર સર્વથા ત્યાજ્ય જ છે. કારણ કે, જે તપ બીજાના વિનાશ સારુ કરાય, તે આત્મનાશ પણ કરે જ છે. માટે સાધકે એવા તપમાં ભળવું તો નહિ જ. પરંતુ થતું હોય તો તેમાં મનથી પણ ટેકો ન આપવો. સત્યાર્થીએ તો એવા તપનો પ્રામાણિક અને પ્રેમમય વિરોધ જ કરવો ઘટે. ગીતાકાર હવે દાન વિષે કહે છે :
दानव्यमिति यद् दानं दीयतेऽनुपकारिणे । देशे काले च पात्रे च तद् दानं सात्त्विकमुच्यते ||२०|| यत्त, प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः । दीयते च परिक्लिष्टं तद् दानं राजसं स्मृतम् ।।२१।। अदेशकाले यदानमपात्रेभ्यश्च दीयते ।। असत्कृतभवज्ञात तत्त, मसमुदाहृतम् ।।२२।। ક્ષેત્ર કાળ અને પાત્ર, જોઈ અનુપકારીને; કર્તવ્ય જાણી દેવાય, કહ્યું તે દાન સાત્ત્વિક. ૨૦ બદલો આપવા સારુ, અથવા ફળ લક્ષ્યથી; કચવાતાં અપાયે જે, કહ્યું તે દાન રાજસી. ૨ ૧ ન ક્ષેત્ર કાળ પેપીને, અપાત્રોને અપાય છે;
આદર માન વિહોણું, કહ્યું તે દાન તામસી. ૨ ૨ (હે અર્જુન !) દાન કરવું એ પોતાનું કર્તવ્ય છે. એમ સમજી યોગ્ય ક્ષેત્ર, કાળ
Page #252
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૫૭
અને પાત્ર તપાસી અનુપકારીને (એટલે પોતા પર જેણે કશો ઉપકાર ન કર્યો હોય છતાં અજ્ઞાત સુપાત્રને દે તો) જે દેવાય છે તે દાન સાત્ત્વિક કહેવાય છે. અને જે ઉપકારનો બદલો આપવા ખાતર (અથવા બદલો મળશે એવી આશા રાખીને) અથવા (ભવિષ્ય કોઈ ફળ મળશે એમ) ફળનો ઉદેશ રાખીને કલેશપૂર્વક (કચવાતા મને) જે દાન દેવાય છે, તે રાજસી દાન કહ્યું છે. પરંતુ ક્ષેત્ર, કાળ કે પાત્ર કશું જોયા વિચાર્યા વિના પાત્રને આદરસત્કાર વિના ધૃણાપૂર્વક) અપાય છે, તે દાન તારી કહેવાયું છે.
નોંધ : જૈનસૂત્રો દાનને સંયમથી નીચેની કોટિમાં મૂકે છે, કારણ કે દાન કરનારો સંગ્રહી હોવાનો . અને જ્યાં સંગ્રહ હોય ત્યાં સત્યાર્થીપણું અપવાદે જ હોવાનું. છતાં જે સંગ્રહ કરી બેઠો છે, તેમનું શું? તેઓ માલમિલક્તનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે, તો એમને માટે બીજો કોઈ માર્ગ ખરો કે નહિ ? આવા સંયોગોમાં દાન પણ ધર્મનું અંગ બની જાય છે. પણ જો ધર્મને એ અંગ વિના ન જ ચાલે, તો તે ધર્મ પોતાનો આત્મા જ ખોઈ બેસે. એટલે જૈનશાસ્ત્રોએ દાનની સાથે હૃદયને જોડી દીધું છે. હૃદયપૂર્વક દાન કરનાર હંમેશા નમ્ર હોવાનો. એની રોજી પણ પ્રામાણિક હોવાની. એ સંગ્રહને પોતાની પાસે રાખતો હોય, તોય પોતે તો એનો રખેવાળ (ટ્રસ્ટી) જ બનીને રહે, માલિક બનીને નહિ !
શ્રીકૃષ્ણગુરુદેવે યજ્ઞ અને દાન બન્ને સ્થળે કર્તવ્ય શબ્દ વાપર્યો છે, અને માણસે ધર્મમય પુરુષાર્થ અને અર્પણતા-ઉદારતા-રાખવાં જ ઘટે એમ સૂચવ્યું છે. સુપાત્રનો અર્થ ખૂબ વ્યાપક અર્થમાં છે. સંયમી અને સંસ્કારમૂર્તિ વ્યકિતઓ કે સંસ્થાઓ સુપાત્ર ગણાય, છતાં ત્યાં પણ ક્ષેત્ર અને કાળ જોવો જોઈએ, એટલે કે તે સંસ્થાને આ કાળે જરૂર છે કે કેમ? ભલે સંસ્થા ઉચ્ચ કોટિની હોય, તોય ભરેલામાં ભરવું નકામું છે. અને તે ઉપરાંત સંસ્થા કે વ્યક્તિનું ક્ષેત્ર પણ તપાસવું જોઈએ. બે સુપાત્રો બે ક્ષેત્રમાં હોય તો પહેલી તકે કયા ક્ષેત્રમાં ક્યા સુપાત્રને પહેલી જરૂર છે તે પણ તપાસવું જોઈએ. મતલબ કે ખૂબ ઊંડાણથી આ બધું જોવાવું જોઈએ. આ પરથી માત્ર સાધન આપી દેવાથી દાન નથી ગણાતું, પણ તન, મન અને સાધન ત્રના યોગની અને વિવેકની પણ એમાં જરૂર પડે છે. વળી આવા દાન દેનારે જિમ ભૂમિમાં દાટવાથી જ બી સુંદર ફળે છે, તેમ આપીને ચૂપ રહેવું જોઈએ, અને ખૂબ આદરસત્કારપૂર્વક દાન આપવું જોઈએ. જેમ ઘરને આંગણે પડેલી ગંદકી સાફ કરનારનો ઘરનો રખેવાળ આભાર માને છે, તેમ ધનના રખેવાળે
Page #253
--------------------------------------------------------------------------
________________
પપ૮
ગીતા દર્શન
પણ ઉપલાં સુપાત્ર સ્થળનો આભાર માનવો જોઈએ. કારણ કે એના સંગ્રહમાંથી એટલા સાધનનો સદુપયોગ થયો ! આવી દષ્ટિએ દાન યાચકને શોધે. પણ આદર્શ યાચક દાતારને ન શોધે. આવું યાચકપણું નિઃસ્પૃહી જગકલ્યાણકર સાધુસેવકને જ વરે છે. તેથી જૈનસૂત્ર કહે છે કે કશી આશાવિનાનો દાતાર પણ દુર્લભ છે, અને નિરપેક્ષી ભિક્ષુક પણ વિરલ જ છે. (દશ. પાંચમું અધ્યયન.)
રાજસી દાન મધ્યમ કોટિનું છે. ત્યાં પ્રત્યુપકારના બે અર્થ કર્યા છેઃ (૧) બદલો વાળવા સારુ, (૨) બદલો લેવાની આશા રાખીને. આનો અર્થ બદલો ન વાળવો એમ કોઈ ન લે, પરંતુ બદલો વાળવો તે કંઈ દાનમાં ન ગણાય, બીજા રાજસી દાન પાછળ પૃહા અને દંભ તથા અભિમાન વધવાનો સંભવ છે. આજના દાતાઓ અને એવી દાન લેનાર વ્યકિતઓ તથા સંસ્થાઓ એથી ચેતે ! કારણ કે એમાં સિદ્ધાંત અને સત્યધર્મનો લોપ થવાનો મહાભય રહેલો છે. ગુરુદેવે અહીં મૃત પ્રયોગ વાપરેલો છે. તે એમ સૂચવે છે કે સ્મૃતિશાસ્ત્રથી પણ આ વાત પ્રસિદ્ધ છે કે, આદર્શ ગૃહસ્થ રાજસી દાન ન દેતાં, સાત્ત્વિક તરફ લક્ષ્ય આપવું.
તામસી દાન, એ તો માત્ર નામનું જ દાન છે. ગુલામી પ્રથામાં આવા તામસી દાતાઓ કારણરૂપ હતા. હવે તો લગભગ દુનિયામાંથી એ માનવી બિરાદરોનું હડહડતું અપમાન કરનારી બૂરી પ્રથાનો લોપ થયો એમ જ ગણાય છે. છેટેથી છમ્ છમ્ કહી ધિક્કારે પૈસા કે અન્ન ફેંકતા અને લેતા, આજના વધેલા કહેવાતા દાતાઓ અને નામભિક્ષુકો પોતાનું અને જગતનું હિત તો નથી જ કરતા. અહિત કેટલું કરે છે? તે તેઓ ઊંડા ઊતરીને વિચારે ત્યારે આપોઆપ જણાશે. ભીખી ચરી ખાવાનો ધંધો કરવામાં બધાં દૂષણો ફૂલેફાલે છે. આવા બેકારો દુનિયાને બોજારૂપ છે. એમને મદદ કરનારા પણ જવાબદાર નથી એમ કેમ કહી શકાય?
ભાંડભવૈયાઓ અને ધિક્કારથી દેવાયેલું દાન લેતી વ્યકિતઓ કે સંસ્થાઓ મૂળે શુદ્ધ જ હતી, પણ આજે સદાચારપ્રીતિના તંગ ઢીલા પડવાથી જ આવી બની ગઈ છે. ધર્મસંસ્કરણના પ્રેમીઓએ આ બધું ખ્યાલમાં લેવા જેવું છે. તામસી દાન દેનારાઓના અધ:પતનને તો તેઓ(દાન લેનારાઓ જાતે જ અટકાવી શકે. કારણ કે ક્રોધ, અજ્ઞાન, વિકાર આદિ દોષોનો પુંજ એની આસપાસ ગોઠવાય છે.ત્યારે તેઓ એ દોષોનાં સોગઠાં બની જાય છે.
હવે શ્રીકૃષ્ણગુરુએ અગાઉ શાસ્ત્રવિધિ અને મંત્રમહિમા કહેલો તે શાથી? એ વિષે ખુલાસો કરે છે:
Page #254
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્ત૨મો
ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः । ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ||२३|| ૐ તત્ સત્ એમ નિર્દેશ, બ્રહ્મનો ત્રણ જાતનો; તે વડે બ્રાહ્મણો, વેદો, યજ્ઞો શાસ્ત્રોકત છે જૂના. ૨૩ ૐ તત્ સત્ એમ બ્રહ્મનો ત્રણ જાતનો નિર્દેશ હોય છે. તેને લીધે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો પણ શાસ્ત્રોકત (અથવા વિદ્યાનોકત) પૂર્વકાળથી જ ઠરી ચૂકયા છે.
૫૫૯
નોંધ : બ્રાહ્મણનો અર્થ અહીં જાતિપરત્વે છે જ નહિ. પરંતુ ગૌતમ બુદ્ધ જેમ કહે છે અને જૈનસૂત્ર ઉત્તરામાં યજ્ઞીય અઘ્યયનમાં ખુલાસો કર્યો છે, તેમ બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. ઠેરઠેર આર્ય વિધિઓમાં બ્રાહ્મણનું મહત્ત્વ સંસ્કૃતિની દ્દષ્ટિએ જ છે અને તે પ્રાચીન કાળનું છે.
(સ્વર-વ્યંજન-રૂપી) અક્ષરથી બ્રહ્મને ઓળખવા માટે ૐ શબ્દ જ પૂરતો છે. આ શબ્દનો જૈનો, બૌદ્ધો અને વૈદિક મતાવલંબીઓ પૂરા હેતથી અપનાવે છે. હિંદ બહા૨ના ધર્મોમાં વપરાતો 'આમિન' પણ 'ૐ'ને મળતું જ રૂપ છે. 'ૐ' એ શબ્દનો ઉચ્ચાર અને તેને લીધે ફળતો ભાવાર્થ આત્મા અને વિશ્વને પૂરી રીતે વ્યાપક ભાવે સ્પર્શે છે.
અહીં વેદ શબ્દનો અર્થ પણ વેદશાસ્ત્ર નહિ પરંતુ ફળનો ત્યાગ કરાવનાર જ્ઞાન' એ અર્થ લેવો, એવો ગીતાઆશય છે. ગુરુદેવ વેદના બદલામાં તત્ શબ્દ વાપરે છે. અને યજ્ઞનો અર્થ ધર્મમય પુરુષાર્થ તો છે જ. અગાઉ ત્રીજા અઘ્યાયમાં આ વાત આવી જ ચૂકી છે (૩-૧૦). છતાં અહીં એને ઠેકાણે સત્ શબ્દ વાપરીને તેઓ આપણને પૂરી ખાતરી કરાવે છે. આગળ વધતાં તેઓ આ જ વાતને વિશેષ ચોખ્ખી કરતાં કહે છે :
तस्मादोमित्युदाहृत्य
યજ્ઞાનતપ: ક્રિયા:
प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम् ||२४|| तदित्यनमिसन्धाय નં યજ્ઞતપઃ ક્રિયાઃ । दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकांक्षिभिः ||२५|| सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते । प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ||२६|| यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।
कर्म चैव तदर्थीयं सदित्येवामिधीयते ||२७||
Page #255
--------------------------------------------------------------------------
________________
૫૬૦
ગીતા દર્શન
માટે ૩ૐ એમ ઉચ્ચારી, યજ્ઞદાનત પક્રિયા; સતત બ્રહ્મવાદીની, પ્રવર્તે વિધિપૂર્વક. ૨૪ તથી તજી ફલેચ્છાને, યજ્ઞદાનતપક્રિયા; જુદા જુદા પ્રકારોથી, મુમુક્ષુઓ વડે થતી. ૨૫ સતુ શબ્દ તો પ્રયોજાય, સદુભાવે સાધુભાવમાં; તેમ તે વળી યોજાય, પાર્થ ! પ્રશસ્ત કર્મમાં. ૨૬ થશે તપે અને દાને, જે નિષ્ઠા તેય સત્ કહી;
તને અર્થે કરેલું તે, કર્મ ય સત્ કથાય છે. ૨૭ (હે પરંતપ ! એ બ્રહ્મનો પ્રથમ નિર્દેશ છે) માટે બ્રહ્મવાદીઓ (બ્રહ્મલક્ષીઓ)ના ઉચ્ચાર સાથે જ યજ્ઞ, દાન અને તપની (કે બીજી તેવી કોઈપણ) ક્રિયાઓ પ્રવર્તતી હોય છે. આથી એ ક્રિયા) વિધિપૂર્વક (ની ઠરે છે.)
(ફળની તૃષ્ણા ન રાખી બ્રહ્મ અર્થે જ સર્વ કંઈ કરવું એ સૂચવતો તત શબ્દ છે માટે) તત્ એમ ફલનું અનુસંધાન ન રાખતાં યજ્ઞ, દાન અને તપની (અથવા બીજી તેવી કોઈપણ) ક્રિયાઓ મોક્ષના અભિલાષીઓ વડે જુદા જુદા પ્રકારે થાય છે. અને તે પાર્થ ! સત્ શબ્દનો પ્રયોગ સદ્ભાવ અથવા સાધુભાવમાં થાય છે. અને પ્રશસ્ત એવાં કર્મમાત્રમાં પણ સત્ શબ્દનો પ્રયોગ થઈ શકે છે.
(અથવા હે પાર્થ ! વધુ શું કહું?) યજ્ઞ, તપ કે દાનમાં જે નિષ્ઠા છે તેને ય સત્ કહેવાય અથવા તત્ (એટલે મુમુક્ષતા મેળવવા અથવા ફળેચ્છા ત્યાગવા) સારુ કરેલું કર્મ પણ સત્ જ કહી શકાય છે.
નોંધ : અર્જુનના પ્રથમ પ્રશ્નમાં જે નિષ્ઠા શબ્દ હતો, તેનો આ સત્તાવીશ શ્લોકમાં અત્યંત સરસ ઉત્તર સ્થિતિ' શબ્દથી અપાઈ ગયો. યજ્ઞ, દાન અને તપના ઉપર જે ત્રણ પ્રકારો કહેવાય તે પૈકી સાત્ત્વિક જ ઈષ્ટ છે, તેમાં નિષ્ઠા હોય તો તે પણ સત જ કહેવાય.
આ રીતે શ્રીકૃષ્ણગુરુદેવ '' ધ્વનિને પ્રથમપદે મૂકે છે. કેવળ જે બ્રહ્મના પિપાસુ છે, તે ૐ એમ બોલીને ધ્યાનદ્વારા પરંપદ પામે છે એ વાત (અ. ૮-૧૩) આવી ચૂકી છે.
પછી બીજા પદમાં તતુ મૂકે છે એટલે કે ફળાશાત્યાગીને મૂકે છે. ખરી રીતે ગીતાનું આ જ મધ્યબિંદુ હોઈને ફળાશાત્યાગની દૃષ્ટિથી કરાયેલું કોઈ પણ કર્મ
Page #256
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૬૧
બ્રહ્મજ્ઞાન” જેટલું જ અને છતાં સરળ અને સફળ થાય છે એ વાત ગીતામાં વારંવાર કહેલી જ છે. તેથી તે મોક્ષાર્થીને સારુ એ માર્ગની લાક્ષણિક રીતે સૂચના કરે છે.
આ રીતે ગીતા યજ્ઞ, દાન અને તપનો છેક છેદ ઉડાડતી નથી. પરંતુ એ દરેકને વ્યાપક અર્થમાં મૂકી દઈને મીમાંસકષ્ટિને સાંકડા સ્વર્ગની જેલમાંથી છોડાવીને બ્રહ્મ-આત્મા-ના અનંત ભવ્ય ચોકમાં મૂકી દે છે. પચ્ચીસમા શ્લોકમાં વિવિધ શબ્દ મૂકીને ગુરુદેવે આગ્રહ તો સર્વ વાતનો છોડી જ દીધો છે.
સત્યનો અર્થ જૈનસૂત્રોની દષ્ટિએ કેવળ આત્માર્થના અર્થમાં જ છે. ગુરુદેવ શુભને પણ સના ખાનામાં મૂકે છે. પણ તેઓ એ તો વારંવાર કહે છે કે જો ફળાજા છાંડીને શુભનો ઉપયોગ થાય તો જ તે સત છે. એટલે જૈનસૂત્રોની હરોળમાં એ વાતનો મેળ મળી જાય છે. શાલિભદ્ર નામનું જૈનગ્રંથોનું પાત્ર પોતાના પૂર્વજન્મ ભરવાડના પુત્રરૂપે એક સુપાત્ર યોગીને પોતાના પ્રિય અને મહા મુસીબતે મળેલા ખીરખોરાકને અર્પી દે છે, તે વખતનો ભાવઉલ્લાસ ખૂબ સરસ છે તેથી તે શુભ સંપત્તિ તો પામે જ છે, પણ પામ્યા પછી પણ એમાં ન લેપાતાં છેવટે ત્યાગ અંગીકારે છે. જૈન ગ્રંથો એ વર્ણન હોંસથી કરે છે, તે શાલિભદ્રની સમૃદ્ધિથી મોહાઈને નહિ, પણ શાલિભદ્રના ત્યાગથી આકર્ષાઈને જ. એ દૃષ્ટિ જો રાખે તો તે શુભમાં હોવા છતાં સને પગથિયે જ છે એમ ગણાય, પરંતુ શુભમાં રહીને સતનું લક્ષ્ય ન ચૂકવું એ ખૂબ કઠણ તો છે જ.
એકંદરે ગીતાએ વિધિ એટલે સતનું લક્ષ્ય રાખવું, અને શ્રદ્ધા એટલે સત્ તરફ લઈ જનારાં કર્મો તરફ સ્થિરતાપૂર્વક દઢભાવે રુચિમય રહેવું, એમ બતાવી સતપરાયણ થવા જ સૂચવ્યું છે. અને છતાંય શુભને ત્યાગવા તો નથી જ કહ્યું. વાત સાવ અનુભવપૂર્ણ છે. માણસ હજુ શુભને પૂરું ન સમજ્યો હોય ત્યાં સહુને પકડવા જાય એટલે સત્ તો નથી પકડી શકતો પણ શુભને સુદ્ધાં મૂકે છે. એટલે શ્રદ્ધાપૂર્વક શુભને પણ પ્રથમ તો કોઈ પણ રીતે વળગવું એવી જ ગુરુદેવની ભલામણ છે. અને એથી જ તેઓ છેવટે ઉપસંહારમાં કહે છે કે શ્રદ્ધાનો એકડો ન હોય તો બધાં મીંડા નકામાં છે, અને શ્રદ્ધાનો સુંદર કે ખરબચડે પણ એકડો હોય તો મીડાં ન હોય તો ય કિંમતી તો છે જ અને મીંડાં ચડે ત્યારે તો અતિ કિંમતી સ્વયંસિદ્ધ છે. મતલબ કે, આસ્થા રાખવી જોઈએ. આસુરી નિશ્ચયને તો આસ્થા કહેવાય છે કે, તે ન તો ત્રીજોવે. અગાઉ આ જ અધ્યાયના પાંચમા છઠ્ઠા
Page #257
--------------------------------------------------------------------------
________________
૫૨
ગીતા દર્શન
શ્લોકમાં કહ્યું જ છે.
અર્જુન ! તને મારું બધું કહેવાનો છેલ્લો સાર હવે કહી દઉં છું :
अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् । असदित्युच्यते पार्थ न च तत्प्रेत्य नो इह ||२८|| અશ્રદ્ધાથી યજ્યું દીધું, જે કર્યું તે તપ્યું-તપ; અસત્ પાર્થ ! ગમ્યું ને તે, લોકે પરલોકે વૃથા. ૨૮
(હે પૃથાપુત્ર) પાર્થ ! (શ્રદ્ધા સિવાય કદી ચાલે તેમ જ નથી. કારણ કે હું અગાઉ કહી ગયો તેમ આત્મવિકાસનું તે જ મૂળ છે એટલે) અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે ઈતર જે કંઈ કર્મ કરેલ હોય તે અસત્ છે એમ જ કહેવાય છે. વળી (હે પાર્થ ! તે નથી તો પરલોકે કામનું, નથી તા અહીં કામનું.
નોંધ : ગુરુદેવના કહેવા મુજબ અશ્રદ્ધાથી થયેલી ક્રિયા ફોગટ જ છે. એનાથી શુભ કે સત્ બેમાંથી એકેનો લાભ મળતો નથી. સાધન, શક્તિ અને સમય જેવી અમૂલ્ય ચીજના વપરાશે પણ લાભ ન થાય, તો એ સાધકને ખટકવું જ જોઈએ. જ્યાં લાભ નથી, ત્યાં નુકસાનનું જોખમ ઊભું જ છે.એથી વળી એ પરત્વે વધુ વિચારવું જોઈએ. કદાચ પાઠકને શ્રીકૃષ્ણગુરુદેવની આમાં અતિશયોકિત લાગશે. પરંતુ તેવું છે જ નહિ. શ્રદ્ધાનો મહિમા ખરો જ છે, શ્રદ્ધા વિના કોઈ પણ કાર્યમાં વિજય મળતો નથી. જો કે આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી જોશું તો નાસ્તિકને પણ શ્રદ્ધાની જરૂર તો ડગલે ને પગલે પડે જ છે. ખાધા પછી પચશે જ. પચ્યા પછી ખોરાક બન્યા પછી એનું લોહી થશે જ. એવી શ્રદ્ધા પોતાની અંતરંગ હોજરીને પોતાની સ્થૂળ આંખે ન જોઈ શકવા છતાં એને રાખવી જ પડે છે. ત્યારે ત્યાં ગુરુદેવ ચેતવે છે કે જેટલી શ્રદ્ધા સ્થૂળ દેહ, કામભોગ અને માલમત્તા પરત્વે છે, તેટલી શ્રદ્ધા આત્મા, પરલોક આદિ પ્રત્યે થાય તો બેડો પાર થઈ જાય ! પરંતુ જડના ગાઢ શ્રદ્ધાળુને ચેતનની શ્રદ્ધાનો તેટલો જ છેદ ઊડે છે. આ કોટિના માણસો આસુરી યોનિવાળા છે, અધર્મી છે. આત્મા અને વિશ્વના શત્રુ અને સંહારક છે. તેઓ અધર્મ ભેળો કરીને હલકી યોનિમાં પરિભ્રમણ કરે છે અને પાપનાં પોટલાં બાંઘ્યા કરે છે. "મોઘાશા મોઘકર્માણઃ”, તેને નથી પુણ્યની આશા, · તો પછી ધર્મની તો હોય જ શાની ?
મતબલ કે શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધામાં શાસ્ત્રવિધિ એટલા માટે ભેળવી કે
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૬૩
શાસ્ત્રવિધિદ્વારા લક્ષ્ય ન ચૂકીને શ્રદ્ધામય કર્મ કરવાથી મોક્ષમાર્ગ મોકળો થાય છે. આત્મલક્ષ્ય ન ચુકાવે તે જ ખરો શાસ્ત્રવિધિ.
આ જ દૃષ્ટિએ જૈનસૂત્રોમાં શાસ્ત્રોની ઉત્થાપના કરનાર વિરાધકોને મહામિથ્યાત્વી, ગાઢ સંસારી અને મહાભયંકર અધર્મી બતાવ્યા છે. એ અગાઉ કહેવાયું જ છે. એટલે શાસ્ત્રવિધિ અર્થાત્ આત્મલક્ષ્ય પછી ઉચ્ચાર ભલેને માત્ર તતસત” એટલો જ હોય ! અને બ્રહ્મલક્ષ્ય નિશ્ચળ થયું પછી તો ક્રિયાની જરૂર જ નથી. પણ જરૂર નથી એટલે ક્રિયામાત્ર તજવી એવો અર્થ કોઈ ન લે. પરંતુ એવો અર્થ જ છે કે જેમ વૃક્ષનું થડ હાથમાં આવ્યા પછી ડાળી, ફૂલ, ફળ સહેજે આવે જ છે તેમ તેવા બ્રહ્મલક્ષીની ક્રિયાઓ સહજ રીતે એવી જ થાય છે કે જે ધાર્મિક જ હોય! આનું જ નામ તે જૈનસૂત્રોનું ચારિત્ર.
ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो
नाम सप्तदशोऽघ्यायः ।।१७।। 'ૐ તત્ સત્” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં શ્રદ્ધાત્રયયોગ વિભાગ નામનો સત્તરમો અધ્યાય પૂરો થયો.
Page #259
--------------------------------------------------------------------------
________________
૫૬૪
ગીતા દર્શન
સત્તરમા અધ્યાયનો ઉપસંહાર "શાસ્ત્રવિધિ તજી સ્વચ્છેદે વર્તનારા સિદ્ધિ, સુખ કે પરંગતિ કશું જ પામતા નથી” એ સોળમા અધ્યાયના વાકયપરત્વે અર્જુનને શંકા ઊઠે છે અને તે જિજ્ઞાસુભાવે પૂછે છે કે, "જો શાસ્ત્રવિધિ ઉથાપનાર સિદ્ધિ, સુખ કે પરંગતિ ન પામે તો એની ગતિ શી થાય ? સત્ત્વગુણી ? રજોગુણી કે તમોગુણી ?
આના ઉત્તરમાં શ્રીકૃષ્ણગુરુજી કહે છે : "ભોળા અર્જુન ! જે શાસ્ત્ર ઉથાપે છે તેનામાં શ્રદ્ધા કેવી? કારણ કે શ્રદ્ધા આવી એટલે શાસ્ત્રવિધિનો પ્રેમ આવે જ છે. આ પુરુષ શ્રદ્ધામય જ છે. જેવું તેનું અંતઃકરણ તેવી તેની શ્રદ્ધા. આવું કુદરતી જ સૌમાં હોય છે. અંતઃકરણ એ પૂર્વકાળના શુભાશુભ કર્મનું ફળ જ છે. એટલે એમાં સુધારો કરવા માટે પુરુષાર્થને અવકાશ છે. પુરુષાર્થ જો આત્મલક્ષી ન હોય, તો એ પુરુષાર્થ અધ:પતનને માર્ગે પણ લઈ જાય. અને આત્મલક્ષ જાળવવામાં જેમ
ગુરુ પ્રેરક છે, તેમ સતશાસ્ત્રો પણ પ્રેરક છે; એ વાત હું તને અગાઉ પણ કહી ગયો છું. હું સશાસ્ત્ર શબ્દ કહું એટલે વેદ, અને કર્મ કહું એટલે યજ્ઞ, દાન કે તપ જ માત્ર ન સમજતો ! વેદ કહું એટલે સર્વ આધ્યાત્મિક શાસ્ત્ર સમજી લેવાં. એમ કર્મમાં પણ ક્રિયામાત્રનો સમાવેશ સમજી લેવો. આવી શાસ્ત્રવિધિ માટે લાંબો આડંબર કરવો કે અમુક ઉચ્ચારો કરવા જ જોઈએ એવો મારો આગ્રહ નથી. બધી શાસ્ત્રવિધિ અને સત્ વસ્તુનો સાર 'ૐ તત સત” માં આવી જાય છે. પદસ્થ ધ્યાનથી કલ્યાણમાર્ગે જનારા ૐ ઉચ્ચારી પ્રભુ સાથે યોગ સાધીને પરંપદ પામે છે, એટલે ૐનો મહિમા મોક્ષની હદ સુધી પહોંચે છે. આમ જે મોક્ષદાતા છે, તે અર્થદાતા અને કામપૂરક તો હોય જ. છતાં ફળની આકાંક્ષા રાખવાથી નિશ્ચય મોળો પડે છે, ચિત્ત ચંચળ બને છે; વિનોના ભયે વિહ્વળતા આવે છે, ઉત્સાહ મંદ પડી જાય છે. આથી ક્રિયા માત્ર ફળવતી’ છે જ, એવો નિશ્ચય રાખીને ફળ પર દષ્ટિ ન રાખતાં કર્તવ્ય જાણીને સત્કર્મો કરવાં એવું તપદ સૂચવે છે. અને સત્ શબ્દ તો સદ્ભાવ, સાધુભાવ પ્રશસ્ત કર્મ, યજ્ઞ, દાન કે તપમાં રહેલી અંત:કરણની નિષ્ઠા, ફલાશા છોડીને કરાયેલું કર્મ એમ દરેક સ્થળે યોજાય છે. આ રીતે ૐ તત્ સતુમાં બધું સમાઈ જાય છે, તે તું હવે બરાબર સમજી જ શકયો હોઈશ.
બીજી રીતે કહું તો એટલે જ્ઞાનમાર્ગ, તત્ એટલે ભકિતમાર્ગ-સમર્પણનો માર્ગ, અને સતુ એટલે કર્મમાર્ગ, એ ત્રણેનો સમન્વય છે. લોકને સમજાવવા માટે હું બ્રહ્મના ત્રણ નામ પાડી એક વર્ગમાં સંસ્કૃતિપ્રચારક વર્ગ, બીજામાં નામસ્મરણ
Page #260
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય સત્તરમો
અને ત્રીજામાં વૈશ્ય અને શૂદ્ર વર્ણોનાં કર્મોનો સમાવેશ કરું છું. આ પરથી તને શાસ્ત્રવિધિ એટલે હું શું કહેવા માગું છું, અને શાસ્ત્રવિધિ એ કેટલી મહત્ત્વની ચીજ છે, તે આપોઆપ સમજાઈ જશે.
૫૫
ય
પરંતપ ! શાસ્ત્રવિધિ આ રીતે સંસારનૌકાની દીવાદાંડી છે. એને ઉથાપનારા સ્વચ્છંદીઓ તો ગમે તે ક્રિયા કરે તે અશ્રદ્ધાથી જ ભરેલી હોય છે. જો આધ્યાત્મિક પરિભાષામાં કહું તો તે આત્મનાશક અને શરીરનાશક હોય છે. ગત અધ્યાયમાં હું કહી ગયો છતાં ફરીથી પુનરુકિત કરીને કહું છું કે તેઓ ઉગ્નકર્મ ભલેને કરતા હોય, તો ય પોતાનો અને જગતનો વિનાશ જ કરતા હોય છે. તેઓ ઘોર તપ ભલેને કરતા હોય ! પામર, મૂર્ખ અને લાલચુ લોકો બહારનું એનું તપ જોઈને ગમે તેટલા મોહાતા હોય, તો ય તે તપથી - કશું જ વળતું નથી. દંભ અને અહંકારની મૂર્તિ તથા કામરાગના બળથી પ્રેરાયેલા (તેઓ) શરીરરૂપી સુંદર ધર્મક્ષેત્રનો અને એમાં વિરાજેલા મંગળ આત્માનો વિનાશ જ કરે છે. તેમના નિશ્ચયોમાં આસુરીપણું જ હોય છે. તેઓ મોક્ષના અનધિકારી અને નાસ્તિક જ ઠરે છે, અને હવે લૌકિક પરિભાષામાં કહું તો તેમનાં યજ્ઞ, દાન, તપ અને કર્મ ગમે તેવાં ધર્મના ઓઠા નીચે કે સેવાના ઓઠા નીચે હોય તો ય અસત્ જ છે.
પ્યારા ભારત ! શાસ્ત્રવિધિ વિષે આટલું ક્લ્યા પછી હું શ્રદ્ધા પરત્વે કહું છું : ઉચ્ચાર સાથે આત્માને સંબંધ છે. 'ૐ'નું જો યથાર્થ ઉચ્ચારણ થાય તો આત્મકળી ખીલી ઊઠે છે. તેમ શ્રદ્ધાનો પણ આત્મા સાથે સંબંધ છે, જે વિષે આ પહેલાં હું થોડું કહી ગયો છું. છતાં આજે એ આત્મા જેટલો અજ્ઞાનને લીધે માયા અથવા પ્રકૃતિના ગુણોને સંગે લેપાયો છે, તેટલે અંશે તેવા પુરુષની શ્રદ્ધા પણ ગુણસંગી હોઈને એ શ્રદ્ધાના ત્રણ ભેદો પડે છે ઃ (૧) સાત્ત્વિક, (૨) રાજસી અને ત્રીજી તામસી. આ પૈકી તામસી શ્રદ્ધા ત્યાજ્ય છે, કારણ કે તે નીચે લઈ જાય છે. પરંતુ એમ છતાં તું મને એમ પૂછે કે અશ્રદ્ધાળુ સારા કે તામસી શ્રદ્ધાવાળા ? તો હું એમાં તામસી શ્રદ્ધાવાળાનો દરજ્જો ઊંચો ગણી એમને (ત્યાં) સારા જ કહ્યું. કારણ કે અશ્રદ્ધાળુ તો આત્મનાશને જાણતા છતાં નોંતરે છે, જ્યારે તામસી શ્રદ્ધાવાળા તો બિચારા અજાણ્યા છે. એટલે જાણ્યા પછી એવા લોકોને સુધરવાને જલદી અવકાશ છે. એ દૃષ્ટિએ જ મેં તને કહ્યું કે આ લોકો પ્રકૃતિ આગળ પરાધીન છે ! બે જાતના લોકો પ્રકૃતિપ્રેરાયેલા રહ્યા કરે છે ઃ (૧) જ્ઞાની વર્ગ, અને (૨) બીજા
આ અણસમજુ વર્ગ. જ્ઞાની વર્ગ તો આત્મા અને પ્રકૃતિ વચ્ચેનો ભેદ જાણી ગયેલ હોઈને એની પ્રકૃતિ મૌલિકપણું ધારણ કરીને એટલે કે નિર્મળ બનીને એને પ્રેરે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૫૬૬
ગીતા દર્શન
એટલે આવા વર્ગનાં કર્મો તો સહેજે સાધુભાવી હોય છે. પણ અણસમજુ વર્ગ તો બીચારો સંયોગવશ પ્રાણી બની જાય છે. જ્યારે વચલો વર્ગ જેને આધ્યાત્મિકતાનો એકડો ઘૂંટતાં ય નથી આવડતો છતાં જે સર્વજ્ઞાપણાનો ધમંડ ધરાવે છે, તે વર્ગ તો પ્રકૃતિ-પ્રેરણા કે આત્મનાદને નાચે સરાસર ઊંધો જ માર્ગ પકડે છે. પોતાને બીજાની મદદ જોઈતી હોય, ત્યારે અદ્વૈતના ભાઈચારાની વાતો બોલી બીજાને પોતાના તરફ ખેંચવા મળે છે. અને જ્યાં બીજાને પોતા દ્વારા મદદ કરવાની વાત આવે ત્યાં એનાં કર્મએ ભોગવવાનો, એમાં વચ્ચે મારે શા માટે આવવું?' એવું મિથ્યાતત્ત્વજ્ઞાન ડોળે છે. કોઈની હિંસા પોતે કરી રહ્યો હોય ત્યારે “નીવો ની વચ્ચે મક્ષ :' એવી શાસ્ત્રીય વાતો કાઢી : 'જુઓ નાના જીવના ભક્ષ પર જ જગતમાં મોટા જીવ નભી રહ્યા છે.' એવો લવારો કરે છે. અને જ્યારે પોતાની કોઈ હિંસા કરવા આવે ત્યારે “નીવો નીવચ રક્ષ:' એમ બોલી બચવા માટે સામાને વીનવે છે. મતલબ કે દરેક ઠેકાણે છટકી જવાની તરકીબ રચી જાળ પાથરે છે જોકે બીજાને ફસાવવા જતાં ખરેખર તો પોતે જ ફસાઈ જાય છે, પણ એ મૂઢ બિચારાને ખબર જ નથી. જે જિજ્ઞાસુ મનુષ્ય છે તે જાણે જ છે કે બીજાને મદદ કરવી તે પોતાને મદદ કરવા બરાબર જ છે, અને દુ:ખીને સહાય કરવી તેમાં કુદરતી નિયમની અવગણના નથી પણ વફાદારી છે.
ભારત ! હું તને સ્વભાવ કહું ત્યારે તારે કુદરતી બે ઘટનાઓ લેવી : (૧) પ્રકૃતિનું કુદરતી, (૨) પુરુષનું કુદરતી. પ્રકૃતિના કુદરતી કરતાં પુરુષનું કુદરતી આપણે માટે વધુ બલવંત છે, તેમજ તે ખરેખરું અને નક્કર સ્વાભાવિક છે. પરંતુ પ્રકૃતિનું કુદરતી તો પુરુષના કરતાં નબળું અને તેથી ઘણુંખરું નિવારી શકાય તેવું છે. અને તે માટે પુરુષાર્થની વિશિષ્ટતા છે. મનુષ્યની વિચારક શકિતથી તે સહેજે શકય છે. હવે તું સમજી જ ગયો હોઈશ કે આ રીતે જોતાં જે બીજાને કર્તવ્યપૂર્વક મદદ કરે છે, તે પ્રકૃતિના કુદરતી નિયમની સામે થઈને દેખાતું હોય, તોય પુરુષના કુદરતી નિયમને તો અનુકૂળ જ છે. અને જો ખરે જ પુરુષના કુદરતી નિયમને અનુકૂળ હોય તો છેવટે પ્રકૃતિના કુદરતી નિયમનું વિરોધી ભલે સ્કૂલ દથિી લાગે ! અથવા કદાચ થોડો કાળ વિરોધી રહે એવું પણ બને – છતાં સૂક્ષ્મ દષ્ટિએ અથવા થોડા કાળ પછી આખરે તો તે પ્રકૃતિનો કુદરતી કાનૂન અવશ્ય એવા પુરુષને અનુકૂળ બની રહે છે.
ધનંજય ! આટલો વિસ્તાર તને શ્રદ્ધાળુ-અશ્રદ્ધાળુનો ભેદ સમજાવવા પૂરતો
Page #262
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
પ૭
કર્યો. હવે જે વિધિસરના શ્રદ્ધાળુ છે તે તો જ્ઞાની જ છે, અને ગુણાતીત જ બન્યા છે, અગર ગુણાતીત બનવાનો એમનો નિરંતર પ્રયત્ન છે. એટલે આવા યુકત યોગી અથવા મારા પ્રિય ભકતને તો હું મારા રૂપ જ ગણું છું. તે વાત મેં તને અગાઉથી જ કહી દીધી છે. પરંતુ જેઓ આટલા તૈયાર નથી તેવાઓને પ્રથમ તો હું સાત્વિક થવાની ભલામણ કરું છું. કારણ કે સાત્વિક મનુષ્ય જ્યારે મારા ભણી જોતાં શીખે છે. ત્યારે તે તુરત સાત્ત્વિકતાની કાંચળીને પણ ફેકીને મારા ભણી ચાલ્યા આવે છે.
પરંતપ ! સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણનાં લક્ષણો તો હું આપી ગયો છું. પરંતુ જ્યારે એ ગુણ સાથે શ્રદ્ધામય પુરુષ ભળે છે, ત્યારે એ માત્ર વ્યાવહારિક કાર્યો જ નહિ, પરંતુ ધાર્મિક કાર્યો તરફ પણ પ્રેરાય છે. ધાર્મિક કાર્યોમાં કરૂઢિઓનો તો હું પ્રથમથી જ વિરોધ કરીને યજ્ઞ, દાન અને તપનો મર્મ સમજાવી ગયો છે. છતાં અહીં એવાં યજ્ઞ, દાન, તપ કે ઈતર ધર્મક્રિયાઓ થાય છે, તે પૈકી સાત્ત્વિક, રાજસી અને તામસી કોને કોને કહેવાં એ તને સમજાવું. આથી તારા ઉપલા પ્રશ્નનો ઉકેલ આવી જશે. પણ તે પહેલાં સાત્ત્વિક, રાજસી અને તામસી પૈકી તે લોકો કોને પૂજે છે અને તે પૈકીના કોને કેવા ખોરાક પ્રિય છે, તે પણ કહી દઉં. કારણ કે જેમ ‘’ શબ્દોચ્ચારથી મનની શુદ્ધિનો સંભવ છે, તેમ સાત્વિક ખોરાકથી પણ પવિત્ર વિચારનો સંભવ છે. સાત્ત્વિકો દેવપૂજક એટલે કે દિવ્યતાના પૂજારી છે. રાજસી યક્ષરાક્ષસના પૂજારી એટલે કે લૌકિક અર્થના પૂજારી છે. અને તામસી લોકો તો ભૂતપ્રેતના પૂજારી હોઈને વહેમ, પામરતા અને લાલચવેડાની પ્રતિમા જેવા અને ચંચળ હોય છે. એટલું એ લોકોની સ્થિતિગતિ પરત્વે કહી હવે તેમના ખોરાક તથા ધર્મક્રિયા પરત્વે કહીશ. કે કેટલાક લોકો અપથ્ય ખોરાક લઈને અકાળ મૃત્યુ નોતરે છે, તેવું અકાળ મૃત્યુ ઉપરના સાત્ત્વિક આહારવાળાને અશકય છે. આરોગ્ય, સુખ અને પ્રીતિ પણ સાત્ત્વિક આહારવાળાનાં ઠીકઠીક વધે છે.
તીખા તમતમતાં અત્યંત દાહક નાણાં ખાધા પછી શોક, દુઃખ અને વ્યાધિ ઉત્પન્ન કરનાર નીવડે છે. તે પચવામાં કઠણ અને કામરાગ વધારનાર બની ઉન્નતિ-પ્રગતિમાં બાધ કરે છે.
અત્યંત વાસી. એઠાં અને અભક્ષ્ય નાણાં અધમ વિચારોને ઉશ્કેરીને મહામોહના ખાડામાં નાંખે છે. પવિત્ર વિચાર, પવિત્ર વાણી અને પવિત્ર કર્મના ઈચ્છનારે એવાં નાણાં તજવાં જ જોઈએ.
Page #263
--------------------------------------------------------------------------
________________
૫૬૮
ગીતા દર્શન
ભારત ! મનનું સમાધાન કરીને, ફળની ઈચ્છા રાખ્યા વગર આત્મપ્રાપ્તિના હતુએ જે કર્તવ્યયજ્ઞ થાય તે સાત્ત્વિક યજ્ઞ છે. ફળની આશા રાખી કિંવા ડોળથી જે યજાય તે રાજસી યજ્ઞ છે. રાજસી યજ્ઞ બંધનકર છે. રાજસીથી નીચા દરજ્જાનો તામસી યજ્ઞ છે, તે અધોગતિમાં લઈ જાય છે. કારણ કે તામસી યજ્ઞમાં તો શ્રદ્ધામાત્રનો છેદ ઊડી ગયો હોય છે. જોકે શ્રદ્ધા ન હોય એના કરતાં તામસી શ્રદ્ધા પણ સારી, પરંતુ તામસી યજ્ઞમાં તો સાચી શ્રદ્ધાનું તો નામનિશાન હોતું નથી.
અર્જુન ! દેવ, ગુરુ, વડીલ આદિનો વિનય, સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ બધાં જેમ માનસિક જોઈએ, તેમ કાયિક પણ જોઈએ. તેથી જીવનશુદ્ધિ થાય છે. સત્ય, પ્રિય હિતાવહ વચન સત્શાસ્ત્ર-પઠન, જપ, ધૂન એ બધાં વાચિક તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મનપ્રિયતા, આત્મસંયમ, હૃદયશુદ્ધિ એ બધી માનસિક તપસ્યા છે. પરંતુ એ ત્રણે તપ પાછળ જો મૂઢાગ્રહ હોય તો વેઠ ખાતર કરેલું તે તપ ઊલટું આત્માને પીડા કરે, માટે એ તામસી તપ છે. અને એ સર્વથા ત્યાજ્ય છે. કેટલાક અજ્ઞાની લોકો બીજા(બીજા કે જે ખરી રીતે એના આત્માતુલ્ય છે તે બીજા) ને પોતાનો શત્રુ માની તેને હેરાન કરવાના ઉદેશે તપસ્યા આદરે છે. તે પણ તામસી તપ જ છે અને ત્યાજ્ય છે. જે તપની પાછળ લૌકિક ઈચ્છા છે (જેને જૈનપરિભાષામાં નિયાણું કહેવાય છે) તે તપ નકામું છે. તપમાં દંભ પણ ન હોવો જોઈએ. નહિ તો જે ફળ મળે, તે ચંચળ ફળ જ મળે. એટલે કે માત્ર બાહ્ય સાધનોની જોગવાઈ મળે, પણ આંતરિક શાંતિ વિના કે આંતરિક શાંતિના લક્ષ્ય વિના બાહ્ય સાધનો શા ખપનાં? એટલે તપના કરનાર માટે સાત્ત્વિક તપ જ એકમાત્ર ઉચિત છે.
અહો અર્જુન ! દાન વિષે પણ મારો એ જ મત છે. દાન કરવું એ તો કર્તવ્ય જ છે. કયો માણસ પોતાના બાળકના ભરણ-પોષણનો ગર્વ કરે છે ? અને જગતને કહેવા જાય છે કે મેં મારા બાળબચ્ચાનું ભરણપોષણ કર્યું? તેમ જગવત્સલ પ્રેમી સાધક દેશ, કાળ તથા સુપાત્ર જોઈને જે કંઈ આપશે, તે કર્તવ્ય ધારીને જ આપશે. એવો દાતા, નમ્ર અને શોધક હોઈને તનમનથી તેવાં સુપાત્રો શોધી કાઢશે પણ ખરો જ, કારણ કે પરિગ્રહના પાપથી છૂટવું એ જ એમને પ્રિયતમ હશે ! બાકી મધ્યમ કોટિના દાતાઓને તો કોચવાતા મને પણ સમાજમાં સ્થાન જાળવવા ખાતર અગર કંઈક બદલાની આશા રાખીને આપવું પડે છે. આવા ફલ સામે દષ્ટિ રાખવાવાળાઓ દેશકાળ પાત્રનો ખરો વિવેક કરી જ કેમ શકે? આવા દાનના
Page #264
--------------------------------------------------------------------------
________________
અધ્યાય સત્તરમો
૫૬૯
ખાસ તો કશો અર્થ નથી. પરંતુ જે કશું આપતા જ નથી, અથવા તામસી દાન કરે છે, તે કરતાં તો ઠીક જ લેખાય. તામસી દાનવાળાંના દાનનાં પાત્ર પણ 'જૈસે કો તૈસા મિલે' એ કહેવત અનુસાર તેવાં જ મળે છે. વિલાસ અને ખુશામતખોરીને
જ્યાંથી પોષણ મળે, ત્યાં તેનું દાન વપરાય ! અસત્કાર અને વિજ્ઞામાં તો એ રચ્યાપચ્યા જ હોય ! એટલે માનવબન્યુનું અપમાન કે પવિત્ર માતૃજાતિનો દુરુપયોગ અને સાથે જ શાનો ? માટે આવા તામસી દાનથી તો દૂર રહેવાનું કહું જ છું, પણ સાથે સાથે તને આવા તામસી દાતાથી અને એવાં તામસી કપાત્રો-વાચકો-થી પણ વેગળા રહેવાનું જ કહું છું.
ભલા અર્જુન ! હવે એ કહેવાની ફરી ફરીને જરૂર છે ખરી કે અશ્રદ્ધાની ક્રિયા તો આલોકમાં ને પરલોકમાં બન્ને સ્થળે વ્યર્થ જ છે ? ભલેને પછી ધર્મને નામે થતી હોય, તો ય એ તો અસત જ છે, મિથ્યા છે ! !
ફળની ઈચ્છાથી રહિત એવી સાત્ત્વિક શ્રદ્ધાથી યુક્ત ધર્મક્રિયા સારી છે. અને આત્મલક્ષી શ્રદ્ધાવાની ક્રિયામાત્ર, પછી ભલેને ધર્મને નામે લોક ન ઓળખતા હોય તોય તે, સર્વોત્તમ જ છે. એ ક્રિયામાં સર્વ ધર્મ, સર્વ શાસ્ત્રો અને સર્વ શ્રદ્ધાઓ સમાઈ જ જાય છે.
આત્મલક્ષી શ્રદ્ધાવાળી ક્રિયાનું બીજું નામ જ યોગ છે; અને આત્મલક્ષી શ્રદ્ધાવાળી ક્રિયામાં કુશળ એવા યુકત યોગીને જ હું ઉચ્ચાત્મવાન માનું છું."
Page #265
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શના
અધ્યાય અટારમો
ઉપોદઘાત યુદ્ધક્ષેત્રમાં જોડાયા પછી જ્યારે અર્જુન મોહદયાને વશ થઈ ઢીલો પડી યુદ્ધ કરવું” એ સ્થૂળ ક્રિયાને જ પાપ માનવા લાગ્યો, ત્યારે શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું કે " આ તારી હૃદયદુર્બળતા છે.” આ સાંભળી અર્જુને કહ્યું : "તો પછી તમને હું ગુરુ સ્વીકારી શરણે આવું છું. મને ખરો માર્ગ દેખાડો.” ત્યારે શ્રીકૃષ્ણગુરુ બોલ્યાઃ
"સ્થિતપ્રજ્ઞ થઈને તારે યુદ્ધ કરવું ઘટે.” પછી અર્જુને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ જાણ્યાં અને તેને લાગ્યું કે "પ્રજ્ઞા જ ઉત્તમ હોય તો ઘોર કર્મમાં મારે જોડાવું શા માટે ?” શ્રી કૃષ્ણચંદ્ર કહ્યું : "કર્મ કર્યા વિના કોઈનો છૂટકો નથી. મેં આ વાત નવી નથી કહી." અને પૂછયું: "શું તમે જૂના છો?" શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું: "હા, દેહ નવો છે, મારો આત્મા પુરાણો છે. એમાં તું પણ યોગથી કર્મસંન્યાસ કરી જોડાઈ જા, એટલે કર્મ બંધન નહિ થાય.” ત્યારે વળી અર્જુનને મૂંઝવણ થઈ, અને તે બોલ્યો :
"કર્મસંન્યાસ અને યોગ બન્નેને સાથે શા માટે લો છો? તેમાંથી કયો ઉત્તમ, તેટલું જ નક્કી કદી દોને !” શ્રીકૃષ્ણચંદ્ર સ્મિત કરીને કહ્યું : ભાઈ! તે બન્ને એક જ સિક્કાનાં બે પાસાં છે. એકને સરખી રીતે વળગનાર બન્નેનું ફળ મેળવે છે. વિકલ્પોના સંન્યાસ વિના યોગી ન થવાય, અને યોગ વિના સાચો સંન્યાસ સુલભ ન થાય. પ્રિય પાર્થ ! તું આ બધી ઝંઝટ છોડી શ્રદ્ધાથી મારું શરણ સ્વીકાર. મારું એટલે શ્રીકૃષ્ણ શરીરનું નહિ, પણ શ્રીકૃષ્ણ શરીરમાં બેઠેલા આત્માનું. બધું વિશ્વવિજ્ઞાન એને એકને જાણવાથી આપોઆપ જણાઈ જાય છે. બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, બધું એની આસપાસ જ વીંટળાયું છે. વિભૂતિઓ પણ એકમાત્ર એને લીધે છે.” ત્યારે અર્જુન લલચાયો "ગુરુજી ! એ દિવ્ય વિભૂતિ આપ બતલાવો.” શ્રીકૃષ્ણચંદ્ર કહ્યું : "આ દિવ્યચક્ષુથી જો.” જોયા પછી અર્જુન ન સહી શકો. એમાં એણે બધું જ જોયું, પણ તેમાં તૃપ્તિન થઈ. ભયંકર વેદનાવાળા લોકોને જોઈને તો એ બી ગયો. અને જ્યારે માનુષી રૂપ જ એને ઠીક લાગ્યું તેમ જ ગુરુભકિત જ ગમી ત્યારે શ્રીકૃષ્ણગુરુએ કહ્યું "પરમ શ્રદ્ધાથી મને ભજે, એ જ મારો પ્રિય ભકત. અને હું એટલે શ્રીકૃષ્ણ નહિ પણ ક્ષેત્રજ્ઞ
Page #266
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૩૫
સંક્ષેપમાં કહીશ,તોપણ તું સમજી જઈશ. એમ મને લાગે છે.
અર્જુન ! સંન્યાસાશ્રમ કે ત્યાગાશ્રમ ગમે તે આશ્રમમાં જાય પરંતુ સંપૂર્ણપણે કર્મત્યાગ સંભવતો જ નથી. એટલે કામ્ય કર્મોને તજવાં એને કોઈ સંન્યાસ કહે છે. પણ કયાં કામ્ય અને કયાં અકામ્ય?
કયાં કર્મને સત્કર્મ કહેવું અને કયાં કર્મોને અકર્મ કે વિકર્મ કહેવાં, એ નક્કી થઈ શકતું નથી. ત્યારે કેટલાક એમ જ કહે છે કે કર્મમાત્ર દોષિલાં છે, માટે સર્વને તજવાં. ત્યારે કેટલાક કહે છે કે ના, જો બધાં કર્મોને તજશો તો જિંદગીનો હેતુ જ માર્યો જશે. માટે સ્વર્ગપ્રદ એવાં દાનાદિ અને મોક્ષપ્રદ તપશ્ચર્યાદિ કર્મો તો કરવાં જ જોઈએ. ત્યારે કોઈ વિચક્ષણ જનો કહે છે કે ભાઈ, સર્વ કર્મના ફળનો જ ત્યાગ કરો, એ જ ખરો ત્યાગ છે."
ભારત ! એ બધાં મંતવ્યોમાં આંશિક સત્ય છે જ. હું એ આંશિક સત્યને લઈ એની સાથે આટલું ઉમેરું છું કે કર્મ તો કરવો જ, પણ આસકિત અને ફળદષ્ટિને તજીને કરવાં. જો કે કોઈ પણ કર્મની આગળ પાપ તો ઊભું જ છે ! અગ્નિ સળગાવતાં ધૂમ અનિવાર્ય છે તેમ એ અનિવાર્ય છે. પણ જેમ ધુમાડાથી બચવા માટે રસોઈઘર સગવડવાળું રાખીએ છીએ અને ધૂમ ન વધે તેવી કાળજી રાખી બળતું ચેતાવીએ છીએ, તેમ આસક્તિ ન રાખીએ અને ફળ તરફ દષ્ટિ નઠેરવીએ તો એ કર્મજન્ય પાપ આપણને લેપી રકતું નથી. - "પ્રિય પરંતપ ! જોકે સંન્યાસ અને ત્યાગ બન્નેનું તત્ત્વ વસ્તુતાએ એક જ છે. છતાં પરિભાષાભેદે તું નોખું માગતો હોઈશ; તો હું કહું છું કે આત્માને વશ રાખી સ્પૃહાઓ છોડીને બુદ્ધિને અનાસકત રાખવી, એનું જ નામ તે સંન્યાસ. આવા સંન્યાસથી પરં નૈષુમ્મસિદ્ધિ થાય છે. અને નૈષ્કર્મેસિદ્ધિથી બ્રહ્મ મળે છે, કે જે શાનની પરાકાષ્ઠા છે."
પણ કૌતય ! આથી તું એમ જ માનીશ કે હું સંન્યાસ, સંસ્થાનો એકાંતે વિરોધ જ કરું છું ! અલબત્ત ભગવાં કે ધોળાં કપડાં પહેરીને કાયરતાથી નિયતકર્મને છોડી ભાગી છૂટનાર ત્યાગી ગણાતો નથી. કારણ કે તેવાં નિયતકનો સંન્યાસ થઈ રકતો જ નથી. નિયતકર્મ એટલે ઘણા કાળથી થયેલું આત્માના સંગે પ્રકૃતિનું ઘડતર અથવા પ્રકૃતિના ગુણોના સંગી આત્માનું સ્વભાવ ઘડતર. આવું સ્વભાવનિયતકર્મ જ્યારે આત્મલક્ષી દષ્ટિ રાખીને સાઘક કરે છે, ત્યારે કર્મ કરતો
Page #267
--------------------------------------------------------------------------
________________
૩૬
ગીતા દર્શન થકો તે ત્યાગી ગણાય છે, અને તેને પાપ પણ નથી થતું. કારણ કે તે તો એને માટે સ્વધર્મ છે.”
છેલ્લા શબ્દો સાંભળીને અર્જુન વિમાસણમાં પડયો, ત્યારે શ્રીકૃષ્ણચંદ્ર આગળ ચલાવ્યું.
"પ્યારા પાર્થ ! ભલા ! તું થાકે છે, શા માટે? સમગ્ર કર્મ કોઈ દેહધારી તજી શકતો નથી, એ તો તું જાણે છે ના? ઠીક ત્યારે, અકુશલમાં દ્વેષ ન કરવો, કુશળમાં રાગ ન કરવો, પછી બંધન કયાં રહ્યું? મતલબ કે કર્તવ્ય ધારીને નિયતકર્મ કર્યા કરવા અને આસકિત અને ફળદષ્ટિ તજીને ! બસ તે જ આદર્શ સંન્યાસ. આવા ત્યાગના મૂળમાં વિવેક અને આંતરશુદ્ધિ રહ્યાં છે. તે ન હોય ત્યાં કાં તો રાજસી ત્યાગ હોય કાં તો તામસી ત્યાગ હોય ! રાજસી ત્યાગી સત્કર્મ કરે તે વેઠથી કરે અને વૈરાગ્ય સેવે તે દુઃખગર્ભિત હોય; એનાથી રાગબંધન ન છૂટે. અને તામસીત્યાગી તો મોહનો જ ભંડારી હોય, એટલે ખરું તજી ખોટાને જ પકડે. એની વાસનાનાં મૂળિયાં તો એવાં જ હોય, એટલે જે ક્ષેત્રમાં જાય ત્યાં બદબો ફેલાવે. ગૃહસ્થોમાં જ્યારે હું મોટો વર્ગ રાજસી ત્યાગીને જોઉં છું અને સંન્યાસીઓમાં પણ તામસી ત્યાગીનો તોટો નથી જોતો, ત્યારે આશ્રમ પ્રણાલીના ઘડતરને જુદી રીતે ઘડયા વિના બીજો માર્ગ મને લાગતો નથી. અલબત્ત એ નવી પ્રણાલીમાં પણ કેટલોક વર્ગ ગુરુસમર્પણ કે આત્મનાદથી પ્રેરાઈ કર્મ કરનારો હશે ! કેટલોક વર્ગ એકાંતસેવી, વિષયત્યાગી, વૈરાગ્યપ્રિય, આત્મરિપુઓ સામે જંગ ખેલનાર, મન વાણી અને કર્મને વશ રાખનાર, અલ્પભોજી અને એમ જ્ઞાનધ્યાનદ્વારા આત્મવિકાસ અને સર્વભૂતસમભાવનો સુમેળ સાંધનાર હશે ! કેટલોક વર્ગ અનાસકતભાવ રાખી તથા કર્મફળની લાલચ છોડી યજ્ઞ, દાન, તપ અને વર્ણાદિનાં કર્મ કરનાર હશે. આ ત્રણ વર્ગનો ઉદ્ધાર છે, તેમને હું ક્રમશ ભકિતયોગી, જ્ઞાનયોગી અને કર્મયોગી કહું છું. મને એવો કર્મયોગ પ્રિય છે કે જેના મસ્તક પર ભકિત હોય અને હૃદયમાં જ્ઞાન હોય.
"વળી થોડું તને કર્મ વિષે કહું.
"ઘનંજય ! કર્મનાં ફળ ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનાં છે. તેને લીધે સ્વર્ગ, નરક અને પશુ-મનુષા-ગતિ મળ્યાં કરે છે; પણ તે કોઈને છોડતા નથી. જોઈએ તો ઉપરનો ત્યાગી હો કે જોઈએ તો ઉપરનો ભોગી હો ! પણ અંતરના ત્યાગીને તે અવશ્ય છોડે છે. જે અંતરથી ભોગાસક્ત છે, તેનો પીછો -
Page #268
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૩૭
તે પરલોકમાંય છોડે તેમ નથી. છો ને, નાસ્તિક હોય, તેથી કર્મ કંઈ એને તજવાનાં છે? એટલે કર્મફળત્યાગ અને અનાસકિતભાવ સિવાય બીજો એકે માર્ગ નથી. શરૂઆતમાં અંગત વિકાસની પૂરી જરૂર છે, માટે ત્યાં પવિત્ર હૃદય કરવા માટે સામાન્ય સમજવાળાને હું યજ્ઞ, દાન અને તપની સૂચના ખાસ કરું છું. એ ત્રણેનો વ્યાપક અર્થ આ છે:
"યજ્ઞ એટલે ધર્મમય પુરુષાર્થ. દાન એટલે સ્વાર્થત્યાગ. તપ એટલે તૃષ્ણારૂપી રાક્ષસી પર અંકુશ. એ વ્યાપક અર્થ પ્રમાણે આદર્શને ન પહોંચી શકે તે એ આદર્શને સામે રાખી પ્રામાણિક પણે મથે, તોય એ વિકાસપ્રેરક છે, એવો મારો અભિપ્રાય છે.
"ભારત ! હવે હું તને કર્મનું તત્ત્વજ્ઞાન ટૂંકમાં સમજાવું : સાંખ્યસિદ્ધાંત તો તે સાંભળ્યો જ છે. એમના સિદ્ધાંતમાં પણ આ વાત છે.
"તું કોઈ પણ ક્રિયાનો દાખલો લે, પછી એ ન્યાયી હોય કે અન્યાયી ! પણ તેમાં અધિષ્ઠાન, કર્તા, સાધન, વ્યાપાર અને દૈવ એ પાંચ હેતુ દેખાશે. એટલે હું કરું હું કરું એમ જે અજ્ઞાની માને છે તે કેટલું ભૂલે છે? ખેતીમાં ક્ષેત્ર રૂપી અધિષ્ઠાન, ખેડૂતરૂપી ર્તા, બી તથા બળદ આદિ સાધન અને એ બધાના વ્યાપારો અને એ બધું હોય, છતાં વરસાદ ન હોય તો ન ચાલે. એમ વરસાદરૂપી દૈવનેય એ બધાની સહાય અપેક્ષિત છે. દરેક કર્મમાં પાંચ કારણો મળે છે. છતાં કોઈ ખેડૂત મેં જ પકવ્યું, એમ બોલે તો કેટલો મૂર્ખ ? માટે અહંકારને લીધે જ ફળદષ્ટિ અને આસકિતભાવનો સંભવ છે. અહંકાર નથી ત્યાં એ બંને હટી શકે છે, તેથી પાપ પણ હટી શકે છે.
"ધનુર્ધર ! આ તો કર્મની તાત્ત્વિક વાત થઈ કે જે જીવ અને અજીવ – જડ અને ચેતન સૃષ્ટિ બંનેને લાગુ પડે છે. હવે કર્મસંગી જીવ પરત્વે અને તેમાંય મનુષ્ય સંબંધે અંગત દાખલો લઈએ તો પ્રથમ કર્મની પ્રેરણા થાય છે, અને પછી કર્મનો સંગ્રહ થાય છે. એટલે કર્મની પ્રેરણાને જો નિર્મળ બનાવાય તો અહંકાર ટળી જાય.
"કર્મની પ્રેરણામાં જ્ઞાન, શેય અને જ્ઞાતાની શુદ્ધિ કરવી જોઈએ. કર્મસંગ્રહમાં કરણ, કર્મ અને કર્તા ત્રણ હોય છે. તેમાં કરણ તો બિચારાં પ્રકૃતિસ્થ છે, એટલે એ વિષે પણ જોવાનું નથી. ત્યારે જોવાનું માત્ર જ્ઞાન, કર્મ અને કર્તાપરત્વે જ રહ્યું.
Page #269
--------------------------------------------------------------------------
________________
૬૩૮
ગના દર્શન
અહીં જે કર્મશબ્દ લઉ છું. તે મૂળે તો ર્તાને લીધે જ દૂષિત છે. છતાં સંચિત અને પ્રારબ્ધ કર્મનો કર્તા ઉપર પણ પ્રભાવ કંઈ ઓછો નથી, એટલે મેં અહીં કર્મને પણ લીધેલ છે, એ દષ્ટિએ કર્મશુદ્ધિ પણ જરૂરની છે જ. જેઓ માત્ર જ્ઞાનને જ શુદ્ધ કરવા માગે છે અને કર્મ તરફ કશું લક્ષ્ય નથી આપતા, તેઓ ભીંત ભૂલે છે. એટલે જે મેં પ્રથમ જ્ઞાનશદ્ધિ પછી કર્મશુદ્ધિ અને ત્રીજે નંબરે કર્તાશુદ્ધિ અહીં મૂકી છે. છતાં તેમાંના કોઈ એકબીજાથી છેક ભિન્ન તો નથી જ.
"સહુમાં એક આત્મજ્યોત વિલસી રહી છે, તેથી કોઈને નીચ ન ગણવાં. સહુ પર વત્સલતા વહેવડાવી જીવસેવામાં પ્રભુસેવા માનવી એવી સમજવાળી જ્ઞાનશુદ્ધિની જરૂર છે. એ જ જ્ઞાન તે સાત્ત્વિક જ્ઞાન, ભેદભાવવાળું જ્ઞાન તે રાજસી જ્ઞાન, અને મોહગર્ભિત સાંકડું જ્ઞાન તે તામસી જ્ઞાન છે.
"રાગદ્વેષરહિત તે નિયતકર્મ; ફળદષ્ટિ અને આસકિતભાવ રાખ્યા સિવાય થાય તે સાત્વિક. બાકીનાં રાજસી અને તદ્દન હલકાં તે તામસી કર્મ છે. "સાત્ત્વિક બુદ્ધિવાળો, સાત્ત્વિક કર્મનો કરવૈયો કર્તા, તે સાત્ત્વિક કર્તા કહેવાય.
"મનુષ્યના ચાલુ જીવનમાં તો બુદ્ધિ અને ધૃતિનો પણ ફાળો જબરો છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ–આત્મા અને અનાત્મા – એ બધાંનો યથાર્થ ભેદ જાણે તે સાત્ત્વિક બુદ્ધિ, અને સારા સંસ્કારોને દઢ રીતે ધારી રાખે તે સાત્ત્વિક ધૃતિ. તેનાથી નીચલા દરજ્જાની રાજસિક બુદ્ધિ અને રાજસિક ધૃતિ છોડવા યોગ્ય છે. તામસીનો તો સંગ પણ કોઈ ન કરે!
