________________
અધ્યાય સત્તરમો
પપ૩
પૂજાપાત્ર છે. કારણ કે એમના પૂજનથી મનુષ્ય સંસ્કારી બને છે, નમ્ર અને સભ્ય બને છે. માટે જ હું એને તપ કહું છું.) દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞોનું પૂજન તથા શૌચ, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે.
કોઈને ઉગ ન થાય તેવું, સત્ય, પ્રિયકર અને હિતાવહ વાકય તથા સ્વાધ્યાય અને અભ્યાસને વાચિક તપ કહેવાય છે અને મનની પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસંયમભાવની સંશુદ્ધિ, એ માનસિક તપ કહેવાય છે.
(હે પરંતપ ! તારે એમ ન જાણવું કે ઉપરમાંથી એકે ઓછાં કિંમતી છે કે જરૂરી નથી. એ ત્રણ પ્રકારે તપની જરૂર છે. પરંતુ તપની સાથે દ્રષ્ટિ પણ શુદ્ધ જોઈએ. એટલા સારુ એ કાયિક, વાચિક અને માનસિક તપના પણ – સત્ત્વગુણવાળી પ્રકૃતિ, રજોગુણવાળી પ્રકૃતિ અને તમોગુણવાળી પ્રકૃતિને લીધે જે સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ ભેદ પડે છે, તે હવે કહું છું. સાંભળઃ )
પરંશ્રદ્ધા રાખી યુકત અને ફલેચ્છાને ત્યાગનારા જે મનુષ્યો ઉપલી રીતે (ત્રણ પ્રકારે) તપ કરે છે તેને સાત્ત્વિક તપ (જ્ઞાનીઓ) કહે છે.
સત્કાર, માન અને પૂજાનો હેતુ સિદ્ધ કરવા ખાતર અને દંભથી જે અહીં તપ કરાય છે તે રાજસી તપ કહેવાયું છે, (ભારત !) તે ચંચળ અને અધ્રુવ તપ જ છે.
મોહમય ભાવે ખોટી પકડ રાખી પીડાઈને જે તપ કરાય છે, અથવા બીજાના વિનાશ સારુ જે તપ કરાય છે, તે તામસી તપ કહેવાયું છે.
નોંધ : જેનસૂત્રોમાં વિનયનો ખૂબ મહિમા છે. વિનય એ આધ્યાત્મિક મૂળિયું છે. ઉપકારી અને જ્ઞાનીઓની આગળ માત્ર મન કે વચનથી જ નહિ પણ કાયાએ સુધ્ધાં વારંવાર ઢળી પડવું એ અત્યંત જરૂરી છે. સકળ લોકમાં સહુને વંદે એ નરસિંહ મહેતા વૈષ્ણવની પાત્રતામાં ગાય છે તે યથાર્થ છે. જેમ સૈનિકને શિસ્ત અનિવાર્ય છે તેમ સાધકને સારુ બેસતાં, ઊઠતાં એમ સર્વ ક્રિયાઓમાં વિનયી વર્તન અનિવાર્ય છે. આ વિષે તો આટલું કહી અહીં ઉત્તરાધ્યયનસૂત્ર'નું પ્રથમ અધ્યયન વાંચવાનું સૂચવીશું.
અહિંસા અને બ્રહ્મચર્યનો સમાવેશ કાયિક તપમાં કરવાથી કોઈ અવળો અર્થ ન લે. અમે સત્યાર્થી છીએ કે અમારા હૃદયમાં અહિંસા જ છે, પછી અમે કાયાથી ગમે તેમ વર્તીએ. જનકવિદેહીની જેમ કાયભોગ કરીએ તોય શું? અગર ગીતા કહે છે તેમ અહંકારભાવ ન રાખી કોઈને હણીએ તોય શું? આત્મા તો અમર છે !