________________
અધ્યાય અઢારમો
૬૧૧
હવે સ્વસ્વકર્મમાં અભિરત” એ વાક્યને કોઈ જાતિગત કર્મની તરફેણમાં ન લઈ જાય ! એનો ગીતા પોતે જ આગળ જતાં ખુલાસો કરશે.
તે પહેલાં અહીં પ્રભ કોણ, એની ઓળખાણ પંદરમા અધ્યાયમાં આપી હતી છતાં ફરીથી આપે છે:
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ।। ४६|| ભૂતપ્રવૃત્તિ જેનાથી, જેનાથી વ્યાપ્ત આ બધું;
તેને સ્વકર્મથી સેવી*, માનવી સિદ્ધિ મેળવે. ૪૬ જેના થકી આ બધાં ભૂતો પ્રવર્તી રહ્યાં છે (અને) જેના થકી આ સર્વ (જગ) વિસ્તર્યું છે અથવા જેના વડે આ સર્વ જગતની સર્વ વસ્તુ) વ્યાપ્ત છે, તેની સ્વકર્મથી અર્ચના કરીને માનવી સિદ્ધિ મેળવી લે છે.
નોંઘ ઃ શ્રીકૃષ્ણચંદ્ર નવમા અધ્યાયના ચોથા શ્લોકમાં “નયા તત Hિદ્ર સર્વ” કહ્યું હતું અને પંદરમા અધ્યાયના ચોથા શ્લોકમાં જે થકી પુરાણી પ્રવૃત્તિ ચાલી છે તે આદ્યપુરુષ છે, એમ કહ્યું હતું. અહીં એ બને વાક્યનો સમન્વય સાધીને જ કહે છે : "ભૂતોની પ્રવૃત્તિની પાછળ જે મુખ્યતત્ત્વ કામ કરી રહ્યું છે તેને સ્વકર્મથી સેવીને મનુષ્ય સિદ્ધિ મેળવે છે.” પરંતુ ભૂતોની પ્રવૃત્તિ પાછળ તો આત્માના પ્રકાશની સાથે પ્રકૃતિના ગુણો પણ કામ કરે છે. એટલે કહ્યું કે, "જેના વડે આ વિશ્વવિસ્તાર છે, તે તત્ત્વને પૂજીને માનવી સિદ્ધિ મેળવે છે." વિશ્વવિસ્તારમાં પણ પ્રકૃતિના ગુણો છે ખરા, છતાં જીવ તેમાં આસકત ન થાય તો એ વિસ્તાર ત્યાં જ અટકી પડે છે. એટલે મૂળ આત્મપ્રકાશને લીધે જ એ સર્વ ફૂલે ફાલે છે. તેવા અંતર્યામી આત્મસ્વરૂપને સ્વકર્મદ્વારા પૂજવાથી સિદ્ધિ મળે છે.” એટલે કે સ્વકર્મથી જે કાળે પોતા માટે કર્તવ્ય કર્મ નિમિત્ત થયું તે કાળે તે કર્મ કરીને તે દ્વારા-આત્મલક્ષી દષ્ટિ રાખીને મનુષ્ય મોક્ષગતિ મેળવી શકે છે.
હવે “ધે તે બ્યુમિરતઃ' એટલે સ્વભાવજન્ય ગુણથી નીમેલા કર્મમાં અભિરકત શું તે પણ સ્પષ્ટ કરે છે અને સ્વભાવનિયત કર્મ અને સ્વધર્મ એ બન્ને એક જ છે, એમ બતાવી કર્મધર્મ વચ્ચેનો ભેદ પણ ટાળી દઈને પરધર્મમાં નહિ મૂંઝાવાનું સૂચન કરે છે: * પ્રભુપૂજન એટલે અહીં સત્ય આચરણ, તે જ પ્રભુસેવા.