________________
૫૫૪
ગીતા દર્શન આવા વાચાળ સ્વચ્છંદીઓની સામે લાલ બત્તી ધરી દવા સાર એ બન્નેને કાયિક તપમાં ગીતાકારે મૂક્યાં છે.અહિંસા વાણીમાં અને મનમાં તો રાખવી જ જોઈએ. પરંતુ સાથે સાથે કાયાએ પણ જોઈએ. જેમ જ્ઞાનેશ્વર મહારાજ કહે છે તેમ લીલા ઘાસમાં પણ સચેતન લાગણી છે, એટલે એને પણ એ શકય હોય ત્યાં લગી કચડીને ન દૂભવે ! આટલું ઊંડાણથી જોઈ અહિંસકે વ્યવહારુ રીતે પણ અહિંસક રીતે જ વર્તવું જોઈએ.
જે રીતે અહિંસા વિષે, એ જ રીતે બ્રહ્મચર્ય વિષે. બ્રહ્મચારી જેમ મનવાણીથી બ્રહ્મચર્ય ન વિસારે તમે કોઈ પણ ઈન્દ્રિયોને, કોઈ પણ વિષયમાં વ્યભિચારન કરવા દે. એ જરૂર સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ સહજભાવે વેદે, પણ તે વિષયો વિકાસને માર્ગે જ લઈ જાય તે રીતે એટલે કે પથારી સાદી, ભોજન સાત્વિક, સૌમ્ય હવાવાળું સ્થળ, કુદરતી સૌંદર્ય અને પ્રભુકથા એમ એ વિષયોને ઈન્દ્રિયો દ્વારા ભોગવે, કે જે વિષયો વૈરાગ્યપૂર્ણ જ રહે !
ગીતાકારે મૌનને વાણીના તપમાં ન લેતાં માનસિક તપ તરીકે લેખાવ્યું એનો અર્થ એ કે એકલી વાણીથી મૂંગા રહેવું, તેમાં જ મૌનની ઈતિસમાપ્તિ નથી થતી, પરંતુ મનનું મૌન પણ જોઈએ.
સ્વાધ્યાય અને અભ્યાસનો અર્થ જ્ઞાનેશ્વર મહારાજ અનુક્રમે શાસ્ત્રપાઠ અને નામસ્મરણ કરે છે. વાચન અને ચિંતન એવા બન્ને સાદા અર્થો પણ એમાંથી ફલિત થાય છે. વાંચવું કે કંઠે કરવું એ પણ ખરે જ વાણીનું તપ છે. કારણ કે કંઠે કરનાર કે વાંચનાર જો વાણીમૌનની કળા નહિ જાણતો આચરતો હોય, તો સ્વાધ્યાય કે અભ્યાસમાં રસ લઈ જ નહિ શકે. એટલે વાતોડિયાપણું કે નિંદાકૂથલીનાં સ્વાદના ચટકાં છોડનાર જ એ અમૃતરસ ચાખી શકે છે. એટલે તે સારુ પોતાની હાજતો ઉપર અંકુશ મૂકવારૂપ તપ કરવું જ પડે છે.
સત્ય છતાં કડવું નહિ, મીઠું અને કાર્યસાધક જ', નિરર્થક નહિ ! મતલબ કે પરહિતકારી, મધુર અને સત્યવેણ એ એક મહા સદ્ભાગ્યનું ચિહ્ન છે. મનુ મહારાજ કહે છે કે એ સનાતન ધર્મ છે. તેમાં અતિશયોકિત છે જ નહિ. ઘણા દુરાચારી અને અત્યાચારીઓ પણ સત્ય વાણીને શરણે સુધરી ગયાનાં જૈનગ્રંથોમાં ઉદાહરણો છે.