"જો કે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સુખદુઃખની વેદના કારણભૂત હોય છે, પણ સાચું સુખ તે જ છે કે જેનું પરિણામ પણ સુખમય હોય ! ભલે પછી શરૂઆતમાં કષ્ટ જેવું લાગે ! બાકી, ઉપરથી મધુર દેખાતું સુખ તો ગોળથી છાંદેલા ઝેરના ઘડા જેવું છે. અને દારૂડિયાને, વિકાસપોષણથી વ્યભિચારીને, કે સ્વપ્નસ્થ મૂચ્છિતને લાગતું સુખ તો આત્મપાતમાંથી જન્મેલું કોઈ પ્રકારેય સુખ કહેવડાવાને લાયક જ નથી.
"બસ અર્જુન ! આ રીતે અંગત શુદ્ધિ માટે ફળદષ્ટિ તજી અને અનાસકિતભાવ લક્ષમાં રાખી સત્કર્મ કરવાં.”
"આટલું કહ્યા પછી સમાજગત કર્મનો મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે. મનુષ્યવ્યકિત સમાજનું જ અંગ છે. એટલા માટે ગુણસ્વભાવે નિર્માયેલાં કર્મો એણે
Page #270
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૩૯
કરવાં જ ઘટે, એમાં એનો અંગત વિકાસ અને સામાજિક વિકાસ બન્ને જોડાયેલાં છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગના કર્મો ગુણપ્રધાન છે અને વૈશ્ય તથા શૂદ્રનાં કર્મો કર્મપ્રધાન છે. છતાં તે પૈકી કોઈ એક વ્યકિત કે જાતિને કોઈ અમુક કામનો જ ઈજારો હોતો નથી. અલબત્ત પિના કેટલાક સંસ્કારો બાળકને અનુકૂળ થાય છે તો તે જરૂર પોતાનું પ્રકૃતિનિરીક્ષણ કરીને બાપનું કર્મ ભલે પસંદ કરે. પણ સમાજની હક તેમાં ન હોવી જોઈએ કે આણે અમુક જ કરવું, અમુક ન કરવું. જે એક વ્યક્તિ ચારે વર્ષોનાં કર્મો એક સાથે બજાવી શકે તે તો સર્વોત્તમ જ છે પણ ત મ ન બની શકે તો રાજીખુશીથી (ચ નીચના ભેદ ન પાડતાં સહુ આત્મલક્ષ્યને અનુકૂળ અને પોતાની પ્રકૃતિને અનુરૂપ એવાં પોતપોતાનાં કર્મ પસંદ કરી, તે મને નિરભિમાનપણે બજાવે. એમ કરવાથી એ કર્મ પ્રભુચરણે અર્થ ધર્યા તુલ્ય જ ગણાશે."
| "આમ જોતાં તારે ફાળે અત્યારે યુદ્ધ એ સ્વધર્મ છે. તારા પ્રકૃતિના ઘડતર પ્રમાણે પણ એ જ કર્તવ્ય છે. એટલે તું નહિ ઈચ્છે તો પણ તારે જોડાવું જ પડશે; અહંકારથી ભાગ્યો તો આત્મવિનાશ છે; અને અકીર્તિ આદિ પણ છે જ. અલબત્ત તું અહિંસાધી લડતો નથી એટલે યુદ્ધજન્ય પાપનું વાયુમંડળ તારી આસપાસ પણ વીંટળાશે; પરંતુ તારે પક્ષે થાય છે એટલે એ અનિવાર્ય તરીકે ગણી શકાય. આથી યુદ્ધજન્ય પાપ નું નિવારી શકે છે. એ નિવારવા માટે તારે એમ કરવું કે મન, બુદ્ધિ, ચિત્ત અને કર્મમાત્ર મને સમર્પવાં. તો તું પાપથી છૂટીશ.”
"તારા અંતરમાં રહેલા ઈશ્વરને શરણે જવું અને મારે શરણે આવવું એ બન્ને એક જ છે. આ તો તું મને બહુ વહાલો છે માટે તેને કહ્યું. બસ, હવે તને જેમ ફાવે તેમ કર. હા, પણ તું તો મારો જ છો અને સુપાત્ર છો, એટલે ફાવે તેમ બીજું શું કરવાનો હતો ?" | "બોલ હવે, એકાગ્રચિત્તે સાંભળતાં અજ્ઞાનજન્ય તારો મોહ સાવ સાફ થયો
ને ?"
ઉમળકાથી ઊછળતા અને કહ્યું:
"જરૂર ગુરુદેવ " મન પ્રસાદે. હવે હું પૂરું સમજી શકયો છું. આપના કથનનો મર્મ સમજ છું. છે કે આ ભાન થયું છે. હવે હું આપના કહ્યા મુજબ વતીશ.”
Page #271
--------------------------------------------------------------------------
________________
૪૦
ગીતા દર્શન
શ્રીકૃષ્ણગુરુ ખૂબ ખુશ થયા અને બોલ્યા : "પણ આ જ્ઞાન તું એકલપેટો ન થતાં બીજાને આપજે. તો બીજાનું પણ કલ્યાણ જ થઈ જશે. આ ગીતાજ્ઞાનનો સાંભળનાર પણ પાપથી ડરીને વર્તતો થકો શુભ લોકમાં જશે, તો આચરનારની તો વાત જ શી?
- પરંતુ સાંભળનારમાં શ્રદ્ધા અને અન્ઈર્ષાળુ ભાવ એ બે ગુણો જોઈએ અને આચરનારમાં તો તે ઉપરાંત તપ અને ભકિત પણ જોઈએ.”
"અર્જુન ! આટલું યાદ રાખજે કે આ ગીતાજ્ઞાન, તપ, ભકિત શ્રદ્ધા અને અદોષદષ્ટિ એ ચારે જેનામાં ન હોય, તેને માટે નકામું છે. ઉલટું તેવો નાસ્તિક – અસુર – તો એને ઓઠે અનર્થો કરી બેસશે !” "આ બધું અમૃત પીને તૃપ્ત થયેલો સંજય હવે ધૃતરાષ્ટ્રને સંબોધીને કહે છે:
"હે રાજન્! હરિનું અતિ અદ્ભુત રૂપ જોઈ મને ખૂબ નવાઈ થઈ. પણ યોગેશ્વર કણે સ્વયં શ્રીમુખેથી પાર્થ ધનુર્ધરને ઉદ્દેશીને જે યોગ કહ્યો છે તો સાંભળીને રોમે રોમે આનંદ વિલસી રહ્યો છે.”
"અહા ! ધન્યભાગ્ય છે કે જ્યાં આ બે જીવંત મૂર્તિઓ અથવા એ જીવંત મૂર્તિઓના બે ગુણો – આત્મભાન અને વીરતાનો સમન્વય હોય ! એ બે જ્યાં છે ત્યાં શ્રી, વિજય, વિભૂતિ અને અચલ નીતિ છે જ.
"મતલબ કે જ્યાં એ બે છે ત્યાં માનવતા, દિવ્યતા અને મુમુક્ષતા ત્રણે છે. સકળ જગત એનું મિત્ર છે. દેવો એનું પૂજન કરે છે. મોક્ષ એની નિકટમાં જ છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
||
ગી સમગ્ર ઉપસંહાર
liillllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll મહાભારતનું યુદ્ધ ખાળવા, શ્રીકૃષ્ણમહાત્માએ ઘણું કર્યું, પણ ન મળ્યું. દુર્યોધનના અંતરમાં એકલી દુર્મતિ હતી. પાંડવો શરત પ્રમાણે વનવાસ અને ગુપ્તવાસ સેવી આવ્યા. નૈતિક દષ્ટિએ તેઓ હવે હસ્તિનાપુરના અર્ધા રાજ્યના હકદાર હતા. પણ અર્ધ રાજ્ય તો દૂર રહ્યું, પાંચ ગામ પણ આપવા દુર્યોધન તૈયાર ન હતો. એને યુદ્ધની ખુજલી ઉપડી હતી. દ્રોણ અને ભીષ્મને એણે આર્થિક મદદો આપી પોતાના ઋણી બનાવ્યા હતા. એટલે તેઓ યુદ્ધ ખાળવા માટે શ્રીકૃષ્ણ મહાત્માના વિચારોમાં ટેકો આપે એની અસર દુર્યોધનને કશી ન થતી. ઊલટું એમ લાગતું કે દ્રોણ અને ભીષ્મ બન્ને યુદ્ધમાં મારા પક્ષે જોડાવું પડે, એટલા માટે તેઓ અખાડા કરે છે. વિદુરે ઘણી મહેનત કરી પણ દુર્યોધન પર એની અસર પણ ન પડી. ઊલટો એના પર તો એ ચિડાયો. ધૃતરાષ્ટ્ર પિતાનું પણ એણે ન માન્યું. તટસ્થ તરીકે શ્રીકૃષ્ણમહાત્મા અજોડ પુરુષ હતા. એમની વિષ્ટિને પણ એણે નકારી દીધી. કર્ણ તો પાંડવો પ્રત્યે ઈર્ષ્યાળુ હોઈને એણે તો એને નરમ પાડવાને બદલે ઊલટો ઉશ્કેર્યો હતો. એટલે દુર્યોધનપક્ષે આ યુદ્ધ ધર્મ નહોતું; કારણ કે તે અનાયાસે આવી પડેલું નહોતું, પણ ઊભું કરેલું હતું.
આ તરફ પાંડવોમાં અર્જુન વીર અને સમજદાર હતો. દ્રૌપદીજીને એ વધુ પ્રિય હતો. યુધિષ્ઠિર તો સરળ ધર્મરાજા જ હતા; છતાં દ્રૌપદી પ્રત્યે ભરસભામાં દુર્યોધને આચરેલું દુર્વર્તન તો એમને પણ સાલતું તો પછી અર્જુનને તો કેમ જ ન સાલે? ભીમ તો હણે એને હણીએ” એ ઉકિતનો પૂરો હિમાયતી હતો જ. દુર્યોધનની દુષ્ટતા જોઈ એને હૈયે આગ વરસતી હતી. એટલે વૈરનો બદલો લેવા એ તલસી રહ્યો હતો. પણ વિનયગુણ ખીલેલો હોઈને, એ યુધિષ્ઠિરની આજ્ઞાબહાર જાય તેમ તો નહોતું જ. યુધિષ્ઠિરને અર્જુન નાનો હોવા છતાં એના ગુણને લીધે એના તરફ માન હતું. સહદેવ અને નકુલ તો છાયાની જેમ મોટાભાઈને અનુસરતા. આમ જોતાં પાંડવપક્ષમાં અર્જુન નાયકપાત્રની ભૂમિકા પર હોય એ સ્વાભાવિક છે.
બીજી તરફ શકુનિની મદદથી જુગાર ખેલવાના પ્રપંચથી માંડીને આજલગીનું દુર્યોધનનું વર્તન સાચી ક્ષત્રિયવટથી સાવ ઊલટું હતું. માત્ર એનામાં એક એ
Page #273
--------------------------------------------------------------------------
________________
૬૪૨
ગીતા દર્શન
આદત હતી કે તે પોતાના થયેલાને છૂટથી આર્થિક મદદ કરતો. આને લીધે પાંડવોના વનવાસ અને ગુપ્તવાસ દરમ્યાન એણે પોતાનો પક્ષ સબળ કરી લીધો હતો. એ સત્તાના અને સબળ પક્ષના મદમાં ચકચૂર હતો. બીજી બાજુ પાંડવો નમ્ર હતા. એ નમ્રતાના ગુણને લીધે આકર્ષાયેલા અને દુર્યોધનના દુરાગ્રહથી ત્રાસેલા રાજાઓ અને ક્ષત્રિયો પાંડવોને સાથ આપવા તૈયાર હતા. બની શકે ત્યાં લગી માનવરતપાતવાળું યુદ્ધ ન થાય એમ સૌ ઈચ્છતું. શ્રીકૃષ્ણમહાત્માની પણ વિષ્ટિ તૂટી પડી અને સંધિ અશક્ય થઈ ગઈ, ત્યારે સહુ વિચારમાં પડયા.
પાંડવો રાજપાટનો હક છોડી દે તો? આ પ્રશ્ન પ્રથમ થતો. પરંતુ એ સહજ ત્યાગની ભૂમિકા પર એ આખો પાંડવપક્ષ નહોતો જ. નહિ તો માગણી જ શા સારુ કરે? પણ એક ગૃહસ્થની સામાન્ય ભૂમિકા પ્રમાણે, એ રાજ્યહકની માગણી કરે તે ન્યાયયુકત જ હતું, એ તો નિઃશંક વાત છે. આ રીતે પાંડવપક્ષમાં સંપૂર્ણ ત્યાગ અલબત્ત નહોતો, પરંતુ સદાચારની ભૂમિકા તો દઢ હતી જ. એટલે શ્રીકૃષ્ણ જેવા તટસ્થ પુરુષનો એના પક્ષમાં પૂર્ણ નૈતિક ટેકો હતો. દુર્યોધન જ્યારે શ્રીકૃષ્ણ પાસે મદદ માગવા આવ્યો; ત્યારે પોતાની ઉદાર મધ્યસ્થતા જાળવીને સૈનિકસંખ્યાની મદદ કરી અને પોતે પાંડવપક્ષે એકલા રહ્યા. આમ જોતાં હવે દુર્યોધન પાસે અગિયાર અક્ષૌહિણી સૈન્યની ભરતી થઈ. વળી દ્રોણ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય જેવા વિખ્યાત મહારથીરત્નો એની પાસે હતાં. અશ્વત્થામા, ભૂરિશ્રવા અરે વિકર્ણ જેવા અનેક શૂરો પ્રાણની આહુતિ આપવા તત્પર હતા. એક તો મદ અને આટલો સાથ એ બધાં કારણોએ દુર્યોધનના મૂળ ઉદ્ધત્તપણામાં પૂરેપૂરો ઉમેરો કર્યો. હવે તો તે એમ પણ માનતો થયો કે જેની તલવાર જોરદાર, તેનું રાજ્ય અને તેનો જ ધર્મ.'
આવી દશામાં પાંડવપક્ષે કાળ પાકયા વિના મચક મૂકવી એ આધ્યાત્મિક આપઘાત હતો. આવા આધ્યાત્મિક આપઘાતમાં સમાજધર્મ અને રાષ્ટ્રધર્મ પણ હોમાય તેમ હતું. બધાને જ્યારે ખાતરી થઈ કે પાંડવપક્ષની હાર એટલે માનવસંસ્કૃતિની હાર છે, સિદ્ધાંતની હાર છે, ત્યારે કોઈપણ હિસાબે લડી લેવા સિવાય છૂટકો ન રહ્યો !
સાત્યકિ, વિરાટ, દુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશિરાજ, પુરુજિત, કુંતીભોજ, શૈખ્ય, યુધામન્યુ, ઉત્તમૌજા, અભિમન્યુ અને દ્રૌપદીના સર્વે પુત્રો જેવા સમર્થ વીરો એની પડખે ઊભા રહ્યા. શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન એ બધા પણ એમના પક્ષમાં હતા.
Page #274
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
શ્રીકૃષ્ણ યોગીએ દીર્ઘદષ્ટિએ વિચાર્યું. એને લાગ્યું કે પાંડવપક્ષને જિતાડયા વગર મારો છૂટકો જ નથી. એમની જિત એટલે અહિંસાના મૂળ સિદ્ધાંતની જિત, ન્યાયની જિત, સાધુતાની જિત. દુર્યોધનની હાર એટલે 'સંખ્યાબળ જીતે છે અથવા જોરદાર તલવાર જીતે છે' એવા પ્રકારના હિંસક સિદ્ધાંતની હાર, અન્યાયની હાર, દુષ્ટતાનો વિનાશ. અને મારું ભારતના એક નેતા તરીકે અથવા વિશ્વસંસ્કૃતિના સૂત્રધાર તરીકે એ જ પરમકર્તવ્ય છે. કારણ કે મારો ધર્મ એ છે કે : થાય છે ધર્મની ગ્લાનિ, ને ઉપાડ અધર્મનો;
ત્યારે ત્યારે હું આત્માને, ઉપજાવું છું, ભારત ! (૪-૭) દુષ્કૃતોના વિનાશાર્થે, રક્ષાર્થે સાધુઓતણા; ધર્મસંસ્થાપના માટે સંભવું છું યુગે યુગે.
૬૪૩
(૪-૮)
સવાલ એક જ છે કે અહિંસક સિદ્ધાંતનો વિજય, હિંસક શસ્ત્ર દ્વારા થાય એટલે જે જગત અહિંસાનો ખરો મર્મ નહિ સમજી શકે, તેના ઉપર સારી અસર નહિ થાય. જો તે મૌલિકઘ્યેય સમજ્યા વિના ક્રિયાનું જ આંધળિયું અનુકરણ કરવા મંડી પડશે તો ઊલટો અનર્થ થશે. ત્યારે બીજી તરફ જોઉં છું તો આ ક્ષત્રિય સમાજ અશસ્ત્રયુદ્ધથી ટેવાયો નથી. એટલી એની ઊંચી ભૂમિકા પણ નથી. હવે તૃષાટાણે કૂવો ખોદાવ્યે શું વળે ? અહિંસા અંતરથી દૃઢ ન થાય, ત્યાં લગી જો એ મારા વાદે આચરવા જાય અને મનમાં હિંસાના સંસ્કારને પોષ્યા કરે, તો તો એ મિથ્યાચારી અને બાયલો જ બની જાય ! ત્યારે હવે એક જ માર્ગ છે કે મારે આ યુદ્ધમાં અર્જુનના સારથિની જગ્યા સંભાળી લેવી. મારે પ્રાયઃ શસ્ત્ર-સંન્યાસ જ સેવવો. અનિવાર્ય સંયોગે જ શસ્ત્ર ઉપાડવું ! મારા આ ઉદાહરણથી બંને પક્ષ અને જગત અહિંસક યુદ્ધનો મહિમા તો જરૂર સમજશે, અને એટલું સમજે તોય બસ છે. એથી ભવિષ્યમાં કોઈક કાળે મનુષ્યો અહિંસક યુદ્ધનું આચરણ કરી શકશે અને એની અનહદ ખૂબીઓ જોઈ શકશે. અહીં મુખ્ય પ્રશ્ન તો સંસ્કૃતિ, સિદ્ધાંત અને નીતિનો છે. પરંતુ સ્થૂળ દૃષ્ટિએ હિંસકપ્રતીકાર દ્વારા પણ એ પ્રશ્નની રક્ષા કર્યા વિના છૂટકો નથી.
યુદ્ધમાં પાંડવપક્ષ જીતે તો એ પક્ષને પણ હિંસક સિદ્ધાંતનું અભિમાન કે જયનો મદ ન થવો જોઈએ; પણ સ્વધર્મનો મહિમા અને સમભાવ થવાં જોઈએ. આમ થવાથી દુર્યોધનનો હૃદયપલટો થવાની તક ઊભી રહે, અહિંસાની મૌલિકતા કચરાય નહિ, નીતિનું રક્ષણ થાય અને પાડોનો વૈરાગ્યમાર્ગે ઉત્કર્ષ
Page #275
--------------------------------------------------------------------------
________________
૬૪૪
ગીતા દર્શન
થાય, અને જગત ઊંધે માર્ગે ન દોરવાઈ જાય આટલી તકેદારી મારે રાખવી રહી. આટલી તકેદારી રાખવા છતાં જેની દષ્ટિ વિપરીત હશે, તે તો અવળો અર્થ પણ લેશે. પરંતુ ત્યાં નિરૂપાયતા છે.
પાંડવોમાં ધનંજય એ એક એવું અજોડ પાત્ર છે. અને મારા તરફ એની પ્રીતિ છે કે હું એના હૃદયમાં મારી આ વાત હેતુપૂર્વક સૈદ્ધાંતિક રીતે ગળે ઉતરાવી શકીશ. એટલે હું એનો રથ હાંકવાનું જ કામ કરું !
આટલી પૂર્વભૂમિકા પછી બન્ને પક્ષે યુદ્ધ શરૂ થયું છે. ગુરુ વ્યાસજીએ ચડ્યુઅંધ અને હસ્તિનાપુરમાં બેઠેલા ધૃતરાષ્ટ્ર રાજાને આ વેળાએ આવીને કહ્યું, "અહીં બેઠાં બેઠાં કુરુક્ષેત્રમાં થતું યુદ્ધ જોવું હોય તો તમને હું દિવ્યદષ્ટિ આપું, સ્થૂળચક્ષુ ના હોવા છતાં આપને દેખાશે.” રાજાએ સાફ ના પાડી. ના પાડવાના કારણમાં રકતપાત ન જોવાય એ જ સારું એમ એમને લાગ્યું હતું અને દુર્યોધનનો પક્ષ સબળ હોઈને તથા શ્રીકૃષ્ણચંદ્ર અશસ્ત્રી તરીકે રહેલા સારથિ છે એમ સાંભળેલું હોઈને દુર્યોધન જિતશે એમ એમણે માન્યું હતું, એટલે કોઠે નિરાંત પણ હતી જ. વ્યાસજીની એવી ઈચ્છા હતી કે, "રાજા અહીં બેઠાં જુએ તો એને ખબર પડે કે સંખ્યાબળ કે શસ્ત્રબળ ગમે તેટલું હોય, તોય પાંડવપક્ષના અર્જુનની વીરતા અને એ વીરતાને પ્રેરનારો-પાંડવપક્ષે રહેલો શ્રીકૃષ્ણનો યોગરૂપી આત્મા-જ્યાં હશે ત્યાં અચળ નીતિ, જય, વિભૂતિ અને શોભા હોવાનાં જ. આમ જોતાં કદાચ તેઓ પોતાના દુર્યોધન પુત્રને ફરીવાર શુભ શિખામણ આપે અને દુર્યોધન સમજી જાય તો ભારે ઉત્તમ." પણ રાજાએ ના પાડી, ત્યારે સંજય નામના એના સારથિને શ્રી વ્યાસજીએ દિવ્યદૃષ્ટિ આપી. સંજય વ્યાસગરના સેવાભાવી શિષ્ય તરીકે ઓળખાવી ગૌરવ લેતો. જ્યારે રણમાં ભીષ્મ પડ્યા, ત્યારે ખુદ શ્રીકૃષ્ણચંદ્ર એનું ઓસીકું બની ગયા. એમણે ભીષ્મને ગોદમાં લઈ લીધા અને ભીષ્મમુખે અનેક પ્રકારનો ભવ્ય ઉપદેશ કહેવડાવ્યો બન્ને પક્ષના સૂરોએ એ અમૃતનું પાન કર્યું.
ભીષ્મ જેવો નામચીન સાથી પડયા પછી દુર્યોધનપક્ષ શિથિલ થાય તે સ્વાભાવિક હતું. સંજયે આ ખબર ધૃતરાષ્ટ્રરાજાને આપ્યા, એટલે પ્રથમથી માંડીને રણના બધા સમાચાર સાંભળવા એ આતુર થઈ ગયા.
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, યુદ્ધાર્થે એકઠા થઈ; (૧-૧)
મારા ને પાંડુના પુત્રે, શું કર્યું, બોલ સંજય?' આ રીતે ગીતાની શરૂઆત છે. અને એનો સંજય પ્રત્યુત્તર આપે છે, એ પ્રથમ
Page #276
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
અઘ્યાયગત ગીતાનું પ્રથમ મંગળ છે. નવમા અઘ્યાયના અંતિમ શ્લોકો - સ્ત્રીઓ વૈશ્યો અને શૂદ્રો ને જે હો પાપયોનિનાં, તે ય પ૨ ગતિ પામે પાર્થ ! આલંબતાં મને. તો પછી ભકત રાજર્ષિ શુચિ-દ્વિજોની વાત શી ! માટે અનિત્ય આ દુઃખી, લોક પામી મને ભજ. ભકત પૂજક થા હુંમાં-મન જોડ, મને નમ; આત્મા યોજી હુંમાં રાચ્યો, મને જ એમ પામીશ.” (શ્રીકૃષ્ણવચન)
એ ગીતાનું મઘ્યમંગળ છે અને
‘કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધર્નુધર; ત્યાં શ્રી વિજય ને ભૂતિ ને ધ્રુવનીતિ માનું છું' (સંજયોકિત)
૪૫
આ ગીતાનું અંતિમ મંગળ છે.
ગીતા એ ઉપલી રીતે મહાભારતના યુદ્ધપ્રસંગે ઊપજેલી છે. પરંતુ એ પ્રસંગ તો નિમિત્ત માત્ર છે. એ પ્રસંગનું નિમિત્ત લઈને જીવન અને જગત વચ્ચે ચાલતી યુદ્ધઘટમાળાનો આમાં ઉકેલ અપાયો છે, જેમ સફરજનના પડવા પરથી આખા વિશ્વને લાગુ પડતો ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટન બહાર લાવી શકયા છે, તેમ ગીતા ભૌતિક યુદ્ધના પ્રસંગ પરથી વિશ્વવિજયની ચાવી બતાવી શકી છે. રાજનીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, યોગશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, જ્યોતિષવિદ્યા, કાળજ્ઞાન, નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, કાવ્ય, કળા, સાહિત્ય, અલંકાર, ભાષાશાસ્ત્ર એમ એકે વિષય એવો નથી રહેતો કે જે ગીતામાં ન હોય ! આ દૃષ્ટિએ જોતાં ગીતા સર્વવિદ્યા અને સર્વ સિદ્ધિઓનો ખજાનો છે. છતાં આધ્યાત્મિકતા એ જ એનું મધ્યબિંદુ છે. આઘ્યાત્મિકવિદ્યા જ સર્વ વિદ્યાનો રાજા છે, એમ એ કહે છે.
આમ જોતાં સંજયપાત્રને વિચારની ઉપમા અપાય. ધૃતરાષ્ટ્ર રાજાને અસમ્યદૃષ્ટિ જીવની ઉપમા અપાય. દુર્યોધનને અવિવેકની ઉપમા અપાય. એમના ભાઈઓ-કૌરવો-ને અશુભ વૃત્તિઓની ઉપમા અપાય, અને ભીષ્મને દૃઢ સંકલ્પની ઉપમા અપાય, જોકે એ સંકલ્પ આજે અવળા પક્ષમાં છે અને અર્જુનને જિજ્ઞાસુ મન તરીકેની ઉપમા અપાય, અને શ્રીકૃષ્ણચંદ્રને અંતરાત્માની
Page #277
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
( ૧ નપફય. આ રીતે સાધકમાત્રના જીવનના અંતરંગ સંગ્રામનો ગ્રંથ ગીતાજી
વ રથમાં પ્રથમ તો મનને કદાચ મોહ થાય, પણ એવું વીર અને જિજ્ઞાસ મન માર અંતરાત્માનું શરણું લે અને એ શરણથી એનું જ કહ્યું કરે, તો આખરે એ બધી અશુ વૃત્તિઓ પર વિજય મેળવીને છેવટે વૈરાગ્યરસ પામે. આ જ સ્થિતિ સર્જનની પણ થઈ છે. એટલે આ ગ્રંથ આધ્યાત્મિક ગ્રંથ તરીકે સિદ્ધ થાય છે, પરંતુ આધ્યાત્મિક વસ્તુ જ એવી છે કે જો એ કસોટીથી વ્યાવહારિક બાબતોને પણ કરવામાં આવે તો આબાદ રીતે પાર ઊતરે. એથી જ યુદ્ધ જેવા કટોકટીના પ્રસંગમાં પણ ગીતાનું આધ્યાત્મિક ઝળહળતું રહે છે, માટે જ તે નક્કર આધ્યાત્મિક છે.
સંજયે કહ્યું : “આપના પુત્ર દુર્યોધને યુદ્ધ પહેલાં જ દ્રોણાચાર્યને પાનો ચડાવ્યો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવસેનાનો એવો સુંદર યૂહ ગોઠવતો હતો કે સૈન્યસંખ્યા નાની છતાં વિપુલ દેખાતી હતી. ભીમ એ સૈન્યનું રક્ષણ કાળજીપૂર્વક કરી રહ્યા હતા. ઉપરાંત ઘણા વીરો પાંડવપક્ષે પણ હતા. આ બધી જાણ કરી સાવધ કર્યા. ભીષ્મ કરતાં દુર્યોધનને દ્રોણ પ્રત્યે વધુ વિશ્વાસ હતો. દુર્યોધનના ખાતર ભીષ્મની જાન કુરબાન કરવાની પ્રબળ ઈચ્છા હતી; છતાં તેઓ દઢ ટેકીલા હતા. પાંડવોના નૈતિક પક્ષપાતી હતા. આથી તમારા પુત્ર દુર્યોધનને શંકા રહેતી. દ્રોણાચાર્ય અને દ્રુપદને વૈર હતું. કર્ણ અને પાંડવોને વૈર હતું એટલે દ્રોણ અને કર્ણ બને પરત્વે દુર્યોધનને વધુ વિશ્વાસ હતો; પણ તેથી ભીષ્મને કશું ઓછું નહોતું લાગતું. તેઓ તો સમર્થસહિષ્ણુ હતા. આથી તેમણે દુર્યોધન રાજી થાય તેમ સિંહ જેવી ગર્જના કરી યુદ્ધની સલામી તરીકે શંખ ફૂંકયો અને પછી રણવાદ્યો એક સામટાં વાગી ઊઠ્યાં. અહો કેવો તુમુલ સ્વર !"
ધૃતરાષ્ટ્રના મોં પરની આતુરતા નિહાળી સંજયે આગળ ચાલવ્યું: "ત્યાં તો ધોળા ઘોડાવાળા રથના સારથિ બનેલા એવા માધવ અને ગાંડીવ ધનુર્ધારી પાંડવે પણ "અમે સુધ્ધાં તૈયાર છીએ.” એમ સૂચવતા શંખ ફૂંક્યા. પહેલ દુર્યોધને કરી એટલે એને આ યુદ્ધનો ખૂબ ચડસ હોય એમ સહુ કોઈ કળી ગયું. પાંડવપક્ષના વીરોએ જ્યારે શંખો ફૂંકયા ત્યારે તો એવો આકાશ અને પૃથ્વી વચ્ચે ચોમેર વ્યાપતો ભયંકર નાદ થયો કે આપના પુત્રોનાં હૃદય ચીરી નાંખ્યાં. પણ દુર્યોધન એટલેથી હજુ સમજે તેમ નહોતું. તેણે પોતાના પક્ષને સજ્જ કર્યો.”
Page #278
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૪૦
પણ રાજન્ ! શસ્ત્રપાત થાય તે પહેલાં તો અર્જુને બન્ને સેન્યને જોવાની ઈચ્છા કરી, શ્રીકૃષ્ણચંદ્ર રથ મધ્યસ્થળે લઈ ગયા. અર્જુને આ દશ્ય જોયું અને એને મોહ ઊપજ્યો. એટલે હૃદય ભાંગી ગયું. તે બોલ્યો : "હે મધુસૂદન ! ભૂરિશ્રવા જેવા કાકા, ભીષ્મ જેવા દાદા, દ્રોણ જેવા ગુરુ, કુંતીભોજ જેવા મામા, કૌરવ જેવા પિત્રાઈઓ અને પોતાની સેનામાં રહેલા અભિમન્યુ જેવા પુત્ર, લક્ષ્મણના પુત્ર જેવા પૌત્રો, દુપદ જેવા સસરાજી આવી અનેક સ્નેહી સગાંઓની સૃષ્ટિ જોઈને મારાં ગાત્રો ઢીલાં થઈ જાય છે. સ્વજનોના નાશનું પાપ, એક માત્ર હસ્તિનાપુરની ભૂમિ માટે ! છટું ન જોઈએ. પૃથ્વીના લોભ માટે કુળનો નાશ થાય એટલે વર્ણસંકર પ્રજા પાકે અને પિતૃલોક પિડાય. કુળધર્મ અને જાતિધર્મની દીવાલ તૂટી પડે. શ્રુતિશાસ્ત્ર અને સ્મૃતિશાસ્ત્ર લોપાય. આનું પરિણામ નરક સિવાય શું હોય? એટલે આવું ઘોર પાપ હું તો નહિ કરું! દુર્યોધન ન સમજવાને લીધે હું પ્રતીકાર ન કરું છતાં ભલે મને શસ્ત્રથી છેદી નાખે ! પણ મને તો આ યુદ્ધમાં જોડાવું છાજતું નથી.” એમ કહીને હે રાજન્ ! એ શોકથી ખિન્ન થયેલા મનવાળો અર્જુન; બાણ સહિત કામઠું તજીને રથના અગ્રભાગ પર બેસી ગયો. આ રીતે મેં આપણને અર્જુનના વિષાદની વાત કરી. હવે શ્રીકૃષ્ણચંદ્ર અર્જુનને શો જવાબ આપ્યો તે કહું છું :
શ્રીકૃષ્ણચંદ્રજી બોલ્યા : 'તારા મનમાં કટાણે આ કચરો ક્યાંથી ભરાયો ? આર્યઅંત:કરણમાં એ ન છાજે તેવો છે. એટલે અશ્રેયકારી છે. વળી અસ્વર્ગીય એટલે અપ્રયકારી છે. અને આ ચાલુ જીવનમાં કીર્તિકર પણ નથી.
પરંતપ ! બાયલાપણું તને ન છાજે. તને લાગતું હશે કે "મને વૈરાગ્ય થયો, જ્ઞાન થયું કે નવો શુભસંકલ્પ જમ્પો, દયા આવી; જાતિધર્મની લાગણી ઊભરાઈ ગઈ.”
પણ હું તો એમાં આવેશ, અજ્ઞાન, ખોટી હઠ, મનની ચંચળતાને લીધે મૂળ પ્રતિજ્ઞાનો ભંગ, મોહ અને સ્વઘર્મથી નાઠાબારી શોધવાની વૃત્તિ જ જોઉં છું. માટે હૈયાની મુદ્ર દુર્બળતાને છોડી, ઊઠ ઊભો થા.' ધૃતરાષ્ટ્રજી ! શ્રીકૃષણનાં આ વેણ સાંભળી અર્જુન તો સડક જ થઈ ગયો. ગદ્ગદ્ કંઠે એ થોડીવાર પછી માંડમાંડ આટલું બોલ્યો : 'હે મધુસુદન ! ભીષ્મ અને દ્રોણ જેવા વૃદ્ધ અને ગુરુની સામે કેમ લડે? વડીલઘાત અને ગુરઘાત કરીને એવા લોહી ખરડ્યા ભોગો ભોગવું, રના કરતાં દુર્યોધન તરફથી કાંઈ ન મળે તો છેવટે ભીખી ખાવું શું ખોટું ? આમ કહેતાં
Page #279
--------------------------------------------------------------------------
________________
૬૪૮
ગીતા દર્શન
કહેતાં એનાં રુવાં ભયથી ખડાં થઈ ગયાં. થોડીવાર પછી વળી બોલ્યો : “અમાર ગૌરવ શામાં? કૌરવપક્ષ જિતે એમાં કે અમે જિલીએ એમાં? જેને હણ્યા પછી જીવવા ન ઈચ્છીએ તે પિત્રાઈભાઈ કૌરવો તો રણના મોખરે ઊભા છે. શું એમને હણવા ? રાજ્યસુખ લોભવૃત્તિએ કેવા અમને ભૂલવ્યા ! કે આવું કૃત્ય કરવા અમે સજ્જ થયા !' આ વાક્યો સુણી ધૃતરાષ્ટ્રના મનમાં શાબાશ અર્જુન દીકરા !” એવો ઉમળકો આવી ગયો.
સંજયે કહ્યું ઃ રાજન્ ! ધીરા થાઓ. અર્જુનને શ્રીકૃષ્ણચંદ્રનાં અર્જુન ! બાયેલો ન થા” એ વેણ સોંસરાં ઊતરી ગયાં હતાં. શ્રીકૃષ્ણચંદ્ર ઉપર તો એનો પૂરો ભરોસો હતો એનાં વણ ખોટાં હોય એમ એ માની શકે તેમ નહોતું એટલે મૂંઝાયો અને કહ્યું:
નક્કી જે હો શ્રેય મારું કહી તે !
શર્મે આવ્યો શિષ્ય હું શીખ દે તું.” (૨-૭) અને આગળ વધતાં વળી બોલ્યો : એકછત્રી રાજ્ય કે ઈન્દ્રનું ઐશ્વર્ય પણ મારો આ શોક હરવા સમર્થ નથી. માટે આપ ખરો રસ્તો બતાવો, પણ હું લડવાનો તો નથી જ.”
વૃદ્ધ રાજાજી! જુઓ કેવું એ વિચિત્ર બોલે છે! જો એ સાચે માર્ગે હોત તો એની આવી દશા થાત જ નહિ. આવી દશામાં આવી પડેલા ગુડાકેશને હવે હૃષીકેશે શું કહ્યું કે તમે સાંભળોઃ
“અશોચ્યોને અનુશોચે, ને પ્રજ્ઞાવાદ તું વદે,
ગયા પ્રાણ-રહ્યા પ્રાણ તેવું શોચે ન પંડિતો.” (૨-૧૧) પ્યારા અર્જુન ! આમ તારી પાયામાં જ ભૂલ છે. શોક એ વૈરાગ્યનું દેવાળું છે.
જ્ઞાનમય વૈરાગ્યમાં શોક હોય જ નહિ. શિબિ મહારાજાએ હોલાની રક્ષા માટે પ્રાણની બાજી લગાડી, ત્યાં એમના સ્નેહીઓ શોક કરતા હતા. પણ તેઓ પોતે તો પ્રસન્ન જ હતા, કારણ કે, 'સ્વધર્મ મોત છે સારું. પરધર્મ ભયંકર.” એમ એ સમજતા હતા.
તું કદાચ એમ કહેશે કે, હું તો મરવું પસંદ કરું છું.' પણ ભાઈ ! સ્વધર્મ છોડીને મરવું, એમાં કઈ બહાદુરી ! ભાઈ ખરી વાત તો એ છે કે જે માણસ સ્વધર્મ પાલનમાં અખાડા કરે છે અને મરવા તૈયાર છું' એમ બોલે છે તે તેઓની
Page #280
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૪૯
વૃત્તિની ઠગાઈ છે. ખરે વખતે જે મિત્ર પડખે ન રહેતાં ભૂસેટીને ભાગે, એ બીજે વખતે મદદ કરશે, એવી આશા એનો કયો મિત્ર રાખી શકે? મતલબ કે અજ્ઞાને તને ઘેરી લીધો છે એથી જ મોહ થયો છે. પરંતપ ! યાદ રાખ. દેહ ગયા પછી બીજો મળશે, પણ સિદ્ધાન્ત તૂટયા પછી સંધાવો મુશ્કેલ છે.
સિદ્ધાંત પ્રેમીને પોતાના દઢ સંકલ્પમાં મુસ્તાક રહેવું જોઈએ. તારા સંકલ્પના તો તે ચૂરા કરી નાખ્યા. જો આ નવો શુભસંકલ્પ તને ઊપજ્યો હોત તો તને આટલું બધું દુ:ખ થાત જ નહિ. કયા લોભીને નવું ધન મળ્યા પછી દુઃખ થાય છે? એટલે આ નવો શુભ-સંકલ્પ નથી, પણ જૂના સંકલ્પમાં આવેલ શિથિલિતા છે. વળી આ દયા તો છે જ નહીં, માયકાંગલી દયા તે દયા છે જ નહીં.દયામાં વીરત્વ હોય છે, પ્રેમ હોય છે, ધીરજ હોય છે, હૈયાનો ઉમળકો હોય છે. અને તેથી સાચો દયાળુ; આત્મા ભણી પ્રથમ જુએ છે. આત્મા મરી જાય એવી ક્રૂરતા કરનારને દયાળુ કોણ કહેશે? આ યુદ્ધમાં આવેલા રાજીખુશીથી આવ્યા છે, એમને કીર્તિ આગળ પ્રાણ જરાય મહત્ત્વની ચીજ નથી.તારા પક્ષમાં આવેલા લોકો સિદ્ધાંત ખાતર યુદ્ધમાં જોડાયા છે. એને સિદ્ધાંત આગળ દેહની કશી જ કિંમત નથી.
ભારત ! તું જાતિધર્મની વાત કરે છે પણ સિદ્ધાંત ભંગે તો વિશ્વધર્મ ભંગાય છે તેનું શું?
શું કોડી રાખીને રૂપીઓ ગુમાવવો છે? રૂપીઓ મળશે તો કોડી તો હજારો મળવાની. અલબત્ત તારી એ વાત સાચી છે કે; હિંસક યુદ્ધ એ જંગલીપણું છે, પરંતુ અહીં એ પ્રશ્ન જ હવે રહ્યો નથી. દુર્યોધનની દુર્બુદ્ધિને લીધે જ આ યુદ્ધ મંડાયું છે. એટલે એને પક્ષે અધર્મે છે, પણ તારે પક્ષે ધર્મ છે. એથી જ સૌ સાથીઓનો તને સાથ મળ્યો છે. માતા કુંતીએ પણ નીચેના ઉદ્દગારમાં સંમતિ આપી છે.
આપમેળે જ આવેલું, ખુલેલા સ્વર્ગદ્વાર શું.
સુખિયા ક્ષત્રિયો પામે, પાર્થ ! આવા સુયુદ્ધને.” (૨-૩૨) આવી વાત તું કેમ ભૂલી ગયો?
આ લડાઈ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિની લડાઈ છે. આ સમરાંગણમાં શુભવૃત્તિ અને અશુભવૃત્તિ વચ્ચેનું સમરાંગણ છે, એમાં જો તું જીવીશ અને જીતીશ તો કીર્તિ મળશે, રાજ્ય મળશે અને મરીશ તો સ્વર્ગ મળશે. સમભાવ
Page #281
--------------------------------------------------------------------------
________________
૬૫૦
ગીતા દર્શન
સાધીને લડીશ તો કીર્તિ અને ભોગમાં ન ખુંપતા સ્થિતપ્રજ્ઞ રહી શકીશ અને અંતે મોક્ષ પામીશ. એટલે આ યુદ્ધમાં ભાગ લેવામાં તારા પ્રેમ અને પ્રિય બન્ને સઘાય છે. અને જો તું આવી મોહિલી હઠથી ભાગીશ તો એક તો તારી એ અહંકારથી ઉપલ હઠ ટકશે નહિ; કારણ કે તારું સ્વભાવ ઘડતર એવું છે કે એ મા તને પરાણે પ્રેરી જશે! એટલે જે સમજપૂર્વક નહિ કરે તે પરાધીનપણે કરવું પડશે.
અને જો આમ થાય તો એ કેટલું બધું અધઃપતન કહેવાય? તું કદાચ કહેશે કે એમ કેમ બને? એ વિષે ફોડ પાડીને હું તને જીવન અને જગત વચ્ચેના સંબંધની વાત કરે, તે પહેલાં એટલી ચોખવટ કરું કે આ યુદ્ધ અટકાવનું નથી. અને જો એમ જ છે, તો જ્યારે
અરે ! ભયે રણથી થાકયો માની લેશે મહારથી;
જ્યાં થયો છો બહુમાન્ય હલકો ત્યાં પડીશ તું. (૨-૩૫) ન બોલ્યાના ઘણા બોલો બોલશે અહિતેચ્છુઓ, તારા સામર્થ્યને નિંદે તેથી દુઃખ વધુ કર્યું ? (૨-૩૬). આમ થશે ત્યારે તું યુદ્ધ જોડાયા વગર રહી શકવાનો હતો ? કદી જ નહિ, દ્રૌપદીનું ભરી સભામાં અપમાન થતું હતું, ત્યારે તારાં ક્રોધથી લાલ થયેલાં નેત્રો ! એ દશા તને યાદ નથી કે ! એવી જ દશા ફરીને આવે એટલે શું આ તારો સ્મશાનિયો વૈરાગ્ય ટકવાનો હતો? અર્જુન ! મનુષ્ય જે સ્થિતિને પાત્ર હોય, તે જ સ્થિતિએ પોતાની શકિત અને મર્યાદાનો વિવેક કરીને એણે કાર્યાકાર્યનો નિર્ણય કરવો જોઈએ. નહિ તો સ્વધર્મ ગુમાવી દઈ અપકીર્તિ કમાય અને નરકનો અધિકારી પણ થાય. અત્યારે તું રણમાંથી ભાગી જા; તો તારી પણ આ દશા થાય. માટે જ તને ફરીફરીને મારે કહેવું જોઈએ કે 'સમભાવ સાધીને યુદ્ધમાં જોડાઈ જા.'
ધૃતરાષ્ટ્ર તો આટલું સાંભળીને ઊંચા નીચા થવા લાગ્યા. એમની આ સ્થિતિ કળીને સંજયે કહ્યું: રાજન ! પછી અર્જુને પ્રશ્ન કર્યો કે 'હિંસકયુદ્ધ જેવા કર્મમાં જોડાતા છતાં, પાપ ન લાગે અને અમૃતત્વ મળે એ વાત મને ગળે ઊતરતી નથી. હા; હવે એટલી વાત તો સમજાય છે કે હું યુદ્ધમાં જોડાઉ તો લોકોમાં અપકીર્તિ ન થાય અને ન જોડાઉ તો અપકીર્તિ થાય, પણ લોકોની કીર્તિને ખાતર ઘોરકર્મ શા સારુ કરવું? ઊલટું લોકભયને તો મારે જિતવો જોઈએ, એવા જ બોધની હું
Page #282
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
આપની પાસે-અપેક્ષા રાખું, છતાં આપ ઘોરકર્મમાં જોડાવાનું કેમ કહો છો ? સમભાવ સારી વસ્તુ છે, એટલું હું કબૂલ કરું છું. વળી એથી જ જો મોક્ષ મળતો હોય તો સંન્યાસીઓ કર્મારંભો નહિ કરતા થકા આનંદમયબ્રહ્મની પ્રાપ્તિ કરે છે. એ જ માર્ગ સારો હોય તો આ માર્ગ શા સારુ પકડવો ? હું યુદ્ધમાં ન જોડાઈને સંન્યાસધર્મ પાળું તો શું ખોટું? એ મારે માટે પરધર્મ હોય; તો શું યુદ્ધ કરવું એ જ ધર્મનો આંક ! આપે કહ્યું, હા, ક્ષત્રિયો માટે તો એ જ ધર્મ. તો પછી ક્ષત્રિયને મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ નથી કે શું ? એણે નરકમાં જ સબડવું ? યુદ્ધજન્ય હિંસાનું પરિણામ નરક જ હોય, બીજું શું હોય ? યુદ્ધ કર્મમાં ધર્મ કેમ હોઈ શકે ? જો એવું સ્વભાવઘડતર હોય અને મારે માટે યુદ્ધ એ ખરે જ સ્વધર્મ હોય તો એથી સ્વર્ગપ્રાપ્તિ કે મોક્ષ કેમ મળે ? ખરી રીતે એવું સ્વભાવઘડતર તો બદલાવવું જોઈએ. શું સ્વભાવ ઘડતર બદલાય જ નહિ અને બદલાય તો તે કયે માર્ગે ? એ જ આપ બતાવોને ! શા માટે આ માર્ગ ચીંધો છો ? આમ બોલતો બોલતો અર્જુન ગળગળો થઈ ગયો, ત્યારે કૃપાદષ્ટિથી સ્મિત કરતા કૃષ્ણચંદ્રગુરુ બોલ્યા :
અર્જુન ! તું શોક ન કર. મેં ટૂંકાણમાં જે કહેવા ધાર્યું હતું, તે હવે થોડું લંબાણમાં કહેવું પડશે. પણ કંઈ ફિકર નહિ શિષ્યભાવે મારી કને આવ્યો છે, માટે મારો ધર્મ છે કે તને શ્રેયના પંથે જ દોરવો.'
પાર્થ ! એ તો તેં સાંભળ્યું જ ને !
"
૬૫૧
જન્મેલાનું ખરે મૃત્યુ, મવાનું જન્મવું ખરે; અનિવાર્ય દશા એ છે.' (૨-૨૭)
આપણે દેહધારીઓ એક વખત મરવાનાં તો ખરાં જ. અને મરવું એટલે હંમેશને માટે નષ્ટ થવું એમ નહિ. જ્યાં લગી સૂક્ષ્મદેહનો સંગ છે ત્યાં લગી સ્થૂળ દેહ છૂટે, તોય સૂક્ષ્મદેહ છૂટતો જ નથી. એ સૂક્ષ્મદેહથી છૂટવા માટે સમતા જેવું એકે સાધન નથી. હવે વિચાર કર કે સ્થૂળ દેહ જો એકદા પડવાનો જ છે, તો ધર્મ સાટે માથું દેવું એ શું ખોટું, ભલા ! એવા પુરુષને તો જૂનું વસ્ત્ર છોડી, નવું પહેરવાના જેવો હર્ષે થવો જોઈએ.’
'ભોળા રે ભોળા ! તું માને છે કે આ યુદ્ધમાં આ મરાશે કે હું મરીશ. એ કેવી મૂર્ખાઈની વાત છે. આપણે પહેલાં પણ બીજા દેહમાં હતા, આજે છીએ, તેમ આ મૃત્યુ પછી પણ હોવાના જ. દેહમાં રહેલો આત્મા એ તો અજર અમર છે, વાણીથી તે કથાતો નથી, એ ચમત્કારનો વિષય પણ નથી. જ્ઞાનીને એ સ્વાનુભવગમ્ય છે,
Page #283
--------------------------------------------------------------------------
________________
પ૨
ગીતા દર્શન
અજ્ઞાની અને જાણતા જ નથી. ઉપરના ભૂતસૃષ્ટિનાં ઉત્પત્તિ સ્થિતિશય ઉપરથી પાપપુણ્યનું માપ કાઢવું કે સ્વર્ગનરકનું માપ કાઢવું એ ખરી કસોટી નથી. આત્માને શસ્ત્રથી છેદી શકાય જ નહિ. એટલે મરવાપણું છે જ નહિ. એ અચલ. નિત્ય, સર્વવ્યાપી, જ્ઞાનમય અને અધિકારી છે. અને જેને મરવાપણું છે. એવા દેહને તું ગમે તેટલું લાલન પાલન કર તોય તે મરવાનો છે. એટલે એ બધી નકામી વાતો છે."
હવે તને પાપનું મૂળ કહું : પાપનું મૂળ કર્મ નથી. અલબત્ત કર્મના તામસી, રાજસી અને સાત્વિક એમ હલકા ઊંચા ભેદ પડે છે, અને સાત્ત્વિક કર્મ સારું છે, બીજાં અકુશલ છે. છતાં એ કર્મની સાત્ત્વિકતાનું મૂળ નિરહંકારીપણું છે. કર્તા જો અનાસક્ત અને નિરહંકારી હોય, તેમજ ફળ તરફ દષ્ટિ ન રાખનાર હોય તો એ કર્મ પાપિષ્ઠ નથી. અનહંકારી પુરુષ કદી કોઈને ઉગ પમાડવા ન ઇચ્છે છતાંય લોકો ઉગ પામે તો એને એ લોકઉવેગનું કશુંય પાપ લાગતું નથી. પણ આવા જ્ઞાનીને હાથે એવું લોકઉગ પામે તેવું કર્મ જાણે કરીને થતું જ નથી. કઈ માતા પોતાના શિશુને જાણી જોઈને ઈજા કરશે? કયો ભલો વૈદ્ય પૈસા ખાતર દર્દીનું દર્દ વધારશે? છતાં શિશુ કે દર્દી એમને હાથે ઈજા પામે કે હણાય તો એમાં એ તો માત્ર અજ્ઞાત નિમિત્ત છે. તેમ તું પણ આ યુદ્ધમાં એક અજ્ઞાત નિમિત્ત છે, આ જ્ઞાન સમજવા માટે વેદની શ્રુતિઓ અને કર્મ કાંડોથી તારી બુદ્ધિ ગુંચાઈ ગઈ છે એનાથી તું બહાર નીકળ અને પ્રથમ તો સ્થિતપ્રજ્ઞ થઈ જા.”
આ યુદ્ધમાં જે હણાવાના છે, તે નિશ્ચય હણાવાના જ છે. એટલે એને તું ઘોર કર્મ ન સમજ, કર્તવ્ય કર્મ સમજ. અલબત્ત યુદ્ધજન્ય હિંસાનું પાપ તો ચોંટશે જ; પણ દુર્યોધનમાં આસકિત હોય તો તે એને જ મુખ્યત્વે ચોટશે બાકી તારે ફાળે તો એવું ગૌણ પાપ આવશે કે જો તારી સમતા હશે, તો તને ચોંટશે જ નહિ.
મતલબ કે નિયત અથવા યજ્ઞાર્થ કર્મ કરતો છતો મનુષ્ય પાપી બનતો જ નથી.
"એક શેઠ રાજસી તૃષ્ણાથી ધંધામાં અપ્રમાણિકપણે વર્તતો હોય પણ પ્રમાણિક નોકર તો નિઃસ્પૃહી રીતે વર્તે છે, એટલે શેઠને પાપ ચોટે છે પણ પ્રમાણિક નોકર એ પાપને ખંખેરી શકે છે. આ રીતે સમતા નિઃસ્પૃહતા સાધવી જોઈએ.
સમતા માટે ઈન્દ્રિયસંયમ જરૂરી છે, પણ મનનાં સંયમ અને સ્થિરતા જોઈએ. મનની સ્થિરતા સારુ વૈરાગ્ય અને અભ્યાસ જરૂરી છે. અભ્યાસ એટલે કુટેવ
Page #284
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
કાઢી સુટેવને ધારણ કરવાનો પ્રયત્ન. આનું જ નામ તે સાત્ત્વિક ધૃતિ. સાધના કાળે મનમાં વિકલ્પો આવે તો મૂંઝાવું નહિ પણ એ વિકલ્પોને દૂર કરવા પ્રયત્ન કરવો. આવા પ્રયત્નનું ચોક્કસ પરિણામ તે જ જ્ઞાન. એવા જ્ઞાનમાં બધા યજ્ઞો, દાન, તપ વગેરે સમાઈ જાય છે. પણ એ જ્ઞાનને મેળવ્યાનું માપ એ કે; સુખ અને દુઃખમાં સમતા પૂરેપૂરી રહે !
ભારત ! ઈન્દ્રિય સંયમ એટલે ઈન્દ્રિયને કચરી નાખવી એમ નહિ, પણ કાચબા જેમ કોમળ અંગોને ભય સ્થળે પીઠ નીચે સંકોરી લે છે; તેમ ઈન્દ્રિયોને સાધકે જાગતી ચોકી રાખી ભય સ્થળે સંકોરી રાખવી. આવી સાધના માટે હું નિયમિતપણું, દઢ સંકલ્પબળ અને જાગૃતિને જરૂરી ગણું છું. વિવેક તો ડગલેને પગલે જોઈએ જ.'
"ભારત ! અહીં લગી તો તને મેં એ સમજાવ્યું કે સમતાથી ક્રિયા કરતાં પાપ ન લાગે, હવે તને કર્મ કર્યા વિના છૂટકો નથી એ વિષે કહ્યું : તે સંન્યાસીનો દાખલો આપ્યો પણ રાગદ્વેષથી છૂટયા વિના સંન્યાસ થતો જ નથી અને રાગદ્વેષથી છૂટવા માટે સમત્વયોગની જરૂર છે. ભગવાં પહેર્યું કે ભાગવાથી કશું વળતું નથી. એટલે માત્ર લોકકીર્તિની ખાતર તને હું યુદ્ધમાં જોડાવાનું નથી કહેતો. લોકભયને તજવાનું હું જરૂર કહું છું પણ લોકસંગ્રહને છોડવાનું નથી કહેતો. લોકભયે કરીને ચાલનાર સાધક જો આત્મદોર ચૂકે તો કીર્તિને કાયમ ન ટકાવી શકે.
૫૩
અને જેણે આત્મદો૨ ટકાવ્યો, તેણે ક્ષણવાર લોકો નિંદે તોય શું ? આખરે તો એની યશોગાથા જ જગતમાં ગવાવાની.”
કર્મ કરવું કે તવું ?
કર્મ કર્યા વિના કોને ચાલે છે ?
ક્ષણેય ન રહે કોઈ, કદી કર્મ કર્યા વિના;
કરાવે અવશે કર્મો, સૌને પ્રકૃતિના ગુણો. (૩-૫)
ચાલવું, ઊઠવું એ પણ કર્મ છે. જંગલમાં ગયેલાને પણ એના વિના ચાલતું નથી. તો પછી લોકસંગ્રહવાળાં કર્મો આવે ત્યારે અખાડા કરવા અને પેટપોષણનું કામ કર્યા કરવું એ તો મિથ્યાચાર થયો. તામસી દશા થઈ. એવું તને સ્વપ્ને પણ ન હો ! આ વિશ્વમાં દેહ બંધાયો ત્યાંથી લોકસંગ્રહ સાથે જોડાયો જ છે. જો, માબાપ પુત્રપ્રત્યે અમી વર્ષાવે છે. પુત્ર મોટો થઈ માબાપની સેવા બજાવે છે. વ્યકિત એ
Page #285
--------------------------------------------------------------------------
________________
૬૫૪
ગીતા દર્શન
સમાજનું અંગ છે. ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ આદિ તત્ત્વો સાથે પણ એનું લેણદેણ છે, એટલે વિકાસનો હેતુ લક્ષ્યમાં રાખી માણસે પરહિતનાં કાર્યો કરવાં જ જોઈએ. જ્ઞાનીજનોનો વિશ્વમાં કશો સ્વાર્થ ન હોવા છતાં ઘડિયાળના કાંટાની જેમ કાર્ય કરે છે, અને એમાં જ એને આનંદ આવે છે, મારો દાખલો તારી સામે જ છે.
"તંદ્રા રહિત થૈ જો હું, કદી વર્ત ન કર્મમાં, તો જનો પાર્થ આ રીતે, મારે માર્ગ અનુસરે. ને નષ્ટ થાય આ લોકો, જો હું કર્મ કરું નહિ.
સંકરનો બનું કર્તાને રખે આ પ્રજા હશું.” એટલે સંન્યાસથી જ મોક્ષ છે, એમ તું એકાંતે ન માની લે. સાચા સંન્યાસીઓ કર્મયોગને કદી છેક વિસારતા નથી તેઓ સમજે છે કે
જે જે આચરતા મોટા, તે તે જ અન્ય આચરે;
પ્રમાણ જે કરે મોટા, લોકો એને અનુસરે. (૩-૨૭) એટલે સંન્યાસીના જીવનમાં જો કર્મયોગ સ્થળદષ્ટિએ ન દેખાતો હોય તોય સૂક્ષ્મદષ્ટિએ તો છે જ અને કર્મયોગીમાં જ્ઞાનયોગ સ્થૂળ દષ્ટિએ ન દેખાતો હોય તોય સૂક્ષ્મ દષ્ટિએ તો છે જ, એટલે જ બંનેનું ધ્યેય એક છે, એમાં ઝઘડો કયો મૂરખ
કરે ?
"કેટલાક લોકો કર્મનો જ દોષ કાઢી, તારી જેમ છટકવા મથે છે; પરંતુ એ પ્રયત્ન વૃથા નીવડે છે. ક્ષણવાર પણ કોઈ કર્મ વિના રહી શકતું નથી. પછી જ્ઞાની હો કે અજ્ઞાની હો ! કર્મને સર્પ માની ડરીને ભાગવું તે કરતાં કોઈ કર્મ સર્પ જેવું ભયંકર હોય, તોય કળાપૂર્વક એ સર્પની દાઢમાંથી ઝેર કાઢી લેવું તે જ ઉચિતમાર્ગ છે, ચડિયાતો માર્ગ છે. મતલબ કે કર્મને ન તજવાં પણ આસકિતને તજવી. જનકવિદેહીનું જીવન, એનું પ્રબળ પ્રમાણ છે. જ્ઞાની પુરુષ હસતાં હસતાં કર્મ વેદ છે. અજ્ઞાની રોતાં રોતાં કર્મ વેદે છે. કર્મ તો કોઈને છોડતાં જ નથી.”
અર્જુન ! તું આજે એટલી અનાસકત જ્ઞાનીની, ગુણાતીતની કે પરમ ભકતની ભૂમિકા પર નથી, છતાં તું દૈવી સંપત્તિના હૃદયશુદ્ધિ આદિ જે ગુણો ગણાય છે તે તો પામ્યો જ છે, માટે જ તારી એ ભૂમિકામાં જવા માટેની યોગ્યતા તો છે જ, અત્યારે આવેલા મોહની કાળાશને તારે દઢ નિશ્ચયથી દૂર કરવી જોઈએ.
Page #286
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૫૫
કામનાથી તે ઊભી થઈ છે. માટે ઈન્દ્રિયો, મન, અને બુદ્ધિથી પર રહેલા એ ખાઉધર કામ કે જેની બીજી બાજુ ક્રોધ પડ્યો છે તેને જ્ઞાન તલવારથી હણવો જોઈએ.”
"જ્ઞાન શબ્દ કહું એટલે તારે બીજી બાજુમાં કર્મને પણ સમજવું જ, રખે એ વાતને ભૂલતો ! એટલા માટે જ હું યોગ શબ્દ વાપરું છું. ત્યાં એક પાસું સમતા ભરી બુદ્ધિનું અને બીજું પાસું કર્મમાં કુશળતાનું સમજવું. જ્ઞાન એ કર્મ માપવાની કસોટી છે, અને કર્મકળા જ્ઞાન ઘડતરની પ્રતીતિ છે.
બુદ્ધિ ને ધૃતિ એ જ્ઞાનનાં જ અંગ છે, પરંતુ બુદ્ધિ અને ધૃતિનો સંબંધ પ્રકૃતિ સાથે વિશેષ છે, મૂળઆત્મા સાથે ગૌણ છે. અને જ્ઞાનનો સંબંધ મૂળઆત્મા સાથે વિશેષ છે અને પ્રકૃતિ સાથે ગૌણ છે. ધૃતિ એટલે તો સંસ્કારોનું ઘડતર કહેવાય. સાત્ત્વિક વૃતિવાળી બુદ્ધિની સાધનામાં બહુ જ જરૂર છે; તે હું એ દષ્ટિએ કહું છું. જ્ઞાન તો આત્મસ્વભાવ જ છે. સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મિવિદ્યા જ મુખ્ય છે.
યુદ્ધત્યાગ એ તારે માટે અત્યારે પરધર્મ છે. એ જ યુદ્ધત્યાગ દુર્યોધનપક્ષે અત્યારે સ્વધર્મ છે, પાયાની માફક ખાઈ પીને પડયા રહેવું કે માથાં ભરાવીને પરાણે લડયા કરવું એ કંઈ ક્ષત્રિયોનો ધર્મ નથી. એમ કરનાર તો માનવશાન્તિનો ઘાતક છે; જગતનો શત્રુ છે.
વર્ણવ્યવસ્થા સગુણલક્ષી દષ્ટિ અને લોકસંગ્રહરૂપ કર્મદષ્ટિ રાખીને યોજાયેલી છે, માનવ સમાજ પશુ કરતાં ઉચ્ચ કોટીનો છે; એટલે આત્મલક્ષી બ્રહ્મચર્ય અને સહેલું છે. આસ્તિકમાવ વિના એ દષ્ટિ આવતી નથી નાસ્તિક લોકો આત્માનો અને પ્રભુનો છડેચોક ઈન્કાર કરી સ્વચ્છેદે વર્તે છે. એવા મૂઢ, જડ, તામસી લોકો અસુર અથવા રાક્ષસ ગણાય છે. માનવ સમાજની અશાંતિ એવા લોકોથી વધે છે, માટે જ તારા જેવા ડાહ્યા મનુષ્યોએ સમાજ વ્યવસ્થાને ન તોડતાં. એની ત્રુટિને સાંધવી જોઈએ,
બોલ; ભલા આવું માનવતિનું કામ કરનારને કદી પાપ લાગે કે?”
"સંસ્કૃતિના ચણતરમાં યાત્મવિશ્વાસ અને અંતરંગસંયમ જોઈએ. એટલા માટે આવું કાર્ય કરનારને હું બ્રાહ્મણ કહું છું. પવિત્ર વશિષ્ઠ ઋષિ એનું આદર્શ ઉદાહરણ છે. જેમાં સંસ્કૃતિના ઘડવૈયા એવા શ્રમણ, સંત, મહાત્મા અને બ્રાહ્મણોનું રક્ષણ કરે છે તથા પ્રજાવર્ગનું અપક્ષપાતથી પાલન કરે છે તેમને હું ક્ષત્રિયો કહું છું ન્યાયમૂર્તિ રામચંદ્ર એનું ઊજળું ઉદાહરણ છે."
Page #287
--------------------------------------------------------------------------
________________
૬૫૬
ગીતા દર્શન
પ્રજાને ખેતી અને ગોપાલન વગર ચાલતું જ નથી. ખેતીજન્ય સાત્ત્વિક ખોરાકથી સુંદર વિચારોને ટેકો મળે છે. આદર્શ વાણિજ્યને લીધે દેશની આયાત નિકાસનું માપ રહેવાથી દેશ સુંદર આબાદી ભોગવી શકે છે, આવાં કાર્યો કરનારને હું વૈશ્ય કહું છું. તુલાધાર જેવા વૈશ્યો એનું સચોટ ઉદાહરણ છે. ચોખ્ખાઈ વિના પ્રજાનાં આરોગ્ય ન જળવાઈ શકે. ખેતીનાં ઓજારો વિના અને ખેતીનાં પાણી વગેરે સાધનોની સુધરાઈ વિના ખેતી અશકય થાય વળી બીજાં પણ પ્રજાની સેવાનાં અનેક કાર્યો હોય છે. આ કાર્યો કરનારને શૂદ્ર વર્ગમાં દાખલ કરે છું. ઘરમાં પણ પાકશાસ્ત્ર અને બાળઉછેરનાં મહામૂલાં કાર્યો હોય છે. તે સ્ત્રીઓ બજાવે છે. આથી સ્ત્રીઓમાં ઉમદા ગુણો છે અને ત્યાં આત્મ પ્રકાશ ઝળકે છે, એમ હું માનું છું. આ ચારે વર્ષો અને સ્ત્રીઓને મુકિતનો અધિકાર છે. કાર્યો જુદાં જુદાં કરવાને લીધે જ માત્ર હું વ્યવસ્થાભેદ બનાવું છું. બાકી દરજ્જામાં કોઈ ઊંચનીચ છે જ નહિ. સો સૌને સ્થાને ઉત્તમ જ છે. પગનું કાર્ય હોય ત્યાં માથા કરતાં પગ પણ ઉત્તમ કહેવાય અને માથાનું કામ હોય ત્યાં પગ કરતાં માથું ઊંચું જ હોય; પણ તેથી કોઈ મદ ન કરે, ખરી રીતે ચારે વર્ણનું કામ જે એક વ્યકિત કરે છે તેને હું સૌથી ઉત્તમ ગણું છું, પણ સહુમાં તેવી અજબ કળા હોતી નથી, માટે જ મેં કાર્યો વિભક્ત કહ્યો છે.”
| "બોલ, હવે ક્ષત્રિયને નરકમાં સબડવાનું કયાં રહ્યું ! અરે મહાપાપી હોય છતાંય જો ખરો શ્રદ્ધાળુ બને અને ગુણદષ્ટિ રાખતાં શીખે તો એ પણ નરકમાં તો જાય જ નહિ એ જ આ યોગની ખૂબી છે. એક જરાપણ એણે યોગ આદર્યો હોય તો મહાભય ટળી જાય અને સ્વર્ગ તો નિશ્ચયે મળે. જો પ્રલોભન કે સંકટથી ન ગભરાયો હોય અને મૃત્યુ પામે તો પુનર્જન્મ પામે ત્યાં એવા સંસ્કારી કુળમાં જન્મે કે જ્યાં શ્રૌત સ્માર્ત કર્મ ન કરવા છતાં દિવ્યતા પામે અને સુંદર સ્વભાવ ઘડતરને લીધે ફરી અધૂરા યોગને આદરવા પ્રેરાય. છેવટે એવા પરંધામમાં પહોંચી જાય કે જ્યાં ગયા પછી પાછું ફરવું જ ન પડે. અહંકાર, કામ, ક્રોધ, મોહાદિ સુત્રોઓને જિતી બ્રહ્મચર્યને માર્ગે પ્રયાણ કરનારા; અહિંસાને મન, વચન, કાયાથી અપનાવનારા અને સત્યના પરંભકતો-વીતરાગી યતિઓ અને કલ્યાણ કૃત ઋષિમુનિઓ એ સ્થાનને પામી કૃતકૃત્ય થાય છે. પણ એથી ઊલટું દાન, તપ કે યજ્ઞ આદિ ક્રિયા કરવા છતાં અથવા સંન્યાસનો વેશ લેવા છતાં જે અશ્રદ્ધાળ અને અદયાળુ હોય છે; તે નરકથી છૂટતા નથી. એના કરતાં તો યક્ષ કે દેવની ભૌતિક લાલસાએ પણ
Page #288
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
શ્રદ્ધાપૂર્વક પૂજા કરનાર સારા. અરે ! ભૂતપ્રેતના પૂજક પણ એના કરતાં તો સારા ! કારણ કે તે બીચારા શ્રદ્ધા-એકાગ્રતા તો કેવળે છે ને ? અને જ્યારે એમને સમજ પડશે ત્યારે તેઓ આત્મલક્ષને માર્ગે પણ વળશે. અલબત્ત શ્રદ્ધા અને યત્ન બન્ને હોય તો ઘણું સારું પણ યત્ન ન હોય અને શ્રદ્ધા એકલી હોય તોય જ્ઞાન આવી શકે. બાકી શ્રદ્ધા વિનાનો પુરુષાર્થ તો અનર્થ જ ઉપજાવે.”
