________________
અધ્યાય સત્તરમો
૫૫૭
અને પાત્ર તપાસી અનુપકારીને (એટલે પોતા પર જેણે કશો ઉપકાર ન કર્યો હોય છતાં અજ્ઞાત સુપાત્રને દે તો) જે દેવાય છે તે દાન સાત્ત્વિક કહેવાય છે. અને જે ઉપકારનો બદલો આપવા ખાતર (અથવા બદલો મળશે એવી આશા રાખીને) અથવા (ભવિષ્ય કોઈ ફળ મળશે એમ) ફળનો ઉદેશ રાખીને કલેશપૂર્વક (કચવાતા મને) જે દાન દેવાય છે, તે રાજસી દાન કહ્યું છે. પરંતુ ક્ષેત્ર, કાળ કે પાત્ર કશું જોયા વિચાર્યા વિના પાત્રને આદરસત્કાર વિના ધૃણાપૂર્વક) અપાય છે, તે દાન તારી કહેવાયું છે.
નોંધ : જૈનસૂત્રો દાનને સંયમથી નીચેની કોટિમાં મૂકે છે, કારણ કે દાન કરનારો સંગ્રહી હોવાનો . અને જ્યાં સંગ્રહ હોય ત્યાં સત્યાર્થીપણું અપવાદે જ હોવાનું. છતાં જે સંગ્રહ કરી બેઠો છે, તેમનું શું? તેઓ માલમિલક્તનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે, તો એમને માટે બીજો કોઈ માર્ગ ખરો કે નહિ ? આવા સંયોગોમાં દાન પણ ધર્મનું અંગ બની જાય છે. પણ જો ધર્મને એ અંગ વિના ન જ ચાલે, તો તે ધર્મ પોતાનો આત્મા જ ખોઈ બેસે. એટલે જૈનશાસ્ત્રોએ દાનની સાથે હૃદયને જોડી દીધું છે. હૃદયપૂર્વક દાન કરનાર હંમેશા નમ્ર હોવાનો. એની રોજી પણ પ્રામાણિક હોવાની. એ સંગ્રહને પોતાની પાસે રાખતો હોય, તોય પોતે તો એનો રખેવાળ (ટ્રસ્ટી) જ બનીને રહે, માલિક બનીને નહિ !
શ્રીકૃષ્ણગુરુદેવે યજ્ઞ અને દાન બન્ને સ્થળે કર્તવ્ય શબ્દ વાપર્યો છે, અને માણસે ધર્મમય પુરુષાર્થ અને અર્પણતા-ઉદારતા-રાખવાં જ ઘટે એમ સૂચવ્યું છે. સુપાત્રનો અર્થ ખૂબ વ્યાપક અર્થમાં છે. સંયમી અને સંસ્કારમૂર્તિ વ્યકિતઓ કે સંસ્થાઓ સુપાત્ર ગણાય, છતાં ત્યાં પણ ક્ષેત્ર અને કાળ જોવો જોઈએ, એટલે કે તે સંસ્થાને આ કાળે જરૂર છે કે કેમ? ભલે સંસ્થા ઉચ્ચ કોટિની હોય, તોય ભરેલામાં ભરવું નકામું છે. અને તે ઉપરાંત સંસ્થા કે વ્યક્તિનું ક્ષેત્ર પણ તપાસવું જોઈએ. બે સુપાત્રો બે ક્ષેત્રમાં હોય તો પહેલી તકે કયા ક્ષેત્રમાં ક્યા સુપાત્રને પહેલી જરૂર છે તે પણ તપાસવું જોઈએ. મતલબ કે ખૂબ ઊંડાણથી આ બધું જોવાવું જોઈએ. આ પરથી માત્ર સાધન આપી દેવાથી દાન નથી ગણાતું, પણ તન, મન અને સાધન ત્રના યોગની અને વિવેકની પણ એમાં જરૂર પડે છે. વળી આવા દાન દેનારે જિમ ભૂમિમાં દાટવાથી જ બી સુંદર ફળે છે, તેમ આપીને ચૂપ રહેવું જોઈએ, અને ખૂબ આદરસત્કારપૂર્વક દાન આપવું જોઈએ. જેમ ઘરને આંગણે પડેલી ગંદકી સાફ કરનારનો ઘરનો રખેવાળ આભાર માને છે, તેમ ધનના રખેવાળે