________________
અધ્યાય આઠમો
સુદ્ધાં મટી જાય, ત્યારે પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા સકળ સંસાર સંબંધથી છૂટી એ મુક્તિધામમાં પહોંચે છે કે જ્યાંથી પાછું ફરવાપણું છે જ નહિ.” ગીતામાં શ્રીકૃષ્ણ મુખેથી એ જ ૫૨મ સૂત્ર વાણી નીકળે છે.
यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये જેને વદે અક્ષર વેદજ્ઞાની, જેમાં પ્રવેશે યતિ વીતરાગી; જે સારુ પાળે જન બ્રહ્મચર્ય, સંક્ષેપથી તે પદ હું કહીશ.
૩૪૭
|| ૧૧ ||
૧૧
(અહો પરંતપ ! મેં જે પરં પ્રકાશમય પુરુષની વાત કરી, તેનું ધામ કયાં છે, એ જાણવાની હવે તારી ઈચ્છા થઈ છે, ખરું ? ચાલ ભાઈ, તને એ પણ કહી દઉં. એકચિત્તે સાંભળ. પ્રથમ તો એનો મહિમા જ કહ્યું :
જેને વેદના જાણકારો 'અક્ષરધામ'ને નામે વર્ણવે છે, જે ધામમાં વીતરાગી યુતિ (પછી તે સંન્યાસી હો કે જૈન શ્રમણ હો, પણ વીતરાગી હોવા જોઈએ તે) પ્રવેશ કરી શકે છે, જે (મેળવવાનું સર્વાંગ સુંદર સાધન બ્રહ્મચર્ય હોઈને જે) સારુ (જે પદને પામવા માટે) લોકો બ્રહ્મચર્ય (મન, વચન, કાયાએ) સમાચરે છે, તે પદ હું તને સંક્ષેપમાં કહીશ.
નોંધ : વેદમાં તો માત્ર એનું નામસ્વરૂપ જ છે. યથાર્થ સ્વરૂપ તો વીતરાગ ભાવમાં છે. ઈન્દ્રિય, મન, બુદ્ધિ તથા ચિત્તનો સંપૂર્ણ સંબંધ છોડીને માત્ર તેઓ ઉદય પ્રયોગે વિચરે છે, એવા યતિ પુરુષો જ એવા વીતરાગ ભાવના અધિકારી છે, અને તેઓ જ એ ધામનો રસ ચાખી શકે છે. દેહ ટકયો હોય ત્યાં લગી તેઓ સદેહે મુકત છે અને પછી અવિચળ મોક્ષધામના સ્વામી બને છે. ગીતાકારે એ વીતરાગ ભાવની સાધનામાં બ્રહ્મચર્ય ઉપર ખૂબ ભાર આપ્યો. આ બ્રહ્મચર્યનો અર્થ ખૂબ વ્યાપક રીતે લેવો. ઇન્દ્રિય માત્રનો અવ્યભિચાર તે બ્રહ્મચર્ય અથવા બ્રહ્મ-આત્મામાં ચર્ચા થાય તેવાં સાધન માત્ર. આ સાધનામાં લોકપ્રચલિત બ્રહ્મચર્ય તો ખરું જ, ઉપરાંત બીજાં વ્રતો અને સાધના પણ જોઈએ. હવે ગીતાકાર પોતે જ અગાઉ કરતાં વળી બીજા પ્રકારની સાધનાનો આકાર બતાવે છે.