૫૭
"પરંતપ ! અશ્રદ્ધાળુનો આ લોક અને પરલોક બન્નેમાં વિનાશ જ છે.”
આ લોકો અશ્રદ્ધાળુ કેમ થયા હશે ? તે તારે શંકા ક૨વાની જરૂર નથી, જેઓ જડવાદી બને છે, તેની શ્રદ્ધાનો છેદ ઊડી જાય છે. શ્રદ્ધાનો છેદ ઊડયો એટલે તો આત્મા જ ઊડયો. કારણ કે શ્રદ્ધામય પુરુષ છે. આત્મનાશ જેવી ખોટ બીજી કઈ હોઈ શકે ? અહીં આત્માનો નાશ એટલે સદ્ગુણનો નાશ અને જ્ઞાન ઉપરનું જટિલ આવરણ સમજવું. બાકી આત્મા મરતો જ નથી પણ આવી દુર્દશા હોય ત્યાં લગી મોક્ષ તો સંભવે જ શાનો ? આવી દશા કરતાં દેહત્યાગ શો ખોટો ? એટલે જ જિજ્ઞાસુઓ-મુમુક્ષુઓ સંસારી સંબંધીઓની અને દેહની મમતા છોડી દે છે. સિદ્ધિઓ અને સમૃદ્ધિઓ એને લલચાવી શકતી નથી; આથી જ આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના યોગીભક્તોમાં હું જ્ઞાનીને જ શ્રેષ્ઠ ગણું છું કારણ કે તે મહાત્મા વિશ્વપ્રેમી પરમાત્મારૂપ જ છે.’
"કૌંતેય ! આ યુદ્ધજન્ય હિંસામાં પાપ કોને લાગે અને ન લાગે તે તો તું સમજ્યો ને ? આટલું બધું વિવેચન મેં એટલા સારુ કર્યું કે, તું આ પરથી તારા જીવનની હરએક ક્રિયાને - - કઈ ક્રિયા કરવા જોગ છે કઈ ક્રિયા કરવા જોગ નથી અને કઈ ક્રિયા માત્ર જાણવા જોગ જ છે તે બરાબર-કળી શકે, ઠીક હવે તારો એક મહત્ત્વનો મુદ્દો રહી ગયો છે, તે પરત્વે કહું.’
-
રાજન્ ! તમને જરા આટલું લાંબું વિવેચન સાંભળીને થાક લાગ્યો હશે, પણ હવે એ થાક ઊતરી જાય તેવું રસિક કથન શ્રીકૃષ્ણ ગુરુ કહે છે. સાંભળો આ કથન આપણને અને સહુને ખૂબ ઉપયોગી છે. જીવન અને જગત વચ્ચે ચાલતા દરેક કોયડાનો એમાં ઉકેલ મળી રહે છે. એમ કહી સંજયે શ્રીકૃષ્ણ કથન પોતાને મુખે કહેવાનું શરૂ કર્યુ :
સ્વભાવ ઘડતરની પાદપીઠિકા
'અહો ધનંજય ! સ્વભાવ ઘડતરનો મુદ્દો લેતાં પહેલાં એની પાદપીઠિકા કહ્યું : સાંખ્યશાસ્ત્રપ્રણેતા કપિલનું તત્ત્વચિંતન ઉત્તમ છે. વેદાંતનું જ્ઞાનમાધુર્ય
Page #289
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
ઉત્તમ છે. વૈશેષિક નૈયાયિકોના તર્કો ઉત્તમ છે. યોગના પ્રણેતા પતંજલિનો સાધનામાર્ગ ઉત્તમ છે. શ્રમણસંસ્કૃતિનાં અહિંસા અને વૈરાગ્ય ઉત્તમ છે. મીમાંસકોનાં કર્મકાંડ પણ આસકિત વગર થાય તો ઉત્તમ છે. અને આસિત હોય તો ત્રિવેદી સોમપાનારા લોકો સ્વર્ગગતિ અને સંસાર વચ્ચે જ જા આવ કરે છે. સોનાની કડલી આપી ગોળની કાંકરી ખરીદે છે. છતાં સમજુ લોકો માટે એવાં કર્મકાંડો હૃદયશુદ્ધિ પૂરતાં જરૂરી છે; એમ હું માનું છું. જેઓ અનાસકિતનો ધ્રુવ તો પકડતા નથી અને દ્રવ્ય યજ્ઞ, તપ અને દાનાદિ ક્રિયા છોડી દે છે; તે તો બેય ચૂકે છે. કંઈ એવી ક્રિયા છોડી દેવા માત્રથી સંન્યાસી કે યોગી થવાતું નથી. તારે માટે તો હવે એની ક્રિયાની જરૂર નથી; કારણ કે તેં હૃદયશુદ્ધિની દૈવી ભૂમિકા સાધી લીધી છે, એટલા માટે જ મેં તને એની મના કરી છે. દિવ્યસત્ત્વોની પૂજાની પણ એટલા જ સારુ મના કરી છે કે દૈવી સત્ત્વો તો આત્માની જ લૌકિક વિભૂતિ છે. પડછાયાને પકડવા કરતાં, મૂળને જ કાં ન પકડવું? કારણ કે ભૂતપ્રેતને પૂજનાર ભૂતપ્રેતાદિના વહેમી-વિશ્વમાં ગૂંચવાઈ જાય છે. દોરાધાગા, મંત્રજંત્ર એ બધા આઘ્યાત્મિક રોગ છે, ભલે એમાં શકિત શ્રદ્ધા દેખાય; પરંતુ આધ્યાત્મિક શકિત અને શ્રદ્ધા આગળ એ બધું તુચ્છ છે. હવે ફરીને મૂળવાત પર આવું ઃ ઉપલી વાત તને એટલા સારુ કહી કે જગતના બધા મતો મને માન્ય છે ; કારણ કે એમાં સત્ય ભર્યુ છે. માત્ર હંસની ચાંચ જેમ ક્ષીરગ્રાહી હોય છે, તેમ સાધકની દૃષ્ટિ ગુણગ્રાહી-સત્યગ્રાહી હોવી જોઈએ.’
૫૮
સ્વભાવ ઘડતર
"સ્વભાવ ઘડતરમાં અંગતજીવન, પૂર્વનું અને હમણાનું સમાજજીવન અને યોનિજીવન (એટલે માતાપિતાનો સંસ્કાર), દેશ, કાળ આદિ ઘણી વસ્તુઓ કાર્ય કરે છે.’
'ભરતસત્તમ ! આત્મજીવન અને વિશ્વજીવન વચ્ચે અવિભાજ્ય સંબંધ છે. પણ આત્મજીવન જાણ્યા પછી આપોઆપ વિશ્વજીવનનું જ્ઞાન થાય છે. એટલે કે સાધકે આત્મજીવન પહેલાં જાણવું જોઈએ. આત્મજીવનનું જાણવું તેનું નામ જ્ઞાન અને વિશ્વજીવનનું જાણવું તેનું નામ વિજ્ઞાન. પ્રથમ હું આત્મા સંબંધે કહું :
આત્મા મૂળે એક છે. પરંપ્રકાશક છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ એને પ્રકાશ દઈ શકતા નથી, ઊલટું એમાં જે તેજ છે, તે એ આત્માનું જ છે, જે પ્રાણીમાત્ર દેખાય છે પછી એ સ્થાવર હો કે જંગમ હો, સહુમાં એનું જ તેજ વિલસે છે. જીવલોકમાં જે
Page #290
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૫૯
ભૂતસૃષ્ટિ અને દેહધારીઓ દેખાય છે, તેમાં એ આત્માનો જ અવિભક્ત અંશ છે. કીડીમાં રહેલો જીવ લે, અથવા કુંજરમાં રહેલો જીવ લે, અગર નરક, સ્વર્ગ, પશુ અગર મનુષ્ય યોનિમાં રહેલો જીવ લે! એ બધા એક જ મૂળની અનંત શાખાઓ રૂપ છે અને એ મૂળનો સંબંધ પેલા પર આત્મા જોડે છે. આવો જે પર આત્મા છે તેને વેદોમાં તથા વિશ્વભાષાની પરિભાષામાં પરમાત્મા કહેવાય છે. એને કોઈ પ્રભુ કહે છે તો કોઈ વિભુ પણ કહે છે, એના હાથમાં જગતનાં કર્તુત્વ, કર્મ અથવા કર્મફલસંયોગના સર્જનની લગામ નથી. તે પુરુષ કોઈનાં સુકૃત, દુકૃત લેતા જ નથી. અજ્ઞાનથી જ્ઞાન પર આવરણ ચડવાથી દેહધારીઓ મોડાઈ જાય છે.
પ્રભુકર્તાપણું કર્મો, ન સર્જે લોકનાં વળી; તે ન કર્મફળો યોજે, સ્વભાવે સૌ પ્રવર્તતું. (પ-૧૪). નથી લેતો વિભુ પાપ, તેમજ પુય કોઈનું;
અજ્ઞાને જ્ઞાનને રોકયું, તેથી મોહાય જતુઓ. (પ-૧૫) આ પરથી તું સમજી શકીશ કે સંસારનું મૂળ અજ્ઞાન છે અને અજ્ઞાનજન્યમોહથી પ્રવૃત્તિ કયાં ને નિવૃત્તિ ક્યાં એની ખબર જ પડતી નથી. આવી ભૂમિકાને રાજસીબુદ્ધિવાળી ભૂમિકા કહેવાય છે અથવા તો અધર્મમાં જ ધર્મ માનીને પ્રવર્તાય છે તે તામસિક બુદ્ધિવાળી ભૂમિકા કહેવાય છે. સાત્ત્વિકબુદ્ધિનું શરણ લેવાથી કાર્ય શું અકાર્ય શું? ભયકારક સ્થળ કયું અને અભય સ્થળ કયું? એનો યથાર્થ બોધ થાય છે અને આત્મજ્ઞાનની ઝાંખી થઈ અજ્ઞાન નષ્ટ થાય છે. સંયમ માત્ર ટળી જાય છે, અને ઉપલું પરમપદ પમાય છે. એને પરમાત્મપદ કહે, પરંપદ કહે મોક્ષધામ કહે અથવા મારું પરંધામ કહે તે બધુંય સરખું છે.”
અર્જુન એ પરંતત્ત્વ આગળ આત્મમાયાને લીધે પ્રકૃતિનું નાટક શરૂ થાય છે. તે જ સંસાર, આ સંસારને અશ્વત્થ નામના વૃક્ષની ઉપમા જ્ઞાનીઓએ આપી છે. પણ એ વૃક્ષ એવું વિચિત્ર છે કે જેને ઊંચે શાખા અને નીચે મૂળ છે. ગુણથી એ શાખા વધે છે અને વિષયથી ફૂલેફાલે છે. તે શાખા ઊંચે સ્વર્ગલોકમાં અને વચ્ચે મનુષ્યલોકમાં કર્મના અનુબંધથી ખૂબ ફેલાયેલી છે અને એથી નીચે પણ વિસ્તરેલી છે. મનુષ્યલોકમાં જ એવાં સાધનો મળે છે, કે ત્યાંથી પુરુષાર્થ દ્વારા મોક્ષધામ જેવું પરંપદ મળે છે, બાકી તો શુભકર્મોનો ભોગ તે સ્વર્ગ. અત્યંત અશુભ કર્મોનો સૂમ ભોગ તે નરક. એ બને તો સોનાલોઢાની બેડી જેવાં જ છે, તે દિશામાં નવપુરુષાર્થને કશો અવકાશ નથી, એટલે ત્યાંથી મોક્ષ પ્રાપ્તિ અશકય છે, વળી
Page #291
--------------------------------------------------------------------------
________________
૬૦
ગીતા દર્શન
પશુયોનિમાં તો માનસિકવિકાસ સંકુચિત પ્રમાણમાં હોય છે. એટલે જ માનવદેહે મોક્ષ છે. છતાં માનુષીદેહમાં રહેલા પરંભાવને અજ્ઞાની લોકો સમજતા નથી અને આવું સમજતાં છતાં આડે માગે સરાસર ચાલે છે, તો મોક્ષ ગતિ માટે અપાત્ર છે જ, એ વિષે હું અગાઉ પણ કહી ગયો છું. એવાના સંગથી તો તારે ચેતવું જોઈએ.”
'વહાલા કુરુશ્રેષ્ઠ ! સંસારવૃક્ષનું મૂળિયું કયાં છે કે અંત કયાં છે ? તેનો શાસ્ત્રચર્ચાથી અંત આવતો નથી. ઋષિમુનિઓએ વેદો, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રપદોમાં તર્કોદ્વારા એની ખૂબ ચર્ચા કરી છે. પરંતુ એ વેદજ્ઞાન તો સંસારવૃક્ષનાં પાંદડાં જેવું છે. આમ કહી હું શાસ્ત્રોને ઉડાડતો નથી, પરંતુ શાસ્ત્ર એ વિતંડાવાદ માટે નથી પણ કાર્યાકાર્યનો નિર્ણય ન થતો હોય ત્યાં આધારભૂત પ્રમાણ મેળવવા અર્થે છે, તને અને સહુને હું એ જ કહું છું કે; સદ્દગુરુની ગેરહાજરીમાં શાસ્ત્ર અને પ્રેરણા દેશે પણ શાસ્ત્રને લેતાં પહેલાં અનન્યશ્રદ્ધા હોવી જોઈએ. ખરી રીતે શ્રદ્ધાવાન પુરુષ હાથમાં શાસ્ત્ર લે કે ન લે તોય એ શાસ્ત્રવિધિ અનુસાર જ વર્તે છે. શાસ્ત્રની આજ્ઞાથી બહાર પગ મૂકતો જ નથી. 'ૐ તત્ સત” એમ ત્રણે બ્રહ્મનો નિર્દેશ કરનારા શબ્દો પણ શાસ્ત્ર જ છે, પણ પોપટની માફક રટયે એનો મર્મ ન લાધે, એને માટે તો આવા પુરુષો જ લાયક ગણાય છે કે,
ન સંગતા કે સુખદુઃખહંતો, ન જેમને કામ ન માન મોહ; અધ્યાત્મનિષ્ઠા વળી જેમને તે,
પામે અમૂઢો પદ અવ્યયી એ. (૧૫-૫) અને આવા પુરુષોનો વજસંકલ્પ કેવો હોય છે, તે તું જાણે છે કે?
પામું હું તે આદ્ય પુરુષને જ
જ્યાંથી પ્રવૃત્તિ પ્રસરી પુરાણી' (૧૪-૪) બોલ આવાં શ્રદ્ધાસંકલ્પ અને સત્ પુરુષાર્થથી પરંઅક્ષય પદ પ્રાપ્ત થાય તેમાં શી નવાઈ છે?'
'ભારત; ઉતાવળો ન થા, પરંઆત્મા અને મોક્ષ માટેની આટલી ખાતરી કરવાની જરૂર હતી; માટે મેં તને ઉપલી વાત કહી. હવે તારા પ્રશ્નના છેલ્લા મુદ્દાને જ હાથમાં લઉં છું. પરમાત્માના અંશરૂપી જીવ આ શરીરમાં શા સારુ કેદી
Page #292
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૬૧ થઈને બેઠો અને મોક્ષ પામ્યા પછી જીવની શી ગતિ થશે? આ બન્ને પ્રશ્નો બીનજરૂરી છે. જરૂરી પ્રશ્ન તો એ જ છે કે સંસારમાં કયાં તત્ત્વો કામ કરે છે ? અને જીવ એના સંબંધથી થતાં સુખ દુઃખાદિ વંદોથી કેમ છૂટે? અંગત જીવનના વિકાસ માટે આ મુદ્દો મહત્ત્વનો હોઈને જ તને મેં (૧) સમત્વ અને (૨) કર્મ કૌશલરૂપીયોગની બન્ને બાજુઓ સમજાવીને આ યુદ્ધમાં જોડવા પ્રેર્યો હતો અને હજુ પ્રેરું છું.'
સંસારમાં કામ કરતાં તત્ત્વો ઉપર કહેલા પરમાત્માના અધ્યક્ષપણા નીચે પ્રકૃતિનું નાટક શરૂ થાય છે. તે પ્રકૃતિના હું બે વિભાગ પાડું છું:
(૧) પરપ્રકૃતિ (૨) અપરા પ્રકૃતિ.”
"પ્રિય પરંતપ ! પરા પ્રકૃતિ; દેહધારી જીવરૂપ કહેવાય અને અપરા પ્રકૃતિ તે મૂળ આત્માથી છેક ભિન્ન ગણાય, છતાં આત્માનો પ્રકાશ તો એને પણ હોય જ, આને હું ભૂતભાવ કહું છું. આ ભૂતભાવ વિનાશશીલ છે, પરાધીન છે; એ દષ્ટિએ જીવ પણ એનાથી નિરાળો ગણાય. છતાં ભૂતભાવ અને જીવ એ બન્ને એવાં સંબંધી બની ગયાં છે કે ભૂતોમાં જીવ છે અને જીવમાં ભૂતો છે; એમ પણ એક દષ્ટિએ કહેવાય. કારણ કે જન્મવું, મરવું એ જીવનો મૂળ સ્વભાવ નથી. આધ્યાત્મ એ જ એને સારુ સ્વભાવસિદ્ધ છે છતાં પ્રકૃતિજન્યગુણ અને સવિકાર ક્ષેત્રરૂપ શરીરની આસકિતને લીધે જીવ એને આધીન બની ગયો હોવાથી સારી માઠી યોનીમાં ઉપજે છે. અને મૃત્યુકાળે વાયુ” જેમ કેતકીની ગંધ લઈને દૂર ચાલ્યો જાય છે, તેમ વળી કર્માનુસાર મળની બીજી ગતિમાં ફરી જન્મે છે. આમ
જ્યાં લગી આસકિતનો અંત નથી, ત્યાં લગી એના સંસારનો અંત નથી અને એ સંસારરૂપી ફજેતફાળકામાં હૃદયમાં રહેલા ઈશ્વરના બળે ફર્યા કરે છે. આમ સર્જન, રક્ષણ અને સંહાર એમ ત્રિવિધ કાર્યક્રમ સ્વભાવથી ચાલ્યા કરે છે, મહાપ્રલયમાં પણ આ ઘટમાળ તો છે જ. સ્થૂળદેહધારી પ્રાણી જ્યારે ન દેખાય, ત્યારે સૂક્ષ્મદેહધારી પ્રાણી તો હોય જ. બ્રહ્માનાં દિવસ અને રાત્રિ હજાર હજાર યુગ જેટલાં લાંબાં કહ્યાં છે, તે આ દષ્ટિએ જ.”
ભારત ! આ રીતે કાળની પણ આપણા જીવન પર અસર છે. સૂર્ય-ચંદ્રના પરિભ્રમણથી કળાતો કાળ, ઉપલા કાળમાં સમાઈ જાય છે. અંતર્ગત ભાવોથી એ કાળનું જ્ઞાન થાય છે. આવા કાળના જ્ઞાતાઓ કાળને પારખી કાર્ય કરે છે. તેવા
Page #293
--------------------------------------------------------------------------
________________
કર
ગીતા દર્શન
યોગીઓનાં મૃત્યુ લગભગ એવા કાળમાં થાય છે કે જેથી એ અપુનરાવૃત્તિરૂપ મોક્ષ ગતિ પામે છે.
કેટલાક યોગીઓ ઉપલું રહસ્ય ન જાણતા થકા કોઈ લોભ લાલચથી આત્મભ્રષ્ટ થઈ જાય છે; તો તે પુનરાવૃત્તિ પામે છે. આમ ઊજળી અને કાળી આવી બે ગતિઓ છે, તે પણ તારે ખ્યાલમાં રાખવી. સ્વર્ગદાયક શ્રુતિ, યંત્ર, મંત્ર, તાંત્રિક વિદ્યા, જ્યોતિષ વિદ્યા એ બધું આધ્યાત્મજ્ઞાનીને ચરણે ઢળે છે. છતાં એમની એને જરૂર નથી. તે આ ભાવમાં મેં કહ્યું છે. ભલા ! ચોમેર મીઠાં અમૃતજળ ભર્યા હોય ત્યાં-ખાબોચિયામાં પેસવાની કોણ પેરવી કરે ?
આધ્યાત્મ એ જ સ્વભાવ, કર્મબંધનને લીધે જ સંસાર, બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, આને અક્ષર અથવા ક્ષેત્રી કે ક્ષેત્રજ્ઞ પણ કહેવાય. કોઈ એને શેય, જ્ઞાતા કે પરિજ્ઞાતા પણ કહે છે. પરંજ્ઞાન એ પણ એવા શુદ્ધ આત્માનું સ્વરૂપ છે. મારા અને તારા સૌના હૃદયમાં રહેલો ઈશ્વર પણ એ જ છે. એ જ ભૂતોને ફજેતફાળકામાં આસકિતને લીધે ભમાવ્યા કરે છે. એ કૂટસ્થ છે, સ્થિર છે, અચલ છે, અનાદિ છે, અનંત છે. સનાતન છે, શાશ્વત છે, અવ્યકત છે, અગોચર છે, જ્ઞાનશેય અને જ્ઞાનગમ્ય છે. જીવ એ એનું માયા-સંગી સ્વરૂપ છે.
"એવા માયાસંગી જીવનું અધિષ્ઠાન તે આ શરીર. એને સવિકાર ક્ષેત્ર પણ કહેવાય. એ એમાં રહ્યો રહ્યો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મનના આધારે વિષય ભોગ સેવે છે. આ સવિકારશરીરમાં કર્તાનું અભિમાન જીવ રાખે છે, એટલે પદાર્થ કે વ્યકિતમાં કામાતુર અને ક્રોધાતુર બની રાગદ્વેષવશાત્ સુખદુઃખથી હર્ષ શોક પામ્યાં કરે છે.”
સવિકાર ક્ષેત્રમાં પાંચ મહાભૂતો, અવ્યક્ત(અહીં હું અવ્યક્ત શબ્દ કહું છું, તે મૌલિક પ્રકૃતિના અર્થમાં કહું છું; ક્ષેત્રજ્ઞના અર્થમાં નહિ.)અહંકાર, બુદ્ધિરૂપી અપરા પ્રકૃતિનાં તત્ત્વો કામ કરી રહ્યાં છે. એમાંથી જ વિસ્તારે બીજી પાંચ કર્મેન્દ્રિયો તથા મન અને પાંચ વિષયો મળીને કુલ્લે ચોવીસ તત્ત્વો તથા પરાપ્રકૃતિનાં ઈચ્છા, વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૃતિ મળી કુલ્લે એકત્રીસ તત્ત્વો થાય છે. એમાં જે ક્ષેત્રજ્ઞ વસે છે, તે વિષે તો હું અગાઉ કહી જ ગયો છું. એમાં એ ક્ષેત્રી વસતો હોઈને તે સાક્ષી છે, અનુમતિ દાતા છે, પ્રભવકર્તા છે, શાસનકર્તા છે. આમ મોઢામાં, પગમાં, હાથમાં, માથામાં એનો પ્રકાશ વ્યાપ્ત છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૬૩ સર્વે ઈન્દ્રિયોને વિષયમાં રસ આવે છે, તેનું કારણ પણ તે છે, એ રીતે અસત્ પણ તે અને સત્ પણ તે. ગુણભોક્તા પણ તે અને નિર્ગુણ પણ . બહાર પણ તે અંદર પણ તે, ભૂતોમાં સર્વત્ર એ જ હોઈને અવિભકત પણ તે, અને ભૂતો કર્મસંગે જુદા જુદા ભાવો વેદ છે માટે વિભકત લાગે છે તે પણ તે.”
"અવ્યક્તાકાર હુંથી, આ, વિસ્તરેલું જગત બધું ૯.૪)” એમ હું કહું છું તે આ અપેક્ષાએ. આટલું ક્ષેત્ર અને ક્ષેત્રી વચ્ચેનું અંતર યથાર્થ અનુભવે તે જ ખરો જ્ઞાની. તે ક્યાંય નહિ મૂંઝાય !
"નિયત કર્મ જાણીને અનાસકત ભાવે આચર્યે જશે. નિયત કર્મનો ઠેઠ બ્રહ્મ સાથે સંબંધ છે.”
કૌતેય ! આવા જ્ઞાનીએ જો પોતામાં રહેલા આત્માને ગુરુ કર્યો હોય તો તે અક્ષર અને અવ્યકતનો ઉપાસક ભકત અથવા ધ્યાની કહેવાય છે, તે સાધના આવી હોય છે :
ભવાં વચ્ચે ધરી દષ્ટિ, બાહ્ય સ્પર્શી તજી કરી; નાસિકામાં વહેનારા, પ્રાણાપાન સમા કરી. (૫, ૨૭). ઈન્દ્રિય, મન, બુદ્ધિનો, સંયમી મોક્ષતત્પર; જેનાં ઈચ્છા, ભય, ક્રોધ, ગયાં તે મુકત છે સદા. (૫.૨૮)
અથવા વિજેતા ચિત્ત આત્માનો, આશાત્યાગી અસંગ્રહી; એકાકી યોગી એકાંતે, આત્મા યોજે નિરંતર (ક.૧૦) ન બહુ ઊંચું કે નીચું, કરીને સ્થિર આસન. (૬.૧૧)
-ઉત્તરાર્ધ ચિત્તેઢિયક્રિયા રોકી, એકાગ્ર મનને કરી; આત્મશુદ્ધિ તણા કાજે, ત્યાં બેસી યોગ આદરે. (૬.૧૨) રાખી માથું ગળું કાયા, સમાન અચલ સ્થિર; નાસિકાગ્રે ધરી દષ્ટિ, નહિ જોતાં દિશા ભણી. (૬.૧૩) નિર્ભય ને પ્રશાંતાત્મા, બ્રહ્મચર્ય વ્રતે ઠર્યો. (ક.૧૪)
- પૂર્વાર્ધ.
Page #295
--------------------------------------------------------------------------
________________
૬૬૪
ગીતા દર્શન યોજતાં નિત્ય આત્માને, એમ યોગી મનોજથી; નિર્વાણની પર શાન્તિ, પામે છે હું વિષે રહી. (૬.૧૫)
અથવા વશ રાખી બધાં ધારો, હૃદયે મન રોકીને; સ્વપ્રાણ તાળવે રાખી સ્થાપી, યોગ ધરી રહ્યો થકો. (૮,૧૨) ૐ એ એકાક્ષરી બ્રહ્મ, ઉચ્ચારી જપતો મને;
જાય છે તે તજી દેહ, તે પામે છે પર ગતિ.(૮.૧૩). અને એણે સદ્ગુરુ શરણ લીધું હોય તો તે વ્યકિતનો ઉપાસક કહેવાય છે. સદ્દગુરુ શરણ સ્વીકારવું, એ મારા મતે સારું છે, કારણ કે નહિ તો સ્વચ્છેદ અભિમાનાદિ દોષોનો સંભવ છે. જો કે સદ્દગુરુ શરણ સ્વીકાર્યાથી જ પતી જતું નથી. મન, બુદ્ધિ, ચિત્ત, આત્મા, નિષ્ઠા એ બધું શરીરધારી સદગુરુના હૃદયમાં રહેલા પરમાત્મામાં જોડી દેવું જોઈએ. આવા યોગીને નિત્યયુકતયોગી કહેવાય; અને તે એવો પવિત્ર હોય કે એમનું યોગક્ષેમ સહજ પ્રયત્ન ચાલ્યા કરે. આસકિતવાળા નાસ્તિક અસુર લોકોને પ્રલયકાળ જેટલી અપરિમિત ચિંતાએ જે પ્રાપ્ત ન થાય, તે એને સહેજે પ્રાપ્ત થાય. એવા જ્ઞાનીને અંતરમાં જ આનંદ, શાન્તિ અને આરામ મળે. એના સુખની આગળ કોઈ પણ સુખની ઉપમા જ ન આપી શકાય, એવું એ અતિ-ઈન્દ્રિય સુખ હોય, જે મળ્યા પછી શરીરનો પણ મોહ છૂટી જાય. દેહાધ્યાસ છૂટી ગયા પછી એવા જ્ઞાની પુરુષો કર્મ ન કરે, એમ નહિ; ઊલટા નિર્લેપ રહીને બમણા ઉત્સાહ અને પ્રસાદથી કર્મ કરે. રાજાજી ! એમ ધૃતરાષ્ટ્રને ઢંઢોળી સંજયે કહ્યું : "આટલું સાંભળતાં વચ્ચે જ અર્જુન, પૂછયું:
ગુરુદેવ ! આપ બોલો છો, ત્યારે મને એમ જ લાગે છે કે જાણે આ અમૃતને સાંભળ્યા જ કરું, અને ખરે જ આપ જાણે ઈશ્વરી યોગથી જોડાયેલા જ લાગો છો, આટલી અગાધશકિત આપમાં છે. અને આપે કહ્યું કે જગતમાં સર્વત્ર આત્મતેજ વિલસી રહ્યું છે. તો આપ એ તેજ મને ન દાખવો? જો હું સુપાત્ર લાગતો હોઉ તો મને એ જરૂર દાખવો હું એ રૂપ નજરે જોવા ઈચ્છું છું.'
ત્યારે પ્રસાદથી તરબોળ બનાવતા શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા : અર્જુન આત્માની સ્થિતિ ત્રિવિધ છે, એમ તો તે જાણ્યું છે. હું પરમાત્મા ભાવની જે દશા વર્ણવી
Page #296
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૫
ગયો, તે તો આત્માથી જ વેદાય; વળી શુદ્ધાત્માની સ્થિતિનું પણ તેમ જ છે, છતાં અધયજ્ઞરૂપ આ દેહમાં રહેલો હું તારા શરીરમાં અધિદેવતરૂપે રહેલા પુરુષને હું આત્માની દિવ્યવિભૂતિનો ખ્યાલ આપી શકું ખરો. પણ દિવ્યચક્ષુ તો જોઈએ જ, લે આ જો.”
એમ કહીને દિવ્યચક્ષુ આપી અર્જુનને રૂપ જોવા કહ્યું. અહો ! એક જ મુખમાં અને સચરાચર જગત જોયું અને એ આભો બની ગયો. દિવ્યભૂષણ, દિવ્યગંધ, દિવ્યમાલાઓ, દિવ્યવો બસ ચોમેર દિવ્યતા અને દિવ્યતા ! ધનંજયનાં રોમાંચ ખડાં થયાં અને તે બોલ્યો :
અહો ! બ્રહ્માદિ દેવો, ઋષિઓ, દિવ્ય ઉરગો, રુદ્રો, આદિત્યો, વસુઓ, મરુતો, ગાંધર્વો, યક્ષો, સિદ્ધો, અસુરો સહુને જોઉ છું. પરંતુ અહીં તો સહુ નમેલા છે. કોઈ સ્તુતિ કરે છે અને કોઈ વિસ્મિત થઈ હાથ જાડી ઊભા છે.”
'અધધધ ! આ શું? આ ભીષણ દાઢમાં કૌરવો અન્યનૃપાલ સંઘો સાથે આ કાળ સરખા મોઢામાં ત્વરાએ નદી સમુદ્રમાં પેસે તેમ પેસવા માંડયા. ભીષ્મ, દ્રોણ અને કર્ણ પણ અમારા પક્ષના યોદ્ધાઓ સાથે પેસી ગયા ! માથાના ચૂરેચૂરા થઈ ગયા હોય એમ દેખાય છે અને આ બધાને જાણે કાળરૂપી મુખથી તમે ચાહતા હો તેમ લાગો છો ! અરરર ! કેવું ભયંકર રૂપ ! બાપરે ! હું ન્હી ગયો. દિશા ભૂલ્યો. શાંતિ ચૂકયો. તમે કોણ છો ?'
મહારાજ! ‘ત્યારે એ કાળ સ્વરૂપ જાણે શ્રી કૃષ્ણ મુખમાંથી બોલતું હોય તેમ બોલ્યઃ
"હું કાલ વાધ્યો જગનાશકારી. અહીં પ્રવર્ચો જગનાશ માટે; તારા વિનાએ નહિ સૌ રહેશે, આવેલ યોદ્ધા પ્રતિ સૈન્યતા છે. (૧૧-૩૨) માટે હવે તું ઉઠ પામ કીર્તિ શત્રુ જિતી ભોગવ રાજ્ય મોટું; પૂર્વે હણી મેં સહુનેય નાખ્યા, થા સવ્યસાચિત્ તું નિમિત્તપાત્ર (૧૧-૩૩)
Page #297
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
આમ બે સ્વરૂપો જોઈને અર્જુને જ્યારે સૌમ્ય સ્વરૂપ જોવાની વારંવાર માગણી કરી ત્યારે મૂળ સ્વરૂપે વાસુદેવ દેખાયા અને અર્જુનને નિરાંત વળી.
સૌમ્ય આ માનુષી રૂ૫ દેખી તારે જનાર્દન;
હવે સચેત સંવત્ય પ્રકૃતિમાં ગયો થકો. (૧૧-૧૧) કેમ અર્જુન ! નિયત શું તે હવે સમજાયુંને ? કાળ, સ્વભાવ નિયત અને પ્રારબ્ધ ઉપરાંત પાંચમો પુરુષાર્થ મળે છે ત્યારે કાર્ય બને છે. જગત જીવનમાં આ ઘટમાળ છે. અને અંગત જીવનમાં હું અગાઉ કહી ગયો તેમ અધિષ્ઠાન, રૂપ શરીર અને કરણરૂપ ઈન્દ્રિયાદિ ઉપરાંત ચેષ્ટારૂપ પ્રાણના વ્યાપારો અને કર્તારૂપી જીવ ભળે છે ત્યારે જ કાર્ય થાય છે પણ ત્યાં સુદ્ધાં દેવ તો પાંચમું ખરું જ. બોલ ભારત ! હવે કયો મૂરખ ! હું કરું છું એમ અભિમાન કરશે?' એટલે કે નિયત બનવાનું છે, તે જગતના સ્વભાવઘડતરમાં એકલો માનવીનો પુરુષાર્થ કશો જ ફેરફાર કરી શક્તો નથી. માટે
‘કર્મે તારો અધિકાર, કર્મફળે કદી નહિ, ન હો કર્મફલાર્થી તું, ન હો સંગી અકર્મનો. (૨-૪૭)
સમજ્યો કે?’
ત્યાં તો હે રાજન્ ! વચ્ચે જ અર્જુન બોલ્યા : 'પણ અમારા જેવા અલ્પજ્ઞાની પ્રકૃતિને આધીન હોય ! આપ જેવા જ્ઞાની શા સારુ ?' આના જવાબમાં શ્રીકૃષ્ણચંદ્ર બોલ્યા,
પરંતપ ! જ્ઞાની પ્રકૃતિને પરાધીન, નથી હોતો, તે પ્રકૃતિને પોતાને આધીન રાખે છે. પરંતુ તે સુદ્ધાં નિયતકર્મની સામે ન થતાં, નિયતકર્મ ન નડે એ રીતે વર્તે છે. આથી તે ગમે તેવા વિષમ સંયોગોમાં પણ સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. ગુણો, ગુણોમાં વર્તે છે એમ માની તેમાં ચલિત ન થતાં ગુણાતીત રહી શકે છે. અલબત્ત તે પ્રયત્ન કરે છે. પરંતુ જ્ઞાનીના પ્રયત્નમાં આ જ મહાન અંતર છે. જો કે : દુર્યોધનના હૃદયપલટા સારુ મેં કેટલું કર્યું? પરંતુ નિયત હતું, એટલે મેં હઠ છોડી દીધી. અને યુદ્ધ અનિવાર્ય છે એવું જોયું એટલે પ્રકૃતિનાં કાર્યો પ્રકૃતિ પર છોડી હું તટસ્થ રહ્યો.
કારણ કે –
Page #298
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
પ૭૧
આત્મા-કે જે આ ક્ષેત્રમાં બેઠો છે. આવું જ્ઞાન તે જ સાચું જ્ઞાન. આવા જ્ઞાન માટે પ્રકૃતિના ત્રણ ગુણો પૈકી સાત્ત્વિકને અવલંબી છેવટે તો ત્રિગુણાતીત જ થવું જોઈએ, અને પુરુષોત્તમ દશાને પ્રાપ્ત કરવી જોઈએ. તે દશા અવ્યકતથી પણ પર છે. સંસારરૂપી વૃક્ષને વૈરાગ્યકુઠારથી છેદીને દઢ સંકલ્પથી જ તે દશા પામી શકાય છે. પણ એવે વખતે દૈવી સંપત્તિ જોઈએ. તે તને મળી જ છે, માટે શોક કરવા જેવું નથી. પણ તારે ગુરુશરણ અગર શાસ્ત્રશરણ સ્વીકારવું જોઈએ." ત્યારે અર્જુને પૂછયું: "માત્ર શ્રદ્ધાથી ન ચાલે?” શ્રીકૃષ્ણગુરુએ કહયું : "શ્રદ્ધા એ અલબત્ત અજોડ વસ્તુ છે, પણ શાસ્ત્રાધાર કે ગુરુના આધાર લીધા વિના કરેલા કામમાં સાત્ત્વિક શ્રદ્ધાનો અસંભવ છે, અને સાત્ત્વિક શ્રદ્ધા વિના પ્રગતિ અશકય છે. માટે હું એ પરત્વે ભાર આપું છું. પરંતુ શાસ્ત્રાધાર કે ગુરુનો આધાર એટલે કોઈ પુસ્તક કે વ્યકિત જ માત્ર નહિ. ૐ તત્ સતુ” એમ બ્રહ્મનો ત્રિવિધ ઉલ્લેખ છે. તે પૈકીનો કોઈપણ આધાર પોતાની ભૂમિકા તપાસીને જે યોગ્ય હોય તે લે તોય ચાલે. મતલબ કે શુદ્ધ સંકલ્પ કરવા અર્થે કે સંકલ્પ-બળ દઢ કરવા અર્થે એવા અવલંબનની જરૂર છે કે જેથી હૃદય નમ્ર અને શુદ્ધ રહે અને વિકાસના નામને બહાને અહંકાર કે કામરાગવાળી પ્રવૃત્તિમાં ન પડી જવાય. જો કે સીધો અવ્યકતના ધ્યાનનો માર્ગ પણ છે જ, છતાં કંઈક અવલંબન લઈને આગળ વધવું એ સહુને જેટલું સુલભ છે, તેટલું સુલભ તે નથી; અને ફળ બને માર્ગનું એક જ છે. માટે મેં આ રાજમાર્ગ તને સૂચવ્યો છે.”
યુદ્ધમાં ભાગ ન લેવાની હઠમાં પોતાનો મોહ હતો, તેમાં દયા ન હતી પણ માયા હતી, વૈરાગ્ય ન હતો પણ રાગ હતો, એટલું તો ક્યારનુંય અર્જુનને લાગી ગયું હતું. વળી આટલું પીયૂષ પીધા પછી હવે તો એ પણ ચોખે ચોખ્ખું લાગ્યું કે કર્મના ભયંકરપણા-અભયંકરપણાનો આધાર કર્મના માત્ર સ્થૂળ કલેવર પર જ નથી ,પણ કર્મ કરનારના અંતરંગ ભાવ પર જ મુખ્યત્વે છે. પરંતુ એમ છતાં કેટલાક ડાહ્યા માણસો પણ એમ કહે છે : "કર્મની પાછળ કોઈ ને કોઈ પ્રકારનો સૂક્ષ્મ કામનાનો કીડો રહેલ હોય છે, નહિ તો જ્ઞાની થયા પછી કર્મની શી જરૂર? મતલબ કે કર્મત્યાગ જ કલ્યાણકર છે. આત્માનું સ્વરૂપ પણ અક્રિય જ છે.” જોકે આ સંબંધમાં મારા ગુરુજીએ સામાન્ય રીતે ખુલાસો કર્યો જ છે કે જ્ઞાનીએ પણ નિયત કર્મ કરવાં પડે છે. આહાર, વિહાર અને નિહારની ક્રિયા એ પણ કર્મ જ છે. અને તે જ્યાં લગી દેહ છે ત્યાં લગી અનિવાર્ય જ છે. આ વાત યુકિતથી તો ગળે ઊતરે છે. પરંતુ કર્મ પછવાડે કંઈ કંઈ પ્રેરણા તો રહેલી જ છે. તો એ પ્રેરણામાં
Page #299
--------------------------------------------------------------------------
________________
૫૭ર
ગીતા દર્શન
કામનાનું તત્ત્વ તો નહિ રહ્યું હોય? કર્મની એ પ્રેરણામાં શાં કારણો હશે? કમ પાછળ કયું કયું તત્ત્વ કામ કરે છે? જો બુદ્ધિ, ધૃતિ, સુખ, ભાવના આદિ હોય તો એ વળી સંસાર વધારાનારાં કાં ન થઈ પડે?
શ્રૌત માર્ગનાં યજ્ઞ, દાન, તપ આદિ કર્મોની શી જરૂર છે? તે તો સ્વર્ગદતા હોઈને તેમાં જે ફળ મળે છે, તેને તો વટાવી જવું એમ ગુરુદેવે(૮-૨૮માં) કહ્યું જ છે. તો પછી યુદ્ધમાં મારે જોડાવું જ' એવો આગ્રહ ગુરુદેવ શા માટે કરે છે ? હા; ગુરુદેવે કહેલું કે ક્ષત્રિયોને માટે અનાયાસ પ્રાપ્ત યુદ્ધ એ ધર્મ છે. પરંતુ ભલે ધર્ખ હોય તોયે તે ધર્મ તો સ્મૃતિશાસ્ત્રનો ને ? જોકે ગુરુદેવે એ પણ કહ્યું છે કે વર્ણાશ્રમવ્યવસ્થાનો કર્તા હું છું.” પણ સંન્યાસ એ પણ શું વર્ણાશ્રમમાંનો જ નથી? સંન્યાસીઓ કયાં વર્ણધર્મ બજાવે છે? છતાંય એમનો મોક્ષ તો ગુરુદેવે પણ બતાવ્યો છે. જો કે તેઓ સંન્યાસીને પણ યોગ જરૂરનો કહે છે અને રાગદ્વેષમાં ન ફસાય તેને જ સંન્યાસી કહે છે. પણ તો પછી હવે હું સંન્યાસી શબ્દ ન વાપરતાં ત્યાગી જ વાપરું. અને જો ત્યાગ એ પણ મોક્ષદાયક હોય તો હું આ યુદ્ધમાં ન ભળે તો કશી મને હરકત ન આવે.માટે એ વિષે જ છેલ્લે છેલ્લે પૂછી લઉં. આ જાતના મંથન પછી અર્જુન બોલે છે: "હે ઈન્દ્રિયોના સ્વામી ગુરુદેવ ! હું સંન્યાસનું તત્ત્વજ્ઞાન અને ત્યાગનું તત્ત્વજ્ઞાન જુદું જુદું અને ચોખવટથી હવે જાણી લેવા ઈચ્છું છું. આપે મારા પર અત્યંત અનુગ્રહ કરી આવા મંથનકાળમાં ભવ્ય માર્ગદર્શન કરાવ્યું છે. આટલું જાણ્યા પછી હવે મને લાગે છે, મારા પ્રશ્નોનો અંત આવી જશે અને હું નિશ્ચિત નિર્ણય જાતે કરી શકીશ.” આ રીતે આ અધ્યાયની શરૂઆત છે. અને એનો સચોટ જવાબ અર્જુનના ગુરુદેવ આપે છે. અને અર્જુનની જેમ બીજા સાધકોને પણ પ્રેરણા પાઈ દે છે. છેવટે અર્જુન નિશ્ચય કરે છે. આ વાત કહેનાર સંજય ધૃતરાષ્ટ્રને કહેતાં હર્ષથી પુલકિત થઈને છેલ્લું અભુત આત્મપ્રેરક વાકય બોલે છે, જે બધું આપણે હવે જોઈશું. આ રીતે આ અધ્યાયમાં મોક્ષ અને સંન્યાસના યોગની બીના હોઈને આ અધ્યાયનું નામ મોક્ષસંન્યાસયોગ છે. આ અધ્યાયને અગાઉના સત્તરે અધ્યાયોનો ઉપસંહારરૂપ અધ્યાય કહીએ તોપણ ચાલે. કારણ કે અર્જુનનો આ છેલ્લો, રાંન્યાસ અને ત્યાગનું તત્ત્વજ્ઞાન જાણવા સારુ મૂકેલો પ્રશ્ન જ એવો છે કે જેમાં જ્ઞાન, ભકિત અને કર્મયોગની બીના આવવી જોઈએ. એટલે ભલે અક્ષરે અક્ષર નહિ, તોય મુખ્ય મુખ્ય તો કહેવાયેલી બાબતોય ગીતાકારને ફરીથી અહીં કહેવી જ પડે ! આ રીતે આ ઉપસંહારરૂપે સહેજ બનેલો આ અધ્યાય પ્રેરણાદાયક છે, માટે જ એ દષ્ટિએ બહુ મૂલ્યવંતો પણ છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૭૩
अष्टदशोऽध्याय અધ્યાય અઢારમો
अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् । त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन ||१||
અર્જુન બોલ્યા : સંન્યાસનું મહાબાહો ! ઈચ્છું છું તત્ત્વ જાણવા;
ને ત્યાગનું હૃષીકેશ, પૃથક્ કેશિનિષ્પદન. ૧ હે (મોટા હાથવાળા) મહાબાહુ! હું સંન્યાસનું તત્ત્વ જાણવા ઈચ્છું છું અને તે ઈન્દ્રિયોના ઈશ્વર, હે કેશિ-દૈત્યના વિનાશક ! ત્યાગનું પણ તત્ત્વ નોખું જાણવા ઈચ્છું છું.
નોંધ : અહીં મોટા હાથવાળા, ઈન્દ્રિયોના ઈશ્વર અને કેશિદૈત્યના અંત કરનાર એમ શ્રીકૃષ્ણચંદ્રને માટે ત્રણ વિશેષણો વપરાયાં છે, અને તેમાં પણ સંન્યાસ આગળ મહાબાહુ વિશેષણ વપરાયું છે અને ત્યાગ આગળ ઈન્દ્રિયોના ઈશ્વર એ વિશેષણ વપરાયું છે, તે પણ હેતુસરનું છે. સંન્યાસ કરતાં ત્યાગ ઉચ્ચ દરજ્જાનો શબ્દ છે, વ્યાપક અર્થમાં આવીને એ ઉચ્ચ ભાવ પણ બતાવે છે. જ્યારે સંન્યાસ અને ત્યાગનો સામાન્ય રીતે તો એકાર્યમાં જ વપરાશ છે. અગાઉ સંન્યાસ શબ્દ “સંકલ્પનો સંન્યાસ' એ અર્થમાં શ્રીકૃષ્ણચંદ્ર વાપર્યો છે અને સર્વાભત્યાગ' ફલત્યાગ' એમાં ત્યાગ વાપર્યો છે. એટલે અગાઉથી ચાલી આવતી પરિભાષા પ્રમાણે તે સંન્યાસ એટલે સંન્યાસાશ્રમ અને ત્યાગ એટલે કર્મનો ત્યાગ એવા અર્થમાં સંન્યાસ અને ત્યાગ શબ્દ વપરાય છે. તો આમ શ્રીકૃષ્ણગુરુ પાસેથી અર્જુન એ બન્ને શબ્દની તાત્ત્વિક વ્યાખ્યા માગે તે વાજબી જ છે, તે પ્રશ્નનો જવાબ આ રહ્યો :
श्रीकृष्ण उवाच काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः । सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ।।२।।
Page #301
--------------------------------------------------------------------------
________________
૫૭૪
ગીતા દર્શન
કામ્ય કર્મો તણો ન્યાસ એ સંન્યાસ ગણે કવિ;
સૌ કર્મોનો ફળ-ત્યાગ કહે ત્યાગ વિચક્ષણો. ૨
કામ્ય કર્મોનો ન્યાસ કરવો (એટલે કે કામનાથી ઊપજેલાં કર્મોને તજવાં) એને કવિઓ સંન્યાસ તરીકે જાણે છે. બધાં કર્મોના ફળત્યાગને વિચક્ષણ લોકો ત્યાગ કહે
છે.
નોંધ : કેટલાક ટીકાકારો અહીં કામ્ય કર્મને મીમાંસકવિભાગ માંહેલા કામ્ય કર્મ તરીકે લે છે. એટલે કે કામ્ય કર્મો તજવાં, પણ નિત્ય-નૈમિત્તિક કર્મ ન તજવાં, એવો અર્થ બેસાડે છે. અતિથિ આવે ત્યારે સ્વાગત કરવું આદિ નૈમિત્તિક કર્મ છે, અને પ્રાર્થના આદિ નિત્ય કરવાનાં કર્મો નિત્ય કર્મ છે. આ નિત્યનૈમિત્તિક કર્મ ન તજવાં.
કામનાના બળથી થતાં મહારંભનાં કર્મો તે કામ્ય કર્મ છે, તે તજવાં. પરંતુ શ્રીકૃષ્ણગુરુદેવ તો 'કવિઓ આમ જાણે છે' કહીને તટસ્થ રહ્યા છે, એટલે આપણે એ વિષે અધિક ચર્ચામાં પડવું અપ્રાસંગિક છે.
"કર્મ ક૨વાં, પણ સૌ કર્મોના ફળનો ત્યાગ કરવો, એમ વિચક્ષણો કહે છે,” એમ ભાખીને ગીતાકાર અહીં પણ તટસ્થ રહે છે અને આગળ વધતાં કહે છે : त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः । यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे ||३|| તજવાં દોષિલાં કર્મ, કહે કોઈ મનીષિઓ; યજ્ઞ, દાન, તપોને તો, ન તજવાં કહે બીજા. ૩
(હે ભારત !) કોઈ મનીષિઓ કર્મમાત્ર દોષયુક્ત છે માટે તજવાં એમ કહે છે, અને બીજા વળી કોઈ એમ કહે છે કે યજ્ઞ, દાન, તપ, આદિ કર્મો તો ન તજવાં.
નોંધ : કવિ, વિચક્ષણ, મનીષિ (બુદ્ધિમાન) અને બીજા લોકોનાં મંતવ્યો કહી દીધાં. આ મતોમાં આપણે શ્રૌત અને સ્માર્ત સંપ્રદાયો તથા એકાંતે સંન્યાસમાં માનનારા મતો પણ જોઈ ગયા. સંન્યાસમતના લોકો કર્મમાત્રને સદોષ જ માને છે, અને તેઓ કર્મને છોડી પ્રવજ્યા લે છે. શ્રૌત સંપ્રદાયવાળા તો નિત્યનૈમિત્તિક કર્મ કરવાં જ જોઈએ એવો આગ્રહ રાખે છે. સ્માર્ત સંપ્રદાયવાળા તો બીજાં કર્મ ભલે તજાય, પરંતુ યજ્ઞ, દાન તપ કે જે ધર્મક્રિયારૂપ છે, તેને તજવાની તો સાફ ના પડે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૭૫
હવે શ્રીકૃષ્ણગુરુ પોતાનો મત રજૂ કરે છે. એ મતમાં આપણે સહુનો સમન્વય જોઈશું. કોઈનો વિરોધ ન કરવા છતાં ઊંડા સત્યનું એવું નિરૂપણ કરશે કે સહુના મોઢાં આપોઆપ બંધ થશે. આનું જ નામ તે જૈનસૂત્રોની પોતાની થયેલી સ્યાદ્વાદશૈલી. એ શૈલીની પૂબી જ એ છે કે સત્યનું મંડન કરતાં આપોઆપ અસત્યનું ખંડન થઈ મત, વાદ, પંથ કે ધર્મને નામે ઝઘડા ટકી શકતા જ નથી-જે વિષે અગાઉ પણ કહેવાયું છે.
निश्चयं श्रृणु मे तत्र त्यागे भरतसत्तम । त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्ततः ॥४|| यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् । यज्ञो दान तपश्चैव पावनानि मनीषिणाम् ||५|| एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च । कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥६।। સુણ નિશ્ચય મારો ત્યાં ભરતશ્રેષ્ઠ ! ત્યાગમાં; ત્યાગ તો પુરુષવ્યાધ્ર ! કહ્યો ત્રણ પ્રકારનો. ૪ યજ્ઞ દાન તપોને ન તજવાં, કરવાં જ તે; મનીષિને કરે શુદ્ધ યજ્ઞ, દાન અને તપ. ૫ પરંતુ એ ય કર્મોને તજી આસકિતને ફળ;
કરવાં એમ છે મારો નિશ્રયે મત ઉત્તમ. ૬ હે ભરતકુલના ઉત્તમ પુરુષ ! (સંન્યાસ અને ત્યાગ એ બે પૈકી) ત્યાં ત્યાગમાં મારો (શો) નિશ્ચય (છે તે) સાંભળ.
(પ્રથમ તો હું એ કહ્યું કે, તે પુરુષ વાઘ! (પુરુષોમાં વાઘ જેવા અર્જુન) ત્યાગ ત્રણ પ્રકારનો (૧) સાત્ત્વિક. (ર) રાજસી અને (૩) તામસી) પ્રખ્યાત છે. (પરંતુ એ ત્યાગનો ફોડ પાડતાં પહેલાં ઉપલા મતો પૈકી કેટલીક બીના કહું.) યજ્ઞ, દાન અને તપાદિ કર્મોને જ તજવાં, પણ તે કરવાં જ. (કારણ કે) યજ્ઞ, દાન અને તપ મનીષિઓને પાવન ક મનોરાં છે. પરંતુ હે પાર્થ ! તને એક સૂચના કરું અને તે એ કે) એ ય કર્મોને પણ આસક્તિ અને ફળદષ્ટિ વર્જીને જ કરવાં એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
નોંધ : યજ્ઞ, દાન અને તપ મનીષિઓને પાવનકર છે, એમ કહેવાથી મનીષિ એટલે ડાહ્યા માણસને જે લાભપ્રદ છે એવું શ્રીકૃષ્ણગુરુદેવનું ગર્ભિત સૂચન કળાઈ રહે છે. અને તે વાત સાચી જ છે. જે માણસને કશો જ વિચાર કે સમજશકિત નથી તે રૂઢિગત તેવી ક્રિયા કરે તેમાં શ્રીકૃષ્ણગુરુદેવને ગમે છે તેવી સાત્ત્વિકતાનો સંભવ ભાગ્યે જ રહે છે. માટે અહીં શ્રીકૃષ્ણચંદ્ર મનીષિ શબ્દ વાપર્યો છે તે હેતુપૂર્વક છે. વળી આગળ જતાં તેઓ કહે છે કે "તે કર્મ પણ આસિત અને કર્મફળની લાલસા છોડીને જ કરવાં ઘટે.” આથી શ્રીકૃષ્ણચંદ્રને ધાર્મિકતાને નામે ચાલતી ક્રિયામાં પણ વિચાર, અનાસકિત અને ફળ તરફની દૃષ્ટિનો અભાવ આ ત્રણે વસ્તુ જોઈએ છે. અને 'ભરતસત્તમ' તથા 'પુરુષવ્યાઘ્ર' એ સંબોધન અર્જુન-પરત્વે વાપરીને આવા ત્યાગમાં ઉત્તમતા અને વાઘ જેવી વીરતા પણ જોઈએ છે, એમ સૂચવ્યું છે.
આ પરથી એ તો સહેજે આપણે જોયું કે કર્મમાત્ર દોષિત છે, એ મત તો આપોઆપ ઊડી ગયો; અને યજ્ઞ, દાન, તપ કરવાનું કહ્યું છતાં સંગ અને ફળ દૃષ્ટિ છોડીને; એટલે બીજા મતની પણ ઊણપ પૂરી કરી ને અધૂરા ઐકાંતિક મતને સહેજે ખસેડી દીધો. કામ્ય કર્મો તજવાં એવા કવિમતને તેમણે જવાબ આપી દીધો કે કર્મ પોતે કામ્ય હોતાં જ નથી. કર્મની પછવાડેની કામનાને લીધે જ તે કામ્ય કહેવાય છે. તો પછી કામ્ય કર્મ તજવાં એમ ન કહેતાં, કર્મ પાછળની કામના છોડવી એમ જ કહેવું જોઈએ.” આ પરથી તે મત પણ શાંત થયો. અને હવે સર્વ - કર્મ-ફળ-ત્યાગવાળા મત ઉપર (અગાઉના વચન પ્રમાણે ત્રણ પ્રકારનો ત્યાગ કહીને) વિશેષ પ્રકાશ પાડે છે, તે જોઈશું. આનું જ નામ તે અગાઉ કહી ગયા તેવી સ્યાદ્વાદશૈલી.
૫૭૬
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते 1 मोहत्तस्य परित्यागस्तामसः परिकीर्तितः 1111 दुःखमित्येव * यत्कर्म कायक्लेशभयात् त्यजेत् । स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ||८|| कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन । सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ||९|| નિયત કર્મ કેરો તો સંન્યાસ; સિંહ નો થતો; મોહથી જો તજે તેને, તો કહ્યો ત્યાગ તામસી, ૫ ર્મ (પાડાં.)
Page #304
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય અઢારમો
કર્મને દુઃખ માની જે, દેહકષ્ટભયે તજે; તે કરી રાજસી ત્યાગ, ન પામે ત્યાગનું ફળ. ૮ નિયત કર્મ જે થાય, કર્તવ્ય માની અર્જુન ! સંગર ત્યાગી, ફળ કહ્યો તે ત્યાગ સાત્ત્વિક. ૯
૫૭૭
(પ્યારા અર્જુન ! સંન્યાસ અને ત્યાગ એ બન્નેમાં વસ્તુતાએ ભેદ નથી, પરંતુ સમભાવપૂર્વક વિવેકદૃષ્ટિથી કર્મોનો ખ્યાલ રાખી તજવા યોગ્ય તજી દેવાં, આદરવાજોગ આદરવાં અને જાણવાજોગ જાણવાં એ અર્થમાં સંન્યાસ શબ્દ વપરાય છે. અને ત્યાગ શબ્દ પણ બાહ્ય અને અંતરંગ બન્ને પ્રકારના સંયમના અર્થમાં વપરાય છે. હવે જ્યાં અંતરંગ અને બહિરંગ સંયમ હોય ત્યાં સમભાવ અને કાર્યાકાર્યનો વિવેક હોય જ છે, એટલે છેવટે તો તે બન્ને એક જ છે. છતાં હું સંન્યાસને ઠેકાણે ત્યાગ એટલા સારુ અહીં વાપરું છું કે ત્યાગ શબ્દથી વ્યાપક અર્થ ઘટી શકે. એ ત્યાગ મેં અગાઉ કહ્યો તેમ ત્રણ પ્રકારનો છે અને તે આ પ્રમાણે છે :) નિયત કર્મનો સંન્યાસ ઘટી જ શકતો નથી, છતાં મોહથી (કોઈ) તે (નિયત કર્મ)નો પરિત્યાગ (કરે તો તે પરિત્યાગ) તામસી જ કહેવાયો છે.
કેટલાક લોકો (કોણ નકામી કર્મની જંજાળ કરે ? એના કરતાં ઘરબાર છોડી સાધુ જ થઈ જઈએ એમ) કર્મને જ દુઃખ માનીને કાયકલેશના ભયે કરીને તજી દે છે. તેઓ (આવા પ્રકારનો) રાજસી ત્યાગ કરીને ત્યાગનું (ખરું) ફળ મેળવી શકતા નથી. (ત્યાગનું ખરું ફળ જે અતિપ્રિય સુખ છે, તે આવા રાજસી ત્યાગીને મળતું નથી, કારણ કે ગૃહસ્થાશ્રમને તજવા છતાં સંન્યાસાશ્રમમાં પણ તે ગૃહસ્થાશ્રમમાં જ્યારે હતો, ત્યારે જે મમતામૂર્છા હતી તે જ રાખીને બેસે છે, એટલે કે ધનને બદલે પુસ્તકપાનાં કે ભંડારા ઉપરની માલિકી. ઘરને બદલે મઠનું મમત્વ અને સ્ત્રી-પુત્ર-કુટુંબપરિવારને બદલે શિષ્યશિષ્યાના પરિવારની મૂર્છા રાખે છે, આવો ત્યાગ એકડા વિનાના મીંડા જેવો જ છે, અને તેથી આજીવિકા મેળવવા ગૃહસ્થાશ્રમમાં કાયાનું કષ્ટ પડત, અને સંન્યાસાશ્રમમાં તે કાયાકષ્ટ નથી પડતું તેમ ધારીને જ જાણે કાં ન ત્યાગ કર્યો હોય તેમ લાગે છે.)
પણ (હે ઊજળા) અર્જુન ! કર્તવ્ય સમજીને જ જે નિયત કર્મ સંગ (આસિત) તજીને તથા ફળ (ફળષ્ટિ) તજીને કરાય છે, તે સાત્ત્વિક ત્યાગ મનાયો છે.
૧. નિયત-સ્વભાવ જ, સહજ, સ્વભાવનિયત-સ્વ એ બધા શબ્દો ગીતાજીમાં કર્મ અને ધર્મને જોડેલા વારંવાર આવે છે. તેનો વ્યાપક અર્થ એટલો જ કે પોતાની ભૂમિકાને લગતાં અનિવાર્ય કર્મધર્મ સમજવાં. જૈનદષ્ટિએ નિકાચિત કર્મ ગણાય.
૨. કર્તૃત્વના અભિમાનને અગર આસકિતને સંગ કહેવાય છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
૫૭૮
ગીતા દર્શન
નોંધ : જૈનસૂત્રોમાં વૈરાગ્યના (૧) મોહગર્ભિત, (૨) દુ:ખગર્ભિત, અને (૩) જ્ઞાનગર્ભિત એવા ત્રણ ભેદ છે, તે આ જ પ્રકારના છે; અને તેમાં જેમ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જ શ્રેષ્ઠ બતાવ્યો છે, તેમ અહીં પણ સમજપૂર્વક નિયત કર્મ કરવાં અને ફળ તથા સંગ તજીને કરવાં એમ કહેવા પાછળ પણ એ જ દષ્ટિ છે.
નિયત-સ્વભાવજ-સહજ-સ્વભાવનિયત-સ્વ એ બધા શબ્દો ગીતાજીમાં કર્મ અને ધર્મને જોડેલા વારંવાર આવે છે. તેનો વ્યાપક અર્થ એટલો જ કે પોતાની ભૂમિકાને લગતાં અનિવાર્ય કર્મધર્મો. જૈનસૂત્રોમાં નિકાચિત કર્મો અગર સંયમશુદ્ધ ક્રિયાઓને બરદાસ્ત કર્યા વિના છૂટકો જ નથી એમ કહેવાયું છે.
કેટલાક ગીતાની ટીકાના કર્તાઓ નિયત શબ્દનો અર્થ અહીં નિત્ય નૈમિત્તિક કર્મો લે છે. પરંતુ તે કરતાં અનિવાર્ય કર્તવ્યો જ લેવાય તે યોગ્ય છે. પણ તે કર્મોનું ફળ ભોગવવું પડે તેનું શું? ગુરુદેવે ઉકેલ આપ્યો કે કર્મફળના બંધનનો મૂળ આધાર કર્તાની દષ્ટિ અને કર્તાના અભિમાન ઉપર જ છે, માત્ર કર્મપરત્વે નહિ જ. જૈનસૂત્રોમાં પણ કહ્યું છે કે ઐયાપથિકી ક્રિયાવાળું કર્મ આત્માને બાંધી શકતું નથી. એથી જન્મમરણના ફેરામાં જ્ઞાનીઓ (ક્રિયા કરવા છતાં) પડતા નથી. ગીતા પણ હવે તે જ બીનાને વિસ્તારપૂર્વક સમજાવે છે.
न द्वेष्ट्य कुशलं कर्म कुशले नानुषज्जते । त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ||१०|| नहि देहमृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः । यस्तु कर्मफलत्यागी स त्यागीत्यमिधीयते ।।११।। अनिष्टमिष्टं मिश्र च त्रिविधं कर्मणः फलम् । भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ।।१२।। શુભ અશુભ કર્મોમાં, રાગ દ્વેષ કરે નહિ; સન્તભાવ ભર્યો ત્યાગી, બુદ્ધિમાન અસંશયી. ૧૦ ન શકય દેહધારીને, સમગ્ર કર્મ છોડવાં; માટે કર્મફળ ત્યાગી, તે જ ત્યાગી ગણાય છે. ૧ ૧ અનિષ્ટ ઈષ્ટ ને મિશ્ર, વિવિધ કર્મનું ફળ;
મર્યા છતાં અત્યાગીને, સંન્યાસીને નહિ કદી. ૧ ર (પણ પરંતપ !) સાત્વિક ત્યાગ કોઈ એવી સહેલી રમત નથી કે જે સહુ કોઈ
Page #306
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૭૯
ખેલી શકે. એવા ત્યાગને સારુ પૂર્વકાળનો શ્રદ્ધાભર્યો શુભ પ્રયત્ન અને આ જન્મમાં પણ સંશયરહિત સાત્વિક બુદ્ધિ અને શુદ્ધ ભાવની જરૂર પડે છે. તો જ તે સમભાવ જાળવી શકે છે. માટે જ કહું છું કે, અકુશલ કર્મનો તે દ્વેષ કરતો નથી અને કુશળ કર્મમાં આસકત થતો નથી (તવો) સત્ત્વભાવ ભર્યો, બુદ્ધિમાન, અને અસંશયી ત્યાગી (ત) હોય છે.
(અને અર્જુન ! લોકો જે કર્મ ત્યાગવાનું કહે છે તે કર્મત્યાગનો માર્ગ જ યુતિસંગત નથી. અને માનો કે કોઈએ અમુક કર્મ છોડી દીધાં ને ભગવાં કે ધોળાં વસ્ત્ર પહેરી લીધાં. પણ તેથી શું વળ્યું? તેમને પણ કયાં ખાવું, પીવું, અમુક પ્રકારનો ઉપદેશાત્મક કે સ્વાધ્યાયાત્મક વ્યવસાય કરવો વગેરે પ્રવૃત્તિ નથી કરવી પડતી ? એટલે જ કહું છું કે, સમૂળગાં કર્મને તજવાં, દેહધારી માટે શક્ય જ નથી. એટલે કર્મફળને ત્યાગી જ ત્યાગી ગણાય છે. એને સંન્યાસી કોઈ કહે, વા ત્યાગી કહે, એ તો બન્ને સરખું જ છે).
(પ્રિય પરંતપ ! અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનાં કર્મફળો છે, તે અત્યાગીને તો મર્યા પછી પણ છોડતાં નથી, પરંતુ સંન્યાસીને (ત્યાગીને) તો (અહીં પણ નહિ, અને પરલોકમાં પણ નહિ; એટલે કે તેમને) કદીયે હોતાં નથી.
