________________
અધ્યાય અઢારમો
૩૧
જૈનસૂત્રોમાં મોહ મોળો પડયા પછી આત્મસ્મરણજ્ઞાન થયાના ઉલ્લેખો ઘણે ઠેકાણે આવે છે. એ વિશે આપણે અગાઉ કહી ગયા છીએ. કર્તવ્યાકર્તવ્યનો વિવેક પણ મોહ હોય ત્યાં લગી નથી આવતો, એ સહુના અનુભવની જ બીના છે. આમ સંદેહરહિતપણું, સ્થિરતા, આત્મભાન અને મોહાભાવ એ ચારે એકીસાથે (જ્ઞાનના ચમકારાની સાથે જ) પ્રગટ થઈ જાય છે. અહીં અર્જુન વિષે ગીતાનો ઉદેશ પૂરેપૂરો સિદ્ધ થઈ ચૂકયો. પ્રિય પાઠક ! આપણ સહુને પણ તેમ જ થાઓ!
હવે સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને શું કહે છે તે વાંચી તેમાં આપણે પણ આપણો સૂર ભેળવીએ :
સંજય ઉવ. इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः । संवादमिमौषमद्भुतं रोमहर्षणम् ॥७४।। व्यासप्रसादाच्छृतवानैतद् गुह्यमहं परम् । योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयम् ।।७५|| राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् । केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥७६।। तच्चयत् संस्मृत्य संस्स्मृत्य रुपमत्यदभुतं हरेः । विस्मयो मे महान् राजन हृष्यामि च पुनः पुनः ७७।। यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयो भूतिधुवा नीतिर्मतिर्मम ॥७८|| વાસુદેવ અને પાર્થ-મહાત્માનો જ એ રીતે; સંવાદ સાંભળ્યો મેં આ, રોમાંચકારી અભુત. ૭૪ વ્યાસપ્રસાદથી હું આ, પરં ગુહ્ય સુણી શકયો; યોગને કથતા સાક્ષાત્ સ્વયં યોગેશ ફણથી. ૭૫ કેશવ-પાર્થનો પુણ્ય, આવો સંવાદ અભુત; રાજનું ! સંભારી સંભારી, રાજી થાઉં ફરી ફરી. ૭૬