________________
અધ્યાય સત્તરમો
૫૫૫
જૈનસૂત્રોમાંહેલી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ* એ તો સાધુતાના ઝંખનારને માટે માતાતુલ્ય ગણાવી છે. એ વિષે વિસ્તારથી જોનારે ઉત્તરાધ્યયન'નું ચોવીસમું અધ્યયન ખાસ જોવું.
ભાવસંશુદ્ધિનો અર્થ જૂની ટેવોને બદલે સુટેવો પાડવી એમ પણ કરી શકાય. મનની કાયમી પ્રસન્નતાને લીધે શરીરની આસપાસ જે સૌદર્ય ટપકી રહ્યું હોય છે, તેને સૌમ્યભાવ કહેવાય છે. આને માનસિક તામાં એટલા સારુ મૂકયું છે કે માણસ બાહ્ય રીતે તો ઠાવકો લાગે. ધુતારા પણ એવા જ ઠાવકા લાગે છે. પરંતું મનનું ઠાવકાપણું પણ હોવું જોઈએ. તે કદી દંભીમાં, ધૂર્તમાં હોતું નથી. આમ શ્રીગુરુદેવે તપને વ્યાપક અર્થમાં લઈ જઈ ઘણું કહી દીધું. જૈનસૂત્રોમાં પણ તપના મૂળ બે અંતરંગ અને બહિરંગ, તથા એના પેટા ભાગે છ-છ મળી કુલ્લે બાર ભેદો કહ્યા છે, અને ફળની આશા ત્યાગીને જ તપ કરવાની પ્રેરણા પાઈ છે.
જેમ શ્રીકૃષ્ણગએ બાહ્ય સ્વચ્છતાને પણ તપમાં ગણાવી, તેની મહત્તા સિદ્ધ કરી છે, તેમ મળોત્સર્ગવિધિનો પ્રકાર આપી તે પરથી ફલિતાર્થ થતી સ્વચ્છતાનો જૈનસૂત્રોમાં પણ સમિતિમાં નિર્દેશ કર્યો છે.
ગુરુદેવે અહીં બતાવેલા તપમાં ઉપવાસ નથી ગણાવ્યા, છતાં ઉપવાસની સાધકને ખૂબ જરૂર છે. માત્ર તે એટલું ધ્યાન રાખે કે મેલા હેતુ રાખીને કે શરીરને કચડવા માટે ઉપવાસ ન હોવા જોઈએ ! ઉપવાસ સાથે ઊણોદરી (ભુખથી ઓછું ખાવું), સ્વાદત્યાગ, કાયાને કસવી, ચીજોનું માપ રાખવું, વગેરેનો પણ બાહ્ય તપમાં જૈનસૂત્રોમાં સમાવેશ કરી તપસ્યા પરત્વે અત્યંત સુંદર પ્રકાશ પાડયો છે.
ગુરદેવે માનસિક, વાચિક અને કાયિક ત્રણે યોગે કરીને પરંશ્રદ્ધા રાખી, સમભાવી અને ફલેચ્છાત્યાગી બનીને તપ કરવાનું સૂચવી, તપની આદર્શતા બતાવી દીધી છે. શ્રદ્ધા વિનાની તો કોઈ ક્રિયા જ રસમય ન બને. પરંતુ એ શ્રદ્ધામાં વિવેક તો જોઈએ જ.
ડોળ ખાતર, બીજાની દેખાદેખીથી કે સત્કાર-માન-પૂજાથે ઉપલાં માનસિક, વાચિક કે કાયિક તપ કરવાં તે રીત સારી નથી. મોટાઓમાં કે આદર મળે તેને સત્કાર કહેવાય છે. સમાન લોકોમાં જ ઈજ્જત સન્માન મળે છે તેને માન કહેવાય છે. અને અનુયાયી કે નાનેરામાં જે પૂજ્યતા પમાય તેને પૂજા કહેવાય છે. અથવા
લીલવામાં, બોલવામાં, આજીવિકા ચલાવવામાં, વસ્તુવ્યવસ્થા અને મળ વગેરે છોડવામાં જે વિવેક સુચવાયો સમિતિ કહેવામાં આવે છે. અને મન, વચન અને કાયાના સંયમને ત્રણ ગુપ્તિ કહેવામાં આવે છે.