(મતલબ કે ખરા સંન્યાસીને શુભ, અશુભ કે મિશ્ર તે પૈકી કોઈ પણ જાતનું કર્મફળ ભોગવવું પડતું જ નથી.)
નોંધ ઉપર જ ઘણી બાબતો કહેવાઈ ગઈ છે. જૈનસૂત્રો કહે છે કે શુભ અને અશુભ એમ આસ્રવ-એટલે કે કર્મપ્રવાહ-ના બે પ્રકાર છે. પુણ્ય તે શુભ અને પાપ તે અશુભ.
પણ જૈનગ્રંથોમાં પુણ્યાનુબંધી પાપ અને પાપાનુબંધી પાપ, તેમજ પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય એમ પ્રકારો પણ વર્ણવે છે. નરકગતિ એ એકાંત અશુભનું પરિણામ છે. સ્વર્ગગતિ એ એકાંત શુભનું પરિણામ છે, તિર્યંચગતિ અશુભપ્રધાન શુભનું પરિણામ છે. અને મનુષ્યગતિ એ શુભપ્રધાન કર્મનું પરિણામ છે. એટલે જ પુણ્યપુંજ માનવદેહ ગણાય છે. મોક્ષ એ જ એ ગતિનું પરમધ્યેય છે. અને મનુષ્યગતિ વિના મોક્ષ પણ નથી. પરંતુ સમભાવ પ્રથમ સાધવો જોઈએ. તો જ જન્મમરણ ટળે. જૈનદષ્ટિ પ્રમાણે આસ્રવ રોકનાર સંવર સમભાવી સાધક સાધી શકે છે, અને તેથી તેવા સાધકને આ લોકમાં કે પરલોકમાં પાપપુણ્યનું નડતર નડતું નથી. જેમ પાપ એ બેડી છે, તેમ પુણ્ય પણ
Page #307
--------------------------------------------------------------------------
________________
૫૮૦
ગીતા દર્શન
બેડી જ છે. તે વિષે અગાઉ કહેવાયું છે. અત્યાગી મનુષ્ય એટલે કે જેમાં સાત્વિક ત્યાગનો અભાવ છે તેને જ પાપ અને પુણ્ય બંધનકર નીવડે છે. કારણ કે તે મોહ અથવા રાગના સૂક્ષ્મ બંધનમાં છે. જે મોહના બંધનમાં છે તેને પાપની બેડી, અને રાગના બંધનમાં છે તેને કંઈક શુભનો સંયોગ શક્ય હોવાથી પુણ્યની એકલી અગર પુણ્ય-પાપની મિશ્ર બેડીમાં જકડાવું પડે છે. દા.ત., કોઈ કરજદાર દેવું ચૂકવવાનું પડતું મૂકી મોહવશ ત્યાગ કરે તો તે ત્યાગ તામસી કહેવાય. કાયાને સ્વેચ્છાએ કસવી તે તો તપ છે, તેને બદલે જે સુખશીલિયાપણાથી જાળવીને ત્યાગમાં રાચે તે રાજસી ત્યાગ ગણાય. એટલે જેણે સાત્ત્વિક ત્યાગ કર્યો નથી તેને પુણ્યપાપની જંજીરો માત્ર આ ભવમાં નડે છે. એટલું જ નહિ, બલકે મર્યા પછી પણ પરભવમાં નડે છે. એમને શુભાશુભ કર્મ કયાંય છોડતું નથી. જ્યારે સાત્ત્વિક ત્યાગીને તો આ ભવે પણ તે પીડતું નથી, તો પરભવમાં તો શાને જ પીડે ? સમભાવ પૂર્વકર્મોને વેદીને તે મોક્ષગતિ પામી જ જાય છે.
આ પરથી ગુરુદેવે તામસી ત્યાગ અને રાજસી ત્યાગનો ઘણી સ્પષ્ટતા કરીને અસ્વીકાર કર્યો અને સાત્ત્વિક ત્યાગનું મહત્ત્વ બતાવ્યું. સંન્યાસનો સાચો હેતુ સાત્ત્વિક ત્યાગથી જ સરી શકે છે, અને ત્યાગી તો સાત્ત્વિક ત્યાગી છે જ.
શ્રીકૃષ્ણચંદ્રને મન યજ્ઞ, દાન અને તપ કરતાં ત્યાગ સર્વોપરિ છે. અને ખરે જ સાત્ત્વિક ત્યાગની ભૂમિકા સર્વોપરિ છે. એટલે સત્તરમા અધ્યાયમાં યજ્ઞ, દાન, તપના ભેદો કહ્યા પણ ત્યાગના બાકી જ રાખ્યા. કારણ કે સાત્ત્વિક ત્યાગ મોક્ષદાતા છે. 'તત્”-રૂપી બ્રહ્મના નિર્દેશમાં ફલાકાંક્ષા છોડવાનું સૂચિત થાય છે. તે દષ્ટિ રાખી નિયત કર્મો કરવાં તે જ સાત્ત્વિક ત્યાગ. ત્યારે હવે સવાલ એ થયો કે નિયત કર્મ ક્યાં? તેમને કેવી રીતે ઓળખવા? અને કર્મફળની લાલસા તેમ જ કર્તુત્વનું અભિમાન શી રીતે તજવું? જો આટલું સમજાય તો કર્તવ્ય ધારીને કર્મ કરવામાં બાધ જ ન આવે, અને કરેલાં કર્મોનું ફળ ભોગવા સારુ જ જન્મમરણ પણ ન કરવાં પડે. આનો જવાબ કાર્ય, કારણ, કર્તૃત્વમાં પ્રકૃતિ જ હેતુભૂત છે, પુરુષ નહિ, મુખ્યત્વે ગુણોને લીધે જ ક્રિયા સંભવે છે, તો આત્માએ શા માટે અભિમાન રાખવું?" આવી અનેક રીતે તો અગાઉ અપાઈ ગયો જ છે. પરંતુ અહીં વળી બીજી રીતે ગુરુદેવ જવાબ આપે છે : આધ્યાત્મિક જ્ઞાન તો ઘઉની કણક છે. એમાંથી જે બનાવો તે બને. માત્ર સાવધાની અને કળા બે જોઈએ ! ગીતાના શબ્દોમાં કહીએ તો સમત્વ અને કમકૌશલ બે જોઈએ.
Page #308
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૮૧
હવે અહીં કર્મની તાત્ત્વિક મીમાંસા કરે છે કે જેથી કર્મ શાથી નીપજે છે - તે સમજાઈને કર્તુત્વાભિમાન અને ફળદષ્ટિ આપોઆપ ટળી જાય !
पतानि महाबाहो कारणानि निबोध मे । सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ।।१३।। अधिष्ठानं तथा कर्ता करणं च पृथगविधम् । विविधाश्च पृथकचेष्टा दैवं चैवात्र पअमम् ||१४|| शरीरवाइमनोभिर्यत्कर्म प्रारभते नरः । न्याय्यं वा विपरीतं वा पोते तस्य हेतवः ॥१५।। કર્મમાત્રની સિદ્ધિમાં, કહ્યાં આ પાંચ કારણો, *સાંખ્યશાસ્ત્ર મહાબાહ, જાણ મારા કનેથી તું. ૧૩ આ શરીર અને કતર ને સાધન જુદાંજુદાં; જાતજાતની ચેષ્ટાઓ૪ ને દૈવ, પાંચમું અહીં. ૧૪ મન વચન કાયાથી, ન્યાયી કે વિપરીત વા;
નર જે કર્મ આરંભે, તેના આ પાંચ હેતુઓ. ૧૫ હે મહાબાહુ ! (મોટા હાથવાળા અર્જુન ! કર્મમાત્રની સિદ્ધિ વિષે સાંખ્યસિદ્ધાંતમાં આ પાંચ કારણો કહ્યાં છે (ત) મારા કનેથી જાણી લે. તે પાંચ આ છે : -(૧) ક્ષેત્ર (આધારભૂત શરીર); (૨) (કર્તા), (૩) જુદાં જુદાં સાધન; (૪) જુદી જુદી ક્રિયાઓ; અને (૫) દૈવ.
શરીર, વાણી કે મનથી મનુષ્ય ન્યાયી અગર વિપરીત (એટલે કે નીતિસર કે નીતિવિરુદ્ધ) જે (કંઈ) કર્મ આરંભે છે તેના આ પાંચ હેતુઓ હોય છે. (મતલબ કે ક્રિયા માત્રમાં આ પાંચ હેતુઓ છે.)
જૈન ગ્રંથકારો (૧) નિયતિ, (૨) કાળ, (૩) સ્વભાવ, (૪) પ્રારબ્ધ, અને (૫) પુરુષાર્થ એમ પાંચ કારણો ગણાવે છે. અહીં આ જાતનાં પાંચ કારણો લીધાં
જ્ઞાનેશ્વર મહારાજે સાખે કૃતાન્ત'નો અર્થ વેદાંતસિદ્ધાંત એવો કર્યો છે છતાં કહેવું જ જોઈએ કે એનું મૂળ સાંખ્યસિદ્ધાંતમાં છે. ૧. શરીરને અધિષ્ઠાન -આધાર કહ્યું છે, કારણ કે એને આધારે જ કર્મ કરાય છે. ૨. કર્તા જીવ છે કારણ કે તેની સંગતિ ન હોય તો પ્રકૃતિ વિા કર્મ કશું કાર્ય શરીર હોવા છતાં લાગણીભર્યું ન કરી
શકે. ૩. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ કરણ છે. ૪. શરીરમાં નાના પ્રકારના થતા વ્યાપારો. જ્ઞાનેશ્વર મહારાજ દશ પ્રાણના વ્યાપારો લે છે. , પૂર્વ કરેલા શુભાશમ કર્મનું ફળ અને પ્રારબ્ધ પણ એક અપેક્ષાએ કહેવાય.
Page #309
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
છે. તે ખાસ કરીને તો મનુષ્યદ્વારા જે કાર્ય થાય છે તેની પાછળનાં કારણો લીધાં છે, અેટલે દેવનો અર્થ અદષ્ટ, બધાં કારણો લઈએ તો કાળ, નિયતિ, સ્વભાવ અને પ્રારબ્ધ ચારે તેમાં આવી જાય. અને પુરુષાર્થ સાથે શરીર, જીવ, ઈન્દ્રિય તથા પ્રાણનો સંબંધ છે જ. વળી બીજી રીતે મનુષ્યની કાર્યસિદ્ધિ પાછળ ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો મુખ્યત્વે જૈન શાસ્ત્રકારો બતાવે છે. અને વૈશેષિકો (૧) સમળિય, (૨) અસમવાચી, અને (૩) નિમિત્ત એમ ત્રણ કારણો બતાવે છે. પરંતુ સૌની મતલબનો સમન્વય થઈ શકે તેમ છે.
૫૮૨
શરીર હોય અને તેમાં જીવ ન હોય, તો લાગણીપૂર્વકની ક્રિયા ન સંભવે. શરીર અને જીવ જો જુદા હોય પણ સાધન જ હોય તો ક્રિયા થાય જ નહિ, શરીર, જીવ અને ઈન્દ્રિય હોવા છતાં સૂતેલો માણસ કાર્ય ન કરી શકે અને એ ચારે હેતુઓ હોય છતાં દૈવ પ્રતિકૂળ હોય તો ક્રિયા ન થાય.
આ પરથી એટલું તો ફલિત સહેજે થાય જ છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ પાછળ એકલો જીવ જ હેતુ નથી. એટલે કોઈ ધારે કે હું "આમ કરું કે તેમ કરું" અથવા "મેં આમ કર્યું કે મેં તેમ કર્યુ." તે દાવો પોકળ છે. જેમ લોક, તિલક કહે છે તેમ ખેતીમાં જમીન, બી, વરસાદ, ખાતર, બળદ બધું જોઈએ. માત્ર મનુષ્યયત્નથી પાક ન થાય. હા, મનુષ્યયત્ન પ્રત્યક્ષ હોઈને બળવાન છે એટલું ખરું. વળી કેટલાક લોકો એકલા દૈવ અગર પ્રારબ્ધ અથવા ભાવિ ઉપર જ બધો કાર્યસિદ્ધિનો બોજો નાંખે છે, તે તો વળી જડ, આળસુ અને મહા અનર્થકારી બની જાય છે. સારાંશ કે પુરુષાર્થને પૂરો અવકાશ છે, અને અનાયાસે આવેલાં કર્મધર્મો તો બજાવવાં જ જોઈએ, છતાં અહંકાર ન રાખવો જોઈએ; કારણ કે એકલા જીવનું ધાર્યું કશું થતું નથી. અહીં જીવ એટલે કર્મસંગી અથવા પ્રકૃતિના ગુણોનો સંગી જીવ લેવો, શુદ્ધ આત્મા નહિ ! શુદ્ધ આત્માનું ધાર્યું તો સર્વ થાય જ છે. પણ તે જગતના કાર્ય વિષે કશું ધારતો જ નથી, તે તો મોક્ષના મંગળભાવની જ ધારણા કરે છે, અને તે માર્ગે તે સ્વતંત્ર જ છે. ત્યાં તે માર્ગમાં પ્રકૃતિ આડે આવતી જ નથી, કારણ કે તે પુરુષમાં સમભાવ ભરેલો હોય છે. મતલબ કે સંસારનાં શુભ, અશુભ કે મિશ્ર પરત્વે રાગદ્વેષ કે મોહ અથવા અહંકાર ન રાખવો જોઈએ. છતાં આ વાત નહિ સમજાનારા કોણ અને એમની શી દશા થાય છે, તે વિષે હવે ગુરુદેવ કહે છે : तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः
I
||૧૬।।
Page #310
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૮૩
यस्य नाहङ्घतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इमाँल्लोकान् न हन्ति न निबध्यते ||१७|| એવું છતાં જુએ ત્યાં જે, અઘડ (અણઘડ) બુદ્ધિને લીધે, પોતાને એકલો કર્તા, ને દુર્મતિ ન દેખતો. ૧૬ અહંભાવ નથી જેને, જેની લેપાય ના મતિ; તે ન હણે, ન બંધાય, આ લોકોને હણ્યા છતાં. ૧૭ (હે અર્જુન ! ઉપર કહ્યું તેમ કાર્ય પછવાડે બીજાં કારણો હોવા છતાં એટલે કે) એવું છે છતાં એ અસંસ્કારી બુદ્ધિને લીધે હું જ કેવળ કર્તા છું” (એ પ્રકારે) જે નિહાળે છે, તે દુષ્ટ બુદ્ધિવાળો ખરી રીતે તો દેખતો જ નથી. (કારણ કે ખરી જ્ઞાનદષ્ટિ તેની બંધ છે. એટલે ધૂળ ચક્ષુએ ભાળે છે, પણ જ્ઞાનચક્ષુએ તો આંધળો
પણ જેનામાં અહંકારભાવ નથી અને જેની બુદ્ધિ મલિન નથી, તે આ લોકોને હણીને પણ નથી હણતો, નથી બંધનમાં પડતો !
નોંધ : શ્રીકૃષ્ણગુરુદેવે અહીં સોળમા શ્લોકમાં અહંકારભાવનું પોકળપણું બતાવ્યું છે અને સત્તરમા શ્લોકમાં નિરહંકારભાવની પ્રશંસા કરી છે. પરંતુ સત્તરમા શ્લોક પરથી કોઈ નિર્લેપ બુદ્ધિવાળો અને નિરહંકારભાવ ધારણ કરવાવાળો થઈને લોકોને હણવા લાગે તોય કશું પાપ એને ન લાગે' એવો ભાવ રખે તારવી લે ! ખરી વાત તો એ છે કે અહંકારભાવ કે આસકિતવાળી બુદ્ધિ હોય છે, ત્યાં જ હિંસાનું જોર વધે છે. નિરહંકારભાવ અને નિરાસક્તિ આવી એટલે હિંસા થાય જ કેમ? છતાં આવી ઉક્તિ એટલા જ સારુ કહી છે, કે અહંકારી મનુષ્ય નિરહંકાર ભાવની સાધના તરફ આકર્ષાય અને જ્ઞાનીની માત્ર સ્થૂળ ક્રિયા પરથી જ્ઞાનની ભૂમિકા માપવાનું ભૂલી જાય! મતલબ કે ખરો જ્ઞાની તો આપોઆપ અહિંસક જ હશે. એટલે એને આ સત્તરમો શ્લોક હિંસાને માર્ગે ન લઈ જતાં, અહંકારની સૂક્ષ્મતાને પણ કાઢી નાખવા પ્રેરશે અને જે આજે હિંસક હશે, છતાં ઉપર ચડવા ઈચ્છશે તે અહંકાર ભાવને છોડવા માટે સોળમા શ્લોકનું શરણું લઈને જ પહેલાં તો નિરહંકારી થશે. તો જ ગીતાના સોળમા અને સત્તરમા શ્લોકનું યથાર્થપણું જળવાશે. ‘હત્વપ ન દન્તિ' ના ઘણી રીતે અર્થો લઈ શકાય. એક તો એ કે નિરહંકારી પુરષ બીજાની દુષ્ટતાને હણે છે, તે કોઈની કાયાને ઈજા પહોંચાડવા ઈચ્છતો નથી. “સ્વાપિ ન દન્ત’ નો એક અર્થ એમ પણ લઈ શકાય કે
Page #311
--------------------------------------------------------------------------
________________
૫૮૪
ગીતા દર્શન
નિરહંકારી પુરુષ હણીને ય નથી હણતો, પણ અગિયારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણમુખે કહેવાયું છે તેમ હણાયેલાને હણે છે એટલે “સ ન નિવધ્યતે” તે બંધાતો નથી. હણાયેલાને હણવાનો અર્થ એ કે જ્ઞાની તો માત્ર આ લોકમાં જે ક્રિયા કરે છે, તે નિમિત્તરૂપે થઈને જ કરે છે, માલિકરૂપે થઈને કરતો નથી; એટલે તેને બંધન નડતું નથી. દા. ત., એક તળાવ ખોદાવ્યું અને તેનું પાણી પીનાર તે (જ્ઞાનીને નિમિત્તે એ તળાવ થયેલું હોઈને તે જ્ઞાની)ની દુવા બોલે છે. જ્ઞાની ત્યાં ફુલાતો નથી, કારણ કે તળાવ કંઈ માત્ર પોતાને જ લીધે નથી થયું, તેમાં બીજાં ઘણાં કારણો મળ્યાં ત્યારે થયું છે. એટલે વખાણથી તેની બુદ્ધિ લેખાતી નથી; તે જ રીતે તળાવના ખોદાણમાં જે મહારંભી હિંસા થઈ, તે હિંસાનું પાપ પણ તે જ્ઞાનીને લાગતું નથી. તેવા અર્થમાં જ આ શ્લોક બેસાડવો. અથવા બીજાની કાયાને હણનારને હણતાં પહેલાં તો પોતાનો આત્મનાશ કરવો પડે છે, પછી જ પોતે બીજાને હણી શકે છે. (‘પુરિસા નમેવ સિ તમેવ નમંલિવેવ') હે આત્મન્ ! જેને તું હણી રહ્યો છે, તે તું તને જ હણી રહ્યો છે, એમ જૈનસૂત્ર આચારાંગ' બોલે છે, તે અક્ષરે અક્ષર સત્ય છે. એટલે જ્ઞાની (પોતાના આત્માને હણનાર આવું) હિંસક કૃત્ય નથી કરતો. ગીતાના શબ્દોને આ ભાવમાં ગોઠવવો હોય તો “હવા ન હન્તિ' પ્રયોગ મળી રહે છે. બાકી માલિકીહક્કપૂર્વક જાતે કોઈ તેવો મહારંભ કરાવે, તો તે રાજસી કે તામસી કાર્યમાં ગણાય, અને એનું પાપ, પુણ્ય એને ભોગવવું જ પડે, કારણ કે ત્યાં એણે સંગ અને ફળનો ત્યાગ કર્યો નથી, બસ.
અંતરંગ વિષય હોઈને અંતરંગ અને બહિરંગ એમ ક્રિયાની પાછળના વ્યાપારોની વિચારણા મૂકે છે, કે જે પરથી સાધક પોતે કયા કર્મ પછવાડે કયો ભાવ સેવે છે તેનો ખ્યાલ આવે. જો કે આ વાત સત્તરમા અધ્યાયમાં અને ચૌદમા અધ્યાયમાં કહેવાઈ ગઈ છે, છતાં અહીં બીજા પ્રકારે તે જ વાતને પુષ્ટ કરે છે.
હણીને પણ આ લોકોને તે હણતો નથી. મતલબ એ કે પૂરો નિરહંકારી પુરુષ તો આત્મનાશ પણ કરતો નથી, તેમ લોકનાશ પણ કરતો નથી. જ્યારે અહંકારી તો આત્મનાશ પણ કરે છે, અને લોકનાશ પણ કરે છે, એમ ગીતાકાર આસુરી સંપત્તિવાળા માટે (૧૬-૯) અગાઉ કહી જ ગયા છે. સામાન્ય જ્ઞાનીના પક્ષમાં આ શ્લોક આબેહૂબ ઘટી જાય છે, અને તે એ રીતે કે જેમ હકીમ દર્દીનું દર્દ દૂર કરવાના હેતુથી દર્દીના શરીરના દર્દવિભાગ પર સ્પર્શ કરે કે દવા લગાવે તેથી દર્દીને પીડા થાય, તો ય તે સ્થૂળ રીત હિંસા છે, છતાં હકીમની દષ્ટિમાં તો દયા જ
Page #312
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૮૫
છે. એના દિલને કોઈ ખૂણે દર્દીને પીડા કરવાનો સંકલ્પ નથી. દર્દીની પીડા મટે તો સારું એવી એની ભાવના છે. એટલે ત્યાં હિંસા વસ્તુતઃ હિંસા ન હોઈ તે પીડાજન્ય હિંસાનું પાપ હકીમને બાંધતું નથી. તે જ રીતે જ્ઞાની, કોઈ સત્યલક્ષી ક્રિયા કરે અને તેમાં લોકો દુભાય તો તેવી હિંસા તે જ્ઞાનીને બંધનકર થતી નથી. આટલું કહ્યા પછી પણ જે પૂરો જ્ઞાની છે તેની તો સ્થૂળ ક્રિયા પણ અહિંસાથી જ છણાયેલી અહિંસક હોય છે, તો તે સૂક્ષ્મ અહિંસક તો હોય જ એમાં શી નવાઈ છે? અર્જુન સામાન્ય જ્ઞાની હતો, એટલે એને યુદ્ધજન્ય સ્થૂળ હિંસામાં પણ પ્રત્યક્ષ નિમિત્ત (લોકની આંખે ચડે તેવું નિમિત્ત) બનવું પડ્યું. બાકી આત્મલક્ષ રાખી, લોકહિતાર્થે કામ કરનાર જ્ઞાનીના સંબંધમાં કોઈ વાર હકીમનું દષ્ટાંત ઘટી શકે. પણ તે કિસ્સો લોકનિંદ્ય છે જ નહિ. એ જ રીતે તળાવનો કિસ્સો પણ લોકનિંદ્ય નથી. તે અનાસકિતવાળા પૂર્ણ જ્ઞાનીને પણ લાગુ પડે છે.
ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मनोदना । कारणं कर्म कर्तेति विविधः कर्मसंग्रहः ||१८|| જ્ઞાન, ય અને જ્ઞાતા, કર્મને પ્રેરતાં ત્રણે;
કારણ, કર્મ ને કર્તા, કર્મને સંગ્રહે ત્રણે. ૧૮ (હે અર્જુન !) કર્મની પ્રેરણા ત્રણ પ્રકારની છેઃ (૧) જ્ઞાન, (૨) શેય, અને (૩) પરિજ્ઞાતા. (તેમજ) (૧) કારણ, (૨) કર્મ, અને (૩) કર્તા એ પ્રમાણે કર્મનો સંગ્રહ ત્રણ જાતનો છે.
નોંધ : કોઈ પણ કાર્ય થતાં પહેલાં વશેષિકો એમ કહે છે કે ફલેચ્છા ફલજ્ઞાન, ઉપાયેચ્છા, ઉપાયજ્ઞાન એ પ્રવૃત્તિનાં કારણ છે. અને ઈષ્ટમાં પ્રવૃત્તિ થાય છે અને અનિષ્ટોથી નિવૃત્તિ થાય છે એના કારણમાં તેઓ કહે છે કે (૧) હું સાધી શકીશ? (૨) મારી ઈષ્ટ સિદ્ધિ એ પ્રવૃત્તિથી થશે. અને (૩) મારું એથી બલવતુ અનિષ્ટથી નહિ થાય. બસ, આ ત્રણ પ્રકારના વિચારને અંતે ઈષ્ટ પ્રવૃત્તિ થાય છે. જો કે ઈષ્ટ કોને કહેવું અને અનિષ્ટ કોને કહેવું? એ જ મુખ્યત્વે તો ચર્ચાનો વિષય છે. છતાં એટલું તો ખરું જ કે વિચારમાં ખરી રીતે આવ્યા પછી આચારમાં શીધ્ર આવે છે. એમ ઘણા પ્રસંગો આપણા જીવનમાંથી તારવી શકાય છે. જે જાણી શકાય અથવા જે જાણવા યોગ્ય હોય તે શેય કહેવાય. અગાઉ તો આત્માને જ ય જ્ઞાતા તરીકે ગુરુદેવ ઓળખાવી ગયા છે. શુદ્ધ આત્માની ઓળખાણ કરાવે તેવા સદ્દગુણો તે જ્ઞાન, એમ પણ કહી ગયા છે. જો એ શેય, જ્ઞાતા અને જ્ઞાન મોહગ્રસ્ત હોય તો તે
Page #313
--------------------------------------------------------------------------
________________
૫૮૬
ગીતા દર્શન
એવા કર્મની પ્રેરણા કરે છે, કે જે આત્માને નીચે જ પાડી દે, અને જો એ શેય, જ્ઞાતા અને જ્ઞાન શુદ્ધ હોય તો એવા કર્મની પ્રેરણા કરે છે જે આત્માને ઊંચે જ લઈ જાય. "હું બ્રહ્મચર્યન માર્ગે જ” એવી પ્રેરણા ઉચ્ચ કોટિના આત્માને થાય છે.
નોંધ : બ્રહ્મચર્યને આચરતો થાય તે પહેલાં સાધકને (૧) મારે બ્રહ્મચર્ય પાળવાનું છે. (જ્ઞય), (૨) તે અમુક રીતે પળાશે તે જ્ઞાન, એ પ્રકારે તે બ્રહ્મચારી (૩) પરિજ્ઞાતા પોતે ચિંતવે છે. એ કર્મનોદના થઈ. અને પછી આવા ચિંતનને અંતે સંકલ્પ કરીને તે બ્રહ્મચારી (કર્તા) નિયમોરૂપી (કરણ) દ્વારા મૂર્તિમંત બ્રહ્મચર્ય (કર્મ) આચરે છે. આ કર્મસંગ્રહ થયો. જો કે બ્રહ્મચર્ય એ આત્માનો સ્વાભાવિક ગુણ છે, છતાં નિયમોથી સધાયો માટે નિયમોનું ફળ અગર કાર્ય પણ તે કહેવાય. આ રીતે જોતાં પ્રત્યેક કાર્યનું પરિણમન થતાં પહેલાં કર્મનોદના અને કર્મસંગ્રહ એ જોઈએ જ.
જ્ઞાતા અને શેય વિષે તો તેરમા અધ્યાયમાં ક્ષેત્રી તરીકે અગાઉ કહેવાઈ ગયું છે, અને ત્યાં જ આચારાત્મક જ્ઞાન વિષે પણ કહેવાયું જ છે. પરંતુ અહીં તો વિચારાત્મક જ્ઞાનની બાબત આવી. એટલે તે જ્ઞાન વિષે હવે કહેવાવું જોઈએ તથા કરણની વાત તો સમજાય તેવી છે. પણ કર્મ અને કર્તાના સંબંધમાં ચોખવટ કરવી જોઈએ. તે માટે હવે ગુરુદેવ કહે છે :
ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः । प्रोच्यते गुणसङ्खयाने यथावच्छृणुं तान्यपि ||१९|| જ્ઞાન, કર્મ અને કર્તા, ગુણભેદે ત્રણે ત્રિધા;
સાંખ્યશાસ્ત્ર કહેવાય, યથાર્થ સુણ તે યતું. ૧૯ (પ્યારા પાર્થ ! હવે પ્રસંગ આવ્યો માટે તને કહું છું) જ્યાં સાંખ્યશાસ્ત્રમાં ગુણવિસ્તાર કહેવાયો છે, ત્યાં પણ આ વાત કહેવામાં આવી છે, પરંતુ મેં તને આ પહેલાં આ રીતે આ વાત કરી નથી, માટે અહીં કરું છું. અર્જુન ! જે આત્મજ્ઞાન છે, તેને તો ત્રણે ગુણ માંહેના કોઈનો સ્પર્શ થાય જ નહિ. તો પછી તેના ગુણભેદે કરીને પ્રકાર પડે જ શાના? પણ જે આત્મા કર્તુત્વાભિમાનથી આ પહેલાં ગુણમાં બંધાઈ ગયો છે-જેમ વાંદરો મટકામાંથી ચણા લેવા જતાં એની મૂઠી જ મટકાના નાના મુખમાંથી બહાર ન નીકળતાં બંધાઈ જાય છે. તેમ જ માયામાં સુખ શોધવા જતાં પોતે જ બંધાઈ જાય છે- તેવા કર્તા કર્મસંગી હોઈને તેના જ્ઞાનના, તેવા કર્તાના અને તે કર્મના ગુણભેદે ત્રણ ત્રણ પ્રકાર પડે છે તે દષ્ટિએ કહું છું. એ જાણ્યા
Page #314
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૮૭
પછી જેમ મૂઠી છોડાવવા માટે વાનરે ચણાની લાલચ તજવી જોઈએ, તેમ જીવે પણ પોતાના સ્વાભાવિક આત્મપ્રકાશને મેળવવા માટે અથવા કર્મબંધનથી છૂટવા માટે ગુણસંગની લાલચ તજીને એવાં કર્મ સંગ્રહવાં જોઈએ કે જે કર્મથી પાપપુણ્યનાં બંધન છૂટે. આજ લગી તેણે એવાં કર્મ સંગ્રહી લીધાં છે કે જેથી તે કર્યદ્વારા જ એવો હલકટ કર્મસંચય કરે છે કે તેથી ભવભ્રમણ વધ્યા જ કરે છે. ઠીક, લે, મારી સામે સ્થિરતાએ ધ્યાન આ૫) જ્ઞાન, કર્મ અને કર્તા (ઉપરની અપેક્ષાએ; એટલે કે ગુણની દષ્ટિએ)ગુણસંખ્યા (ગુણની ગણતરી કરવામાં આવી છે, તેવા સાંખ્યશાસ્ત્રોમાં ગુણભેદે કરીને (દરેક) ત્રણત્રણ પ્રકારના કહેવાય છે. તે પણ (હવે, તું જેમ છે તેમ (મારી કનેથી) સાંભળ.
નોંધ : સાંખ્યશાસ્ત્ર ગીતાકારને મંજૂર તો છે જ, પણ તેને ય પોતાની દષ્ટિએ છણીને તે મૂકે છે. માટે અહીં યથાવત્' એટલે જેમ છે તેમ' એ ક્રિયાવિશેષણ ગીતાકારે મૂકયું છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તેહ' બસ, એ જ ખરો વિવેક, એ જ્યાં છે ત્યાં આત્મજ્ઞાન છે, અથવા નજીક છે. અને જ્યાં આત્મજ્ઞાન છે, ત્યાં મુનિપણું છે; એટલે કોઈ વસ્તુ કે વ્યકિતને ખોટી કહેવાને બદલે, તે કઈ દષ્ટિએ, કયાં અને કયા પ્રકારે સાચી છે, તે જ સ્વરૂપ નિહાળાય અને સક્રિય સમજાવાય, તો અમૃત જ પથરાઈ રહે. અહીં પ્રથમ તો જ્ઞાનના ભેદો વર્ણવાય છે:
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते । अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ||२०|| पृथकत्वेन तु यज्ज्ञानं नानाभावान् पृथगविधान् । वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥२१।। यत्तु * कृत्स्नवदेकस्मिन् कार्ये सत्त्कमहैतुकम् । अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ||२२|| સૌ ભૂતોમાં જુએ એક અવ્યયોભાવ જે વડે; વિભકતોમાં અવિભકત, તે જ્ઞાન જાણ સાત્ત્વિક. ૨૦ પૃથભાવથી જે શાન, નાનાભાવો જુદાજુદા;
સર્વ ભૂતો નહીં જાણે તે જ્ઞાન જાણ રાજસી. ૨૧ * વેક્સિન (To)
Page #315
--------------------------------------------------------------------------
________________
૫૮૮
ગીતા દર્શન
*પૂર્ણ શું માની જે એક, કાર્યે ચોટયું અહેતુક;
તત્ત્વાર્થસૂન્ય ને અલ્પ, મૃત્યુ તે જ્ઞાન તામસી. ૨૨ જે વડે (સાધક) સૌ ભૂતોમાં (રહેલા) એક અવિનાશી ભાવને અને વિભકતોમાં અવિભકત (એટલે કે વિવિધતામાં પણ એકતા)ને જુએ છે, તેને સાત્ત્વિક જ્ઞાન (હે અર્જુન !) તું જાણ.
જે જ્ઞાન ભેદભાવે કરીને નોખા નોખા (દેખાતાં હોઈ) સૌ ભૂતોમાં જુદાજુદા ભાવો જુએ છે તે જ્ઞાનને (હું) રાજસી (જ્ઞાન) જાણ.
અને જે પૂર્ણની જેમ (માની) એક જ કાર્યો ચોંટેલું અને હેતુ વિનાનું તથા તાત્ત્વિક અર્થ વિનાનું (રહસ્ય વિનાનું) અને અલ્પ છે, તે જ્ઞાન તામસી (જ્ઞાન) કહેવાયું છે.
નોંધ : ગીતાકારે સાત્વિક જ્ઞાનમાં કર્તા અને કરણ અને જ્ઞાન ઉપર જ આરોપ્યાં છે. ખરી રીતે જ્ઞાન, શેય અને જ્ઞાતા ત્રણે એક સ્વરૂપે જ્યાં છે તે જ પરમ સાત્વિક જ્ઞાન છે. આવું જ્ઞાન તે જ વેદાંતનું અદ્વૈત. એટલે અહીં સાત્ત્વિક વિશેષણ જ્ઞાનને વપરાયેલું હોવા છતાં આ સાત્ત્વિક જ્ઞાન ગુણાતીત જ ગણી શકાય. આવા જ્ઞાનનું દેહ પર શું પરિણામ આવે છે તો ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ-યોગમાં જ્ઞાનનાં લક્ષણ બતાવતાં કહેલું જ છે. આવો જ્ઞાની પુરુષ પ્રત્યેક દર્શનમાં શુદ્ધ દષ્ટિ રાખતો હોઈને જેમ ક્ષીરનીરમાંથી હંસ દૂધ જ લઈ લે છે, તેમ સત્યાસત્યના મિશ્રણરૂપ જગતમાંથી પોતાનું સત્ય જ તારવી લે છે. આથી એવા સાત્ત્વિક જ્ઞાનની પ્રવૃત્તિ નિવૃત્તિમાં આત્મોન્નતિ અને વિશ્વકલ્યાણ જોડાયેલાં જ રહે છે. આ જ્ઞાન એ કોઈ મત નથી, પરંતુ જીવતું જાગતું આચરણ છે. એમ જ સહુ કોઈ સમજી લે. અને મતને નામે સાચાખોટાનો નિર્ણય કરવાના અર્થહીન વિતંડાવાદથી દૂર રહે !
રાજસી જ્ઞાન ઉપલા દરજ્જા કરતાં નીચેનું હોય છે. તે જ્ઞાનવાળો મનુષ્ય સ્વાર્થમાં રાચનાર હોય છે. સાત્ત્વિક જ્ઞાની બીજાની પીડાએ પીડાય છે. રાજસ જ્ઞાની પોતાને કે પોતાના અંગત સંબંધીને સુખ મળ્યું એટલે પત્યું એમ માનનાર હોય છે. તામસ જ્ઞાની તો તેથી પણ નીચલા દરજ્જાનો હોય છે. એની પાછળ મોહ જ ભર્યો હોઈને તાત્ત્વિક વાતનું તેમાં નામ જ હોતું નથી. રાજસ જ્ઞાનવાળો તો પોતાનાં સગાં અને પોતાનાં ગણાતાં સામે તો જુએ છે. અને ભલે બદલા લેવાની x અધુરું જ્ઞાન (પાઠાં.) ૧. એક પોતાના દેહને જ સર્વસ્વ માનીને જ્યાં પ્રવૃત્તિ થાય, ત્યાં તામસી જ્ઞાન માનવું. જૈનદષ્ટિએ આ જ બહિરાત્મભાવ - પરને સ્વ માની પ્રવર્તવું તે.
Page #316
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય અઢારમો
આશા ખાતર પણ કંઈક એ રીતે ય સ્વાર્થ-ત્યાગ કરી છૂટે છે, પણ તામસી જ્ઞાનવાળો તો એક પોતામાં જ જગત આવી ગયું એમ માને છે. એવા જ્ઞાનવાળો આસિંકેતરૂપ કાદવમાં ચોંટી જ ગયો હોય છે. આ બધું શા ખાતર કરે છે, એનું પરિણામ શું આવશે તેવી તાત્ત્વિક વાતના પાણીમાં તો એ ઊતરતો જ નથી. બસ કૂવાના મેડકને બીજી શી પરવા ? તે તુચ્છ હોવા છતાં પોતાને સર્વજ્ઞ માનીનેજ વર્તે છે. એટલે રાજસી જ્ઞાનવાળાને તો ઉત્કર્ષનો સંભવ છે, પણ તામસી જ્ઞાનવાળાને તો ભાગ્યે જ સંભવ છે. છતાં અશ્રદ્ધાળુ તામસી જ્ઞાનની સ્થિતિમાં મોક્ષનો કદી સંભવ નથી, તેવું તો શ્રદ્ધાવાળા તામસી જ્ઞાનની સ્થિતિમાં નથી જ. એટલે કે કોઈ કાળે પણ ત્યાં પુરુષાર્થ સવળો થાય, તો મોક્ષનો માર્ગ મોકળો થવાનો સંભવ છે. હવે કર્મ વિષે કહે છે :
नियतं
૫૮૯
सङ्गरहितमरागद्वेषतः
कृतम् I अफलप्रेप्सुना कर्म यत्तत् सात्त्विकमुच्यते ||२३|| यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं* तद् राजसमुदाहृतम् ||२४|| अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् । मोहादारभ्यते कर्म यत्तामसमुदाहृतम् ||२५|| રાગદ્વેષ વિના કર્મ, નિયત સંગમુકત જે, ફલેચ્છા ત્યાગીથી થાતું, તે સાત્ત્વિક કથાય છે. ૨૩ અહંકારીથી જે કર્મ, અથવા કાલિપ્સ (લાલચ)થી કરાય છે ×બહુ યત્ને, રાજસી કર્મ તે કહ્યું. ૨૪ જોયા વિના પરિણામ, હાનિ, હિંસા તથા ગજું;
મોહે પ્રેરાઈ જે કર્મ, થાય તે તામસી કહ્યું. ૨૫ ફ્લેચ્છાથી રહિત એવા પુરુષ વડે આસક્તિરહિત અને રાગદ્વેષ વિના કરાયેલ જે નિયત કર્મ, તે સાત્ત્વિક કર્મ કહેવાય છે.
કામભોગની ઈચ્છા રાખનાર વડે અથવા હું કરું છું એવા અહંકાર ભાવ રાખનાર વડે જે (ધાંધલપૂર્વક) પુષ્કળ પરિશ્રમપૂર્વક કર્મ કરાય છે, જે રાજસ કર્મ કહેવાયું છે.
ઢજેશલપુરું (પાનાં.) × બહુ કલેશે,
*
Page #317
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
જે કર્મ પરિણામ, હાનિ, હિંસા કે ગજું (વગેરે)નો વિચાર કર્યા વિના મોહને વશ થઈ આરંભાય છે, તે કર્મ તામસ કહેવાય છે.
૫૯૦
નોંધ : કર્મનો આધાર મૂળે તો કર્તાની ભાવના ઉપર છે, તે આથી સહેજે સમજાશે. જૈનસૂત્ર 'ઉત્તરાધ્યયન'માં કર્મના પ્રકારોમાં પણ ક૨ના૨ની આસકિત ઉપર બંધનો મુખ્ય આધાર ગણાયો છે. છતાં મનુષ્ય આસકિત કે અનાસકિતને કળી શકતો નથી. ત્યાં આવાં વર્ણનો ઉપયોગી છે. 'લેશ્યા' નામના અઘ્યયનમાં આ વિષે 'ઉત્તરાધ્યયન'માં ઠીક પ્રકાશ પાડયો છે.
*નિયત કર્મ કરવું જ જોઈએ' એમ તો ગુરુદેવે ઘણી વાર કહ્યું છે, અને એનો સંન્યાસ ન થઈ શકે, છતાં કોઈ કરે તો તે ત્યાગ તામસી ગણાય, એમ પણ કહ્યું છે. છતાં નિયત કર્મ ઓળખવું મુશ્કેલ પડે તે સારું અહીં બહુ સરસ વસ્તુ આપી. રાગદ્વેષ અને અહંકારભાવરહિત, જે ફલેચ્છાત્યાગ દ્વારા થાય, તે કર્મ નિયત તો જરૂર હોય. કારણ કે વાણોતર જ જો ધારે તો માલિકની નોકરી બજાવતાં છતાં પણ ગ્રાહકને રાજી રાખી શકે અને છતાં ન્યાય અને સત્ય જાળવી શકે; કારણ કે એને ત્યાં કર્તવ્ય ધારીને જ કાર્ય કરવાનું હોઈ, તેવા કાર્યપરત્વે ફલેચ્છાત્યાગ પણ શકય છે. રાગદ્વેષનો અભાવ પણ શકય છે અને અભિમાનનો ત્યાગ પણ શકય જ છે. બસ, આ રીતે દેહને માલિકની દુકાન માનીને, દેહમાં રહેલો જીવરૂપી વાણોતર એને બરાબર ચલાવે, તો નિયત કર્મ આપોઆપ સમજાઈ જાય; એટલું જ નહિ, બલકે એ તો જે ક્ષેત્રે રહે ત્યાં એને માટે નિયત કર્મ જ હોય ! અને એ કર્મને બજવવા રૂપ સ્વધર્મ ખાતર એ મરણ પસંદ કરે, પણ નિયત કર્મના ત્યાગરૂપ ૫૨ધર્મસેવનના પતનમાં કદી જ ન પડે !
ગીતાકારે રાજસકર્મનું વર્ણન કરતાં કરતાં એક સરસ વાત કહી નાંખી : કાં તો માણસ અહંકારી બને, અને કાં તો કામરાગથી આતુર બને, ત્યારે જ રજોમય પ્રવૃત્તિમાં પડે છે. અને એ પ્રવૃત્તિમાં બહુ પ્રયત્ન હોય જ છે. આટલો પરિશ્રમ સાત્ત્વિક પ્રવૃત્તિમાં હોતો જ નથી.
દા.ત. એક રાગી માણસે પોતાનો અહંકાર પોષવા ખાતર કોઈને નિમંત્રેલ હોય તો એ નિમંત્રિત ગૃહસ્થને કોઈ પણ ઉપાયે રાજી રાખવા માટે ધર્મ કે સત્ય નેવે મૂતાં પણ પાછું વાળી ન જુએ, છતાં પણ પેલો નિમંત્રિત ગૃહસ્થ તો કયાંક જરાક ઊણપ દેખી, એટલે ટીકાટિપ્પણી કરવાનો. અને તે આપેલા નિમંત્રણકર્તાને કાને પડી, એટલે વળી તે દુઃખી થઈ જવાનો અને ફરી એવા એ
Page #318
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
પ૯૧
ગૃહસ્થને રીઝવવાની કોશિશ કરવાનો. આ તો એક સામાન્ય ઉદાહરણ છે. પરંતુ અહંકારી અને કામીની મહામહેનત તો આપણે સહુ આપણી જિંદગીના ભાગો પરથી પણ તારવી શકીશું, એટલે સાત્ત્વિક પ્રવૃત્તિમાં અથવા તો આત્માર્થસાધકક્રિયામાં ભલે પ્રથમ પ્રથમ એ જાતનો અનુભવ ન હોવાને લીધે શ્રમ જેવું લાગે, પરંતુ ખરી રીતે તો એ શ્રમમાં પણ આરામ જ મળે છે. તે તો એ રસમાં ડૂબનાર જ જાણે, કાંઠે ઊભેલા શું જાણી શકે ?
તામસ કર્મના મૂળમાં મોહ હોય તે તો સમજાય તેવું જ છે. તે તામસી કર્મનો કર્તા ફળ સામે જરૂર દષ્ટિ રાખે છે, પણ એની દષ્ટિ જ ભૂલભરેલી હોય છે.
ભલા ! લિંબોળીનો વાવનાર કેરીનું ફળ નજર સામે રાખે તોય કયાંથી પામે? જ્ઞાનીજન તો એમ જ કહે કે તે લિંબોળીના પરિણામનો વિચાર જ ર્યો નથી.' એ જ રીતે એ કરવા જાય છે લાભને માટે પણ દષ્ટિ ઊંધી હોવાથી – જેમ પૂર્વદિશા તરફ આવેલું ગામ પૂર્વ તરફ ન ચાલતાં પશ્ચિમદિશા ભણી ચાલે તો ઊલટું દૂર થાય છે તેમ - હાનિ જ થાય છે. હિંસા, અહિંસાનો વિચાર તો એને હોય જ કયાં? નીરોએ માત્ર હાથીના કરુણ કચકચાટવાળા શબ્દને સાંભળવા સારુ તેમને ટેકરી ઉપરથી ઊંડી ખીણમાં ધકેલાવ્યા - તે આપણે જોઈ ગયા છીએ. આવા લોકો નિર્દયતા અને વહેમની મૂર્તિ જ હોય ! પરંતુ પોતાનું ગજું તપાસ્યા વિના જ મહાન સાહસિક કામ કરતા હોય છે, એટલે આખરે કુદરતી નિયમાનુસાર પૂરેપૂરી થપ્પડ ખાય છે. મોહમૂઢને વિવેક હોય જ કયાંથી? કર્મના વર્ણન પછી હવે કર્તાનું વર્ણન કરે છે :
मुक्तसङ्गोऽनहवादी धृत्युत्साहसमन्वितः । सिद्धयसिद्धद्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ।।२६।। रागी कई फलपेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः । हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ।।२७।। अयुक्तः प्राकृत स्तब्धः शठो नैष्कृतिकोऽलसः । विषादी दीर्धसूत्री च कर्ता तामस उच्यते ॥२८|| ન સંગી ન આહવાદ, સમો સિદ્ધિ-અસિદ્ધિમાં; ધૃતિ-ઉત્સાહથી યુકત, કર્તા કથાય સાત્ત્વિક. ૨૬ કર્મફળદ્ઘ ને રાગી, અશુચિ લુબ્ધ હિંસક; હર્ષ-શોક થકી યુકત, કર્તા પ્રખ્યાત રાજસી. ૨ ૭
Page #319
--------------------------------------------------------------------------
________________
૫૯૨
શઠ ચંચલ વિષાદી, નીચ અક્કડ આળસુ; દીર્ધસૂત્રી અસંસ્કારી, કર્તા કથાય તામસી.
ગીતા દર્શન
૨૮
(હે ભારત ! ) જે સંગ (આસક્તિ) અને અહંવાદ (એટલે હું કરું. આ મેં કર્યુ, આ મારું એવા અહંત્વમમત્વ)થી રહિત છે. સિદ્ધિ થાઓ કે અસિદ્ધિ થાઓ, તે બન્ને સ્થિતિમાં જે નિર્વિકાર છે (એટલે કે સફળતા નિષ્ફળતામાં હર્ષશોકરહિત જે રહે છે) જે ધૃતિ (દઢતા અને ઉત્સાહથી યુકત રહે છે, તે સાત્ત્વિક કર્તા કહેવાય છે.
જે રાગી છે, કર્મફળનો ઈચ્છુક છે, જે મેલો, લોભી અને હિંસાભાવી છે, તથા હર્ષશોકથી ઘેરાયેલો છે, તે રાજસ કર્તા (તરીકે) પ્રસિદ્ધ છે.
જે અસંસ્કારી, શઠ, ચંચળ બુદ્ધિવાળો, અક્કડ (જક્કી) આળસુ, નીચ, ખિન્ન સ્વભાવવાળો સોગિયો તેમજ દીર્ધસૂત્રી છે તે તામસી કર્તા કહેવાય છે.
નોંધ : ગુરુદેવે 'રાજસી' કર્તાને પરિકીર્તિત' ભૂતકૃદંતના પ્રયોગથી બતાવ્યો છે. તે એમ સૂચવે છે કે વિશ્વમાં રાગમય પ્રવૃત્તિવાળો મનુષ્યવર્ગ વિશેષરૂપે દેખાય છે, અને ઝટ ૫૨ખાઈ પણ જાય છે.
કર્તા સાત્ત્વિક હોય તેનું કર્મ બહુધા સાત્ત્વિક જ હોય તે સમજી શકાય છે. છતાં ઘણીવાર એવું પણ બને છે કે કર્તાની સાત્ત્વિક બુદ્ધિ સ્થિર ન હોય, ત્યાં તે રાજસિક કે તામસિક કર્મો પણ કરી નાખે છે. એટલે કર્તા અને કર્મ જુદાંજુદાં ત્રણ ત્રણ પ્રકારનાં કહ્યાં. નહિતર તો કર્તાના ભેદપરત્વે જ કર્મનો સમાવેશ થઈ જાત, પરંતુ તેમ નથી. કર્તાનું સળંગ જીવન રાજસી હોય છતાં વિરલ પ્રસંગ એના જીવનમાં એવા આવે કે ત્યારે તે જે કર્મ કરે તે સાત્ત્વિક હોય ! આવી વિરલ ક્ષણોએ કરેલા સાત્ત્વિક કર્મનો સંસ્કાર જો દઢ થાય, તો આ અઘ્યાયમાં અગાઉ કહેલું સાત્ત્વિક જ્ઞાન ઉદય પામે કારણ કે ગુરુદેવે ચૌદમા અઘ્યાયમાં એ તો સમજાવ્યું જ કે છે કે સત્ત્વગુણનું જોર થાય ત્યારે ત્યાં રજોગુણ અને તમોગુણ હારે છે. આમ કરતાં કરતાં તેની સ્થિતિ એવી થાય કે તેનું સાત્ત્વિક જ્ઞાન દૃઢ થઈને તેને ઉચ્ચ પ્રકારનાં કર્મ કરવાની પ્રેરણા આપે, અને તેથી સાધનો જમાવીને કર્તા જે કર્મસંગ્રહ કરે તે ઉચ્ચ કોટિનો જ કરે. એટલે કે તે કર્તા સાત્ત્વિક :ર્મ જ આદરે. અને આમ છેવટે પોતે પણ સાત્ત્વિક જ બની જાય ! આ વિકાસનો ક્રમરા સચોટ માર્ગ છે,
આમ સાત્ત્વિક કર્તા થવા માટે, સાત્ત્વિક જ્ઞાની જ્ઞાનને માટે, સાત્ત્વિક કર્મો કરવાની અત્યંત જરૂર છે.
જરૂર છે અને સાત્ત્વિક એટલા જ સારુ ગીતાકારે
Page #320
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
પ૯૩
દાનાદિ કર્મોની જરૂરિયાત બતાવી અને મનીષી-બુદ્ધિમાન-વિચારવંત-ને તે પાવન કરનારાં છે તેમ કહ્યું. માત્ર અદ્વૈતભાવ કે બ્રહ્મ બોલ્યાથી કશું વળતું નથી, તેમ તેવી આત્માની નિત્યતા વિષે માત્ર કલ્પના કર્યે ખાસ કશું વળતું નથી. અલબત્ત, શ્રદ્ધા અને જિજ્ઞાસા જાગ્રત હોય, તો તેવી કલ્પના પ્રેરક બને ખરી ! પરંતુ ખરી વાત તો એ છે કે ગોળ ઉપર ગમે તેટલી શ્રદ્ધા હોય, પૂરી જિજ્ઞાસા હોય, ગોળના વૈજ્ઞાનિક પૃથક્કરણપૂર્વકની વાત સાંભળી વિચારી હોય, કે ગોળનાં ગાડાંની કલ્પના કરી હોય, તોય ગોળ ખાધા વિના ખરી લિજ્જત આવતી નથી અને અનુભવ દઢ થતો નથી. એટલે ઉચ્ચ કોટિના રસ સંબંધે અનુભવને પુષ્ટ કરવાની બહુ જરૂર છે, અને તેને સારુ કર્મ ભારે અગત્યનાં છે. આજે તો ઈન્દ્રિયો એટલી કુટેવથી ઘેરાયેલી છે કે આત્મજ્ઞાનની વાતોની અસર જો વ્યવહારમાં ન ઊતરે, એટલે કે ઈન્દ્રિયોની કુટેવોને સ્થાને સુટેવો શ્રદ્ધાભર્યા પ્રબળ પુરુષાર્થે ન જમાવાય, તો ડગલે ને પગલે પાડી જ દે! પડી ગયા પછી ઉદયકર્મને કે પ્રારબ્ધને જ માત્ર દોષ દેવાનો બચાવ શોધવો પડે. અને એવા લૂલા બચાવ શોધ્યું પણ અંતરનો ડંખ તો ક્યાં મટવાનો હતો ? એટલે ખરી રીતે, તે પહેલાં જ ચેતાય અને સાત્ત્વિક કર્મ આચરાય તો ઘણું સારું. અલબત્ત તેમાં અનહંવાદ કે અનાસક્તિ જેટલાં મનથી રાખી શકાય, તેટલાં રાખવા પૂરતાં આત્મજ્ઞાનનાં વિચાર અને કલ્પના ઉપયોગી છે જ. પરંતુ શ્રદ્ધા અને જિજ્ઞાસા જે સાધકમાં ન હોય તેને સારુ
જ્યારે કટોકટીનો પ્રસંગ આવી પડે છે ત્યારે આત્મજ્ઞાનની વાતો અલોપ જ થઈ જાય છે, કશી કાર્યસાધક બનતી નથી. આનું જ નામ તે પોપટિયું જ્ઞાન. માટે જ આત્મજ્ઞાનની વાતોમાં શ્રદ્ધા અને જિજ્ઞાસાની જરૂર છે. અને આવો શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ સાત્ત્વિક કર્મ આચરવા તત્પર રહે છે. આમ જ્ઞાન, કર્મ અને કર્તાની ત્રિપુટી જીવનમાં કામ કરે છે. સંસારચક્રનું કારણ સત્ય પરત્વે અશ્રદ્ધા, જ્ઞાનીના દોષ જોવાની દષ્ટિ અને એને લીધે કર્મમાં આવતું તામસીપણું ને સદ્દગુણને બદલે આવતું આસુરીપણું છે. આ આસુરીપણાને પ્રભાવે બનતો તામસિક કર્તા પ્રકૃતિના નિયમ પ્રમાણે આસુરી યોનિ પામી જન્મમરણ કર્યા કરે છે. અને એ જ કર્મ વળી કુસંસ્કાર દઢ કરી તામસ જ્ઞાન જમાવે છે. એને લીધે કર્તાની બુદ્ધિ તમામ કર્મ ભણી પ્રેરાઈને બૂરાં કર્મનો સંચય કરી એના પરિણામરૂપ ભારે કષ્ટ પામે છે. તેમ મોક્ષચક્રનું કારણ સત્ય પરત્વે શ્રદ્ધા, જ્ઞાનીના ગુણ જોવાની દષ્ટિ અને એને લીધે વિચાર, વિવેકપૂર્વક આવતી સાત્ત્વિકતા તથા દૈવી સંપત્તિ છે. એ દૈવી સંપત્તિને પ્રભાવે બનતો નિશ્ચયે નિરંતર સાત્ત્વિક કર્તા. તે આસકિતનાં બીજ હોય
Page #321
--------------------------------------------------------------------------
________________
પ૯૪
ગીતા દર્શન
ત્યાં લગી દેવી અને માનુષી ગતિ પામી જો કર્મ બાકી હોય તો ત્યાં લગી સુસંસ્કાર દઢ કરી તે કર્મદ્વારા સાત્ત્વિક જ્ઞાન જમાવે છે અને છેવટે કર્તાની બુદ્ધિ સમભાવી બને છે. એ સમભાવી કર્તા ઈષ્ટ, અનિષ્ટ અને મિશ્ર એમ ત્રણે કર્મના લેપથી મુકત થાય છે. આમ નવાં કર્મનો પ્રવાહ એ કર્તાને ચોંટતો નથી, અને જૂનાં કર્મ સમભાવે વેદવાથી ખરી પડે છે; એટલે છેવટે તે ક્ષેત્રી, શેય અથવા અક્ષર બની પુરુષોત્તમપદમાં લીન બની જાય છે.
આટલું સમજ્યા પછી હવે સારા કે માઠા સંસ્કારો દઢ કરાવનાર તત્ત્વ કે જેને ગીતાની પરિભાષામાં ધૃતિ કહેવાય છે, જે મનુષ્યદેહરૂપી ક્ષેત્રમાં છે – તે વાત તેરમા અધ્યાયમાં કહેવાઈ છે – તે વિષે, અને તે પહેલાં જે બુદ્ધિ એ સંસ્કારોને પકડવામાં મદદગાર બને છે, તે વિષે તથા કર્મના પરિણામે ભોકતાને જે વેદના થાય છે તે વિશે, શ્રીકૃષ્ણગુરુ કહેવા માગે છે.
અહીં પાઠકને એક પ્રશ્ન થશે કે જ્ઞાન વિષે કહેવાયું તેમાં જ બુદ્ધિ ન આવી? બુદ્ધિનો અર્થ ઘણે સ્થળે જ્ઞાન એવો લેવાય છે ખરો-વ્યાવહારિક રીતે આમ બનવું અસંભવિત નથી. પણ તાત્ત્વિક રીતે જોતાં બુદ્ધિ તત્ત્વનો સંબંધ પ્રકૃતિ સાથે છે, અને જ્ઞાનનો સંબંધ આત્મા-પુરુષ સાથે છે. એટલે શ્રીકૃષ્ણગુરુએ આ અધ્યાયમાં જે સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ ભેદ જ્ઞાનના લીધા. અને તેરમા અધ્યાયમાં જે જ્ઞાન બતાવ્યું તે આત્મલક્ષી વિચારના પરિણામે જન્મતા આચાર સૂચવતા સદ્દગુણોની દષ્ટિએ બતાવ્યું હતું. વળી જ્યાં જ્ઞાનનો ભેદ કથાય ત્યાં ભાવ શબ્દ વપરાયો છે કે જે આત્મા સાથેનો સંબંધ સૂચવે છે, અને બુદ્ધિના પ્રકરણમાં તો ગુણ શબ્દ આવશે કે જે પ્રકૃતિ સાથેનો સંબંધ સૂચવે છે. એટલે આ રીતે જ્ઞાન અને બુદ્ધિ વચ્ચે તાત્ત્વિક ભેદ બહુ સરસ રીતે શ્રીકૃષ્ણગુરુએ દર્શાવી દીધો છે, તે ખાસ ખ્યાલમાં રાખવા જેવો છે.
બીજું, સુખના સંબંધમાં પણ એવું જ છે. બુદ્ધિજન્ય સુખ એ નિરાળું સુખ છે અને આત્મજ્ઞાનજન્ય સુખ એ નિરાળું સુખ છે. અલબત્ત આત્મજ્ઞાની પણ જ્યાં લગી દેહધારી છે, ત્યાં લગી બુદ્ધિગ્રાહ્ય સુખ વેદે છે. પરંતુ ત્યાં બુદ્ધિ પ્રકૃતિને પરાધીન નથી હોતી, એટલે તેનું બુદ્ધિગ્રાહ્ય સુખ પણ મૂળે આત્મલક્ષી હોઈને બંધનકર બનતું નથી. જૈનસૂત્રોએ સતાવેદનીય અને અસતાવેદનીય એમ વેદનીય કર્મમાં જ આ પ્રકૃતિજન્ય સુખદુ:ખનો સમાવેશ કર્યો છે. એટલે આત્માજ્ઞાનનું સુખ નિરાળું આપોઆપ જ પડી જાય છે. ત્યાં વેદાંત પરિભાષાનો
Page #322
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૫૯૫
આનંદ શબ્દ ન વાપરવાથ, પણ કામ સરી જાય છે. હવે એ બુદ્ધિ, ધૃતિ તથા સુખના પ્રકૃતિગુણને લીધે થતા ભેદો વિષે બોલવાનું શ્રીકૃષ્ણગુરુ વચન આપે છે. તે પરત્વે ધ્યાન આપીએ.
बृद्धभेदं धृतेश्चैव गुणतस्त्रिविधं श्रृणु । प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय ||२९|| બુદ્ધિ ને ધૃતિના ભેદ, ગુણો થકી ત્રિધા સુણ;
કહેવાતા પૂરી રીતે, જુદાજુદા ધનંજય ! ૨૯ હે ધનંજય ! બુદ્ધિ અને ધૃતિના ગુણને લીધે, ત્રણ પ્રકારના જુદાજુદા કહેવાતા ભેદને (હવે તું) સાંભળ.
નોંધ : અહીં શ્રીકૃષ્ણગુરુએ “TUતઃ' એ પ્રયોગ ખાસ વાપર્યો છે, તે પ્રકૃતિ સાથે બુદ્ધિને વધુ સંબંધ છે, એ સિદ્ધ કરે છે. એ વિષે અગાઉ પણ કહેવાયું છે. બીજું, અહીં બુદ્ધિ અને ધૃતિને જુદી પાડી છે, તે પરત્વે ધ્યાન ખેંચવા “પૃથક્વે' એ પ્રયોગ વપરાયો હોય એમ ફલિત થાય છે.
प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये । बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विका ||३०|| यया धर्ममधर्मे च कार्ये चा कार्यमेव च । अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ||३१|| अधर्म धर्मभिति या मन्यते तमसावृता । सर्वार्थान् विपरीताँश्च बुद्धिः सा पार्थ तामसी ॥३२।। પ્રવૃત્તિ ને નિવૃત્તિ કયાં, કાર્યકાર્ય ભયોભય; બંધ ને મોક્ષ જે જાણે, બુદ્ધિ તે પાર્થ! સાત્વિકી. ૩૦ ધર્મ, અધર્મ ને કાર્ય, અકાર્યનુંય પારખું; બરાબર નહિ જાણે, બુદ્ધિ તે પાર્થ ! રાજસી. ૩૧ અધર્મો ધર્મ માને છે, ઘેરાયેલી તમોગુણો; સૌ વસ્તુ અવળી જેને, બુદ્ધિ તે પાર્થ ! તામસી. ૩૨
Page #323
--------------------------------------------------------------------------
________________
૫૯૬
ગીતા દર્શન
(હે પાર્થ ! પદાર્થોનો નિર્ણય કરવા સારુ જ બુદ્ધિનો ઉપયોગ કરવો ઘટે છે. એટલે પ્રવૃત્તિ કયાં યોગ્ય છે, નિવૃત્તિ કયાં યોગ્ય છે, કાર્ય કર્યું, અકાર્ય કર્યું, ભય કયે સ્થળે છે, અભય કઈ વસ્તુ છે, બંધ કયાં થાય છે, મોક્ષ કઈ રીતે થાય, આ બધો વિવેક હોવો જોઈએ. આવી સત્યાસત્યનો વિવેક કરનારી વિવેકબુદ્ધિથી જ ખરું આત્મકલ્યાણ થાય છે. માટે જ કહું છું –). - પાર્થ ! પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય-અનાર્ય, ભય-અભય અને બંધમોક્ષ(ના જોડલાંમાં ક્યાં કયું યોગ્ય છે તે યથાર્થ) જે જાણે છે, તે સાત્ત્વિક બુદ્ધિ છે. પાર્થ! ધર્મ-અધર્મ અને કાર્ય-અનાર્યની જે બરાબર ઓળખાણ(યથાર્થ ઓળખાણ) ન કરી શકે તે રાજસી બુદ્ધિ છે.
અને હે (પૃથાપુત્ર) પાર્થ! જે બુદ્ધિ તમોગુણથી ઘેરાયેલી હોઈને અધર્મને ધર્મ માને છે અને સર્વ વસ્તુમાં જે અવળી જ સમજણ ધરાવે છે, તે તામસી બુદ્ધિ છે.
નોંધ : અહીં શ્રીકૃષ્ણગુરુએ 'પાર્થ' વિશેષણ વાપર્યું છે, તે પણ પૃથ્વી માતા સૂચવીને બુદ્ધિનો સંબંધ પાર્થિવ છે એ સિદ્ધ કરે છે. વળી શ્રીકૃષ્ણગુરુએ સાત્ત્વિક બુદ્ધિના વિષયોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ, કાર્ય-અનાર્ય, ભય-અભય અને બંધ-મોક્ષ, એમ ચાર જોડકાં લીધાં, કારણ કે તે બુદ્ધિ ઉચ્ચકોટિની હોઈ તેમાં વધુ વ્યાપક્તા છે. સાત્ત્વિક બુદ્ધિ ધરાવનારનું ક્ષેત્ર માત્ર પોતા પૂરતું નથી, પણ આખું જગત તેને કુટુંબરૂપ હોઈને એને પળેપળે સર્વ વિચારો કરવાના હોય છે. જેમ 'શ્રીઉત્તરાધ્યયનસૂત્ર'ના વીસમા અધ્યયનમાં અનાથી મુનિએ કહેલું છે તેમ જે પોતે અભય ન પામે, તે બીજાને અભય ન આપી શકે. વિશ્વપ્રેમી શુદ્ધ અહિંસક જ પોતે અભય હોય અને બીજાને અભય આપી શકે. એટલે આવી કસોટી કરવાનું તેને ડગલે ને પગલે આવે. એ જ રીતે કર્યું કર્મ પ્રતિબંધક થશે અને કયું નહિ થાય, તે પણ મુખ્યત્વે એને વિચારવાનું હોય. એટલે, એટલી સાત્વિક બુદ્ધિની વિશેષતા છે, અને તે યથાર્થ નિર્ણય જ કરાવી આપે છે.
રાજસી બુદ્ધિવાળો ધર્મ અને કર્તવ્યને માર્ગે જવા ઈચ્છે છે, પણ રાજસી બુદ્ધિ એને ગૂંચવણમાં નાખી દે છે. કેટલીક વાર ખોટી રીતે પણ નિશ્ચય કરાવી દે, અને કેટલીકવાર સાચી રીતે પણ નિશ્ચય કરાવી દે, એનો કશો નકકી ઢંગધડે નહિ. મતલબ કે બરાબર ઓળખાણ ન કરાવી શકે. માટે રાજસી બુદ્ધિનો ભરોસો ન રખાય.
