________________
૩૪૮
ગીતા દર્શન
11
सर्वद्वाराणि संयम्य मनो द्ददि निरुध्य च मूध्यधायात्मनः प्राणमास्थितो योगधारणाम् ॥१२॥ ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्मामनुस्मरन्
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् વશ રાખી બધાં દ્વારો, હૃદયે મન રોકીને; સ્વ પ્રાણ તાળવે સ્થાપી, યોગ ધારી રહ્યો થકો. ૧૨ ૐ એકાક્ષરી બ્રહ્મ, ઉચ્ચારી જપતો મને; જાય છે જે તજી દેહ, તે પામે છે પરંગતિ.
|| ૧૨ ||
૧૩
(હે ધનંજય ! જે સાધક યોગબળ, ભકિતબળ કે જ્ઞાનબળમાં કંઈ ન જાણતો હોય છતાંય હું નીચે કહું છું તેટલી યોગ્યતા ધરાવતો હોય, તો તે પણ ઉપર કહી તે પરંગતિને જરૂર પામી શકે છે. સારાંશ કે આત્મપ્રાપ્તિ ગમે તે સાધને થઈ શકે છે, પણ એટલી શરત તો દરેકમાં ખરી જ કે ધ્યેય માત્ર એક આત્મા જ હોવો જોઈએ. સાંભળ :)
બધાં ઇન્દ્રિયદ્વારો રોકી, હૃદયમાં મનને રોકી, તાળવામાં પ્રાણને રોકી, જે યોગધારણામાં રહ્યો થકો એક બાજૂથી ૐ એવા એકાક્ષરી બ્રહ્મને જપતો થકો અને સાથે સાથે ૐૐ ના મૂળ સ્વરૂપ-મને (એટલે કે અંતરાત્માને) ચિતવતો થકો દેહ છોડીને જાય છે તે જરૂર પરંગતિ પામે છે.
નોંધ : મતલબ એ કે સાધનાના માર્ગો અનેક છે. સાધનમાં એકાંતપણું કદી જ ન હોઈ શકે પણ સાઘ્યમાં તો એકત્વ હોવું જ જોઈએ. એકનિષ્ઠ વિના કદી કોઈ પણ કાર્યમાં ફતેહ ન થાય, તો પછી અઘ્યાત્મમાર્ગમાં તો થાય જ શી રીતે ? એકનિષ્ઠા એ આત્મપ્રાપ્તિની અનિવાર્ય શરત છે.
અહીં પ્રણવ જપ પર ભાર આપ્યો છે. પ્રણવ જ૫નો મહિમા દરેક ધર્મમાં છે જ. 'ૐ' અક્ષરનો ઉચ્ચાર જ એવે સ્થળેથી થાય છે કે જપ માત્રનો એ મહારાજા છે.
અક્ષરવાળા જાપના જપનારે 'ૐ' ને કદી ન વિસરવો અ+ ઉ + મ્ અથવા અ+ આ+ ઉ+ મ્ મળીને 'ૐ' થાય છે. એમાં વૈદિક ધર્મના પ્રાણરૂપ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને જૈનધર્મના પ્રાણરૂપ પંચપરમેષ્ઠીનો ધ્વનિ આવી જાય છે.
ઇન્દ્રિયોનાં દ્વારો રોકવાનું પ્રથમ કહ્યું. ઇન્દ્રિયોનાં દ્વારો રોકવાં એટલે ઇન્દ્રિયના વિષયો પર કાબૂ મેળવવો. તે વિના મન પર કાબૂ ન આવે અને મનને