________________
૪૨૨
ગીતા દર્શન
તેથી આશ્ચર્યમાં મગ્ન, રોમાંચિત ધનંજય;
હાથ જોડી કરી બોલ્યો, દેવને શિરથી નમી. ૧૪ તે રૂ૫ ઘણાં મુખ અને આંખવાળું, અનેક અદ્ભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભરણોવાળું અને બહુ ઉગામેલાં શસ્ત્રોવાળું હતું. તે રૂ૫) દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રધારી હતું, દિવ્ય ગંધથી લેપાયેલું હતું, સઘળા પ્રકારની નવાઈઓથી ભરેલું હતું, અનંત હતું. એવા (રૂપવાળા) વિશ્વમુખી દેવને (અર્જુને જોયા.).
(હે ધૃતરાષ્ટ્ર રાજા ! એને શાની ઉપમા આપવી એ સમજ પડતી નથી, છતાં કલ્પના ખાતર કહું તો) આકાશમાં એકસામટી હજાર સૂર્યની પ્રભા ફેલાય તો કદાચ તે મહાત્માની ક્રાન્તિ જેવી દેખાય. (છતાં આ તો માત્ર મેં ઉપમા જ આપી છે. સર્વાગ બરોબરી તો એ તેજ સાથે ન જ થઈ શકે.
(અહો રાજ! વધુ તો શું કહું! પણ) તે દેવાધિદેવદિવોના સર્વોપરિ દેવ)ના શરીરમાં અનેક પ્રકારે વહેંચાયેલું આખું જગત એકત્રિત થયું છે (એમ) પાંડવે જોયું.
તેથી ધનંજય ભારે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો, રોમાંચિત થઈ ગયો, અને માથું નમાવી બે હાથ જોડીને દેવને આ પ્રમાણે) કહેવા લાગ્યો -
નોંધ : અનુવાદમાં જ ચોખવટ આવી જાય છે એટલે વધુ કહેવાનું રહેતું નથી. માત્ર અહીં દેવાધિદેવ” વિશેષણ ખૂબ સૂચક છે. આ વેળાએ શ્રીકૃષ્ણમહાત્મા દેવ ભાવમાં હતા એમ એ સૂચવે છે. હવે અર્જુને પોતે જ જે જોયું તે શ્રીકૃષ્ણગુરુને સંબોધીને કહે છે:
__ अर्जुन उवाच - पश्यामि देवांस्तव देव देहे
सर्वांस्तथा भूतविशेषसंघान् । ब्रह्माणमीशं कमलासनस्थ
मृर्षीश्च सर्वानुरगांश्च दिव्यान् ||१५|| अनेकबाहूदरवक्त्रनेत्रं
पश्यामि त्वां सर्वतोऽनन्तरुपम् । नान्तं न मध्यं न पुनस्तवादिं
पश्यामि विश्वेश्वर विश्वरूपम् ||१६||