Page #324
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
પ૯૭
તામસી બુદ્ધિ તો સાવ ઊંધી જ રીતે દોરે, એટલે તે તો ખાડામાં જ પાડે-જેમ આંધળો પડે છે તેમ. એટલે ધાર્મિકતાનો છાંટો તો ત્યાં હોય જ શાનો? પણ ધર્મને નામે અધર્મ કૃત્યો કરાવે. યજ્ઞને નામે પશુવધ, તપને નામે બીજાને પજવવાં, દાનને નામે મોહમુગ્ધ બનવું ને બનાવવું, એ એમના ધર્મને નામે થતાં અધમ કત્યોના નમૂના છે. જૈનસૂત્રોમાં જે ગાઢ મિથ્યાત્વ કહેલું છે, ત્યાં આવી જ બુદ્ધિ હોય છે. અને જ્યાં કંઈક ઓછું મિથ્યાત્વ થઈને મૂંઝવણ થતી હોય છે ત્યાં રાસી બુદ્ધિ હોય છે. પણ મિથ્યાત્વ નીકળીને સમ્યકજ્ઞાન ઊપજે છે, તેવા પુરુષમાં સાત્ત્વિક બુદ્ધિ હોય છે. દશવૈકાલિકસૂત્ર”માં કહ્યું છે કે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવે તત્ત્વોને યથાર્થ જાણીને ક્ષાયિક સમકિતી હોય તો ચારિત્રમાં ગમન કરી છેવટે અવશ્ય મોક્ષ પામે છે. જો તે પૂર્વકર્મની ગાઢતાથી પુનર્જન્મ પામે, તો પણ તેનું સમ્યગૂ જ્ઞાન ડૂબતું નથી પણ અંતે ભવજળ તારીને પાર ઉતરાવે છે. શ્રીકૃષ્ણગુરુ હવે ધૃતિ વિષે કહે છેઃ
धृत्यायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः । योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ।।३३।। यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन । प्रसङ्गेन फलाकांक्षी धृतिः सा पार्थ राजसी ॥३४।। यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च । न विमुअति दुर्मेधा धृतिः सा पार्थ ! तामसी ||३५|| યોગે અર્જુન ! ધારે કો, મન પ્રાણેઢિયક્રિયા; જે ધ્રુવ ધૃતિ દ્વારા, ધૃતિ તે પાર્થ ! સાત્ત્વિકી. ૩૩ આસકિતથી કલાકાંક્ષી, ઘર્મ ને અર્થ-કામને; ધારે છે જે વૃતિદ્વારા, વૃતિ તે પાર્થ ! રાજસી. ૩૪ જે વડે સ્વપ્ન ને શોક, ભય વિષાદ ને મદ;
છોડી શકે ન દુર્બુદ્ધિ, ધૃતિ તે પાર્થ! તામસી. ૩૫ (હે ઊજળા) અર્જુન ! યોગ થકી કોઈ (યોગી પુરુષ) મન, પ્રાણ અને ઈન્દ્રિયની ક્રિયાને જે અવ્યભિચારી (એટલે કે આમતેમ નહિ જનારી) વૃતિથી
Page #325
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
ધારી રાખે છે (ચિત્તાનરોધની સાધના કરતી વખતે એ બધા વ્યાપારોને સ્થગિત કરી રાખે છે અથવા સંયમિત રાખે છે), હે પાર્થ ! તે ધૃતિ સાત્ત્વિક વૃતિ છે.
ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણ પુરુષાર્થને ફલાકાંક્ષી પુરુષ આસકિતપૂર્વક ધારણ ૯ છે. હે પાર્થ ! તે ધૃતિ રાજસી (ધૃતિ) છે.
તેમજ તે વૃતિદ્વારા દુબુદ્ધિ મનુષ્ય) સ્વપ્ન (નબળાં સ્વપ્નવાળી નિદ્રા) ભય, શોક, ખેદ અને મદ તજી શકતો નથી (એટલે કે મજબૂતપણે તે કુસંસ્કારો ધારણ કરાવી રાખે છે) તે ધૃતિ (હે) પાર્થ ! તામસી (ધૃતિ) છે.
નોધ : મૂળે તો ધૃતિ એટલે ધારણ કરાવનારી શકિત. સારા સંસ્કારો ધારણ કરાવે અને મદદગાર થાય તે ઉચ્ચ કોટિની અથવા સાત્વિક ધૃતિ એ જ આદરપાત્ર છે. શ્રીકૃષ્ણગુરુએ આત્મસંયમયોગમાં યોગસાધનામાં ધૃતિગૃહીત બુદ્ધિની જરૂર બતાવી છે તે આ જ, બાકી રાજસી ધૃતિમાં ધર્મસંસ્કારનું ધારણ કરવાપણું છે ખરું, પણ તે ધૃતિકારમાં ફલાકાંક્ષી દષ્ટિ હોવાથી પતન થવાનો વિશેષ સંભવ રહે છે અને તામસી ધૃતિ તો પતનકારિણી છે જ.
જૈનસૂત્રોમાંહેલા નંદીસૂત્ર'માં મતિજ્ઞાન અને મતિઅજ્ઞાનના ભેદોમાં ધારણ શબ્દ વપરાયો છે, તે અને આ વૃતિનો મેળ બેસી જાય છે. આપણે કહીએ છીએ કે પડી ટેવ કેમ ટળે, ત્યાં આ ધૃતિ જ સમજવી. પ્રકૃતિની રચનામાં ધૃતિનો આ રીતે જબરો ફાળો છે, માટે ખરાબ સંસ્કાર પડે , તે પહેલાં સાધકે ચેતી જવું જોઈએ અને સુસંસ્કારો પડે તેમાં વિચાર,વચન અને વર્તન પરોવવાં જોઈએ. તેથી સાત્વિક વૃતિઅવ્યભિચારી જ રહે, એટલે કે સ્થિર રહે ! આ ખાતર જ યોગની તારીફ કરી છે. યોગ એટલે કાયમ સુસંસ્કારોનો અભ્યાસ; ઈન્દ્રિયો, મન, પ્રાણ વગેરે ઉપર પાડવો. એમ કરતાં કરતાં સ્થિતિ એવી થઈ જાય કે તેઓ (ઈન્દ્રિયો, મન અને પ્રાણ) આપોઆપ વશ રહે. આવા સંસ્કારોની દઢ ધારણા તે જ સાત્વિક વૃતિ.
તમોગુણને કોઈ જીવ તજતો નથી; તેનું કારણ પૂર્વકાળની સંસ્કારગ્રંથિને લીધે એની વૃતિ જ એવી બની ગઈ છે કે એ જ એને ગમે છે. હાલતાં ને ચાલતાં એ મદ કરે છે. વારંવારનાં નબળાં સ્વપ્નાં વાળી નિદ્રા એને આવે છે, કે જે જૈનસૂત્રો પ્રમાણે દર્શનીયમોહની પ્રકૃતિ છે, અને એ વિષે ગુણત્રયવિભાગમાં કહેવાયુંજ છે. એટલે આ બધું અનિષ્ટ છે એમ જાણવા છતાં એમનું કશું ન તજાય અથવા
Page #326
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
પ૯૯
ઘણા પ્રયત્ન પણ ફેર ન પડે, ત્યાં આવી તામસી વૃતિનો પ્રભાવ જ સમજવો જોઈએ. જૈનસૂત્ર ઉત્તરાધ્યયનમાં કૃષ્ણ અને નીલ વેશ્યાનો અધિકાર છે; ત્યાં આવી જ સ્થિતિ કહેલી છે. આવા દઢ કુસંસ્કારો ફેરવવા માટે નબળો પોચો પ્રયત્ન કે પોલી શ્રદ્ધા કારગત નીવડતી નથી, અને તેથી તેવી જ સ્થિતિ જિંદગીની અંતિમ મૃત્યુપળોમાં આવીને ઊભી રહે છે. એટલે એવા જીવનું (ભાનપૂર્વક કે અભાનપૂર્વક પણ) અધમગતિમાં જે આકર્ષણ થઈને, તે પોતાના તે પ્રકારના કુકર્મને અનુસરીને (અધમ ગતિમાં) ચાલ્યો જાય છે. આ પરથી એ ફલિત થયું કે સત્કર્મના કરનારે પોતાના કુસંસ્કારોને પલટવાનો અને તેને સ્થાને સુસંસ્કારો ધારણ કરવાનો પ્રયત્ન પણ ન ચૂકવો જોઈએ. કેટલીક વાર તો બુદ્ધિ પણ આ ધૃતિને અધીન હોય છે, જે વિષે ઉપર કહેવાયું જ છે. હવે શ્રીકૃષ્ણચંદ્ર સુખ વિષે શું કહે છે તે જોઈએ:
सुखं त्विदानी त्रिविधं अणु मे भरतर्षभ । अभ्यासाद् रमते यत्र दुःखान्तं च निगच्छत्ति ||३६|| यत्तदने विषमिव परिणामेऽमृतोपमम तत्सुखं सात्त्विकं प्रोक्तंमात्मबुद्धिप्रसादजम् ॥३७।। ત્રિવિધ ભરતશ્રેષ્ઠ ! હુંથી સુણ હવે સુખ;
જ્યાં અભ્યાસે-રમે યોગી, ને પામે દુઃખનાશ જ્યાં. ૩૬ પે'લાં જે ઝેર શું ભાસે, પરિણામે સુધાસમું;
આત્મબુદ્ધિપ્રસાદીથી, મળે તે સુખ સાત્વિક. ૩૭ હે (ભરતકુળના ઋષભ!) ભરતષભ! હવે તું મારી કનેથી સુખના ત્રણ ભેદ સાંભળ. જ્યાં સાધક) અભ્યાસ થકી રમે છે અને જ્યાં દુઃખના અંતને પામે છે; તે કે જે શરૂઆતમાં ઝેર જેવું ભાસે છે છતાં પરિણામે અમૃતતુલ્ય જ નીવડે છે અને જે આત્મબુદ્ધિની પ્રસન્નતાથી સાંપડે છે, તે સુખ સાત્ત્વિક કહેવાયેલું છે.
નોંધ: આત્મસંયમયોગમાં શ્રીકૃષ્ણગુરુએ જે બુદ્ધિગ્રાહ્ય સુખની (૬-૨૧) તારીફ કરેલી છે, તે જ સુખ અહીં વર્ણવેલું છે. અભ્યાસ સિવાય આ સુખમાં રમાતું નથી. અભ્યાસ વિષે પણ તે અધ્યાયમાં (-૩૫)નોંધમાં કહેવાયું જ છે. એ અભ્યાસ એટલે સુસંસ્કારોને દઢ કરવાનો કાયમી જાગતો વ્યવસાય. એવા અભ્યાસની પૂંઠે વૈરાગ્યનું બળ તો જોઈએ જ. જોકે પછી તો વૈરાગ્યને પણ એ દઢતા
Page #327
--------------------------------------------------------------------------
________________
૬૦૦
ગીતા દર્શન
તો આપે જ છે; પણ પ્રથમ રાગથી સુખ મેળવવાને ટેવાયેલાં બુદ્ધિ, મન, પ્રાણ. ઈન્દ્રિયોને વૈરાગ્ય અને આવી કઠોર કડક સાધના ગમે જ શાની ? એટલે શરૂઆતમાં તો એકડો ઘૂંટવા જનાર રમતિયાળ વિદ્યાર્થીને નિશાળ ઝેર જેવી લાગે અને રમત અમૃત જેવી લાગે, તેમ શરૂઆતમાં મનુષ્યને આ સાધના અને વૈરાગ્યરસ ઝેર જેવાં ભાસે છે. જો કે વસ્તુતઃ તે ઝેર જેવાં છે જ નહિ, માત્ર ઊંઘી દષ્ટિ હોય ત્યાં લગી જ તેમ ભાસે છે. એટલે જેમજેમ તેમાં સાધક ઊંડો ઊતરતો જાય છે, તેમ તેમ તે રસમાં તરબોળ બને છે. એટલે પરિણામે તો અમૃતતુલ્ય જ બને છે, અને તે પણ અમૃત જેવું જ. પણ પ્રકૃતિની અભિમુખ રહેલી બુદ્ધિ જ્યાં લગી આત્માભિમુખ ન બને ત્યાં લગી આ સુખ ન મળે, એટલે આત્મામાં બુદ્ધિને પરોવવાના પ્રયત્ન ખાતર જ સાધનાની જરૂરિયાત રહે છે. આત્મામાં બુદ્ધિ પરોવાય એટલે યોગનિરુદ્ધ ચિત્ત થયું જ, મન પ્રશાંત થયું જ, પ્રાણ અને ઈન્દ્રિયો સાત્ત્વિક રસમાં મગ્ન થયાં જ.
આમ સાત્ત્વિક સુખમાં લીન થયેલો સાધક દુઃખનો અંત પામે તેમાં નવાઈ શી છે? પરંતુ રાજસી અને તામસી સુખની દિશા તો સાત્ત્વિક સુખ કરતાં ઊલટી જ છે. તે વિષે શ્રીકૃષ્ણગુરુ કહે છે:
विषयेन्द्रियसंयोगाद् यत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ||३८।। यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः । निद्राऽलस्य प्रमादोत्थं तत्तामसमुदाहृतम् ||३९।। વિષયેન્દ્રિય સંયોગે, પે'લાં લાગે સુધા સમું; અંતે તો ઝેર જેવું છે, તે સુખ રાજસી કહ્યું. ૩૮ પ્રારંભે ને પરિણામે, આત્માને મુગ્ધ જે કરે;
પ્રમાદ, જાય, નિદ્રાથી, જન્મે તે સુખ તામસી. ૩૯ (અને પાર્થ !) વિષય તથા ઈન્દ્રિયોના સંયોગે કરીને (જેનો જન્મ થાય છે તે) શરૂઆતમાં અમૃત જેવું લાગે છે, પરંતુ) પરિણામે વિષ જેવું (બને છે) તે સુખ રાજસી તરીકે પ્રસિદ્ધ થયેલું છે. (અર્થાત્ આ સુખનો માનવીને તાજો અનુભવ જ છે. એટલે એ વિશે વિશેષ કહેવાની જરૂર નથી.)
Page #328
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
પણ પ્રારંભે અને પરિણામે જે સુખ આત્માને મોહ (માંજ નાખી દે છે, મોહ)પમાડે છે, નિદ્રા, આળસ અને પ્રમાદથી જે જન્મે છે, તે સુખ તામસ કહેવાયું છે.
૬૦૧
નોંધ : રાજસી સુખમાં જો કે આરંભમાં સાચું અમૃત નથી, છતાં આભાસ જરૂર થાય છે; અને અંતે તો જેમ ઝેરની કૂપી અમૃતના લેપે ઢાંકેલી ઉઘાડતાં જ ઝેર મોંમાં આવી પડે છે, તેમ તે ઝેરો જ બને છે. પરંતુ તામસી સુખમાં તો એ બેમાંનું કશું જ નથી. કારણ કે આત્મા પોતે જ મૂર્છિત બની જાય છે. વેદનાર પોતે જ મૂર્છિત થયો; ત્યાં ઝેર કોણ વેદે અને અમૃત કોણ વેદે ? જેમ સંમોહિની વિદ્યાથી મંત્રમુગ્ધ થયેલી વ્યકિત, જેના વશીકરણને વશ થાય છે, તેની કાષ્ઠપૂતળી બની જઈને તે જેમ નચાવે તેમ નાચે છે, તેમ આત્માની પણ તામસી સુખમાં તે દશા થાય છે. પ્રમાદ, આળસ અને નિદ્રાથી પણ તામસી સુખ જન્મે છે, એટલે ત્યાં ચૌદમા અઘ્યાયમાં જોઈ ગયા તેમ પ્રકાશ અને પ્રવૃત્તિનો અભાવ જ હોય છે. એદી લોકો કે મગજના ચિત્તભ્રમ થયેલા ગાંડા લોકોને સુખ કેવું હશે ? તે કલ્પવાથી પાઠકને એ દશાનો કંઈક ખ્યાલ આવી જશે.
હવે રાજસી સુખ પ્રથમ જે અમૃત જેવું લાગે છે તેના કારણમાં ઊતરીશું તો ચોક્કસ જણાશે જ કે તે અમૃતવેદન, આત્માના ઊભરા જેવું હોય છે. આત્મા જ્યાં લગી શક્તિમાન હોય છે, ત્યાં લગી વિકારીમનુષ્ય કામરાગનું બળ ધરાવી મોહાય છે. પણ તે રસ જ્યાં લગી વીર્યપાત ન થાય ત્યાં લગી જ હોય છે; વીર્યપાત થયો કે બધું લીધેલું અમૃત તો ઢળી જ ગયું, પણ ગાંઠનું પણ જમાવેલું અમૃત ગયું એમ પણ એને લાગે જ છે. એક સ્વામીજી કહે છે કે જે વીર્યનો આવેલો ઉછાળ પણ પોતાના શરીરમાં હોય ત્યાં લગી આટલું સુખ ભાસે છે, તો તે વીર્યનો શાંત સંગ્રહ કેટલું બધું સુખ આપે ! 'મરણં બિન્દુપાતેન જીવનં બિન્દુધારણા' એ અક્ષરશઃ ખરું છે.
જેમ જનનેંદ્રિયના સંયમમાં સાત્ત્વિક સુખ છે, તેમ બધી ઈન્દ્રિયોના વિષયમમાં પણ સમજવું.
ખરું, સુખ અંતરમાં જ છે કે જે દુઃખનો આત્યંતિક લય કરે છે. આટલું વર્ણન કરી હવે શ્રીકૃષ્ણગુરુ અહીં કહેલી બીનાનો ઉપસંહાર કરતાં કહે છે :
न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।
सत्त्वं प्रकृतिजैर्भुक्तं यदेमिः स्यात् त्रिभिर्गुणैः ||४०||
Page #329
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
નથી તે સત્ત્વ પૃથ્વી કે, આકાશે કે ન દેવમાં; જે હોય પ્રકૃતિજન્ય, આ ત્રણે ગુણથી પૃથક. ૪૦
(ભારત !) આ પૃથ્વીમાં કિંવા આકાશમાં અથવા દેવોમાં એવું કોઈ સત્ત્વ, નથી કે જે આ પ્રકૃતિજન્ય ત્રણ ગુણો (સત્ત્વ, રજસ અને તમસ)થી મુક્ત હોય !
નોંધ : જગતના સત્ત્વ એટલે પ્રાણીમાત્રને ગુણની સોબત લાગેલી જ છે, એટલે ધૂળ રીતે ગુણથી છૂટી શકાય તેમ નથી-માત્ર ભાવથી જ છૂટવું રહ્યું ! તો જ ત્રિગુણાતીત થવાય, એવો ધ્વનિ પણ આ પરથી નીકળે છે. અને જગતમાં રહેલી વ્યકિત જેમ ગુણથી જોડાયેલી છે, તેમ સ્વર્ગીયદેવ અને આકાશી પ્રાણીઓ પણ ગુણથી જોડાયેલાં છે. આ પરથી એમ પણ ફલિત થાય છે કે આપણને સ્વર્ગમાં જવું પ્યારું લાગે છે, પરંતુ ગુણોથી (ભાવ) નિરાળા રહેવાની કળા અહીં (મનુષ્ય જન્મમાં) નહિ સાધી લીધી હોય, તો ત્યાં પણ જે સુખ મળશે તે રાજસી જ હોવાનું!
'દો' શબ્દનું ફિવિ' રૂપ છે. દો' શબ્દના આકાશ અને સ્વર્ગ બને અર્થ થાય છે. દેવોની આગળ પણ શ્રીકૃષ્ણગુરુએ વા’ લગાડયું છે એટલે ‘દ્યો” નો અર્થ અહીં આકાશ લેવો ઠીક લાગે છે. લોક. તિલકે પણ એ જ અર્થ પસંદ કર્યો છે.
આ રીતે ત્રિગુણભેદે આ અધ્યાયમાં દેહધારીના અને વિશેષે કરીને માનવીને લાગુ પડતા અંગત જીવનમાં કાર્ય કરતી બધી શકિતઓનું નિરૂપણ કર્યા પછી હવે માનવીના સામાજિકજીવન વિષેની વાતનો ફોડ પાડે છે. કારણ કે અહીં સવાલ માત્ર સ્વ-કાર્યનો જ નહોતો, પણ સ્વ-ધર્મનો પણ હતો. એટલે હવે એ મુદ્દા પરત્વે શ્રીકૃષ્ણગુરુ કહે છે. આથી અંગત અને સમાજગત નિયત કર્મ ક્યાં અને ઈતર કર્મ કયાં? તે શંકાનું પણ સમાધાન થશે.
ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप । कर्माणि प्रविभक्तानि स्वभावप्रभर्गुवैणैः ॥४१।। બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો, ને શૂદ્રોનાં પરંતપ ! કર્મો જુદાં જુદાં કીધાં, સ્વભાવના ગુણો વડે. ૪૧ હે પરંતપ ! (ખરી રીતે તો મનુષ્યસમાજ શરીરે તો એકરૂપ દેખાય જ છે, પરંતુ સહુની ઉપર કહેવાઈ ગયેલા ગુણભેદે કરીને ખાસિયતો જુદી જુદી હોય છે. એટલે જો ખાસિયતને અનુસારે જુદા જુદા એવા મનુષ્યોને આત્મલક્ષ્ય જાળવીને જુદું જુદું કામ સોંપવામાં આવે, તો તેથી તેને કામનો ખોરાક પણ મળે અને સાથે
Page #330
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
સાથે લોકસંગ્રહ પણ થાય. આ દૃષ્ટિએ મેં જે વાત અગાઉ બીજરૂપે કહી હતી, તે યથાર્થ સ્પષ્ટતાથી અહીં કહું છું કે) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર (એમ ચારે વર્ણો)ના સ્વભાવસિદ્ધ ગુણો વડે કર્મોની વહેંચણી કરી દેવામાં આવી છે.
૦૩
નોધ : આશ્રમપદ્ધતિ વિષે શ્રીકૃષ્ણગુરુનો કશો આગ્રહ નથી, એટલે આશ્રમ વિષે ગીતામાં સ્પષ્ટ રૂપે વર્ણન નથી. પણ વર્ણોનું આ વર્ણન ખાસ મુકાયું છે. તેનાં બે કારણો છે : (૧) મુખ્ય તો એ કે અર્જુન ક્ષત્રિય હોઈને એનો સમાજપ્રાપ્ત સ્વધર્મ બતાવવાનો હતો; અને (૨) વ્યકિતમાત્ર સમાજની વ્યવસ્થામાં જવાબદાર છે, એટલે એણે આ રાજમાર્ગને ઉવેખવો નહિ.
કર્મમાં મૂળે દોષ નથી, કર્તાની દૂષિત બુદ્ધિને લીધે કર્મ દૂષિત થાય છે. આ મત ગીતાને બહુમાન્ય છે. જોકે કેટલાંક કર્મ એવાં છે કે જેના નાદે ચડેલો સાત્ત્વિક ર્ડા પણ કર્મના સંગે નીચે પડે છે, એ વાતને શ્રીકૃષ્ણગુરુ ભૂલ્યા તો નથી જ. છતાં કર્મની દૂષિતતાને પણ સાત્ત્વિક કર્તા ટાળી શકે છે, એ દૃષ્ટિ ગીતાનો પ્રતિપાદ્ય વિષય છે. અર્જુનને યુદ્ધમાં જોડાવું એ સ્વધર્મ હતો એમ તો સહુ કબૂલ કરશે, પરંતુ હિંસક યુદ્ધમાં જોડાવું કે નહિ, તે જ ગંભીર પ્રશ્ન હતો. અર્જુન પૂરો જ્ઞાની હોત તો અહિંસક પ્રતીકારે પણ ખડો રહેત, પરંતુ તે પૂરો જ્ઞાની નહોતો, તેમ સાવ અજ્ઞાની પણ નહોતો. જો તે યુદ્ધમાંથી ભાગે તો પણ એથી એનો આવેગ શમવાને બદલે ઊલટો વધત. એમ પ્રકૃતિજ્ઞાનના વૈદ્ય શ્રીકૃષ્ણચંદ્રે જોયું હતું અને એના ભાગ્યાથી યુદ્ધ અટકે તેમ પણ ન હતું, એટલે ભાગીને પણ અર્જુનનો આવેગ પ્રત્યાઘાતે આત્મઘાતક અને માનવસંહારક યુદ્ધમાં યોજક (અર્જુનને સારું) બને તે પહેલાં જો અર્જુન પોતાના ખરા મૂળ સ્વભાવને સમજી, સમતા પામી, અનિવાર્ય રીતે યુદ્ધમાં ભાગ લે, તો અહીં યુદ્ધહિંસાનો એ મુખ્ય જવાબદાર (હજુ) ન હોઈને, એને યુદ્ધજન્ય હિંસાનું પાપ નિબિડપણે ન ચોંટે. આ દૃષ્ટિએ જ એ પ્રેરણા શ્રીકૃષ્ણચંદ્રજી આપી રહ્યા હતા. પરંતુ ક્ષત્રિયોએ હિંસા જ કરવી અથવા યુદ્ઘહિંસા ક્ષત્રિયોને ધર્મ્સ છે, એવું વિધાન કોઈ ન તારવે ! અલબત્ત, યુદ્ધમાંથી ન ભાગવું અને વિશ્વની સાધુતાનું રક્ષણ કરવું, એ ક્ષત્રિયોનો સ્વભાવજન્ય ગુણો વડે નિયત થયેલો ધર્મ અથવા ક્ષાત્રકર્મ છે. પરંતુ જાતે યુદ્ધ ઉત્પત્તિ ન કરવી તેમ યુદ્ધના પ્રેરક નિમિત્ત પણ ન બનવું, માત્ર અનાયાસે એવી સ્થિતિ આવી પડે ત્યાં જ જોડાવું, એવો શ્રીકૃષ્ણગુરુનો આશય છે. અને યુદ્ધમાં હિંસક શસ્ત્ર વાપરવાં એ સામે તો ગીતાનો વિરોધ જબરો છે જ, એ તો આત્મશત્રુને જ હણવાનું અર્જુનને
Page #331
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
વારંવાર કહે છે. જુઓ (૩-૪૩) અહિંસક યુદ્ધ હોઈ શકે કે કેમ ? એ વિષે મ. ગાંધીજીની દો૨વણી નીચે મહાસભાએ લીધેલાં પગલાંમાં જે ઓછુંવધતું દર્શન થયું છે, તેથી જેમ અંગત જીવનમાં અહિંસા કામ કરે છે તેમ સમાજજીવન અને રાષ્ટ્રજીવનમાં પણ કામ કરે જ છે, એ નક્કર સત્ય પ્રયોગથી પણ સિદ્ધ થઈ ચૂકયું છે.
Fox
આ એકતાલીસમા શ્લોકમાં "સ્વભાવજન્ય ગુણો વડે કર્મો વિભક્ત થયાં છે,” તેનો અર્થ કુદરતી ખાસિયત પ્રમાણે ચારે વર્ષોનાં કર્મ વહેંચાય છે, એમ લઈએ તો ઘણીવાર શૂદ્ર માબાપમાં જન્મેલો પણ બ્રાહ્મણકર્મને યોગ્ય હોઈ શકે છે, એમ માનવામાં જરાય હરકત નથી. શૂદ્રો અને ક્ષત્રિયો વચ્ચે, વૈશ્યો અને ક્ષત્રિયો વચ્ચે એમ બેટીવ્યવહારનાં ઉદાહરણો પણ જૈન ગ્રંથો અને વૈદિક ગ્રંથોમાં મળે છે. તો પછી રોટી વ્યવહાર પણ હોય, એમ માનવામાં કશી જ હરકત નથી. વળી વાલ્મીકિ જેવા શૂદ્રજાતિના પુરુષ ભક્તિ અને તપ દ્વારા બ્રાહ્મણ કોટિના થયા. હરિકેશી મુનિ વિષે પણ જૈનસૂત્રો મોક્ષ ગતિનું ભાખે છે. બૌદ્ધ સૂત્રો પણ એવું જ ઉચ્ચારે છે. ત્યાં સમાજમાં આ ગુણકર્મવિભાગની સમાજરચના ટળીને જન્મગત વર્ણવિભાગ અને આભડછેટ કયાંથી અને કેવી રીતે પેઠાં તે સમજી શકાતું નથી. અનુમાનો તો ઘણાં જ છે, અને એ વિષે અન્યત્ર કહેવાયું છે જ. પરંતુ અહીં આટલું કહેવાની મતલબ એ છે કે ગીતાને વર્ણવ્યવસ્થા, સ્વાભાવિક ખાસિયતોની દષ્ટિએ માન્ય છે, પણ જન્મગત અને રૂઢિથી પડી ગયેલી આજની દશા માન્ય નથી. ખરી રીતે તો સાચી વર્ણવ્યવસ્થા તૂટવાનું કારણ પણ ઠોકી બેસાડેલી જન્મગત કર્મવહેંચણી જ દેખાઈ રહે છે.
સ્વભાવજન્ય ગુણો વડે' એ પ્રયોગ જ ખાત્રી આપે છે કે અનેક કાળે દૃઢ થયેલા સંસ્કારોને લીધે, જેને જે કામ ફાવે-અને તે કામ પણ એવું જ હોય કે જે કર્મથી જગતનું અને આત્માનું બન્નેનું કલ્યાણ જ થાય- તે જ કર્મો વર્ણવ્યવસ્થામાં પસંદ કરાયાં છે. અને તે જ હવે શ્રીકૃષ્ણજી કહે છે :
शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च । ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वराजग શમ, દમ, ક્ષમા, શૌચ, સરળતાં
} ૪૨
આસ્તિકય, જ્ઞાન, વિજ્ઞાન, સ્વભાવે છે, ૪૨
Page #332
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૦૫
(પરંતપ ! ) શમ, દમ, તપ, શૌચ, સરળતા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ સ્વભાવજન્ય બ્રહ્મકર્મ છે.
નોંધ : અગાઉ ચોથા અધ્યાયમાં-“વતુર્વર્લ માર્કૃષ્ટ TUર્મ-વિમIST?” એમ કહ્યું હતું. ઉપલા એકતાલીસમા શ્લોકમાં “સ્વભાવપ્રમવૈઃ : મffor પ્રવિમવત્તાનિ” એમ કહ્યું, એટલે ચાર વર્ણની રચના ગુણકર્મને લીધે થઈ છે. અને કર્મોની વહેંચણી સ્વભાવજન્ય ગુણોથી થઈ છે, એમ સિદ્ધ થયું. સગુણો ખીલવવા માટે કર્મ છે અને એમ ખીલીને સિદ્ધ થાય, તેમ વળી નવા જન્મમાં સ્વભાવ પ્રભવ ગુણ પ્રમાણે કર્મો એ કર્મસંગી જીવને ફાળે આવે છે. આથી ગયા જન્મમાં શૂદ્રકર્મને લાયક એ હોય, તો આ ભવે શૂદ્ર કોમમાં ઊપજે કે બ્રાહ્મણ કોમમાં ઊપજે એ વિષે શ્રીકૃષ્ણગુરુનો આગ્રહ નથી પણ સ્વભાવપ્રભવ ગુણ બ્રાહ્મણને યોગ્ય હોય તો બ્રહ્મકર્મને યોગ્ય ગણી શકાય. અહીં જે સ્વભાવજન્ય ગુણો’માં સ્વભાવ શબ્દ આપ્યો છે તે આધ્યાત્મિક ઉચ્ચતા સૂચવે છે. અને શ્રીકૃષ્ણગુરુએ પોતે જ આઠમા અધ્યાયમાં ત્રીજા શ્લોકમાં એમ કહ્યું પણ છે. છતાં સ્વભાવનો અર્થ પ્રકૃતિ પણ થઈ શકે છે, એ ન ભૂલવું જોઈએ. વળી પાંચમા અધ્યાયમાં જે સ્વભાવ શબ્દ મૂકયો છે તે કુદરતી કાનૂન અથવા કર્મના નૈસર્ગિક કાયદાના અર્થમાં મૂકયો છે. આ રીતે જોતાં જૈનસૂત્રકારો વસ્તુનો સ્વભાવ” એવી ધર્મની વ્યાખ્યા આપે છે, તે ખરે જ બંધબેસતી છે.
શમ એ મનનો સંયમ, દમ એટલે ઈન્દ્રિયોનો સંયમ, તપ એટલે વાસનાનો વિજય, શૌચ એટલે પવિત્રતા, ક્ષમા, સરળતા, જ્ઞાન એટલે આધ્યાત્મિક જ્ઞાન, વિજ્ઞાન એટલે જગતસ્વભાવનું જ્ઞાન, નક્કર અનુભવ તથા આસ્તિકતા-આમ શ્રીકૃષ્ણગુરુએ આ શ્લોકમાં જે બ્રાહ્મણોનાં નવ કર્મો બતાવ્યાં છે તે દૈવી સંપત્તિ માંહેલા ગુણો અથવા તેરમા અધ્યયન માંહેલું જ્ઞાન જ છે. મતલબ કે સંસ્કારમૂર્તિ જ બ્રાહ્મણ હોઈ શકે અને તે જ સમાજને દોરી શકે. આથી જ આવા ગુણવાળા વર્ગને સમાજમાં સર્વોપરિ સ્થાન મળેલું છે. અને પછીના સ્થાનમાં ક્ષત્રિયોને ગણ્યા છે. ક્ષત્રિયો એટલે પ્રજાની સંસ્કૃતિ અને શરીરનિર્વાહનાં સાધનો એ બન્નેના પાલન માટે સ્વેચ્છાએ રહેલા ટોયા(રખેવાળ) આ ટોયાઓ પોતાના પ્રાણની બાજી લગાડીને પણ ઉપલાં બે અંગોનું રક્ષણ કરે માટે તે “નો-બ્રાહ્મUપ્રતિપાત્ર કહેવાય છે.
ગાય એ હિંદનું શરીરનિર્વાહનાં સાધનોમાં મુખ્ય ધન હતું, કારણ કે એ દૂધ આપતી અને એના બળદો ખેતીમાં મહા મદદગાર થતા. બ્રાહ્મણવર્ગ તો
Page #333
--------------------------------------------------------------------------
________________
SOS
ગીતા દર્શન
સંસ્કૃતિપ્રચારક હતો જ, એટલે ગાય અને બ્રાહ્મણ બન્નેની મુખ્યત્વે રક્ષા કરવી એ ક્ષત્રિયોનો પરમધર્મ હતો. માટે જ એમના ગુણધર્મો એ જ જાતના નીચે બતાવે છે:
शौर्य तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् । दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥४३|| ન પાછી પાની યુદ્ધ ને, શૌર્ય ને દક્ષતા, ધૃતિ,
દાન, ઐશ્વર્ય ને તેજ, સ્વભાવે ક્ષાત્રકર્મ છે. ૪૩ (હે ભારત !) (૧) શૌર્ય, (૨) તેજ, (૩) ધૃતિ, (૪) દક્ષતા, (પ) (ધર્મે) યુદ્ધમાંથી પાછી પાની ન કરવી, (૬) દાન અને (૭) ઐશ્વર્ય (એ સાત) સ્વભાવજન્ય ક્ષાત્ર કર્મ છે.
નોંધ : શૌર્ય એટલે શૂરવીરતા તો ખરી જ, પણ કામરાગના બળે કરીને આવેલી કે ઘોર હિંસક કર્મ કરવા માટે ઊપજેલી વીરતા નહિ, પરંતુ સ્વાશ્રયી અને વિચારપૂર્વકની શૂરવીરતા, આવી વીરતા હોય ત્યાં જ તેજસ્વિતા હોઈ શકે. અહીં વર્ણવેલી તેજસ્વિતા જોકે શરીર તેના અર્થમાં છે. પણ એ એ જ સૂચિત કરે છે કે બ્રહ્મચર્યલક્ષ્ય વિના એવી તેજસ્વિતા આવે નહિ. ધૃતિ વિષે તો અગાઉ કહેવાયું જ છે. ધૃતિ એનો અર્થ ધીરજ કરવામાં આવે તો પણ હરકત નથી. અથવા જો સાત્વિક વૃતિના અર્થમાં આ ધૃતિ લઈએ, તો મન, પ્રાણ, ઈન્દ્રિયાદિને કાબૂમાં રાખીને સતત જાગતા રહેવાનું આ ગુણથી સૂચવાયું છે. એમ કહી શકાય. વળી ક્ષત્રિયોને તો ન્યાય પણ ચૂકવવાનો રહ્યો. અનેક પ્રજાજનોને સમજાવવાનું રહ્યું, એટલે ચતુરાઈ પણ જોઈએ, યુદ્ધને બને ત્યાં લગી નિવારે, યુદ્ધ ઊભું થાય તેવું પોતે ન વર્તતાં યુદ્ધ ટળે તે રીતે વર્તે, આમ છતાં પણ જો અનાયાસે અને સિદ્ધાંતની રક્ષા કાજે લડવું પડે, તો પાછી પાની પણ ન કરે, મતલબ કે કાયર ન બને ! પોતાના કે પોતાના ગણાતાના જાનમાલને ભોગે પણ મૂળ સિદ્ધાંતની રક્ષા કરે. એ ક્ષત્રિયોનો ઉલ્લેખવા યોગ્ય મુખ્ય ગુણ છે, પરંતુ અહીં યુદ્ધનો અર્થ હિંસક યુદ્ધ એવો જ નથી, અહિંસક યુદ્ધ પણ હોઈ શકે, અને તે યુદ્ધ જ સર્વોત્તમ છે. મૂળ સિદ્ધાંતની ખરી અને કાયમી રક્ષા પણ અહિંસક યુદ્ધદ્વારા જ થઈ શકે. હિંસક યુદ્ધ ટાળવા યોગ્ય જ છે, હિંસક યુદ્ધથી આવેલો વિજય પણ ક્ષણિક છે. અને એ માર્ગે થયેલું સિદ્ધાંતરક્ષણ પણ કાયમી ન ગણાય. અહિંસક એટલે દ્રવ્યથી અને ભાવથી, સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે-અહિંસક.
આ પાંચે ગુણો ઉપરાંત દાન એટલે અર્પણતા એ પણ ક્ષત્રિયોનો ગુણ જ હોય.
Page #334
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
soo
પ્રજા પાસેથી આવેલો પ્રામાણિક કર પણ પ્રજાના હિત ખાતર જ ખર્ચાય. રાજા પોતે તો તદ્દન સાદો સંયમલક્ષી જ હોય! ત્યારે જ ક્ષત્રિય રાજવીનું ઐશ્વર્ય જળવાય. પ્રજાપ્રેમ સિવાય ઐશ્વર્ય ક્ષણવાર પણ ન ટકે.
આ રીતે આ સાત ગુણોમાં ક્ષત્રિયવટનો સુંદર આદર્શ રજૂ કર્યો છે. વાલ્મીકિજીએ નિરૂપલા રામચંદ્રજી આ આદર્શની જીવંત મૂર્તિ છે. દંડકારણ્ય જવા પાછળ શૌર્ય અને ત્યાં પાળેલા બ્રહ્મચર્યતેજની કુદરતી પ્રતિભા દેખાઈ આવે છે. એમની વૃતિને તો ધન્ય જ છે. અયોધ્યાની રાજગાદી એમને જરાયે યાદ આવી નહિ, પણ ટેક પાળવાના દઢ સંસ્કારો જ ફળ્યા. એમની ચતુરાઈ સ્વધર્મપાલનમાં અજબ હતી જ. કૈકેયી એમના વનવાસના નિમિત્તરૂપ હતાં, છતાં કેવાં ભવ્ય માતૃભાવે એ એમને પૂજીને હસતે મુખડ અયોધ્યા છોડી ચાલી નીકળ્યા ! કેટલી અનુપમ ઉદારતા! અયોધ્યાના પ્રજાહૃદય પર જમાવેલું સર્વોપરિ શાસન એ એમનું સ્વાભાવિક ઐશ્વર્ય હતું.
અરાજકતાથી કોઈ દેશની પ્રજાનું ચાલવાનું નથી, એટલે આવા પ્રજાવત્સલ ગુણીના હાથમાં જ રાજલગામ સોંપવી જોઈએ. જેમ વંશપરંપરાગત બીજા વર્ષો પણ પ્રજાઘડતરમાં નિરર્થક ઠરે છે, તેમ ક્ષત્રિયવર્ણના સંબંધમાં પણ સમજવું. એટલે યોગ્યતા હોય તો જુદી વાત છે. પરંતુ ક્ષત્રિયજાતિનો કે પૂર્વના રાજવીનો ઔરસ છે, માટે એટલા ખાતર જ એ રાજતંત્ર ચલાવવાની યોગ્યતા પામી શકતો નથી.
બ્રાહ્મણકર્મમાં કેવળ ગુણો અને ક્ષત્રિયકર્મમાં ગુણો તથા કર્મો આવ્યાં; હવે વૈશ્યમાં અને શૂદ્રમાં કેવળ કર્મ આવશે. એટલે ગુણલક્ષિપણાની દ્રષ્ટિએ બ્રાહ્મણને પ્રથમ મૂલ છે, ક્ષત્રિયને બીજે નંબરે મૂક્ત છે, વૈશ્યને ત્રીજા નંબરે મૂલ છે અને શૂદ્રને ચોથે નંબરે મૂક્ત છે. પરંતુ આનો અર્થ એ તો નથી જ કે બ્રાહ્મણ જ ઉત્તમ છે અને શુદ્ર કનિષ્ઠ છે! વળી એ પણ યાદ રાખવું જોઈએ કે જાતિથી કોઈ બાહ્મણ કે શૂદ્ર નિયત થતા નથી, પણ ગુણ અને કર્મથી જ થાય છે.
બ્રાહ્મણ તરીકે ઓળખાતો માણસ પણ સેવાનું કામ કરતો હોય ત્યારે શૂદ્ર લેખાય. તે ગોરક્ષાદિ કર્મ કરતો હોય ત્યારે વૈશ્ય લેખાય; ધર્મ યુદ્ધ કરતો હોય ત્યારે ક્ષત્રિય લેખાય; અને ઈન્દ્રિયદમનાદિ સદાચાર પાળતો હોય ત્યારે બ્રાહ્મણ લેખાય. જેમ રાજાને નરપતિ, ભૂપતિ અને રાજા એમ એક જ વ્યકિતને પ્રસંગોપાત્ત મળેલાં નામો લાગુ પડે છે, તેમ એક વ્યક્તિને ચાર વર્ણો લાગુ પડી
Page #335
--------------------------------------------------------------------------
________________
૬૦૮
ગીતા દર્શન
શકે છે. જન્મના ગાયતે શૂદ્ર સંરિદ્ર દ્વિન ૩ વ્યતે' એ ઉકિત ઉપલી શ્રેણીનું પ્રતિપાદન કરે છે.
ત્યારે સવાલ થશે કે આજે જુદાં જુદાં વર્ગો, જ્ઞાતિઓ વગેરે પડયાં તેનું શું ? લુહારી કામ કરનાર લુહાર કહેવાય, સુતારી કામ કરનાર સુતાર કહેવાય. પણ એ બે ભાઈ જુદાં કામ કરે એને લીધે રોટીવ્યવહાર જુદો હોઈ શકતો નથી. તેમ પ્રથમ નહિ હોય. સંભવ છે, બે ભાઈ જુદા પડે છે, તે સગવડ ખાતર પડે છે, તેમ આ મોટી માનવજાતનો વ્યવહાર એક ચોકે અશકય હોય ત્યાં વિભાગ પડી ગયા હશે. પરંતુ ચોકા જુદા પડયા પછી, ભેગા ન જ થાય કે ભેગા થવાથી વટલી જવાય અને માણસને અડવાથી પણ અભડાઈ જવાય એ બધી અતિશયોકિતઓ અને કાઢી નાખવા જેવા વહેમો છે. એમ જ આપણને ગીતાની આ વર્ણવ્યવસ્થાથી સમજાય છે.
સગવડ ખાતર અલબત્ત વ્યવસ્થા યોગ્ય છે. આવી વ્યવસ્થા ઘરમાં પણ પડે છે. દા. ત., એક બાઈ દળવા ખાંડવા આદિમાં નિયત હોય, બીજી બાઈ રાંધવાના કાર્યમાં હોય, ત્રીજી બાઈ ગાયોની સાર-સંભાળમાં હોય, પણ માનો કે રાંધવાવાળી બાઈ બીમાર હોય કે દૂર બેઠેલ હોય તો શું પેલી બાઈ કે ત્રીજી બાઈ ઘરનાંને ભૂખ્યાં રાખે અને પોતે પણ ભૂખી રહે, કે રાંધવાવાળી બાઈનું કામ સંભાળી લે? આનો જવાબ એ જ કે તે કાર્ય બીજી બન્ને બાઈઓ સંભાળી જ લે. અને તે કાર્ય સંભાળી લેવા માત્રથી કંઈ તે ઊંચી-નીચી ન ગણાય. જેમ બાઈના સંબંધમાં ઉદાહરણ લીધું, તેમજ ભાઈના સંબંધમાં પણ લાગુ પડે છે. ભાઈ પણ બહેનોનું ઉપલું કામ એવા સંજોગોમાં સંભાળી લે. અને તેથી કાંઈ તે ભાઈ ટળીને બાઈ ન બની જાય !
ચાલો હવે ગીતાકારના શબ્દો ભણી વળીએ: શ્રીકૃષ્ણચંદ્ર બોલે છે:
कृषिगोरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् । परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ।।४४|| ખેતી વેપાર ગોરક્ષા, વૈશ્યકર્મ સ્વભાવથી;
તેમ સેવાભર્યા કમ, શૂદ્રોનાં ય સ્વભાવથી. ૪૪ (હે ભારત !) ખેતી, ગોરક્ષા (એટલે ગાયો પાળવાનો વ્યવસાય) તથા વેપાર એ ત્રણે સ્વભાવજન્ય વૈશ્યકર્મો છે. અને સઘળાં સેવામય કર્મ સ્વભાવજન્ય
Page #336
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
SOC
શૂદ્રકર્મ છે.
નોંધ : ખેતી, ગોપાલન અને વાણિજ્ય એ કર્મ પરથી ભારતવર્ષની ખેતી પ્રધાન દેશ તરીકેની સ્થિતિનો તાદૃશ ખ્યાલ આવી જાય છે. જે દેશ ખેતીપ્રધાન હોય છે, તે હંમેશાં કુદરતી શ્રદ્ધાળુ અને આબાદ બની શકે છે. જૈનસૂત્ર 'ઉપાસકદશાંકમાં ગોકુળોની વાતો આવે છે. દશ દશ હજાર જેટલી ગાયો એક એક ગોકુળમાં હતી, એટલે એ પરથી અનુમાન નીકળે છે કે તે કાળે કરોડો ગાયો હશે! વાણિયા' તરીકે ઓળખાય છે તે કોઈ વર્ણ પરથી નહિ પણ વાણિજ્ય' પરથી નક્કી થયેલો શબ્દ છે. આજે રૂઢિ એવી છે કે તે સંસ્કૃતિ પ્રચારનું બ્રાહ્મણકર્મ કરતો હોય, તો પણ વાણિયા” શબ્દથી જ જાતિગત પકડને લીધે સંબોધાય છે.
આ વિષે આપણી ભૂલ ક્યાં છે?' તેમાં વિશેષ લખ્યું છે. અહીં તો પ્રસંગોપાત્ત એટલું જ કહેવું જોઈએ કે ઉઘાડી જમીનની માલિકી જાતે ખેડનારની હોય એમાં સર્વ પક્ષે સારું છે. ગાયોનો પાલક વર્ગ ઘાસચારો બિનખર્ચે શ્રમથી મેળવી શકે તે સગવડ એને મળવી ઘટે છે. અને વાણિજ્યક્ષેત્રમાં એવા કુશળ અને રાષ્ટ્રસેવક વ્યાપારીને સામાન્ય કર ભરી સ્વતંત્રતા મળવી ઘટે છે. વળી શુદ્ર – શું જાતિના જન્મેલને સેવા સિવાય બીજું કામ જ ન થાય એવી કુરૂઢિ પણ ચાલુ થયેલી છે. અને સેવા કર્મ સૌથી હલકું છે, તેવી માન્યતા પણ જડ ઘાલી બેઠી છે, તે યથાર્થ નથી. ખરી વાત તો એ છે કે માબાપને કે માતાને પુત્રની સેવા કર્યા વિના ચાલતું જ નથી, એટલે પરિચર્યા હલકું કર્મ નથી પણ ઉત્તમ છે. અને જ્યારે એ કર્મમાં જોડાય છે ત્યારે એ માબાપ પણ શૂદ્ર જ ગણાય છે. આ પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે જાતિથી કોઈ ઉચ્ચનીચ છે જ નહિ. ત્યારે શૂદ્રનો નંબર ગીતાકારે શાથી ચોથો એટલે કે છેલ્લે છેલ્લે મૂક્યો તે શંકા જરૂર થશે. પરંતુ આપણે અગાઉ કહી ગયા તેમ સગુણ કરતાં કર્મનો નંબર પછવાડે જ મૂક્યો છે. એ પરથી મનુષ્ય આત્મલક્ષી ગુણ તરફ પ્રથમ તકે પ્રેરાય ! “Tળવિમાશ?” માં પણ ગુણનો નંબર પ્રથમ જ છે. વળી આ પરથી એ પણ ફલિત થાય છે કે હિંદને સંસ્કૃતિની ભૂખ સૌથી પ્રથમ નંબરે હતી. અને આજ લગીનો સળંગ ઈતિહાસ જે કંઈ મળે છે તે સાક્ષી પૂરે છે કે સંસ્કૃતિ અર્થાત્ ધર્મનો મૂળ આત્મા જાળવવા ખાતર એણે મહાન આહુતિઓ આપી છે. હવે એ કહેવાનું ભાગ્યે જ હોય કે બ્રાહ્મણ-ક્ષત્રિય ઉચ્ચ કોટિનો નંબર ઈલ્કાબ તરીકે જાતિગત મળ્યો નથી, પણ ગુણકર્મગત નિયત થયો છે, અને એ પણ કહેવાની જરૂર નથી કે ગુણકર્મગત
Page #337
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
નિયત એવા બ્રાહ્મણ-ક્ષત્રિયને પોતાના તે ગુણકર્મવિશિષ્ટ પદનો મદ ન હોવો જોઈએ, ઊલટી નમ્રતા જ હોવી જોઈએ.
૬૦
આ બધું જોયા પછી એ નક્કી થયું કે કોઈ ઉચ્ચનીચ જેવો જાતિભેદ છે જ નહિ, જૈનસૂત્રો અને બૌદ્ધ સૂત્રો એ પડકાર કરે જ છે. ‘મુળા વંમળો દોર્ડ્સ જૈન ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ અ. ૨૬,ગાથાંક અને ન નખ્વા દોતિ બ્રાહ્મણો' 'ધમ્મપદ' બ્રાહ્મણ વર્ગ, ગાથાંક ૧૩. એ વિષે અગાઉ પણ કહેવાયું છે.
ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે માનો કે એક સ્ત્રીદેહધારી જીવ ગૃહકાર્ય મગ્ન કે બાળવાત્સલ્ય૨કત રહીને બહારની પ્રવૃત્તિમાં રસ ન લઈ શકે તો એ લોકકલ્યાણકારી ગણાય ? અને આત્મકલ્યાણ પણ સાધી શકે?
ગીતાકાર ચોખ્ખા શબ્દોમાં કહે છે:
||४५||
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः । स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु સૌ સૌના કર્મમાં રાચ્યા; જનો સંસિદ્ધિ મેળવે; સ્વકર્મે રકત જે રીતે, મેળવે સિદ્ધિ તે સુણ. ૪૫
મનુષ્યો પોતપોતાના કર્મમાં રત રહીને (પણ) ૫૨મસિદ્ધિ મેળવી શકે છે. (આ જાણીને હે પરંતપ ! તને હજુ પૂરું સમાધાન નહિ થાય. કારણ કે કર્મમાં રાચેલો સિદ્ધિ મેળવી શકે છે. આ વાત જોકે જૂની છે પણ છતાં ઘસાઈ ગયેલી મેં તારી આગળ આજે તાજી કરી છે એટલે તારે માટે નવી છે. મેં આ પહેલાં આ વાતને સમજાવવા યત્ન કર્યો છે અને થોડીઘણી તો ઘડ તને બેઠી છે. છતાં ય અહીં) સ્વકર્મમાં રકત રહીને મનુષ્ય જે પ્રમાણે સિદ્ધિ મેળવે છે. તે પ્રમાણે (હું ફરીને કહું છું, તે ) સાંભળ.
નોંધ : જૈન 'આચારાંગસૂત્ર' કહે છે :- “નેવ ગમે નેવ રળે” 'મોક્ષ નથી ગામમાં કે નથી જંગલમાં.' પણ એ તો માત્ર છે ‘છંદ્વં નિરોહેબ હવેફ મોસ્તું' સ્વચ્છંદના નિરોધ થકી. એ જ રીતે અહીં ગુરુદેવ પણ કહે છે કે મોક્ષ માટે અમુક જ ક્રિયા, અમુક જ સ્થાન, અમુક જ શરીર કે અમુક જ સંપ્રદાયની જરૂર નથી, પણ પ્રભુમાં સમર્પણભાવની જરૂર છે. એમ કરવાથી યજ્ઞ, દાન કે તપ કરે વા ન કરે ? વર્ણમાં રહીને પોતે પોતાનાં કર્મ બજાવે તો ય સિદ્ધિ નિશ્ચયે મળે છે. અને તેવાં પુરુષ કે સ્ત્રી ગમે તે ક્ષેત્રે કાર્ય કરતાં હોય તોય જગકલ્યાણકારક જ છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૧૧
હવે સ્વસ્વકર્મમાં અભિરત” એ વાક્યને કોઈ જાતિગત કર્મની તરફેણમાં ન લઈ જાય ! એનો ગીતા પોતે જ આગળ જતાં ખુલાસો કરશે.
તે પહેલાં અહીં પ્રભ કોણ, એની ઓળખાણ પંદરમા અધ્યાયમાં આપી હતી છતાં ફરીથી આપે છે:
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ।। ४६|| ભૂતપ્રવૃત્તિ જેનાથી, જેનાથી વ્યાપ્ત આ બધું;
તેને સ્વકર્મથી સેવી*, માનવી સિદ્ધિ મેળવે. ૪૬ જેના થકી આ બધાં ભૂતો પ્રવર્તી રહ્યાં છે (અને) જેના થકી આ સર્વ (જગ) વિસ્તર્યું છે અથવા જેના વડે આ સર્વ જગતની સર્વ વસ્તુ) વ્યાપ્ત છે, તેની સ્વકર્મથી અર્ચના કરીને માનવી સિદ્ધિ મેળવી લે છે.
નોંઘ ઃ શ્રીકૃષ્ણચંદ્ર નવમા અધ્યાયના ચોથા શ્લોકમાં “નયા તત Hિદ્ર સર્વ” કહ્યું હતું અને પંદરમા અધ્યાયના ચોથા શ્લોકમાં જે થકી પુરાણી પ્રવૃત્તિ ચાલી છે તે આદ્યપુરુષ છે, એમ કહ્યું હતું. અહીં એ બને વાક્યનો સમન્વય સાધીને જ કહે છે : "ભૂતોની પ્રવૃત્તિની પાછળ જે મુખ્યતત્ત્વ કામ કરી રહ્યું છે તેને સ્વકર્મથી સેવીને મનુષ્ય સિદ્ધિ મેળવે છે.” પરંતુ ભૂતોની પ્રવૃત્તિ પાછળ તો આત્માના પ્રકાશની સાથે પ્રકૃતિના ગુણો પણ કામ કરે છે. એટલે કહ્યું કે, "જેના વડે આ વિશ્વવિસ્તાર છે, તે તત્ત્વને પૂજીને માનવી સિદ્ધિ મેળવે છે." વિશ્વવિસ્તારમાં પણ પ્રકૃતિના ગુણો છે ખરા, છતાં જીવ તેમાં આસકત ન થાય તો એ વિસ્તાર ત્યાં જ અટકી પડે છે. એટલે મૂળ આત્મપ્રકાશને લીધે જ એ સર્વ ફૂલે ફાલે છે. તેવા અંતર્યામી આત્મસ્વરૂપને સ્વકર્મદ્વારા પૂજવાથી સિદ્ધિ મળે છે.” એટલે કે સ્વકર્મથી જે કાળે પોતા માટે કર્તવ્ય કર્મ નિમિત્ત થયું તે કાળે તે કર્મ કરીને તે દ્વારા-આત્મલક્ષી દષ્ટિ રાખીને મનુષ્ય મોક્ષગતિ મેળવી શકે છે.
હવે “ધે તે બ્યુમિરતઃ' એટલે સ્વભાવજન્ય ગુણથી નીમેલા કર્મમાં અભિરકત શું તે પણ સ્પષ્ટ કરે છે અને સ્વભાવનિયત કર્મ અને સ્વધર્મ એ બન્ને એક જ છે, એમ બતાવી કર્મધર્મ વચ્ચેનો ભેદ પણ ટાળી દઈને પરધર્મમાં નહિ મૂંઝાવાનું સૂચન કરે છે: * પ્રભુપૂજન એટલે અહીં સત્ય આચરણ, તે જ પ્રભુસેવા.
Page #339
--------------------------------------------------------------------------
________________
૬૧ ૨
ગીતા દર્શન
श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् । स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ।।४७|| सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् । सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥४८।। સ્વધર્મ વિગુણો સારો, સુવર્યા-પરધર્મથી; સ્વભાવનિયમી કર્મ, કરતાં પા૫ ના થતું. ૪૭ સહજ કર્મ કૌતેય ! સદોષેય ન છોડવું;
ધૂમથી અગ્નિની પેઠે, દોષે સૌ કર્મ આવયાં. ૪૮ (બોલ કુરુવીર ! ક્ષત્રિયકર્મમાં મેં કહ્યું તેમ તારે યુદ્ધમાં પાછું ન હઠવું એ જ તને હવે સ્વધર્મ નથી દેખાતો શું ? ક્ષત્રિય ધર્મ સ્વભાવજન્ય ગુણથી જ નિર્માયું છે, માટે તે રીતે જોતાં સ્વભાવનિયત કર્મ પણ છે. હું તને આ જ અધ્યાયમાં કહી ગયો છું તે યાદ છે ના? કે નિયત કર્મનો સંન્યાસ થઈ શકે જ નહિ. એટલે નિયત કર્મનો સંન્યાસ કરવાનો જે તને આવેગ આવ્યો છે, તે તારે સારુ પરધર્મ તુલ્ય છે તેનું અનુષ્ઠાન ભલે સુંદર લાગતું હોય, અને આ નિયત કર્મનું પાલન ગુણહીણું લાગતું હોય, તોય તારે માટે તો તે નિયત કર્મ જ સ્વધર્મ છે. અને તને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે)
સુખેથી અચરાય તેવા પરધર્મ કરતાં સ્વધર્મ વિગુણો (પણ) સારો. (છતાં તને સ્વધર્મપાલનમાં પાપનો ભય લાગતો હોય તો હું કહું છું કે, સ્વભાવનિયત કર્મ કરતાં પાપ લાગતું નથી.
(એટલે કુંતીના પુત્ર) કૌતેય ! સહજ કર્મ (કદાચ) સદોષ (લાગતું હોય તો) પણ ન તજવું, (કારણ કે જગતમાં) આરંભમાત્ર ધુમાડાથી અગ્નિ અવરાય એની પેઠે દોષ વડે અવરાયેલા હોય છે.
નોંધ : અર્જુન માટે યુદ્ધત્યાગ-સુખેથી અચરાય તેવો છતાં–પરધર્મ હતો. જો કે દેખાવમાં તો તે વૈરાગ્યના સ્વાંગ નીચે સુંદર જ લાગતો હતો, પણ શ્રીકૃષ્ણગુરુદેવે અગાઉ ત્રીજા અધ્યાયના પાંત્રીસમા શ્લોકમાં બતાવ્યા મુજબ અર્જુનને માટે "યુદ્ધજોડાણમાં મૃત્યુ સારું, પરંતુ પરધર્મજીવતર નહિ સારું, બલકે ઊલટું ભયંકર” એમ બતાવ્યું હતું. આપણે એ તો અગાઉ જ કહી ગયા કે અર્જુન લાગણીવશ થઈને યુદ્ધત્યાગ કરત અને ફરીને એ લાગણી ઓસરતાં પાછો યુદ્ધમાં
Page #340
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૧૩
જોડાત, તો એ લાગણીવશપણાનો પ્રત્યાઘાત ભયંકર નીવડત જ, એમાં શી શંકા છે? અહીં પુનરુકિત કરીને એટલું કહેવું જોઈએ કે દુર્યોધનપક્ષે યુદ્ધત્યાગ એ ધર્મ હતો, કારણ કે આ યુદ્ધ એણે અન્યાયે ઊભું કર્યું હતું. આથી એને સારુ યુદ્ધજોડાણ એ અત્યારે એને સુખેથી અચરાય તેમ હતું, છતાં પરધર્મ હતો. એ એનું સ્વભાવનિયત કર્મ નહોતું, પણ પરાણે ઊભું કરેલું કર્મ હતું. એટલે જ શ્રીકૃષ્ણગુરુએ અહીં “વે સ્ટે ર્મળ્યમિરતઃ' એ પ્રયોગ અર્જુનને જ લાગુ પાડયો છે. અને તેના જ પક્ષને આ યુદ્ધજોડાણમાં લાગેલું પાપ બંધનકર્તા નથી તે ન્યાયસર ઠરે છે. એટલે એકનું એક કર્મ, એકને માટે પરધર્મ હોય, બીજાને માટે સ્વધર્મ હોય. વળી એકનું એક કર્મ એક કાળે એ વ્યકિતને સ્વધર્મ કે સ્વભાવનિયત કર્મ અથવા સહજ કર્મ હોય; અને બીજે કાળે તેનું તે કર્મ, તે જ વ્યક્તિને માટે પરધર્મ કે સ્વભાવવિરુદ્ધ કર્મ વા અસહજ કર્મ હોઈ શકે, એ વિષે અગાઉની ત્રીજા અધ્યાયની નોંધમાં કહેવાયું છે, તે પણ ફરીથી બરાબર અહીં યાદ રાખવું જોઈએ.
અડતાલીસમા શ્લોકમાં અર્જુનને ગીતાકારે કહ્યું : "જોકે આ કર્મજન્યબંધન તો તને નહિ જ નડે, છતાં માન કે નડે તેમ હોય તોય તે સહજ કર્મ છે.” એટલે કે તર્યું તજાય તેમ નથી. માટે દોષવાળું હોય તોય તે સહજ કર્મ તો ન જ તજવું. કારણ કે અગ્નિ હોય ત્યાં ધુમાડો અનિવાર્ય છે, તેમ ક્રિયા છે ત્યાં દોષ અનિવાર્ય જ છે; અને દેહ છે ત્યાં ક્રિયા પણ છે જ.
શ્રી આચારાંગસૂત્રમાં પણ એ જ વાત કહેવાઈ છે. તે આપણે અગાઉ જોઈ ગયા છીએ કે, ત્રણે દિશામાં પાપપ્રવાહ છે. અને તે દેહધારીની આસપાસ એને ઘેરીને રહેલ છે.” જૈનપરિભાષા પ્રમાણે આને રાવી ચાલી આવે છે.” (રાવી એટલે પાપપ્રવાહ) એમ રૂઢ શબ્દોમાં કહેવાય છે.
વાત સાવ ખરી છે. દેહધારીને ક્રિયા વગર ચાલતું નથી. ખાવું, પીવું, ઊઠવું, બેસવું, ચાલવું, સૂવું આદિ તો સાધુસંન્યાસીને પણ છે જ. અરે ! શ્વાસ લીધા વિના તો ઊંઘમાં પણ કયાં ચાલે છે? ધારો કે પ્રાણ રૂંધ્યો પણ તે કેટલી ઘડી ? છેવટે તો શ્વાસોચ્છવાસ છે જ, એમ સૂક્ષ્મ હિંસા અનિવાર્ય છે. ત્યાં શ્રીઆચારાંગે' એક જ ઉપાય બતાવ્યો છે કે પૂરી જતનાથી અશક્ય પરિહારવાળી ક્રિયા ભલે કરો, પણ આસકિતને તજો. એટલે પાપ નહિ પડે. દશવૈકાલિકના ચોથા અધ્યાયની “નયે વરે નયે નયમસે ગર્વ સમે નમે મુંનંતો માસંતો પાપવમે ન વંધ” એ
Page #341
--------------------------------------------------------------------------
________________
૬૧૪
ગીતા દર્શન
ગાથા એ જ વાતની સાખ પૂરે છે. અને હવે ગુરુદેવ પણ એ જ ભાખે છે.
असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः । नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ||४९।। નિઃસંગ બુદ્ધિ સર્વત્ર, સ્પૃહાત્યાગી જિતેન્દ્રિય;
સંન્યાસથી પર લાધે, નષ્કર્મરૂપ સિદ્ધિને. ૪૯ (માટે હે ધનંજય ! કર્મ બંધનથી છૂટવાનો આ એક જ માર્ગ છે ને તે તને અગાઉ કહેલો છે, છતાં તે જ અહીં ફરી એકવાર કહું છું :)
જે સૌ સ્થળે અનાસકત બુદ્ધિ રાખે છે, બાહ્ય આત્મા(બહિરાત્મા) ઉપર જેણે કાબુ મેળવ્યો છે અને જેની સ્પૃહાઓ ગળી ગઈ છે તે એવા પ્રકારના) સંન્યાસીથી પર નૈષ્કર્મરૂપ સિદ્ધિને પામે છે.
નોંધઃ અગાઉ ગુરુદેવે એમ કહેલું કે, "કેટલાક લોકો, કામ્ય કર્મને તજવાં એને સંન્યાસ કહે છે." ગુરુદેવનો પોતાનો આશય તો એ છે તાત્ત્વિક રીતે તો કર્મમાં કામ્યપણું છે જ નહિ, અને ભાસે છે તે પણ જીવની કર્મ પ્રત્યેની આસક્તિને લીધે જ; માટે મનને જીતી લેવું. બુદ્ધિને અનાસકત ભાવની તાલીમથી દઢ કરવી અને નવી સ્પૃહાને વશ ન થવું; એટલે એનું જ નામ સંન્યાસ. આવા સંન્યાસથી જરૂર નૈષ્ફર્મેપણું એટલે કર્મરહિત દશા પમાય છે. જૈનસૂત્ર શ્રીઆચારાંગ' પણ કહે છે કે મમત્વ બુદ્ધિને તજતાં મમત્વ સહેલાઈથી તજાય છે. પણ કોઈ એકલાં કર્મ છોડીને બેસી રહે, તેથી નૈષ્કર્મે સિદ્ધિ થતી નથી. ગીતાના શબ્દોમાં કહીએ તો "ઊલટો મિથ્યાચારનો મહાદોષ થાય છે.... કારણ કે મન તો વિષયોમાં ભમ્યા કરતું હોય, અને એમને ટેકો પણ મળતો હોય તો તે કાયાથી પણ પડે જ. અને ન પડે તોય વિષયત્યાગનો ખરો આનંદ તો એને મળે જ નહિ. એટલે વેશના સંન્યાસને ગુરુદેવ મહત્ત્વ આપતા નથી. બાકી એ માર્ગની સાધનાને એમણે વખાણી છે જ. છતાં તેઓ ખુલ્લા શબ્દોમાં કહે છે કે બળાત્કારે કે મૂઢાગ્રહે એવા સંન્યાસમાર્ગે પણ ન જવું, નહિ તો એ પવિત્ર માર્ગની પવિત્રતાને ઈજા પહોંચાડવાના નિમિત્તરૂપ આપણે બની જઈએ છીએ.
ગુરદેવની નૈષ્કર્મે સિદ્ધિ એટલે જૈનોની અકર્માદશા અથવા પથિકી ક્રિયાવાળી ઉચ્ચ ભૂમિકા, કે જે તીર્થકરો અને કેવળજ્ઞાનીઓને હોય છે. હવે ગુરુદેવ આગળ વધતાં કહે છે:
Page #342
--------------------------------------------------------------------------
________________
૬૧૫
અધ્યાય અઢારમો
सिद्धि प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे । समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥५०॥ સિદ્ધિ પામ્યો થકો બ્રહ્મ, જ્ઞાનની જે પરસ્થિતિ; તે પામે કેમ કૌતેય; સંક્ષેપે હું થકી સુણ. ૫૦ હે (કુંતીના પુત્ર) કૌતેય ! સિદ્ધિ પામ્યા પછી જ્ઞાનની જે પરનિષ્ઠારૂપ બ્રહ્મ જે પ્રકારે પામે છે તે પ્રકારે (હું કહું છું માટે તું) હું થકી સાંભળ.
નોધ : અહીં નિષ્ઠાનો અર્થ ગતિ અથવા સ્થિતિ છે. જ્ઞાનનો છેડો બ્રહ્મ જઆત્મા જ છે. અને તે નૈષ્કર્મે સિદ્ધિ પછી જ પામી શકાય છે. આ વાત કલ્પનાથી તો સમજી શકાય તેમ છે જ. પરંતુ ગુરુદેવ જે કહે છે, તેમાં અનુભવનો નિતાર હોઈને તે તરફ જેમ અર્જુન બરાબર લક્ષ્ય આપી રહ્યો છે તેમ આપણે પણ मापीओ.
