________________
૪૭૬
ગીતા દર્શન
य एवं वेत्ति पुरुषं प्रकृत्तिं च गुणैः सह | सर्वथा वर्तमानोऽपि न स भूयोऽमिजायते ।।२३।। અનાદિ જાણ તું બને, પ્રકૃતિ વળી પુરુષ; પ્રકૃતિથી જ જન્મેલા, જાણ વિકાર ને ગુણો. ૧૯ કાર્ય કારણ કર્તુત્વે, હેતુ પ્રકૃતિ માનવી; સુખ દુઃખો તણા ભોગે, હેતુ પુરુષ માનવો. ૨૦ પ્રકૃતિના ગુણો સેવે, પુરુષ પ્રકૃતિ સ્થિત; ગુણ સંગે કરી જન્મે, એ સારી માઠી યોનિમાં. ૨ ૧ સાક્ષી અનુમતિ દાતા, ભર્તા ભોકતા મહેશ્વર; પરમાત્મા કહ્યો એને, આ દેહ પર પુરુષ. ૨૨ એમ જાણે ગુણો સાથે, પ્રકૃતિ ને પુરુષ જે;
સૌ રીતે વર્તતો યે તે, ફરી જન્મતો નથી. ૨૩ (ભારત ! સાંખ્યો જેમ પુરુષ અને પ્રકૃતિ બે તત્ત્વો માને છે તેમ માનવામાં વાંધો નથી, પરંતુ પ્રકૃતિ બધી બાબતમાં સ્વતંત્ર જ સંસાર ચલાવે છે, એ માન્યતા મને મંજૂર નથી. અમુક બાબતમાં પ્રકૃતિ હેતુભૂત બને છે અને અમુક બાબતમાં પુરુષ, છતાં જે પુરુષ આસકિતવશ ભ્રમણ કરે છે, તેના કરતાં એક બીજો પરંપુરુષ પણ છે જ કે જે દેહમાં રહ્યો છતાં પણ સ્વરૂપમગ્ન અને નિરાળો રહે છે. એથી જ એ પરંપુરુષ તરફ લક્ષ રાખનાર માટે મોક્ષને અવકાશ છે. જો, આ વાતને ચોખ્ખી રીતે સમજાવું છું :) પુરુષ અને પ્રકૃતિ એ બન્ને તત્ત્વને તું અનાદિ જાણ. (કોણ પહેલું અને કોણ પછી એ ઝંઝટમાં પડવા જેવું નથી. પરંતુ હું જે સવિકાર ક્ષેત્રની વાત કહી ગયો તેમાં રહેલા) વિકાર અને ગુણો તે પ્રકૃતિ થકી જ જન્મેલા તારે જાણવા. (શુદ્ધ આત્મા તો નિર્વિકારી અને નિર્ગુણી છે તે હું કહી જ ગયો છું.)
(હવે આ બીજી વાત કહું છું તે સાંભળી અને ધારી લે કે) કાર્ય, કારણ અને કર્તાપણું જ્યાં જ્યાં દેખાય છે ત્યાં પ્રકૃતિ હેતુભૂત છે એમ તારે માનવું, અને સુખદુઃખોનું ભોકતાપણું જ્યાં જ્યાં દેખાય છે ત્યાં ત્યાં પુરુષ હેતુભૂત છે એમ તારે માનવું.(આનો અર્થ એ થયો કે સુખને ઠેકાણે દુ:ખ કે દુઃખને ઠેકાણે સુખ માનવામાં જીવનની સમજ સ્વતંત્ર છે, માટે તે એ ખાતર પુરુષાર્થ જરૂર કરે, પરંતુ સંસારનાં કાર્યકારણ પલટવાની નકામી જહેમત તે જ ઉઠાવે, તેમ જ કરેલા