________________
અઘ્યાય અગીયારમો
किरीटिनं गदिनं चक्रिणं च
तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।
पश्यामित्वां दुर्निरीक्ष्यं समन्ता
૪૨૩
दीप्तानलार्कद्युतिमप्रमेयम् ||१७|| અર્જુન બોલ્યા :
દેખું શરીરે તુ જ દેવ ! દેવો અને ઘણા જીવસમૂહ સર્વે; ધારેલ પદ્માસન ઈશ બ્રહ્મા, વળી ૠષિઓ સહુ દિવ્ય સર્પો. ૧૫ મોં, હાથ, આંખો, બહુ પેટવાળા, તને બધે જોઉ અનંત રૂપ; ને આદિ કે મધ્ય ન અંત તારો, દેખું હું વિશ્વેશ્વર I વિશ્વરૂપ. ૧૬ ગદા, મુકુટો વળી ચક્રવાળો, ચોમેર દીપ્તિધર તેજપુંજ; પ્રચંડ સૂર્યાગ્નિ સમો બધેય, દુર્દશ્ય દેખું અપ્રમેય હું તને. ૧૭
હે દેવ ! તારા શરીરને વિષે દેવોને, વિશિષ્ટ સર્વ ભૂતસમુદાયોને, કમલાસને વિરાજેલા બ્રહ્માને તથા રુદ્રને અને સર્વ ઋષિઓ તેમ જ દિવ્ય સર્પોને હું ભાળું છું.
હે વિશ્વેશ્વર ! તને હું ઘણાં મુખ, હાથ અને પેટવાળા અનંતરૂપે ચોમેર દેખી શકું છું. છતાં તારો આદિ, મધ્ય કે અંત દેખાતો નથી. (ખરે જ) તને વિશ્વરૂપ તરીકે હું જોઉં છું.
(હાથમાં) ગદા, ચક્ર, (અને મસ્તકે) મુકુટ (ધરનારા)વાળા, બધી બાજુ ઝળહળતી જ્યોતવાળા, તેજના પુંજ સમાન, મુશ્કેલીથી જ દેખી શકાય એવા, તેમજ પ્રદીપ્ત અગ્નિ અને સૂર્યની પ્રભાની જેમ બધી દિશામાં દીપતા એવા અપ્રમેય (જેને કોઈ સાથે સરખાવી ન શકાય તેવા) તને ભાળું છું.
નોંધ : આ ઉપરથી સાધક સમજી લે કે બ્રહ્મદેવ અને રુદ્ર આદિ દિવ્યકોટિનાં સત્ત્વો છે. વળી સાધકે જે રૂપ પ્રભુનું કલ્પ્ય હોય છે, તે જ રૂપે તે એને દિવ્ય દૃષ્ટિથી જુએ છે. નરસિંહ મહેતાના સાક્ષાત્કાર વિષે બીરસાહેબે આ જ દૃષ્ટિએ કહ્યું હતું કે "તમે તમારી કલ્પનાનો જ દિવ્ય સાક્ષાત્કાર કરો છો. વસ્તુતઃ નિરાકાર આત્મા એ તો નિરાળી જ વસ્તુ છે, તેનું વંદન આત્મા દ્વારા જ આત્મા કરે છે." એટલે જ અર્જુનની એ દષ્ટિએ હવે મુખોાર નીકળે છે ઃ
નરસિંહ મહેતાને કબીરસાહેબ મળેલા. તે વખતે રાસમંડળમાં કૃષ્ણચંદ્રનો હાથ મહેતાજીએ પકડયો હતો. બીરસાહેબે આંખ ખોલવા હ્યું કે તુરત જ મહેતાજીને જણાયું કે પોતે જ પોતાનો હાથ પકડયો છે.