________________
૫૫૬
ગીતા દર્શન
તો, મનથી મળતું માન કે અભિનયથી મળતું માન એ સત્કાર છે અને વાણીથી થતી સ્તુતિ તે માન છે, તથા કાયાથી થતું નમન તે પૂજા છે.
બીજા અધ્યાયમાં લાઘવ, અવાચ્યવાદ એ આથી ઊલટી બાબતો છે. જૈન સામાયિક સૂત્રના બીજા પાઠમાં સત્કાર, સન્માન અને પૂજા ત્રણે વિવિધ અર્થોમાં છે. મોહભાવ ભરેલ ખોટી હઠથી-ગાંડા આગ્રહથી-કરેલા તપથી આત્મા પીડાય છે જ. અને માંડ માંડ તે તપ પૂરું થાય છે. અને કાં તો વચ્ચેથી જ મેલવું પડે છે. મનથી તો પહેલેથી જ પડ્યું મેલ્યું જ હોય છે. વેઠરૂપે કરાતો ગુરુ કે મોટેરાંઓનો વિનય પણ તામસી તપ જ ગણાય. અને જેઓ બીજાના મારણ, ઉચ્ચાટન આદિ કરવા સારુ મેલી વિદ્યાઓ સાધવા માટે તપ કરે છે, તે પણ તામસી તપ કહેવાય છે. આ પ્રકાર સર્વથા ત્યાજ્ય જ છે. કારણ કે, જે તપ બીજાના વિનાશ સારુ કરાય, તે આત્મનાશ પણ કરે જ છે. માટે સાધકે એવા તપમાં ભળવું તો નહિ જ. પરંતુ થતું હોય તો તેમાં મનથી પણ ટેકો ન આપવો. સત્યાર્થીએ તો એવા તપનો પ્રામાણિક અને પ્રેમમય વિરોધ જ કરવો ઘટે. ગીતાકાર હવે દાન વિષે કહે છે :
दानव्यमिति यद् दानं दीयतेऽनुपकारिणे । देशे काले च पात्रे च तद् दानं सात्त्विकमुच्यते ||२०|| यत्त, प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः । दीयते च परिक्लिष्टं तद् दानं राजसं स्मृतम् ।।२१।। अदेशकाले यदानमपात्रेभ्यश्च दीयते ।। असत्कृतभवज्ञात तत्त, मसमुदाहृतम् ।।२२।। ક્ષેત્ર કાળ અને પાત્ર, જોઈ અનુપકારીને; કર્તવ્ય જાણી દેવાય, કહ્યું તે દાન સાત્ત્વિક. ૨૦ બદલો આપવા સારુ, અથવા ફળ લક્ષ્યથી; કચવાતાં અપાયે જે, કહ્યું તે દાન રાજસી. ૨ ૧ ન ક્ષેત્ર કાળ પેપીને, અપાત્રોને અપાય છે;
આદર માન વિહોણું, કહ્યું તે દાન તામસી. ૨ ૨ (હે અર્જુન !) દાન કરવું એ પોતાનું કર્તવ્ય છે. એમ સમજી યોગ્ય ક્ષેત્ર, કાળ