बुद्ध्या विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दादीन् विषयांस्त्यकत्वा रागद्वेषौ व्युदस्य च ।। ५१।। विविक्तसेवी लध्वाशी यतवाक्कायमानसः । ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥५२।। अहङ्कारं बलं दर्प कामं क्रोधं परिग्रहम् । विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥५३|| ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काक्षति । समः सर्वेषु भूतेषु मदभक्तिं लभते पराम् ॥५४।। भक्त्या माममिजानन्ति यावान् यश्चास्मितत्त्वतः । ततो मां तत्त्ववो ज्ञात्वा विशते तदनन्नरम् ॥५५॥! सर्व कर्माण्यपि सदा कुर्वाणो मद्यपाश्रयः । मत्प्रसादादवाप्नोति शाश्वतं पद्मव्ययम् ॥५६॥ વિશુદ્ધ બુદ્ધિથી યુકત, આત્માને ધૃતિથી જિતી; શબ્દાદિ વિષયો છાંડી, રાગ દ્વેષ ફગાવીને. પ૧ એકાંત સેવતો કાયા, મન વાણી વશે કરી; ધ્યાન યોગે રહ્યો નિત્ય, વૈરાગી અ૫ભોજની. પર
Page #343
--------------------------------------------------------------------------
________________
૬૧૬
ગીતા દર્શન
બલ-દર્પ-અહંકાર, કામ-ક્રોધ-પરિગ્રહ; ને મમતા તજી શાંત, બ્રહ્મભાવી બની શકે. પ૩ બ્રહ્મભાવી પ્રસન્નાત્મા કાંક્ષા કે શોક ના કરે; સૌ ભૂતોમાં સમો પામે, મારી ભકિત-પ૨ પછી. ૫૪ ભકિતથી મુજને જાણે, જેવો ને જે રૂપે હું છું; તત્ત્વથી જાણીને એમ, પ્રવેશે મુજમાં પછી. ૫૫ મારો આશ્રિતર્થ નિત્ય, સૌ કર્મો કરતો છતો; મારા પ્રસાદથી પામે, શાશ્વત અવ્યયી પદ. ૫૬ (પરંતપ ! જો કે મેં તને આ વાત અગાઉ પણ કહી છે, છતાં ફરીથી પ્રસંગ આવ્યો માટે કહું છું કે મેં અનાસકત બુદ્ધિ, સ્પૃહાત્યાગ અને જિતાત્મપણાવાળા સંન્યાસીની નિષ્કર્મેસિદ્ધિને માટે શરત માગી તે શરત કંઈ સહેલી નથી.
ભારત ! બુદ્ધિને અનાસકિતના દઢ સંસ્કાર ન પડે ત્યાં લગી વાસનાનું ઊંડું મૂળ જતું નથી. એટલે એવી સ્થિતિ લાવવા માટે જે સાધનાની જરૂર છે તે આ છે:) વિશુદ્ધ બુદ્ધિથી જોડાયેલો યોગી; (સાત્ત્વિક) ધૃતિથી આત્માને દઢ રીતે કબજે રાખીને, શબ્દાદિ (પાંચ) વિષયોને છોડીને રાગ-દ્વેષને દૂર રાખીને, એકાંતસેવન કરીને, અલ્પભોજી (કારણ કે અધિક ખાણાં પીણાંથી શરીર બગડે છે, માટે લઘુભોજન કર્તા) બનીને, મન વાણી તથા કાયાને અંકુશમાં રાખીને, ધ્યાનયોગમાં રહેલો અને નિત્ય વૈરાગ્યને સેવનારો બનીને, અહંકાર-બલ(શારીરિક બલનું ગુમાન) દર્પ-કામ-ક્રોધ તથા પરિગ્રહ છાંડીને, નિર્મમત્વી બનીને તેમજ શાંત બનીને બ્રહ્મભાવી બની શકે છે.
અને બ્રહ્મભાવી(થવાની ખાતરી એ છે કે તે) પ્રસન્ન ચિત્તવાળો બનીને કાંક્ષા કે શોક કરતો નથી. સૌ ભૂતો પર સમદષ્ટિ રહે છે અને તેથી તે મારી (અંતર્યામીની) પર નાકેતને પામે છે.
(હે પરંત: ૧૨ રાભકિતથી જેવો અને જે રૂપે હું (આત્મા) છું. તેવો મને તત્ત્વથી રા' , ઓળખ્યા બાદ મારામાં આત્મામાં પ્રવેશ કરે છે.
(જ. . . . . . પછી બાકી શું રહ્યું ?) મારો આકાય લેનાર તે હંમેશા સર્વક : એ ડ ડ પ્રસાદથી શાશ્વત અને અવિનાશી પદને પામે છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
નોંધ : અગાઉ દૈવી સંપત્તિમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં જ્ઞાનના લક્ષણોમાં, ગુણાતીતનાં લક્ષણોમાં તથા ભકતનાં લક્ષણોમાં આ વાત પ્રકારાંતરે આવી ગઈ છે, છતાં તેનો સાર અહીં તાજો કર્યો છે.
૬૧૭
સૌથી પહેલાં બુદ્ધિ નિર્મળ થવી જોઈએ. નિર્મળ બુદ્ધિના સંસ્કારો સ્થિર થયા પછી બહિરાત્માનો જય સહેલો થાય છે. છતાં વિષયત્યાગ ન થાય તો ઈન્દ્રિયો મનને ખેંચી જવાનો સંભવ રહે છે. એટલે વિષયત્યાગની જરૂર છે, છતાં વિષયત્યાગીમાંય રાગદ્વેષ ન જોઈએ.
વળી અહીં એકાંતસેવનની પણ જરૂ૨ બતાવી છે, કારણ કે સાધનાકાળમાં લોકસંગ બાધક છે. અલ્પ ભોજન પણ જરૂરી છે. મન, વાણી, કાયાનો બધા પ્રકારનો સંયમ જરૂરી છે. એકાગ્રતા પણ દૃઢ સાધવી જોઈએ. પણ આ અભ્યાસમાં વૈરાગ્યનું દિવેલ ન હોય તો બધું નકામું. એને સ્થિર રાખવા માટે પરિગ્રહ અને મમતાથી દૂર રહેવું જોઈએ. અહંકારાદિ વશ કરવાં જોઈએ, અને તેમ છેવટે મમતા, મૂર્છા વશ થયાં કે શાંતિ અને આત્મભાન સ્થિર થયાં જ
આટલું થયું એટલે પ્રસન્નતા તો એની દાસી જ બની ગઈ સમજવી. જ્યાં ચિત્તપ્રસન્નતા આવી ત્યાં ત્રિલોકનું કોઈ સામ્રાજ્ય, અપ્સરાઓની આજીજી કે અણિમાદિ સિદ્ધિઓની પ્રાપ્તિ પણ એવા યોગીને તુચ્છ ભાસે !
શ્રીમદ્ કહે છે તેમ "રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.” પછી એને ભય શો ? હર્ષ ને શોક તો એને હોય જ શાનાં ? જીવો પ્રત્યે તે સમદષ્ટિ રહે. એટલે એની ચર્યામાં જીવન અને જગતના કલ્યાણનો સુમેળ હોય. આનું જ નામ તે પરંભક્તિ અથવા પ્રભુની ખરી ઓળખાણ. હવે તે એવા આત્મલક્ષ્ય સર્વ કર્મ કરે તોય મોક્ષ કેમ ન પામે ?
પણ બુદ્ધિને કે હૃદયને સ્વચ્છ કર્યા વગર કે વિષયોને જીત્યા સિવાય માત્ર પ્રભુનું નામ રટણ કરે તો તેથી કશું જ વળે નહિ, એ વાત તો અગાઉ અનેક વા૨ કહેવાઈ જ ગઈ છે. અર્જુનમાં હૃદયયોગ્યતા તો હતી જ. શ્રદ્ધા પણ હતી, એટલે અને ડેટ સમપણાનું અવલંબન ખૂબ કામ લાગે અેમ હતું. એટલે એમના ગુરુદેવ હવે અર્જુનનું ફરી પોતાભણી લક્ષ્ય ખેંચતાં અને ઘસંહાર કરતાં કહે છે :
i
संत सर्वकर्माणि मयि संन्यस्य म इंद्रियोगमुपाषिय मच्चित्तः सततं भव
||9||
Page #345
--------------------------------------------------------------------------
________________
૬૧૮
ગીતા દર્શન
मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि । अथ चेत्त्वमहङ्कारान्न प्रोष्यसि विनंक्ष्यसि ।।५८|| સૌ કર્મો ચિત્તથી હુંમાં, અર્ધી હુંમાં પરાયણ; બુદ્ધિયોગે રહી ચિત્ત, હુંમાં રાખ નિરંતર. ૫૭ હુંમાં ચિત્તે સહુ દુર્ગો જશે મારા પ્રસાદથી;
ન સુણે જો અહંકારે, તો તું પામીશ નાશને. ૫૮ (પ્યારા ક્તીના પુત્ર કૌતેય ! હવે હું ઉપલી વાત કહ્યા પછી તેને સીધો જ માર્ગ બતાવી દઉ છું; કારણ કે તને ત્યાગ અને સંન્યાસનું તાત્ત્વિક રહસ્ય સમજાવવામાં આવ્યું છે માટે) ચિત્તથી સર્વકનો મારામાં સંન્યાસ કરી, મારામાં પરાયણ થઈ, બુદ્ધિયોગનો આશ્રય લઈને નિરંતર મારામાં ચિત્તને પરોવી દે.
(આમ ) મારામાં ચિત્ત પરોવવાથી મારા પ્રસાદે કરીને તે બધા દુર્ગો-બધી મુશ્કેલીઓ તરી જઈશ. પણ જો અહંકારને વશ થઈને (મારી આ વાતને) નહિ સાંભળે તો તું વિનાશ પામીશ.
નોંધ : કેવી ચોખ્ખીચટ વાત કરી દીધી. ચિત્તથી સૌ કર્મોનો સંન્યાસ કરવાનું કહ્યું, કાયાથી નહિ! ચિત્તથી સૌ કર્મોનો સંન્યાસ કરવો એનું જ નામ તે "સૌ આરંભોને કામસંકલ્પથી વર્જિત કરવા.” પછી કર્મ કરતાં છતાં પરિણામલક્ષી દષ્ટિ જ ન રહે. એટલે કર્તવ્યધારીને જ કર્મ થાય. અને તેથી સહેજે સાત્વિક પ્રવૃત્તિ જ થાય. "હું આમ કરું તો આમ થશે ને તેમ કરું તો તેમ થશે.” એમ જગતની કીર્તિ જાળવી રાખવાના લોભે જે સાધક સતપ્રવૃત્તિ કરે તો તે સાત્વિક પ્રવૃત્તિ પણ દૂષિત થવાનો ભય રહે અને સત્ય, પ્રેમ અને ન્યાયનું લક્ષ્ય રાખે તો પ્રવૃત્તિ ગમે તે થાય છતાં તે સાત્ત્વિક જ બની રહે. આનો આછોપાતળો સર્વેને અનુભવ હશે જ. જો કે એવા સત્યનિષ્ઠને હાથે ગમે તેવી પ્રવૃત્તિ થાય, એટલે કંઈ નિષિદ્ધ પ્રવૃત્તિ થાય, એમ તો ન જ સમજવું; કારણ કે તેવી પ્રવૃત્તિ આસકિત વિના થવી લગભગ અસંભવિત જ હોય છે.
"સ્વાર્થોનું સંધાન કરવું એ ચિત્તનો ધર્મ છે.” પણ સ્વાર્થ એટલે આમાથે જ સમજવો. ગુરુદેવને અગર આત્માને અનુલક્ષીને તેના યોગે રહીને ડ કરવાનું શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું, પણ સાથે સાથે બીજા અધ્યાયમાં જેમ બુદ્ધિયોગની ત: ૬ કરી હતી, તેમ અહીં પણ એની જરૂર બતાવી. બુદ્ધિયોગ એટલે સમાનામાવા બુદ્ધિનું
Page #346
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૧૯
જોડાણ. સારાંશ કે સમર્પણ તો જોઈએ, પણ સાથે વિવેકબુદ્ધિ પણ જોઈએ; નહિ તો આવેલી અંધશ્રદ્ધાની સમર્પણા દગો દઈ દે એવો ભય રહે છે. આમ વિવેકબુદ્ધિ, સત્કર્મ અને ગુરુકૃપા અથવા પ્રભુદયા એ ત્રણેનો મેળ થાય તો ભવપાર ઉતરાય. પણ આ બધું કરવા માટે તો અહંકારનો લય કરવો જોઈએ. ગુરુદેવ કહે છે, "અહંકાર એ મહારાક્ષસ છે. તે ખરી વાત સાંભળવા જ નથી દેતો.” વાત ખરી જ છે. પ્રાણીમાત્રમાં અહંકારની વૃત્તિ છે. જો તે સાચા અર્થમાં હોય તો ઘણી સારી છે, પણ એ અહંકાર ખોટા અર્થમાં જ પ્રાયઃ દેહધારી માત્રમાં પ્રવર્તે છે. અને ત્યારે જ તે નમ્ર બનવાને બદલે અક્કડ બની જાય છે. કબીર ઠીક જ કહે છે કે "બાપ મૂના, પીછે ડૂવ જ દુનિયા ” અહંકાર ગયો, એટલે દુનિયામાં આત્મા ડૂબવાને બદલે આત્મામાં દુનિયા ડૂબી જાય છે.
ગુરુદેવે અર્જુનને અગાઉ પણ કહ્યું હતું કે મનુષ્ય આ અહંકારને વશ થઈ ન કરવાનાં કામો કરે છે, અને એને લીધે જ પરેશાન અને પરવશ થઈ જાય છે. અહંકારી મનુષ્ય નમ્રતાને તો પામરતા ગણીને હસી કાઢે છે. અને અભિમાનને સ્વમાન માની સ્વચ્છંદે વિહરવામાં મોજ માને છે. જોકે આ મોજ આખરે તો ઠગારી જ નીવડે છે. અને તેવો મૂઢ, મંદમતિ પરિણામે તો પોક મૂકી રોવા માંડે છે. પણ અવસર ચૂકયા પછી અફસોસ શા ખપનો? એટલે પ્રસંગ પહેલાં પ્રથમથી જ ચેતવું જોઈએ. કારણ કે પ્રસંગ પહેલાં નહિ ચેતનાર અને પરિણામે દુઃખ પામનાર વળી એ દુઃખ વેઠીને પણ ખરો બોધ ધારી લેતો નથી એટલે વળી એની એ દશા ચાલુ રહે છે અને ક્રમે ક્રમે જડતામાં ઘેરાતો જઈ તદ્દન પ્રકૃતિથી પરતંત્ર બની જાય છે.
ગુરુદેવ આવી દશામાં પડતાં અર્જુનને ચેતવે છે, અને જો નહિ ચેતે તો શું પરિણામ આવશે તે પણ સાથે સાથે કહી દે છે. એ કથનમાંથી પ્રત્યેક પાઠકને અદ્દભુત માર્ગદર્શન મળે તેમ છે.
यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे । નિશ્ચષ વ્યવસાયક્તિ પ્રતિજ્ઞા જિયોત ||૧૨|| स्वभावजेन कौन्तेय निबद्धःस्वेन कर्मणा । कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्यवशोऽपि तत् ।।६।। ન લડે એમ માને, જો અહંકારને લીધે; તો એ હઠ વૃથા તારી, પ્રકૃતિ પ્રેરશે તને. ૫૯
Page #347
--------------------------------------------------------------------------
________________
૬૨૦
ગીતા દર્શન કૌતેય ! તું જ ઈરછે, ન કરવા અવશેય તે; કરીશ તું જ બંધાયો, સ્વાભાવિક સ્વકર્મથી. ૬૦ (હે પાર્થ!) અહંકારને વશ થઈને “જો નહિ લડું' એમ તું માને તો એ તારી હઠ(અથવા યત્ન) મિથ્યા છે. કારણ કે (તારી) પ્રકૃતિ (સ્વભાવઘડતર જ એવું છે કે તે) તને (તે તરફ બળાત્કારે) જોડશે.
હે કૌતેય ! તું સ્વભાવજન્ય (તારા) સ્વકર્મથી (એવો) બંધાયો છે એટલે તું) જે (કાર્ય) મોહને વશ થઈ નથી કરવા ઈચ્છતો તે પરાણે કરીશ. (મતલબ કે તારે પરાણે કરવું પડશે.)
નોંધ : અહીં પ્રકૃતિ તને પ્રેરશે અને સ્વભાવ જન્ય સ્વકર્મથી તું બંધાયો છે તે બન્ને વાકયો એવું સૂચવે છે કે અર્જુન પૂર્ણ અહિંસાના સંસ્કારે ઘડાયો નથી, એટલે શસ્ત્રયુદ્ધ જ લડી શકે તેમ છે. અહિંસા કંઈ સંસ્કારઘડતર વિના આવતી નથી. યુગયુગની જન્મજન્મોની તાલીમ એને સારુ પ્રથમથી જ જોઈએ. પ્રાણ કંઠ સુકાય એવી તરસ લાગી હોય ત્યારે કૂવો ખોદવા બેસવું, એ મેળ ન મળે ! એટલે જો અર્જુન શસ્ત્ર સિવાય લડે તેમ નથી અને યુદ્ધ ખાળ્યું ખળે તેમ નથી, તો અહિંસાને કે દયાને ઓકે કાયરતા પોષવાનું તો કયો ખરો નેતા કહી શકે ? એટલે જ શ્રીકૃષ્ણચંદ્ર ઉપલી વાત કહી છે :
હવે બીજી વાત :
શ્રીકૃષ્ણચંદ્ર અગાઉ પણ કહ્યું છે કે પ્રકૃતિનાં કાર્યોમાં દેહધારી જીવે અહંકાર ન કરવો, છતાં અહંકારી દેહી અહંકાર કરે છે. સંસારીની એ તાજુબી છે. જોકે તેથી એનું વળતું તો કશું જ નથી- જેમ કોઈ બાવળ રોપીને અહંકારથી તે વૃક્ષમાંથી કેરી ખાવા ઈચ્છે, તે ગમે તેટલો શકિતઘર હોય તોય બાવળના ઝાડમાંથી કેરી-ફળ ચાખી શકતો નથી.
અર્જુન કદાચ જ જોડાય તો પણ યુદ્ધ એનું ટાળ્યું ટળે તેમ ન હતું. એવો શ્રીકૃષ્ણચંદ્રનો કથિતાશય છે, એ આપણે જોઈ ગયા છીએ. એટલે જ તેઓ કહે છે: "ન લએમ કહી એ માર્ગે કરેલો તારો પ્રયત્ન મિથ્યા છે.
શાથી મિથ્યા છે? એનો ખુલાસો કરતાં તેઓ કહે છે કે તારા સ્વભાવ પર હજુ તારો પૂરો કાબૂ કાયમ રહે, એવી તારી સ્થિર ઘડાયેલી ભૂમિકા નથી. એટલે આ મોહને લીધે આવેલો ઉછાળો શાંત થતાં જ(યુદ્ધ ચાલુ રહેશે, એટલે કોઈના કહ્યા વિના જ) પરાણે તું જોડાઈશ.
Page #348
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૨૧
આપણે અગાઉ કહી ચૂકયા છીએ કે જો યુદ્ધ ન મળત, તો પોતાના પક્ષની નબળી સ્થિતિ અર્જુન, છેવટે તો ન સાંખી શકીને પ્રકૃતિના બળાત્કારે જોડાત, એટલે અત્યારે ઊપજેલા મોહનો ભયંકર પ્રત્યાઘાત થાત. આમાં અર્જુન પક્ષે આત્મપાત થાત અને લડાઈનું જે પરિણામ આવત તે આવત જ. જ્યારે સમતાપૂર્વક અર્જુન યુદ્ધમાં જોડાય, તો યુદ્ધનું પરિણામ જે આવવાનું તે આવવાનું; છતાં અર્જુન એ યુદ્ધજન્ય પરિણામ પોતા પક્ષે વિજયમાં આવે તોય અહંકાર કે ઉશૃંખલપણું ન પામે અને વિજયથી આવેલા ભોગવિલાસમાં ન રાચતાં વૈરાગ્યની ધારામાં તરબોળ બને. શ્રીકૃષ્ણગુરુ આટલું જાણતા હોઈને, એમણે એ ઘટનાને જ સ્પષ્ટ કરી.
આ પરથી પાઠક સહેજે સમજશે કે અર્જુન માનતો હતો કે "યુદ્ધનો પાળનાર બનું' એમાં અહિંસા નહોતી, પણ અહંકાર હતો. અહંકારી હિંસાને કદી નિવારી ન શકે. એ જ રીતે ભાંડુ, સગાંવહાલાંને જોઈને થયેલી અર્જુનની દયા ખરી દયા નહોતી. પણ પોતાના શરીરાદિનો મોહ હતો. આમ જ શ્રીકૃષ્ણચંદ્ર માનતા હતા, અને તેઓ પોતાની માન્યતા અર્જુનને પોતાને આત્મભાન થઈને ગળે ઉતરાવવા મથતા હતા. મતલબ કે તેઓ તટસ્થપણું જ જાળવી રહ્યા હતા. અને એ જ દર્શન નીચેના ત્રણ શ્લોકમાં આપણે જોઈ શકીશું:
ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । भ्रामयन् सर्वभूतानि यन्त्रारुढानि मायया ॥६१।। तमेव शरणं गच्छ सर्वभावेन भारत તાત્વિનું ન્તિ સ્થાન પ્રાતિ શાશ્વતમ્ IIદરા इति ते ज्ञानमाख्यातं गुह्याद् गुह्यतरं मया । विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु
!૬ ૨IT સૌ ભૂતોના ઉર ક્ષેત્રે, વસે ઈશ્વર અર્જુન ! માયા થકી ચઢયાં યંત્ર, સૌ ભૂતોને ભયાવતો. ૬૧ તેને જ શરણે તું જા, સર્વભાવથી ભારત; તસાદ પર શાંતિ, શાશ્વત સ્થાન પામીશ. કz આમ મેં ગુહ્યથી ગુહ્ય, જ્ઞાન તને કહ્યું હવે; પૂરી રીતે વિચારીને, યથા ઈચ્છ તથા કરી
Page #349
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
અર્જુન ! (તેં મને ગુરુભાવે માન્યો. એટલે મેં આટલું બધું વિવેચન કર્યુ, તું રખે એમ માનતો કે શ્રીકૃષ્ણચંદ્ર પોતાના ઘરનું આ બધું કહે છે !
દરર
ધનંજય ! શ્રીકૃષ્ણરૂપી શરીરના હૃદયભાગમાં બેઠેલો ઈશ્વર કે જે વિશ્વમાત્રનો સાક્ષી છે, તેની પ્રેરણાથી હું બોલું છું. તારા હૃદયપ્રદેશમાં પણ એ છે જ અને તે જ રીતે સર્વત્ર છે. એટલે તું મારે શરણે આવે કે તેને શરણે જાય એ બન્ને એકસરખું જ છે. માટે જ કહું છું :) સર્વભૂતોના હૃદયદેશમાં (હૃદયરૂપી ક્ષેત્રમાં) ઈશ્વર વસે છે. (એની ઓળખાણ એ કે) માયાથકી યંત્ર (સંસારરૂપી ફજેત ફાળકા) ઉપર ચઢેલાં સર્વભૂતોને ભમાવતો થકો, તે વસે છે.
હે ભારત ! સર્વભાવથી તેને જ શરણે તું જા તેના પ્રસાદે કરીને તું પરમ શાંતિ અને શાશ્વત સ્થાન પામીશ.
આ પ્રમાણે (હે પરંતપ) ! ગુહ્યથી પણ ગુહ્ય (એવું) જ્ઞાન મેં તને કહ્યું. (હવે) એ (પરત્વે) પૂર્ણ રીતે વિચાર કરીને તારી ઈચ્છા હોય તેમ કર.
નોંધ : આ પરથી શ્રીકૃષ્ણગુરુનું પૂરું તટસ્થપણું કળાઈ રહે છે. ઈશ્વર હૃદયક્ષેત્રમાં છે, એનો અર્થ તો એ કે હૃદયક્ષેત્રમાં શુદ્ધ થઈને લોહી શરીરના દરેક ભાગમાં જાય છે. અને શરીરયંત્ર ચાલે છે. હૃદય એ શરીરરૂપી રેંટમાં બેઠેલા આત્માનું મુખ્ય કેન્દ્ર છે. યોગપરિભાષામાં એવાં બીજાં પણ કેન્દ્રો ગણાઈને કુલ્લે છ ચક્રો ગણાયાં છે.
જૈનસૂત્રોની પરિભાષા પ્રમાણે તો આત્મપ્રદેશો શરીરમાં સર્વત્ર વ્યાપેલા છે. છતાં એ પ્રદેશો ઘ્યાનસમાધિ દ્વારા કે બીજા પ્રયોગોથી અમુક સ્થળે કેન્દ્રિત થાય છે. એમને કેન્દ્રિત થવાનાં સ્થળોમાં હૃદય મુખ્ય કેન્દ્ર છે, માટે અહીં હૃદયક્ષેત્રે ઈશ્વર રહે છે, એમ કહ્યું છે. હૃદયક્ષેત્રને નિર્મળ રાખવાનો પણ આ કથનની પાછળ ઊંડો ઊંડો આશય છે.
માયા વડે શરીરયંત્ર ઉપર જીવ બેસે છે અને ભૂતભાવ પામે છે તથા સંસારભ્રમણ કર્યા કરે છે. સંસારના પરિભ્રમણમાં પણ આત્મપ્રકાશ જીવની સાથે જ હોય છે. માટે ઈશ્વરને ભમાવનાર તરીકે અહીં ઓળખાવ્યા. ઈશ્વર સહુમાં છે. તે સૃષ્ટિકર્તા નથી અને છે. તટસ્થરૂપમાં જે ઈશ્વરી પ્રકાશ છે તે ભાવે તે સૃષ્ટિકર્તા નથી; અને પ્રકૃતિના ગુણસંગે રાચેલો જીવ કે જે ઈશ્વરી પ્રકાશનો જ ભાગ છે, તે ભાવે સૃષ્ટિકર્તા છે. કારણ કે તે જીવ કર્મ કરે છે અને એનાં ફળ ભોગવે છે. જોકે કાર્ય, કારણ, કર્તૃત્વમાં પ્રકૃતિ જ મુખ્ય હેતુ ગણાય. અને સુખદુઃખના ફલ
Page #350
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
કર૩
ભોકતૃત્વમાં પુરુષ જ મુખ્ય હેતુ ગણાય. એ ન ચૂકવું જોઈએ. આ વિષે અગાઉ કહેવાયું છે. પોતાના હૃદયમાં રહેલા ઈશ્વરી પ્રકાશને શરણે જવું અને સર્વભાવે જવું; તો તેનો પ્રસાદ મળે. અર્થાત્ કે દેહને સંયમહેતુ માનીને આત્મલક્ષ્ય જ પ્રવર્તવું, આવી અખંડ જાગૃતિ તે જ ઈશ્વરી પ્રકાશનું શરણ. એવો નિરંતર જાગૃત સાધક પળે પળે આત્મપ્રેરણા પામે છે. જૈનસૂત્રોની પરિભાષા પ્રમાણે શ્રીમદ્ કહે છે - તે જોઈ ગયા છીએ-કે જિનશરણ અને નિજશરણમાં આવી અપ્રમત્ત દશામાં વસ્તુતઃ કશો ભેદ નથી. એટલે ઈશ્વરનો પ્રસાદ અર્થાત્ અખંડ જાગ્રત દશાનું પરિણામ પરમશાન્તિ અને મોક્ષપદમાં જ આવે છે.
આ વાત રાજવિદ્યારાજગુહ્યયોગ' નામના અધ્યાયમાં કહેવાઈ જ હતી. આ જ્ઞાનનો પૂરો વિચાર કરનાર કદી અવળે માર્ગે તો ન જ જાય. માટે જ અર્જુનને યથેચ્છ વર્તવાનું કહ્યું. સ્વચ્છતાનો રોગ લાગુ પડે તેવી સ્થિતિથી પર જાય એટલે સાધકને સ્વતંત્રતા આપવી, એ ગુરુદેવના ધર્મપ્રમાણે શ્રીકૃષ્ણચંદ્ર આ વાત કહી દીધી છે. જૈનસૂત્રોમાં પણ ગુરુ પોતાનો અનુભવ કહી છેવટે શિષ્યની પાત્રતા જોઈને એને કહે છે, “નદીજુદું વાળુપ્રિયા ! મા પડિવë ' જેમ સુખ પડે તેમ હે દેવવલ્લભ ! તમે વર્તો; પણ પ્રતિબંધમાં ન પડો, તેમ વર્તો. કેવું સરસ વેણ ! આધ્યાત્મિક જ્ઞાનનું આ જ તીવ્રતર આકર્ષણ છે. આધ્યાત્મિક જ્ઞાનીજનો પ્રેમથી પ્રથમ વશ કરી લે છે અને પછી હૃદયની પાત્રતા જગાવી સ્વતંત્રપણે વિચારવા દે છે. પરંતુ એવો સુપાત્રશિષ્યસાધક સ્વતંત્રતાનો સદુપયોગ જ કરે છે. અને ત્યાં સ્વતંત્રતા હોવી જ ઘટે. સદ્ગુરુ અને શાસ્ત્ર તો સાખ દે, પ્રેરણા આપે, બાકી ચાલવાનું તો સાધકને પોતાને જ પગેથી હોય છે. એ રીતે બુદ્ધદેવ કહે છે, હું કહું છું, માટે જ ન માનો; પણ તમો મારા વેણને વિચારો અને તમને સારું લાગે તો તે મુજબ વર્તો.' તેમ જ શ્રીકૃષ્ણગુરુદેવે પણ અર્જુનને કહી દીધું.
આ સાંભળીને અર્જુન તો વિચારમાં પડયો અને એને એમ લાગ્યું કે મારા ગુરુદેવ મને તરછોડવા તો નથી માગતા ને ! આમ કંઈક અર્જુનના મુખ પર નિરાશાનો ચમકાર દીઠો કે તુરત જ શ્રીકૃષ્ણગુરુ ભારે ઉમળકા સાથે માથે હાથ મૂકી ફરીને બોલ્યા :
सर्वगुह्यतमं भूयः श्रृणु मे परमं वचः । दष्टोऽसि मे ६ढमिति ततो वक्ष्यामि ते हितम् ।।६४।।
Page #351
--------------------------------------------------------------------------
________________
૬૨૪
ગીતા દર્શન
मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । तामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥६५|| सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वासर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ।।६६।। વળી સૌથી પરં ગુહ્ય, સાંભળ મારું વેણ તું; મને વહાલો ઘણો તેથી, તને કહું હિતાવહ. ૬૪ ભકત પૂજક થા હુંમાં-મને જોડ, મને નમ; મને પામીશ વા'લો તું, સાચો કોલ દઉ તને ૬૫ તજીને સર્વધર્મોને, શરણું એક લે મમ,
હું તને સર્વ પાપોથી, છોડાવીશ તું શોચ મા. ૨૬ વળી બધાથી ગુહ્ય એવું પરં વચન તને કહું છું. તું મને ઘણો વહાલો છે, તેથી (તારા) હિતનું હું તને કહીશ.
મારામાં મન જોડ, મારો ભક્ત થા. મને પૂજ અને મને નમ. (એમ કરવાથી) તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે તું મને પામીશ ! તું મને પ્રિય છો.
બધા ધર્મોનો ત્યાગ કરીને એક મારું જ શરણું લે. હું તને બધાં પાપોથી મુકત કરીશ. તું શોક ન કર.
નોંધ : એક ગુરુને ચરણે શિષ્ય સર્વસમર્પણભાવે આવે, એટલે એવા શિષ્યની પૂરી કસોટી કરી લીધા પછી એક આદર્શ ગુરુ એની બધી જવાબદારીઓ પોતા પર લઈ લે છે. તેનું અહીં શ્રીકૃષ્ણગુરુની ઉકત પૂરેપૂરું પ્રમાણ છે. જેમ આદર્શ માલિકની ચાકરી કરનાર આદર્શ સેવકની જિંદગી લગી પોતાના ભરણપોષણની ચિંતા આદર્શ માલિકને શિરે જ રહે છે, તેમ આદર્શ શિષ્યની મોક્ષની ચિંતા આદર્શ સદ્ગુરુને શિરે જ રહે છે. પરંતુ શિષ્યમાં આદર્શ શિષ્યતા હોવી ઘટે, અને સદ્ગુરુમાં તો આદર્શગુરુતા તો સહેજે) હોય જ; નહિતર તો સદ્ગુરુપદ લાજે ! ગુરુશિષ્ય વચ્ચેની આદર્શતાના સંબંધમાં એક સ્થળે લખ્યું છે : 'ગુરુ એટલે શિષ્યોને ય શિષ્ય. અને શિષ્ય એટલે ગુરુના શિષ્યનો ય શિષ્ય. ગુરુની ઈચ્છા એ જ શિષ્યનો ધર્મ. શિષ્યનું જેમાં હિત એ જ ગુરુની ઈચ્છા.” એટલે આ દ્રષ્ટિએ આદર્શ શિષ્ય કરતાં આદર્શગુરુને વહાલી બીજી કઈ વસ્તુ હોય ? ધૂળ દૈહિક સંતાનને જિવાડવા માટે એક પશુ માબાપ પણ પોતાના પ્રાણ પાથરે છે, તો
Page #352
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૨૫
સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવના વારસદાર સંતાન ખાતર આદર્શ આધ્યાત્મિક જ્ઞાનવાળા ગુરુદેવ ન્યોચ્છાવર શું ન કરે?
એવા ગુરુ સર્વે ધર્મોને છોડીને પોતાનું શરણું લેવા કહે એનો અર્થ એ છે કે એના શરણમાં જ એ ચમત્કાર છે કે તેમાં સર્વધર્મનું પાલન આપોઆપ આવી જાય છેજેમ સોમાં નવ્વાણું આપોઆપ સમાય છે તેમ.
પણ આમ કરવાથી તો કોઈ કહેશેઃ 'શિષ્યની સ્વતંત્ર ઈચ્છા જ મરી જાય છે, અથવા તેનો શિષ્ય સ્વતંત્ર ઈચ્છાને મચડી નાંખે છે. આ રીતે શિષ્યનું સ્વતંત્ર વ્યકિતત્વ જ નથી રહેતું, અને આથી તો ગુરવાદ જ ફૂલેફાલે છે. ગુરડમવાદે તો જગતનું અકલ્યાણ જ કરી નાખ્યું. જુઓ પોપનું ઉદાહરણ !” આમ કહેનારે સગુરુની યોગ્યતાનો ખ્યાલ કરવો જોઈએ. "ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનોં ખેલે દાવ;
ડૂબે બિચારે બાપડે, બેઠ પથ્થર કી નાવ.” એવા ગુરુશિષ્યની અહીં વાત જ નથી. એવા ગુરુ આગળ સર્વ-સમર્પણ કરનાર શિષ્ય હોય જ નહિ. અને અમુક સમય દેખાય તોપણ તે લોભવશ હોઈને સર્વસમર્પણ ટૂટી જ પડે ! શ્રદ્ધાનું મૂળ આધ્યાત્મિકતા છે – આધ્યાત્મિક ગુરુ જ, શિષ્યનું હૃદયસામ્રાજ્ય ભોગવી શકે અને તે કાયમ ભોગવી શકે, એટલે એ દષ્ટિએ અહીં વાત છે.
વળી આવો ભકત સત્કર્મપરાયણતા, જ્ઞાનપરાયણતા અને ભકિતપરાયણતા એમ ત્રણેનો સમન્વય સાધનાર હોય, એવું ગર્ભિત સૂચન મારામાં મન રાખ(જ્ઞાન), મારો ભક્ત થા (ભકિત), મને યજ (યજ્ઞનો અર્થ ધર્મમય કર્મ એ અગાઉ જ કહેવાયું છે એટલે સતકર્મ કરો, અને છતાં નમ એટલે કે નમ્ર બને.” એ ઉકિતમાં આવી જાય છે. મને મળવું એટલે અંતર્યામીને મળવું. એ ખુલાસો તો શ્રીકૃષ્ણગુરુએ વારંવાર કહી દીધો છે. આવું કરનારને ખરા કોલથી સદ્દગુરુ ખાતરી આપે કે તારો મોક્ષ નિશ્ચય છે.' એમાં શી નવાઈ છે? આટલો સુપાત્ર શિષ્ય નક્કી મોક્ષાધિકારી છે. એમ જૈનશાસ્ત્રોમાં પણ કોલ છે જ.” ભવિ અને માર્ગાનુસારીનો મોક્ષ નક્કી છે. ક્ષાયિક સમકિતી જીવ ત્રણ ભવ ઉપરાંત ભવભ્રમણ કરતો જ નથી-' આમ નિશ્ચયે જૈનસૂત્રો પણ ભાખે જ છે.
મતલબ કે પાત્રને માટે મોક્ષપ્રાપ્તિનું નિશ્ચયપૂર્વક કહી શકાય છે. પણ જે
Page #353
--------------------------------------------------------------------------
________________
૬૨૬
ગીતા દર્શન
પાત્ર થવા ઈચ્છે જ નહિ અથવા કુપાત્ર રહેવા જ તત્પર હોય, તેને માટે તો આ બધું નિરર્થક અથવા અનર્થકારી જ નીડવે છે. અર્જુન સુપાત્ર હતો એટલે જ શ્રીકૃષ્ણચંદ્ર ઉપલું જ્ઞાન કહ્યું.
હવે તેઓ પોતે આપેલા જ્ઞાનને પાત્ર કોણ નથી, એ બતાવી અપાત્ર આગળ ગીતાજ્ઞાન ન કહેવાની, અને ગીતાજ્ઞાનને પાત્ર કોણ છે ? એ બતાવી તેમની આગળ ગીતાજ્ઞાન અવશ્ય કહેવાની અને ત્યાં ન છૂપાવવાની અર્જુનને ઉદ્દેશીને સૂચના કરે છે. એ ઉકિતમાં નરદમ અનુભવ ભર્યો છે, સાંકડા પેટવાળી સાંપ્રદાયિકતા નથી; એ આપણે જોઈ શકીશું. તેઓ કહે છે :
इदं ते नातपस्काय नाभक्ताय कदाचन । ન વાશુકૂવે વાગ્યે ન માં યોગ્ય રસૂતિ દoll. य इदं परमं गुह्यं मद्भक्तेकेष्वमिधास्यति । भक्तिं मयि परां कृत्वा मामेवैष्यस्यसंशयः ॥६८|| न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥६९|| ન અતપસ્વીને કે'વું, ન આ અભકતને કદી; ન અશુશ્રુષને તારે, ન મારા નિંદનારને. ૬૭ મારા ભકતો કને કેશે, આ પરં ગુહ્ય જ્ઞાન જે; કરી હુંમાં પર ભકિત, તે નિશે પામશે મને. ૬૮ ન મારો પ્રિયકારી કો, જનોમાં તે થકી વધુ;
ને ભૂમિમાં બીજો તેથી, વધુ પ્રિય થશે ય ના. ૯ (હે અર્જુન!) તારે આ (ગુહ્ય જ્ઞાન) અતપસ્વીને ન કહેવું. અભકતને કદી ન કહેવું. સાંભળવાની ઈચ્છા ન રાખનારને (અથવા સેવા હનને) ન કહેવું, અને મારી ઈષ્ય (અગર નિંદા) કરનારને ન કહેવું. (પણ આથી તું એમ ન માનતો કે તારે એકલાએ જ આ લાભ લેવો ! એલપેટા થવાથી આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ ગૂંગળાય છે, અને તે ગૂંગળામણ મોટા દૂષણરૂપ છે, માટે બીજાને પણ એનો લાભ આપવો. ખરે જ અર્જુન ! હું તને કહું છું કે, મારા ભકતોને જે આ પરંગુહ્ય જ્ઞાન કહી સંભળાવશે– તે મારે વિષે પરંભકિત કરતો થકો, અવશ્ય સંશયહીનપણે મને પામશે. (પરંતપ ! એવા જ્ઞાનનું પરબ બેસાડનાર તો મને સૌથી વહાલો છે,
Page #354
--------------------------------------------------------------------------
________________
અઘ્યાય અઢારમો
કારણ કે પોતે તો તરે જ છે પણ બીજાને સુધ્ધાં તારે છે. માટે) મનુષ્યોમાં મારો પ્રિયકર્તા એના કરતાં બીજો વધુ છે જ નહિ. અને પૃથ્વીમાં બીજો કોઈ એના કરતાં મને વધુ પ્રિય થનાર પણ નથી.
કરણ
નોંઘ : તપ એટલે કામના ૫૨ અંકુશ મૂકવાનો ગુણ, તે ન હોય તો ગીતાજ્ઞાન નકામું છે; કારણ કે એ તો ગીતાજ્ઞાનનો સ્વાર્થ માટે જ ઉપયોગ કરશે. હિંસા કરીને ગીતાનો 'યસ્ય નાહËતો માવો' (૧૮-૧૭)નો અર્થ પોતાના પક્ષમાં લઈ જશે. અનાચાર સેવીને પણ 'અનાસકિત' શબ્દનું ઓઠું લેશે. એટલે ગીતાનું નિરૂપણ કામનાના અંકુશ માટે છે, અર્જુનનો મોહ નસાડવા માટે છે, હિંસા કે પાપ-કર્મમાં પ્રેરવા સારુ નહિ. આટલું પાઠક આ પરથી સ્પષ્ટ સમજી શકશે.
વળી ભક્તિ ન હોય તોપણ ઉપલો જ ભય છે. ભકિત એટલે અહીં શુદ્ધ હૃદય અને સમભાવી વિવેકબુદ્ધિ સાથેની શ્રદ્ધા લેવી. ગીતાનું તાત્ત્વિક જ્ઞાન જ્યાં નીતિ અને સદાચારનો પાયો ન હોય ત્યાં પણ નકામું છે.
અસેવકને અથવા ન સાંભળવાની ઈચ્છા રાખનારને તો એ નકામું જ છે તે સમજી શકાશે. એટલે કે જિજ્ઞાસા પણ જોઈએ. જિજ્ઞાસા વિચાર અને વિવેકના પાયા ઉપર જ નભે છે. જેમ ભૂખ્યાને સાદું ભોજન પણ પ્રિયકારી અને ઉપયોગી છે, પણ ગળાબૂડ ખાધું હોય તેને રુચિપ્રદ ભોજન પણ નકામું છે ઊલટું જો ખાય તો અપથ્યકારી જ તેને પક્ષે નીવડે, તેમ જેને સંસારની ભરપૂર લાલસા હોય, વૈરાગ્યનો છાંટો પણ ન હોય - તે ગીતાજ્ઞાન માટે અપાત્ર છે.
――――
અસૂયાના ત્રણ અર્થ છે ઃ ઈર્ષ્યા, નિંદા અને દ્વેષ, આત્માનો ઈર્ષ્યાળુ, આત્મનિંદક અને આત્મદ્વેષીનો સીધો અર્થ નાસ્તિક છે. એટલે જેને આસ્તિકતા નથી, તે પણ ગીતાજ્ઞાન માટે અપાત્ર ઠરે છે.
-
જેમ સિંહનું દૂધ કનકપાત્ર અથવા સિંહણનું સંતાન જ જીરવી શકે છે, તેમ ગીતાજ્ઞાન પણ તેવું પાત્ર જ જીરવી શકે છે. એટલે ગુરુદેવે તે પૂરતો નિષેધ કર્યો છે. બાકી જે યોગ્ય છે તેના આગળ તો ખાસ કહેવું. અને એવી સક્રિય ચર્ચાવાર્તા એ પણ એક પ્રકારની પરંભકિત છે. તેટલી હદે તે પરત્વે તેઓ વજન આપે છે. અને એ પણ કહે છે કે એવું કરનાર તો મને વધુમાં વધુ વહાલો છે. નવમા અઘ્યાયમાં પણ સતતં હીર્તયન્ત માં' (૯-૧૪) એની તારીફ કરી (૯-૨૨માં) એવા ભકતનું યોગક્ષેમ વહન કરવાનો પણ કોલ આપ્યો છે. જૈનસૂત્રોમાં પણ આચાર્ય
Page #355
--------------------------------------------------------------------------
________________
૬૨૮
ગીતા દર્શન
અને ઉપાધ્યાયોનું સ્થાન વધુ મહત્ત્વનું એટલા ખાતર જ છે કે તેઓ જ્ઞાનાધ્યાનમાં મસ્ત રહે છે અને બીજાં સુપાત્રોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ (સત્તરમાં અધ્યાયમાં કહ્યા મુજબ) તપાસી વિવેકપૂર્વક અમૃત પીરસે છે. આ રીતે આત્મકલ્યાણ કરતા થકા વિશ્વકલ્યાણ પ્રત્યક્ષ રીતે પણ કરે છે. એવા જ્ઞાન, ભકિત અને સત્કર્મનો સમન્વય જીવનચર્યામાં સાધનાર મહાયોગી કરતાં પ્રભુપ્રિય બીજો કોણ હોય ? અથવા આજે ભવિષ્યમાં પણ કોઈ હોઈ શકે ? શ્રીકૃષ્ણગુરુએ એ વાકયથી પ્રબળ ખાતરી આપી દીધી. - હવે તેઓ આ જ્ઞાન પરંપરાને ચાલુ રાખવાનું પણ અર્જુનને ગર્ભિત સૂચન કરે છે કે જેથી અર્જુનનો દેહ લય પામે તોપણ ગીતાજ્ઞાન તો જળવાઈ જ રહે ! અને એ ગર્ભિત સૂચનના પરિણામે આજે હે પાઠક ! આપણે આ ગીતાજ્ઞાનામૃત પી રહ્યા છીએ. કેવી વિશ્વકલ્યાણની એ શ્રીકૃષ્ણગુરુની ઝંખના ! ગીતા જેવો અપૂર્વ ગ્રંથ આપીને વિશ્વ પર કેવો અનુગ્રહ કર્યો છે ! એના સંકલનાકાર શ્રીવ્યાસજીને કોટિશઃ ધન્યવાદ આપ્યા વિના કયો પાઠક રહી શકશે?
શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે : अध्येष्यते च य इमं धर्म्य संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः [][૭૦] श्रद्धावाननसूयश्चअणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभाँल्लाकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् ||७१।। તેમ જ ભણશે જે આ, ઘર્મ સંવાદ આપણો; “જ્ઞાનયજ્ઞ વડે તેણે, મને પૂજ્યો હું માનીશ. ૭૦ અદોષદષ્ટિ-શ્રદ્ધાળુ, સાંભળશેય જે ન૨; તેય મુકિત; જશે પુણ્ય કર્મોના શુભ લોકમાં. ૭૧ (હે અર્જુન ! ) મેં ઉપર કહ્યું તે રીતે તું એકલપેટો ન થતાં બીજા સુપાત્રોને સંભળાવીશ અને તે વળી બીજાને સંભળાવશે. આમ એ ઉપદેશની પરંપરા ચાલશે, એટલે એ લખાણમાં લખાશે પણ ખરો. એટલે એનું અધ્યયન પણ લોકો કરશે. એના અધ્યયન કરનાર તથા સાંભળનારનું ફળ પણ તને હું કહી દઉં છું, * ગીતા જી યજ્ઞનું ખરું રહસ્ય શકે છે. બધા યજ્ઞો કરતાં એમણે જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ બતાવ્યો છે. (૪-૩૩) ધૂળયજ્ઞને ગૌણ પદ આપ્યું છે, અને તેને પણ અનાસકતભાવે અને દાન, શ્રદ્ધા આદિ સદ્ગુણોની ખિલવણીની દષ્ટિએ સ્થાન છે. બાકી, ઈન્દ્રિયસંયમરૂપી દ્રવ્યયજ્ઞ કરતાં તો ચૂળયજ્ઞ ઊતરતી કોટિનો છે જ.
Page #356
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૪૨૯
(સાંભળ.) આપણી વચ્ચેના આ ધમ્મ (ધર્મલક્ષી, હિંસાલક્ષી નહિ) સંવાદનું જે (ભાવપૂર્વક) અધ્યયન કરશે, તેણે જ્ઞાનયજ્ઞ વડે મને પૂજ્યો, એમ હું માની લઈશ.)
તેમ જ અદોષદષ્ટિ રાખી જે શ્રદ્ધાવાન આ જ્ઞાન માત્ર) સાંભળશે તે પણ (પાપથી) મુકત (થઈને) પુણ્યકર્મીઓ જ્યાં વસે છે ત્યાં, (તેઓ)ના શુભલોકમાં જશે.
નોધ : આ સંવાદ'નું ધમ્ય વિશેષણ આપણે જે વાત ઘણી વાર વિચારી ગયા છીએ એને જ પુષ્ટિ આપે છે. ગીતામાં “યુદ્ધ” પ્રયોગ છે. પણ નક્રિ' પ્રયોગ આત્મશુત્રને હણવાના અર્થમાં જ વપરાયો છે. અગિયારમા અધ્યાયમાં હતાન', 'નહિ” એ પ્રયોગ કેવા સંયોગોમાં અને કઈ અપેક્ષાએ આવ્યો છે, તે પણ આપણે વિચારી ગયા છીએ. એટલે અહિંસાને ગીતાકારનો ઉપદેશ લેશ પણ બાધક નહિ, બલકે સાધક જ હતો, અને સૂક્ષ્મ અહિંસાનું મહાન પ્રતિપાદન કરનાર હતો, તે ફરી ફરી કહેવાનું હવે રહેતું જ નથી. | ગીતાના અધ્યયનનો મહિમા કહ્યો તે યથાર્થ છે. જેઓ આસ્તિક્તા, ગુણદષ્ટિ અને શ્રદ્ધાથી તેનું અધ્યયન કરનાર છે, તેને એણે જ્ઞાનયજ્ઞી અવશ્ય બનાવ્યા જ છે. આ અધ્યયન લૂખું હોય તો તે પોપટિયા જ્ઞાન જ ગણાય. પણ આચરણની ઈચ્છાથી ગીતાનું અધ્યયન અગાઉ જોઈ ગયા એવા સુપાત્ર માટે તો ભારે લાભકર્તા છે જ, થયું છે જ અને ભવિષ્ય પણ થશે જ.
શ્રીકૃષ્ણગુરુએ કહ્યું કે, "શ્રદ્ધા અને ગુણદષ્ટિ આ બે જ ગુણ હોય અને માનો કે તપ કે ભકિત ન હોય તોય તે તેવો સદાચારી આ ગીતાજ્ઞાન સાંભળીને પાપથી છૂટીને પુણ્યતા તો જરૂર પામે જ છે.”
સારાંશ કે શ્રદ્ધા અને ગુણદષ્ટિ એ તો જોઈએ જ. સદાચારનો પાયો હશે ત્યાં આ બે ગુણો આવવા અશકય નથી. માણસ કશું ન કરી શકે તોય દોષદષ્ટિથી ન જુએ અને શ્રદ્ધાળુ બને એટલું પણ ઘણું છે. આધ્યાત્મિક જ્ઞાનીમાં આ બે સદ્ગુણો અનિવાર્ય ઉપયોગી છે. એ ગુણ પર જ જ્ઞાનની પ્રતિષ્ઠા છે. જ્ઞાન થયા પછી તો પુણ્ય પણ તજવા જોગ જ છે. એ વિષે આપણે અગાઉ પણ વિચારી ગયા છીએ.
આ બધો ઉપસંહાર કરી હવે શ્રીકૃષ્ણગુરુએ અર્જુન સામે તાકીને પૂછ્યું :
Page #357
--------------------------------------------------------------------------
________________
૬૩૦
ગીતા દર્શન
कच्चिदेतच्छ्रतं पार्थ त्वयैकाग्रण चेतसा । વિજ્ઞાન સંમોz: gu/wત્તે ઇનાન્નય ||૭૨ પાર્થ ! આ સાંભળ્યું ને તે? એકાગ્ર ચિત્તથી વળી;
તારો અજ્ઞાનથી જન્મ્યો,-મોહ નાઠો, ધનંજય? ૭૨ હે (પૃથાના પુત્ર) પાર્થ ! એકાગ્ર ચિત્તે તે (આ બધું) સાંભળ્યું ને? અને અજ્ઞાનથી ઊપજેલો તારો મોહ હે ધનંજય! (હવે) નાશ પામ્યો ને?
નોંધ : જ્ઞાનમાં એકાગ્રતાની આવશ્યકતા છે એ ફરીને અહીં બતાવ્યું છે. અત્યાર લગીમાં આપણે એ તો જોઈ જ ગયા કે અર્જુનનો યુદ્ધસંન્યાસનો સંકલ્પ કે યત્ન અજ્ઞાનજન્યમોહને લીધે હતો. શ્રીકૃષ્ણગુરુદેવે એ બધું હસ્તામલકવત્ બતાવી પણ દીધું.
અર્જુન આ ઉપદેશ ઝીલવાને પાત્ર તો હતો જ, એટલે અસર થાય તેમાં નવાઈ નહોતી. હવે તે પોતે જ પોતાને મુખે શું કહે છે તે જોઈએ.
अर्जुन उवाच नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत। स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥७३।।
અર્જુન બોલ્યા આપ કૃપાથી અય્યત! નાઠો મોહ, સ્મૃતિ મળી;
નિઃસંદેહ થયો સ્થિર, કહ્યું કરીશ આપનું. ૭૩ અય્યત ! આપના કૃપાપ્રસાદથી મારો મોહ નાશ પામ્યો છે. મને (આત્માની) સ્મૃતિ લાધી છે. (હવે, હું સંદેહરહિત થઈ સ્થિર થયો છું. એટલે) તમારું કહ્યું કરીશ.
નોંઘ: અહીં અશ્રુત સંબોધન શ્રીકૃષ્ણગુરુને વપરાયું છે, તે અશ્રુત વિશેષણ આત્માર્થસૂચક છે. મોહ ગયા પછી જ આત્માને પોતાનું કર્તવ્યભાન થાય છે. ગુરુકૃપાની પ્રસાદીની તેમાં ખાસ જરૂર છે, અને શ્રદ્ધા, નમ્રતા વિના તે ન આવી શકે. વળી સંદેહ ગયા વિના સ્થિરતા ન આવે, એટલે જ્ઞાનમાં સંદેહરહિતપણું સાધવાની પણ જરૂર છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૩૧
જૈનસૂત્રોમાં મોહ મોળો પડયા પછી આત્મસ્મરણજ્ઞાન થયાના ઉલ્લેખો ઘણે ઠેકાણે આવે છે. એ વિશે આપણે અગાઉ કહી ગયા છીએ. કર્તવ્યાકર્તવ્યનો વિવેક પણ મોહ હોય ત્યાં લગી નથી આવતો, એ સહુના અનુભવની જ બીના છે. આમ સંદેહરહિતપણું, સ્થિરતા, આત્મભાન અને મોહાભાવ એ ચારે એકીસાથે (જ્ઞાનના ચમકારાની સાથે જ) પ્રગટ થઈ જાય છે. અહીં અર્જુન વિષે ગીતાનો ઉદેશ પૂરેપૂરો સિદ્ધ થઈ ચૂકયો. પ્રિય પાઠક ! આપણ સહુને પણ તેમ જ થાઓ!
હવે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને શું કહે છે તે વાંચી તેમાં આપણે પણ આપણો સૂર ભેળવીએ :
સંજય ઉવ. इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः । संवादमिमौषमद्भुतं रोमहर्षणम् ॥७४।। व्यासप्रसादाच्छृतवानैतद् गुह्यमहं परम् । योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयम् ।।७५|| राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् । केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥७६।। तच्चयत् संस्मृत्य संस्स्मृत्य रुपमत्यदभुतं हरेः । विस्मयो मे महान् राजन हृष्यामि च पुनः पुनः ७७।। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयो भूतिधुवा नीतिर्मतिर्मम ॥७८|| વાસુદેવ અને પાર્થ-મહાત્માનો જ એ રીતે; સંવાદ સાંભળ્યો મેં આ, રોમાંચકારી અભુત. ૭૪ વ્યાસપ્રસાદથી હું આ, પરં ગુહ્ય સુણી શકયો; યોગને કથતા સાક્ષાત્ સ્વયં યોગેશ ફણથી. ૭૫ કેશવ-પાર્થનો પુણ્ય, આવો સંવાદ અભુત; રાજનું ! સંભારી સંભારી, રાજી થાઉં ફરી ફરી. ૭૬
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૨
ગીતા દર્શન
હરિનું અતિ અદ્દભુત, રૂપ રાજન્ ! સ્મરી સ્મરી; મહા આશ્ચર્ય પામું ને, હરખાઉં ફરી ફરી. કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધનુધર;
ત્યાં *શ્રી વિજય ને ભૂતિ, ને ધ્રુવનીતિ માનું છું. ૭૮ (હે ધૃતરાષ્ટ્ર રાજન્ !) આ પ્રમાણે વાસુદેવ અને પાર્થ મહાત્માનો (ઉપર મુજબ) મેં રૂવાં ઊભાં કરે તેવો અદ્ભુત સંવાદ સાંભળ્યો. (ત શાથી? એ તો આપ જાણો જ છો. મારા વ્યાસગુરુએ મને દિવ્યચક્ષુ આપ્યાં હતાં એટલે) વ્યાસગુરુના પ્રસાદથી ખુદ યોગેશ્વર શ્રીકૃષ્ણમુખે હું સાંભળી શક્યો.
હે રાજન્ ! કેશવ અને અર્જુન વચ્ચેનો આ અદ્ભુત અને પવિત્ર સંવાદ સંભારી સંભારી હું વારંવાર હરખાઉં છું અને હે રાજન ! (અહો !) તે હરિનું અતિ અદૂભુત રૂપ સંભારતાં, સંભારતાં મને મહાન આશ્ચર્ય થાય છે અને ફરી ફરીને હરખાયા કરું છું.
(અને હે રાજન્ ! મને કહેવા જ દો! મારું હૃદય પોકારે છે કે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં પાર્થ ધનુર્ધર છે. ત્યાં શ્રી છે, વિજય છે, વિભૂતિ છે અને અવિચળ નીતિ છે, એમ હું માનું છું.
નોંધ : સંજય પાત્રને આપણે વિચારના અર્થમાં આલેખ્યું છે. વિચારને જ જ્ઞાનરૂપ ગુરુનો પ્રસાદ સહજ હોય ! તેમ સંજય ઉપર વ્યાસગુરુ પ્રસન્ન થયા છે. એ વાત આપણે પ્રથમ અધ્યાયમાં વિચારી ગયા છીએ.
સંજય આ સંવાદને રોમાંચકારી અને અદ્દભુત કહે છે, તે દિવ્યતાસૂચક છે. ગીતામાં કૃષ્ણગુરુ ત્રણ રીતે પ્રગટ થયા છે; (૧) ગુરુ તરીકે, (૨) દિવ્યપુરુષ તરીકે, (૩) પ્રભુ તરીકે. પરંતુ ગુરુ તરીકે જ – યોગેશ્વર તરીકે જ – એ પ્રતિષ્ઠા પામ્યા છે. એટલે સંજય-મુખે વપરાયેલા હરિ, વાસુદેવ, કૃષ્ણ, કેશવ એ બધાં નામોમાં યોગેશ્વર શબ્દ વધુ સૂચક છે.
એ યોગનાં બે પાસાં: (૧) સમભાવી બુદ્ધિ અને (૨) કર્મકૌશલ. આ બન્ને જ્યાં હોય એટલે કે કષણરૂપી કળ અને અર્જુનરૂપી બળ હોય ત્યાં સંજયે કહ્યું તેમ શ્રી, વિજય, ભૂતિ અને ધ્રુવનીતિ હોય જ, એમાં શી નવાઈ છે ? * શોભા અગર લક્ષ્મી x વિભૂતિ-વૈભવ + અચળ નીતિ.
Page #360
--------------------------------------------------------------------------
________________
અધ્યાય અઢારમો
૬૩૩
આથી ધૃતરાષ્ટ્રને સંજયે પોતાનો અભિપ્રાય પણ લાક્ષણિક ઢબે કહી દીધો કે તમે તમારા પુત્રોનો વિજય ઈચ્છો છો, પરંતુ શ્રી, વિજય, ભૂતિ અને અચળ નીતિ પાંડવોને પક્ષે જ છે. એથી અહીં શ્રીકૃષ્ણ વાસુદેવ જેવા સમર્થ પુરુષ પ્રેરક છે અને અર્જુન જેવા બાણાવળી જોડાનાર છે. આ રીતે યોગેશ્વર' એ શ્રીકૃષ્ણનું વિશેષણ અને ધનુર્ધર એ પાર્થનું વિશેષણ સહેતુક છે.
સંજયે હરિના અતિ અદ્દભુત રૂપની તારીફ કરી છે તે ધૃતરાષ્ટ્રને આકર્ષવા માટે અગિયારમા અધ્યાયમાં વર્ણવેલા સ્વરૂપને અનુલક્ષીને કરી છે; નહિતર શાંત અથવા સૌમ્યરૂપ જ વિશેષણ સંજય ત્યાં વાપરત. જોકે સંજયને પોતાને એ કરતાં યોગેશ્વર” વિશેષણ ગમે છે, એટલે જ તે વિશેષણો એમણે અંતિમ મંગળમાં વાપર્યા છે. અને યોગેશ્વર કૃષ્ણ ધનુર્ધર પાર્થને ઉદ્દેશીને શ્રીમુખેથી કહેલા રહસ્યજ્ઞાનને સાંભળીને તે લિજ્જતમાં મગ્ન બની જાય છે.
આધ્યાત્મિક અર્થમાં લઈએ તો વિચારને (સંજય) જ્ઞાનપ્રકાશ એવો મળે કે જ્યારે ખુદ અંતરાત્માના (શ્રીકૃષ્ણના) મુખ આગળ એ પહોંચી જાય અને જિજ્ઞાસુ મન (અર્જુન) એ અંતરાત્માનું નિરંતર શિષ્ય બની એ યોગમાં તલ્લીન રહે તો ત્યાં શ્રી હોય એટલે કે સાધન પણ હોય. ત્યાં વિજય પણ હોય એટલે કે ગમે તેવાં સંકટો અથવા પ્રલોભનો આવે તોય હાર ન થાય. ત્યાં ભૂતિ એટલે કે વિભૂતિ પણ હોય એટલે કે શરીર, મન અને વાણીમાં દિવ્યતાનો ચમકાર પણ હોય અને ધ્રુવનીતિ પણ હોય જ.
અહીં નીતિને ધ્રુવ વિશેષણ ખાસ હેતુપૂર્વક લગાડવામાં આવ્યું છે. સામાજિક નીતિ, રાષ્ટ્રીય નીતિ, કૌટુબિંક નીતિ, આર્થિક નીતિ એમ નીતિનાં સમષ્ટિગત અને વ્યકિતગત અનેક સ્વરૂપો છે. પરંતુ જે નીતિ અધ્યાત્મલક્ષી ન હોય તે કાળે કાળે અને ક્ષેત્રે ક્ષેત્રે બદલાય છે. કારણ કે તે નીતિ બંધાવામાં બાહ્ય પરિસ્થિતિ મુખ્ય કારણરૂપ હોય છે, પરંતુ અધ્યાત્મલક્ષી નીતિ કદી બદલાતી નથી. જેમ પહેરણ વારંવાર બદલાવા છતાં શરીરમાં રહેલો આત્મા તો તેનો તે જ રહે છે. તેમ અધ્યાત્મલક્ષી નીતિ જ સાચી અને વિશ્વવ્યાપક નીતિ છે. તે નીતિના ગજથી જે અર્થ, ધર્મ અને કામની માપણી થાય તે અધર્મજનક નથી નીવડી ! ભારતવર્ષમાં પ્રથમ એ જ ધ્રુવનીતિનો ગજ હતો એટલે સર્વ પ્રકારે દેશ સંતોષી, સ્વાવલંબી, સત્પુરુષાર્થી, સ્નેહી, સુખી અને સમૃદ્ધ હતો. સંજયે કહ્યું તેમ એને ત્યાં શ્રી, વિજય અને ભૂતિ નિરંતર ગેલ કરતાં. ગીતાના ધ્રુવનીતિલક્ષી પાઠકો એવી ભાવના
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪
ગીતા દર્શન
ભાવે કે માત્ર હિંદમાં જ નહિ બલકે હિંદની પ્રેરણાથી વિશ્વભરમાં એ મંગળ સ્થિતિ પ્રવર્તે ! ગીતાનું એ જ આદિ, મધ્ય અને અંત્ય મંગળ છે. ચાલો હવે આ આખા અધ્યાયનો ઉપસંહાર કરી લઈએ. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे संन्यासयोगो नाम
अष्टादशोऽध्यायः ||१८|| ૐ તત સતુ” એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં
સંન્યાસયોગ નામનો અઢારમો અધ્યાય પૂરો થયો.
અઢારમા અધ્યાયનો ઉપસંહાર અર્જુન કહે છેઃ
"ગુરુદેવ ! આપના અસીમ અનુગ્રહથી મારો માર્ગ મને હવે સ્પષ્ટ સૂઝવા લાગ્યો છે, ખરી રીતે સૂઝી જ ગયો છે. છતાં છેવટની એક શંકા છે તેનું સમાધાન પણ મેળવી લઉં. જોકે આ શંકા એક રીતે મૂળની જ છે. છતાં હવે મને એ મૂળનો ઉલ તો મળી ગયો છે. હવે હું એટલું સમજવા માગું છું કે સંન્યાસ અને ત્યાગ એ બન્નેનું ખરું તત્ત્વ શું છે?” આજ લગી તો સંન્યાસ અને ત્યાગ એ બન્ને શબ્દો સંન્યાસાશ્રમીને લાગુ પડતા હતા. પરંતુ આપે કંઈક જુદો જ પ્રકાશ આપ્યો છે. તો પછી સંન્યાસ અને ત્યાગને જુદી જુદી રીતે જ સમજાવો તો સારું. જોકે આપને ઘણો શ્રમ આપ્યો છે, છતાં આપનો પાપ્રસાદ એવો છે કે આપે એને શ્રમ માન્યો જ નથી. ધન્ય છે મારા જીવનને કે આપ સમા ઉદાર સદ્દગુરુદેવ મને સાંપડયા !”
અર્જુનના ઉપલા પ્રશ્નના જવાબમાં ગુરુદેવ શ્રીકૃષ્ણચંદ્રજી કહે છે: "પ્રિય શિષ્ય ! શિશુને ગોદમાં લઈને દૂધ ચખાડતાં કઈ વત્સલમયી માતાને થાક લાગે છે? ઠીક સાંભળ. હવે તને ઉત્તર આપું. તારો સવાલ એવો છે કે મારે અત્યાર લગીની બધી કહેવાયેલી બીનાનો ઉલ્લેખ ફરીને કરવો પડશે. છતાં હું
Page #362
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૬૭
કાર્ય કારણ કર્તુત્વે, હેતુ પ્રકૃતિ માનવી;
સુખ દુઃખો તણાભોગે, હેતુ પુરુષ માનવો. (૧૩-૨૦) પણ તું કે તે નવાં વૈરોની પરંપરામાં ન પડી જાઓ; તે ખાતર હું સમતા સાધવાનું તને કહી રહ્યો છું. આથી આગળ જઉ તો આત્મલક્ષની સીમા ચૂકી જવાય! કારણ કે –
કર્મે આસકત અજ્ઞોનો, બુદ્ધિભેદ ન પાડવો;
આચરી યુકત જ્ઞાનીએ, સૌ કર્મો અચરાવવાં.(૨-૨૬) તું પણ આ સૂત્ર યાદ રાખી; મનમાં તેના પ્રત્યે વૈર પરંપરાનાં બીજરૂપી ઊંડો કાંટો છે, તે કાઢી નાખ. અને એની મૂળ પ્રકૃતિ સુધરે તેનું ઉદાર દષ્ટિબિંદુ રાખ. કારણ કે એ સુદ્ધાં બીચારો પ્રકૃતિની કાષ્ઠપૂતળી બન્યો છે. આ દષ્ટિએ જ હું કહું છું
કિ
આત્માથી તારવો આત્મા, આત્માને ન ડૂબાડવો
આત્મા જ બંધુ આત્માનો, શત્રુ આત્મા જ આત્મનો. (૧-૫) બાકી તો તે જોયું ને કે બધા હણાઈ ચૂક્યા છે. માત્ર સવ્યસાચિત્ તું તો નિમિત્ત છો.
