________________
૬૨૮
ગીતા દર્શન
અને ઉપાધ્યાયોનું સ્થાન વધુ મહત્ત્વનું એટલા ખાતર જ છે કે તેઓ જ્ઞાનાધ્યાનમાં મસ્ત રહે છે અને બીજાં સુપાત્રોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ (સત્તરમાં અધ્યાયમાં કહ્યા મુજબ) તપાસી વિવેકપૂર્વક અમૃત પીરસે છે. આ રીતે આત્મકલ્યાણ કરતા થકા વિશ્વકલ્યાણ પ્રત્યક્ષ રીતે પણ કરે છે. એવા જ્ઞાન, ભકિત અને સત્કર્મનો સમન્વય જીવનચર્યામાં સાધનાર મહાયોગી કરતાં પ્રભુપ્રિય બીજો કોણ હોય ? અથવા આજે ભવિષ્યમાં પણ કોઈ હોઈ શકે ? શ્રીકૃષ્ણગુરુએ એ વાકયથી પ્રબળ ખાતરી આપી દીધી. - હવે તેઓ આ જ્ઞાન પરંપરાને ચાલુ રાખવાનું પણ અર્જુનને ગર્ભિત સૂચન કરે છે કે જેથી અર્જુનનો દેહ લય પામે તોપણ ગીતાજ્ઞાન તો જળવાઈ જ રહે ! અને એ ગર્ભિત સૂચનના પરિણામે આજે હે પાઠક ! આપણે આ ગીતાજ્ઞાનામૃત પી રહ્યા છીએ. કેવી વિશ્વકલ્યાણની એ શ્રીકૃષ્ણગુરુની ઝંખના ! ગીતા જેવો અપૂર્વ ગ્રંથ આપીને વિશ્વ પર કેવો અનુગ્રહ કર્યો છે ! એના સંકલનાકાર શ્રીવ્યાસજીને કોટિશઃ ધન્યવાદ આપ્યા વિના કયો પાઠક રહી શકશે?
શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે : अध्येष्यते च य इमं धर्म्य संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः [][૭૦] श्रद्धावाननसूयश्चअणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभाँल्लाकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् ||७१।। તેમ જ ભણશે જે આ, ઘર્મ સંવાદ આપણો; “જ્ઞાનયજ્ઞ વડે તેણે, મને પૂજ્યો હું માનીશ. ૭૦ અદોષદષ્ટિ-શ્રદ્ધાળુ, સાંભળશેય જે ન૨; તેય મુકિત; જશે પુણ્ય કર્મોના શુભ લોકમાં. ૭૧ (હે અર્જુન ! ) મેં ઉપર કહ્યું તે રીતે તું એકલપેટો ન થતાં બીજા સુપાત્રોને સંભળાવીશ અને તે વળી બીજાને સંભળાવશે. આમ એ ઉપદેશની પરંપરા ચાલશે, એટલે એ લખાણમાં લખાશે પણ ખરો. એટલે એનું અધ્યયન પણ લોકો કરશે. એના અધ્યયન કરનાર તથા સાંભળનારનું ફળ પણ તને હું કહી દઉં છું, * ગીતા જી યજ્ઞનું ખરું રહસ્ય શકે છે. બધા યજ્ઞો કરતાં એમણે જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ બતાવ્યો છે. (૪-૩૩) ધૂળયજ્ઞને ગૌણ પદ આપ્યું છે, અને તેને પણ અનાસકતભાવે અને દાન, શ્રદ્ધા આદિ સદ્ગુણોની ખિલવણીની દષ્ટિએ સ્થાન છે. બાકી, ઈન્દ્રિયસંયમરૂપી દ્રવ્યયજ્ઞ કરતાં તો ચૂળયજ્ઞ ઊતરતી કોટિનો છે જ.