________________
૪૫૮
ગીતા દર્શન तुल्यनिंदास्तुतिौनी सन्तुष्टो येनकेनचित् । अनिकेतः स्थिरमतिभक्तिमान में प्रियो नरः ।। १९।। મિત્રમાં, શત્રુમાં, માને અપમાને વળી સમ; ટાળે-ઊને-સુખ-દુ:ખે સમ નિંદાસ્તુતિ મહીં. ૧૮ જે મળે તેથી સંત-મૌની સંગવિવર્જિત;
ગૃહત્યાગી, સ્થિતપ્રજ્ઞ, ભકત નર મને પ્રિય. ૧૯ (હે ભારત !) મિત્રમાં અને શત્રુમાં, માનમાં અને અપમાનમાં જે સમ રહે છે તેમ જ ટાઢું-ઊનું, સુખ-દુઃખ વગેરેમાં પણ જે સમતાવાન રહે છે, જે નિંદા અને સ્તુતિમાં પણ સરખો વર્તે છે, એટલે કે આ બધામાં જેને રાગ-દ્વેષ કે હરખ-શોક થતા નથી);
વળી જે કંઈ અનાયાસે મળે તેથી સંતુષ્ટ રહે છે, (અર્થાત ખાન-પાન અને જિંદગીની બીજી જરૂરિયાતોમાં જે કંઈ સહેજે મળે તેથી સંતોષ માની લે છે, સારી ચીજ મળે તો છકી જતો નથી તેમ નરસી મળે તો ખિન્ન થતો નથી કે મેળવવા માટે લાલચવાળો પ્રયત્ન કરતો નથી), મૌન (એ આધ્યાત્મિક શકિતની બહુમૂલી પ્રસાદી છે તેનો) સેવનાર (મુનિ) હોય છે, અનગાર (જેને પોતાનું માનેલું એવું કોઈ સ્થાન નથી, અર્થાત કે માલિકીહક છોડીને અપ્રતિબંધપણે આખા જગતમાં વિચરનારો હોય છે, અને સ્થિર બુદ્ધિવાળો ભકિતમાન પુરુષ હોય છે, તે મને વહાલો છે.
નોધ : શ્રીકૃષ્ણજીએ આ લક્ષણોમાં ખરેખરી ખૂબી વાપરી છે. મહાન મસ્ત યોગીનાં આ લક્ષણો છે, જૈનસૂત્રદષ્ટિએ-આપણે ગયા શ્લોક ૯ થી ૧૨ની નોંધમાં જોઈ ગયા તે મુજબ-અપ્રતિબદ્ધ વિહારી નિગ્રંથ એટલે કે લગભગ અરિહંત કોટિની આસપાસના સિદ્ધ સાધકનાં આ લક્ષણો છે. આ ભૂમિકાને વિસ્તારથી સમજવા ઈચ્છનાર વાચકને સિદ્ધિનાં સોપાન' કે જે શ્રીમદ્રાજચંદ્રના સર્વોત્તમ પદ્યના વિવેચન- રૂપ છે, તેના વાચનની ભલામણ કરી નોંધને અહીંથી જ ટૂંકાવી લઈશું, એ પુસ્તક ન મેળવી શકે તે 'ઉત્તરાધ્યયનસૂત્ર'ના બીજા અધ્યયનમાંથી પણ એ સ્થિતિનું બયાન મેળવી શકશે.
આ રીતે ભકતનાં લક્ષણોમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભકિતયોગનો સુમેળ સાધીને શ્રીકૃષ્ણગુરુ આ અધ્યાયને છેડે કહે છે: