________________
ગીતા દર્શન
નિયત એવા બ્રાહ્મણ-ક્ષત્રિયને પોતાના તે ગુણકર્મવિશિષ્ટ પદનો મદ ન હોવો જોઈએ, ઊલટી નમ્રતા જ હોવી જોઈએ.
૬૦
આ બધું જોયા પછી એ નક્કી થયું કે કોઈ ઉચ્ચનીચ જેવો જાતિભેદ છે જ નહિ, જૈનસૂત્રો અને બૌદ્ધ સૂત્રો એ પડકાર કરે જ છે. ‘મુળા વંમળો દોર્ડ્સ જૈન ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ અ. ૨૬,ગાથાંક અને ન નખ્વા દોતિ બ્રાહ્મણો' 'ધમ્મપદ' બ્રાહ્મણ વર્ગ, ગાથાંક ૧૩. એ વિષે અગાઉ પણ કહેવાયું છે.
ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે માનો કે એક સ્ત્રીદેહધારી જીવ ગૃહકાર્ય મગ્ન કે બાળવાત્સલ્ય૨કત રહીને બહારની પ્રવૃત્તિમાં રસ ન લઈ શકે તો એ લોકકલ્યાણકારી ગણાય ? અને આત્મકલ્યાણ પણ સાધી શકે?
ગીતાકાર ચોખ્ખા શબ્દોમાં કહે છે:
||४५||
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः । स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु સૌ સૌના કર્મમાં રાચ્યા; જનો સંસિદ્ધિ મેળવે; સ્વકર્મે રકત જે રીતે, મેળવે સિદ્ધિ તે સુણ. ૪૫
મનુષ્યો પોતપોતાના કર્મમાં રત રહીને (પણ) ૫૨મસિદ્ધિ મેળવી શકે છે. (આ જાણીને હે પરંતપ ! તને હજુ પૂરું સમાધાન નહિ થાય. કારણ કે કર્મમાં રાચેલો સિદ્ધિ મેળવી શકે છે. આ વાત જોકે જૂની છે પણ છતાં ઘસાઈ ગયેલી મેં તારી આગળ આજે તાજી કરી છે એટલે તારે માટે નવી છે. મેં આ પહેલાં આ વાતને સમજાવવા યત્ન કર્યો છે અને થોડીઘણી તો ઘડ તને બેઠી છે. છતાં ય અહીં) સ્વકર્મમાં રકત રહીને મનુષ્ય જે પ્રમાણે સિદ્ધિ મેળવે છે. તે પ્રમાણે (હું ફરીને કહું છું, તે ) સાંભળ.
નોંધ : જૈન 'આચારાંગસૂત્ર' કહે છે :- “નેવ ગમે નેવ રળે” 'મોક્ષ નથી ગામમાં કે નથી જંગલમાં.' પણ એ તો માત્ર છે ‘છંદ્વં નિરોહેબ હવેફ મોસ્તું' સ્વચ્છંદના નિરોધ થકી. એ જ રીતે અહીં ગુરુદેવ પણ કહે છે કે મોક્ષ માટે અમુક જ ક્રિયા, અમુક જ સ્થાન, અમુક જ શરીર કે અમુક જ સંપ્રદાયની જરૂર નથી, પણ પ્રભુમાં સમર્પણભાવની જરૂર છે. એમ કરવાથી યજ્ઞ, દાન કે તપ કરે વા ન કરે ? વર્ણમાં રહીને પોતે પોતાનાં કર્મ બજાવે તો ય સિદ્ધિ નિશ્ચયે મળે છે. અને તેવાં પુરુષ કે સ્ત્રી ગમે તે ક્ષેત્રે કાર્ય કરતાં હોય તોય જગકલ્યાણકારક જ છે.