________________
અધ્યાય આઠમો
૩૪૯
પણ હૃદયમાં રોકવું. હૃદય એટલે આત્માની સમીપમાં રહેલું અંતઃકરણ. તેમાં મનની સ્વસ્થતા થઈ એટલે પ્રાણાયામથી ઢંકારનું જપન કરવું.
અહીં શ્રી જ્ઞાનેશ્વરી ગીતા કહે છેઃ ‘માર ૩૨ મને મા૨ ત્રણે અર્ધમાત્રામાં મળે ત્યાં સુધી ધારણા શકિતના બળથી પ્રાણવાયુને બ્રહ્માકાશમાં ન મળે એવા પ્રયોગથી ધરવો અર્થાત ત્યાં સુધી તે વાયુને મસ્તકાકાશમાં સ્થિર કરવો; પછી ૐકારનો અને તેનો (પ્રાણનો) સંયોગ થતાં મૂળ સ્વરૂપ જે બ્રહ્મ, તેમાં તે રમમાણ થાય છે. આમ થતાંની સાથે જ ૐકારનું જપન બંધ થાય છે અને તે વખતે પ્રાણનો અંત આવે છે. પછી તો jૐકારથી અતીત બ્રહ્માનંદ જ બાકી રહે છે."*
પરંતુ આ બધું અનુભવગમ્ય અથવા ગુરુગમ્ય છે. ટૂંકો સાર એ કે છેવટે સર્વ લય પામી પર સ્વરૂપદશા પામી જવાય છે. સાધન ગમે તે હો - ભકિત હો, જપ હો કે જ્ઞાન હો, આશ્રમે ગૃહસ્થ હો કે સંન્યાસી હો, પણ અંતરંગ ત્યાગી તો હોવો જ જોઈએ.
ધ્યેય તો એક જ હોવું જોઈએ એ બતાવવા પુનરુકિત કરીને વળી ગીતાકાર એ જ વાતને પુષ્ટ કરે છે:
अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः । तस्याऽहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः ॥ १४ ॥ मामुपेत्य पुनर्जन्म दुःखाऽऽलयमशाश्वतम् । नाऽऽप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ॥ १५॥ મને એકાગ્રચિત્તેથી, સંભારે જે નિરંતર; તે નિત્ય યુકત યોગીને, સહેજે પાર્થ હું મળે. ૧૪ મને પામી મહાત્માઓ, પરંસિદ્ધિ વરેલ જે; તે ન પામે પુનર્જન્મ, દુઃખાગાર અશાશ્વત. ૧૫ (હે પૃથાના દીકરા) પાર્થ ! મને જે એકાગ્રચિત્તવૈતા બની (બીજે કયાંય ચિત્ત રાખ્યા વિના સંસારનાં પ્રલોભન કે સિદ્ધિની લાલચોમાં અથવા આયુષ્યના મોહમાં કે મરણના ભયમાં ડગ્યા વગર) નિત્ય નિરંતર મારું (શુદ્ધ-આત્માનું) જ સ્મરણ કર્યા કરે છે, તે નિત્ય યુક્ત યોગીને હું સહેજે મળી જાઉં છું. શ્રી ભિક્ષુ અખંડાનંદની ગુજરાતી જ્ઞાનેશ્વરી ગીતા પૃ. ૨૫૯