________________
અધ્યાય અઢારમો
SOC
શૂદ્રકર્મ છે.
નોંધ : ખેતી, ગોપાલન અને વાણિજ્ય એ કર્મ પરથી ભારતવર્ષની ખેતી પ્રધાન દેશ તરીકેની સ્થિતિનો તાદૃશ ખ્યાલ આવી જાય છે. જે દેશ ખેતીપ્રધાન હોય છે, તે હંમેશાં કુદરતી શ્રદ્ધાળુ અને આબાદ બની શકે છે. જૈનસૂત્ર 'ઉપાસકદશાંકમાં ગોકુળોની વાતો આવે છે. દશ દશ હજાર જેટલી ગાયો એક એક ગોકુળમાં હતી, એટલે એ પરથી અનુમાન નીકળે છે કે તે કાળે કરોડો ગાયો હશે! વાણિયા' તરીકે ઓળખાય છે તે કોઈ વર્ણ પરથી નહિ પણ વાણિજ્ય' પરથી નક્કી થયેલો શબ્દ છે. આજે રૂઢિ એવી છે કે તે સંસ્કૃતિ પ્રચારનું બ્રાહ્મણકર્મ કરતો હોય, તો પણ વાણિયા” શબ્દથી જ જાતિગત પકડને લીધે સંબોધાય છે.
આ વિષે આપણી ભૂલ ક્યાં છે?' તેમાં વિશેષ લખ્યું છે. અહીં તો પ્રસંગોપાત્ત એટલું જ કહેવું જોઈએ કે ઉઘાડી જમીનની માલિકી જાતે ખેડનારની હોય એમાં સર્વ પક્ષે સારું છે. ગાયોનો પાલક વર્ગ ઘાસચારો બિનખર્ચે શ્રમથી મેળવી શકે તે સગવડ એને મળવી ઘટે છે. અને વાણિજ્યક્ષેત્રમાં એવા કુશળ અને રાષ્ટ્રસેવક વ્યાપારીને સામાન્ય કર ભરી સ્વતંત્રતા મળવી ઘટે છે. વળી શુદ્ર – શું જાતિના જન્મેલને સેવા સિવાય બીજું કામ જ ન થાય એવી કુરૂઢિ પણ ચાલુ થયેલી છે. અને સેવા કર્મ સૌથી હલકું છે, તેવી માન્યતા પણ જડ ઘાલી બેઠી છે, તે યથાર્થ નથી. ખરી વાત તો એ છે કે માબાપને કે માતાને પુત્રની સેવા કર્યા વિના ચાલતું જ નથી, એટલે પરિચર્યા હલકું કર્મ નથી પણ ઉત્તમ છે. અને જ્યારે એ કર્મમાં જોડાય છે ત્યારે એ માબાપ પણ શૂદ્ર જ ગણાય છે. આ પરથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે જાતિથી કોઈ ઉચ્ચનીચ છે જ નહિ. ત્યારે શૂદ્રનો નંબર ગીતાકારે શાથી ચોથો એટલે કે છેલ્લે છેલ્લે મૂક્યો તે શંકા જરૂર થશે. પરંતુ આપણે અગાઉ કહી ગયા તેમ સગુણ કરતાં કર્મનો નંબર પછવાડે જ મૂક્યો છે. એ પરથી મનુષ્ય આત્મલક્ષી ગુણ તરફ પ્રથમ તકે પ્રેરાય ! “Tળવિમાશ?” માં પણ ગુણનો નંબર પ્રથમ જ છે. વળી આ પરથી એ પણ ફલિત થાય છે કે હિંદને સંસ્કૃતિની ભૂખ સૌથી પ્રથમ નંબરે હતી. અને આજ લગીનો સળંગ ઈતિહાસ જે કંઈ મળે છે તે સાક્ષી પૂરે છે કે સંસ્કૃતિ અર્થાત્ ધર્મનો મૂળ આત્મા જાળવવા ખાતર એણે મહાન આહુતિઓ આપી છે. હવે એ કહેવાનું ભાગ્યે જ હોય કે બ્રાહ્મણ-ક્ષત્રિય ઉચ્ચ કોટિનો નંબર ઈલ્કાબ તરીકે જાતિગત મળ્યો નથી, પણ ગુણકર્મગત નિયત થયો છે, અને એ પણ કહેવાની જરૂર નથી કે ગુણકર્મગત