________________
૩૨
ગીતા દર્શન
હરિનું અતિ અદ્દભુત, રૂપ રાજન્ ! સ્મરી સ્મરી; મહા આશ્ચર્ય પામું ને, હરખાઉં ફરી ફરી. કૃષ્ણ યોગેશ્વર જ્યાં છે, ને જ્યાં પાર્થ ધનુધર;
ત્યાં *શ્રી વિજય ને ભૂતિ, ને ધ્રુવનીતિ માનું છું. ૭૮ (હે ધૃતરાષ્ટ્ર રાજન્ !) આ પ્રમાણે વાસુદેવ અને પાર્થ મહાત્માનો (ઉપર મુજબ) મેં રૂવાં ઊભાં કરે તેવો અદ્ભુત સંવાદ સાંભળ્યો. (ત શાથી? એ તો આપ જાણો જ છો. મારા વ્યાસગુરુએ મને દિવ્યચક્ષુ આપ્યાં હતાં એટલે) વ્યાસગુરુના પ્રસાદથી ખુદ યોગેશ્વર શ્રીકૃષ્ણમુખે હું સાંભળી શક્યો.
હે રાજન્ ! કેશવ અને અર્જુન વચ્ચેનો આ અદ્ભુત અને પવિત્ર સંવાદ સંભારી સંભારી હું વારંવાર હરખાઉં છું અને હે રાજન ! (અહો !) તે હરિનું અતિ અદૂભુત રૂપ સંભારતાં, સંભારતાં મને મહાન આશ્ચર્ય થાય છે અને ફરી ફરીને હરખાયા કરું છું.
(અને હે રાજન્ ! મને કહેવા જ દો! મારું હૃદય પોકારે છે કે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં પાર્થ ધનુર્ધર છે. ત્યાં શ્રી છે, વિજય છે, વિભૂતિ છે અને અવિચળ નીતિ છે, એમ હું માનું છું.
નોંધ : સંજય પાત્રને આપણે વિચારના અર્થમાં આલેખ્યું છે. વિચારને જ જ્ઞાનરૂપ ગુરુનો પ્રસાદ સહજ હોય ! તેમ સંજય ઉપર વ્યાસગુરુ પ્રસન્ન થયા છે. એ વાત આપણે પ્રથમ અધ્યાયમાં વિચારી ગયા છીએ.
સંજય આ સંવાદને રોમાંચકારી અને અદ્દભુત કહે છે, તે દિવ્યતાસૂચક છે. ગીતામાં કૃષ્ણગુરુ ત્રણ રીતે પ્રગટ થયા છે; (૧) ગુરુ તરીકે, (૨) દિવ્યપુરુષ તરીકે, (૩) પ્રભુ તરીકે. પરંતુ ગુરુ તરીકે જ – યોગેશ્વર તરીકે જ – એ પ્રતિષ્ઠા પામ્યા છે. એટલે સંજય-મુખે વપરાયેલા હરિ, વાસુદેવ, કૃષ્ણ, કેશવ એ બધાં નામોમાં યોગેશ્વર શબ્દ વધુ સૂચક છે.
એ યોગનાં બે પાસાં: (૧) સમભાવી બુદ્ધિ અને (૨) કર્મકૌશલ. આ બન્ને જ્યાં હોય એટલે કે કષણરૂપી કળ અને અર્જુનરૂપી બળ હોય ત્યાં સંજયે કહ્યું તેમ શ્રી, વિજય, ભૂતિ અને ધ્રુવનીતિ હોય જ, એમાં શી નવાઈ છે ? * શોભા અગર લક્ષ્મી x વિભૂતિ-વૈભવ + અચળ નીતિ.