પણ મોટા હાથવાળા ! એકવાત યાદ રાખો કે પૂર્વ કર્મ તારે વેદીને દૂર કરવાનું છે. નવેસરથી પ્રકૃતિનું ઘડતર બદલવા માટે હવેથી એવો પ્રયત્ન કરવાનો છે કે છેવટે ભૂત પ્રકૃતિથી તારો સંપૂર્ણ મોક્ષ જ થાય !”
ભારત ! તું સમજ્યો ને ! બીજા શબ્દોમાં કહું તો સંચિત અને પ્રારબ્ધને સમભાવે વેદી કામક્રોધના આવેગોને મરણ પહેલાં જ સહી લે, એ આવેશને વશ ન થા.
વિષયો ચિંતવે તેને, વિષયાસકિત જન્મતી; કામ, આસકિતથી જન્મ, કામથી ક્રોધ જન્મતો. (૨-૨) ક્રોઘથી થાય સંમોહ, સંમોહે સ્મૃતિવિભ્રમ, નાસે બુદ્ધિ સ્મૃતિભ્રંશે, બુદ્ધિનાશે જ મૃત્યુ છે. (૨-૬૩) જે ભાવ સેવીને માણસ મરતી વેળા દેહ છોડે છે, તે ફરી જન્મ ધરી તે જ ભાવને પામે છે :
Page #363
--------------------------------------------------------------------------
________________
૬૬૮
ગીતા દર્શન
કિંવા ભાવો સ્મરી જે જે, અંતે છોડે કલેવર;
ને તે જ ભાવને પામે, સદા તે ભાવભાવિક. (૮-૪) અને છેવટે બહુ જન્મને અંતે પરંપદ પામી જાય છે. પણ મૃત્યુ વેળાએ આત્મભાનની સ્મૃતિ તો જ રહે કે જો પહેલેથી એ અભ્યાસ પાડયો હોય ! માટે જ પળેપળે અભ્યાસનો આગ્રહ કરું છું.
જ્ઞાન અભ્યાસથી સારું, જ્ઞાનથી ધ્યાન, ધ્યાનથી;
સારો કર્મફળત્યાગ, ત્યાગથી શાંતિ સત્ત્વર. (૧૨-૧૨) પણ તારા જેવી ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત ન હોય તેવા સાધકોને હું યજ્ઞદાન અને તપનું પણ કહું છું, દ્રવ્યયજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ સારો છે, અને દ્રવ્યયજ્ઞોમાં પણ અન્નમય યજ્ઞ કરતાં ઈન્દ્રિય સંયમ પ્રાણાયમ, સ્વાધ્યાય એ યજ્ઞોને હું ઉત્તમ જ ગણું છું. છેવટે તો બ્રહ્મમાં જ સ્થિર થવાનું હોઈને યજ્ઞના મંડાણમાં હું ધર્મમય પુરુષાર્થને સ્થાન આપું છું. યજ્ઞનો એ જ વ્યાપક અર્થ છે. જેઓએ સંપૂર્ણ માલિકીહક છોડયો છે, તે તો ઉત્તમ જ છે પણ નહિ તો સાત્ત્વિકદાનની હું જરૂરિયાત માનું છું, કારણ કે કશાય સ્વાર્થ વિના નામના કે કામનાની ભૂખ રાખ્યા વિના સુપાત્ર સ્થળે જે વેરે છે, તે સાત્ત્વિક દાતા ગણાય. આવું સાત્ત્વિક દાન લેવાનો અધિકાર જેણે જગત અને જીવનના સુમેળનું અનુસંધાન કર્યું છે તેવા સંતો કે સંસ્કારની પરબરૂપ બનેલી સંસ્થાઓ જ ગણાય. રાગદ્વેષ રહિત દેવ, નિર્લોભી સદ્દગુરુ અને જ્ઞાનીજનોની પૂજા, આંતરિક તથા બાહ્ય પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા વગેરેનો પણ હું તપમાં સમાવેશ કરું છું અને તે માનસિક અને વાચિક ઉપરાંત કાયિક પણ પાળવાં જોઈએ, એવો મારો આગ્રહ છે. મનુષ્ય મનથી બ્રહ્મચર્યલક્ષ્ય રાખું છું, એમ કહે અને કાયાએ ગમે તેમ વર્તે અથવા જનનેંદ્રિયનો સંયમ પાળે અને બિભત્સ બોલે, સાંભળે; રાજસી કે તામસી ખોરાક લે, સ્પર્શ વ્યભિચાર સેવે, વિકારી ચિત્રો જુએ અને મનમાં વિકારોને પોષ્યા કરે તો તે બ્રહ્મચારી કદી ન રહી શકે. અપીડાકારી; લોકવલ્લભ, સત્ય અને હિતકારી વાણી બોલવી કે સ્વાધ્યાયાદિ કરવાં એ પણ તપ છે. મૌન રાખે તે ઉત્તમ તપ છે; પણ સાથે સાથે મનનું મૌન પણ જોઈએ. મતલબ કે ભાવનાશુદ્ધિને માટે તપ ઉપયોગી છે, પણ તે સુદ્ધાં કશી ય કામના વગર જ થવું જોઈએ. આવી પ્રવૃત્તિને હું સત્ કહું છું."
રાજાજી ! તમે આ બધું સાંભળ્યું ને?
Page #364
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૬૯
"અર્જુને પ્રકૃતિ ઘડતરની વાત જાણી લીધી. જૂના પ્રકૃતિ ઘડતરને બદલી શકાય છે. પણ તે પ્રકૃતિની સામે જઈને નહિ; પરંતુ પુરુષની સમીપ જઈને ! જેમ પાણીનો પ્રવાહ ઘસીને આવતો હોય ત્યારે સામે ઘસવા કરતાં ત્રાંસા જઈને કળાપૂર્વક કાંઠે પહોંચવું જોઈએ,સાધકમાં આવી દક્ષતા ભારે જરૂરની છે.”
આટલું સમજ્યા પછી અર્જુન બોલ્યો :
"ગુરુદેવ! આપ પૂરેપૂરા સમર્થ છો. આપે મને આત્માની વિવિધ દશા અને વિભૂતિઓ બતાવી ભારે ઉપકાર કર્યો. અત્યંત ગુહ્ય આધ્યાત્મ જ્ઞાનની, સમજ પાડી. તેમાંય કર્મનું તત્ત્વજ્ઞાન સાંભળીને મારાં હૃદયદ્વાર ઊઘડી ગયાં. જગત સાથે આપણું જીવન ઓતપ્રોત છે, માટે તેમાંથી બચવા માટે આવી પડેલું કર્તવ્ય છોડી નાસી જવું એ ખરે જ હૃદયની નિર્બળતા છે. સમતાથી નિપટાવી પ્રસન્ન રહેવું જોઈએ. એમ કરવાથી સમાજ વ્યવસ્થા પણ જળવાય છે અને આત્મસ્થિરતા પણ જળવાય છે. આથી સામાજિક વાતાવરણ ચોખ્ખું રહી સાધકની સાધનામાં વેગ મળે છે. કદરૂપા દેશકાળ પણ સુંદર બને છે. આ રીતે જોતાં ગૃહસ્થાશ્રમ કે ત્યાગાશ્રમ બન્ને સાપેક્ષ બની જાય છે. પરિસ્થિતિ કે સંયોગોનું બળ અલબત્તમ કરે છે પરંતુ એની સામે પણ સાધનાનિષ્ઠ પુરુષ ટકી રહે છે, એટલું જ નહિ; બબ્બે પરિસ્થિતિ અને સંયોગો એવા પુરુષનાં દાસ બની રહે છે.”
જો ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યલક્ષનો યોગ રાખી પોતાનાં શકિત અને મર્યાદા વિવેકપૂર્વક સમજીને વર્તે અને નવાં કર્મબંધન ન બંધાય તેવી નમ્રતા તથા અનાસકિત રાખી શકે તો જનક વિદેહીના આદર્શ જનાર પણ મોક્ષ પામી શકે અને ત્યાગાશ્રમમાં ગયા છતાં જો અનાસકિતનું ધ્યેય ન હોય તો એ ત્યાગ પોલો થઈને પતન કરે અને નિયતકર્મનો સંન્યાસ કરાય તો તે તામસી ત્યાગ જ થાય.
ત્યાગનું ધ્યેય પણ અનાસકિત જ છે. કેટલાક સાધકો માટે તે સાધનરૂપે ઉત્તમ છે. જ્યારે કેટલાકને તો ગૃહસ્થાશ્રમની શાળામાં જ પ્રથમ ટીચાવું પડે છે. એકંદરે આંતરિક ત્યાગ તો બન્નેમાં જોઈએ, આ કસોટીએ ચડતાં હું તામસી ત્યાગમાં જતાં જતાં બચી ગયો છું. એ આપની જ કૃપનું ફળ છે, એ ઉપકાર હું જીવનભર નહિ ભૂલું. આપના ખરા પ્રભાવને નહિ જાણતાં મેં મિત્રપ્રણયે કરીને કે હાંસી મશ્કરીમાં અપમાન કર્યું છે. કૃપાનાથ ! તે ક્ષમા કરજો.”
હવે હું છેલ્લા બે પ્રશ્ન પૂછી લઉ (૧) કર્મનું મૂળ શું? (૨) પ્રકૃતિના ગુણોમાં કયો શ્રેષ્ઠ ? આ પૂછવાનું કારણ એ કે આપ તો જ્ઞાનદ્વારા નિયત કર્મને સમજી
Page #365
--------------------------------------------------------------------------
________________
ક૭૦
ગીતા દર્શન શકો, પરંતુ હું જેમ અત્યારે ન સમજી શકયો, તેમ ભવિષ્ય પણ મૂંઝાઉ ત્યારે એવી કસોટી હોય તો ફરીને ભૂલ ન થાય !
"ભારત ! તને બધું ય માફ છે, ભોળા એ બધું ભૂલી જા. અને સાંભળ તારા પ્રશ્નનો ઉત્તર આપું છું : કર્મની પ્રેરણા પછી કર્મનો સંગ્રહ થાય છે. પ્રેરણામાં જ્ઞાન, ય અને પરિજ્ઞાતા. ત્રણ મુખ્ય કામ કરે છે. અને કર્મસંગ્રહમાં કરણ, કર્મ અને કર્તા ત્રણ મુખ્ય કામ કરે છે. દાખલો આપીને આ વાત તને સમજાવું. હું બ્રહ્મચર્ય પાળું તે શેય. એ અમુક રીતે પળાશે તે જ્ઞાન. એવો પ્રથમ પરિજ્ઞાતા તે આત્મા નિશ્ચય કરે છે. પછી એ આત્મા (એટલે) કર્તા; સાધનો મેળવી એટલે કરણ સાધી એ પ્રમાણે આચરે છે; તે કર્મ થયું. મતલબ કે પ્રથમ મનને દુકામનાથી બચાવી લેવું, તો કર્મમાં આપમેળે શુદ્ધિ આવે છે. નિયતકર્મને
ઓળખવાની એક કસોટી તો એ કે; તેમાં સ્વાર્થ કરતાં પરમાર્થ વધુ હોવો જોઈએ. વળી તે અશક્ય-પરિહારવાળું હોવું જોઈએ. વળી એ ધર્મથી અવિરુદ્ધ લેવું જોઈએ. ઘણાં નિયતકર્મો તો આવી રીતે તટસ્થસાધક આપ મેળે જ કળી શકે છે. પણ જ્યાં એ ન કળી શકે, ત્યાં સદૂગરનો આધાર લેવો. સંતોની સેવા અજબ અમૃતરસાયણ છે. એ જીવનને અમૃત બનાવી દે છે. સંતો પણ આવા સાધકોની સેવાથી પ્રસન્ન થઈ કૃપા વરસાવ્યા વગર રહેતા નથી. આવા સંતોનો નિર્વાહ પવિત્ર ગૃહસ્થો પર છે. જે ગૃહસ્થો પોતા માટે જ રાંધે તે તો પાપ જ ખાય છે, અન્ન નહિ. પવિત્ર ગૃહસ્થોનું નિઃસ્પૃહભાવે અપાયેલું અન્ન લઈ સંતો મસ્ત રહે, અને જ્ઞાનદાન અને પ્રેરણા આપ્યા કરે. એમ સહુ સહુના કર્તવ્યોમાં પરાયણ રહેતા થકા સંસિદ્ધિ પામે છે." સત્ શાસ્ત્રના અભાવમાં ઉઠે, તત્, સત્ પણ શાસ્ત્ર જ છે, ૐ એ સર્વમાન્ય બ્રહ્મનો ઉચ્ચાર છે, તત્વથી કર્મફળત્યાગ સૂચિત થાય અને સત્થી સાત્ત્વિભાવ ઊપજે છે, કિવા પ્રશસ્તકર્મની પ્રીતિ થાય છે.
"પાર્થ! પ્રકૃતિના સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એવા ત્રણ ગુણો છે. તેમાં સાત્ત્વિક ગુણ ઊંચો છે, કારણ કે તે નિર્મળ, પ્રકાશદાયક અને સુખદ હોય છે. બાકી રજોગુણમાં લોભ હોઈને તે દુઃખદાયક, અને તમોગુણમાં મોહ હોઈને તે અજ્ઞાનદાયક બને છે. રજોગુણમાં જે પ્રવૃત્તિ દેખાય છે તેમાં કામરાગનું બલ હોય છે અને તમોગુણમાં તો આળસ, પ્રમાદ અને નિદ્રાનું જ જોર હોય છે. ખરાબ સ્વપ્નાં આવવાં એ પણ તામસી ધૃતિનું જ પરિણામ છે. આ ત્રણે ગુણોની સામ્યવસ્થા તેનું જ નામ પ્રકૃતિ. એટલે પ્રકૃતિ મૂળે દૂષિત નથી અને આત્મા તો
Page #366
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૭૧
પવિત્ર છે જ. ત્યારે દૂષિત કોણ ? દૂષિત મેં અગાઉ કહ્યો છે. કામ-ક્રોધ-ગુણની આસકિતને લીધે જ જન્મ મરણાદિ સંસારચક્ર ચાલે છે. માટે પ્રભવપ્રલયથી છૂટવું હોય તો પ્રથમ સત્ત્વગુણને ટેકો આપવો. આમ સત્ત્વગુણ વૃદ્ધિ પામે તો રજોગુણ અને તમોગુણને તે હરાવીને તેમનું જીર નબળું પાડે છે. આવે વખતે દૈવી સંપત્તિ જન્મે છે, દૈવી સંપત્તિની વિરુદ્ધની સંપત્તિ તે આસુરી સંપત્તિ.”
કુંતિપુત્ર ! નિર્ભયતા, શુદ્ધ ભાવના, વ્યવસ્થા, દાન, ઈન્દ્રિય, સંયમ, ધર્મમયપુરુષાર્થ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડીચુગલીના અભાવ, જીવદયા, અલોલુપીપણું, કોમળતા, કુદરતી શરમ, અચપલતા, પ્રભાવ, ક્ષમા, ધૃતિ, પવિત્રતા, અદ્રોહ, અતિ અભિમાનનો અભાવ, એ દેવી સંપત્તિનાં લક્ષણો છે. અને દંભદર્પણ, અતિમાન, ક્રોધ, કઠોરપણું, અજ્ઞાન, એ આસુરી સંપત્તિનાં લક્ષણો છે. તું દૈવી સંપત્તિ પામી ચૂકયો છો એટલે ગભરાવા જેવું નથી. પરંતુ તારે હજુ આગળ જવાનું છે. સાત્ત્વિક ગુણની માયા પણ છેવટે તો તજવાની જ છે. માટે તારી સામે ત્રણ આદર્શ છે. (૧) ગુણાતીતનો (૨) જ્ઞાનીનો (૩) ભકતનો. જોકે ત્રણેનો સમન્વય જ હું તારામાં ઈચ્છું છું પણ છતાં તને મુખ્ય મુખ્ય વિશેષતા તેમની કહું; બાકીનાં લક્ષણો તો એક યા બીજા પ્રકારે સરખાં જ છે. સમતાયગનું મૂળ પણ ત્રણેમાં સરખું હોય છે અને એકાંતિક સુખમય મોક્ષરૂપી ધ્યેય પણ ત્રણેનું સરખું છે. પણ ગુણાતીતમાં આટલી વિશેષતા છે :
ઉદાસીન પરે રે'તો, ન ડગે જે ગુણોથકી;
છો ગુલો વર્તતા એમ, જે રહે સ્થિર ના ડગે. (૧૪-૨૩) આથી તેવો ગુણાતીત વિશ્વનો પ્રત્યક્ષ ઉપકારી છે. સ્થિતપ્રજ્ઞમાં આ વિશેષતા છેઃ
મનોગત બધી ઈચ્છ, પાર્થ જ્યારે તજી દીએ; આત્મસંતુષ્ટ આત્માથી, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ છે. (૨.૫૫) પ્રસન્નતા થકી એન, સર્વ દુઃખો ટળી જતાં, પ્રસન્નચિત્તવાળ, બુદ્ધિ શીધ્ર થતી સ્થિર. (૨.૬૫) જે નિશા સર્વ ભૂતો જાગતો સંયમી તહીં; જેમાં જાગે ભૂતો તે તો, પેખતા મુનિની નિશા. (૨.૬૯)
Page #367
--------------------------------------------------------------------------
________________
૭૨
ગીતા દર્શન
છોડી જે સર્વકામોને, ચાલે પુરુષ નિઃસ્પૃહી; અહંતા મમતાવો'ણો, તે નર શાંતિ મેળવે. (૨.૭૧). પાર્થ ! આજ સ્થિતિ બ્રાહ્મી, એ પામ્ય મોહ ના થતો, ને મળે બ્રહ્મનિર્વાણ, એમાં અંત લગી રહી. (૨.૭૨)
અરુચિ જનસંસર્ગ, એકાંત સ્થળ સેવન.
અધ્યાત્મ જ્ઞાનની નિષ્ઠા, તત્ત્વ જ્ઞાનદર્શન. એ જ્ઞાની એકાંતસેવી છતાં લોકહિતમાં રાચેલ હોય છે. એટલે કે એની નિવૃત્તિ, પ્રવૃત્તિલક્ષી હોય છે અને ગુણાતીતની પ્રવૃત્તિ, નિવૃત્તિલક્ષી હોય છે. - ભકિત, તો આ બન્નેનું મધ્યબિંદુ છે; પરંતુ જેઓ આત્માને જ ગુરુ માનીને ભકિત કરે છે, તે મહાતપસ્વીને નામે ઓળખાય છે. અને જેઓ કોઈ સત્ પુરુષને ગુરુ માનીને ભકિત કરે છે તે ભકત કહેવાય છે. એટલે મૂળે તો ભકતની ભૂમિકા આ વર્ગમાં જ સમાઈ જાય છે. છતાં સમર્પણા એ ભકિતની વિશેષતા છે. ભકતનાં લક્ષણોમાં આટલાં તારે ધ્યાનમાં રાખવાં.
અષી સર્વભૂતોનો, ભેરુ ને કરુણાબુ જે; મમઅહંત્વથી છેટો, ક્ષમી દુઃખે સુખે સમો; (૧૨.૧૩) સતતયોગી સંતોષી, સંયમી દઢનિશ્ચયી;
અખ મન મતિ જેણે, મને તે ભકત છે પ્રિય.(૧૨-૧૪) બસ; હવે તારા પ્રશ્નોનો ઉત્તર અપાઈ ગયો. હવે તને જેમ સુખ પડે તેમ કર. આ સાંભળીને અર્જુનનો આત્મા ભિંજાઈ જ ગયો અને તે બોલી ઊઠયો :
હું બીજું કશું જ ન જાણું. હું મારાં ચિત્ત, મન, બુદ્ધિ, કર્મ બધું આપમાં જ પરોવી દઉં છું, આપને જ નમું છું, આપનું જ કીર્તન કરું છું, આપનું જ ધ્યાન ધરું છું, મારો અભ્યાસ પણ આ૫, યોગ પણ આપ, જ્ઞાન પણ આપ અને ધ્યાન પણ આપ અને મારે મન તો ગુરુ પણ આપ. ચરાચર લોકના પિતા પણ આય. ક્ષેત્ર પણ આપ તથા અક્ષર પણ આપ; અને અક્ષરથી પર એવા પરમાત્મા પણ આપ, ભૂતરાર્જક અને ભૂત ભર્તા પણ રપ અને ક ના એ. * આપ. યજ્ઞના ભોકતા પણ આપ. અને મહેકવર પણ ના પ. હવે મારી સરી ગયો છે મને પૂરું આત્મભાન થયું છે. હવે આપના આયે રહી બાપનું કહું કરીશ.”
Page #368
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૭૩
ત્યારે પૂર્ણ પ્રસન્ન થયેલા ગુરુદેવ પોતાના વરદ હસ્તે અર્જુનના શિર પર મૂકી બોલ્યા:
જો આ રીતે અભિમાનને ગાળીને મારે શરણે આવ્યો છો તો અહં ત્યાં સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિમાગુચ” પ્રિય શિષ્ય !
આપણો આજે જે આ જ્ઞાનસંવાદ થયો, તે સાંભળીને ઘણા તરી જશે. ભલે તેઓ શાસ્ત્રજ્ઞાનમાં ઊંડા ન ઊતર્યા હોય ! માત્ર તેનામાં શ્રદ્ધા, ગુણદષ્ટિ, ભકિતભાવના અને તપ હોવાં જોઈએ; અરે છેવટે શ્રદ્ધા અને ગુણદષ્ટિ બે હોય તોય બસ છે. પણ જે આત્મા કે પ્રભુમાં માનતો જ ન હોય, જેને લોક પરલોકનો ડર જ ન હોય, કર્મનું સફળપણું છે એ ન જાણતો હોય, ઈર્ષ્યાળુ સ્વભાવનો હોય, જેનો આત્મા સંશયવાળો હોય, જે સ્વચ્છંદી હોય તેવાને માટે તો ગીતાજ્ઞાન કદાચ અનર્થકારી નીવડે ! કારણ કે તેવો નાસ્તિક મનુષ્ય; આસ્તિકતાને નામે સ્વેચ્છાચાર અને અર્જુનના યુદ્ધયોગનું ઓઠું લઈ પોતાના હિંસાના સિદ્ધાંતનો પ્રચાર કરવાનો. વળી એ પણ કહ્યું કે સદાચારનો પાયો ન હોય, તેને પણ ગીતાનું તત્ત્વજ્ઞાન નિરુપયોગી જ છે. માથું નમાવીને અર્જુને રજા લીધી અને પોતાના કર્તવ્યમાં લાગી ગયો. “અહો રાજાજી ! આ વાસુદેવકૃષ્ણનો અને અર્જુનનો સંવાદ સાંભળી મને રોમેરોમે આનંદ વ્યાપી રહ્યો છે. એમનું "વાયુવેવમયે સર્વ સમીત્મા સુહુર્તમ !' એ વેણ તો મારી હાડોહાડની મજાએ રંગાઈ ગયું છે. અને વિભૂતિઓની અલૌકિર્તાનું વર્ણન તો મારા કાનમાં જ ગુંજે છે. જગતની દરેક સારી વસ્તુમાં પ્રભુત્વનો અંશ જ છે.
વિભૂતિવંતું શ્રીવંત, ને ભવ્ય સત્ત્વ જે કંઈ;
તે સર્વ તું થયું જાણ, મારા જ તેજ અંશયી. (૧૦.૪૧) મને દિવ્ય, રુદ્રરૂપો જોઈને વિસ્મયતાનો પાર રહ્યો નથી પરંતુ સૌમ્ય રૂપ જોઈને જેમ અર્જુન છેવટે સચેત થયો તેમ હું પણ તે જ સદ્ગુરુ સ્વરૂપથી તૃપ્ત થઉ છું. ધન્યભાગ્ય ! વ્યાસ ગુરુદેવની દયા થઈ અને આ બધું મેં નજરે નિહાળ્યું.” 'મહારાજ ! આ બધું સાંભળ્યા પછી મને તો ખાત્રી થઈ ચૂકી છે કે,
"કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધનુર્ધર;
ત્યાં શ્રી, વિજયને ભૂતિ, ને ધ્રુવનીતિ માનું છું. (૧૮.૭૮) આ પરથી આપ પૂરેપૂરો મારા કથનનો આદિ, મધ્ય અને અંત્ય સાર સમજી ગયાને? એમ કહી જરા મુખડું મરકાવી સંજયે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું....
સર્વત્ર શાતિ વિસ્તારો.
Page #369
--------------------------------------------------------------------------
________________
૬૭૪
ગીતા દર્શન
અઢારે અધ્યાયોની સંગતિ
અર્જુન વિષાદયોગ (૧)
યુદ્ધ સમાચાર ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે (૧) સંજય જવાબ આપે છે. (૨) બંને સૈન્યનું વર્ણન. (૩-થી-૨૦) અર્જુનને એકાએક ઈચ્છા ઊપજવાથી અર્જુનના રથસારથિ હૃષીકેશે રથ બંને સૈન્યની વચ્ચે ઊભો કર્યો અને અર્જુનનું સૈન્ય નિરીક્ષણ (૨૧ થી ૨૭) એ જોઈને અર્જુનને થયેલો વિષાદ અને વિષાદ થવાનાં એણે રજૂ કરેલાં કારણો (૨૮ થી ૪૨) અને એમ નિરાશ થઈને બેસી જવું., (૪૩) અર્જુનને આવો ખેદ થવામાં ખાસ નવીન કોઈ કારણ ન હતું. એનો યુદ્ધ સંકલ્પ મોહને લીધે શિથિલ થયો હતો એ જ કારણ હોઈને સૌથી પ્રથમ સિદ્ધાંતદષ્ટિ આપવાની જરૂર હોવાથી બીજા અઘ્યાયનું નામ સાંખ્યયોગ ૨ખાયું છે અને એ જ જાતની એમાં નિશ્ચયાત્મક દૃષ્ટિની વિગતો છે.
સાંખ્ય યોગ (૨)
અર્જુનની વ્યાકુળ સ્થિતિ. (૧) શ્રી કૃષ્ણગુરુનો આ સ્થિતિ અયોગ્ય છે એમ બતાવતો અર્જુનને સચોટ અને પ્રેરક જવાબ (૨-૩) અર્જુનની યુદ્ધ ન કરવા માટેની દલીલો અને છેવટે શ્રીકૃષ્ણને ગુરુ તરીકેનું સ્થાપન (૪-૮). સંજય કથન. (૯-૧૦) શ્રીકૃષ્ણ ગુરુની આત્મસિદ્ધાંતની દૃષ્ટિની અર્જુનનો કેસ તોડનારી સચોટ દલીલો (૧૧ થી ૩૦) અર્જુનના સ્વધર્મની દૃષ્ટિએ તથા લૌકિક દૃષ્ટિએ પણ યુદ્ધ કરવું જોઈએ, પણ યુદ્ધજન્ય પાપ ન લાગે તે માટે પ્રથમ સમતા સાધવી જોઈએ તે કથન (૩૧ થી ૩૮) સમતા યોગ માટે નિશ્ચયની જરૂર અને એ યોગની સર્વકાળે ફતેહનું કથન (૩૯ થી ૪૧). વેદોકત કર્મકાંડ ત્રિગુણ વિષયક છે. માટે તારે તેથી પર થવું જોઈએ એવું કથન (૪૨ થી ૪૬) કર્મ ફલ હેતુ ત્યાગ કર્મ રહિત દશા ત્યાગ એ યોગનું રહસ્યસૂત્ર (૪૭). સમતાયોગ પ્રથમ જોઈએ, પછી યોગનું બીજું પાસું કર્મકૌશલ જોઈએ. શ્રુતિથી ગુંચવાયેલી બુદ્ધિ, મોહરૂપી મેલ પેલે પાર જાય ત્યારે બુદ્ધિ નિશ્ચય થાય એ કથન (૪૮ થી ૫૩). સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો શાં? એ અર્જુનનો પ્રશ્ન (૫૪). સ્થિતપ્રજ્ઞનનું અનેક પ્રકારે વર્ણન (૫૫ થી ૬૮). જાગતા મુનિનું લક્ષણ (૬૯). કામકામી શાંતિ કેમ ન પામે ? તેવર્ણન (૭૦). સ્પૃહા, મમતા અને અહંકારના ત્યાગથી મળતી શાંતિ (૭૧), એ સ્થિતિમાં ન
Page #370
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૭૫
મોહાવાથી મરણકાળે મળતું બ્રહ્મનિર્વાણ . (૭૨)
આ અધ્યાયમાં જ્ઞાનનું નિરૂપણ જરૂરી હતું. માટે જ થયું, પરંતુ એ નિરૂપણથી અર્જુનને પ્રશ્ન ઊઠયો કે તો પછી મને યુદ્ધ માર્ગે ગુરુદેવ શાથી પ્રેરે છે? એના જવાબમાં કર્મ કરવાં જ જોઈએ. એ વિષયનું ત્રીજા અધ્યાયમાં વિશેષ નિરૂપણ હોવાથી એનું નામ કર્મયોગ છે.
કર્મચોગ (૩) અર્જુનનો પ્રશ્ન (૧-૨) કર્મનું અનેક પ્રકારે નિરૂપણ અને એનો સૃષ્ટિ સાથે અને બ્રહ્મ સાથે સંબંધ એ ન કરે તેનું જીવ્યું નિષ્ફળ એવું સૂચન(૨ થી ૧૬). જ્ઞાનીએ પણ કર્મ કરવાં ઘટે અને તેઓ અનાસક્તિથી કરે જ છે (૧૭ થી ૨૬). પ્રકૃતિના ગુણોથી કર્મ કરાય છે છતાં અહંકારથી દેહી આસકત બને છે, જ્ઞાની આસકત થતો નથી માટે મારામાં કર્મ સમર્પીને તું યુદ્ધ કર એવું અર્જુનને સૂચન (૨૭ થી ૩૦). ઉપલી વાતને અનુસરે તેની મુકિત; ન અનુસરે તેનો નાશ (૩૧-૩૨). જ્ઞાની પણ સ્વધર્મ બજાવે છે, તેમાં જ શ્રેય છે. (૩૩ થી ૩૫).
હવે અર્જુનને પ્રશ્ન થાય છે કે જો પ્રકૃતિની પ્રેરણા શુભ જ હોય અને આત્માનું મૂળસ્વરૂપ શુદ્ધ છે તો માણસ પાપ કેમ આચરવા પ્રેરાય છે ? (૩૬). એના જવાબમાં રાગના મૂળરૂપ કામ, ક્રોધ અને એને હણવાની પ્રેરણા (૩૭ થી ૪૭).
આ વાત અર્જુનને નવી લાગતી હતી એટલે કર્મ અને જ્ઞાન વચ્ચેનો ભેદ કેવો અને કેટલો છે તે બતાવતો ચોથો અધ્યાય કહેવામાં આવે છે; એથી એનું નામ જ્ઞાનકર્મસંન્યાસયોગ છે.
જ્ઞાનકર્મસંન્યાસ યોગ (૪) આ વાત નવી નથી પણ જૂની છે, પણ ઘસાઈ ગઈ છે. એટલે તને ભક્ત તથા મિત્ર જાણીને ફરી કહું છું એવું શ્રીકૃષ્ણ કથન. (૧-૩) તમે તો હમણાંનાં છો, એવી અર્જુનની શંકા (૪). આત્મદષ્ટિએ નહિ, દેહદષ્ટિએ શ્રીકૃષ્ણરૂપે હમણાંનો આટલું જે જાણે તે અપુનર્જન્મા થાય (પ થી ૯). ઘણી રીતે લોકો મારે એટલે આત્માને માર્ગે જાય (૧૦). આત્મલક્ષ્ય ન ચૂકતાં જેઓ જે રીતે ભજે તેને તેવું ફળ (૧૧-૧૨). કર્મફળની સ્પૃહા ન હોય તેને કર્મ ન ચોટે (૧૩ થી ૧૫). જો કે કર્મની કાર્યાકાર્યતા પારખવી કઠણ છે. છતાં બ્રહ્મરૂપી યજ્ઞને અર્થે કર્મ કરવાં. તો કર્મથી બ્રહ્મ મળે (૧૪ થી ૨૪) અનેક પ્રકારનાં કર્મોનું અને એની પ્રસાદીનું વર્ણન
Page #371
--------------------------------------------------------------------------
________________
૬૭૬
ગીતા દર્શન
કરી વ્યાપક યજ્ઞનું પ્રતિપાદન અને અન્ન, ઘી હોમેલાં યજ્ઞ કરતાં ઈન્દ્રિયહોમાદિ યજ્ઞ સારા અને સૌ કરતાં જ્ઞાનયજ્ઞ સારો. (૨૫ થી ૩૩). તેવું જ્ઞાન શ્રદ્ધા, જિજ્ઞાસુભાવની સત્ય ચર્યા, નમ્રતા અને સેવાથી મળે (૩૪) જ્ઞાન પાપીને તારે છે એવો જ્ઞાનનો મહિમા (૩૫ થી ૩૮). સંયમ દષ્ટિ અને શ્રદ્ધાનું ફળ જ્ઞાન, અને જ્ઞાનનું ફળ શાંતિ (૩૯). અશ્રદ્ધાળુ અજ્ઞાનીનો આત્મા સંશયશીલ હોવાથી, ભવોભવની અશાંતિ (૪૦) આત્મવંતને કર્મ ન બાંધે માટે જ્ઞાનશસ્ત્રથી સંશય છેદી ઊઠ; યુદ્ધ માટે ઊભો થા. એવી અર્જુનને પ્રેરણા (૪૧-૪૨).
કર્મયોગ અને કર્મસંન્યાસરૂપજ્ઞાન બન્નેનો પોતપોતાને સ્થાને મહિમા ગવાવાથી, અર્જુનને એ માર્ગ વિષે શંકા થઈ, એના સમાધાન માટે શું કરવું. શું ન કરવું? કયાં કયું તજવું, કયું ન તજવું એમ વિવેક દર્શાવતો પાંચમો અધ્યાય કહેવાય છે. આ અધ્યાયનું નામ સન્યાસયોગ છે. કિંતુ તે કર્મનો સંન્યાસ નહિ, પણ કર્મની આસક્તિનો સંન્યાસ !
કર્મસંન્યાસ યોગ (૫) કર્મસંન્યાસ કે કર્મયોગ બેમાંથી કયો શ્રેયકારી તે નક્કી કહો એવો અર્જુનનો સવાલ (૧). બન્ને સારા પણ તારા જેવા માટે કર્મયોગનો માર્ગ સારો. વસ્તુતઃ એ બન્ને વચ્ચે ફેર નથી અને બન્નેનું ધ્યેય એક છે. એક બીજાના પાયામાં બન્ને રહેલા છે તેનું પ્રતિપાદન (૨ થી ૬). બ્રહ્મસમર્પણ કરીને પણ કર્મયોગીએ, આત્મશુદ્ધિ અર્થે પણ કર્મ કરવાં જોઈએ. મનનો સંન્યાસ કરવો, કાયાનો જ માત્ર નહિ, તેથી સુખ (૭-૧૩). પ્રભુ જગતકર્તા કે ન્યાયાધીશ છે જ નહિ, સ્વભાવે સૌ પ્રવર્તે છે. તેમ પાપ પુણ્યને પણ તે લેતા દેતા નથી. અજ્ઞાનથી પ્રાણી આપોઆપ મૂંઝાય છે, તેથી જ સંસાર છે (૧૪-૧૫). માટે સમત્વના પાયા ઉપર ચણાયેલું જ્ઞાન એ જ સંસાર-તારણનો ઉપાય છે (૧૬-૧૭). સમતા એ જ બ્રહ્મ, સમતાધારી પુરષ જ જ્ઞાની ગણાય. એવા જ્ઞાનીનાં લક્ષણો (૧૮ થી ૨૨). શરીરમાં બેઠેલો યોગીનો આત્મા કામક્રોધના વેગને અહીં જ જિતે, તેવા યોગીને સુખ, આરામ અને જ્ઞાન અહીં પણ અને ત્યાં પણ (૨૩-૨૪). ત્રાષિ, યતિમુનિ સૌનો કામ ક્રોધની જિતથી મોક્ષ. (૨૫ થી ૨૬). યજ્ઞતાનો ભોકતા, સૌ લોકનો મહેશ્વર અને સર્વભૂતોનો મિત્ર હું રૂપ આત્મા એવું વર્ણન (૨૯).
Page #372
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
ક૭૭
હવે આત્મા જ ખરેખર હોય તો તેમાં જોડાવા માટે શું કરવું? એ સવાલના ઉત્તરમાં હવે આત્મસંયમયોગ નામનો અધ્યાય શરૂ થાય છે. તેમાં આત્માને પ્રાપ્ત કરવાની વિવિધ સાધનાઓ બતાવી છે.
આત્મસંયમ યોગ (૬) કર્મફલની દષ્ટિનો આશ્રય છોડી કર્તવ્ય કરે તે જ સંન્યાસી, તે જ યોગી (૧) આમ જોતાં યોગીને પણ સંકલ્પસંન્યાસની જરૂર છે (૨), શરૂઆતમાં કર્મની શુદ્ધિ પણ જોવી, અને તે આત્મલક્ષી સિદ્ધાંતની કસોટીએ. પછી તો આપોઆપ સહેજે શુદ્ધ કર્મો જ કરાય છે. (૩) યોગારૂઢનું લક્ષણ (૪) આત્મા જ આત્માનું ભલું બૂરું કરે છે. માટે આત્માને આત્માથી જિતવો (પ-૬). દષ્ટિની સમતા સાધવી અને એકાંતે આસન સ્થિર કરી આત્મ વિશુદ્ધિ અર્થે યોગ આદરવો. એમ કરતાં આત્મામાં ઊડી રહેલી શાંતિ મળશે (૭ થી ૧પ). યોગનું ટૂંકું લક્ષણ : યુકતપણું ખરું પણ અતિપણું નહિ (૭-૧૬). યોગીનાં લક્ષણો અને પ્રકારો તેથી મળતું અતીન્દ્રિય સુખ વગેરે વર્ણન (૧૮-૩૨).
મારું મન ચંચળ છે તો આપે કહેલો સાંખ્યયોગ કેમ સધાશે? એવો અર્જુનનો સવાલ (૩૩-૩૪), એનો ઉપાય સંયમ એટલે કે અભ્યાસ અને વૈરાગ્યની બે પાસાં વાળી જોડી (૩૫-૩૬). સાધકમાં શ્રદ્ધા હોય પણ યત્ન ન હોય તો એનું શું થાય? એ અર્જુનનો સવાલ (૩૭ થી ૩૯). એ સવાલનો જવાબ (૪૦ થી ૪૭).
અર્જુન આવી દર્શાવેલી કઠિન સાધનાઓ ન કરી શકે છતાં એને એનો વિકાસ કરવો હોય તો શ્રીકૃષ્ણરૂપી શરીરમાં રહેલો આત્મા પણ એ જ રૂપે છે, એવું વિધાન કરવા માટે હવે જગતના સર્વપ્રાણીઓમાં કાર્ય કરી રહેલું ચેતન અને પોતામાં રહેલું ચેતને એ જુદું નથી;માટે એક દષ્ટિએ જગત અને જીવન સાથે સંબંધ છે. એવું દર્શાવવાનો વખત આવી ગયો માટે હવે આ અધ્યાયમાં જ્ઞાન વિજ્ઞાનની વાત કહેવાય છે.
જ્ઞાન વિજ્ઞાનયોગ (૭) તારી પ્રીતિ છે તો મારામાં યોગ રાખ તોપણ વાંધો નથી (૧). આત્મા અને પ્રકૃતિ વચ્ચેનો સંબંઘ (૨ થી ૭). વિશ્વની પ્રત્યેક ચીજમાં કામ કરી રહેલું તેજ (૮ થી ૧૨). માયાને લીધે આ વાત આ આસુરી પ્રકૃતિવાળાને સમજાતી નથી પણ તું તો દૈવી સંપત્તિવાળો છે એટલે સમજાશે. એવું અર્જુનને ગર્ભિત સૂચન (૧૩ થી ૧૫). આત્માને ભજનારા આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાનીમાં
Page #373
--------------------------------------------------------------------------
________________
ક૭૮
ગીતા દર્શન
જ્ઞાની જ સર્વ શ્રેષ્ઠ (૧૬ થી ૧૮) વાસુદેવઃ સર્વ' એ જ જ્ઞાન; તે સાચું જ્ઞાન તેવા જ્ઞાની મહાત્મા દુર્લભ છે (૧૯). લૌકિક ઈચ્છાએ ભકિત કરનારાઓ અને તેમને મળતા ક્ષુદ્ર ફળની વિગત (૨૦-૨૩). મૂઢલોકો આત્મસ્વરૂપ જડવાદને લીધે નથી જાણતા (૨૪-૨૫). હું શ્રીકૃષ્ણ) સત્ત્વજ્ઞાની છું (૨૬) કોણ તરે, કોણ ડૂબે? (૨૭-૨૮). બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદેવ અને અધિયજ્ઞમાં હું છું. (૨૯-૩૦).
આ સાંભળ્યા પછી અર્જુનને પ્રશ્ન થયો કે આમ કેમ? અને જો એમ જ ખરેખર હોય તો છેટવનું તત્ત્વ શું ? અને મૃત્યુ કાળે તે કેમ સ્મૃતિમાં રહે ? આથી અક્ષર એટલે અવિનાશી એવા બ્રહ્મના યોગરૂપ આઠમો અધ્યાય કહેવાય છે:
અક્ષર બહ્મચોગ (૮) અર્જુનનો સવાલ (૧.૨). એ સવાલનો જવાબ (૩-૪). પોતામાં સમર્પણ કરવાથી અક્ષરબ્રહ્મયોગ શી રીતે થાય? એની સમજ (૫ થી ૭). જુદાં જુદાં શાસ્ત્રો મને જુદી જુદી રીતે વર્ણવે છે અને હું રૂપ અંતરાત્મા સૌમાં છું. એટલે તે મને અગાઉ કહી તેવી અને બીજી અનેક સાધનાથી મને મળે છે. તેથી પુનર્જન્મ ટળે છે. બાકી તો સૌને-બ્રહ્મદેવને-પણ પુનર્જન્મ છે જ (૮ થી ૧૬). કાળવર્ણન અને કાળ સાથે આત્મા તથા ભૂતનો સંબંધ (૧૭ થી ૨૦). પરંગતિ અને મારું પરંધામ એક જ છે (૨૧). તે પરમપુરુષ અનન્ય ભકિતથી પણ મળે (૨૨). કયો કાળ સારો? તેનું વર્ણ (૨૩ થી ૨૭). પરંસ્થાન માત્ર સાધનાથી ન મળે; પણ લક્ષ્મપૂર્વકની સાધનાથી મળે; (૨૮).
હવે સવાલ થયો કે જો આમ છે તો આત્મા તો બંધાયો ગણાય, અવિનાશી એવો આત્મા દેહમાં કેમ બંધાયો? એ સવાલનો જવાબ આપતો રાજવિદ્યારાજગુહ્ય નામનો નવમો અધ્યાય આવે છે.
રાજવિધારાજગુહ્યયોગ (૯) પોતે સમ્યકજ્ઞાની હોઈને પોતાનો આત્મા નિરાળો કાઢીને સ્વાનુભવની બીના શ્રીકૃષ્ણ ગુરુ કહે છે : અધ્યાત્મવિદ્યા પરમ ગુહ્ય હોઈને અને સર્વશ્રેષ્ઠ હોઈને તે વિદ્યા રાજવિદ્યા અને રાજગુહ્ય છે. આત્માનિર્લેપ શી રીતે ? અને જગત તથા જગતના દેહધારીઓ સાથે તેનો સંબંધ શી રીતે ? તે બતાવે છે. (૧-૧૦). અજ્ઞાનીની દશા (૧૧-૧૨). લોકો મને જુદી જુદી રીતે ઉપાસે છે, બધાનું અંતિમબિંદુ તો આત્મા છે છતાં કામકામીને એની ખબર નથી. તેથી સંસારમાં
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૭૯
ભમે છે. (૧૩ થી ૨૧). પુરુષાર્થ કરવો એટલે પણ આત્મા માટે જ પ્રવૃત્તિ કરવી; એથી આજીવિકા તો ચાલે જ છે (૨૨). આ વાત લોકો નથી સમજતા એટલે બીજા દેવને ભજે છે (૨૩ થી ૨૫). મને તો ભક્તિ વહાલી છે, પાપી પણ શુદ્ધહૃદય કરીને ભકિત કરે તો તરે (૨૬ થી ૩૩). માટે મારામાં યુકત થવું એ પણ યોગ જ છે.
અર્જન, સ્થળ વૈભવ, દેવીવિભૂતિ કે બીજા કશામાં ન લોભાય માટે હવે વિભૂતિ યોગ કહે છે. એ બધું આત્મા આગળ તુચ્છ છે એમ સિદ્ધ કરે છે.
વિભૂતિ યોગ (૧૦) ભૂતોના સારામાઠા ભાવ આત્માના યોગે જ ઊઠે છે; એટલે યોગનું અને વિભૂતિનું મૂળ પણ આત્મા છે. (૧-૧૧) અર્જુનને એ બધું ગળે ઊતરે છે એટલે જાતે સ્વીકારીને હવે દિવ્ય વિભૂતિનું વર્ણન કહેવા પ્રાર્થે છે (૧૨-૧૮). શ્રીકૃષ્ણમુખે દિવ્યવિભૂતિનું અદ્ભુત વર્ણન (૧૯-૪૨).
આટલું સાંભળ્યા પછી અર્જુનનો લૌકિકમોહ ખરી જાય છે, જગતસ્વરૂપ બહુ અંશે કલ્પનાથી સમજાય છે, પણ તે આ બધું જો નજરે જોવાતું હોય તો જોવા ઈચ્છે છે. એટલે હવે તેનું સાક્ષાત્ દર્શન કરાવાયું છે માટે આવતા અધ્યાયનું નામ વિશ્વરૂપ દર્શન યોગ છે.
વિશ્વરૂપ દર્શન યોગ (૧૧) અર્જુનનો સ્વાનુભવ અને ઈચ્છા (૧ થી ૪). અર્જુનને શ્રીકૃષ્ણગુરુમાં રહેલું ખરું સ્વરૂપદર્શન થાય તે માટે આપેલી દિવ્યદષ્ટિ (પ થી ૮), અર્જુનને શું જોયું અને એથી એને શી અસર થઈ, તે વિષે સંજયનું કથન અને અર્જુનનું સંવેદન; તથા છેવટની ઈચ્છાનું સંજય મુખથી પ્રકાશન (૯ થી ૩૫). અર્જુનની મંગલ પ્રાર્થના અને માફી વિષે કથન (૩૬ થી ૪૬). શ્રીકૃષ્ણગુરુનો દિલાસો અને કથન (૪૭ થી ૪૯). આમ કહી વાસુદેવે સામ્યરૂપ બતાવ્યું એવું સંજય કથન (પ૦). અનન્ય ભક્તિથી આ સ્વરૂપ સતત પામી શકાય” તેવું શ્રીકૃષ્ણમુખનું કથન (૫૧ થી ૫૪).
એટલે હવે મારે સૌમ્યરૂપ ગુરુભાવે શ્રીકૃષ્ણની ઉપાસના કરવી કે અગાઉ દીઠું તેવા વિશ્વરૂપ દર્શનની-અવ્યકત-આત્માની-? આ સવાલ અર્જુનને થયો. તેથી બારમો ભક્તિયોગ નામનો અધ્યાય હવે શરૂ થાય છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૬૮૦
ગીતા દર્શન
ભકિત યોગ (૧૨) અર્જુનનો સવાલ (૧) બન્ને ઉપાસના સારી, પરંતુ અવ્યકતની ઉપાસના સહુને સીધી સુલભ નથી માટે તારા જેવા સારુ વ્યકિતની ઉપાસના મેં સૂચવી છે. વ્યકતની ઉપાસના એટલે સદ્ગુરુને અવલંબીને કરેલી આત્મસાધના. તે સારી. માટે તું મારામાં જોડાઈ જા (૨ થી ૮). અભ્યાસથી ચિત્તવશ કર, નહિ તો મારા સામે દષ્ટિ રાખી કર્મ કર. અથવા એ પણ નહિ તો કર્મફળનો ત્યાગ કર. કર્મફળના ત્યાગથી સત્વર શાંતિ મળે છે. માટે એ સૌથી ઠીક માર્ગ છે. (૯ થી ૧૨) ભક્તનાં લક્ષણો, કર્મયોગી અને જ્ઞાનયોગી બન્નેમાં ભકિતની દષ્ટિ જોઈએ. જ્ઞાન અને વૈરાગ્ય વિના ભકિત નકામી. ભકત ધૂળચિહ્નથી નથી ઓળખાતો પણ સદ્દગુણથી ઓળખાય છે (૧૩ થી ર૦).
હવે અર્જુનને અવ્યકત, વ્યક્ત સ્વરૂપના મૂળશોધનની પિપાસા થાય છે. એટલે બાહાવિશ્વને લગતી વાતો સમજ્યા પછી અંતર્ગત જીવનમાં કામ કરતાં તત્ત્વો જાણવાની પિપાસા થાય છે. આથી આ શરીરરૂપી સવિકાર ક્ષેત્ર, જેને આધારે છે તે અને એમાં રહેલાં ક્ષેત્રજ્ઞનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવે છે. તેથી દરેક સાધક પોતા માટે કઈ સાધના યોગ્ય છે તે તારવી શકે!
ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (૧૩) પ્રકૃતિ શું, પુરુષ શું? ક્ષેત્ર શું? ક્ષેત્રજ્ઞ શું? જ્ઞાન શું અને જોય શું? એવો અર્જુનનો સવાલ (૧) સવિકાર ક્ષેત્ર અને ક્ષેત્રને જાણે તે ક્ષેત્રજ્ઞ, એ રીતે હું પણ ક્ષેત્રજ્ઞ એવી શ્રીકૃષ્ણ ગુરુની વાતો (૨ થી ૬).
જ્ઞાનનું લક્ષણ વર્ણવી એ સિવાયનું બધું અજ્ઞાન એવું સૂચન (૭ થી ૧૧), શેય વર્ણન (૧૨ થી ૧૮). પ્રકૃતિ પુરુષનાં કાર્યક્ષેત્રો (૧૯-૨૦) . સંસારનો હેતુ ગુણાસકિત (૨૧). પરમાત્મા એથી છેક નિરાળો. આટલું જ જાણે તે ગમે તે સાધનાથી તરી જાય ! પછી એ સાધના ધ્યાનયોગની હોય, જ્ઞાનયોગની હોય કે કર્મયોગની હોય (૨૨ થી ૨૪) આપ મેળે ન તરે તે બીજાં સદ્દગુરુ આદિ નિમિત્તોથી પણ તરી જાય (૨૫), ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનો પ્રકૃતિ, પુરુષ સાથે સમન્વય (૨૬ થી ૩૩). આવું ક્ષેત્રક્ષેત્રજ્ઞનું ભેદ વિજ્ઞાન થાય ત્યારે ભૂતપ્રકૃતિથી મોક્ષ થાય (૩૪).
Page #376
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
પ્રકૃતિના ગુણોમાં સાધારણ શરીરી કેમ આસકત થાય છે ? અને શુદ્ધ આત્મયોગી કેમ આસકત થતો નથી તે સવાલ થાય છે એના જવાબમાં ગુણત્રય વિભાગ’ નામનો ચૌદમો અઘ્યાય શરૂ થાય છે.
ગુણત્રય વિભાગયોગ (૧૪)
૬૮૧
સિદ્ધિ દેનાર ઉત્તમ જ્ઞાન આ છે :
"આત્મા ભળે છે ત્યારે આસકિત ગાઢ નથી હોતી, પણ ભળ્યા પછી પોતાનું ભાન એ ૨મતમાં ભૂલે છે. એટલે ગાઢ આસિત થતી જાય છે. એથી સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ દેહીને દેહમાં બાંધે છે, પણ હું રૂપ અંતરાત્મા એ બધું જાણતો હોઈને બંધાતો નથી. બંધાય છે તેનું નામ બહિરાત્મા અથવા ગુણસંગી આત્મા.” (૧ થી ૫) ત્રણે ગુણોનું સ્વરૂપ (૬ થી ૮). યારે કયા ગુણ જિતે, ને કેવી રીતે જિતે ? તે વર્ણન (૯-૧૦), ત્રણમાંથી કયો કય રે વઘ્યો ? તેની ખાતરી તથા ઓળખાણનાં ચિહ્ન, તથા તેવી સ્થિતિમાં મરેલાંની ગતિ શી શી ? (૧૧ થી ૧૫). સાત્ત્વિક, રાજસ અને તામસનું ફળ અને દેહી ૫૨ એની અસર; તથા તે પૈકી ઊંચો કોણ ? એ વર્ણન (૧૬ થી ૧૮).
સત્ત્વગુણ ઊંચો છે, છતાં ગુણોથી પર રહેલા આત્માને પેખનાર જ ત્રિગુણાતીતી થઈ શકે છે અને તે જ અમત ભોગવે છે. મોક્ષ પામે છે. (૧૯-૨૦).
ત્યારે ગુણાતીત કેમ ઓળખાય ? એવો અર્જુનનો સવાલ (૨૧). ગુણાતીતનાં લક્ષણોમાં ભકત અને જ્ઞાની કરતાં એટલી જ વિશેષતા કે તે ગુણોની આસપાસ રહેલો સ્થૂળદષ્ટિએ દેખાય. છતાં પણ અંતર નિર્લેપ હોય તેથી કયાંય ફસાઈ ન જાય. એટલે આત્મા લક્ષ્યરૂપ ભકિત તો જેમ સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાનીને હોય તેમ ગુણાતીતને પણ હોય (૨૨ થી ૨૬). છેવટે તો બ્રહ્મની, અવ્યય અમૃતની શાશ્વત ધર્મની એકાંતિકની પરાકાષ્ઠા હું (અંતરાત્મા) જ છું. (૨૭).
'
ત્યારે હવે અર્જુનને એ સવાલ થાય છે કે પરમાત્મા અને આત્મા વચ્ચે ખાસ ફેર શો ? એથી 'પુરુષોત્તમયોગ' નામનો પંદરમો અધ્યાય શરૂ થાય છે, વળી ચૌદમા અઘ્યાયમાં "ા ં ધોગપ્રવ: પિતા" (૧૪-૪). કહ્યું હતું એટલે હવે મહદ્ બ્રહ્મરૂપ યોનિમાં બીજ મૂકવાથી એ નાના બીજમાંથી કેટલું વિશાળ સંસાર વૃક્ષ થાય છે, તે પણ પંદરમામાં સમજાવવામાં આવશે.
Page #377
--------------------------------------------------------------------------
________________
૬૮૨
ગીતા દર્શન
પુરુષોત્તમ યોગ (૧૫) સંસારને વિચિત્ર વડવૃક્ષની ઉપમા અને એની સાથે વેદજ્ઞાનના હેતુનું વર્ણન (૧) એ વૃક્ષની શાખા કેવી ક્યાં ને કેવી રીતે? (૨) તેનાં આદિ અંત દેખાવા અશકય છે. મધ્ય દેખાય છે. માટે અસંગશસ્ત્રથી તેનું છેદન કરવું એને માટે દઢ સંકલ્પબળ જોઈએ. તે દઢ સંકલ્પના આકારનું વર્ણન (૩-૪), પરંધામ કોણ પામે અને તે કેવું? (પ-૬). પરમાત્મા અને જીવ બન્ને એક જ છે પણ જેમ આખા સફેદ પટ પર એક ખૂણામાં પડેલો ડાઘ વસ્ત્રનો જ અંશ છે, તેમ જીવ તે દષ્ટિએ અવિભકત છતાં વિભકત અંશ છે. એ ભાવનું વર્ણન (૭). જીવ, દેહાંતર કેમ કરે છે? ભોગ શાથી ભોગવે છે? એ વર્ણન (૮૯). સંસ્કારી આત્મા આ સ્વરૂપ જાણે છે, બીજા નહિ (૧૦-૧૧). હું કોણ ? તેની ઓળખાણ આપી શ્રીકૃષ્ણરૂપી શરીરમાં તેમ સૌના શરીરમાં રહેલા આત્માનું વર્ણન કે જેથી અર્જુન, ભ્રમમાં ન પડે ! (૧૨ થી ૧૫). ક્ષર, અક્ષર અને પુરુષોત્તમના ભેદનું વર્ણન અને સર્વભાવે સમર્પણની માગણી (૧૬ થી ૧૯) આટલું જાણે તે ક્તકૃત્ય ગણાય (૨૦).
હવે અર્જુનને પોતે આ પદ માટે લાયક છે કે કેમ? એ જાણવાની ઈચ્છા થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં "દેવી સંપત્તિવાળા આસ્તિક છે, મોક્ષ માટે લાયક છે અને આસુરી સંપત્તિમાં તરબોળ રહે ત્યાં લગી નાલાયક છે” આમ હવે "દેવાસુરસંપદ વિભાગયોગ” નામનો અધ્યાય શરૂ થાય છે.
દેવાસુરસંપદ્ વિભાગયોગ (૧૬) દૈવી સંપત્તિનાં લક્ષણો (૧ થી ૩). આસુરી સંપત્તિનાં લક્ષણ (૪). દૈવીસંપત્તિથી મોક્ષ અને આસુરી સંપત્તિથી બંધન. એમ કહી અર્જુન દૈવી સંપત્તિમાન છે તેવો દિલાસો આપતું કથન (પ). આસુરી સંપત્તિવાળાની જીવનચર્યાનું વિસ્તારથી વર્ણન અને તેઓ અશુભ યોનિમાં પોતાની મેળે જ પોતાની કર્મ દશાથી જાય છે. તેવું સચોટ કથન. (૬-૨૦). કામ, ક્રોધ ને લોભ એ ત્રણ નરકના દરવાજા છે. માટે તજવા તેવું સૂચન (૨૧) એથી વેગળો રહેવા તલપનાર સાધક આત્મશ્રેય તરફ પ્રવૃત્તિ કરીને પરંગતિ પામે છે તેવું કથન (૨૨). સદૂગુરુ કે અંતરાત્માની પ્રેરણા સ્પષ્ટ ન મળે ત્યાં શાસ્ત્રસહાય જરૂરની છે (૨૩-૨૪).
ત્યારે હવે વળી અર્જુનને ગયે વખતે છઠ્ઠા અધ્યાયમાં પ્રશ્ન થયો હતો કે યત્ન ન હોય અને શ્રદ્ધા હોય તો થોડી ઘણી પણ સફળતા તો મળે જ અને માયામાં
Page #378
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૬૮૩
લલચાયા વગર મરે, તો તો મોક્ષ સુદ્ધાં છેવટે ઘણા જન્મ પણ પામે; તો પછી અહીં પ્રશ્ન થાય છે કે શ્રદ્ધા હોય અને શાસ્ત્રવિધિ ન જાણતો હોય તો તે નિષ્ઠા કેવી માનવી? એટલે 'શ્રદ્ધાત્રયવિભાગ યોગ' નામનો સત્તરમો અધ્યાય શરૂ થાય છે.
શ્રદ્ધાત્રયવિભાગ યોગ (૧૦) અર્જુનનો સવાલ (૧). સાત્ત્વિક, રાજસ, તામસ એવી ત્રણ જાતની સ્વભાવજન્ય શ્રદ્ધા દેહધારીઓને હોય; જેવું જેનું અંતર તેવી તેની શ્રદ્ધા-એવું પ્રતિપાદન (૨-૩). સાત્ત્વિકો, રાજસો અને તામસી કોને કોને પૂજે? (૪). શાસ્ત્રદષ્ટિ વિનાના તપથી થતી આત્મહાનિનું મૂળ શું છે, તે સ્પષ્ટ નિદર્શન (પ-૬). આહાર, યજ્ઞ, અને દાનના સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ ત્રણ પ્રકારો કહેવાશે એવું શ્રીકૃષ્ણ કથન (૭-૮). આહારના ત્રણ પ્રકારનું વર્ણન (૮-૧૦). યજ્ઞના ત્રણ પ્રકારનું વર્ણન (૧૧ થી ૧૬). શારીરિકતપ, વાચિકતપ અને કાયિક તપનું કથન (૧૪ થી ૧૬). તપના ત્રણ પ્રકારનું વર્ણન (૧૭ થી ૧૯) દાનના ત્રણ પ્રકારનું વર્ણન (૨૦ થી ૨૨). ૐ તત્ સતુનું રહસ્ય જ્ઞાન એ શાસ્ત્રવિધિ જ છે, એવું ગર્ભિત સૂચન (૨૩ થી ર૭). શ્રદ્ધા તો જોઈએ જ નહિ તો આ લોક અને પરલોક બેયમાં રખડવું પડે (૨૮),
આ બધું સાંભળ્યા પછી હવે અર્જુનને કર્મસંન્યાસ અને કર્મયોગનું જ્ઞાન થઈ જ ગયું છતાં જેમ વર્ણવ્યવસ્થાનો આગ્રહ છે તેમ શ્રીકૃષ્ણગુરુને આશ્રમ વ્યવસ્થાનો આગ્રહ છે કે કેમ, તે જાણવાની ઈચ્છા થતાં સંન્યાસ અને ત્યાગનું તત્ત્વજ્ઞાન એ જાણવા ઈચ્છે છે, ત્યાંથી આવતા અધ્યાયની શરૂઆત અને આ અધ્યાયમાં મોક્ષ લગી સંન્યાસ કે જેમાં મનના સંકલ્પોનો સંન્યાસ કરવો પણ કર્મ ન તજવાં એ જાતનું પ્રતિપાદન હોઈને એનું નામ મોક્ષસંન્યાસ યોગ છે. એક રીતે તો આ અધ્યાય ગીતા તત્વનો સરવાળારૂપ ઉપસંહાર છે; એમ કહીએ તો પણ ચાલે “ જેનો અંત સારો તેનું સર્વ સારું.” એ રીતે અર્જુન અંતે સમતા પામે છે, તેથી તેનો ખેદ પણ અર્થસૂચક બને છે.
જે સાધક ભૂલે, ત્યાં સદ્ગુરુનું શરણ લે તો તે કેવો આબાદ પાર ઊતરી જાય છે, તેનું ગીતા એ પ્રમાણ છે. ભૂલ ન થાય તે સૌથી ઉત્તમ, છતાં સાધક દશા જ એવી છે, કે ભૂલ થઈ જાય તો ત્યાં અર્જુને જેમ સદગુરુશરણ સ્વીકારી જિજ્ઞાસુભાવે રાખજવાની મહેનત કરી તેમ સાધક પણ કરે,
Page #379
--------------------------------------------------------------------------
________________
૬૮૪
ગીતા દર્શન
મોક્ષસંન્યાસયોગ (૧૮)
અર્જુનનો સવાલ (૧). સંન્યાસ અને ત્યાગ વિષે લોકવાયકાઓ અને એ પરત્વે પોતાનો મત. કોઈપણ શુભક્રિયાને ન તજવી તેમ સ્વધર્મે આવી પડેલી અનિવાર્ય ક્રિયા માઠી હોય તો તે પણ ન તજવી. પરંતુ સંગ અને કર્મફળદષ્ટિ એ બે તજવાં. એથી શુભાશુભકર્મના બંધનથી છૂટીને છેવટે પણ શુદ્ધ થવાશે (૨ થી ૬). ત્રિવિધ ત્યાગનું વર્ણન (૭ થી ૯). કર્મફળત્યાગ પર જોર આપવાથી થતા લાભનું કથન (૧૦ થી ૧૨) કર્મસિદ્ધિનાં નિશ્ચિતદષ્ટિએ નિરૂપેલાં પાંચ કારણો (૧૩ થી ૧૫). અહંકાર કરવો નકામો છે અને નિરહંકારી પણાથી જે ફાયદો છે, તેનું નિદર્શન (૧૬-૧૭). કર્મ પ્રેરણાના ત્રણ પ્રકાર અને કર્મ સંગ્રહના ત્રણ પ્રકારનું કથન (૧૮) જ્ઞાન, કર્મ તથા ર્તાના ત્રણ ત્રણ પ્રકારોને ગૂઢવર્ણન (૧૯ થી ૨૮). જ્ઞાન, આત્મલક્ષીપણા તરફ વધુ જાય છે તે ભેદ બતાવવા માટે બુદ્ધિના ત્રણ પ્રકારોનું તથા ધૃતિના ત્રણ પ્રકારોનું વર્ણન (૨૯ થી ૩૫). સુખના ત્રણ પ્રકાર અને તેનું વર્ણન (૩૬ થી ૩૯). ત્રણ ગુણોથી જોડાયેલું પૃથ્વી, સ્વર્ગ વગેરે સધળું સંસારી જગત (૪૦). વર્ણવ્યવસ્થા જાતિવિશિષ્ટ નથી પણ સ્વભાવજન્યગુણ તથા સદ્ગુરુલક્ષી કર્મને અનુસરીને છે, એથી એવી વર્ણવ્યવસ્થાથી થતો ઉદ્ધાર અને ચારે વર્ણનાં ગુણ કર્મોની ઓળખાણ (૪૧ થી ૫૪). આત્મલક્ષી પોતપોતાનાં કર્મમાં પરાયણ રહેવાથી પાપ ન લાગે, બાકી તો કાર્ય માત્રમાં સ્થૂળ પાપ તો ઓછા વધતું છે જ અને દેહ છે ત્યાં લગી ક્રિયા છૂટવી અશકય છે માટે મનનો સંકલ્પસંન્યાસ કરી ઈન્દ્રિયો જિતી અનાસકત બુદ્ધિએ સ્પૃહા રહિતપણે કાર્યો કરવાં જોઈએ (૪૫ થી ૪૯). આમ જ્ઞાનની પરાનિષ્ઠા જે સાધનાથી પમાય તે સાધનાની જ્ઞાનયોગ, ભકિતયોગ અને કર્મયોગના સમન્વયવાળી સાધનાનો અગાઉ જે વિસ્તારથી ઉલ્લેખ આવ્યો છે તેનું સંક્ષેપે ધ્યાન કરી અર્જુનને આમ નહિ કરે તો વિનાશ થશે એવી ગંભીર ચેતવણી (૫૦ થી ૫૮). પરાણે અર્જુનને યુદ્ધમાં કેમ જોડાવું પડશે તે પ્રકૃતિનું યથાર્થ દર્શન કરાવનારું શ્રીકૃષ્ણ કથન (૫૯-૬૦). અર્ધદગ્ધ દશામાં ન રહેતાં સદ્ગુરુશરણ અગર આત્મશ૨ણ સર્વભાવે સ્વીકારવાનું સૂચન (૬૧-૬૨). સદ્ગુરુરૂપ પોતામાં આત્માનુરૂપ નિર્ણયે રહેવામાં થતા લાભ અને આપેલો કોલ (૬૩ થી ૬૬). ગીતાજ્ઞાન કોને સંભળાવવું તે સૂચન (૬૭). ભકતોને ગીતાજ્ઞાન સંભળાવનારની જે શુભ ગતિનો સંભવ છે, તેનું નિરૂપણ (૬૮-૬૯). ગીતાના શ્રદ્ધાપૂર્વકના
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
અઘ્યયન શ્રવણથી થતા લાભનું વર્ણન (૭૦-૭૧). અર્જુન ! તારો મોહ ગયો ? એમ શ્રીકૃષ્ણ ગુરુનો પ્રશ્ન (૭૨). 'હું હવે નિર્મોહી થયો ને મને આત્મભાન થયું’ એવું આત્મ નિવેદન કરી 'તમારું કહ્યું કરીશ' એવો પાર્થે આપેલો કોલ અને શ્રીકૃષ્ણ અર્જુનના સંવાદની શિવ, સુંદર અને સત્યલક્ષી સમાપ્તિ (૭૩). આ સંવાદ અને સ્વરૂપદર્શનથી પોતાના થયેલા આહ્લાદ અને સ્વદશાનું સંજયે ધૃતરાષ્ટ્ર સન્મુખે કરેલું નિદર્શન અને 'જ્યાં સમત્વરૂપી યોગ-ઉપયોગ-જતના રૂપી શ્રીકૃષ્ણ છે તથા એને લક્ષે થતી ક્રિયારૂપી ધનુર્ધારી અર્જુન છે ત્યાં શ્રી છે, વૈભવ છે અને અવિચળ નીતિ છે’ એવો પોતાનો દાખવેલો મંગળ અભિપ્રાય.
