________________
અધ્યાય અઢારમો
૪૨૯
(સાંભળ.) આપણી વચ્ચેના આ ધમ્મ (ધર્મલક્ષી, હિંસાલક્ષી નહિ) સંવાદનું જે (ભાવપૂર્વક) અધ્યયન કરશે, તેણે જ્ઞાનયજ્ઞ વડે મને પૂજ્યો, એમ હું માની લઈશ.)
તેમ જ અદોષદષ્ટિ રાખી જે શ્રદ્ધાવાન આ જ્ઞાન માત્ર) સાંભળશે તે પણ (પાપથી) મુકત (થઈને) પુણ્યકર્મીઓ જ્યાં વસે છે ત્યાં, (તેઓ)ના શુભલોકમાં જશે.
નોધ : આ સંવાદ'નું ધમ્ય વિશેષણ આપણે જે વાત ઘણી વાર વિચારી ગયા છીએ એને જ પુષ્ટિ આપે છે. ગીતામાં “યુદ્ધ” પ્રયોગ છે. પણ નક્રિ' પ્રયોગ આત્મશુત્રને હણવાના અર્થમાં જ વપરાયો છે. અગિયારમા અધ્યાયમાં હતાન', 'નહિ” એ પ્રયોગ કેવા સંયોગોમાં અને કઈ અપેક્ષાએ આવ્યો છે, તે પણ આપણે વિચારી ગયા છીએ. એટલે અહિંસાને ગીતાકારનો ઉપદેશ લેશ પણ બાધક નહિ, બલકે સાધક જ હતો, અને સૂક્ષ્મ અહિંસાનું મહાન પ્રતિપાદન કરનાર હતો, તે ફરી ફરી કહેવાનું હવે રહેતું જ નથી. | ગીતાના અધ્યયનનો મહિમા કહ્યો તે યથાર્થ છે. જેઓ આસ્તિક્તા, ગુણદષ્ટિ અને શ્રદ્ધાથી તેનું અધ્યયન કરનાર છે, તેને એણે જ્ઞાનયજ્ઞી અવશ્ય બનાવ્યા જ છે. આ અધ્યયન લૂખું હોય તો તે પોપટિયા જ્ઞાન જ ગણાય. પણ આચરણની ઈચ્છાથી ગીતાનું અધ્યયન અગાઉ જોઈ ગયા એવા સુપાત્ર માટે તો ભારે લાભકર્તા છે જ, થયું છે જ અને ભવિષ્ય પણ થશે જ.
શ્રીકૃષ્ણગુરુએ કહ્યું કે, "શ્રદ્ધા અને ગુણદષ્ટિ આ બે જ ગુણ હોય અને માનો કે તપ કે ભકિત ન હોય તોય તે તેવો સદાચારી આ ગીતાજ્ઞાન સાંભળીને પાપથી છૂટીને પુણ્યતા તો જરૂર પામે જ છે.”
સારાંશ કે શ્રદ્ધા અને ગુણદષ્ટિ એ તો જોઈએ જ. સદાચારનો પાયો હશે ત્યાં આ બે ગુણો આવવા અશકય નથી. માણસ કશું ન કરી શકે તોય દોષદષ્ટિથી ન જુએ અને શ્રદ્ધાળુ બને એટલું પણ ઘણું છે. આધ્યાત્મિક જ્ઞાનીમાં આ બે સદ્ગુણો અનિવાર્ય ઉપયોગી છે. એ ગુણ પર જ જ્ઞાનની પ્રતિષ્ઠા છે. જ્ઞાન થયા પછી તો પુણ્ય પણ તજવા જોગ જ છે. એ વિષે આપણે અગાઉ પણ વિચારી ગયા છીએ.
આ બધો ઉપસંહાર કરી હવે શ્રીકૃષ્ણગુરુએ અર્જુન સામે તાકીને પૂછ્યું :