________________
અધ્યાય તેરમો
૪૭૫
इति क्षेत्र तथा ज्ञानं ज्ञेयं चोत्कं, समासतः । मदभक्त एतद्विज्ञाय मदभावायोपपद्यते ॥१८॥ ક્ષેત્ર ને જ્ઞાન ને શેય, વિષે મેં ટૂંકમાં કહ્યું,
એ જાણી ભકત પામે છે, યોગ્યતા મુજ ભાવની. ૧૮ એમ ક્ષેત્ર, જ્ઞાન અને અશેય વિષે મેં સંક્ષેપમાં (તેને) કહ્યું એ સ્વરૂપ જાણીને મારો ભકત મારા ભાવની યોગ્યતા પામે છે.
નોંધ : એમ ક્ષેત્ર, જ્ઞાન અને શેયનો યથાર્થ સાક્ષાત્કાર કરે છે તે શ્રીકૃષ્ણ જેવો જ બને છે. આટલું ઉદાર વચન સાંભળ્યા પછી શ્રીકૃષ્ણ કોઈ બીજા નથી પણ સદ્દગુરુરૂપ શુદ્ધ હૃદયમાં બેઠેલા અંતર્યામીને જ ગીતાના શ્રીકૃષ્ણ તરીકે આલેખવામાં આવેલા છે. એ વિષે કોઈને શંકા નહિ જ રહે. જૈનસૂત્રોમાં આધારે શ્રીમદ્ રાજચંદ્ર પણ એમ જ કહે છે:
સર્વ જીવ છે સિદ્ધ સમ જિનપદ નિજપદ એકતા,
ભેદભાવ નહિ કાંઈ.” પરંતુ આટલું સમજી લીધા પછી જેમ સંસારદષ્ટિએ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે તો કહ્યાં તેમ સાંખ્ય પરિભાષામાં પ્રકૃતિ અને પુરુષ એ બે તત્ત્વો વિષે પણ સમજી લેવાનું રહે છે. એટલે અર્જુનને શ્રીકૃષ્ણગુરુ એ પરત્વે હવે કહે છે :
प्रकृतिं पुरुषं चैव विद्धयनादी उमावपि । विकारांश्च गुणांश्चैव विवद्ध प्रकृति संभवान् ||१९|| कार्यकारण* कतृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुष सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते ॥२०।। पुरुषः प्रकृतिस्थो हि भुङ्कते प्रकृतिजान् गुणान् । कारणं गुणसङ्लोऽस्य सदसद्योनिजन्मसु ॥२१॥ उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः ॥२२॥
* તિલક ગીતામાં કાર્યકરસકર્તુત્વ’ એ પાઠ છે અને ત્યાં કાર્ય એટલે દેહ અને કરણ એટલે ઈન્દ્રિયો લીધી છે. બીજે સ્થળે કાર્યમાં પાંચ મહાભૂતો તથા પાંચ વિષયો લીધા છે અને કરસમાં બુદ્ધિ, અહંકાર, મન અને દશ. ઈન્દ્રિયો લીધી છે.