૬૮૫
આમ અઢારે અધ્યાયો પૂરેપૂરા સંકલનાબદ્ધ અને એ માંહેલો શ્લોકે શ્લોક અર્થપૂર્ણ છે. એથી પુનરુકિત જેવું ઘણે સ્થળે હોવા છતાં એ પુનરુતિ પણ કોઈ નવો જ ભાવ સૂચવતી જાય છે. એમ ગીતા જાણે ક્ષળે ક્ષળે યન્નવતામુપૈતિ ક્ષણે ક્ષણે જાણે નવીનતા દેખાય તેવી આકર્ષક ભાસે છે અને ગીતારૂપી અમૃત સુણતાં રહેલી અતૃપ્તિ વાચકને વારંવાર ગીતા તરફ પ્રેરે છે.
આવી દશા હોય ત્યાં 'ગીતા સુગીતા ર્તવ્યા મિયૈઃ શાસ્ત્રવિસ્તરેઃ એ કથનને ટેકો કોણ નહિ આપે ?
Page #381
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ગીતાના અખાતમાં મળતી વિવિધ ધર્મોની સરિતાઓ. સૃષ્ટિની ઉત્પત્તિનો કાલ્પનિક ઈતિહાસ પુરાણોમાં છે તેમ જૂના કરારમાં પણ છે. કરાર એટલે પ્રતિજ્ઞા.
માણસે ધર્મસંસ્થામાં દાખલ થતાં પેલી પ્રતિજ્ઞા લેવી જ જોઈએ. ઘમિષ્ઠ ન કહેવડાવતો હોય એણે પણ માનવતાની રીતે વર્તવું એમ એ માણસ થયો ત્યારથી બંધાયો છે. તો પછી ધર્મ સંસ્થામાં તો હૃદયપૂર્વક એણે પાપથી પાછા ફરવા બંધાવું જ ઘટે; એ દષ્ટિએ જૂનો કરાર યહૂદી અને ઈઝરાયેલ પ્રજાનો તો પ્રાણ છે. નવા કરારને મુખ્યપણે છતાં જૂના કરારને પણ ખ્રિસ્તી પ્રજા સુધ્ધાં માને છે. ઈસ્લામી પ્રજા કુરાનને પોતાનો પ્રાણ ગણે છે, છતાં જૂનો કરાર અને નવો કરાર પણ કુરાનની વાણીને અપ્રતિકૂળ હોય ત્યાં પ્રમાણ તરીકે સ્વીકારે છે. આપણે પ્રસ્તાવનામાં આપેલા કોલ પ્રમાણે અહીં જૂનો કરાર, નવો કરાર અને કુરાનનાં વાકયો અગર એ મૂળ સૂત્રોનાં વાક્યોનો સાર આપી અને એની સામે ગીતાનાં વચનો ટાંકી એ તારવી શકીશું કે – જેમ જૂના કરારનું વિકસિત રૂપ નવો કરાર છે; તેમ જૂનો કરાર, નવો કરાર અને કુરાન એ ત્રણેની વાણીનું ગંભીર અને વિકસિત સ્વરૂપ ગીતા વચન છે. મતલબ કે ગીતારૂપી અખાતમાં એ ત્રણે નદીઓ સમાઈ જાય છે.
જેમ એ ત્રણે શાસ્ત્રો વિષે, તે જ પ્રમાણે જરથોસ્તી શાસ્ત્ર ઝંદાવસ્થા વિષે. છતાં આ ત્રણે (જૂનો કરાર, નવો કરાર અને કુરાન) તો પરસ્પર સંબંધિત છે, એટલે પ્રથમ એ વચનો સામે ગીતા વચનો ટાંકીએ અને છેવટે તો ઝંદાવસ્થાનાં વચનો સામે પણ ગીતા વચનો ટાંકીશું જ.
યહોવાહદેવે આદિમાં આકાશ અને (યહોવાહને બદલે) પૃથ્વી પેદા કર્યા. અજવાળું, અંધારું, અહીં શ્રીકૃષ્ણદેવ કહે છે: પાણી, વનસ્પતિ અને સકળ જીવ- પૃથ્વી, જળ, અને અગ્નિ વાયુ, જંતુનાં નરનારી જોડકાં બનાવ્યાં. આકાશ, એ પાંચ મહાભૂતો મારી ભૂમિની માટીનું માણસ બનાવ્યું કે પ્રકૃત્તિમાં આવે છે. મન, બુદ્ધિ અને તેના નસકોરામાં જીવનનો માસ અહંકાર સુધ્ધાં તેમાં જ સમાય છે. ફૂંક્યો. (ઉપ. ૧ લું પ્ર. રજી) (અ. ૭-૪). પરાપ્રકૃતિ તે છવભૂત કે
Page #382
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૬૮૭
જેના વડે આ જગત ધારણ કરાય છે. વાડીની વચ્ચે જીવનનું વૃક્ષ અને (અ.૭-૫). ભલું-ભૂંડું જાણવાનું વૃક્ષ બનાવ્યાં. સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું પે'લું માણસ તે આદમ અને એની (અ.૭-૧૦) મારી અધ્યક્ષતા નીચે પાંસળીમાંથી સ્ત્રી બનાવી તેનું નામ પ્રકૃતિ ચરાચરને પ્રસવે છે (૯-૧૦), હવા. (સજીવ) (ઉ.પ્ર. બીજું) આદમને બદલે અહીં મનુ આદિ છે.
એટલે મહર્ષિકુમાર અને મનુઓ તે
મારા જ માનસભાવો છે, કે જેમને પ્રથમ તેઓ નગ્ન હોવા છતાં લીધે લોક અને આ પ્રજા છે(૧૦-૬). લાજતાં નહતાં; પણ સર્ષના ગુણાસકિતથી સંસાર થયો ભરમાવાથી વાડી વચ્ચેના વક્ષનું ફળ (૧૩-૨૧). અથવા કામરૂપી સર્પના બન્ને જણાએ ખાધું, અને તેઓમાં ભરમાવાથી આધ્યાત્મિક મૃત્યુ થયું. શરમ આવી. અને મૃત્યુની બીક પેઠી. (અ. ૨. ૬૨-૬૩) (ઉ.પ્રકરણ ત્રીજું)
દેવે આદમને કહ્યું "તું માટીમાં મળે ત્યાં લગી તારા મોનો (પ્રજાપતિ દેવે માનવ પ્રજાને પરસેવો ઉતારીને રોટલી ખાજે.” કહ્યું) : યજ્ઞ સહ પ્રજા સર્જીને પ્રજાપતિ (ઉ. પ્ર. ૩/૧૯) પ્રથમ દેવોએ સૌને બોલ્યા : –"યજ્ઞ વડે પ્રસવો અને તે યજ્ઞ આશીર્વાદ દીધો હતો તે આ છે :- તમારી કામના પૂરો.” એ યજ્ઞ વડે "સફળ થાઓ અને વધો.” (ઉ.પ્ર. દેવોને તમે ભાવો, અને દેવો તમને ૧–૨૮.)
ભાવે. (અ. ૩: ૧૦-૧૧)
હવે પ્રશ્ન એ થાય છે કે દેવના આશીર્વાદના બદલામાં અપાતો બદલોયજ્ઞ-ભોગ-બલિ તે કઈ જાતનો? એ માટે નીચે હવે એ જાતનાં વાકયો આવે છે કે માણસ સહુથી કિંમતી પ્રાણી છે, માટે એણે બીજા જીવો પર પરમાર્થ કરવો અને પોતાની વહાલી ચીજનો મોહ છોડવો. જે એમ નથી કરતા તે નરકના દ્વારથી છૂટતા નથી.
માણસનું રકત જે કોઈ વહેવડાવે, તેનું રકત માણવાથી વહેવડાવવામાં ગીતા-ખૂનનો બદલો મળશે; એ આવશે, કેમકે દેવે પોતાની પ્રતિમા ધમકીથી નહિ પણ કર્મના કાયદાની
Page #383
--------------------------------------------------------------------------
________________
૬૮૮
ગીતા દર્શન પ્રમાણે ઉત્પન્ન કર્યું છે.(ઉ.૬-૯) સચોટ રીતથી સમજાવે છે. માનુષી
શરીરમાં રહેલા એવા મારી જે મૂઢ અવજ્ઞા કરે છે તે રાક્ષસી પ્રકૃતિના છે (૯-૧૨). તેવા જગતના નાશક શત્રુઓ ઉગ્નકર્મી થઈ જાય છે (૧–૯). આ હણ્યો ને આ હણીશ
એમ વર્તે છે. (૧૬-૧૪). તેવાઓ બાબા આદમ પછી હજરત નૂહ અશુચિનરકમાં પડે છે. (૧૬-૧૬). અને ક્રમપૂર્વક પછી મોટા પુરુષ તરીકે 'હજરત ઈબ્રાહીમ થાય છે, તેઓ પોતાની વહાલી ચીજ તરીકે પોતાના પુત્ર ઈસ્લાકને બાંધીને દહનીયાર્પણ .
તું જે કંઈ કરે, જે ભોગવે, જે યજ્ઞ તરીકે યજ્ઞવેદીમાં લાકડાં ઉપર મૂકયો ?'
કરે, જે આપે, જે તપસ્યા કરે તે બધું ને જેવો મારવા જાય છે કે તરત દેવદતે મને અર્પણ કર(૯-૨૬). કહ્યું કે બસ હવે તારી કસોટી થઈ ગઈ. તે તારી વહાલી ચીજ પણ મારાથી વધુ માની નથી. (ઉત્પત્તિ ૨૨મું પ્રકરણ)
(આ ઘટના બિલખાના સગાળશા શેઠના કેલૈયા પુત્રને ખાંડવાની એક સાધુરૂપ પ્રભુએ કરેલી કસોટીના જેવી કસોટી છે.) આની મતલબ સુંદર છે. પરંતુ ઈસ્લાકને બદલે ઈબ્રાહીમે ઘેટો પત્ર, પુષ્પ, ફળ, પાણી જે કાંઈ જોયો અને તેનું દેહનીયાર્પણ કર્યું. એ ભકિતથી આપે તે પ્રયત્નશાળી શ્રેયાર્થી ચીલો ચાલી રહ્યો છે. જો કે ઈસએ પોતે ભકતનું હું પ્રેમથી (સ્વીકારીને) જ પોતાનું બલિદાન આપ્યું. એટલે હવે આરોગું છું. (૯-૨૬) દેવને બલિ આપવાની જરૂર નથી એમ ખ્રિસ્ત પ્રજા માને છે. અને ઈસ્લામી ભાઈઓ તો ઈશ્વરને નિરાકાર માની એ બલિદાન કરતા નથી, છતાંય 'આગેસે ચલી આતી હૈ” ની પેઠે બકરી
Page #384
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૬૮૯
ઈદનો તહેવાર તેઓ આ રીતે જ ઊજવે છે તેનું મૂળ શું છે અને આજે રૂઢિએ કેવું અનિચ્છનીય રૂપ લીધું છે તે આ પરથી વાચક કળી શકશે.
ગીતાના યજ્ઞ વચ્ચે અને જૂના કરારના યજ્ઞ વચ્ચે સ્થૂળ રીતે ઘણો જ ફેર છે. યજ્ઞ ઉપર તો બન્ને ભાર આપે છે. ગીતા તો અયજ્ઞનું આ લોક કે પરલોકમાં સ્થાન જ નથી એમ કહે છે (૪-૩૧). યજ્ઞાર્થે કર્મ નથી કરાતાં ત્યાં જ લોકબંધન થાય છે (૪-૩૧), આચરેલું કર્મ વિલય પામે છે (૪-૨૩). પણ અન્નયજ્ઞ કરતાં ઈન્દ્રિયોમયજ્ઞ સારો છે. અને ઈન્દ્રિયહોમાદિ યજ્ઞ કરતાં જ્ઞાનયજ્ઞ સારો છે, એમ કહે છે (૪-૩૩). એટલે એ યજ્ઞનો સીધો અર્થ ધર્મમય પુરુષાર્થ અથવા અર્પણતા જ થાય છે.
મનુષ્ય એકદમ સંપૂર્ણ અર્પણતા કે ત્યાગ ન કરી શકે તે માટે આ યજ્ઞ અને ત્યાગનું પગથિયું છે. ગીતાના યજ્ઞમાં જૈન ધર્મની અહિંસાની સુંદર છાપ છે. એટલે વૈદિકશ્રુતિઓમાંથી જે બ્રાહ્મણો સપશુ યજ્ઞનો અર્થ કાઢે છે એમને તો ગીતાએ બોલતા બંધ કરી દીધા છે. ઉપરાંત વેદજ્ઞાની ખરો કોણ? તે સ્વરૂપ (૧૫-૧) બતાવ્યું છે. અને અર્જુનને વેદશ્રુતિઓની સ્વર્ગદાયકક્રિયાઓમાં ન ફસાતાં એ જાળમાંથી બહાર નીકળવાની ઠેર ઠેર પ્રેરણા આપી છે (૨-૪૨૪૬ તથા ૯-૨૦૨૧). કુરાને આ યજ્ઞને સ્થાને નિમાજ અને જકાતનું અને નવા કરારમાં પ્રાર્થના તથા સમર્પણાનું મહત્ત્વ સમજાવ્યું છે. જો કે મહાત્મા મોઝીસમુસા-ને જે કરાર મળ્યો છે તેમાં પણ પ્રથમ કરતાં તો વિકાસ નજરે પડે છે જ; જે નીચે બતાવેલ છે.
(સિવાય પર્વતના શિખર પર યહોવાહે હજરત મુસાને પહેલાના (શ્રીકૃષ્ણ ગુરુ પ્રભુભાવે કહે છે : ) જેવી બે શીલાપાટી ઉપર નવી મારામાં મન જોડ, મારો ભકત વાતો કરી છે તે આ :-)
થા, મને પૂજ, મને નમ, એમ મારામાં "યહોવાહ સિવાય બીજા દેવને ન માન.” પરાયણ થઈને આત્માને જોડીને તું "બીજા દેવનું નિવેદ્ય ન ખા." (નિર્ગમન મને પામીશ. (૯-૩૪) પ્રકરણ ૩૪-૧૪ અને ૧૫.).
(ધર્મમય) યજ્ઞની પ્રસાદી ખાઈને સંતો પાપથી છૂટે છે. (૩-૧૩).
Page #385
--------------------------------------------------------------------------
________________
૬૯૦
ગીતા દર્શન "તું પોતાને સારુ કોઈ દેવની ઢાળેલી હું અવ્યકત (અરૂપી) છું; છતાં મૂર્તિ ન બનાવ.” (૩૪-૧૭) મારા પરંભાવને ન જાણતા અબૂઝ
લોકો વ્યકતરૂપે માને છે (૭-૨૪). કામનાને આધીન થઈ બીજા દેવોને ભજે છે (૭-૨૦). પણ તે અલ્પ બુદ્ધિઓને અંતવાળું નજીવું ફળ મળે છે.
(૭-૨૩). આબીબ માસમાં સાત દિવસ સુધી યજ્ઞ, દાન અને તપક્રિયાને હું ન તું બે ખમીર (લૂખી) રોટલી ખા.” તજવા કહું છું; કારણ કે તે સમજુ (૩૪-૧૮).
લોકોના હૃદયની શુદ્ધિ કરે છે.
(૧૮-૫) મારી આગળ કોઈ ખાલી હાથે માત્ર પોતાના માટે પકાવે તે પાપી હાજર ન થાય'(૩૪-૨૦) પાપ ખાય છે(૩-૧૩) (ભલે છેવટે
કંઈક મૂકે પણ એકલા તો તે ઓઈ ન કરે.)
પ્રવૃત્તિ વેળા પ્રવૃત્તિ અને નિવૃત્તિ છ દિવસ ઉદ્યોગ કર, સાતમો વેળા નિવૃત્તિ એ વિવેક જાણે તે દિવસ આરામ લે' (૩૪-૧૧) (પહેલી સાત્વિકબદ્વિવાળા છે. (૧૮-૩૦) આજ્ઞાઓ આપેલી તે પૈકીની ઉપરના સતત જેઓ કામ રાગ બળથી પ્રવૃત્તિ કરતાં નવીન નીચે પ્રમાણે).
કર્યા કરે છે, કાં તો પ્રમાદી આળસુ રહે એમને આસુરી લોકો કહેવાય છે (૧૬-૭).
યત્નવંતા સિદ્ધોમાંથી કોઈ જ મને મારું વૃથા નામ ન લે, પણ મારી તત્વથી જાણે છે (૭-૩). જે મને આજ્ઞા પાળ. માત્ર મારું નામ લીધે તું તત્વથી જાણે છે (૭-૩) જે મને અનન્ય નિર્દોષ નહિ થાય.
ભાવે ભજે છે તે દોષી મહા પાપી હોય (નિર્ગમન : ૨૦-૮).
તો ય તેને સાધુ માનવો. (૯-૩૦) (મતલબ કે બીજી સાધના કરતાં ભકિત અથવા પ્રભુ આજ્ઞા એ મહાન છે.)
Page #386
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૯૧
પૂર.”
‘જેઓ મારો શ્વેષ કરે છે, તેમને જેઓ મારો ષ કરે છે તેમને વંશપરંપરા વેઠવું પડે છે. ને મારા આસુરી અશુભ યોનિમાં નાખું છું. ઉપર પ્રીતિ કરી આજ્ઞા પાળે છે, તેમની (૧૬-૧૯). જેઓ હમેશાં પ્રીતિપૂર્વક હજાર પેટી લગી હું દયા દર્શાવતો રહું મારામાં જોડાઈને ભજે છે તેઓના છું. (નિર્ગમન : ૨૦-૫).
ઉપર દયા લાવી અજ્ઞાનતિમિર ટાળું
છું. (૧૦: ૧૦-૪૧) તારાં માબાપનું સન્માન રાખ' દેવ, દ્વિજ વડીલ અને સુજ્ઞનું પૂજન (નિર્ગમન ૧૨)
એ શારીરિક તપ છે. (૧૭-૧૪) 'તું ખૂન ન કર.” વ્યભિચાર ન અહિંસા અને બ્રહ્મચર્ય એ કાયિક કર.” “ચોરી ન કર.”
તપ છે(૧૭-૧૪). 'તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન જેઓ જૂઠ આચરે છે તે અસુર છે.
(૧૭-૭). 'તારા પડોશીના ઘર પર લોભ કામ ક્રોઘ અને લોભ ત્રણે નરકદ્વારા ન રાખ.”
છે માટે ત્રણે તજવાં (૧૬-૨૧). (આ સિવાય હજરત મુસાએ કેટલાંક કશાય બદલાની આશા વગર વચનો કહ્યાં છે તે પુનર્નિયમપ્રકરણમાં નિરાસકત ભાવે કર્તવ્ય દાન સુપાત્રે
દેવાય. એ સાત્ત્વિક છે. (૧૭-૨૦). તું દર ત્રણ વર્ષે તારી ઉપજનો સર્વે ધર્મોન તજી મારે શરણે આવ, સર્વે દશાંશ કાઢી સુપાત્રે દાન કર. પાપોથી ઉગારી લઈશ.(૧૮-૬૬). (પુન.૧૪-૨૮). તમે રાજાઓ સામે સમતા પામીને યુદ્ધ કર તો પાપ નહિ લડતાં ડરશો મા. યહોવાહ તમારો લાગે (અ. ૨-૩૮). (પણ ગીતાની દેવ પડે તમારી પક્ષે યુદ્ધ કરે છે. વાત તો એ દષ્ટિએ છે કે ડરીને ભાગવું (પુન-નિ.પ્ર.૩-૨૨) (ઈઝરાયેલનો નહિ. બાકી પરાણે જે યુદ્ધ ઊભાં કરે તે રાજા યશ-વિજય અપાવે છે એમ તો રાક્ષસ જ ગણાય (જુઓ અ. ૧-૯). કરીને તેઓ એ પેટીને યુદ્ધની આગળ લઈ જતાં.).
* પડોશીનો અર્થ બીજો માણસ જ કરવો, મહાત્મા ટૉલ્સ્ટૉયને પણ આ અર્થ મંજુર છે. x ગુજરાતીમાં કહેવત છે કે 'મને ન હજો પણ મારા પડોશીને હજો.'
Page #387
--------------------------------------------------------------------------
________________
૬૯૨
તમે દેવનું નામ કયારે ય ન ભૂલો.
તમારાં બાળકોને પણ શીખવો કે યહોવાહે અમારા દેખતાં મિસર ૫૨, ફારૂન ૫૨ તથા તેના આખા ઘર પર ચિહ્નો તથા ચમત્કારો દેખાડયા.
અને અમને તે કાઢી લાવ્યો એટલા સારુ કે આપણા પિતૃઓ (યાકુબ, ઈસ્લાક અને ઈબ્રાહીમ) આગળ એણે સોગન ખાધા હતા કે 'હું તમને મિસર દેશ પાછો અપાવીશ. અને તમારો વંશવિસ્તાર વધારી આપીશ. દેશની સીમાઓ પણ વધારી આપીશ. (પુન.નિ. ૬ઠું)
માણસ ફકત રોટલીથી નથી જીવતો પણ યહોવાહના વચનથી જીવે છે. (પુન. ૮-૩) હું કેમ કરીને તને ક્ષમા કરી શકું ? તારા પુત્રોએ મારો ત્યાગ કરી ફંદા રચ્યા છે. (યર્કોયાહ ૫)
ગીતા દર્શન
જેઓ સતત નિરંતર મારું ચિંતન-ભજન કરે છે. તેમનાં યોગક્ષેમ હું નિર્વહું છું.(૯-૨૨)
★
જોકે એમના કહેવાનો આશય તો એ જ હશે કારણ કે માણસનોખોરાક રોટલી નથી, પણ દેવ વચનનું પાલન છે.તેમ તેઓ જ કહે છે.
આ પરથી પાઠક કળી શકશે કે સદાચારને માર્ગે પ્રે૨વા માટે ઉપલા લાલચો અને ભયો અપાયેલા છે; તેમજ ચમત્કારોની વાતો પણ કહેવાયેલી છે. શરૂઆતની ભૂમિકામાં દરેક ધર્મમાં આવી હકીકતો છે. ગીતાજીમાં પણ ચમત્કાર છે, ભય પણ છે. અને હું કરું છું. હું સર્વ છું એમ શ્રીકૃષ્ણ મહાત્માએ કહ્યું છે. છતાં છેવટે
ગીતાની આપેલી લાલચ સત્ય અને કર્તવ્યનિષ્ઠા ૫૨ હોવાથી જે એ દૃષ્ટિબિંદુ ચૂકે છે તેનાં યોગક્ષેમ વહન ક૨વાનું તેઓ ના ભણે છે. પણ યહોવાહ દેવે એ ખુલાસો બહુ સ્પષ્ટ કર્યો નથી.
'ગીતા પણ અગિયારમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણ શ૨ી૨માંથી અર્જુનને વિશ્વદર્શન બતાવે છે, પણ છેવટે આશ્ચર્ય પછી 'હું કાલ છું' લોક ક્ષય કરવા પ્રવૃત્ત થયો છું. એમ ભય પમાડીને અર્જુનના મુખે જ એમ બોલાવે છે કેઃ'તમારું માનુષી સૌમ્ય સ્વરૂપ જોઈને મને શાંતિ મળી. હવે હું આત્મભાનમાં આવ્યો.’ (૧૧-૫૧)
Page #388
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૯૩
એ પોતાનું ધ્યેય ચૂકતા નથી અને સકળ વૈભવો અને દુન્યવી અર્જુનને આધ્યાત્મિક માર્ગે વાળી લે છે. આકર્ષણોમાંથી ઉગારીને સન્માર્ગે એમણે પણ મહાભારતયુદ્ધમાં મદદ પ્રેરવા આથી જ ગીતા સમર્થ થાય છે.) કરી છે, પરંતુ જ્ઞાનની લગામ ચૂકયા ગીતા સ્પષ્ટ કહે છે કે કામ, રાગને વગર કરી છે. સૂક્ષ્મઅહિંસા અને વશ થઈ જેઓ પ્રવૃત્તિ કરે છે; તે સમતા ગીતામાં ડગલે ને પગલે છે. સત્યના ઈર્ષ્યાળુ હોય છે. તે રાક્ષસ છે, ઉપર જોયું તેમાં ધ્યેયની ચોખવટ ન અસર છે. તેમને ગીતા ગાન ગાવાનો હોવાને લીધે એ પ્રજાઓ યજ્ઞદહનીય- અધિકાર નથી. (અ.૧૮-૬૭). અર્પણતાને નામે નિર્દોષ પશુનો કચ્ચરઘાણ કાઢે છે. અથવા ખેતરના પાકને અભાવે જ્યાં માંસાહાર ન છૂટકે ક્ષમ્ય ગણ્યો છે; તેવા દેશને બદલે જે દેશમાં પુષ્કળ અનાજ છે ત્યાં માંસાહાર કરે છે. ખૂન ન કર’ એમ છડેચોક કહ્યું હોવા છતાં-અને મનુષ્ય એ તો દેવની પ્રતિમા છે, એમ જૂનાકરાર ઉત્પત્તિ પ્રકરણમાં(૬-૯) કહેલું હોવા છતાંનિર્દોષ માનવોનું ગેસના ગોળાઓથી યુદ્ધને બા'ને કાસળ કાઢતાં એમને ત્રાસ થતો નથી. અને આવાં નીતિ ને સિદ્ધાંતથી શૂન્ય અને માનવસંહારક યુદ્ધોના વિજય માટે પ્રભુને પ્રાર્થના કરતાં પણ શરમ નથી છૂટતી ! મૂર્તિ પૂજાની સખત મના હોવા છતાં ધનરૂપી મૂર્તિની પૂજા તેઓ પળવાર પણ કરવાનું ચૂકતા નથી, આથી જ ઈસુમહાત્માએ આ વિષે શાંત બળવો પોકાર્યો છે જે આગળ જોઈશું. *
હવે આપણે નવા કરારનાં વાકયો ટાંકીશું અને તેની નીચે કુરાનનાં વાકયો ટાંકીશું.
Page #389
--------------------------------------------------------------------------
________________
ગીતા દર્શન
નવા કરારમાં ધર્મક્રાન્તિ એટલે જૂનાનું સંસ્કરણ સુધારો-વધારો-સાંપડે છે. એ જાતે જ ઈસુવચનો વાંચવાથી એનો ખ્યાલ આવશે; પરંતુ ગીતાનો ધ્વનિ તો એથી પણ વિશાળ દેખાય છે.
૯૪
હું નિયમ શાસ્ત્ર....ની વાતોનો નાશ કરવા નહિ; પણ એમને પૂર્ણ કરવા આવ્યો છું. (માત્થી ૫-૧૭)
જેઓ નમ્ર છે, તેઓને ધન્ય છે. (મા. થી ૫-૫)
દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ (અ. ૧૬મો). દયા પામશે.’ (મા. ૫-૭)
(તમારા વૈરીઓ ઉ૫૨ વૈર કરવાનું જૂના ક૨ા૨માં કહેવાયું હતું પણ હું કહું છું કે ) વૈરીઓ પ૨ પણ પ્રીતિ કરો અને જેઓ પૂંઠે લાગે છે, તેમને માટે (પણ તેઓ સુખી થાય તેવી) પ્રાર્થના કરો.(મા. ૫-૪૩)
તારા ડાબા ગાલ પર તમાચો મારે તો જમણો ધર (મા. ૫-૩૯).
(ખૂન ન કર . એમ અગાઉ કહેવાયું હતું પણ હું તો કહું છું કે - ) ક્રોધ કરે છે તે પણ અપરાધી છે.(મા. ૫-૨૧-૨૨)
જેની પાસે બે અંગરખાં છે તે; જેની પાસે એક પણ નથી તેને એક આપે, જ ની પાસે ખાવાનું હોય તે પણ તેમ કરે, (લુક. ૩-૧૧)
તું દાન દે ધર્મ કૃત્ય કરે તે ગુપ્ત રાખ. તારો જમણો હાથ કરે તે ડાબો ન જાણે.
દુષ્ટતાના વિનાશાથે અને સાધુતાના રક્ષણાર્થે હું આવું છું (૪૮), નમ્રતા, ભૂતદયા આદિ દૈવી સંપત્તિનાં લક્ષણો છે, તેવો દૈવી સંપત્તિમાન મોક્ષનો અધિકારી છે
(મા. ૬-૧ થી ૩)
જેઓ સર્વ ભૂતો ૫૨ નિર્દેરી છે તે મને પામે છે. (૧૧-૫૫)
મિત્ર અને દ્વેષી બન્ને તરફ સમભાવ રાખે છે તે જ વિશિષ્ટ પુરુષ છે (૬-૯).
ક્ષમા એ ભકતનું ઉત્તમ લક્ષણ છે. (૧૨-૧૩)
ક્રોધ એ અસુરનું લક્ષણ છે. નરકનું દ્વાર છે. (૧૬-૪ તથા ૧૬-૨૧)
સાત્ત્વિક દાન ઉત્તમદાન છે અને તે કર્તવ્ય માનીને ફળ તથા આસકિત રહિત થવું જોઈએ. (૧૭-૨૦)
જે દાન કામના કે નામનાની આશાએ થાય છે તે રાજસી (હલકું) દાન ગણાય છે. (૧૭-૨૧)
Page #390
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકઠું ન કરો. પણ આકાશ સારુ દ્રવ્ય એકઠું કરો. (મતલબ કે પરમાર્થ કરો સ્વાર્થ નહિ.) (મા. ૬ : ૧૯-૨૦)
(વ્યભિચાર કરવાની મનાઈ) જૂના કરારમાં હતી પણ હું કહું છું:) મનથી પણ વ્યભિચાર કરે તે ગુનેગાર છે. ખોટી નજર કરનારે આંખ ફેંકી દેવી કે જેથી એક અંગનો જ નાશ થાય આત્મા -નો નહિ ! (મા. ૫-૨૭-૨૯ થી)
અમે શું ખાઈએ ? અથવા શું પીઈએ અથવા શું પહેરીએ એ ચિંતા ન કરો (મા. ૬-૩૧) પણ તમે પ્રભુના ન્યાયીપણાની ચિંતા કરો તો બધાં વાનાં તમને મળશે. (મા. ૬-૩૩)
ઓ ઢોંગી ! તું પોતાની આંખમાં ભારોટિયો છે, તેને કાઢ પછી બીજાની આંખનું તણખલું કાઢવા જજે (મતલબ કે, પહેલાં તું સુધર).(માત્થી ૭-૫)
તમે હૃદયપૂર્વક પ્રભુને પ્રાર્થના કરો કે, અમારી રોટલી રોજ રોજ અમને આપો (સંગ્રહ ન કરો) અને અમારાં પાપ માફ કરો અમે પણ બીજાને માફી આપીશું. (લુક૦ ૧૧: ૨-૪ થી)
શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી શકતા નથી, તેઓથી ન બ્લીઓ પણ આત્મા અને શરીર બન્નેનો નાશ કરનારાથી વ્હીઓ. (મા. ૧૦-૨૮)
૯૫
લોક સંગ્રહાર્થની દષ્ટ રાખી કર્તવ્યકર્મ બજાવવું યોગ્ય છે. (૩-૨૦)
પોતાના અપાર લોભ ખાતર પ્રવૃત્તિ ક૨ના૨ા રજોગુણીઓ સંસારમાં ભમે છે. (૧૪-૧૨ ને ૧૫)
અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ સારુ વિરાગી પુરુષો બ્રહ્મચર્યને માર્ગે જાય છે. (૮-૧૧)
જેઓ સતત નિરંતર મારું ચિંતન ભજન કરે છે તેમનો યોગ ક્ષેમ હું નિર્વહું છું. (૯-૨૨)
જે દંભી ક્રિયા કરે છે, તે આસુરી નિશ્ચયવાળા આત્મા અને શરીર બન્નેનો વિનાશ કરે છે. (૧૭-૬) તેઓ પોતે જ નરકમાં પડે છે. (૧૬-૧૬)
(ત્યાં બીજાને કેમ ઉગારી શકે ? સતત જે ખરા હૃદયે જ્ઞાનીની પ્રાર્થના કરે છે, તે પાપી પણ તરી જાય છે. (૪-૩૪)
જ્ઞાન અને વિજ્ઞાનના નાશક પાપી એવા કામ રૂપ શત્રુને મા૨, એ જ ખરો શત્રુ છે. (૩ : ૪૧-૪૩)
Page #391
--------------------------------------------------------------------------
________________
૬૯૬
ગીતા દર્શન તમારો કોઈ દેષ કરે, છતાં મારા જે રાગ દ્વેષ (કયાંય) કરતો નથી તે નામને સારુ છેષ ન કરતાં અંત સુધી અંતે બંધનથી મુકત છે. (પ-૩) સહન કરશો, તો તારણ પામશો. (મા. ૧૦-૨૨).
તમારામાં અજવાળું છે તે રખે તમારા અંતરના જ્ઞાનમાં કામ, અજ્ઞાન અંધારું થાય માટે સાવધાન રહો. (લુક. રૂપી અંધારું કરી દે છે, માટે તેનો નાશ ૧૧-૩૫).
કરી સતત યોગ યુકત રહો.
(૩-૩૯-૪૩) આ રીતે ઈસુવચનોમાં આપણે ક્ષમા ભારોભાર જોઈએ છીએ. કોર્ટો સામે પડકાર કરી એમણે કહ્યું ખૂનનો બદલો ખૂનથી નહિ. કારણ કે ખૂની કંઈ એનું ખૂન થવાથી સુધરી જતો નથી, પણ એ ખૂનીએ પોતે ખૂન કર્યું છે તેણે માનવતાના સહજ કરારનો ભંગ કર્યો છે; એમ એને ભાન થઈને પાપનો પસ્તાવો થાય તેવી દશા કરવી તો જ તે ખૂની સુધરશે.” અને એ એમણે જીવનમાં આચરી પણ બતાવ્યું છે.
ઉપલા ધર્મ સંસ્કરણને સારુ અંધધર્મઝનૂનીઓએ વધસ્તંભે એમને જડી દીધા છતાં એમનો અણુ પણ ક્રોધવશ ન થયો. ગીતાની સમત્વ ભૂમિકાનું એ ઉત્કટ પ્રમાણ છે. ગીતા તો એવા સમત્વની પરાકાષ્ઠાવાળા મોક્ષ સુધી આગળ જાય છે.
“ઈસુ; બકરાના તથા વાછરડાના માત્ર કોઈ યજ્ઞ, કોઈ વેદ, કોઈ રકતથી નહિ પણ પોતાના જ રકતથી ત૫, કોઈ દાન કે કોઈ પ્રવૃત્તિ (માણસોને સારુ) સનાતન ઉદ્ધાર મેળ પ્રભુદર્શન કરાવી શકતી નથી પણ વીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ હૃદયનું ભકિતપૂર્વકનું સદાચરણ જ વખત ગયા હતા. (૯-૧૨) પ્રભુદર્શન કરાવે છે. (૧૧-૫૩-૫૪)
“કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રકત; પાપો દૂર કરવા સમર્થ નથી.” (૧૦-૪)
સારી વસ્તુઓ થવાની હતી તેની જેઓ વેદોકત યજ્ઞ અને કર્મકાંડમાં જ પ્રતિછાયા (જૂના કરાર) નિયમ માત્ર રચ્યા પચ્યા રહે છે. તેઓ શાસ્ત્રમાં છે ખરી; પણ તે વસ્તુઓની સંસારમાં જ ભમે છે. માટે ત્રગણ્ય ખરી પ્રતિમાઓ ખરો આત્મા) તેઓમાં વેદથી પર થા. (૨-૪૨ થી ૪૬).
Page #392
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૯૭
નહોતી, માટે જે એકના એક યજ્ઞો વર્ષો-વર્ષ તેઓ હમેશ કરતા હતા તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને (જૂના કરાર રૂપ) નિયમ શાસ્ત્ર, કદી સમર્થ નહોતું જો એમ હોત, તો યજ્ઞ કરવાનું શું (તે કાળે જ બંધ ન થાત ?) (૧૦-૧-૨).
આમ ઈસુ મહાત્માએ યજ્ઞમાં હોમાતા નિર્દોષ પશુઓને બચાવ્યાં અને જે યુદ્ધનું મૂળ; ધન, સ્ત્રી કે સત્તા હોય તે યુદ્ધ જ કરવાનો નિષેધ કર્યો. તાલેવંતને માટે તો સોયના નાકામાંથી સો ઊંટ જાય તો ય સ્વર્ગ સુલભ નથી એમ બતાવી ગરીબાઈનો અને અસંગ્રહનો મહિમા ગાયો. પોતે બ્રહ્મચારી રહ્યા અને માનસિક, વાચિક કાયિક બ્રહ્મચર્યને પસંદ કર્યું. શ્રદ્ધા, સવર્તન અને અર્પણતાથી પ્રેરણારૂપ પ્રભુ મળે છે એમ શીખવ્યું. યહૂદીઓ સપ્તાહમાં શનિવારે રજા પાળે છે. ખ્રિસ્તીઓ રવિવારે પાળે છે અને ઈસ્લામીઓ શુક્રવારે પાળે છે.
આટલું જોયા પછી હવે કુરાનમાં આથી વિશેષ ઊંડું તત્ત્વજ્ઞાન જોવા નહિ મળે એટલે નવા કરારની વાણી આગળ કુરાનની વાણી એ રીતે તો સામાન્ય દેખાશે.
પણ કુરાનની વાણીમાં એક અદ્ભુતતા એ જરૂર છે કે અરબસ્તાનના એમના કાળના આરબો કે જેઓ પથ્થર તેટલા દેવ માની લાલસાપૂર્તિ માટે ઘેટાં બકરાં અને માણસોને પણ ચડાવતા હતા. એકવચનીપણાની તેમને કિંમત જ ન હતી. માણસોને વેચાતા લેવા અને ગુલામ રાખવા, એ બૂરી પ્રથા ઠેઠ જૂનાકરારના કાળથી (પુનર્નિયમ ૨૩-૧૫) ચાલુ હતી; ગમે તેટલી સ્ત્રીઓ પ્રત્યે સ્વેચ્છાચાર અને દુરાચાર ખેલાતો હતો. જુગાર અને દારૂની બદી પણ જોરપૂર્વક ચાલુ હતી; તે સામે પ્રબળ આંદોલનો જગાવ્યાં અને ફતેહ મેળવી. તથા વ્યાજ ન લેવાનો જૂના કરારમાં (૨૩-૧૯) કાયદો હતો તે મજબૂત કર્યો. એકેશ્વરવાદ ઉપર ઈમાન કરાવ્યું અને આરબોને નમાજ પઢતા, હજ કરતા અને ઈમાનદારીમાં માનતા બનાવી સદાચારને માર્ગે વાળ્યા. દાસ-માલિક વચ્ચેનો ભેદભાવ છોડાવી રોટી, બેટી વ્યવહારમાં એકતા સ્થપાવી. ત્યાં જ હજરત મોહમ્મદ સાહેબની ખરી ખૂબી છે. કુરાનમાં સામાજિક બાબતોને ઝીણવટથી છણી તે લોકોના તે કાળનાં તે ક્ષેત્રનાં માનસને જોઈને સંસ્કાર અપાયા છે; એ કુરાનની ખાસ લાક્ષણિક
Page #393
--------------------------------------------------------------------------
________________
૯
ગીતા દર્શન
વિશિષ્ટતા છે. હિંદુસ્મૃતિશાસ્ત્રોમાં તો એ વ્યવસ્થા પ્રથમથી જ છે. બાકી ધર્મયુદ્ધમાં તેને લેવો પડેલો સશસ્ત્ર ભાગ તથા ન છૂટકે માંસની આપેલી છૂટનો દુરુપયોગ થયો છે. પોતે ઈસુ મહાત્માની જેમ બ્રહ્મચારી નથી રહ્યા, પણ અનેકપત્નીઓ કરી છે; છતાં બ્રહ્મચર્ય એમને પ્રિય તો હતું જ. એમને યુદ્ધજન્ય હિંસાનો પસ્તાવો જ હતો. એમનામાં પ્રમાણિકપણું, રહેમ અને શ્રદ્ધા એ ગુણ ખાસ ઉચ્ચ કોટીના છે.
તેઓ (હજરત મોહમ્મદ પયગંબર સાહેબ) સાંઢણીનું દૂધ, જવની રોટી અને ખજૂર ખાતા. ખજૂરનો અને અનાજનો ખોરાક એમણે સર્વોત્તમ ગણાવ્યો છે. કુરાનમાં પણ એ ઉલ્લેખો છે. જે નીચે જોઈશું. હજમાં કરેલી શિકારની મનાઈ અને દાતણની સળી પણ વિશેષ દિવસ ચલાવવાની પળાતી ક્રિયા પ્રાણીદયા તરફ એમનું વલણ હતું, એની સાક્ષી પૂરે છે. તેઓ કોઈને પરાણે ધર્માતર કરાવવામાં માનતા જ નહિ; એવું કુરાન બોલે છે. કયામતના દિવસનાં ભય અને લાલચ એ કુરાનનું મધ્યબિંદુ છે. સામાન્ય ભૂમિકામાં આવાં ભય અને લાલચો દષ્ટિબિંદુ શુદ્ધ હોય તો પથ્ય નીવડે છે.
આ સિવાય એ પ્રજાને સમજાવવાનો-ઉપાય નહિ હોય, ગીતાએ સીધેસીપાં ભય કે લાલચ બતાવ્યાં નથી, પણ દષ્ટિ એવી આપી છે કે જેથી આપમેળે લોકો પાપથી ડરે અને ધર્મ તરફ હૃદયપૂર્વક પ્રેરાય. અહીં જ ગીતાની વિશેષતા છે. આવું જ તત્ત્વજ્ઞાન અને આચારાનું ઊંડાણ જૈન સૂત્રોમાં દેખાય છે કે જેનું સંક્ષેપથી વર્ણન તો ગીતામાં છે જ.
સર્વ ભૂતોનો અબી વિઝ અને કરુણાળુ હોય (૧૨-૧૩) સમભાવી અને સરંભ (હિંસામય કર્મ નો પરિત્યાગી હોય તે ગુણાતીત ગણાય. (૧૪-૨૫)
૧. ઈસુના પિતાનું નામ યુસુફ, માતાનું નામ મરિયમ, રૂસલામમાં એમના અનુયાયીનો એમને દેવપુત્ર કહેછે. કુરાનમાં એમનું સન્માન છે. ઈસ્લામી ભાઈઓ તેમને હજરત નૂહ, હજરત ઈબ્રાહીમ અને હજરત મુસા (હજરત મુસાને સિનાય ધવત પર યહોવાહદેવ પાસેથી જ્ઞાન મળ્યું હતું) પછીના ચોથા પયગંબર તરીકે સ્વીકારે છે.
૨. હજરત મહમ્મદ પયગંબરના પિતાનું નામ અબ્દુલા, સાંજનાનું નામ આપના હાલમ ન(મની ધાવમાતાએ એમને ઉછેરેલા ગર્ભમાં હતા ત્યારે જ એમને પિતાનો વિરહ થયો. માંના પરા : વ. માં પરવાર્યા; તેથી બનીહાસ નામના એમના વડા પિતા અને કાકાને આ સમય છર્યા. નાની પ . . . . એકાંતમાં કરવાનો રસ એમને હતો.
Page #394
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
દારૂ અને જુગાર વડે શેતાન તમારામાં કુબુદ્ધિ પેદા કરી તમને પ્રભુ સ્મરણથી તથા નમાજથી અટકાવવા માગે છે, પણ તમે તેને વશ થતા નહિ.’ (કુ. ૫-૯૧)
ઐહિક વસ્તુ પડી રહેશે, ખુદાનું નામ માત્ર બાકી રહેશે.’ (કુ. ૧૬-૯૬).
'ઓ મુસલમાનો ! મર્યાદા બહાર ન જશો. મર્યાદા બહાર જનારને પરમેશ્વર પસંદ કરતો નથી. (કુ. ૫-૮૭)
હલાલને બદલે હરામની રોજી લેશો તો પ્રાયશ્ચિત આવશે.' (કુ. ૫-૮૯)
'ઈમાન એક રાખો તમારામાંથી જે લોકોએ વિશ્વાસ રાખ્યો છે, તેમને માટે (પ્રભુની) સર્વોપરી દયા છે.’ (કુ. અ. ૯)
'સ્ત્રી હો કે પુરુષ હો; જે સારાં કામ કરે તેને સારાં કામનો બદલો આ લોકને પરલોકમાં મળશે.' (કુ. ૧૬-૯૭)
લુકમાન નામના પ્રસિદ્ધ તત્ત્વજ્ઞાનીએ પોતાના પુત્રને કહ્યું : 'હે મારા પુત્ર નમાજ પઢજે.'
૯૯
અમેઘ્ય ખાણાં પીણાં લેનાર (૧ ૮-૧૦) ને જૂઠને માર્ગે ચાલનારા તામસ લોકો આસુરી પ્રકૃતિના બને છે. ને તેથી તે પવિત્રતા સદાચાર કે સત્ય નથી પાળી શકતા. (૧૬-૭,૮).
લોકોને સારાં કામ કરવાનું કહેજે, બૂરાં કામની મના કરજે.
ભૌતિક પદાર્થ માત્ર વિનાશી છે, અવિનાશી એવા પ્રભુથી એ ભિન્ન છે. (૧૫-૧૬)
જે આત્મયુકત છે, તે પ્રભુમાં રહેલી શાંતિ પામે છે. (-૧૫)
ત્યાગનો ભાગ દીધા વિના અણહકના ખાનારનું જીવન વૃથા છે, તે પાપ જ ખાય છે. (૩-૧૩, ૧૬)
આ યોગે એકનિષ્ઠ બુદ્ધિ જોઈએ. (૨-૪૧)
જે શ્રદ્ધાળુ જ્ઞાન પામી સંયમી થાય છે; તે પ શાંતિ પામે છે. (૪-૩૯)
મારાં આશ્ચિત સ્ત્રી કે પુરુષ ગમે તે હો પરંગતિ પામે છે. (૯-૩૩)
(શ્રીકૃષ્ણ ગુરુદેવ અર્જુનને ઉદ્દેશીને કહે છે )
હૃદયમાં રહેલા ઈશ્વરને શરણે સર્વભાવે જજે; તો તેના પ્રસાદે પ શાંતિ અને શાશ્વત પદ પામીશ. (૧
*૮-૬૨)
નિયત કર્મ ક૨, અકર્મ કરતાં કર્મ શ્રેષ્ઠ છે. (૩-૮)
Page #395
--------------------------------------------------------------------------
________________
૭૦૦
ગીતા દર્શન
વિદ્વાને સત્ કર્મ આચરીને પોતાને
માર્ગે અજ્ઞાનીઓને પ્રેરવા (૩-ર) જે કંઈ તારા પર (સત્ય ખાતર) વીતે તે ટાટું, ઊનું, સુખ, દુઃખ એવાં દ્રો સહન કર. (કુ. ૩૧-૧૭) દેનારા માત્રાસ્પર્શી અનિત્ય છે,
આવજા કર્યા જ કરે છે, તે બધાને તું
સહી લે. (૨-૧૪) (લોકો તરફ પરોપકાર કરતી વેળા) દંભ, દર્પ, અભિમાન, ક્રોધ. તારું મુખ મરડતો નહિ, જમીન પર કઠોરપણું અને અજ્ઞાન એ આસુરી ઍટમાં ચાલતો નહિ પ્રભુ એટલા સંપત્તિનાં લક્ષણો છે. આસુરી સંપત્તિ ખાતર જ શેખીખોરને પસંદ કરતો બંધનપ્રદ છે. (૧૬-૪, ૫) નથી. (કુ. ૩૧-૧૮)
“તારા ચાલવામાં મધ્યમ રહેજે યુકત આહાર, યુકત વિહાર અને અને નમ્ર સ્વરે બોલજે.' (કુ. યુકત વ્યાપારવાળાનો યોગ દુઃખ હારક ૩૧-૧૯)
છે. (૬-૧૭) તું તારા માબાપનું કહ્યું માનજે. વડીલની પૂજા એ પણ શારીરિક પણ જો તારાં માબાપ ઈશ્વરઆજ્ઞા તપ છે (૧૭-૧૪). વિરુદ્ધ વર્તવા કહે તો ત્યાં તેમનું કહ્યું (છતાં) કાર્યાકાર્યની મૂંઝવણ થાય માનતો નહિ.” (કુ. ૩૧-૧૪, ૧૫) ત્યાં શાસ્ત્રને તારે પ્રમાણ તરીકે રાખવું.
(૧૬-૨૪).
ૐ તત સત્ એ ત્રણ બ્રહ્મના ત્રિવિધ નિર્દેશ છે; એ દ્વારા જ વેદાદિ શાસ્ત્ર વિહિત છે. (૧૭-૨૩)
(મતલબ કે અંતરનો નાદ જો સત્ય પંથે લઈ જતો હોય તો તેને અથવા નિઃસ્પૃહી સદ્દગુરુને અને છેવટે સતુ શાસ્ત્રોને આધારે જવું, પરંતુ પોતાના સ્વચ્છેદે કે સ્નેહીના સ્વાર્થના કથન તરફ દોરાઈ જવું નહિ.
Page #396
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
(વળી કુરાનમાં કહ્યું છે કે ) 'જો તમે પરમેશ્વરને ખુશદિલથી કરજ આપશો તો તે તમને બમણું આપશે. કારણ કે તે કદરદાન અને કૃપાર્ક છે. (કુ. ૬૪-૧૭)
(તમે કામવાસનાની તૃપ્તિ માટે નહિ) પણ લગ્નબંધનમાં જોડાવા માટે દ્રવ્ય ઈચ્છી શકો છો. (મતલબ કે ભોગવિલાસ માટે ગૃહસ્થાશ્રમ કે ગૃહસ્થાશ્રમને લગતાં સાધનો ન હોવાં જોઈએ. (કુ. ૪-૨૪)
કયામતના દિવસે સર્વ લોકોને જીવતા કરાશે. તે કયામતનો દહાડો એટલા માટે માત્ર નથી કે માણસ; પાપ કરે. પરંતુ પાપથી ડરીને પાછો ફરે એટલા માટે છે ; કારણ કે તે દહાડે તેને પાપ બદલ ત્યાં શિક્ષા થશે આથી જ પાપી કયામતના દિવસને માનતો નથી કારણ કે તેને પાપ કરવામાં અટકાયત થાય. (કુ. અ. ૭૫)
(ધર્મવર્ણન નામના ગ્રંથમાં નજ્જાસી બાદશાહના સાંનિઘ્યમાં પયગંબરે બોલેલાં સૂકતો આ છે ઃ એક ખુદા પૂજો’ 'સત્ય આચરો’
કોઈની થાપણ ન પચાવો' પડોશી હક જાળવો'
ઈશ્વરની બંદગી કરો’
'સ્ત્રી સન્માન જાળવો'
૭૦૧
દેવોને ભાવો તો તે તમને ભાવશે (૩-૧૧)
ધર્મથી અવિરોધી એવો એટલે કે ધર્મ લક્ષી કામ હું છું. (૭-૧૧).
(મતલબ કે ગૃહસ્થાશ્રમનો આદર્શ પણ સંયમલક્ષી હોવો જોઈએ)
(ગીતા કયામતને માટે વાટ જોવાનું બોલતી નથી; એ તો કહે છે કે આસુરી અને પાપીજનોને અશુભયોનિ અને પુણ્યશાળીને સ્વર્ગીયયોનિ મળે છે મતલબ કે ) ગુણાસિકત જ સત્ કે અસત્ યોનિના જન્મનું કારણ છે. (૧૩-૨૧)
અનન્યયોગે અવ્યભિચારિણી પ્રભુભકિત, પવિત્રતા, પુત્ર, સ્ત્રી, આદિમાં અનાસકિત, અહિંસા વગેરે જ્ઞાન છે. (૧૩-૭ થી ૧૧)
ભૂતદયા, એ દૈવી સંપત્તિનું એક લક્ષણ છે. (૧૬-૨) દૈવી સંપત્તિ, એ મોક્ષનું કારણ છે. (૧૬-૫)
Page #397
--------------------------------------------------------------------------
________________
૭૦૨
ગીતા દર્શન
પવિત્ર રહો” ‘રમ કરો”
ગુલામો ખુદાના બંદા છે. એમને છૂટા કરવા જેવું એકે ખુદાની પસંદગીનું બીજું કાર્ય નથી.
(આ પરથી નેકી અને રહેમનો ખ્યાલ આવી જ રહે છે. આપણે ઉપર કહ્યું તેમ ઘર્મયુદ્ધ અને ન છૂટકે માંસાહારની વાતોને લીધે કેટલાક ભાઈઓ ઈસ્લામને માનવ દયા સુધી અને તેમાં પણ શેઠ” પ્રતિ શાઠય” સુધી જ ગયેલો માને છે. પણ જો તેમ હોય તો વિશ્વપ્રચારનો કુરાનનો દાવો ખોટો પડી જાય છે. એટલે એમ જ માનવું ઘટે છે તે કાળના આરબોની દશાને કારણે એમને જેહાદ”-ધર્મયુદ્ધની વાતો કહેવી અને આચરવી પડી છે. પણ એ કંઈ એમનું ધ્યેય નહોતું. આ રીતે ઈસુની ઉદાત્ત ક્ષમા આગળ હજરત મોહમ્મદનું ખેંબર, તાબુક ઈત્યાદિ સ્થળે થયેલ ધર્મેયુદ્ધ પણ નીચલા દરજ્જાનું બની રહે છે.) | ('કાફર' એટલે નાસ્તિક. તેના સંબંધમાં કુરાનની કસોટીએ તો ઈમાનદાર' હોવાનો દાવો કરવા તત્પર થનાર પણ ઉપલાં વર્તનની પરીક્ષામાં પાસ નહિ થાય, તો, તે પણ માત્ર ઈસ્લામનો જામો પહેરવાથી “ઈમાનદાર' નહિ ગણાય. અને એ જામો નહિ પહેરનાર, પણ જો ઈસ્લામનાં ઉપલાં વર્તને વર્તતો હશે તો તે આસ્તિક જ ઠરશે.)
(કુરાને શરીફને વટાળ વૃત્તિ તો જરાય પસંદ નથી. જ્યારે યહૂદીઓ અને ખ્રિસ્તીઓ ઈસ્લામીઓને પોતાના પંથમાં ખેંચવા મથતા, તે વખતે કુરાને સરસ જવાબ આપ્યો છે.)
ફિતુર કરવું એ કતલ કરતાં પણ ક્રોધથી સંમોહ થઈને, સંમોહથી ભયંકર છે. (કુ. ૨-૨૦૧૭)
સ્મૃતિભ્રંશ થઈને, સ્મૃતિભ્રંશથી શા માટે તમે પરમેશ્વરના બુદ્ધિનાશ થઈને આત્માપાત થાય છે. સંબંધમાં અમારી સાથે લડો છો? અને (૨-૩) ખરું જોતાં તે જ અમારો ને તમારો
Sી (દેહપાત કરતાં આત્મપાત તો પાલન કર્તા છે. અમને અમારાં કર્મ
કે ભયંકર હોય જ કારણ કે) દેહો નશ્વર
છે, આત્મા નિત્ય છે. (૨-૧૮) અને તમને તમારા કર્મ”
(અર્જુન પોતે જ કહે છે : - કે ચરાચર લોકનો પિતા તું જ એક છો.
Page #398
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
અમે તો પ્રભુ અને કુરાન ૫૨ વિશ્વાસ રાખ્યો છે, એટલું જ નહિ બલકે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્લાક તથા યાકૂબ અને મુસા તથા ઈસાને જે પુસ્તકો મળ્યાં છે; તે ૫૨ પણ વિશ્વાસ રાખ્યો છે. અમે એ પયગંબરો પૈકી કોઈ એક વચ્ચે પણ ભેદભાવ રાખતા નથી.
(તેઓ સર્વે પ્રભુના કાસદ જ હતા. અમે એ પ્રભુની આજ્ઞાને આધીન છીએ’ (કુ. ૨-૧૩૬).
(સહુ સહુને પોતાનો ધર્મ પાળવા દેવાની ઈચ્છા આમાં સાફ જણાઈ આવે છે.)
૭૦૩
(૧૧-૪૩)
પોતે પોતાના કર્મમાં રકત સાધક સંસિદ્ધિ મેળવે છે. (૧૮-૪૫)
આ પરથી હવે સમજાયું જ હશે કે ખેરિયાત, મહેર, ભ્રાતૃભાવ, બંદગી એ ઈસ્લામધર્મનો સાર છે.
અહીં 'અવસ્તા' માજદયસ્ની અથવા હિંદના પારસી લોકો જેમને પવિત્ર શાસ્ત્ર તરીકે માને છે; અને જે શાસ્ત્રમાં અશો જરથુષ્ટ્ર મહાત્માને મળેલી પ્રેરણાઓ પણ છે. તે ટૂંકાણમાં મૂકી તેની સામે પણ ગીતાવચનો આપણે ટાંકીશું.
આ માજદયસ્ની જ્ઞાનીઓના ધર્મમાં પણ અહુરમજદને મુખ્ય પ્રભુ માનવામાં આવેલ છે, અને બીજી દૈવી શકિતઓ અને એના અધિષ્ઠાતા દેવો તથા શેતાની- રાક્ષસી શક્તિઓ અને એના અધિષ્ઠાતા શેતાનો પણ કલ્પના છે.
પવિત્રતા, પ્રમાણિકપણું અને સેવકપણું એવા ત્રણ અર્થ જે અશોઈના થાય છે, તે જેની પાસે છે તે પરમ સુખી છે, (અષેમવોહ્)(અહુરમજદના ક્લામ.) અહુરમજદ સૌથી મોટા દેવ છે અને એની નીચે સૌ દુન્યવી કામ કરે છે,
પવિત્રતા અને પરોપકાર એ માજદયરની ધર્મનો સાર છે, જે નીચેના વાકયોમાં દેખાશે :
'સ્વધર્મ વિગુણો પણ સારો’
(૧૮-૪૭) નિર્દોષતા એ બ્રહ્મનું વિશેષણ છે. (૫-૧૯)
બ્રહ્મ એ જ ઐકાંતિક સુખની પ્રતિષ્ઠા છે. (૧૪-૨૭)
Page #399
--------------------------------------------------------------------------
________________
૭૦૪
ગીતા દર્શન
ઓ દાદાર હોરમજદ ! (એટલે કે આ વિજ્ઞાન સહિત આત્મજ્ઞાન ખલકતનો પેદા કરનાર અથવા પવિત્ર છે, અવિનાશી છે. એની શ્રદ્ધા હસ્તીવાળા દરેક પદાર્થનો સાહેબ) ! ન કરનાર સંસાર ભ્રમણ કરે છે. (૯-૧
થી ૩) હું જરથોસ્તી છું. માજદયસ્ની છું એક દીન (ધર્મ પર યકીન લાવનાર તરીકે થવાને હું પસંદ કરું છું નેક વિચારેલા વિચારને હું વખાણું છું. નેક બોલેલા બોલને હું વખાણું છું, નેક કીધેલાં કામને હું વખાણું છું
આ દીન ધર્મ ઝઘડો મટાડનાર આ સમત્વયુકત યોગમાં પ્રત્યવાય છે જ હથિયાર છોડાવનાર છે.”
નહિ, સ્વલ્પ પણ ધર્મનું પાલન; "જસ મે અવંધ હે” માંથી મહાભયથી ઉગારી લે છે. (૨-૪૦) "હોરમજૂદ કે જેણે જાનવર તથા અનાજ પેદા કીધાં, તથા આસમાનની રોશનીઓ તથા જમીન આદિ તમામ બનાવટ પેદા કીધી; તેને અમો યાદ કરીએ છીએ.”
બ્રનામ યજ દે' માંથી
જે અંધારાની સામે થવા માટે અંધકારવાળા દેવો, જાદુગરો; પરીઓ વગેરે સામે થવા માટે ઘોડાવાળા, ખોરશેદ”ને ઈજે છે (પૂજે છે-યજ્ઞ કરે છે) તે તમામ મીનો તથા
"ખોરશેદની આ એશ મા બાએની (૧૪) ગેતીના ઈન્દોને ખૂશ કરે છે.”
Page #400
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
૭૦૫
બહોળા ખેતરવાળા હજાર કાનવાળા ખોરશેદને વખાણું છું (ખોરશેદની આએશમાંથી (૧૬)
જે કોઈ આરાધનામાં ભલો છે અને પવિત્ર છે, તે તેમ હોવાને લીધે હોરમજદ પોતે છે તેવાં પુરુષ કે સ્ત્રીને અમે સ્તવીએ છીએ.”
(ખોરશેદની આએશ) (૧૬)
'દાદર હોરમજદને ખુશાલ કરવાને તેમની તરફના પાક કરનાર આતશની આરાધના કરું?
"આતશની આએશ’
નીસ્તઝંદ ખૂરોને જાનવર જૂચનીન અસ્ત દીને ઝરદુસ્તનેદુ (પારસીશાહનામાં)
(જાનવરને પણ બચાવવાં જોઈએ, એમ ઉપરની બે ટૂંક કહે છે.)
શ્રી કૃષ્ણગુરુએ અર્જુનને જ્યારે વિશ્વરૂપ દર્શન દેખાડયું ત્યારે ત્યાં અનેક હાથ, અનેક નયન વગેરે કહ્યું છે. (૧૧-૧૬)
જ્ઞાનીને હું અત્યંત વહાલો છું અને મને આત્માને) જ્ઞાની વહાલો છે. જ્ઞાની તો મારો (પ્રભુનો) આત્મા જ છે. (૭-૧૭,૧૮) અગ્નિમાં જે તેજ છે, તે પણ મારું (આત્માનું) તેજ છે, (૧૫-૧૨)
કૂતરો, ચંડાલ કે બ્રાહ્મણ ગાય, હાથી સૌમાં જે સમદષ્ટિ રાખે છે તે પંડિત છે. (૫-૧૮)
ચારે હુરમજદના નામ માટે અંશો જરથુષ્ટ્ર પૂછે છે ત્યારે તેઓ પોતાના નામો કહે છે :-). નિત્ય હોવાવાળો, સમૂહવાળો, સર્વ વ્યાપક, પવિત્ર, પવિત્રતાનો સર્જક, જ્ઞાન, જ્ઞાની, બુદ્ધિ, બુદ્ધિમાન, વૃદ્ધિ, વૃદ્ધિમાન જીવનદાતા, લાભદાતા અર્વરી, અજિત, ન્યાયી, દષ્ટા સ્વાસ્થદાતા, સર્જક, મહાજ્ઞાની.
આત્મા નિત્ય સનાતન સર્વભૂત સ્થિત., સર્વ વ્યાપક નિર્દોષ, જ્ઞાન, જ્ઞાની, બુદ્ધિ, બુદ્ધિમાન, વૃદ્ધિ, વૃદ્ધિમાન જીવનભર્તા, મહાજ્ઞાની”
Page #401
--------------------------------------------------------------------------
________________ 70 ગીતા દર્શન (આવાં અને એજ જાતનાં આત્માનાં વિશેષણો બીજા, સાતમા, દશમ, તેરમા પંદરમા અધ્યાયમાં છે) બસ આટલામાં એ બધા ધર્મનાં મુખ્ય તત્ત્વો આવી જાય છે. અશો જરથુષ્ટ્ર એક પયગંબર જ છે, તે પહેલાં પણ બીજા* મહાત્માઓ થયા હશે, પરંતુ સ્પષ્ટ નામ નથી. જે આપણે ઉપર જોઈ જ ગયા છીએ. ગીતાની જેમ આ ધર્મમાં પણ સપશુ યજ્ઞનો તો સખ્ત નિષેધ જ છે. આતશ, દરિયો વગેરેને તેઓ પૂજે છે, તે એટલા સારુ કે તે બધાં પવિત્ર છે; તેમ જીવનમાં પવિત્રતા અને પ્રકાશની પ્રરેણા પાય છે. તથા માલિકની બનાવેલી એ ઉત્તમ ચીજોથી પવિત્રતાનો ખ્યાલ આવે છે. બસ હવે ફરીફરીને એ વાત કહેવાની રહેતી નથી કે ગીતાના આ અખાતમાં ઉપલી બધી સરિતાઓ સમાય છે, અને એ અખાત બૌદ્ધગ્રંથો તથા જૈનસૂત્રોના સાગર સાથે જોડાયેલો છે જ. ઉપલા બધા ધર્મોમાં પ્રભુજ બધું સર્જે છે, માટે એની બંદગી કરવી જોઈએ વળી પ્રભુ જ ભલાઈનો બદલો સ્વર્ગ અને બૂરાઈનો બદલો નરક આપે છે; એમ જણાવી સદાચારને માર્ગે જવાની પ્રેરણા અને દુરાચારથી છેટા રહેવાની ભીતિ અપાઈ છે. અગાઉ કહ્યું તેમ પ્રાથમિક ભૂમિકાને માટે એ પથ્ય પણ છે. પરંતુ કર્મ પોતે જ ફળદાતા બને છે માટે બીજા પ્રભુ પર કોઈ ભાર મૂકવાની જરૂર નથી એ દષ્ટિ - બિંદુ જળવાઈ રહે; તેવો ગીતામાં સરસ ઉકેલ છે. પાંચમા અધ્યાયનો 14-15 શ્લોક અને કર્મ કેવી રીતે ફળદાતા બને છે - તેમજ જીવ પર એની શી અસર થાય છે અને શાથી થાય છે? તેનું વૈજ્ઞાનિક નિરૂપણ જૈનસુત્રોમાં મળે છે. આમ એ બધાનો પારસ્પરિક સંબંધ છે. આ રીતે જ બધા ધર્મો પરસ્પર સંકળાયેલા છે એકે? ધર્મને અવગણ્ય ચાલે એમ જ નથી આટલું પ્રત્યેક ધર્મના અનુયાયીઓ આ પરથી સમજી શકશે. "એમના પિતાનું નામ ઉરશસ્પ, માતાનું નામ દોમદો, જન્મ સ્થાન ઈરાન, સિમે વર્ષે તેઓ સત્ય શોધવા માટે પહાડો ફરતા છેવટે એમને સત્ય લાગ્યું - 1. આપણે અહિંસાની મૂર્તિ' નામની પ્રાર્થનામાં ત્રણ મજલા કચ્યા છે. પહેલા મલામાં સદાચાર અને એ સદાચારની પુષ્ટિને માટે જૂનો કરાર, કુરાન, અવસ્તા અને નવા કરારોમાંની તારવી કાઢેલી સારી બાજુઓ ઉપયોગી છે. બીજા મજલામાં રામાયણની વિશિષ્ટ નીતિ અને વૈદિક ગ્રંથોનું ધર્મ જ્ઞાન ઉપયોગી છે. ત્રીજી મજલામાં બુદ્ધતત્ત્વજ્ઞાન, ગીતા જ્ઞાન અને જૈન સુત્રોની ધોગ ભૂમિકા જરૂરી છે. પહેલા મજલાવાળાને ત્રીજા મજલા પર જવું જ છે. એ લક્ષ્ય એણે ન સૂવું અને ત્રીજા મજલાવાળાએ પોતે પે'લા મજલાને આધારે જ ટકયો છે, એ ન ભૂલવું.