________________
૬૩૦
ગીતા દર્શન
कच्चिदेतच्छ्रतं पार्थ त्वयैकाग्रण चेतसा । વિજ્ઞાન સંમોz: gu/wત્તે ઇનાન્નય ||૭૨ પાર્થ ! આ સાંભળ્યું ને તે? એકાગ્ર ચિત્તથી વળી;
તારો અજ્ઞાનથી જન્મ્યો,-મોહ નાઠો, ધનંજય? ૭૨ હે (પૃથાના પુત્ર) પાર્થ ! એકાગ્ર ચિત્તે તે (આ બધું) સાંભળ્યું ને? અને અજ્ઞાનથી ઊપજેલો તારો મોહ હે ધનંજય! (હવે) નાશ પામ્યો ને?
નોંધ : જ્ઞાનમાં એકાગ્રતાની આવશ્યકતા છે એ ફરીને અહીં બતાવ્યું છે. અત્યાર લગીમાં આપણે એ તો જોઈ જ ગયા કે અર્જુનનો યુદ્ધસંન્યાસનો સંકલ્પ કે યત્ન અજ્ઞાનજન્યમોહને લીધે હતો. શ્રીકૃષ્ણગુરુદેવે એ બધું હસ્તામલકવત્ બતાવી પણ દીધું.
અર્જુન આ ઉપદેશ ઝીલવાને પાત્ર તો હતો જ, એટલે અસર થાય તેમાં નવાઈ નહોતી. હવે તે પોતે જ પોતાને મુખે શું કહે છે તે જોઈએ.
अर्जुन उवाच नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत। स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥७३।।
અર્જુન બોલ્યા આપ કૃપાથી અય્યત! નાઠો મોહ, સ્મૃતિ મળી;
નિઃસંદેહ થયો સ્થિર, કહ્યું કરીશ આપનું. ૭૩ અય્યત ! આપના કૃપાપ્રસાદથી મારો મોહ નાશ પામ્યો છે. મને (આત્માની) સ્મૃતિ લાધી છે. (હવે, હું સંદેહરહિત થઈ સ્થિર થયો છું. એટલે) તમારું કહ્યું કરીશ.
નોંઘ: અહીં અશ્રુત સંબોધન શ્રીકૃષ્ણગુરુને વપરાયું છે, તે અશ્રુત વિશેષણ આત્માર્થસૂચક છે. મોહ ગયા પછી જ આત્માને પોતાનું કર્તવ્યભાન થાય છે. ગુરુકૃપાની પ્રસાદીની તેમાં ખાસ જરૂર છે, અને શ્રદ્ધા, નમ્રતા વિના તે ન આવી શકે. વળી સંદેહ ગયા વિના સ્થિરતા ન આવે, એટલે જ્ઞાનમાં સંદેહરહિતપણું સાધવાની પણ જરૂર છે.