________________
૩૪૬
ગીતા દર્શન
ભૂલતો નથી, કારણ કે એનાં ચિત્ત, મન, બુદ્ધિ, ઈન્દ્રિયો બધાં અભ્યાસ ધોગને લીધે તન્મય થઈ ગયાં હોય છે, એટલે) એમ જે મૃત્વકાળે અડોલચિત્ત રાખીને ભકિત તથા યોગબળ બન્ને દ્વારા (જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગ એ ત્રણેના સમન્વયદ્વારા) ભવાં વચ્ચે સુંદર રીતે પ્રાણનો પ્રવેશ કરાવીને (દેહ છોડે છે) તે સાધક તે (ઉપર કહેલા એવા પરં દિવ્ય પરમ તેજસ્વી) પુરુષને પામે છે.
નોંધ : યોગમાં નાકના અગ્રભાગ પર આંખ ટેકવી પ્રાણાયામ કરવાની પદ્ધતિને સારી કહી છે. અગાઉ આત્મસંયમયોગ' નામના છઠ્ઠા અધ્યાયમાં એ વિષે કહેવાયું હતું. અહીં પ્રાણને ભવાં વચ્ચે ઠીક રીતે પ્રવેશ કરાવવાનું કહ્યું છે. તે વિષે શ્રી જ્ઞાનેશ્વર મહારાજ પોતાની ગીતાની ટીકામાં લખે છે :
"પરિપૂર્ણ નિત્ય પ્રકાશિત એવા બ્રહ્મને જાણીને મરણકાળ સમીપ આવતાં જે એકાગ્ર ચિત્તે તેનું સ્મરણ કરે છે; પદ્માસન વાળી ઉત્તર દિશા તરફ મુખ કરી યોગાભ્યાસ ક્રમમાં પ્રાપ્ત થયેલું સુખ અંતઃકરણમાં સંચિત કરી, અંતરમાં એકાગ્રચિત્તે સ્વરૂપ પ્રાપ્તિના ઉમળકાથી સ્વયંભૂ બ્રહ્મને ત્વરિત મળવાને માટે સંપાદન કરેલા યોગ દ્વારા સુષુમણા નાડીના મધ્યમાર્ગે અગ્નિ સ્થાનમાંથી થઈ બ્રહ્મરંધ્ર (છેલ્લા યોગચક્રનું નામ છે અને જે આત્માનું મુખ્ય કેન્દ્ર છે, તે)માં જવાને નીકળે છે; જેનામાં પ્રાણ અને ચિત્તનો સંસર્ગ નિરર્થક બાહ્ય રીતે જ માત્ર દેખાય છે, જેના પ્રાણનો લય આકાશમાં થાય છે, પરંતુ મનની સ્થિરતાને લીધે જે બંધાયેલો હોય છે અને જેનું અંતઃકરણ ભકિતયુકત થયું છે અને વળી જે યોગબળથી તૈયાર થઈ પોતાનું મન પોતાને સ્વાધીન રાખી શકે છે; તે યોગી ચિત્ત અને મનને તે પ્રમાણે શૂટિમાં વશ કરી જે પ્રમાણે ઘંટાનો નાદ ઘંટામાં જ લય પામે, વાસણ નીચે ઢાકેલા દીવાનો પ્રકાશ એમાં જ લય પામે તે પ્રમાણે ભ્રકુટિમાં જ એવા સાધકનાં ચિત્ત અને મન લય પામીને એ પરમ સ્વરૂપમાં મળી જાય છે."
પરંતુ સાધક આટલા ચિતન કે યોગાભ્યાસથી જ પરમ પુરુષને પામી જાય છે. એવું કોઈ ન માની લે. ખરી રીતે તો ચિંતન અને યોગાભ્યાસ પણ માત્ર સાધન જ છે. મુખ્યત્વે તો સાધ્ય ભણી પૂરેપૂરી તાલાવેલી જોઈએ. એવી તાલાવેલી છેવટે અચિંત્ય એવા પર પુરુષની પ્રાપ્તિ જરૂર કરાવે. પણ ઈન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિત્ત સર્વ ઉપર પૂરો કાબૂ મેળવી લેવો જોઈએ. જૈન સ્ત્ર પ્રમાણે શ્રીમદ્ ગાય છે કે "પરમાણુમાત્રનો સ્પર્શ છૂટી જાય, મન, વચન, કાયા અને કર્મની વળગણા ભિક્ષુ અખંડાનંદવાળી – પ્રત પૃ. ૨૫૯માંથી.